ek guno ek gunegar in Gujarati Thriller by pravin Rajput Kanhai books and stories PDF | એક ગુનો એક ગુનેગાર

Featured Books
  • स्वयंवधू - 35

    धोखा सुहासिनी उसे लिविंग रूम से निकालकर गलियारे में ले जाने...

  • शोहरत का घमंड - 115

    आर्यन की आँखें गुस्से से लाल होती है और वो बहुत ही गुस्से मे...

  • बन्धन प्यार का - 35

    "नरेश"आवाज सुनकर नरेश ने देखा था "अरे आकाश तू?"कॉलेज के साथी...

  • गुज़ार लूँ कुछ पल

    कुछ पल युही गुज़ार  लूं तेरे संग फिर पता नहीं तुम रहो या ना र...

  • रहस्यमय कहानी

    भूतिया हवेली का रहस्यगाँव के पास एक पुरानी हवेली थी, जिसे लो...

Categories
Share

એક ગુનો એક ગુનેગાર




          અમદાવાદ શહેરના સૌથી પ્રખ્યાત પોલીસ ઓફિસર મિલન શર્મા નો આજે ચોત્રીસ મો જન્મદિવસ હતો. ચોત્રીસ વર્ષની નાની ઉંમરમાં જ તેમણે કાયદા ક્ષેત્રે સારી એવી નામના મેળવી લીધી હતી. આખા અમદાવાદ શહેરમાં તેમનું નામ વખણાતું હતું, તેમના કામની પ્રશંસા થતી હતી.

          મિલન શર્મા કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી ન્યાયનું રક્ષણ કરતી તમામ હસ્તીઓ તેમના જન્મદિનમાં ઉપસ્થિત રહેવાની હતી.

          ખંડ ખચોખચ મહેમાનોથી ભરેલો હતો. ખંડની એક તરફ દેશ-દુનિયાની તમામ જાતની શરાબનો સ્ટોલ હતી, જેની મીઠી સુગંધ ને કડવું પીણું મહેમાનોની તરસ છીપાવતી હતી. જ્યારે બીજી તરફ કેટલાક મહેમાનો સંગીતની ધૂન સાથે ઝૂમી રહ્યાં હતાં.
   
          ખંડની વચ્ચોવચ એક મસમોટા કેક મૂકવામાં આવેલો હતો. કેકની આસપાસ એક મીટર સુધી વર્તુળાકારે બાળકો રમી રહ્યા હતા. કેકની બરાબર ઉપર એક રાજાશાહી ઝુમ્મર લટકતું હતું. જે કેક ઉપર વિવિધ રંગો વડે પ્રકાશ નાખી રહ્યું હતું. કેકની બરાબર સામે સીડીઓ હતી. જ્યાંથી મિ. શાહની ગ્રેટ એન્ટ્રી થવાની હતી.

          અચાનક બધી લાઈટો ઝાંખી પડી ને પ્રકાશનું એક પુંજ સિડીઓની ઉપર ઉભેલા મિ. શાહ ઉપર પડ્યું. તેમની બરાબર બાજુમાં તેમની પત્ની નિશા શાહ ઊભા હતા.

          મિ. શાહે તેમની પત્નીના હાથમાં હાથ ભરાવ્યો ને સીડીઓ પરથી ઉતરવા લાગ્યા. ખંડ તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠ્યું.

          કેકની આજુબાજુ રમતા બાળકો શાંત થઈ ગયા અને કેકથી દૂર જઈ ગોઠવાઈ ગયા. મિ. શાહે પોતાની હેટ વડે બાળકોને અભિવાદન આપ્યું ને તે પોતાની પત્ની સાથે કેક તરફ આગળ વધ્યા.

          તે કેકની બરાબર નજીક જઈને ઊભા રહ્યા. રાજાશાહી પોશાક ધરાવતો એક વેઈટર ટ્રેમાં એક ચપ્પુ સાથે તેમની નજીક આવી ઊભો રહ્યો.

