Crying in Gujarati Philosophy by Mahesh Vegad books and stories PDF | રડવું

Featured Books
Categories
Share

રડવું

         *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...✍🏻
            ”*જીવનમાં સુખ-દુઃખ, તડકો-છાંયો, ચડતી-પડતી, સફળતા-નિષ્ફળતા. દશકો, વિગેરે આવે છે અને જાય છે. આ બધી આપણાં સકર્મો અને પાપ. પુણ્યના હિસાબે આવે છે. આ દરેક પરિવર્તન શીલ પરિસ્થિતિને જીરવીજાણો અને આવેલા સારા અથવા ખરાબ સમય ને માન આપી દો તો પરિસ્થિતિ ક્યારે આવીને વહી જશે તે ખબર પણ નહીં પડે.યાદ રાખો....! એક સરખા સુખના કે દુઃખના કોઈના જાતા નથી, દિવસ આવેલો સમય જવાનો જ છે. આર્જે સર્વ પ્રકારનું સો ટકા સુખ કોઈને પણ પ્રાપ્ત થતું નથી. સો ટકા સોનું પણ શુધ્ધ નથી હોતુ તો આપણી ક્યાં વાત રહી? આ તો જીવન છે. ભગવાને જેટલું આયુષ્ય આપ્યું છે તેટલું ભોગવવાનું છે. એમાં હિંમત હારી જઈને આપઘાત કરવાના વિચારો પણ માણસને આવે છે. પરંતુ આપઘાત કરવો તે પણ પાપ છે. તેમ જ્યાં સુધી તમારા કર્મો ભોગવી ન લો ત્યાં સુધી આ દેહનો નાશ કરવાનો આપણને અધિકાર નથી. આપણાં કર્મો આપણે ભોગવી લેશું ત્યારે ભગવાન જ આપણી દોરી ખેંચી લે છે.આજે કોઈને શારીરિક દુઃખ હોય છે તો કોઈને આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે. કોઈને પોતાના સંતાનોનું દુ:ખ હોય છે તો કોઈને પાડોશીનું. કોઈને આપ્તજનોનું દુ:ખ હોય છે. તો કોઈને હેતુ દુશ્મનનું. આજે કોઈ- કોઈનું સારું જોઈ (શકતું નથી. કોઈ-કોઈનું દુઃખ દૂર કરી શકતું નથી. કોઈ- કોઈની રોગની પીડા લઈ શકતું નથી, કે કોઈ કોઈના જીવનનું છત્ર બની શકતું નથી. જ્યાં છીએ જેમ છીએ તે સ્થિતિમાં પોતે જ સહન કરવું પડે છે. આવેલા સમયને માન દેવું જ પડે છે. આંખોમાંથી અવાર નવાર અશ્રુધારા વહી જાય છે. રડી પડવાનું મન જ થાય છે. અને ન છૂટકે રડવાની ઈચ્છાને રોકવી નહીં. એકાંતમાં ભગવાન પાસે રડી લેવું તે તમારા તનની અને મનની બધી જ બાબત જાણે છે. તમારું દુ:ખ તેની પાસે કહો. કારણ કે તેજ કર્તા હર્તા છે. તેના હાથમાંથી પુષ્પ નીચે પડે જ છે અને તે કહે છે હું શાક્ષી છું. તારી વાત હું જાણું છું.જરૂર છે આજે ભૂખ્યાને ભોજન દેવાની, તરસ્યાને પાણી દેવાની, હારેલાને હિંમત દેવાની અને જીવન ના તાપથી થાકેલાને આરામ દેવાની. તમારા ખભા પર માથું નાખીને કોઈ રડે તો તેને આશ્વાસન આપજો તેના માથે હાથ ફેરવજો. તે તમને ભગવાન માનશે. અને તેના જીવનનું અડધું દુ:ખ ઓછું થઈ જશે. જીવનમાં કોઈના સારા કામમાં નિમિત્ત બનજો. કોઈના સુખે સુખી થજો. કોઈના દુ:ખ જોઈને પોતાની આંખમાં પાણી આવે તો માનજો તમારા અશ્રુબિંદુથી ભગવાન તેનું દુઃખ જરૂર દૂર કરશે. ભગવાન દરેકનું સાંભળે છે. માટે જે કાંઈ મુશ્કેલી દૂ:ખ કે વિકટ પરિસ્થિતિમાં એક ભગવાન પાસે જ એકાંતમાં રડી લેજો. હિંમત હારવી નહીં આવેલો સમય જવાનો જ છે.

કોઇને ગુડબાય કહેવામાં
જેટલી વધારે મુશ્કેલી પડે,
એટલી જાતને વધારે નસીબદાર ગણવી,
કારણ કે એનો અર્થ એમ કે
આપણે કોઈ એવી વ્યક્તિને મળ્યા છીએ,
જે દરેકના નસીબમાં નથી હોતી.

આપણે તેમને મિસ કરીશું એ વાત સાચી,
પણ જેમને મિસ કરી શકાય
એવી વ્યક્તિઓ દરેકના ભાગ્યમાં નથી હોતી.

કોઇને મિસ કરી શકવાનો લહાવો ત્યારે જ મળે છે,
જ્યારે આપણા જીવનમાં
કોઈ એવી વ્યક્તિનું આગમન થયું હોય
જેણે આપણને સભરતા, સમૃદ્ધિ કે સુખ આપ્યું હોય.

એ વ્યક્તિની વિદાય પછી

ખાલીપો ચોક્કસ લાગશે,

પણ ભૂતકાળમાં એમની હાજરીથી
આપણે જે મેળવી શક્યા,

એ માટે એક વાર નિયતિને

થૅન્ક-યુ તો કહેવું જ રહ્યું.

પ્રેમ કરવો સહેલો છે. 
પરંતુ કોઇના પ્રેમને સમજવો એટલો જ મુશ્‍કેલ છે. 
પ્રેમ પામવો સહેલો છે પરંતુ એને જીવનભર ટકાવી રાખવો મુશ્‍કેલ છે. 
સુખના દિવસોમાં આપણે પ્રેમને પામીએ છીએ. 
જયારે દુઃખના દિવસોમાં પ્રેમને ઓળખીએ છીએ. 
જીવનમાં પ્રેમ કરનાર તો અનેક મળે છે. 
પણ આપણી લાગણીને સમજનાર અને આપણી ખામીઓને સ્‍વીકારનાર કોઇ એક જ હોય છે.
પ્રેમનો સંબંધ એ લોહીના સંબંધથી અનેક ગણો મહાન છે. 
જીવનમાં પરિસ્‍થિતિ ભલે બદલાય. 
પરંતુ સાચો પ્રેમ કદી બદલાતો નથી. 
સાચો પ્રેમ એ નિરંતર વહેતા જળ જેવો હોય છે. 
તે પોતાનો રસ્‍તો આપોઆપ જ કરી લે છે.
વ્‍યકિત જ્યાં પણ સાચો પ્રેમ અનુભવશે ત્યાં આપોઆપ જ તણાતો રહેશે. 
પ્રેમ અને વિશ્વાસનો સંબંધ એ સાગર અને સરિતાના સંબંધ જેવો ગાઢ છે. 
જે રીતે સરિતા સાગરમાં ભળીને એક થઇ જાય છે. 
એ જ રીતે પ્રેમ અને વિશ્વાસ પણ એકબીજામાં ભળીને એક થઇ જાય છે. 
જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં વિશ્વાસ આપોઆપ જ આવી જાય છે. 
પણ જ્યાં વિશ્વાસ જ નથી હોતો. 
ત્યાં કદિ સાચો પ્રેમ પાંગરતો નથી.
જીવનમાં પ્રેમની બુનીયાદ જ નબળી હશે તો જીવનભર એ પ્રેમને ટકાવી રાખવો મુશ્‍કેલ બની જાય છે. 
દરેક સંબંધનું એક સત્‍ય હોય છે. 
બે વ્‍યકિતનાં સત્‍ય જયારે એક થાય છે ત્‍યારે જ સાત્‍વિક પ્રેમનું નિર્માણ થાય છે. 
પ્રેમ એટલે એકબીજામાં ઓગળવાની આવડત. 
સંબંધમાં સત્‍ય કેવુ છે. 
એના પરથી જ પ્રેમની આવરદા નકકી થાય છે. 
આપણને ખબર હોવી જોઇએ કે આપણી વ્‍યકિતને આપણી પાસેથી શુ જોઇએ છે.
પ્રેમનાં સત્‍યનું પણ લોહી જેવુ છે. 
જો બ્‍લડગ્રુપ સરખુ ન હોય તો લોહી ચડતુ નથી. 
એ જ રીતે પ્રેમનું સત્‍ય જો સરખું ન હોય તો પ્રેમ લાંબો સમય ટકતો નથી. 
અમુક લોકો મૌન રહે છે. 
એનો અર્થ એવો નથી કે એને કંઇ કહેવુ નથી.
કહેવુ તો હોય છે. 
પણ એના મૌનને સમજનાર કોઇ હોતું નથી.
આવો પ્રેમ મૌનને પણ સમજી શકે છે.
પ્રેમમાં પામવાનું અને ગુમાવવાનું તો ચાલ્‍યા જ કરે. 
તમે તમારૂં બધું જ ગુમાવીને અમીર બની જાવ. 
એ જ સાચો પ્રેમ.

માણસમાં અત્યારે શંકા અને અવિશ્વાસ એ હદે ઘૂસી ગયાં છે કે, કોઈ ભલું ઇચ્છતું હોય તો પણ એવું લાગે કે આ મારી સાથે રમત રમે છે! 

