A reflection of my imagination in Gujarati Short Stories by R B Chavda books and stories PDF | મારી કલ્પનાઓનું પ્રતિબિંબ

Featured Books
Categories
Share

મારી કલ્પનાઓનું પ્રતિબિંબ

એક સાંજ હતી, જ્યાં બે મિત્રો વચ્ચેની વાતચીત થોડી ખાસ બની. યુગ ઘનિષ્ટ મિત્ર કૃપાલીને પૂછે છે, "તું ક્યારેક વિચારે છે કે તારા જીવનસાથી માટે તારી પસંદગી કેવી હશે? કેવો સાથી જોઈશે?

કૃપાલીએ થોડું હસતાં કહ્યું, "વાત એવી છે કે ઘણીવાર મારા મનમાં આ વિચાર આવે છે. શું તું સાચે સાંભળવા માગે છે?" યુગે મૌન સહમતિ આપી.

કૃપાલીએ નજર નીચે કરી અને પ્રેમભર્યા અવાજમાં તેના મનની વાત કહી:"મારા મનમાં એક છબી છે," કૃપાલીએ કહ્યું, "મારે એક એવો જીવનસાથી જોઈએ છે, જે મને મારી જેમ સ્વીકારી શકે. જે મારી ખામોશી, મારો હાસ્ય, અને મારા બધા ભાવોને સમજવા માટે તત્પર રહે. 

કૃપાલીએ આગળ શું કહ્યું તે અદભૂત હતું – મીઠી, ગુહ્ય, અને સંપૂર્ણ રીતે એક સાચા જીવનસાથી માટેની કલ્પના...

ક્યારેક મને વિચાર આવે છે કે મારું જીવનસાથી કોણ હશે? કેવો હશે? ક્યાંક દૂર, કોઈ એક વ્યક્તિ હશે જે મારા માટે જ બન્યો છે, અને એ જ મારો સાચો સાથીદાર હશે. જીવનસાથી એ ફક્ત એક સંબંધ નહિ, પરંતુ આખા જીવનનો સાથ છે, જેમાં હું મારો સમય, મારી લાગણીઓ અને મારું સમગ્ર અસ્તિત્વ વહેંચી શકું.

મારા જીવનસાથી માટેની કલ્પના હંમેશા મારા મનમાં ઊંડે સુધી વસેલી છે. કેમ કે, દરેક છોકરીના દિલમાં તેની મનગમતી વ્યક્તિ માટે એક ખાસ છબી બનેલી જ હોય છે. પરંતુ આ વિચાર સાથે હંમેશા મનમાં એક સવાલ ઊભો થાય છે – શું એ છબી મુજબ કોઈ મળશે?

પ્રેમ અને જીવનસાથીની પસંદગી હંમેશા મારા મનમાં ગૂંચવણ ઊભી કરે છે.

Arrange Marriage અને Love Marriage બંનેના વિચાર ઘણા પ્રશ્નો ઉઠાવે છે.

 Arrange Marriage અથવા Love Marriage?

આ બંનેના વિચારો મને ઘણીવાર ભમરામાં નાખી દે છે.

Arrange Marriage…

જ્યાં તમે એ વ્યક્તિને જીવનમાં પહેલા ક્યારેય જોયા પણ ન હોય, અને માત્ર એકાદ વારની મુલાકાત બાદ તમારું આખું ભવિષ્ય નિર્ધારિત થઈ જાય. એ કેવી રીતે શક્ય છે? શું એ વ્યક્તિ ખરેખર મને સમજી શકશે?

Love Marriage…

જ્યાં તમે લાંબા સમયથી એ વ્યક્તિને ઓળખો છો, પણ હંમેશા મનમાં ડર રહે કે કદાચ એ બધું માત્ર દેખાવ હોય. શું અમે એકબીજાને પૂરતું ઓળખી શક્યા છે? શું આ decision સંપૂર્ણ રીતે સાચું હશે?

આ બધું વિચારીને મન હંમેશા ગુમસુમ થાય છે.

મારા જીવનસાથી માટે મારા દિલમાં છબી જ્યારે હું મારા જીવનસાથી વિશે કલ્પના કરું છું, ત્યારે એ એવી વ્યક્તિ છે, જે મને સંપૂર્ણ રીતે સ્વીકારી શકે – મારી દરેક ખામીને અને ગુણોને સાથે રાખીને.