          મિ.શાહે પોતાના ચશ્મા ઉતાર્યા, તેને રૂમાલ વડે લૂછ્યા ને પાછા પહેરી લીધા. તેમણે ટ્રે માંથી ચપ્પુ લીધું ને કેકની એકદમ નજીક પહોંચી ગયા. 
  
          મહેમાનોએ બર્થડે ગીત ગાવાનું ચાલુ કર્યું ને પછી મિ.શાહે કેક કટ કર્યો. રૂમ ફરીથી તાળીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠ્યું.


         ****         ****          ****         ****


          રાતના અગિયાર વાગી ગયા હતા. મિ. શાહના ખાસ મહેમાનો સિવાય બધાય લોકો વિદાય લઈને પરત ફર્યા. બધા જ લોકોએ વર્તુળાકાર બેઠક લીધી. 

          વાતની શરૂઆત લોકોના હાલચાલથી શરૂ થઈ, ગુન્હાઓ અને ગુન્હેગારો પર આવીને રુકી.

          વિરલ પ્રજાપતિએ પણ આ વાતમાં જંપ લાવ્યું ને તેમણે પોતાનો કિસ્સો બતાવવાની શરૂઆત કરી.

          મારી ઉંમર અંદાજે અઠ્ઠાવીસ વર્ષની હશે, જ્યારે મને વકીલ તરીકેનો મારો પહેલો કેસ મળ્યો હતો. એક દુબળો પાતળો શરીર ડરાવતો પંદર કે સોળ વર્ષનો એક છોકરો મારી પાસે આવ્યો. આવતાની સાથે તેણે મારા પગ પકડી લીધા ને તે રડવા લાગ્યો. તેની વાત સાંભળતા મને ખબર પડી કે તેની બહેનના દિયરે તેની બહેન સાથે બળાત્કાર કરી તેની બહેન તેમજ તેના જીજાજી બંનેને મારી નાખ્યાં. તેની બહેનના દિયરે તે બંનેની લાશને ફાંસીએ ચડાવી નાખી અને તે બંનેએ આત્મહત્યા કરી છે તેવો ડોળ કર્યો.

          મારો તે પહેલો કેસ હતો. મને ખબર હતી કે જો હું આ કેસ સ્વીકારું તો મને કોઈ જ જાતની ફિસ મળવાની નથી. મેં તે કેસ સ્વીકાર્યો. સત્ય માટે... મેં મારી તમામ કોશિશ તે કેસને જીતવા લગાવી દીધી. અને હું મારો પહેલો કેસ જીતી.

          મેં જે કંઈ પણ સિદ્ધિ આ ક્ષેત્રે મેળવી છે, પેલા પહેલા કેસને લીધે જ મેળવી છે. મારું તે સમયે દયાળુ થવું મારા માટે એક તક હતી. જેણે મારી માટે પ્રગતિના દ્વાર ખોલી નાખ્યાં.

          તાળીઓ સાથે બધાએ મિસ.વિરલની અભિવાદન આપ્યું. 

          'લોકોની પ્રશંસા મેળવવા સારી વાર્તા કહી સંભળાવી આ વિરલડીએ.' પાસે બેઠેલી રીટાએ તેની બેસ્ટફ્રેન્ડ રિતુને કહ્યું.
          'તો શું વળી? અમને પૂછો તો ખબર પડે કે કેટલી ચીકણી છે આ વિરલડી! પૈસા માટે ભલભલા દોષીને બચાવી લે છે. ને નિર્દોષને સજા અપાવી દે છે.'

          પોતાના અનુભવમાંથી કિસ્સો કહેવાનો વારો રચના પટેલનો હતો. 

          રચના પટેલ પેશાથી વકીલ હતા. 
       
         'અત્યાર સુધી 389 કેસ હું લડી ચૂકી છું.' રચના પટેલે બોલવાનું શરુ કર્યું. આજ સુધી હું એક પણ કેસ નથી હારી, પરંતુ એક કેસ જેને જીત્યા પછી પણ હું હારેલી હોઉં તેવો અહેસાસ મને થયા કરે છે.