✨ " હું તને રોકતો નથી માત્ર ચેતવું જ છું! "✨ 




કોણ દોસ્ત અને કોણ દુશ્મન, કોણ સાચું અને કોણ ખોટું, કોનું માનવું અને કોનું એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખવું, એની સમજ જિંદગીને સારી રીતે જીવવા માટે જરૂરી છે. જિંદગીના પાઠ એવા છે જે કોઇ શાળા, કૉલેજ કે યુનિવર્સિટીમાં ભણાવાતા નથી. જિંદગીના ખરા પાઠ તો જિંદગી જ શીખવે છે. ઠોકર લાગે ત્યારે સમજાય છે કે, આપણે જેને પારસ સમજતા હતા એ તો કાળમીંઢ પથ્થર છે. ક્યારેક જેને કઠોર સમજતા હોય એ પણ સાવ કોમળ નીકળતા હોય છે. જિંદગી જેમ જેમ સમજાતી જાય એમ એમ જિંદગી પ્રત્યેના મોહમાં પણ ફેર પડતો જાય છે. સારો અનુભવ થાય ત્યારે જિંદગી આહ્લાદક લાગે છે. સાવ નજીકની વ્યક્તિ જ્યારે પોતાના નાનકડા સ્વાર્થ ખાતર છેહ આપે ત્યારે એવું પણ થાય કે કંઈ જ નથી. બધું દેખાવનું છે. આપણી જિંદગીમાં બધા જ લોકો પોતાનાં કામ કઢાવવા, સ્વાર્થ સાધવા અને ઉદ્દેશો પૂરા કરવા માટે જ આવે છે. ક્યારેક કોઈ સારું લગાડે ત્યારે પણ શંકા જાય છે કે, આ કેમ આટલો વહાલો થાય છે કે વહાલી થાય છે? એનો ઇરાદો શું હશે? સાચો સંબંધ એ છે જેમાં ઇરાદા પર કોઇ શંકા જ ન હોય. એ મારા મોઢે ખોટું બોલે જ નહીં, એ મારી સાથે ખોટું કરે જ નહીં, એ મારું બૂરું ઇચ્છે જ નહીં. એવો ભરોસો જ સંબંધની સાર્થકતા છે. જોકે, આવા સંબંધો કાઢવા ક્યાંથી? તમારી પાસે એવો એકેય સંબંધ છે જેના વિશે તમે છાતી ઠોકીને કહી શકો કે, એની સાથેના રિલેશન્સ બિલકુલ ટ્રાન્સપરન્ટ છે. એવા પારદર્શક સંબંધ જેમાં કંઈ જ છૂપું ન હોય, કંઇ જ ખાનગી ન હોય? જો એવા સંબંધ હોય તો માનજો કે, તમારી પાસે એવી દુર્લભ વસ્તુ છે જે બહુ ઓછા લોકોનાં નસીબમાં હોય છે. હવે તો માણસ પોતાની સૌથી વધુ નજીક હોય એના વિશે પણ વિચારવા લાગ્યો છે કે, આ ભરોસાપાત્ર તો છેને? આ મને વફાદાર તો છેને? આના પર ભરોસો કરીને મેં કોઇ ભૂલ તો નથી કરીને?
આપણને કોઇક કંઇ કહે કે કોઇક કંઇ પૂછે ત્યારે પણ આપણા મનમાં એવો સવાલ ઊઠે છે કે એણે આવું કેમ પૂછ્યું? કોઇ નિર્દોષભાવે કંઈ વાત કરે તો પણ મનમાં ઉથલપાથલ મચે છે કે એની કોઇ ગણતરી તો નહીં હોયને? એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને પૂછ્યું કે, આજના આધુનિક સમયમાં સૌથી મોટું સંકટ કયું છે? સંતે કહ્યું કે, માણસ ધીમેધીમે નિર્દોષતા ગુમાવતો જાય છે. બાળકો પણ હવે પહેલાં કરતાં ઓછાં માસૂમ લાગે છે. લોકો બહુબધી ગણતરીઓ કરવા લાગ્યા છે. ગણતરી ચાલતી મનમાં હોય છે પણ તેની અસર આપણા ચહેરા પર વર્તાતી હોય છે. બાળકો જે જુએ એ શીખે છે. પોતાની આસપાસના લોકોને ખટપટ અને કાવાદાવા કરતા જોઇને એ બાળકો પણ મોટાં જેવા થવા લાગ્યાં છે. એક સમય હતો જ્યારે બાળકોની હાજરીમાં કોઇ વાદ, વિવાદ, ઝઘડા કે ગંભીર વાત પણ કરવામાં ન આવતી. હવે લોકો એની કોઇ કેર જ કરતા નથી. ઉલટું એવું કહેવા લાગ્યા છે કે, બાળકોને પણ રિયાલિટીનું ભાન હોવું જોઇએ! આવું વિચારનારાને સવાલ કરવાનું મન થાય કે, તમે જે કરી રહ્યા છો એનું તમને જરાયે ભાન છે ખરું?
માણસમાં અત્યારે શંકા અને અવિશ્વાસ એ હદે ઘૂસી ગયાં છે કે, કોઇ ભલું ઇચ્છતું હોય તો પણ એવું લાગે કે આ મારી સાથે રમત રમે છે. દરેકને તમામ વાતની સ્પષ્ટતા જોઇએ છે. આઝાદી, સ્વતંત્રતા, મુક્તિ એક વાત છે પણ એને આગળ ધરીને પોતાનું ધાર્યું જ કરવું એ બીજી વાત છે. કોઇ કંઇ કહે ત્યારે એ પણ વિચારવું જોઇએ કે, એવું કહેવા પાછળ ખરેખર એની દાનત શું છે? મુંબઇના એક કપલની આ સાવ સાચી વાત છે. એ છોકરા અને છોકરીની સગાઇ થઈ એન્ગેજમેન્ટ એરેન્જ હતી. બંને હાઈફાઈ ફેમિલીમાંથી આવતાં હતાં. બંને પહેલી વખત મળ્યાં ત્યારે છોકરીએ પોતાના વિશે બધી સાચી વાત કરી. છોકરીએ કહ્યું કે, હું ડ્રિંક કરું છું. છોકરાએ કહ્યું કે, ઇટ્સ ઓકે, હું પણ ડ્રિંક કરું છે. બંનેને બધું યોગ્ય લાગ્યું એ પછી સગાઇ થઇ. સગાઇ પછી બંને એક હિલ સ્ટેશન પર ફરવા ગયાં. ફાઇવ સ્ટાર હોટેલમાં બંને રોકાયાં હતાં. રાતે બંને ડ્રિંક કરવા બેઠાં. છોકરી પીવામાં ફાસ્ટ હતી. છોકરો પણ પીતો હતો. છોકરી વધારે પડતું પીતી હતી. એક તબક્કે છોકરાથી રહેવાયું નહીં. તેણે કહ્યું, હવે ન પીવે તો સારું. છોકરી તરત જ ગુસ્સે થઇ ગઇ અને ઊંચા અવાજમાં સીધું એવું જ કહેવા લાગી કે, બ્રેક અપ, બ્રેક અપ! મારે તારી સાથે નથી રહેવું. તું મને અત્યારથી ના પાડે છે. મેં તને કહ્યું હતું કે, હું ડ્રિંક કરું છું. મેં કંઈ છુપાવ્યું નથી. છોકરાએ શાંતિથી કહ્યું કે, હું તને રોકતો નથી, તને ના નથી પાડતો પણ તને ચેતવું છે કે તું ઓવર જઇ રહી છે. મારી વાતને રાઇટ સ્પિરીટમાં લે. એક સાથી અને ભવિષ્યના લાઇફ પાર્ટનર તરીકે મારી ફરજ છે કે, તને યોગ્ય હોય એ વાત કહું. છોકરી ન માની. બીજા દિવસે સવારે પોતાના ઘરે જતી રહી. છોકરીએ તેની ફ્રેન્ડને વાત કરી કે, આવું થોડું ચાલે. હજુ સગાઇ થઇ છે ત્યાં આવું કરે છે તો મેરેજ પછી કોણ જાણે શુંયે મનાઈ ફરમાવશે? તેની ફ્રેન્ડે કહ્યું કે, હું તારી દોસ્ત છું પણ એટલું કહીશ કે આ મુદ્દે તું સાચી નથી. એને તારી ચિંતા થઇ એટલે તને વધુ ડ્રિંક ન કરવા કહ્યું. આપણે ખોટું કરતા હોઇએ ત્યારે આપણી વ્યક્તિ આપણને રોકે એમાં ખોટું શું છે? પોતાની વ્યક્તિને એને સાચું લાગે એ કહેવાનો અધિકાર હોય કે નહીં? સ્વતંત્રતા અને સ્વચ્છંદતાનો ભેદ સમજવો જોઇએ. આપણે ઘણી વખત આપણી ફરતે કેટલીક બાઉન્ડ્રી દોરી લઇએ છીએ. એમ ઇચ્છીએ છીએ કે, એમાં કોઇ પ્રવેશવું ન જોઇએ. આ વાત સાચી કે સારી નથી. પોતાની વ્યક્તિ માટે કોઇ બાઉન્ડ્રી, કોઇ મર્યાદા, કોઇ સીમા કે કોઇ બોર્ડર હોવી ન જોઇએ. બે ઘડી વિચાર કર કે, એ બેફામ થઇને ગમે તેવું વર્તન કરત તો તને પસંદ આવ્યું હોત ખરું? તમે બીજા પાસેથી જે આશાઓ રાખતા હોવ ત્યારે એ પણ યાદ રાખવું જોઇએ કે, એને પણ અપેક્ષાઓ હોવાની જ છે. દરેક અપેક્ષા અયોગ્ય કે ગેરવાજબી હોતી નથી.
એક છોકરી હતી. તેની મા થોડીક સ્ટ્રીક્ટ હતી. છોકરી બોલ્ડ ડ્રેસ પહેરે તો પણ મા દીકરીને તતડાવી નાખે. એક વખત દીકરીની ફ્રેન્ડની હાજરીમાં મા ગુસ્સે થઇ ગઇ અને કડવાં વેણ બોલી. મા ગઇ પછી એની ફ્રેન્ડે પૂછ્યું, તને આટલી ખરાબ રીતે બોલ્યા તો તને ખરાબ ન લાગ્યું? દીકરીએ કહ્યું, ગમે તો નહીં પણ મને એક વાતની ખબર છે કે, એ મારી મા છે. એ કોઇ દિવસ મારું બૂરું ન ઇચ્છે. મા છે, એ તો બોલે. એની જગ્યાએ એ ખોટી નથી. હા, મા સારી રીતે કહી શકતી હોત પણ તમે તમારી મધરને કે ફાધરને બદલી શકતા નથી. એનાં વેણ આકરાં છે પણ એની દાનત ખરાબ નથી. હોય જ ન શકે. હું જો એને યોગ્ય અર્થમાં ન લઉં તો એમાં વાંક એનો નથી, મારો છે. હું ઘણી વખત એમના ખાતર મન મારીને પણ અમુક વસ્તુ નથી કરતી, કારણ કે હું એમને પ્રેમ કરું છું અને મને પણ ખબર છે કે એના માટે મારાથી વિશેષ કંઇ નથી. આપણને ખબર હોય છે કે, આપણા માટે વિશેષ કોણ છે? દરેક વાતને અયોગ્ય અર્થમાં લેવી એ પણ ભૂલ જ હોય છે. મને કોઇ કહેવું ન જોઈએ, મને ઠીક લાગે એમ જ હું કરું, મને કહેવાવાળા તમે કોણ? આવી વાત કરતી વખતે એટલો વિચાર કરવો જોઇએ કે, એ પોતાના છે એટલે જ કહે છે. પોતાના અને પારકાનો ભેદ સમજવો પડે છે. પોતાના ક્યારેક આપણને ન ગમે એવું કરતા હોય છે કે કરી બેસતા હોય છે, આવા સમયે પણ એ યાદ રાખવાનું હોય છે કે, આખરે એ મારા છે, પોતાના હોય એ પોતાના જ રહે છે!

"જિંદગીમાં સાવ સાચા લોકો ન મળે તો થોડાક ઓછા સાચાથી ચલાવી લો પણ સાવ ખોટાથી તો દૂર રહેવામાં જ મજા છે!"

પરિણામ વિશે જે પહેલાથી વિચારે છે એ ઘણી ભૂલોથી બચી જાય છે! 

" *કંઈ કરતાં પહેલાં મગજનો તો જરાક ઉપયોગ કર!* " 



