આઈ લવ યુ પ્રિન્સી!
લગ્ન પહેલા ફકત ફેન્સી કપડાઓ પહેનતી પ્રિન્સીને હવે હંમેશા સાડીમાં રહેવું પડતું હતું. સાસરિયા જૂના વિચારો ધરાવતા હતા. હંમેશા સાડીમાં જ રહી પ્રિન્સી કંટાળી હતી. તે જ્યારે પણ કોઈ ફેન્સી કપડાઓ પહેરેલી સ્ત્રીને દેખતી તેનું મેં પણ કુદકાઓ મારવા લાગતું હતું. તે પોતાના જીવનમાં બદલાવ માંગતી હતી.
ઘણીવાર પ્રિન્સીનો તેની સાસુ સાથે કપડાઓની બાબતમાં ઝગડા પણ થતાં હતા. પરંતુ આ સમસ્યાનું હજુય સુધી કોઈ નિદાન આવી શક્યું નહતું. પ્રિન્સી જ્યારે પોતાના પતિ અંશુમનને આ વિશે કહેતી ત્યારે તેનો પતિ હંમેશા પ્રિન્સીને એડજસ્ટ કરવાનું જ કહેતો હતો, અને આને લીધે તેમના પારિવારિક સંબંધો પણ બગડવા લાગ્યા હતા. રોજ રોજની કંકાશથી અંશુમાન થાક્યો હતો. હવે તો ઓફિસના સમયમાં પણ અંશુમાન ઘરની કંકાસના વિચારોમાં જ ડૂબેલો રહેતો હતો.
એકવાર અંશુમાન ઓફિસમાં બ્રેક સમયે ચિંતાતુર બેઠો હતો. ત્યારે તેનો મિત્ર સાગર તેની પાસે આવી બેઠો.
'કેમ આમ દુઃખી આત્મા થઈને બેઠો છે યાર..?' સાગરે પૂછ્યું.
'કઈ નહિ યાર ફેમિલી ટેન્શન છે.' અંશુમાને જવાબ આપ્યો.
'કેમ શું થયું?'
'યાર મારી પત્ની આંખો દિવસ ઘરે સાડી પહેરી કંટાળી. તે આમાં બદલાવ ઇચ્છે છે. મમ્મી પપ્પા આ વસ્તુ કદીયે નહિ સ્વીકારે. એમના કોનફ્લિકટમાં મારું સ્ટ્રેસ વધે છે.'
'અરે ફકત આટલી વાત. એક કામ કર.' કહી સાગર અંશુમાનની નજીક આવ્યો ને કાનમાં યુક્તિ સંભળાવી.
'આઈડિયા તો સારી છે. થૅન્ક યુ યાર હું જરૂર આ કરીશ.'
તે રાતે ઘરે પાછા જતી વખતે અંશુમાન ખુશ હતો. તેની ચિંતા દૂર થઈ ચૂકી હતી. અંશુમાન ઘરે પહોંચ્યો. પ્રિન્સી અંશુમાનથી નારાજ હતી. પ્રિન્સીનો હાથ પકડી અંશુમાને રોમેન્ટિક થવા પ્રયત્ન કર્યો.
'સાંભળ મારાથી આમ ગુસ્સે ન થા. હું તારી માટે કઈક લઈને આવ્યો છું.'
'મારે નથી જોઈતું.'
'અરે દેખીને તું ખુશ ખુશાલ થઈ જશે.'
અંશુમાને બજારથી ખરીદી લાવેલો ફેન્સી ડ્રેસ પ્રિન્સીના હાથમાં મૂક્યો.
ડ્રેસ દેખી પ્રિન્સી ખુશખુશાલ થઈ ગઈ. 'પણ મમ્મી?' બીજી જ ક્ષણે પ્રિન્સીએ પ્રશ્ન કર્યો.
'તારે ડ્રેસ પહેરવો છે. પરંતુ અગર તું ઘરમાં આવ કપડાં પહેરીશ તો તેમની ભાવના ઘવાસે. પછી મને વિચાર આવ્યો કે મમ્મી દેખશે ત્યારે ગુસ્સો કરશે, પણ અગર દેખે જ નહિ તો? '
'તું શું કહેવા માંગે છે મને કંઈ જ સમજાતું નથી! હું આવા કપડાં પહેરીશ અને મમ્મીને ખબર નહીં પડે કેવી રીતે?'
'આપણે ફરવા જઈએ છીએ. ત્યાં મમ્મી સાથે નહિ હોય, ત્યાં તું ઇચ્છે એવા કપડાં પહેરી શકે. બરાબર ને!'
પ્રિન્સી ખુશ થઈ ગઈ. અંશુમાનના પ્રયત્ન બદલ તે અંશુમાનની ગળે લાગી ગઈ. પરંતુ જાણે બીજા જ ક્ષણમાં તેને ખ્યાલ આવ્યો હોય તેમ તે અંશુમાનથી દુર થઈ.
ડ્રેસને અંશુમાનના હાથમાં પાછો આપતા તેણે કહ્યું. 'આ વાત બરાબર કે હું હંમેશા સાડી પહેરી કંટાળી છું, પરંતુ એના માટે હું મમ્મીને ધોખો આપુ એ મને ના પાલવે. મને ફેન્સી કપડાઓ પહેરવા નહિ મળે તો ચાલશે, પરંતુ મમ્મી જ્યાર સુધી મને મંજૂરી નહિ આપે ત્યાર સુધી હું તેમની સામે કે પછી છૂપાઈને તેમની ભાવનાઓ ઘવાય એવું કંઈ નહિ કરું.'
પ્રિન્સીના આ શબ્દોએ અંશુમાનને ભાવવિભોર કરી નાખ્યો. પ્રિન્સીને પોતાની નજીક ખેંચી અંશુમાને તેના કપાળ ઉપર કિસ કરી ને પોતાની બાહોમાં લઈ તે બોલ્યો. 'આઈ લવ યુ પ્રિન્સી!'
અંત.
નોંધ - વાર્તા કાલ્પનિક છે. વાર્તાનો ઉદ્દેશ્ય કોઈની પણ ભાવનાને નુકશાન પહોંચવાનો નથી. વાર્તાનો મુખ્ય ઉદ્દેશ ફકત મનોરંજનનો છે. વાર્તાની મજા માણો અને વાર્તાને સારી રેટિંગ આપો. આપના મત અને વિચારણા આપ મને જણાવી શકો છો. હું આપના તરફથી આવતા પ્રતિભાવોનું સ્વાગત કરું છું.
વાર્તા વાંચી આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપવા વિનંતી. મને ફોલો કરો.
પ્રવિણ રાજપુત 'કન્હઈ'
Pravin_rajput_kanhai
અંત.