          વાત 2017 ની છે, જ્યારે મારી ઉમર અંદાજે ચોત્રીસ સાલ હશે. મારી પાસે એક સ્ત્રી આવી. તેણે લીલા કલરની પરંતુ ફાટેલી સાડી પહેરેલી હતી. તેના માથે કેટલાક ચોટના નિશાન હતા. તેની બંગડીઓ તૂટેલો હતી, ને આંખોમાં આંસુ હતાં. 

          મારી પાસે આવી તેણે મને તેનો કેસ લડવા કહ્યું. તેની પીડા સાંભળતા મને ખબર પડી કે દહેજ માટે તેના સાસરિયાં પક્ષ દ્વારા તેની ઉપર અત્યાચાર કરવામાં આવતો હતો. 

          'મારાથી સ્ત્રીઓની પીડા સહન નહોતી થતી. અને એટલે જ મેં તે કેસ સ્વીકાર્યો. મારો કદાચ તે 269 મો કેસ હતો. તે કેસમાં મારે કંઈ વધારે મહેનત કરવાની જરૂર ન પડી. હું ખુબ જ સહેલાઈથી તે કેસ જીતી ગઈ. તેના પતિ તેમજ તેના સસરાને જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યો.' સહેજ વાર થોભાઈ જઈ તેમણે આગળ કહ્યું. 
       
          'પરંતુ, એક દિવસ તેના પતિએ જેલમાં આત્મહત્યાની કોશિશ કરી. તેને હોસ્પિટલ પહોચાડવામાં આવ્યો. જ્યારે મને ખબર પડી કે તે પોતાના અંતિમ સમયમાં છે ત્યારે હું તેને મળવા હોસ્પિટલ પહોંચી ગઈ. જ્યારે મેં તેને આ પગલું ભરવાનું કારણ પૂછ્યું તો મને જાણવા મળ્યું કે તેની પત્ની કોઈ બીજા પુરુષને ચાહતી હતી. 

          'તેને મારાથી ડિવોર્સ જોઈતો હતો. મેં ડિવોર્સ આપવાની ના પાડી તો તેણે આ રસ્તો પસંદ કર્યો. અને તમે તેમાં તે કુલ્ટાનો સાથ આપ્યો. તમને આની સજા ભોગવવી પડશે.' તે પુરુષના આ અંતિમ શબ્દો હતા.

          કેટલીક ઘડીઓ સુધી ચુપ રહ્યા પછી રચના પટેલે આગળ કહ્યું. 'તે દિવસથી હું કોઈનો પણ કેસ તુરંત નથી લેતી, હું તમામ જાતની ખાતરીઓ કરીને જ કેસ હાથમાં લઉં છું.'

          થોડી વાર સુધી ખંડમાં શાંતિ છવાઈ રહી. શાંતિનો ભંગ કરી મિ.ગાયકવાડે વાત શરૂ કરી.

         હું અમદાવાદમાં કમિશનર હતો ત્યારે એક આરોપી સાથે મારો ભેટો થયો હતો. તેનો ચહેરો મને હજુયે યાદ છે. મજબૂત કદ કાઠી ધરાવતો તે એક ગરીબ ખેડૂત હતો. તેની ઉંમર અંદાજે પિસ્તાલીસની હશે. તેની મૂંછો ભરાવદાર હતી. તેના ચહેરા ઉપર બરાબર નાકની બાજુમાં એક મસો હતો. તેણે શરીરે એક ફાટેલી બંડી કે જેની ઉપર એક ખિસ્સું પણ લાગેલું હતું ને તે ખિસ્સું પણ અડધું ફાટેલું હતું. તેણે એક જરીપુરાણી ધોતી પહેરેલી હતી.
   