જિંદગીને સમજવા માટે સૌથી વધુ જરૂરી શું હોય છે? પોતાને સમજવા! જ્યાં સુધી આપણે આપણને સારી રીતે ઓળખી શકીએ નહીં ત્યાં સુધી આપણે જિંદગીને કે દુનિયાને સમજી શકવાના નથી. કોઇ તમને પૂછે કે તમે તમને ઓળખો છો, તો તમે શું જવાબ આપો? આપણે ક્યારેય એવું વિચારીએ છીએ કે, હું કેમ આવો કે આવી છું? મને કેમ અમુક પ્રકારના વિચારો આવે છે? મને કેમ અમુક લોકો સાથે જ ફાવે છે? અમુક લોકોને જોઈને મને કેમ કાળ ચડે છે? દરેક માણસની પોતાની ખામીઓ હોય છે, ખૂબીઓ હોય છે, ખાસિયતો હોય છે અને બીજું ઘણું બધું હોય છે. દરેક માણસ બીજા કરતાં જુદો છે. માણસમાં જે બીજા કરતાં અલગ પાડતું તત્ત્વ છે એ જ માણસને યુનિક બનાવે છે. આપણી જિંદગી સરવાળે તો એવી જ રહેવાની છે જેવું આપણે વિચારતા રહીએ. મોટા ભાગના માણસો કારણ વગરના દુ:ખી થતાં હોય છે. ખરેખર દુ:ખી થવાય એવાં કારણો તો બહુ ઓછાં હોય છે. મોટા ભાગે માણસ પોતાનું દુ:ખ જાતે જ પેદા કરે છે. કોઇક આપણને જરાક અમથા વતાવે કે આપણે તરત જ છંછેડાઈ જઇએ છીએ. આપણું મગજ છટકે છે. આપણે લડી લેવા મેદાનમાં આવી જઇએ છીએ. લડીને પાછા વધુ દુ:ખી થઇએ છીએ. એક યુવાન હતો. તેની સાથે કામ કરતા એક માણસને તેની સામે વાંધો હતો. એક વખત એ ભાઇએ તેની પાસે આવીને કહ્યું કે, તારામાં બુદ્ધિ જેવું કંઇ છે જ નહીં! એ યુવાને કહ્યું કે, ઠીક છે! પેલો માણસ દર થોડા થોડા દિવસે એવું બોલે કે, તને કંઈ આવડતું નથી, તું બેવકૂફ છે, તારામાં સમજણનો અભાવ છે. એ યુવાન કોઇ પ્રતિભાવ ન આપે. એક વખત એ યુવાનના મિત્રથી રહેવાયું નહીં. તેણે કહ્યું કે, પેલો માણસ તને દર થોડા દિવસે કંઇક ને કંઇક કહી જાય છે અને તું સાંભળી લે છે? તું કેમ કંઇ બોલતો નથી? એ યુવાને કહ્યું, એનું કારણ એ છે કે મને એનાથી કોઇ ફેર જ પડતો નથી! એ મને મૂરખ કહે એનાથી હું કંઈ મૂરખ થઇ જવાનો નથી. બે ઘડી માની લે કે, એ મને કાલથી એમ કહેવા માંડે કે, તું તો ખરેખર મહાન છે, તો શું હું મહાન થઇ જવાનો છું? એના કહેવાથી મહાન નથી થઇ શકવાનો તો એના બોલવાથી મૂરખ પણ નથી થવાનો! મને તો એ માણસની દયા આવે છે કે, એ બિચારો મારી ચિંતા કરીને પીડાયા રાખે છે. એ જ્યારે જ્યારે મારી સામે આવે છે ત્યારે હું તરત જ ભગવાનને પ્રાર્થના કરું છું કે, હે ભગવાન, આને શાંતિ આપજે! એ બિચારો પોતાના કારણે જ દુ:ખી છે! મને ગાળો દીધા પછી પણ એને ચેન તો નથી જ પડતું! આપણી અંદરનો ઉકળાટ છેલ્લે તો આપણને જ દઝાડતો હોય છે.
માણસને સૌથી વધુ નુકસાન માણસ જ કરતો હોય છે. તમે ન ઇચ્છો તો તમને કોઇ હેરાન કરી ન શકે. આપણે કોઇની વાત તરત જ આપણા પર સવાર થવા દઇએ છીએ. જે આપણી નજીક હોય એની આપણને અસર થાય તો હજુ ઠીક છે. જેની સાથે કંઇ લેવા-દેવા ન હોય એની સાથે પણ આપણે પંગા લઇ લેતા હોઇએ છીએ. આપણે જોતા હોઇએ છીએ કે, કોઇ વ્યક્તિ ટ્રેનમાં કે બીજી કોઇ જાહેર જગ્યાએ સાવ નાની નાની વાતમાં ઝઘડી પડે છે. એક ભાઇ પત્ની અને દીકરી સાથે હોટલમાં જમવા ગયા. પોતાના ટેબલ તરફ જતા હતા ત્યારે એ ભાઇનો પગ એક ટેબલ પર બેઠેલા ભાઇના પગ સાથે અથડાયો. પેલો ભાઇ બોલ્યો, દેખાતું નથી, આંધળો છે? આટલું સાંભળ્યું કે તરત જ આ ભાઇની છટકી. આંધળો કોને કહ્યો? આંધળો તું અને આંધળો...વાત પહેલાં ગાળાગાળી અને પછી મારામારી સુધી પહોંચી ગઇ. પોલીસ બોલાવવી પડી. માંડ માંડ મામલો થાળે પડ્યો. ઘરે આવ્યા ત્યારે પત્નીએ પૂછ્યું, આપણે શું કરવા ગયા હતા? જેની સાથે આટલો ઝઘડો કર્યો એની સાથે આપણે કંઇ જ લેવાદેવા નહોતા. હવે કદાચ જિંદગીમાં એને ક્યારેય મળવાનું પણ નહીં થાય! તને જરાયે વિચાર આવે છે કે, તેં તારો સમય અને તારી શક્તિનો કોઇ કારણ વગર વેડફાટ કર્યો! મૂરખની સામે મૂરખ ન થવાય! ક્યાં લડી લેવું એની સમજ જેટલી જરૂરી છે એટલી જ એની ખબર હોવી આવશ્યક છે કે, શેમાં પડવા જેવું નથી? તમે માર્ક કરજો, આપણે બધા જ ન પડવાનું હોય એમાં પડીએ છીએ, ન કરવાનું હોય એવું કરીએ છીએ અને છેલ્લે હાથે કરીને હેરાન થઇએ છીએ! ઘણા લોકોને તો ઊડતી લેવાની આદત હોય છે. કંઇ ફાયદો ન હોય કે કંઇ નુકસાન ન હોય તો પણ આપણે કૂદી પડતા હોઇએ છીએ. કંઇ કરતાં પહેલાં એ વિચારવું કે, હું આ શા માટે કરું છું એ એક પ્રકારની સમજણ જ છે. જે કરીએ છીએ એનું પરિણામ શું હશે એનો પણ થોડોક વિચાર કરવાની જરૂર હોય છે. ઘણાનાં મોઢે આપણે એવું સાંભળીએ છીએ કે, મને ખબર નહોતી કે આનું પરિણામ આવું આવશે! પરિણામ વિશે જે પહેલાંથી વિચારે છે એ ઘણી ભૂલોથી બચી જાય છે!
આપણે આખા દિવસ દરમિયાન જે કંઇ પણ કરીએ છીએ એનું ક્યારેય તટસ્થભાવે મૂલ્યાંકન કરીએ છીએ ખરા? કેટલું એવું હોય છે જે ન કર્યું હોત તો કોઇ ફેર ન પડત. કુદરતે આપણને જે એનર્જી આપી છે એ વેડફવા માટે નથી આપી. આપણી શક્તિનો સદુપયોગ ન થાય તો કંઇ નહીં પણ દુરુપયોગ તો ન જ થવો જોઇએ. દુરુપયોગ થશે તો ભોગવવું આપણે જ પડશે. એક સંત જેલમાં સત્સંગ માટે ગયા. તેણે કહ્યું કે, મેં મારી જિંદગીમાં ઘણી જેલોમાં જઇને સત્સંગ કર્યો છે. હું ઘણા કેદીઓને મળ્યો છું. તેમના ગુનાઓ વિશે વાતો કરી છે. મને એક વાત બહુ કોમન જોવા મળી. મોટા ભાગના કેદીઓએ એવું કહ્યું હતું કે, ગુનો કરવો નહોતો, થતા થઇ ગયો! આપણે કેટલું એવું કરીએ છીએ જે આપણે કરવું હોતું નથી પણ થતાં થઇ જાય છે! જે થતા થઇ જાય છે એ બધા ગુના નથી હોતા પણ એના કારણે આપણી જિંદગીમાં ફેર તો પડતો જ હોય છે. મોટા ભાગના સંબંધો ન બોલવા જેવું બોલવાના કારણે અને ન કરવા જેવું વર્તન કરવાના કારણે થાય છે. ઘરમાં પતિ-પત્ની વચ્ચે કે પરિવારમાં જે ઝઘડાઓ કે સંઘર્ષ થાય છે એ સાવ ક્ષુલ્લક કારણસર થાય છે. હમણાં જ સાંભળવા મળેલો એક સાવ સાચો કિસ્સો છે. એક ભાઈ-બહેન વચ્ચે ઝઘડો ચાલે છે. કારણ શું? કોરોનાનો સમય હતો ત્યારે ભાઈ બહેનના ઘરે આવવાનો હતો. બહેને ના પાડી. બહેને કહ્યું કે, કોરોનાનો સમય છે. તું પણ જોખમ ન લે અને અમને પણ જોખમમાં મૂક નહીં. ભાઇને ખરાબ લાગી ગયું. હું આવું એમાં કોરોના થઇ જવાનો છે? કોરોના તો ચાલ્યો ગયો પણ આ ભાઇ એ ઘટના પછી આજની તારીખે બહેનના ઘરે નથી ગયો! આપણે કોઇ વાતને રાઇટ સ્પિરીટમાં કેમ લેતા નથી? દરેક વાતમાં આપણને કેમ વાંધા પડી જાય છે? આપણે બધી વાતોને વધારે પડતી સીરિયસલી લઇ લેતા હોય છીએ. લાઇટલી લેવા જેવી વાતને સીરિયસલી લેવી એ પણ એક પ્રકારની ભૂલ જ છે!


*આપણે જેમ તનને આરામ આપીએ છીએ એમ મનને પણ થોડો વિરામ આપવો જોઇએ. વધુ પડતું અને નક્કામું વિચારવાનું ટાળીએ એ મનની માવજત જ છે!*

*મારી સાથે વાંધો હોય તો મને કહે , બીજાને નહીં!*



ગમે એવો સંબંધ હોય, એ કાયમ માટે એકસરખો રહેતો નથી. જિંદગીની જેમ સંબંધમાં પણ ચડાવ ઉતાર આવતા જ રહે છે. સૌથી વહાલી વ્યક્તિ સાથે પણ ક્યારેક તો વાંધો પડવાનો જ છે. સંબંધ સારો હોય ત્યારે તો સહુ સારી રીતે વર્તે છે, સંબંધમાં જ્યારે કંઈક ઇશ્યૂ પેદા થાય ત્યારે માણસ કેવી રીતે વર્તે છે એના પરથી સંબંધની સમજણ છતી થતી હોય છે. ઘણાનાં મોઢે આપણે સાંભળીએ છીએ કે, હું કંઇ મનમાં રાખું જ નહીં, જે હોય એ મોઢામોઢ સંભળાવી દઉં! ઉભરો ઠાલવી દઇએ પણ એ પછી શું? ઉભરાઇને ઢોળાઇ જવાનું? સંબંધો ક્ષુલ્લક કારણોથી તૂટતા હોય છે. જે માણસમાં જરાકેય સમજણ હોય એ ક્યારેય સંબંધ કાપતો નથી પણ ઘટાડી નાખે છે. સંબંધ બગાડવા કરતાં સંબંધ ઘટાડવામાં શાણપણ છે. એક યુવાનની આ વાત છે. તેને એક દોસ્ત હતો. બંનેને પહેલાં સારું બનતું હતું પણ પછી એ દોસ્ત ઇર્ષા કરવા લાગ્યો. એક સમયે યુવાનને સમજાયું કે, હવે આની સાથે બહુ બને એવું લાગતું નથી. એક તબક્કે તેને વિચાર આવ્યો કે, એને કહી દઉં કે આજથી તારા અને મારા સંબંધો પૂરા. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. એ પછી તેને એવો વિચાર આવ્યો કે, હું મારો રસ્તો લઇ લઉં પછી એ શું કરે છે એની મારે શા માટે ચિંતા કરવી જોઇએ? તેણે ધીમે ધીમે કરીને સંબંધ ઘટાડી નાખ્યા. સંબંધને ક્યારેક દિશા આપવી પડતી હોય છે. આપણે ગાડી લઇને જતા હોઇએ અને પાછળ આવતા વાહનનો ચાલક સતત હોર્ન મારતો હોય તો આપણે તેને સાઇડ આપી દઇએ છીએ. આપણું વાહન ધીમું પાડીને પણ તેને આગળ જવા દઇએ છીએ. એ સમયે આપણને એવો જ વિચાર આવતો હોય છે કે ભાઈ, તું જા એટલે શાંતિ. સંબંધોમાં પણ ઘણી વખત સાઇડ આપી દેવી પડતી હોય છે! નીકળી જવા દેવાના અથવા તો સરકીને નીકળી જવાનું. દરેક વખતે સંઘર્ષ કરવાની જરૂર હોતી નથી. સંઘર્ષમાં પણ સરવાળે શક્તિ તો આપણી જ વેડફાતી હોય છે.
ઘણા લોકો ઘડીકમાં સમજાતા નથી. માણસની સાચી ઓળખ છતી થવામાં ઘણી વાર લાગતી હોય છે. દરેક માણસમાં ડેપ્થ હોય એવું જરૂરી નથી. ઘણા માણસો છીછરા અને હલકા હોય છે. એની સામે આપણે કેવા થવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઇ વિશે કોઇ જાતની કડવાશ વગર દૂર થઇ જવામાં ઘણી વખત આપણી આંતરિક મીઠાશ જળવાઈ રહેતી હોય છે. એક પતિ-પત્ની હતાં. પત્નીની એક બહેનપણીએ તેની સાથે બદમાશી કરી. પત્નીએ એ બહેનપણી સાથે કંઇ કહ્યા વગર કિનારો કરી નાખ્યો. પતિએ એક વખત પત્નીને પૂછ્યું, તને એના પર ગુસ્સો નથી આવતો? પત્નીએ કહ્યું, જ્યારે તેણે બદમાશી કરી ત્યારે મને દુ:ખ થયું હતું. ગુસ્સો પણ આવતો હતો. મેં પછી એવું વિચાર્યું કે, હુ ગુસ્સે થઇશ કે કોઇ કડવાશ રાખીશ તો એનું નુકસાન તો મને જ જવાનું છે. એક તો તેણે જે કર્યું એનાથી નુકસાન થયું જ છે અને હવે હું મારા હાથે જ મારું નુકસાન કરું? આપણે જ્યારે કોઇના માટે કડવાશ રાખીએ ત્યારે આપણે પહેલાં તો આપણી અંદર કડવાશ ઘૂંટતા હોઇએ છીએ. એ કડવાશ સામાને તો અસર કરવાની હોય તો કરે, આપણને તો કડવા બનાવે જ છે. ઘણા લોકો અંદર ને અંદર ધૂંધવાતા હોય છે. એ એની અંદર સતત કડવાશ જ ઘોળતા હોય છે. અમુક સંબંધો પૂરા થાય ત્યારે દુ:ખી થવાને બદલે ખુશ થવું જોઇએ કે, આટલાથી પત્યું! એક સાવ સાચો કિસ્સો છે. એક મિત્રએ તેના દોસ્ત પાસેથી પાંચ હજાર રૂપિયા ઉછીના માંગ્યા. પેલા મિત્રએ તરત જ પાંચ હજાર કાઢીને આપી દીધા. આ જોઇને તેને બીજા ફ્રેન્ડે કહ્યું કે, તેં એને રૂપિયા આપ્યા તો છે પણ એ પાછા આપશે નહીં! આ વાત સાંભળીને એ મિત્રએ કહ્યું કે, એની મરજી! પાંચ હજારમાં પતશે! એના મનમાં આપણી દોસ્તીની કિંમત કેટલી છે એ પરખાઇ જશે! અમુક સંબંધની કેટલીક કિંમત હોય છે, એ કિંમતની વાત આવે ત્યારે એ સંબંધ પૂરો થઇ જાય છે. અમુક સંબંધો અમૂલ્ય હોય છે. એ સચવાઇ રહે તો ઘણું છે. જડીબુટ્ટી જેવા સંબંધો જિંદગીની દરેક સમસ્યાનો ઇલાજ કરે છે.
સાવ નજીકના હોય એ પણ ક્યારેક હર્ટ કરતા હોય છે. બીજા બે દોસ્તની આ વાત છે. બંને વચ્ચે પાક્કી દોસ્તી. એક વખત બંનેને વાંધો પડ્યો. એક ફ્રેન્ડ બધાને એવું કહેવા લાગ્યો કે, તને ખબર છે એણે મારી સાથે શું કર્યું? બધાને માંડીને વાત કરે. આ વાતની જાણ તેના ફ્રેન્ડને થઇ. તેણે પોતાના દોસ્તને કહ્યું કે, જે વાંધો હોય એ મને કહે, બીજાને નહીં. આપણે કઇ વાત કોને કહીએ છીએ એ બહુ મહત્ત્વનું હોય છે. એક પતિ-પત્ની હતાં. એ બંનેની કોઇ વાત ક્યારેય બહાર ન આવે. એક વખત પત્નીની ફ્રેન્ડે એને પૂછ્યું, તમારે કોઇ દિવસ ઝઘડા થતાં નથી? તું કોઇ દિવસ કંઇ વાત કરતી નથી? પેલી યુવતીએ કહ્યું કે, સાથે રહેતા હોઇએ તો ક્યારેક કંઇ ને કંઇ પ્રોબ્લેમ થવાના જ છે. મારે પણ મારા પતિ સાથે ઘણી વખત બોલાચાલી થઇ જાય છે પણ એ અમારા બંને પૂરતી મર્યાદિત જ રહે છે. અમે બહાર એકબીજાની નિંદા કરતાં નથી. આપણે આપણા લોકોનું ઘસાતું બોલીને છેલ્લે તો આપણી જ માનસિકતા છતી કરતા હોઇએ છીએ. પોતાના લોકોનું ઢાંકતા જેને આવડે છે એની ઇજ્જત સચવાઇ રહે છે. ઘણા લોકો એવું કહે છે કે, બોલી દઇએ તો હળવા થઇ જવાય. મનમાં ને મનમાં રાખીએ તો ભાર લાગ્યા જ રાખે. સાચી વાત છે પણ બોલતાં પહેલાં એ પણ વિચારવું જરૂરી છે કે, આપણે કોના મોઢે બોલીએ છીએ? જેના મોઢે બોલીએ છીએ એનું મોઢું પણ ક્યાંય નહીં ખૂલે એની ગેરંટી છે?
એક યુવાનની આ વાત છે. તેણે કહ્યું કે, મારે જે વાત ગુપ્ત રાખવી હોય એ હું મારા અંગતમાં અંગત માણસને પણ કહેતો નથી. એનું કારણ એ છે કે, દરેકનો એક અંગત માણસ હોય છે. આપણે જેને અંગત સમજીને બધી વાત કરીએ એ એના અંગતને વાત કરી દેતો હોય તો એને કેટલો અંગત સમજવો એ વિશે વિચાર કરવો પડે. બે સંબંધી હતા. એક સંબંધીએ બીજાને ખાનગી વાતો કરવાનું બંધ કરી દીધું. બીજા સંબંધીએ કહ્યું કે, હમણાં તમે ખૂલીને વાત કરતા નથી. પેલાએ કહ્યું, સાચી વાત છે. તમારા પેટમાં વાત રહેતી નથી. હવે હું એવી જ વાતો કરું છું જે તમે આખા ગામને કરો તો પણ કંઈ વાંધો નથી. જે આપણને બધાની બધી વાત કરતો હોય એ આપણી પણ બધી વાત બધાને કરતા હોય છે. સાવ પેક રહેવાની વાત નથી, સાવચેત રહેવાની વાત છે. વાત કરો પણ એવી વ્યક્તિને જે વિશ્વાસપાત્ર હોય. દુનિયામાં એવા લોકો છે જે પોતાને કહેવાયેલી વાત પોતાના સુધી જ રાખે છે. આ બધી વાત કરતી વખતે એ પણ વિચારવું જોઇએ કે, આપણે તો કોઇની વાત કોઇને કહેતા નથીને? વાતો કરતી વખતે આપણો ઈરાદો શું હોય છે? ઘણાને ગોસિપ કે કૂથલી કરવાની મજા આવતી હોય છે. ગોસિપ કરવામાં કશું ખોટું નથી પણ એ ગોસિપ કોઇને નુકસાન પહોંચાડે, કોઇના સંબંધો બગાડે કે કોઇનું કેરેક્ટર એસેસિનેશન કરે એવી ન હોવી જોઇએ! આપણા સંબંધો તો જ જળવાશે જો આપણામાં સંબંધ જાળવવાની આવડત હોય! જે સંબંધો જાળવી શકતા નથી એનાથી સંબંધીઓ પણ મોઢું ફેરવી લેતા હોય છે. સંબંધ સાચવવા એ કલા છે અને દરેક કલાને સમજીને હસ્તગત કરવી પડતી હોય છે!