એના વ્યક્તિત્વની વાત

સરળતા અને સાદગી: મને સાદગી ગમે છે. મારે એવો સાથી જોઈએ છે જે પોતાના વ્યક્તિત્વમાં સરળતા રાખે, અને જીવનમાં કોઈ દેખાડા વગર જીવતો હોય.

સમજદાર: એ મારે માટે એક ગાઢ મિત્ર જેવી લાગણી ધરાવતો હોય. હું મારી લાગણીઓ બાહર નથી લાવી શકતી, પણ મારે એવો સાથી જોઈએ છે જે મારી ખામોશી પાછળ છુપાયેલા દુ:ખ અને ખુશીઓ જાણે.

હસમુખો: એનો સ્વભાવ હંમેશા હસતો-મજાક કરતો હોય. એ મારા માટે હાસ્ય અને ખુશીની લહેર લાવે.

વિશ્વાસપાત્ર: મારો સાથીદારો એવો હોય, જે મારા સપનાને સમજે અને પોતાનું સમજે. મારા જીવનના દરેક નિર્ણયમાં મને પ્રોત્સાહન આપે અને મારી સાથે ઊભો રહે. 

"મારા જીવનસાથીનું રૂપ એવું હોવું જોઈએ કે, લોકો અમારી જોડીને જોયે અને કહે કે, ‘વાહ! આ તો પરફેક્ટ જોડી લાગે છે.’"

એ સાદા કપડાં પહેરતો હોય, ફોર્મલ્સમાં વધુ આરામદાયક હોય.

એ સુંદર હોય, પણ એ સુંદરતા એની અંદરથી પ્રગટ થવી જોઈએ.

એની આંખોમાં એવી તીવ્રતા હોય કે મને જોતા જ સમજાય કે એ મારી દરેક ભાવના સમજવા માટે તત્પર છે.

મારા પરિવાર માટે પણ એના મનમાં તે જ પ્રેમ અને સંભાળ હોવી જોઈએ, જે એ પોતાના માતા-પિતાના અને ભાઈ-બહેન માટે રાખે છે. જેમ તે પોતાના પરિવારનું ધ્યાન રાખે છે, તેમ તે મારી મમ્મી અને મારા ભાઈ-બહેન માટે પણ સમાન લાગણી અને જવાબદારી ધરાવે.

મારા અને એના સંબંધમાં એક સ્નેહભર્યું બંધન હોય:

જો હું હસી રહી હોઉં, તો એ મારાં હસવા પાછળ નું દુઃખ સમજી જાય.

જો હું ચુપ છું, તો એ મારા ચૂપ રહેવા પાછળ નું કારણ સમજી જાય..

જો હું ગુસ્સે થાઉં તો એ મારા ગુસ્સા પાછળ નો પ્રેમ સમજી જાય ...

જો હું કંઈ કહું નહિ, તો એ મારા મનની વાત મારા ચહેરાથી વાંચી જાય

અમે બન્ને સાથે જીવન જીવીએ જ્યાં એ મારા પર ક્યારેય ગુસ્સો ન કરે, પણ મને પ્રેમથી સમજાવે. જ્યારે પણ હું કંઇક ભૂલ કરું તો એ મારા પર ગુસ્સો કરવાના બદલે મને શાંતિ થી સમજાવે...મારી પરેશાની માં પણ હંમેશા મારો સાથ આપે.

મારું જીવનસાથી મારી દરેક નાની-મોટી વાતનું ધ્યાન રાખે. મારે મારો સાથીદર એક “ગૂડ લિસનર” જોઈએ છે, જે મારા રોજિંદા વિચારો અને મારી નાની-નાની વાતોને પણ ધ્યાનથી સાંભળે. એ મારી silly વાતોમાં પણ રસ રાખે અને મજાકે-મજાકે મારા દિવસને અનોખો બનાવી દે. એ મારા જોડે મજાક કરે પણ ક્યારેય મારી મજાક ના બનવા દે... એ મને ખૂબ પ્રેમ કરે અને એક નાના બાળક ની જેમ રાખે....મારા નખરા ઉઠાવે....

