secret in Gujarati Women Focused by pravin Rajput Kanhai books and stories PDF | સિક્રેટ

Featured Books
Categories
Share

સિક્રેટ

'પછી રાહુલે મને પલંગ ઉપર ધક્કો માર્યો ને અમે...' 'આનાથી વધારે હું તમને નહિ બતાવી શકું.' ચહેરા ઉપર સ્મિત ને આંખોમાં શરમ સાથે આંચલે કહ્યું.

'અરે બતાવને આંચલ... બતાવ ને. પ્લીઝ યાર બતાવ.'

કાવ્યાનો બર્થ ડે હતો. બધી જ સહેલીઓ હોસ્ટેલમાં કાવ્યાના રૂમમાં એકઠી થઈ હતી. બર્થ ડે નું સેલિબ્રેશન પતી ગયું હતું, પરંતુ તેમની વાતો હજુયે ચાલુ હતી. તેઓ એ એક રમત રમવાની ચાલુ કરી. રમતનો નિયમ હતો કે દરેકે પોતપોતાનો એક સિક્રેટ બધાની સાથે શેયર કરવાનો છે.

વારી આંચલની હતી.

'દેખો આનાથી વધારે હું નહિ કહું, તમે ફોર્સ ના કરી શકો.' આંચલે કહ્યું.

હવે નિધિની વારી આવી.

મારા જીવનમાં સિક્રેટ કહી શકાય એવો તો કોઈ પ્રસંગ નથી. પણ હા એક વાત છે જે મેં હજુય સુધી કોઈને નથી કહી.
એક વાર જ્યારે હું સ્કૂલમાં હતી, ત્યારે નિકુંજ નામના એક છોકરાએ મને કિસ કરી હતી. આ વાત મેં પહેલી વખત કોઈની સાથે શેયર કરી છે. કોઈને કહેતા મત હો.

નિધિ નો સિક્રેટ સાંભળી બધા જ હસવા લાગ્યા. અરે નિધુડી કિસ સાવ નોર્મલ છે. અમે બધાએ એકવાર તો કરી જ હશે. શું કહો છો ગર્લ્સ?

'હા કરી છે.' બધી છોકરીઓ એક સાથે બોલી ઉઠી.

'કાવ્યા તું કેમ શાંત છે?' વિનીતાએ કહ્યું.

'અરે કંઈ નહિ બસ આમ જ.' કાવ્યા એ જવાબ આપ્યો.

'ઓકે તો સાંભળો હવે હું મારો પ્રસંગ કહીશ. આપણી કોલેજના ક્લાર્કને તો બધા જ જાણતા હશો?'

'કોણ પેલો રાકેશ વડાપાઉ?'

'ના પેલો બૂઢો નહિ. થોડા દિવસ પહેલાં નવો આવ્યો છે ને?'

'હા હા પેલો નયન! હેન્ડસમ છે! પણ ક્લાર્ક છે.' આંચલે કહ્યું.

'શું ફરક પડે ક્લાર્ક હોય તો? મને તો એ ગમે છે. ને અમારી વચ્ચે ચક્કર પણ ચાલે છે. મેં તો નક્કી કરી લીધું છે હું લગ્ન કરીશ તો ફકત ને ફકત નયન સાથે જ!'

'બધા કરતાં તારું સિક્રેટ જોરદાર હતું.' આંચલે કહ્યું.

'હજુ ક્યાં? હજી તો બર્થ ડે ગર્લ નો સિક્રેટ સાંભળવાનો બાકી છે!' તૃપ્તિએ કહ્યું. પછી નક્કી થશે કે કોનો સિક્રેટ સૌથી જોરદાર છે.

'બોલ કાવ્યા.' તુપ્તીએ કહ્યું.

કાવ્યા શાંત હતી. 

'કાવ્યા જ્યારથી અમે આવ્યા છીએ મેં તો તને શાંત બેઠા જ દેખી છે. શું તને આમારું આવવું નથી ગમ્યું?'

'અરે આવું કંઈ નથી હું તો બસ આમ જ.'

'તો પછી તારો સિક્રેટ સાંભળાવ.'

'તમે બધા મારા બોયફ્રેન્ડ નિમેષને જાણતા જ હશો?'

'હા જાણીએ છીએ.' બધાએ હકારમાં જવાબ આપ્યો.

તો પછી એ મારા બર્થડે ના દિવસે મને મળ્યા વગર કઈ રીતે રહી શકતો? 

'તેની જીદ હોવા છતાંય મેં તેને શરૂઆતમાં તો આવવાની ના જ પાડી. પણ છતાંય મારી વાત માન્યા વગર તે હોસ્ટેલમાં મને મળવા આવ્યો.'

'ક્યારે આજે?' આંચલે પૂછ્યું.

આંચલના પ્રશ્ને મહત્વ આપ્યા વગર કાવ્યા આગળ બોલી.
દરેકની નજરોથી છુપાઈ તે મારા રૂમમાં આવ્યો. મને પોતાની બાહોમાં લીધી ને ઘુમાવવા લાગ્યો. મને પોતાના નજીક ખેંચી મારા હોઠો ઉપર નિમેષે તસતસતું ચુંબન કર્યું. હું પણ તેના પ્રેમમાં ખોવાઈ ગઈ ને મેં મારી જાત નિમેષના હવાલે કરી દીધી.
કેટલીય ક્ષણો સુધી અમે એકબીજાના શરીર સાથે પલંગ ઉપર આળોટતા રહ્યા. અમે પ્રેમની છેલ્લી સીમા સુધી પહોંચી ચૂક્યા હતા ને ત્યાં જ દરવાજે ટકોરો થયો.

'કોનો?' વિનીતાએ પૂછ્યું.

થોડીક વાર શાંત રહી કાવ્યાએ કહ્યું. ' દરવાજા ઉપર ટકોરો થતાં જ મેં નિમેષને છુપાઈ જવાનું કહ્યું. પણ રૂમ આટલો નાનો છે કે તેને છુપાવવો ક્યાં? અને મેં નિમેષને પલંગની નીચે છૂપાવી દીધો. મેં દરવાજો ખોલ્યો, તો સામે તમે લોકો હતા. તમારા સૌના સિક્રેટ હવે નિમેષ પણ જાણે છે.

પલંગ ઉપરથી ઊભા થઈ બધાએ પલંગની નીચે દેખ્યું.
અર્ધનગ્ન અવસ્થામાં નિમેષ પલંગની નીચે છૂપાયેલો હતો.

'શું તમે લોકો મારો સિક્રેટ સાંભળવા આવ્યા છો?' નિમેષે પૂછ્યું.



                                 - પ્રવિણ રાજપુત 'કન્હઈ'