*સંબંધ સાચવવાનો જ્યારે ભાર લાગવા માંડે ત્યારે સંબંધ સામે સંકટ પેદા થાય છે. સંબંધ બચાવવામાં માણસે જો મહેનત કરવી પડે તો એ વહેલો કે મોડો થાકી જાય છે અને સંબંધનો અંત આવી જાય છે.*બધા સંબંધો સાચવી શકાતા નથી. કેટલાંક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે....

કેટલા સંબંધો ફાઇવ સ્ટાર
રેટિંગ આપવા જેવા હોય છે?


ટુકડા રૂપે મળે છે, જે બધું, એ બધું ક્યાં સોયથી સંધાય છે?
છે ભૂલા પડવાનો એક જ ફાયદો, કેટલા રસ્તા પરિચિત થાય છે!

સંબંધમાં પ્રેમ અને પેઇન આપવાની સૌથી મોટી તાકાત હોય છે. સંબંધ ગમે તેવો હોય એ ક્યારેક તો પેઇન આપે જ છે. આપણે હર્ટ એટલે જ થઇએ છીએ, કારણ કે હર્ટ કરનાર પર આપણને લાગણી હોય છે. આપણે જેને પ્રેમ કરતા હોઇએ, જેના પ્રત્યે લાગણી હોય, જેની ઝંખના હોય, જેની ચિંતા હોય, જેની યાદ સતાવતી હોય, એ જ વ્યક્તિ જ્યારે દિલ દુભાય એવું કંઇક કરે ત્યારે સૌથી વધુ આઘાત લાગે છે. આપણે દુ:ખી થઈએ છીએ, ગુસ્સે થઇએ છીએ, નારાજ થઇએ છીએ અને એક તબક્કે જતું કરીને પાછો પ્રેમ કરવા માંડીએ છીએ. સંબંધ એમ તૂટતા નથી. સંબંધ ત્યારે જ તૂટે છે જ્યારે એક પછી એક ઘા પડતા જ જાય! આપણને સવાલ થાય છે કે, હવે માફ કરી કરીને કેટલી વાર માફ કરવું? થાકી જવાય ત્યારે જ છુટકારો મેળવવાના વિચારની શરૂઆત થાય છે. બસ, બહુ થયું, ઇનફ ઇઝ ઇનફ, હું કંઈ મૂરખ નથી કે એની ભૂલ ચલાવી લઉં. મેં તો કહ્યું હતું કે, આ લાસ્ટ ટાઇમ છે, હવે જો આવું ફરી થયું તો પછી મારે કોઈ નિર્ણય લેવો પડશે. સંબંધોના નિર્ણયો સૌથી અઘરા હોય છે, કારણ કે હાથ છૂટી ગયા પછી પણ હથેળીમાં કશુંક વર્તાતું રહે છે. આંખો બંધ કરી દઇએ પછી પણ કેટલાંક ચહેરા ઉપસતા હોય છે. જૂની ઘટનાઓ દિલ પર દસ્તક દઇને સ્મરણોના દરવાજા ખોલી નાખે છે. વધુ પેઇન થાય છે. વિચાર આવી જાય છે કે, શું ધાર્યું હતું અને શું થઈ ગયું!
બધા સંબંધો સાચવી શકાતા નથી. કેટલાંક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે. તમે ગમે તે કરો તો પણ કેટલાંક સંબંધો બચાવી શકાતા નથી, એનું કારણ એ જ હોય છે કે, સંબંધ ક્યારેય એક પક્ષે ટકી ન શકે. આપણે ગમે એટલા સારા હોઇએ તો પણ આપણે દરેક સંબંધ બચાવી શકતા નથી. સામે પણ સત્ત્વ હોવું જોઇએ. એક છોકરીની આ વાત છે. તેના એક દોસ્તે તેની સાથે બદમાશી કરી. બંનેની દોસ્તી તૂટી ગઇ. છોકરી આ ઘટનાથી બહુ ડિસ્ટર્બ થઇ. છોકરી તેના દાદા સાથે બધી જ વાત શૅર કરતી હતી. છોકરીએ કહ્યું, દાદા, આવું કેમ થતું હશે? જેની સાથે સૌથી સારું બનતું હોય એ કેમ આવું કરતા હોય છે? દાદા કંઈ ન બોલ્યા પણ પોતાની જૂની બેગમાંથી થોડાક કાગળ કાઢ્યા. એ કાગળ પૌત્રીના હાથમાં આપ્યા. આ બધા કાગળમાં ટોપ ટેન નામ હતાં. પૌત્રીએ સવાલ કર્યો, આ શું છે? દાદાએ કહ્યું, એ લિસ્ટ ધ્યાનથી જો, એમાં નામો બદલાતાં રહ્યાં છે! દાદાએ પછી એ કાગળોનું રહસ્ય ખોલ્યું. તેમણે કહ્યું કે, હું તારા જેવડો હતો ત્યારે મને પણ આવા જ સવાલો થતા હતા. પંદર વર્ષનો થયો ત્યારે મેં મારા સૌથી નજીકના દસ લોકોનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું. હું દર પાંચ વર્ષે ટોપ ટેન રિલેશન્સનું નવું લિસ્ટ બનાવતો હતો. વર્ષો વિતતાં ગયાં, કેટલાંક નામો વિસરાઇ ગયાં, નવાં નામો આવ્યાં. સરવાળે દર પાંચ વર્ષે લિસ્ટ બદલાતું રહ્યું. જિંદગીનો આ ક્રમ છે. લોકો બદલાતા રહે છે. જિંદગીનું પણ સફર જેવું છે. પ્રવાસીઓ આવે છે અને થોડો સમય સાથ આપે છે. કોઇ સારા હોય છે, તો કોઇ ખરાબ પણ હોય છે. કોઇ સુખ આપવા આવ્યા હોય છે, તો કોઈ દુ:ખ આપે છે. આવું થતું જ રહેવાનું છે.
ક્યારેક કોઈ સાથે ત્રૂટક ત્રૂટક સંબંધ હોય તો પણ એ જિવાતો હોય છે. એક પતિ -પત્નીની આ વાત છે. બંને એકલાં રહેતાં હતાં. એમના ઘરે એક બહેન કામ કરવા આવતાં હતાં. એ બહેનની સાથે એનો નાનકડો પૌત્ર પણ આવતો. એ ઘરે આવે અને રમે. ધીમે ધીમે એ પતિ-પત્નીનો લાડકો થઇ ગયો. બંને એની રાહ જોતાં હોય. એના માટે ચોકલેટ અને બીજી ખાવાપીવાની વસ્તુ લાવી રાખે. એની સાથે રમે. એક વખત પત્નીએ પતિને કહ્યું, કયા ભવનું લેણું હશે આની
 સાથે? આમ જોઈએ તો એની સાથે કોઈ સંબંધ નથી અને આમ આપણે એની રાહ જોતા હોઈએ છીએ. પતિએ કહ્યું કે, એનો ચહેરો જોજે, એ પણ રાહ જ જોતો હશે કે ક્યારે દાદી કામ કરવા જાય અને ક્યારે હું તેની સાથે જાઉં. પતિએ એ પછી કહ્યું કે, જે ઘરમાં બાળકને જવાનું મન થાયને એ ઘર જ જીવંત હોય છે. જે ઘરે જતા બાળક ડરે એ ઘરમાં ભલે ગમે એટલી લાઇટો હોય પણ એક છૂપો અંધકાર હોય છે. બાળકો એમ જ ઘરે નથી આવતાં, એને ચોકલેટ પીપરનો તો મોહ હોય જ છે પણ તે ત્યાં જ જાય જ્યાં એને સારું લાગે. કેટલાંક સંબંધો એવા હોય છે જેનાં કોઈ નામ નથી હોતાં, એ બસ હોય છે. કોઇ કારણ વગરના સંબંધો થોડીક ક્ષણો સુખ આપે છે પણ એ ક્ષણો ઘણી વખત કલાકોના દુ:ખને દૂર હડસેલવા માટે પૂરતા હોય છે!
એક યુવાનની આ વાત છે. તે એક મોટા શહેરમાં એકલો રહેતો હતો. કંઇ પણ મંગાવવાનું હોય તો એ ઓનલાઇન મંગાવી લેતો. એક વખત એક છોકરો ફૂડની ડિલિવરી કરવા આવ્યો. જતી વખતે એવું બોલ્યો કે, સર ફાઇવ સ્ટાર રેટિંગ આપજો! હસીને તેણે ઓકે કહ્યું. જોકે પછી એને વિચાર આવ્યો કે કેટલા સ્ટાર આપવા એ તો મારે નક્કી કરવાનું હોયને? આખરે તેણે ફાઇવ સ્ટાર આપી દીધા. એક વખતની ડિલિવરી અને થોડીક ક્ષણોના સંવાદ બાદ ફાઇવ સ્ટાર રેટિંગ આપ્યા પછી તેને વિચાર આવ્યો કે, આપણા કેટલા સંબંધો ફાઇવ સ્ટાર રેટિંગ આપવા જેવા હોય છે? ટકોરાબંધ સંબંધોની સંખ્યા કેમ ઓછી જ હોય છે? સંબંધો ઓછા હોય એનો વાંધો ન હોય પણ જેટલા હોય એટલા જીવંત હોય તો પૂરતું છે. બે મિત્રોની આ વાત છે. બંને વચ્ચે સારું બનતું હતું પણ કોઇ એક મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો. એક મિત્રએ સંબંધ ઓછો કરી નાખ્યો. બોલવાનું ઘટાડી નાખ્યું. બીજો મિત્ર તેની પાસે ગયો અને કહ્યું કે, આપણી વચ્ચે ઝઘડો થયો છે તો તું ઝઘડી લે પણ આમ બોલવાનું બંધ ન કર. એ પછી તેણે કહ્યું કે, મારે બીજા કોઈ મિત્રો નથી. તું એક જ તો એવી વ્યક્તિ છે જેના પર હું ભરોસો કરું છું. મારી લાઇફમાં તારું બહુ ઇમ્પોર્ટન્સ છે. પ્લીઝ, તું મારાથી દૂર ન થા. મારે તને ગુમાવવો નથી. તમારી લાઇફમાં એવું કોઇ છે જેને જોઇને તમને એવું થાય કે, મારે આ વ્યક્તિને ગુમાવવી નથી? જો એવું થતું હોય તો એનું જતન કરજો.
જિંદગીમાં કોઈ પોતાનું હોવું જોઈએ. એવી વ્યક્તિ જેની સાથે હસવાથી ખુશી બેવડાય અને જેની સાથે રડવાથી હળવાશ અનુભવાય. સમય બદલાઇ રહ્યો છે. વર્ચ્યુઅલ સંબંધો વધી રહ્યા છે અને વાસ્તવિક સંબંધો ઘટી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હજારો ફ્રેન્ડ કે ફોલોઅર્સ હોય પણ જો સાથે બેસીને વાત કરવાવાળું કોઇ ન હોય તો સમજજો કે લાઇફમાં કંઇક મિસિંગ છે. સાચી લાઇક એ છે જ્યારે આપણી નજીકની વ્યક્તિ આપણી પીઠ થાબડે અને જરૂર પડ્યે આપણને સાચી વાત કરતા પણ ન અચકાય. જેની પાસે જવાનું મન થાય અને કોઈ નક્કી કરેલા વિષયો વગર વાતો કરી શકાય અને ગપ્પાં મારી શકાય. દોસ્ત એ છે જેની સાથે વાત કરવા માટે કોઈ સબ્જેક્ટની જરૂર જ નથી પડતી, એ મળે એટલે ગપ્પાંથી માંડીને જ્ઞાન સુધીના વિષયો આપોઆપ મળી આવે છે. એવા સંબંધ સાચવી રાખજો, એ જ ખરેખર ફાઇવ સ્ટાર રેટિંગને લાયક હોય છે!