મારા ભવિષ્યનાં સાથી માટે કંઇક:

હુંતો સાદી છબી છું, તું રંગ ભરી દેજે,

મારા અંદર ફૂલશે પ્યાર, બસ સાથ તું આપી દેજે.

મારા શબ્દોથી વધુ તારા મૌનને સાંભળી લઉં,

મારાં આંસુઓનો અર્થ તું ઊંડાણથી સમજાવે દેજે.

 મારો સાથી કોઈ “પરફેક્ટ” વ્યક્તિ નહીં, પણ મારા માટે “સાચી” વ્યક્તિ હોવી જોઈએ. શું હું એવા વ્યક્તિને મળી શકીશ? "કોઈ એવો સાથી, જે મારા અને મારા પરિવારના પ્રત્યેક સભ્ય માટે પ્રેમ અને સમર્પણ આપી શકે?"

આંખોના સપનામાં જે ચહેરો રે’તો હતો,

જેમ છતાં અજાણ્યો લાગતો હતો.

મારે માટે સાથીદારીની વ્યાખ્યા લખી ગયો,

મને એ જ પ્રતિબિંબ મારા જીવનસાથીમાં જોઈતું હતું.

હવે પ્રશ્ન એ છે, શું મને આ બધું સમજી શકતો સાથીદાર મળશે?

શું મને એવો સાથી મળી શકશે, જે મારા દરેક દુ:ખ-ખુશીનો સાથ નિભાવશે?

મારી રાહ જોતી આ ઇચ્છાઓ અને સપનાઓ શું કોઈ રિયલ જીવનમાં પૂરી કરી શકશે?

જ્યારે કૃપાલીએ તેના વિચારો પૂરા કર્યા, તો યૂગ થોડીવાર મૌન રહ્યો. તે કૃપાલીની લાગણીઓ અને અભિપ્રાયને ગૂંથીને સમજતા, તે ચિંતન કરતો થયો. પછી એણે કહ્યું:

"તારા વિચારો મને બહુ ગહન લાગ્યા. એ માટે એક એવી વ્યક્તિ જોઈએ છે, જે પોતાની આસપાસના બધા સંબંધોને સમજતા, પ્રેમથી આદર કરતો હોય. અને મને લાગે છે કે એ વાત તે સાચી રીતે કહી છે - સાચો સાથી એ જ હશે, જે ફક્ત તને નહીં, પરંતુ તારા પરિવારને પણ તેના હૃદયમાં સ્થાન આપશે. એનો પ્રેમ માત્ર તને જ નહીં, પરંતુ તારા પરિવારમાં પણ વ્યાપી જશે."

થોડું ઉમેરતા યુગે કહ્યું "દરેક છોકરીના સપનામાં એ સાથી હોય છે, જે તેને પૂર્ણ કરે.

જે એને સમજશે, પ્રેમ કરશે અને એના જીવનના દરેક પડાવ પર સાથ આપશે.

હંમેશા વિશ્વાસ રાખજે, તું તે બધા માટે લાયક છે, જે તારા માટે લખાયું છે.

પ્રેમ તારા જીવનમાં ચોક્કસ આવી જશે, ખરેખર ખાસ રીતે."

આ શબ્દો કૃપાલીના દિલમાં આશાનું દીપ પ્રગટાવી ગયા.

યૂગે મૌનમાં આગળ વધતા કહ્યું, "મારા માટે તો, તું જે સાથીની કલ્પના કરે છે, તે એવી વ્યક્તિ હોવી જોઈએ જે તારા સપનાનો સાથી બનીને તેનાં મૂલ્યો અને લાગણીઓને સાચવી શકે.

પછી યૂગે એક ઊંડી શ્વાસ લઈને કૃપાલી તરફ જોઈને કહ્યું, "હું તને શ્રેષ્ઠની શુભકામનાઓ આપું છું. એવી જ વ્યક્તિ તને મળે, જે તારી લાગણીઓ અને વિશ્વને સંપૂર્ણ રીતે સમજી શકે. તારી દરેક ઈચ્છા અને સ્વપ્ન પૂર્ણ થાય, અને તું એ સાથી શોધી લે, જે તને હંમેશા ખુશ રાખે."

આ કહ્યું પછી, યૂગે કૃપાલી સાથે એ વાતચીતને એક મીઠી અને ગહન સ્પર્શ સાથે પુરી કરી.

~R B Chavda ✍🏻