          મેં તેની ફાઈલ વાંચી તેના પરથી મને જાણવા મળ્યું કે તેણે કોઈનું ખૂન કર્યું હતું. તેણે પોતાના દિકરાનું જ ખૂન કર્યું હતું. મને આગળ જાણવા મળ્યું કે તેના એકના એક છોકરાએ ગામની એક માસૂમ છોકરી સાથે બળાત્કાર ગુજાર્યો હતો ને તે છોકરીને નગ્ન અવસ્થામાં જ મારી તેની લાશ ગામની બહાર ફેંકી દીધી હતી.
  
          છોકરાનો પિતા તેના છોકરાનું આવું કૃત્ય સહન ન કરી શક્યો ને તેણે પોતાના એકના એક દિકરાનું ખૂન કરી નાખ્યું.

          મિ.ગાયકવાડને અર્ધવચ્ચે જ ટોકી દઈ રીતુએ કહ્યું.
'મારા મત મુજબ તો તે ગુન્હેગાર ના કહેવાય.'

          'જો આ કેસ મારી કોર્ટમાં આવ્યો હોત તો હું પેલા ખેડૂતને માફી જ આપત. કારણકે જો તેનો છોકરો કાનૂનના હાથમાં આવતો તો કાનૂન પણ તેના દીકરાને મૃત્યુ દંડની જ સજા આપત.' રીટાએ ઋતબા સાથે કહ્યું.

          'હા પણ એવું ન થયું. તેણે ફાંસીએ ચડાવવામાં આવ્યો. ગ્લાસમાં રહેલો શરાબ ગટકાવતા મિ. ગાયકવાડે કહ્યું.

          મિ. ગાયકવાડની વાત પૂરી થતાં જ બધાએ મિ. ભાર્ગવ જોશીએ તેમની સાથે થયેલી ઘટના વિશે જણાવવા આગ્રહ કર્યો.

          ખુદની જગ્યા પરથી મિ.જોશી ઊભા થયા. રૂમ વડે તેમણે પોતાનું મોં લુંછ્યું ને પોતાનો મખમલી કોર્ટ ઠીક કરતા તેમણે બોલવાની શરૂઆત કરી.

          'વાત મારી યુવાનીની છે...' માંડ માંડ ભાર્ગવ જોશી આટલું બોલી શક્યા ત્યાં જ ખંડની લાઈટો બંધ થઈ ગઈ. 

          'અરે યાર, આ લાઈટ...'
          
          અચાનક એક જોરદાર અવાજ ખંડમાં આવ્યો. ખંડમાં શાંતિ છવાઈ ગઈ. લાઈટો હજુયે ચાલુ થઈ ન હતી. 

          અચાનક ખંડની લાઈટો ચાલુ થઈ. બધાની વચ્ચે એક હાસ્ય પ્રસરી ઉઠ્યું જ્યારે તેમણે દેખ્યું કે...

          બધાની વચ્ચે હાસ્ય પ્રસરી ઉઠ્યું જ્યારે તેમણે રિતુ અને રીતને કિસ કરતા દેખી. અંધારાનો લાભ જોઈ બંને એકબીજાની મસ્તી કરતી હતી.

હાસ્ય પૂરું થતાંની સાથે જ મિ. જોશીએ કહ્યું.         

          આ વાત મારી યુવાનીના દિવસોની છે, જ્યારે મારી અંદર દેશ માટે કંઈક કરી ગુજરવાની ભાવનાની જ્વાળાઓ ઉછળતી હતી. હું મારી પોલીસ ઓફિસરનું કર્મ સંપૂણ નિષ્ઠા સાથે કરતો હતો. 

          તો આ વાત ત્યારની છે જયારે મેં અંદર્વલ્ડના સૌથી વિખ્યાત ગુંડા કેશવ રામાવતને સુરતમાંથી પકડ્યો હતો. તેને જેલ ભેગો કરી હું બધા પાસેથી શુભેચ્છાઓ એકઠી કરી રહ્યો હતો. તેને પકડ્યાને થોડા સમય પછી મારા એક સિનિયર દ્વારા મને પાર્ટી આપવામાં આવી હતી. તે પાર્ટીમાં મારી મુલાકાત થઈ સોફિયાથી.

