ફિલ્મ રિવ્યૂ - ઇમરજન્સી
ગઈકાલે ઇમરજન્સી ફિલ્મ સિટી ગોલ્ડ, બોપલ ખાતે જોઈ. આખાં થિયેટર માં અમે 7 માણસો, બધાં જ ઇમરજન્સી વખતે કોઈક ને કોઈક અનુભવ કરેલાં હોય એવડાં સિનિયર સિટીઝન.
સ્ટોરી લાઇન ખૂબ સરસ છે. મને તો કંગના નો ઈન્દિરાજી તરીકેનો મેક અપ અને સ્ટાઇલ ગમ્યાં. જગજીવન રામ અને શેખ મુજીબ આબાદ હતા તેવા જ દેખાવ, બોલચાલ અને એક્શન માં લાગ્યા પણ અટલજી? સાવ કોઈ ભૈયાજી જેવું, હમલોગ જેવી સિરિયલ માં આવતાં એવું પાત્ર લાગે છે. એટલિસ્ટ અટલજી શરીરમાં ભારે અને થોડી ઓછી હાઇટ ના હતા એટલો તો ખ્યાલ રાખવો હતો?
સામ માણેકશા એમની બાયોપીક ફિલ્મમાં લગભગ અસલી લાગતાં હતા પણ અહીં ગેટ અપ અને ચાલ, ઢબછબ યોગ્ય હતાં.
શરૂઆતમાં યુવાન ઈન્દિરાજી નો કૃત્રિમ અવાજ પાછળથી ફરીથી ડબ કર્યો હોય કે જે હોય તે, ચીબરી જેવો, rather દયાભાભી ની જેમ કોમેડી કરતો લાગે છે. હા, PM બની ગયા પછી કંગના નો નોર્મલ અવાજ પણ સુટ થાય છે.
એ વખતે જે ભારત હતું, આપણી એમ્બેસેડરો, આકાશવાણી, crowded શેરીઓ બધું આબેહૂબ બતાવ્યું છે. પચાસ વર્ષ અગાઉની દુનિયા.
જે સંજોગોમાં ઈન્દિરાજી ને ઇમરજન્સી લાદવી પડી, એમાં પણ મા નો ખોટો સલાહકાર બની બેઠેલા સંજય ગાંધીની પાત્ર ઉપસાવ્યું છે.
જયપ્રકાશ નારાયણ તો સાચેજ ભડકાઉ ભાષણો કરી દેશમાં અંધાધૂંધી કોને ખબર શા માટે ફેલાવતા હતા. મેં એનું મારી એચ. એલ. કોમર્સ માં કમ્પાઉન્ડમાં ભાષણ સાંભળેલું. He did not deserve mercy.
પાટલીબદલુ જગજીવન રામની ખંધાઈ, એક કરોડ શરણાર્થીઓ ની દેશમાં હિજરત, ગમે તે ભોગે અલગ ખાલિસ્તાન દેશ લેવા તત્પર અમુક શીખો અને ચારે બાજુથી ઘેરાયેલ ઇન્દિરા આખરે રશિયા ને મિત્રતા માટે કહે છે. અમેરિકા પાકિસ્તાન ને ખુલ્લો સપોર્ટ આપે છે અને ફ્રાન્સ કહે છે કે પહેલો હલ્લો તમે નહિ કરો તો અમે તટસ્થ રહેશું. એમાં 1972 નું યુદ્ધ, સિમલા કરાર અને જીતેલો વિસ્તાર નિઃસહાય બસની સોંપી દેવો, parlament માં વિરોધ પક્ષ ની પડતાળ એ બધું સરસ બતાવ્યું.
દેખાયું એવું કે એ વખતે ઇમરજન્સી ન કરી હોત તો શું થાત? પણ india is indira.. કહી આપખુદ રીતે રાષ્ટ્રપતિ ને પણ ' તમને કેવી રીતે અહીં કોણે બેસાડ્યા એ ખબર છે,?" કહી ધરાર ઇમરજન્સી લાદી દીધી. એ વખતે સત્તા પડાવી લેશું મતલબનું કોઈ ગીત આવ્યું.
પછી સંજય ના હાથમાં બાજી, સત્તાનો અતિરેક, છાપાં ની લાઈટો કાપી નાખવી, નસબંધી અને અત્યાચારો ટુંકમાં પણ અસરકારક રીતે બતાવ્યા. તેમને મળતી સલાહ કે દુર્ગા બની સિંહ પર સવારી તો કરી, આ સિંહ ઉતરશો એટલે તમને ફાડી ખાશે ,
રાતે એકલાં ઈન્દિરાજી ને અરીસામાં પોતાનું જ પ્રેત કે ડાકણ સ્વરૂપ દેખાવું,
અહીં બતાવ્યા મુજબ તો જાણવા છતાં કે પોતે રાજકીય આપઘાત કરે છે, ઇમરજન્સી હટાવી ચુંટણીઓ, હાર્યા પછી પશ્ચાતાપ જેવું, આસામ ની મુલાકાત, સંજય ને દૂર કરે એ સંજય ને ગમતું નથી. એ સતિષધવાં ને પૂછે છે કે મારા રાજકીય વિનાશ માટે કોણ હેલ્પ કરે છે ત્યારે ધવન નો કટાક્ષ કે "do you think you need any help for this!"
અંતે શીખ આતંકવાદ, ઓપરેશન બ્લ્યુ સ્ટાર જાણે બીજો વિકલ્પ ન હોય તેમ, ફળસ્વરૂપે શીખોનો વિરોધ, ધવન ની સલાહ કે સિક્યોરિટી માં શીખ ન રાખો તો કહે થોડા આતંકવાદીઓ માટે થઈ બધા શીખ ને હું દુશ્મન નહિ સમજું, સતવાંત, બિયંત દ્વારા હત્યા અને તેમણે પૂપુલ ને કહેલું તેમ ' મારાં અસ્થિ નદીમાં નહિ, હિમાલય પર પધરાવજો ' એ રીતે વિસર્જન, સાથે પોતે ખોટું કર્યું તો પણ દેશ માટે કર્યું એવો રણકો.
મૂળ કથામાં સેન્સર બોર્ડે ફેરફાર કરાવતાં કેટલીક મઝા મરી ગઈ છતાં એ 50 વર્ષ અગાઉની દુનિયા, એ શું બનેલું જેને આજે પણ લોકો ધિક્કારે છે એની સ્ટોરી લાઇન ગમે એવી હતી.
જોવું ન જોવું તમારી ઉપર છોડુ પણ કંટાળો તો ન આવ્યો.
ઇમરજન્સી વખતે હું તો હજી કોલેજમાં આવેલો. ઘણી ખબર પડતી ન હતી. જેમણે એ જોઈ છે એ જાણે છે.
80 પછી જન્મેલાઓ ને એ વખતની ભારતીય દુનિયા જોવા પણ જોવા જેવું ખરું. એક ઐતિહાસિક ઘટના તરીકે.