*કોઈ ને કોઈ સંબંધમાં ક્યારેક ઠોકર તો વાગવાની જ છે. ઠોકર વાગ્યા પછી જ માણસ એની દરકાર રાખે છે કે બીજી ઠોકર ન વાગે! અનુભવ જ માણસને સમજુ, શાણા અને પારખું બનાવે છે.*
આપણી જિંદગીનું સ્ટિયરિંગ આપણા હાથમાં હોવું જોઇએ. કોઇને નજર સમક્ષ રાખીને તમે જિંદગીની ગાડી ચલાવવા જાવ તો એક્સિડન્ટનું જોખમ વધી જાય છે. આપણી જિંદગી કોઇના અભિપ્રાયોની મહોતાજ ન હોવી જોઇએ.

*મારી સાથે થયું એવું તારી સાથે થાય એ જરૂરી નથી...*




માણસની વાણી અને માણસનું વર્તન સમયે સમયે બદલાતું રહે છે. માણસ જેવો ગઇ કાલે હતો એવો આજે હોતો નથી. આજે છે એના જેવો જ એ આવતી કાલે રહેવાનો નથી. સમય, સંજોગો, મૂડ, માનસિકતા અને પરિસ્થિતિ મુજબ માણસનું વર્તન બદલતું રહે છે. અનુભવો માણસને પરિપક્વ અથવા તો ઉદ્ધત બનાવે છે. આપણી આસપાસ જ એવા ઘણા લોકો હોય છે, જેને આપણે બદલતા કે બગડતા જોયા હોય છે. કોઇ માણસ અચાનક કોઇ ખરાબ કૃત્ય કરે ત્યારે આપણે કહેતા હોઇએ છીએ કે, એ તો કેવો સજ્જન લાગતો હતો. કોઇને કલ્પના પણ ન આવે કે એ આવું પણ કરી શકે! અમુક કિસ્સામાં એવું પણ થતું હોય છે કે, આપણે કોઇને ખરાબ માણસ સમજી લીધા હોય એ સારું કૃત્ય કરે. ઘણી વખત આપણે કોઇની ઇમેજ આપણી રીતે જ ઘડી લેતા હોઇએ છીએ. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરી જોબ કરતી હતી. તેની સાથે એક છોકરો કામ કરતો હતો. એકદમ વિચિત્ર. કામ સિવાય કોઇની સાથે વાત ન કરે. કંઇ સેલિબ્રેશન હોય તો પણ કોઇની સાથે મિક્સ ન થાય. એક વખત એ છોકરીને પેલા છોકરા સાથે જ ઓફિસના કામ સબબ બહાર જવાનું થયું. છોકરીને થયું કે, આનો ક્યાં પનારો પડ્યો! ઓફિસનું કામ હતું એટલે જવું પડે એમ જ હતું. ટેક્સીમાં બંને સાથે જતાં હતાં ત્યાં જ ટેક્સીનો સામાન્ય એક્સિડન્ટ થયો. બંનેને થોડું વાગ્યું. એક્સિડન્ટ વખતે એ છોકરાનું વર્તન એટલું સારું હતું કે, છોકરીને આશ્ચર્ય થયું. પોતાની ઇજાની પરવા કર્યા વગર એ છોકરો છોકરીનું ધ્યાન રાખતો હતો. તેને નજીકના દવાખાને લઇ જઇ જરૂરી ટ્રીટમેન્ટ કરાવી. છોકરીને ઘર સુધી મૂકી ગયો. બીજા દિવસે બંને ઓફિસે ભેગાં થયાં. એ છોકરીએ મોઢામોઢ કહ્યું કે, તારા વિશે મને સારી છાપ નહોતી. એ છોકરો કંઇ જ ન બોલ્યો. છોકરીએ સામો સવાલ કર્યો. તને મારી કેવી ઇમેજ હતી? છોકરાએ કહ્યું, હું કોઇની ઇમેજ બાંધતો નથી, કોઇને જજ કરતો નથી. મારે શા માટે તારું સારું કે ખરાબ વિચારવું જોઇએ? માણસ અનુભવે સમજાતો હોય છે. કોઇ તમારા વિશે શું ધારે છે એ વિચારવામાં પણ હું માનતો નથી. હું એ જ વિચારું છું કે, મારે શું કરવું જોઇએ? બીજાને સારું લગાડવા માટે હું કંઇ કરતો નથી. મને સારું લાગે એવું જ હું કરું છું. આપણે સારા હોઇએ તો દુનિયા સારા જ સમજવાની છે. ન સમજે તો પણ શું ફેર પડે છે? આપણી જિંદગીનું સ્ટીયરિંગ આપણા હાથમાં હોવું જોઇએ. કોઇને નજર સમક્ષ રાખીને તમે જિંદગીની ગાડી ચલાવવા જાવ તો એક્સિડન્ટનું જોખમ વધી જાય છે. આપણી જિંદગી કોઇના અભિપ્રાયોની મોહતાજ ન હોવી જોઇએ. કોઇ માણસને સારા, ખરાબ, બદમાશ, સ્વાર્થી, અકડુ, જિદ્દી કે બીજું કોઇ લેબલ મારવું ન જોઇએ. પોતાની વ્યક્તિ વિશે પણ આપણે ઘણી વખત ખોટું ધારી કે માની લેતા હોઇએ છીએ. આપણે કોઇને જજ કરીને તેની સાથે વર્તન કરીએ ત્યારે ઘણી વખત આપણે તેને અન્યાય કરી બેસતા હોઇએ છીએ.
ઘણી વખત આપણે બીજાના અનુભવના આધારે આપણા નિર્ણય કરતા હોઈએ છીએ. તને કેવું લાગ્યું? સંબંધની વાત તો દૂર છે, કોઇ ચીજવસ્તુ ખરીદતી વખતે પણ આપણે જેણે એ ચીજવસ્તુ વાપરી હોય એનો અભિપ્રાય લેતા હોઇએ છીએ. એ વસ્તુ કે એ બ્રાન્ડ લેવાય કે નહીં? અલબત્ત, એમાં કશું ખોટું નથી, પણ કોઇને કંઇ પૂછતા પહેલાં કે અભિપ્રાય લેતા પહેલાં એ પણ ચેક કરવું જોઇએ કે મને એ ફાવે એમ છે કે નહીં? વાત સંબંધની હોય ત્યારે તો વધુ કાળજી રાખવી પડતી હોય છે. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરીના ડિવોર્સ થયા હતા. એક દિવસ એક છોકરી તેને મળવા આવી. એ છોકરીએ કહ્યું, તમે જેની સાથે ડિવોર્સ લીધા છે એની સાથે મારા મેરેજની વાત ચાલે છે. એમાં પડવા જેવું છે કે નહીં? છોકરીએ કહ્યું, એ હું ન કહી શકું. મારા અને તેના વિચારો મળતા નહોતા. જરૂરી નથી કે, તારા વિચારો પણ એની સાથે ન મળે. મારી સાથે જે થયું એ તારી સાથે થાય એવું જરૂરી નથી. મને તેની સાથે ઇશ્યૂઝ હતા એમાં ના નહીં, પણ કદાચ એના માટે હું પણ જવાબદાર હોઉં. તું એને મળીને તારી રીતે જ નક્કી કર કે એ વ્યક્તિ તારી ટાઇપનો છે કે નહીં? જિંદગી તારી છે, ડિસિઝન પણ તું તારી રીતે જ લે. મારો અભિપ્રાય તને ગેરમાર્ગે દોરી શકે છે.
આપણે ક્યારેક કોઇના કહ્યે દોરવાઇ જતા હોઇએ છીએ. વાત માનતા માની લઇએ છીએ અને પછી એમ થાય છે કે, ખોટું થઇ ગયું. આપણે જે નિર્ણયો કરીએ છીએ તે ખરેખર કેટલા આપણા હોય છે? નાના હોઇએ ત્યારે આપણાં ડિસિઝન માતા-પિતા લેતાં હોય છે. થોડા મોટા થઇએ પછી આપણા નિર્ણયો આપણે કરવા જોઇએ. એક જજ હતા. તેમણે કહ્યું કે, મારી સામે ઘણા કિસ્સા આવે છે. મેં જોયું છે કે, જે લોકો ગુના આચરે છે એ બીજાના દોરવાયા દોરવાઇ જાય છે. ઘણું બધું મનમાં ધારી અને માની લે છે. માણસે પહેલાં તો પોતાના જજ બનવું જોઇએ. સારા નરસાનો વિચાર કરવો જોઇએ. એ પછી જ કોઇ નિર્ણય કરવો જોઇએ. નજીકની વ્યક્તિ હોય એને વિશ્વાસમાં લો, પણ એ કહે એવું જ ન કરો. એક કપલની આ વાત છે. પત્ની કંઇ પણ પૂછે ત્યારે પતિ કહેતો કે, તને યોગ્ય લાગે એ નિર્ણય લે. પત્ની બધી વાત કરતી અને પતિ તેને એમ જ કહેતો કે, તું જે કરે એ સાચું. એક વખત પતિને તેના મિત્રએ પૂછ્યું, તને ક્યારેય એનો નિર્ણય ખોટો નથી લાગ્યો? એ યુવાને કહ્યું કે, મને તો ઘણી વખત મારા નિર્ણયો પણ ખોટા લાગ્યા છે. મારી પત્ની મારા કરતાં સારી ડિસિઝનમેકર છે. એવું ઘણી વખત બન્યું છે કે, મારી વાઇફે ડિસિઝન લીધું હોય ત્યારે મને એમ થયું હોય કે, એનું આ ડિસિઝન ખોટું અને અયોગ્ય સાબિત થવાનું છે. જોકે, થાય છે સાવ ઊલટું. એનું ડિસિઝન સાચું પડે છે. એ જોઇને જ મેં એવું નક્કી કર્યું હતું કે, આપણી વ્યક્તિના નિર્ણયને પણ આપણે એક હદથી વધુ પ્રભાવિત ન કરવા જોઇએ. આપણે ક્યારેક આપણી વ્યક્તિને અંડરએસ્ટિમેટ કરતા હોઇએ છીએ. ક્યારેક એની ખૂબીઓને દબાવી કે મારી પણ દેતા હોઇએ છીએ. પોતાની વ્યક્તિને એની રીતે જીવવા દેવી અને એના નિર્ણયો કરવા દેવા એ પણ પ્રેમનો જ એક પ્રકાર છે.