          'તે મને ગમી ગઈ. બીજા દિવસે અમે એકબીજાને મળવાનું નક્કી કર્યું. હું કાર લઈ તેને લેવા પહોંચ્યો. તેણે બ્લેક કલરનો શોર્ટ લેસ ડ્રેસ પહેરેલો હતો. તે આટલી તો સુંદર લાગતી હતી કે મને તો કારમાં જ તેની સાથે પ્રેમ કરવાનું મન થઈ ઉઠ્યું. પરંતુ મે મારી જાતને સંભાળ્યો.' મિ.જોશીએ હળવા સ્મિત સાથે કહ્યું. ને તેમની સાથે ઉપસ્થિત તમામ પણ હસવા લાગ્યા.

          મિ.જોશીએ વાઈનનો પ્યાલો ઉઠાવ્યો તેમાંથી બે ઘૂંટ માર્યા ને વાત આગળ વધારી.

          'થોડીક ક્ષણોમાં જ અમે હોટેલ પીજીયનમાં પહોંચ્યા. ત્યાં અમે સાથે ડિનર લીધી ને પછી અમે બાર મા પહોંચ્યા. મેં વેઈટરને સોફિયાની ફેવરીટ ડ્રીંક 'કોનચા ટોરો' ઓડર કરી. વાઈનના દરેક ઘૂંટ સાથે હું સોફિયાની વધુને વધુ નજીક ખસતો હતો. હું તેને કિસ કરવા જતો જ હતો ને અચાનક...' મિ.જોશી બોલતા બોલતા અટક્યા. 

           'આ આપણને તેમની પ્રેમ કહાનીનો અનુભવ સંભળાવે છે કે તેમની ગુન્હેગાર સાથેનો અનુભવ.' રીતુએ રીટાના કાનમાં કહ્યું ને બંને ધીમેથી હસવા લાગ્યા.

          તે અચાનક ઊભી થઈ ને બાર માં વાગી રહેલા ગીત ઉપર ઝૂમવા લાગી. તેણે મને પણ પોતાની નજીક ખેંચ્યો ને હું પણ તેની સાથે ઝૂમવા લાગ્યો. 

          મારિયાને ચઢી ગઈ હતી. તેણે પોતાની જાત પરનો કાબૂ ગુમાવી બેઠી હતી અને હું પણ કાબૂ ગુમાવવા માંગતો હતો. મિ.શાહ હાસ્ય ને બધા તેમની સાથે હસ્યા.

          પોતાની વાત ઉપર પાછા આવતા મિ.શાહે કહ્યું. ' હું કાબૂ ગુમાવવા માંગતો હતો. મેં તેને મારી બાથમાં લીધી ને હું તેને મારી કારમાં બેસાડી મારા એપાર્ટમેન્ટમાં લઈ ગયો. હું તેને બેડરૂમમાં લઈ ગયો. તે નશામાં હતી. મેં તેને પલંગ ઉપર સુવડાવી. હું ચાહતો હતો કે શરૂઆત તે કરે પરંતુ તેના ચહેરા પર એવા એકેય ભાવ મને દેખાયાં નહિ, તેથી મેં જ શરૂઆત કરવાનું નક્કી કર્યું.

          'મેં શરૂઆતમાં તેને થોડાક ચુંબનો કર્યા. અને પછી...' મિ.જોશી ચુપ થઈ ગયા.
    
          અને પછી શું?
          'મને લાગે છે કે સોફિયા ભાનમાં આવી ગઈ હશે ને તેણે મિ.શાહને થપ્પડ ફીટકારી હશે.' રીટાએ કહ્યું.

          બધા હસવા લાગ્યા.
          
          'મને પ્રેમ કરવા માટે સ્ત્રીઓ હજુય ના નથી પાડતી તો ત્યારે તો હું જવાન હતો, મિસ રીટા.' મિ.જોશીએ એક અદાથી કહ્યું. ત્યાં જ તેમની વાઈનનો પ્યાલો છલકાયો.

