જાણીતા સેકસોલોજિસ્ટ ડોક્ટર મહેન્દ્ર વત્સે પોતાના પુસ્તક "its Normal" માં સેક્સ એડયુકેશન અને સેક્સ લાઇફ પર વૈજ્ઞાનિક ઢબે અને સરળ રીતે ખૂબ સુંદર જાણકારી આપેલી છે. એ પુસ્તક દરેક વાંચકે વસાવવું જોઈએ.. એ સરળ અંગ્રેજી ભાષા માં ઉપલબ્ધ છે. આ લેખમાં હું મૌલિક રીતે અને મારી પોતાની સમજ મુજબ કેટલીક વાતો રજૂ કરીશ જે ક્વોટ સ્વરૂપે હશે અને જેની સમજૂતી આપીશ .. જેની પ્રેરણા મને આ પુસ્તક માંથી મળી છે.
સેક્સ ક્વોટ: (૧) હસ્તમૈથુન સ્વકેન્દ્રી ક્રિયા છે.. સ્વયં ના સંતોષ માટે કરવામાં આવતી એક સહજ કામ ક્રિયા છે, પરંતુ સંભોગ બે વ્યક્તિઓ વચ્ચે નો શારીરિક, ભાવનાત્મક અને પ્રેમાળ સંબધ છે. એમાં આવેગ સાથે વૃત્તિઓ અને ભાવો નું પણ સહજ આદાન પ્રદાન થાય છે.
સમજૂતી: હસ્તમૈથુન એકાંત માં પોતાના સંતોષ માટે કરવામાં આવતી નિર્દોષ ક્રિયા છે. જેમાં વ્યક્તિ પોતાની કલ્પના દ્વારા પોતાના પ્રિય પાત્રને મનમાં ઉત્તેજના પૂર્ણ સ્થિતિમાં પ્રાપ્ત કરી, સંતોષ મેળવે છે. સ્ત્રી અને પુરુષ બંને આ રીતની ક્રિયા પોતાના વ્યક્તિગત સંતોષ માટે કરી શકે છે. જ્યારે આત્મીયતા પૂર્ણ સંભોગ બે વ્યક્તિ વચ્ચે પોતાની ઈચ્છાથી બંનેના સંતોષ માટે આવેગ, ક્રિડાઓ અને ભાવોનું આદાન-પ્રદાન છે. ત્રણ પ્રકારના આવેગ હોય છે, (મંદ, મધ્યમ, તીવ્ર) જે વ્યક્તિની કામેચ્છા ને દર્શાવે છે. ફક્ત કામ ઈચ્છા જ પૂરતી નથી.. બીજા પાર્ટનરની ઈચ્છાથી કામ ક્રીડા માં પ્રવૃત્ત થવું પણ આવશ્યક છે. ફોર પ્લે દ્વારા આવેગ માં વૃદ્ધિ થઈ શકે છે.. જેથી કામ ક્રિયા વધુ સહજ બને છે. ફોર પ્લેમાં છ પ્રકારની ક્રિયાઓ નો સમાવેશ થાય છે.. જેમાં સંભોગ પૂર્વે સ્પર્શ, ચુંબન, અંગ મર્દન, વાર્તા, આલિંગન અને નખક્ષત નો સમાવેશ થાય છે. આ રીતે ફોર પ્લે માં એટલે કે આ છ ક્રીડાઓ માં ઉપયુક્ત સમય આપ્યા પછી.. સમાગમ થાય છે.. અને અંતે સમાગમ સુખ પ્રાપ્ત થાય છે. જેને ચરમસુખ, અથવા અંગ્રેજીમાં ઓરગેઝમ કહેવાય છે.. આ છ ક્રીડાઓ સમાગમ અને ચરમસુખ મળ્યા બાદ પણ થઈ શકે છે, પણ જેનો આવેગ મંદ હોય છે.. સમાગમ બાદ થતી આ ફોરપ્લે ની ક્રિયાને આફ્ટર પ્લે કહેવામાં આવે છે.. આફ્ટર પ્લેથી સહજ આત્મીયતા વધે છે.. અને સંતોષ પણ પ્રાપ્ત થાય છે. આ રીતે સફળ અને સહજ સમાગમ ફક્ત શારીરિક ઈચ્છાની પૂર્તિ થી અલગ છે.. કારણકે આમાં માનસિક અને આંતરિક સંતોષને પણ ખૂબ મહત્વ અપાયું છે.
સેકસ ક્વોટ: (૨) સેક્સ એક સહજ સામાન્ય અને પ્રાકૃતિક આવેગ છે.. it's Normal!
આજના સમયમાં સોશિયલ મીડિયા અને વિવિધ પોર્ન સાઇટ્સ દ્વારા ઘણા એવા વિડીયોસ દેખાડવામાં આવે છે જે ફક્ત શારીરિક ઈચ્છાના સંતોષને બળ આપે છે.. જેમાં પ્રોફેશનલ એક્ટર્સ પોતાના સમયની ફી લઈને અયોગ્ય રીતે અથવા અશ્લીલ પ્રદર્શન દ્વારા મુક્ત અને ભાવવિહીન ( લાગણી અને આત્મીયતા વગરનો) માત્ર હવસના આધારે બનતો સંબંધ બતાવે છે.. જેના કારણે જોનાર વ્યક્તિને મનમાં એક લાવા ઉત્પન્ન થાય છે.. અને આ લાવા વધતા વધતા માનસિક વિકૃતિનું રૂપ ધારણ કરે છે.. અને આવા ઘણા બધા કિસ્સા જોયા છે, જે બાદમાં બળાત્કાર અને શારીરિક માનસિક આર્થિક અને જેવી ઘટનાઓને ઉત્તેજન આપે છે. પુરુષો અને યુવાન વયના બાળકો છેડતી અને ઘૃણિત કર્મોમાં પરોવાય છે.. અને કેટલીક સ્ત્રીઓ આ જ સ્વચ્છંદ અશ્લીલતા આધારે ઓનલાઇન સ્કેમ, અને હની ટ્રેપ ના રેકેટો ચલાવે છે. આવા સમયમાં યોગ્ય રીતે, વૈજ્ઞાનિક રીતે અને પરસ્પર સંવાદ દ્વારા જાતીય શિક્ષણ આપવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેથી યુવા પેઢીને અને મોટી ઉંમરના લોકોને પણ આ પ્રકારના શોષણથી અને ગુનાહિત કર્મોથી દૂર રાખી શકાય.
પ્રત્યેક વ્યક્તિએ યાદ રાખવું જરૂરી છે કે સેક્સ પણ ભૂખ, તરસ અને નીંદર ની જેમ સહજ અને સામાન્ય છે.. તેને વધુ પડતું મહત્વ આપીને તેમજ અશ્લીલ અને અભદ્ર સાહિત્યને ઉત્તેજન આપીને સમય વ્યર્થ કરવા કરતા યોગ્ય દિશામાં પોતાની શક્તિ અને વિચારને લગાડીને કર્મ કરવાથી સફળતા અને સંતોષ પ્રાપ્ત કરી શકાય છે.. ફરી કહેવું જરૂરી છે.. સેક્સ ઇસ નોર્મલ..