માણસને સમજવામાં ક્યારેય ઉતાવળ ન કરવી. કેટલાક માણસો લાંબા સમયે અને ઘણા અનુભવે ઓળખાતા હોય છે. આંખો મીંચીને મુકાયેલો ભરોસો ક્યારેક અફસોસ બનીને રહી જતો હોય છે!
અઘરા અને કપરા સમયનું એક સોલ્યૂશન એ છે કે, એ સમય શાંતિથી પસાર કરી લેવો. કોઇ ખોટા ઉધામા ન મચાવવા. 


*તું જિંદગી સામે ફરિયાદો કરવાનું બંધ કર તો સારું!*



દરેક માણસને પોતાની જ જિંદગી વિશે ક્યારેક ને ક્યારેક સવાલો થતા જ હોય છે. મારી સાથે કેમ આવું જ થાય છે? ગમે એટલા પ્રયાસો કરું તો પણ કેમ મારી લાઇફમાં પ્રોબ્લેમ જ ઊભા થાય છે? માંડ માંડ બધું સેટ કરું ત્યાં કંઇક એવું થાય છે કે બધું ઊંધું ચત્તું થઇ જાય છે. દરેક માણસને જિંદગીમાં એક સમયે એવું પણ લાગે છે કે, હવે બધું સેટ થઇ ગયું છે. બધા કેલ્ક્યુલેશન કરીને વિચારે છે કે, હવે કોઇ વાંધો નહીં આવે. સમય ક્યારેય એકસરખી શાંતિ કે સુખ લેવા દેતો નથી. સમય એવો ઘૂમે છે કે માણસને ચક્કર આવી જાય. જિંદગીમાં એક વખત તો એવો સમય આવે જ છે જ્યારે માણસનું ક્યાંય ધ્યાન ન પડે. કોઇ પણ વડીલને પૂછજો કે, તમારી જિંદગીમાં એવો તબક્કો ક્યારે આવ્યો હતો જ્યારે તમારી દશા ખરાબ થઇ ગઇ હતી? ઘણાની જિંદગીમાં તો એક વખત નહીં, પણ અનેક વખત એવો સમય આવ્યો હોય છે જ્યારે એમની મૂંઝવણનો કોઇ પાર રહ્યો ન હોય. એમની વાત સાંભળીને આપણને એમ થાય કે, આના તો નસીબ જ વિચિત્ર છે. એકમાંથી બહાર આવ્યા ન હોય ત્યાં બીજી ઉપાધિ આવી જાય છે! એક પછી એક પડકાર આવે તો માણસ હજુયે એને ઝીલી લે છે, પણ ક્યારેક તો સમસ્યાઓ બટાલિયન મોઢે આવે છે. એકસાથે એટલું બધું સામે આવીને ઊભું રહી જાય કે કોઇ દિશા જ ન સૂઝે. આપણાથી બોલી જવાય કે, હે ભગવાન! તું શું કરવા ધારે છે? આટલી કસોટી તે કંઇ હોતી હશે?
જિંદગી ક્યારેક આંખે અંધારાં લાવી દે છે. કંઇ જ સૂઝે નહીં. અઘરા અને કપરા સમયનું એક સોલ્યુશન એ છે કે, આ સમય શાંતિથી પસાર કરી લેવો. કોઇ ખોટા ઉધામા ન મચાવવા. જિંદગીમાં ક્યારેક સમય અને સ્થિતિના સાક્ષી બનીને જીવવું પડતું હોય છે. એક ભાઇ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. ચારે બાજુથી સંકટો જ ત્રાટકતાં હતાં. તેના એક સ્વજને પૂછ્યું કે, તું આ સમય કેવી રીતે પસાર કરે છે? એ માણસે કહ્યું કે, જે થાય છે એ થવા દઉં છું. કંઇ જ કરતો નથી. આપણે માનીએ કે ન માનીએ, પણ ક્યારેક આપણે જિંદગીની કમાન ઉપરવાળાના હાથમાં સોંપી દેવી જોઇએ. તમે જ્યારે કંઇ કરી શકો એમ ન હોવ ત્યારે બધું ધરાર પકડી રાખવાનો કોઇ મતલબ નથી હોતો. ઘણા લોકોથી તો પોતાની પરિસ્થિતિ કંટ્રોલમાં ન હોય એ જ સહન નથી થતું. એક ભાઇની આ વાત છે. તે સખત મહેનતું હતા. બધા એમને માન આપતા હતા. ધંધો ધમધોકાર ચાલતો હતો. કોઇની એવી હિંમત નહોતી કે, તેમની સામે બોલે. સમયે પલટી મારી. ધંધામાં ખોટ જવા લાગી. બહુ વિચારીને કરેલા નિર્ણયો પણ ઊંધા પડવા લાગ્યા. નબળો સમય આવે ત્યારે લોકો પણ મોકો જોઇને મનમાં આવે એમ બોલતા હોય છે. ઘણાએ તો ત્યાં સુધી કહ્યું કે, એ તો એના નસીબ સારાં હતાં એટલે અત્યાર સુધી ચાલ્યું, બાકી એનામાં કંઇ હીર હતું જ નહીં. તેણે પત્નીને કહ્યું કે, મારા વિશે અગાઉ કોઇ આવું બોલ્યું નથી. મારાથી સહન થતું નથી. એક તો ધંધાના કોઇ ઠેકાણાં નથી રહ્યાં અને ઉપરથી નજીકના લોકો જ નબળી વાતો કરે છે. પત્ની ડાહી અને સમજુ હતી. તેણે કહ્યું કે, કોઇ વાત દિલ પર ન લો. ધંધાની ચિંતા તો ન જ કરો. લોકો બોલે છે એની જરાયે પરવા ન કરો. સમય ફરશે અને બધું સરખું થશે એટલે આ લોકો જ પાછા ગુણગાન ગાવા લાગશે! સંસારનો તો એ નિયમ છે કે, નબળું ભાળે એટલે દબાવવા લાગે. સબળું થાય એટલે સલામ ઠોકવા લાગે!
જિંદગી વિશે એક વાત ગાંઠ બાંધીને રાખવા જેવી એ છે કે, ક્યારેક તો કપરો સમય આવવાનો જ છે. જિંદગી ફજરફાળકા જેવી છે, જે ગોળ ગોળ ફરે છે, ક્યારેક આપણને ઉપર લઇ જાય છે તો ક્યારેક નીચે લઇ આવે છે. ઉપર હોઇએ ત્યારે એ વાત યાદ રાખવાની કે નીચે જવાનું જ છે. નીચે હોઇએ ત્યારે તો એ વાત ખાસ યાદ રાખવાની કે, ઉપર પણ જવાનું જ છે. માણસનું ડહાપણ, માણસની સમજણ, માણસની બુદ્ધિ અને માણસનું જ્ઞાન એના પરથી જ મપાતું હોય છે કે, એ દરેક સમયને કેવી રીતે ટેકલ કરે છે? સારા સમયને પણ સંભાળતા અને સાચવતા આવડવું જોઇએ. જે સારા સમયને સાચવી શકતા નથી, એ ખરાબ સમયમાં એકલા પડી જતા હોય છે. સારા સમયમાં માણસ કેટલો સારો રહે છે એના પરથી તેની ખરી સારપ છતી થતી હોય છે. એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, જિંદગીમાં ખરાબ સમય કેમ આવે છે? સંતે કહ્યું, ખરાબ સમય ન આવતો હોત તો આપણને જિંદગી વિશેની સાચી સમજ કોણ આપત? ખરાબ સમયના અનુભવો જ એ વાત સાબિત કરે છે કે, કોણ આપણા છે અને કોણ પરાયા છે? આપણા પોતાનામાં પણ દરેક પરિસ્થિતિમાં ટકવાની કેટલી તાકાત છે એ ખરાબ સમયમાં ઓળખાતી હોય છે.
ઘણા લોકો ખરાબ સમયમાં રોદણાં રડવા લાગતા હોય છે. કંઇ ન સૂઝે તો છેલ્લે એવા લોકો પોતાના નસીબને દોષ દે છે. મારાં નસીબ જ ખરાબ છે. મારા ભાગે જ બધી પીડા લખી છે. એક યુવાનની નોકરી ચાલી ગઇ. મગજ ઠેકાણે રહેતું નહોતું એટલે ઘરમાં પત્ની સાથે પણ ઝઘડા થતા હતા. એક વખત તેણે પિતાને વાત કરી કે, મારી હાલત ખરાબ છે. મારી જિંદગી જ મને ભારે લાગે છે. બધા મને હેરાન કરવા જ બેઠા છે. પિતાએ બધી વાત સાંભળીને કહ્યું કે, સૌથી પહેલાં તો તું જિંદગી સામે ફરિયાદો કરવાનું બંધ કર તો સારું! તું જેને પ્રોબ્લેમ કહે છે એ કામચલાઉ આવેલી મુશ્કેલી છે. નોકરી તો પાછી મળી જશે. એક નોકરીથી બીજી નોકરી વચ્ચેનો ગાળો આપણને માપે છે કે, આપણે કેટલામાં છીએ! તું ફરિયાદો કરીને અને બૂમબરાડા પાડીને તારી અણસમજ છતી કરે છે. ટકવાનું હોય ત્યારે તૂટી જવું પાલવે નહીં. કોની જિંદગીમાં ખરાબ સમય નથી આવ્યો? દરેકે દરેક માણસે મુશ્કેલીઓનો અનુભવ કર્યો જ હોય છે. મુશ્કેલીમાં પણ મજામાં રહેતા જેને આવડે છે એ જ જિંદગીનો સાચો જાણકાર હોય છે. ગમે તેવી મુશ્કેલી હોય તો પણ એક વાત યાદ રાખવાની કે, કશું જ કાયમી નથી, આ સમય પણ બદલાનો છે અને સરવાળે બધું સારું જ થવાનું છે!


" *અમુક લોકોને વાત વાતમાં વાંધા પડે છે. પ્રોબ્લેમ એવા લોકોમાં જ હોય છે. વાંધો પણ વાજબી અને યોગ્ય હોવો જોઇએ. ખોટા વાંધા સંબંધ અને પ્રેમનું પતન નોતરે છે.* "
“સબંધ તો એ જ છે, જ્યાં ભાવનાઓ, સમય અને માન્યતા - બન્ને તરફથી મળે.”

સંબંધો તૂટે છે, પણ કારણ શું?

સંબંધો તૂટવાનું કોઈક એક માત્ર કારણ નથી. સંબંધની ડોરી હળવેથી જાણતા/અજાણતા,સ્વાર્થ ,અહંકાર,રૂઢીચૂસતા,અગ્રહો/પૂર્વગ્રહો થી ખેંચાયા કરે છે ત્યારે એ નબળા પડતા જાય છે અને ક્યારેક બસ માત્ર એક નાની અમથી વાત માં પણ એ તાતણે તાતણે તૂટી જય છે અને ક્યારેય જોડાતા નથી પણ નુકસાન બંનેય બાજુ થાય છે પસ્તાવો પણ મહદઅંશે બંને બાજુ થાય છે અથવાતો અહંકાર ની વિનાશી રમત શરૂ થાય છે......

એકતરફી પ્રયત્નો – એ સંબંધની નબળી નજ્જર

સંબંધોની મજ્જર બન્ને પક્ષે મજબૂત હોવી જોઈએ. જો એક વ્યક્તિ સતત પ્રયત્ન કરે અને બીજી વ્યક્તિ વણજોડ બને, તો સંબંધમાં તણાવ વધે છે. ઉદાહરણ તરીકે, એક પતિ સતત પત્નીને સમય અને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરે, પરંતુ પત્ની પોતાના કામમાં વ્યસ્ત રહે છે અને આ કદર નથી કરતી, તો તે સંબંધ ધીમે-ધીમે નબળો પડતો જાય છે.

“સંબંધોમાં ખાલીપણું નથી આવે એક દિનમાં, એ તો ધીમે-ધીમે, મૌન વચ્ચે તૂટે છે.”

કંઈક છૂટી રહ્યું છે…

સંબંધોમાં ઘણાં કારણો મોટા દેખાય છે, પરંતુ અસલમાં અસંખ્ય નાના કારણો જ તૂટણ તરફ દોરી જાય છે. ઉદાહરણ તરીકે, માતા-પિતાની સાથે બાળપણથી નાજુક સંબંધ હોય, પરંતુ માતા-પિતા પોતાના જૂના વિચારોમાં જ અટવાઈ જાય છે, તો બાળકોના ભાવનાઓ સમજાય નહિ. આ કારણે બાળકો એકલા પડે છે, અને આ સંઘર્ષ ટાણે સંબંધમાં વિખૂટો પડી જાય છે.

“ક્યારેક નાના નાના મૌન હોય છે, જે હ્રદયને તૂટી જતા કહે છે.”

એક પીતળિયું ઉદાહરણ:

વર્ષોથી નજીક રહેતા બે મિત્રો હતા. એક હંમેશા સમય આપવા તૈયાર હતો, વારંવાર ફોન કરીને મુલાકાત લેતો હતો. બીજો મિત્ર હંમેશા ઉદ્યોગમાં વ્યસ્ત અને અલિપ્ત રહેતો હતો. એક દિન, જયારે પ્રથમ મિત્રએ થાકીને કેમ તે સતત સમય આપવા પ્રયત્ન કરતો હોય, એ વિચાર્યું, ત્યારે સમાપ્ત થતો સંબંધ માત્ર એક નાનકડા અપવાદથી નહોતો તૂટ્યો; એ તો વર્ષો સુધી નકારાતમકતા અને અવગણના દ્વારા તૂટતો રહ્યો હતો.