          તમારાથી વાઈન નથી સંભાળાતી તમે હવે સ્ત્રીઓ ક્યાંથી સંભાળશો.' રીતુએ હાસ્ય સાથે કહ્યું.

          'અરે, મૂકો સાઈડમાં તમે કહો ત્યાર પછી શું થયું?'

          મારો ફોન રણક્યો. મેં ફોનને સાઈડમાં ફેંક્યો. સોફિયા મારી બાહોમાં હતી, ત્યાર પછી મારી આંખો મીંચાઈ ગઈ.

          જ્યારે મારી આંખો ખુલી ત્યારે મે દેખ્યું કે હું મારા જ રૂમમાં ખુરશી ઉપર બંધાયેલો હતો. મને સફેદ જાડી દોરી વડે બાંધવામાં આવ્યો હતો.

          તમને જાણીને નવાઈ લાગશે જ્યારે હું કહીશ કે મને તે ખુરશી ઉપર બાંધવાવાળું બીજું કોઈ નહિ, પરંતુ સોફિયા જ હતી.

          તે કેશવ રામાવતની ગર્લફ્રેન્ડ હતી. તેણે મને પોતાના પ્રેમના જાળમાં ફસાવ્યો હતો. કેશવને છોડાવવા. પરંતુ સાચું કહું તો તે પણ મારા પ્રેમમાં પડી જ ગઈ હતી. 

          થોડીક વાર સુધી ખંડમાં શાંતિ છવાઈ રહી. 

          થોડાક વર્ષો પછી મે સોફિયા સાથે લગ્ન કર્યા. પરંતુ લગ્નના થોડાક દિવસોમાં જ કેશવના સાથીઓએ તેને મારી નાખી.મિ.જોશીની આંખોમાં પાણી આવી ગયું. મિ.જોશીએ ઊંડો શ્વાસ છોડી. પોતાના હાથ મિ.જોશીએ આંસુ દુર કર્યા. 

          ચહેરા ઉપર સ્મિત લાવી. મિ.જોશીએ કહ્યું. ' હું થોડોક ભાવુક થઈ ગયો હતો.' 

          હવે કોનો વારો છે, પોતાનો અનુભવ શેર કરવાનો?

          અરે, મિ.શાહનો અનુભવ શેર કરવાનો બાકી છે.

          તેમની પાર્ટીમાં તેમનો જ કિસ્સો કહેવાનો બાકી છે. આ તો એ જ વાત થઈ પોતાના લગ્નમાં પોતે જ વાઈફને કિસ ના કરી.

          હા...હા...હા... બધા હસવા લાગ્યા.
          મિ. શાહે ઝીણું સ્મિત કર્યું.

          હા... મિલન તમારી પણ કોઈ કહાની રહી હશે. સંભળાવો.

          મારી કહાની... શું સાચે જ તમારે મારી કહાની જાણવી છે. તો સાંભળો...

          આ વાત ત્યારની છે જ્યારે હું પોલીસ ઓફિસર તરીકે હું નવો સવો જોડાયો હતો. 

          'મારી સગાઈ ત્યારે તારી સાથે થઈ ચૂકી હતી જાનેમન'  મિલને નિશા તરફ દેખી કહ્યું. તમે યાદ છે મારું પહેલું પોસ્ટિંગ ઈડરમાં થયું હતું?

          નિશાએ સંમતિ ઉમેરી.

          વિકી માંકડ નામનો એક હત્યારો ઈડરમાં આવી છૂપાયેલો હતો. પળવારમાં તે કૃત્ય કરી દે અને કોઈને તેની જાણ પણ ન થાય. એક દિવસ ઈડરમાં મેળો ભરાયો હતો. 

          બધી જ તૈયારીઓ સાથે હું મેળામાં સજ્જ થઈ તેનો ઈન્તેજાર કરી રહ્યો હતો. મેં તેને ઓળખી લીધો, મે તેને પકડી જ લીધો હતો કે તે મને ધક્કો મારી ભાગી ગયો. તેના ધક્કા મારવાથી હું એક છોકરી સાથે જઈ અથડાયો.

