અલ્પા મધ્યમ વર્ગની દસમું ભણેલી છોકરી હતી. તે ઘરની સૌથી મોટી દીકરી હતી. પિતાના મૃત્યુ પછી ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ચૂક્યું હતું. મમ્મી પાડોશીઓને ત્યાં કચરા પોતા કરવા જતી. પણ બે ટંક ભોજન માટે આ નાણાં પૂરતા ન હતા.
હવે અલ્પા પાસે પોતે કામ શોધવા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો નહતો. પણ દસમું ભણેલી છોકરીને ક્યાં કોઈ સારી નોકરી મળે છે?
કોલ સેન્ટરમાં ઇન્ટરવ્યૂ હતો. અલ્પા તે ઇન્ટરવ્યૂ આપવા ગઈ.
'દેખો આમ તો અમે તમને જોબ આપી દેતા પણ તમે ફકત દસમા સુધી જ ભણેલા છો.'
'મારે જોબની સખત જરૂરત છે.'
'દેખો હું આમાં તમારી મદદ નહિ કરી શકું. પણ...' પોતાની જગ્યા પરથી ઊભો થઈ તે અલ્પાની નજીક આવ્યો. 'પણ... તું ચાહે તો તને આ જોબ મળી શકે.' આટલું કહી તે અલ્પાના ખભા ઉપર હાથ ફેરવવા લાગ્યો.
અલ્પા ઇન્ટરવ્યૂ લેનારની દાનત સમજી ગઈ. ખભા ઉપર રહેલો તે વ્યક્તિનો હાથ દૂર ફેંકી તે ખુરશી પરથી ઉભી થઈ ને જોરથી તે વ્યક્તિના ગાલ ઉપર થપ્પડ મારી.
'આજ પછી કોઈ છોકરી પાસે સેકસ્યુઅલ ફેવર માંગવાનું હિંમત પણ ના કરતો.' ખુરશીને લાત મારી તે ઓફિસની બહાર જતી રહી.
'હું મરી જવું પસંદ કરીશ. પણ પૈસા માટે કોઈને સાથે રાત વિતાવવા કદીયે તૈયાર નહિ થાઉં.' અલ્પાએ મનોમન નિર્ણય કર્યો.
તે બીજ જોબ શોધવા લાગી. બહુ શોધ્યા પછી અલ્પાને સ્પામાં કામ મળ્યું. અહી પણ તેણે સ્પાની આડમાં થતાં અંગત કામ ન કરવાનો નિર્ણય લીધો. અલ્પા કામ મળવાને લીધે ખુશ હતી. તેના ઘરનો ખર્ચો પૂરો થાય એટલું તે કમાવા લાગી. ઘરની સ્થિતિ સુધારવા લાગી. પણ કદાચ ઈશ્વરને આ મંજૂર હતું, અને એટલે જ એક દિવસ સીડીઓ પરથી પગ લપસી જતાં તેની માં ને કમરમાં ઇજા થઇ. નાણાંની ભીડ હતી ને ત્યાં હોસ્પિટલનો ખર્ચો..! ઉપરથી મમ્મીનું ચાલવા ફરવાનું પણ બંધ થઈ ગયું. ઘરની સ્થિતિ પાછી જેવી હતી તેવી થઈ ગઈ. ઘરમાં નાણાંની ભીડ વધી ગઈ.
અલ્પાએ પાડોશીઓને ત્યાં એડવાન્સ નાણાં માટે મદદ માંગી પણ દરેકે મદદ કરવાની ના પાડી. અલ્પાને સ્પામાં પણ વધુ સમય થયો ન હતો. તે હિંમત કરી સ્પામાં મેનેજર પાસે ગઈ અને તેણે એડવાન્સ નાણાની માંગણી કરી.
'શું મને એડવાન્સ મળી શકે? મને પૈસાની સખત જરૂર છે?'
'પૈસાની જરૂર કોને નથી? અમે પણ તો અહી પૈસાની જરૂરત છે એટલે જ છીએ ને... એડવાન્સ અમે કોઇને આપતા નથી.' સ્પાના મેનેજરે જવાબ આપ્યો.
'પ્લીઝ મારી પગારમાંથી કાપી લેજો..!' અલ્પાએ વિનંતી કરતા કહ્યું.
'તને આવ્યાને હજુ થોડા જ દિવસો થયા છે. હું તને એડવાન્સ નહિ આપી શકું, સોરી!'
નિરાશ ચહેરે અલ્પા સ્પાની બહાર જવા લાગી.
તે દરવાજા પાસે પહોંચી ત્યાં જ સ્પાના મેનેજરે તેને ટહુકો પાડી રોક્યો.
'અલ્પા, અહી આવ તો.'
અલ્પા મેનેજરની પાસે આવી.
'બેસ... સામે ખુરશી લઈ બેસ.'
'વાંધો નહિ સર, હું ઠીક છું.'
'અરે બેસ તો સહી.'
અલ્પા ખુરશી ઉપર બેઠી.