“વિખૂટા ના પાડો એ ડોરીને, જેને જોડાય છે બે હ્રદય.”

સંબંધ તૂટવાના બે મુખ્ય કારણો

 1. અવિશ્વાસ અને અવિનય:
સંબંધની ફળદ્રુપતા માટે વિશ્વાસ મહત્વપૂર્ણ છે. જ્યારે એક વ્યક્તિનો વિશ્વાસ તૂટે છે, ત્યારે સંબંધની નબળાઈ જણાય છે. વિશ્વાસ તૂટે છે, ત્યારે માણસ હ્રદયથી દુર થવા લાગે છે.
“વિશ્વાસ તૂટે છે, તો સંબંધ પણ ટકી શકતું નથી.”
 2. અભિમાન અને અહમ:
કોઈ સંબંધમાં અભિમાન આવવું એ તેનો અંત છે. જ્યારે વ્યક્તિ પોતાની ગર્વભરી માન્યતાઓ અને અહમમાં ફસાઈ જાય છે, ત્યારે બીજા માટે સમય અને લાગણી ફક્ત અવગણના બને છે.
“અહમનો ભાર એટલો ન હોય કે સંબંધ જ ટકી ન શકે.”

પ્રેમ, લાગણી અને કદર – સંબંધનું તત્વ

સંબંધોની જળવણી માટે પ્રેમ અને લાગણીનો સમાવેશ જરૂરી છે. થોડુંક ધ્યાન, થોડીક કદર, અને થોડુંક સન્માન - આ જ તત્વો સંબંધને જીવંત રાખે છે.

ઉદાહરણ તરીકે, એક યુગલ છે જે કેટલાંક વર્ષો સુધી પ્રેમમાં રહે છે, પરંતુ સમય જતાં, એકતરફી પ્રયત્નો શરૂ થાય છે. પતિ સતત કામમાં વ્યસ્ત રહેતો અને પત્ની પોતાની લાગણીઓને વ્યક્ત કરનારી, પરંતુ અવગણનાર થતો જતો. અંતે, એ સંબંધ તૂટે છે, કારણ કે બંને વચ્ચેનો પ્રેમ ધીમે-ધીમે મટાય છે.

“લાગણીઓ કદી પણ મૌન નહિ થાય, જો બન્નેનું દિલ વાત કરે.”

કેટલાક પ્રેરણાદાયી ઉદાહરણો અને કોટ્સ

 1. મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધી:
ગાંધીજી અને કસ્તુરબાના સંબંધમાં અનેક ચડાવ-ઉતાર આવ્યા, છતાં બન્ને જણ એકબીજાને સમજીને સંબંધને મજબૂત રાખ્યા. તેઓએ એકબીજાને સમજવાનું અને સમય આપવાનું મહત્વ માન્યું.
“સંપર્ક એ જ છે જ્યાં મન અને દિલ બંને સાથે ચાલે.”
 2. રામકૃષ્ણ પરમહંસ અને સારદામા:
રામકૃષ્ણ પરમહંસ અને સારદામાના સંબંધમાં ઊંડો આધ્યાત્મિક પાયો હતો. બન્ને જણ એકબીજાના માનસિક અને ભાવનાત્મક પેલાંએ સમજી શક્યા, અને તે જ કારણે તેઓએ પોતાની લાગણીઓને શાશ્વત રાખી.
“કદર હોવી જોઈએ, કેમ કે કદર વગર સંબંધનો કોઈ અર્થ નથી.”

સંબંધને સાચવી રાખવા શું કરવું?

 • લાગણીઓ વ્યક્ત કરો:
સંબંધીકતામાં તમે જે અનુભવો છો, તે સ્પષ્ટ રીતે વ્યક્ત કરો. સારા અને નકારાત્મક બંને અનુભવ જરૂરથી શેર કરો.
 • સમય આપો:
સંબંધોની ગરમાવોને બચાવવા માટે સમય આપવો અનિવાર્ય છે. વ્યસ્તતા છોડી, થોડો સમય આપશો તો તમારા પ્રિયજનને તેની કદર થશે.
 • અન્યની લાગણીઓનો સન્માન કરો:
તમારા સમાન, બીજા લોકોની લાગણીઓ પણ મહત્વપૂર્ણ છે. એકબીજાને સમજશો અને માન આપશો, તો સબંધમાં વિશ્વાસ વધશે.

“કદર તો એ જ છે, જ્યાં બે હ્રદય એકબીજાને અડકે છે.”

અંતિમ વિચાર

સંબંધો ટકી રહે છે જ્યારે બન્ને જણ પોતાનો જવાબદારીપૂર્વક ભાગ ભજવે છે. એકતરફી પ્રયત્નો ક્યારેય લાંબા સમય સુધી ટકી શકતા નથી. તેથી, બન્ને જણએ એકબીજાની લાગણીઓ, સમય અને જીવનને કદર આપવી જોઈએ.

સાચો સંબંધ એને કહેવાય જ્યાં સંવાદ તો જીવંત હોય જ, વિવાદ પણ સજીવન હોય! વાંધો પડે ત્યારે પણ વાત થાય, દલીલ થાય, એકબીજાની વાત સાંભળવામાં આવે અને સાચી વાત સ્વીકારવામાં પણ આવે. બે વ્યક્તિ સાથે રહેતી હોય ત્યારે ક્યારેક તો કોઇ મુદ્દે ગેરસમજ કે વિવાદ થવાના જ છે. વિવાદ સ્વાભાવિક છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, એ વિવાદ કેવી રીતે ઉકેલાય છે. ઘણા લોકો માથાકૂટ થાય ત્યારે બોલવાનું બંધ કરી દે છે અથવા તો એકબીજા સામે બાંયો ચડાવી લે છે. એક કપલની આ સાવ સાચી વાત છે. ફેમિલી અને સોસાયટીમાં બંનેની ઇમેજ બહુ જ સારી. ઘણા તો તેમને આઇડિયલ કપલ પણ કહેતા હતા. એક વખત બધા મિત્રો ભેગા થયા. આ કપલને પૂછ્યું, તમને ક્યારેય ઝઘડતા નથી જોયા, તમારી વચ્ચે ઝઘડા થતા નથી? પત્નીએ કહ્યું, કોણ કહે છે અમારે ઝઘડા નથી થતા? બિલકુલ થાય છે, જોરદાર થાય છે. બસ એ ઝઘડા સુલટાવવાની અમારી રીત થોડી જુદી છે. માથાકૂટ થાય, વાંધો પડે એટલે અમે એકબીજાને કહીએ છીએ, ચાલ સાથે બેસીને વાત કરીએ. અમે એકબીજાને પોતાની દલીલ કહીએ છીએ. દલીલ વખતે પણ એક નિયમ પાળવામાં આવે છે. એક બોલતો હોય ત્યારે બીજાએ નહીં બોલવાનું! વાત તોડવાની નહીં, વાત પૂરેપૂરી સાંભળવાની. બંનેની દલીલો પતી જાય પછી અમે કન્કલૂઝન પર આવીએ છીએ અને કોનો વાંક હતો તે નક્કી કરીએ છીએ. વાંક હોય એ સોરી કહી દે અને વાંક ન હોય એ માફ કરી દે છે. કોઇ વાતને વધુ ખેંચવાની જ નહીં. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે દરેક વાતને રબરની જેમ તાણીએ છીએ. રબરને બે તરફથી તાણીએ પછી એક છોડી દે તો પણ બીજાને વાગવાનું જ છે. એટલું ક્યારેય ન ખેંચવું કે બેમાંથી કોઇનું દિલ દુભાય! આપણે જેને સૌથી વધુ પ્રેમ કરતા હોઇએ, જેના માટે ગમે તે કરવા તૈયાર હોઇએ, એની સાથે કોઇ મુદ્દે મતભેદ થાય ત્યારે એને લાંબું વિચાર્યા વગર હર્ટ કરી બેસતા હોઇએ છીએ.
મૌન અને અબોલામાં અહિંસા અને હિંસા જેટલો ફર્ક છે. પ્રેમ હોય તો મૌનની ભાષામાં પણ વાત થઇ જતી હોય છે. અબોલા તો મૌનની હિંસા છે. શબ્દો બોલી દેવાય તો વાત પતી જાય છે, અબોલા કાતિલ છે. એ માણસને વેરે છે. અબોલા અહંની પરાકાષ્ઠા છે. અબોલાની ઘણી ઇફેક્ટ હોય છે. આપણી વ્યક્તિ જ એવું વિચારવા લાગે છે કે, આને વતાવવું કે નહીં? બોલવામાં જ્યારે વિચાર કરવો પડે ત્યારે સમજવું કે આપણા સંબંધમાં કંઇક સુકાઇ ગયું છે. કંઇક બોલીશ તો એનું મગજ છટકશે, જવા દેને એને કંઇ કહેવા જેવું જ નથી. એ ભડકશે. આપણી વ્યક્તિ જો આપણી સાથે વાત કરતાં અચકાય તો એ જોખમી છે. એક પતિ-પત્નીની વાત છે. પત્નીને એક વાત કરવી હતી. એક દિવસ તેણે પતિને કહ્યું કે, હું કેટલાયે દિવસથી તમને એક વાત કરવાનું વિચારું છું. પતિએ પત્ની સામે જોયું અને કહ્યું કે, વાત ગમે તે હોય, પણ તું મારી સાથે વાત કરવાનું કેટલાયે દિવસથી વિચારતી હતી? આટલા બધા દિવસ વિચારવું કેમ પડ્યું? આપણે એકબીજાના જીવનસાથી છીએ. બે શરીર ભલે રહ્યાં, પણ એક જીવ છીએ. હવે ક્યારેય વાત કરવામાં વિચાર ન કરતી. વાત ગમે તે હશે, આપણે સમજી વિચારીને નિર્ણય કરીશું. અત્યારના સમયનો એક પ્રોબ્લેમ એ છે કે, વાત કરવા માટે પણ મોકાની રાહ જોવી પડે છે. એનો મૂડ સારો હશે ત્યારે વાત કરીશ. મૂડ ઘણી વખત આવતો જ નથી અને જે વાત કરવાની હોય એ રહી જ જાય છે!
વાત કરવાની રાહમાં કેટલીય વાતો મનમાં ને મનમાં ધરબાયેલી રહી જાય છે. ઘરનું વાતાવરણ મુક્ત હોવું જોઇએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે બધાનાં મન મુક્ત હોય, કોઇ ગ્રંથિઓ બંધાયેલી ન હોય. જે બોલી નથી શકતા એ ગૂંગળાતા રહે છે. એક હદ સુધી માણસ સહન કરે છે પછી બ્લાસ્ટ થાય છે. એક યુવતીની આ વાત છે. ઘરમાં પતિ સહિત બધાં એને ટોણાં માર્યા રાખે. યુવતીથી સહન થયું ત્યાં સુધી તો એણે કર્યું. એક તબક્કે તેણે બધાને મોઢામોઢ કહેવાનું શરૂ કરી દીધું. જેને જે કહેવું હોય એ કહે, જેને જે કરવું હોય એ કરે, મને કોઇ ફેર પડતો નથી. એક વખત પતિએ તેને કહ્યું કે, આ તને શું થઇ ગયું છે? આવું તો તું ક્યારેય નહોતી કરતી. પત્નીએ કહ્યું, સાચી વાત છે, હું ક્યારેય આવું નહોતી કરતી. તમે જ વિચાર કરો કે મેં ક્યારે આવું કર્યું હશે? દરેક વાતની એક લિમિટ હોય છે, મર્યાદાઓ ઓળંગાય પછી ગમે તે થઇ શકે છે.
એક બાપ-દીકરો હતા. પિતા દીકરાને સમજાવતા, શીખવાડતા અને સાચી સલાહ આપતા હતા. દીકરો મોટો થયો એમ એમ પોતાની રીતે બધું કરવા લાગ્યો. એક સમય એવો આવ્યો જ્યારે પિતાએ દીકરાને કંઇ કહેવાનું બંધ કરી દીધું. દીકરો ડાહ્યો હતો. તેણે એક દિવસ પિતાને પૂછ્યું, તમે કેમ હવે મને કંઇ કહેતા નથી? પિતાએ કહ્યું, તેં માનવાનું બંધ કર્યું એટલે મેં કહેવાનું બંધ કરી દીધું. મારા બોલવાનો જો કોઇ અર્થ ન હોય તો મારે ચૂપ રહેવું જોઇએ. આ વાત સાંભળીને દીકરાએ પિતાની માફી માંગી અને કહ્યું, તમે એવું ન કરશો. તમારી વાત ન માનવી એવું બિલકુલ નથી. પોતાની વ્યક્તિ જ્યારે બોલવાનું બંધ કરે ત્યારે એની પણ આપણને ખબર પડી જવી જોઇએ. કેટલાક લોકો એવા હોય છે જે ઝઘડતા કે માથાકૂટ કરતા નથી, પણ કિનારો કરી લે છે. હવે એને મારી કોઇ જરૂર નથી એવું માનવા લાગે છે. એવા સમયે એને કહેવું પડે છે કે, મારે તારી જરૂર છે. તું મારી જિંદગીનો હિસ્સો છે. પોતાના લોકો દીવાદાંડી જેવા હોય છે. એ માર્ગ બતાવે છે કે, આ તરફ જ જજો, બીજી તરફ ખતરો છે. બોલવાવાળાએ પણ એ વાતનો ખ્યાલ રાખવાનો હોય છે કે, જ્યાં બોલવા જેવું હોય ત્યાં જ બોલવું. બધું કંટ્રોલ કરવા જનારે બધું ગુમાવવું પડતું હોય છે. આપણું માન-સન્માન જળવાય એની સૌથી પહેલી જવાબદારી આપણી પોતાની હોય છે. માણસે પોતાનું વજૂદ પેદા કરવાનું હોય છે. સન્માન માટે લાયક બનવું પડે છે. ઘણા લોકોનાં અપમાન એટલે જ થતાં હોય છે, કારણ કે એ સન્માનની મર્યાદાઓ ચૂક્યા હોય છે. સંવાદને સજીવન રાખો તો જ સંબંધ જીવતો રહેશે.