          'તેની ભૂરી આંખો, રતુંબડા ગાલ, લાલ હોઠ ને ચહેરા ઉપર શોભતું સુંદર નાક. તેના સોનેરી વાળ ને વાળમાં શોભતો ગુલાબનો ફૂલ. તેની પાટલી કમર ને...'નિશા તરફ દેખી મિ.શાહ ચુપ થઈ ગયા.

          નિશાથી આંખો ચૂરાવી મિલને આગળ કહ્યું.' ઘડીભર માટે તો હું વિકીને પકડવાનો વિચાર ભૂલી જ ગયો હતો.
   
          બીજા જ દિવસે મેં તે છોકરીનું નામ અને સરનામું બધું જ મેળવી લીધું. તેનું નામ મિસ્ટી હતું. સાચે જ તેની સુંદરતા સાથે તેનું નામ શોભતું હતું. મિસ્ટી તેના ભાઈ સાથે ગામની સહેજ બહાર એક ઝુંપડા જેવા ઘરમાં રહેતી હતી.

          મને તે ગમવા લાગી હતી. હું તેનો પીછો કરવા લાગ્યો. એક પોલીસવાળા તરીકે મારો વટ હતો. પરંતુ મિસ્ટી માટે મારી કિંમત સામન્ય માણસ જેવી જ હતી. તેને મારા પ્રેમમાં ફસાવવા સાચે જ મારે ખુબ જ મહેનત કરવી પડી હતી.

          'આ મિલનને અજાણી સ્ત્રી સાથેના પ્રેમની વાત પોતાની પત્ની સામે કરવામાં ડર નથી લાગી રહી?' રીતુએ રીટાને કાનમાં કહ્યું.
          હું પણ આશ્ચર્યમાં છું કે આ થઈ શું રહ્યું છે. રીટાએ જવાબ આપ્યો.

          મેં મિસ્ટીને મારા પ્રેમની દીવાની બનાવી લીધી. રોજ બપોરે જ્યારે તેનો ભાઈ જંગલમાં લાકડા કાપવા જતો હું મિસ્ટી પાસે પહોંચી જતો. અમે બંનેએ ઘણા દિવસો એક બિસ્તર ઉપર વિતાવ્યા. હું તેના ખૂબસૂરત શરીરને માણતો હતો. તેનું ખૂબસૂરત નગ્ન શરીર ફક્ત મારું બની રહેતું.

          'પરંતુ એક દિવસ...' મિલન અટક્યો. તેની આંખો ઝીણી થઈ. તેના માથા પરથી પરસેવાની એક લખીર નીકળીને તેના કોર્ટ ઉપર આવીને ટપકી.

          તે દિવસે મિસ્ટી ઘરના ખૂણામાં બેઠી હતી. હું તેની પાસે પહોંચી ગયો. મેં મારો હાથ તેના ગળામાં પરોવ્યો ને હું તેને કિસ કરવા ગયો. પરંતુ તેણે મને ખુદથી દૂર કરી દીધો.

          'શું થયું મિસ્ટી?' મેં તેને પ્રશ્ન કર્યો.
          કોઈ પણ જવાબ આપ્યા વગર તે ચુપ રહી. થોડીક વાર શાંત રહી તેને કહ્યું.' હું માં બનવા વાળી છું.'

          તેની વાત સાંભળી મારા હોશકોશ ઉડી ગયા.

          'આપણે લગ્ન કરવા પડશે મિલન.'
          મારી સગાઈ થઈ ચૂકી હતી, મેં તો ફક્ત તેના શરીરને માણવા જ તેનાથી પ્રેમ કર્યો હતો.

          'મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેને તો બખેડું કરવું હતું. તે મારી ઈજ્જત ને આખા ગામમાં નીલામ કરવા ચાહતી હતી.'
          