'દેખ તારે નાણાની જરૂર છે. હું તને એડવાન્સ તો નહિ આપી શકું, પણ મારી પાસે એક બીજો રસ્તો છે. જેના વડે તું તારી નાણાંની બધી જ સમસ્યા દૂર થઈ જશે. તારે એક કામ કરવું પડશે.'
'શું કરવું પડશે મારે?'
'તારે...' અલ્પાની સાવ નજીક આવી મેનેજરે કહ્યું. 'કસ્ટમરને ખુશ કરવા પડશે.'
'સર આ તમે શું કહો છો? હું..હું એવા ઘરની છોકરી નથી.' અલ્પાની જીભ લથડવા લાગી.
'જેમને ખુશ કરવાના છે એ પણ એવા ઘરના પુરુષો નથી. બધા સારા ઘરના જ હોય છે. વિચારી લે પૈસા હંમેશા કામ કરવાના મળે છે. તને પૈસાની જરૂર છે ને આનાથી સરળ પૈસા કમાવવાનો રસ્તો તને નહિ મળે. જો દિવસમાં એકાદ કસ્ટમરને ખુશ કરી દેવાનો, તારો ને મારો બંને નો દિવસ સફળ. જે પૈસા મળશે તેને બે ભાગમાં વહેંચી લઈશું. બોલ મંજૂર છે?' મેનેજરે પ્રશ્ન પૂછ્યો.
'હા! મંજૂર છે.' નિસાસો નાખતા અલ્પાએ કહ્યું.
'સારું, હું તારી અપોઈન્મેન્ટ ગોઠવી રાખું છું, તું તૈયાર રેજે.'
અલ્પા મેનેજરના કેબિનમાંથી બહાર ગઈ.
સાંજે પાંચ વાગ્યાનો સમય હતો. મેનેજરે અલ્પાને કેબિનમાં બોલાવી. કેબિનમાં એક ચાલીસેક વર્ષનો વ્યક્તિ બેઠો હતો.
'સર આ છોકરીની વાત કરી હતી મેં! કેવી લાગી?'
'જોરદાર આઈટમ છે.' પગથી લઈને અલ્પાના માથા સુધી નજર ફેરવી લુચ્ચા સ્મિત સાથે પેલા વ્યકિતએ કહ્યું.
'હજુ સુધી કોઈ સબંધ નથી બાંધ્યો. તાજો માલ છે.' મેનેજરે અલ્પાના વખાણ કરતા કહ્યું.
'હા, ઠીક છે.' કહી પેલા વ્યક્તિએ ટેબલ ઉપર કેશ મૂકી. 'રૂમ ક્યાં છે?' ખુરશી ઉપરથી ઉભા થતા તેણે કહ્યું.
'અલ્પા આમને રૂમમાં લઈ જાઓ.'
'ઠીક છે સર.'
ધીમા પગે અલ્પા આગળ વધવા લાગી. તેનું મન હજુયે આ કામ કરવાની ના પાડતું હતું. પણ તેની મજબૂરીએ તેની સામે કોઈ રસ્તો છોડ્યો નહતો.
બંને રૂમમાં પહોંચ્યા.
'તું તો સુંદર છે.' પેલા વ્યક્તિએ કહ્યું.
પેલો વ્યક્તિ પોતાના કપડાઓ ઉતારવા લાગ્યો. 'તું પણ ઉતાર.' અલ્પાની નજીક આવી તેણે કહ્યું.
અલ્પાએ ધીમે ધીમે તેના કપડાં ઉતારવાનું શરૂ કર્યું. તેના શરીર પરથી કપડાઓના એક પછી એક પરિધાન ઉતરતા હતા. તેનું મન ઘોડાથી પણ તેજ ભાગી રહ્યું હતું. તે આજે એવી હાલતમાં ઉભી હતી જે હાલતમાં તે કદીયે આવવા માંગતી ન હતી. તેનું શરીર ને મન બંને અલગ અલગ દોડી રહ્યા હતા.
પેલો વ્યક્તિ અલ્પાના શરીર ઉપર રહેલા અંતિમ વસ્ત્ર ઉતરવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક અલ્પા જોરથી ચિલ્લાઈ.
'ના હું એવું નહિ કરું.' ઝડપથી પોતાના વસ્ત્રો પાછા પહેરી અલ્પા રૂમની બહાર ભાગી. કપડાં ઠીક કરતા કરતા તે સ્પાની બહાર નીકળી ગઈ. ઝડપથી પોતાના ઘરે પહોંચી. પોતાની માં ના પલંગ નજીક જઈ તે બેઠી. તેની માં સૂતી હતી. માં નો હાથ પોતાના હાથ માં લઇ તેણે કહ્યું. હું તમારો ભરોસો નહિ તોડું. ઘર ઉપર જે મુસીબત આવી પડી છે તેનો સામનો કરીશ.
અલ્પાની આંખોમાંથી આંસુ સરી પડ્યા.
તે દિવસથી અલ્પાએ સ્પાનો રસ્તો ત્યાગી દીધો.
પ્રવિણ રાજપુત 'કન્હઈ'
Pravin_rajput_kanhai
આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવા વિનંતી