કેટલાક લોકોના મોઢે બોલાયેલા શબ્દો જ સાવ બોદા હોય છે. કેટલાક લોકોનું મૌન પણ તાકતવર હોય છે. મોઢેથી બોલાયેલા શબ્દો કાનને સ્પર્શે છે અને આંખોની ભાષા સીધી દિલમાં ઊતરે છે.

*સાચી ખુશી મોટા ભાગે આપણી વ્યક્તિને ખુશ કરીને અને તેને ખુશ જોઇને જ થતી હોય છે!*

તને શું લાગે છે...✍🏻 

એક ફડકો, થોડોક ઉચાટ, નાનકડો અંજપો અને અજાણી અવઢવ ક્યારેક આપણા મનમાં પેદા થતી હોય છે કે, બધું બરાબર પતી જશેને? કોઇ પ્રસંગ, અવસર, કાર્યક્રમ કે એકાદ સપનું સાકાર થવાનું હોય ત્યારે તો ખાસ એક અજાણ્યો ભય સતાવતો રહે છે. હે ભગવાન, બધું હેમખેમ પાર પાડજે એવી પ્રાર્થનાઓ કંઇકેટલીયે વાર થઇ જતી હોય છે. દરેક માણસ કોઇ ને કોઇ સપનું સાથે લઇને જીવતો હોય છે. ઇચ્છાઓ ઉપર તો દુનિયા ટકેલી છે. ઇચ્છાઓ મરી જાય તો પછી જીવવાની કોઇ મજા રહેતી નથી. જીવન અને જિજીવિષાનાં કારણો હોવાં જોઇએ. તમને કોઇ પૂછે કે, જિંદગી પાસેથી તમને શું અપેક્ષા છે? તમારે શું કરવું છે? તો તમે શું જવાબ આપો? દરેકના મનમાં ક્યાંક પહોંચવાનો એક મુકામ હોય છે. બસ ત્યાં સુધી પહોંચવું છે એવાં અરમાનો હોય છે. ક્યારેક બહુ ઝડપથી ત્યાં પહોંચી જવાય છે, તો ક્યારેક વર્ષો વીતી જાય છે. કંઇક બનવું હોય છે અને કંઇક મેળવવું હોય છે. બંગલો, કાર, ચીજવસ્તુઓ અને બાકીનું બધું તો હોય જ છે, એ બધામાં સૌથી મોટી કોઇ ઝંખના હોય તો એ પોતાની વ્યક્તિની હોય છે. માણસે માત્ર જીવવું હોતું નથી, કોઇની સાથે જીવવું હોય છે. માણસ સપનું પણ કોઇને સાથે રાખીને જોતો હોય છે. એ મળી જાય એટલે બસ, એની સાથે જીવવું છે, એની સાથે ફરવું છે અને એના દરેક સપના પૂરા કરવા છે. આપણાં સપનાંઓ પણ કોઇના સપના સાથે ભળેલાં હોય છે. એક પતિ પત્નીની આ વાત છે. પત્નીએ એક દિવસ પૂછ્યું, તને સૌથી વધુ મજા શેમાં આવે છે? પતિએ કહ્યું, તને મજા કરાવવામાં! તું ખુશ તો હું ખુશ. મને એમ જ થાય છે કે, શું કરું તો તને ગમે? તું એમ કહે કે, બહુ મજા આવી એટલે મને સંતોષ થઇ જાય છે. સાચી ખુશી મોટા ભાગે આપણી વ્યક્તિને ખુશ કરીને અને તેને ખુશ જોઇને જ થતી હોય છે! ચેક કરજો, તમારી જિંદગીમાં કોઇ એવું છે જેને ખુશ અને રાજી જોઇને તમને સારું લાગે છે? એક ચહેરો હોય છે જે આપણામાં જીવતો હોય છે. સાચા પ્રેમમાં માણસને એવું જ થાય છે કે, હું એના માટે બધું જ કરી છૂટીશ. એના દરેક સપના પૂરા કરીશ. મારા માટે એ જ સર્વસ્વ છે.
દર વખતે બધું બરાબર પતે એવું પણ જરૂરી નથી. દુનિયાની નજરમાં બધું એકદમ પરફેક્ટ અને જબરજસ્ત હોય, પણ આપણને ખબર હોય કે, કંઇક ખૂટ્યું છે. એક સાવ સાચો કિસ્સો છે. એક છોકરીએ લવ મેરેજ કર્યા હતા. છોકરો તેની કાસ્ટનો નહોતો. મા-બાપ રાજી નહોતાં. છોકરીને પોતાના પ્રેમ પર ભરોસો હતો. મા-બાપની વિરુદ્ધ જઇ છોકરીએ મેરેજ કરી લીધા. છોકરીના પરિવારના લોકોએ બોલવાનું બંધ કરી દીધું. છોકરી સરસ રીતે જિંદગી જીવતી હતી. તેનો પતિ પણ ખૂબ જ સારો અને ડાહ્યો હતો. કોઇ તકલીફ નહોતી. બસ એક જ રંજ હતો કે, ઘરનું કોઇ બોલતું નહોતું. છોકરી ઘણી વખત પપ્પાને મનોમન સંબોધીને કહેતી કે, ડેડી હું બહુ ખુશ છું, મને કોઇ પ્રોબ્લેમ નથી, તમે તો મને ખુશ જોવા ઇચ્છતા હતાને? હવે જ્યારે હું ખુશ છું ત્યારે તમે કેમ મારી સામે જોતા નથી? સમય વીતતો ગયો. બંનેના જીવનમાં એક દીકરીનો ઉમેરો થયો. પરાણે વહાલી લાગે એવી સુંદર દીકરી હતી. છોકરીને સતત એમ થાય કે, પપ્પા મારી દીકરીને જુએ તો કેવા રાજી થાય! આ દરમિયાનમાં દીકરીનો બર્થડે આવ્યો. પતિ પત્નીએ દીકરીનો બર્થડે ધામધૂમથી સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું. એ છોકરીએ આખરે હિંમત કરીને પપ્પા-મમ્મી સહિત ઘરના તમામ લોકોને મોબાઇલ પર મેસેજ કરીને દીકરીના બર્થડેમાં આવવા કહ્યું. સમય થઇ ગયો. જેને આમંત્રણ આપ્યું હતું એ લોકો આવવા લાગ્યા હતા. છોકરીનું ધ્યાન દરવાજા તરફ જ હતું. મારા ઘરેથી કોઇ આવ્યું? સમય વીતતો ગયો. કેક કપાઇ ગઇ. બધાએ ચિચિયારીઓ પાડીને હેપી બર્થડે કહ્યું. છેક સુધી કોઇ ન દેખાયું. લોકો જવા લાગ્યા. બધા એવું જ કહેતા હતા કે, બહુ મજા આવી, તમારું પ્લાનિંગ પરફેક્ટ હતું. પતિ પત્ની છેલ્લે એકલાં પડ્યાં. એકબીજાની નજર મળી. પત્નીની આંખો ધીમે ધીમે ભીની થવા લાગી. પતિ તેને હગ કરીને વાંસામાં હાથ ફેરવવા લાગ્યો. ભારેખમ થઇ ગયેલું મૌન કેટલી વેદના વ્યક્ત કરતું હતું એ આ બંને જીવ જ જાણતાં હતાં! ક્યારેક કોઇ એકની ગેરહાજરી બધા હોય તો પણ એકલતા આપી જતી હોય છે.
જિંદગીમાં એક એવી વ્યક્તિની પણ જરૂર રહેતી હોય છે, જે સમય આવ્યે આપણને કહે કે, જરાયે ચિંતા ન કર, બધું સરસ રીતે પતી જશે. સારું જ થવાનું છે. કરવાનું ભલે આપણે જ હોય, પણ પોતાની વ્યક્તિના થોડાક શબ્દો આપણને હિંમત આપી દેતા હોય છે. એક છોકરીની આ વાત છે. તેણે એક ડાન્સ કમ્પિટિશનમાં ભાગ લીધો હતો. સ્ટેજ પર ડાન્સ પર્ફોર્મ કરવાનો હતો. ડાન્સમાં સારી એવી ફાવટ હતી. જોકે, ક્યારેય કોઇ સ્પર્ધામાં ભાગ લીધો નહોતો. તેને સતત એ વાતની ચિંતા હતી કે, હું બરાબર પર્ફોર્મ તો કરી શકીશને? સામે આટલા બધા લોકો હશે, મારાથી થઇ શકશેને? આ છોકરીનો એક ફ્રેન્ડ હતો. છોકરીના દરેક રિહર્સલ વખતે એ તેની સાથે જ રહેતો. છોકરીને જરાયે સંશય થાય કે, તરત જ એ કહે કે, બધું થઇ રહેશે. યુ આર ધ બેસ્ટ. કોઇ ચિંતા ન કર. સ્ટેજ પર જાય ત્યારે કોઇ વિચાર ન કરતી, બસ તારી મસ્તીમાં ડાન્સ કરજે. બધું જ ભૂલી જજે, હાર કે જીત પણ યાદ ન રાખતી, બસ તું ડાન્સ એન્જોય કરજે. છોકરીએ ડાન્સ કર્યો અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એ ફર્સ્ટ હતી. તેણે કહ્યું કે, મારી જીતનું શ્રેય મારા આ દોસ્તને જાય છે. તેણે જ મને શીખવાડ્યું કે, કોઇ ભય રાખવાની જરૂર નથી. આપણી જિંદગીમાં પણ એવા લોકો હોય જ છે જે સદાયે આપણી સફળતા માટે પ્રાર્થના કરતા હોય છે, આપણે ખુશ રહીએ એ માટે પ્રયાસો કરતા હોય છે. આપણને એની કેટલી કદર હોય છે? જિંદગીમાં એવા લોકોને ઓળખી લેવા બહુ જરૂરી હોય છે, જેના માટે આપણે એની જિંદગીનો મહત્ત્વનો હિસ્સો હોઇએ છીએ. ગમે એટલા સફળ થઇ જઇએ, પણ જો કોઇ બિરદાવવાવાળું, ખુશ થવાવાળું કે શાબાશી આપવાવાળું ન હોય તો ઘણી વખત સફળતાનો પણ કોઇ અર્થ રહેતો નથી. આપણે એટલે જ અમુક અવસરે એવું ઇચ્છતા હોઇએ છીએ કે, બીજું કોઇ હોય કે ન હોય, બસ તું જોઇએ! તમારી જિંદગીમાં પણ એવી જે વ્યક્તિ હોય એને સંભાળીને રાખજો, એ આપણા સારા નસીબનો જ એક હિસ્સો હોય છે!

*જેના નામથી દિલ ધડકતું હોય એના નામથી જ જ્યારે ફડકો પડવા લાગે ત્યારે સંબંધ પરથી વિશ્વાસ ઊઠી જાય છે!*



શોધું છું...✍🏻 
ક્ષણ છોડી ને, સદી માં શોધું છું! 
ખોવાયેલી નાવ, નદીમાં શોધું છું !!

છે બધું છતાં કેમ, ખૂટે છે કશુ ? 
સુખના કારણો,અતીતમાં શોધું છું !!

સમાયું બધુંએ, શૂન્યમાં જાણું છું!
તોય જુઓ બધું, અતિમાં શોધું છું !!

ભટક્યા કરે છે મન, આદતોને વશ ! 
તેનાં બહાના, સપ્તપદીમાં શોધું છું !!

હશે ચોક્કસ કારણો,મારા જ છતાં ! 
કારણો વિફળતા, નિયતિમાં શોધું છું !!

થવાય જો સ્થિર, તો તે સહજ મળે ! 
ટેવ, વશ,લક્ષ્ય,હું ગતિમાં શોધું છું !!

હાં કેટલો સ્વાર્થી છું, હું પણ જુઓને !
 ઈશ્વરને પણ હું, આપત્તિમાં શોધું છું...!✍🏻 ✨

રાધે રાધે 
જય દ્વારકાધીશ