          'ઈજ્જત ની વાત પણ કોણ કરે છે?' રિતુએ બધાને સંભળાય તેવા અવાજ સાથે કહ્યું.

          રિતુની વાત કાપી મિલને આગળ કહ્યું. ' તે મારું નામ બદનામ કરવા ચાહતી હતી, એટલે મારે તેને મારી નાખવો પડ્યો.

          હોલમાં એકદમ શાંતિ છવાઈ ગઈ.
  
          'આ તમે શું કહી રહ્યા છો, મિલન?' નિશાએ કહ્યું.

          ચહેરા ઉપર કોઈ પણ જાતના હાવભાવ લાવ્યા વિના મિલને કહ્યું. મેં વિચારી રાખ્યું હતું કે હું આ હત્યાને વિકીની એક બીજી હત્યા તરીકે જાહેર કરી દઈશ. પરંતુ મિસ્ટીની લાશ લઈ જતો હતો ત્યાં જ તેનો ભાઈ ઘરમાં પ્રવેશ્યો. મારી હાથમાં પોતાની બહેનની લાશને દેખી તેનો પારો સાતમે આસમાને પહોંચ્યો. અમારી વચ્ચે બાથમબાથી થઈ. મેં તેની માથા ઉપર પ્રહાર કર્યો ને તે બેહોશ થઈ ગયો.

          એક ક્ષણ માટે તો મેં તેના ભાઈને પણ મારી નાખવાનું વિચાર્યું, પરંતુ પછી એક નવો આઈડિયાએ મારા દિમાગમાં જન્મ લીધો.

          મેં તેના ભાઈને વિકીના સાથી તરીકે પકડ્યો ને મિસ્ટીના ખૂન તેણે કર્યું છે તેવું જાહેર કરી નાખ્યું. જુઠ્ઠા સબૂતો પેશ કરવા મારા માટે ખૂબ જ નાની વાત હતી. મિસ્ટીના ભાઈને ઉમરકેદની સજા કરવામાં આવી. 

          'તમે કરેલા ખૂનની સજા કોઈ બીજું ભોગવી રહ્યું છે'

          મારી યુવાનીના સૌથી નિર્દયી ગુન્હેગારોને જેને હું મળ્યો હતો, તે હું જ હતો.

          'એક નિર્દોષ તમારી સજા ભોગવી રહ્યો છે મિ.શાહ.'
          આજે તેનો પણ હિસાબ થઈ ગયો.
          મતલબ?
          મિસ્ટીનો ભાઈ આજે જેલમાંથી ભાગી છૂટયો.
          બધાની આંખો ઝીણી થઈ ગઈ.
          તેને જેલની અંદર બંધ કરતી વખતે તેણે મને કહ્યું હતું કે તે બદલો લેશે. અને આજે તેણે તે બદલો લઈ લીધો.

          'મતલબ શું? તમે શું કહેવા માંગો છો?
          તેણે મને ક્યારનોય ઉપરના રૂમમાં મારી નાખ્યો છે.
          'શું?' હોલમાં ઉભેલા તમામ લોકો ચોંકી ઉઠ્યા.

          મિ.ગાયકવાડના હાથમાં રહેલો વાઈનનો ગ્લાસ તેમના હાથમાંથી છૂટી પડ્યો ને તેની સાથે જ હોલની લાઈટો બંધ થઈ.

          થોડીક સેકન્ડ પછી લાઈટ પાછી આવી.

          લોકોએ નજર કરી તો મિલન ત્યાં હાજર નહતો.
          બધા જ ઝડપથી ઉપરના રૂમ તરફ દોડ્યા.

          બધાની આંખો પહોળી જ રહી ગઈ, જ્યારે તેમણે દેખ્યું કે એક પાતળા હાડ વાળા પુરુષે મિલનના માથાને કાપી પોતાના હાથમાં પકડી રાખ્યો હતો.

                                                               (પૂર્ણ)
          

પ્રવિણ રાજપુત 'કન્હઈ'
Pravin_sparrow_kanhai