Think Different in Gujarati Moral Stories by I AM ER U.D.SUTHAR books and stories PDF | થિંન્ક ડિફરન્ટ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

થિંન્ક ડિફરન્ટ

"થિંન્ક ડિફરન્ટ"

"થિંન્ક ડિફરન્ટ"  એટલે  કારર્કિદી  ક્ષેત્રે  સફળતા  અપાવતું  અતિ મહત્ત્વનું પરિબળ મારા એક લેખમાં મે “કારર્કિદી જીવન નિર્માણનો પાયો નાખવાની એક અનોખી શરૂઆત' ના વિષય સાથે મારા કારર્કિદી અંગેના વિચારો, આપ સૌ સમક્ષ રજૂ કર્યા હતાં. હવે “થિન્ક ડિફરન્ટ" ના વિષય થકી કારર્કિદીમાં સફળતા અંગેના મારા વિચારો રજૂ કરી રહ્યો છું. હકીકતમાં “થિંન્ક ડિફરન્ટ" એ એપલ કંપનીની સ્થાપના કરીને વિશ્વમાં કોમ્પ્યુટર ક્રાંતિ કરનારા સ્ટીવ જોબ્સે આ સૂત્ર આપ્યું છે. એનો મતલબ એમ થાય છે કે બીજાઓ કરતાં કંઈક અલગ રીતે વિચારો, સ્ટીવ જોબ્સનું આ સૂત્ર સફળતાનો મંત્ર છે અને આજના આ સ્પર્ધાત્મક જગતમાં સફળ કરિયરનો પણ સુવર્ણ મંત્ર છે. આજે દુનિયા ઘણી બદલાઈ ગઈ છે. અને તેના લીધે જ કરિયર વિશેના વિચારો પણ બદલાઈ રહ્યા છે.

એક સમય હતો કે જયારે કરિયરની વાત નીકળે ત્યારે લોકો ફક્ત ઉચ્ચ હોદ્દાની કે સરકારી નોકરીની જ વાતો કરતાં અને એવું જ સમજતાં કે સારી એવી મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કે સરકારી નોકરીમાં હોઉં તેને જ સાચી સફળતા કહેવાય છે. અથવા તો ડૉકટર કે એન્જીનીયર કે ચાર્ટર્ડ એકાઉન્ટ જેવા પ્રોફેશનલ તરીકેની કરિયર જ શ્રેષ્ઠ મનાતી એ પછી જેમાં એમ.બી.એ. થઈને કોઈ મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર પસંદ થવું કે પછી આઈ.ટી. પ્રોફેશનલ બનીને કોઈ મોટી કંપનીમાં કામ કરવું વગેરે વગેરે... પણ આજના આ સ્પર્ધાત્મક સમયમાં બધા લોકો તો કંઈ સરકારી નોકરી મેળવી શક્તા નથી કે નથી ડોક્ટર, એન્જીનીયર કે સી.એ. બની શકતાં. ઉપરથી દેશમાં બેરોજગારીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જ જાય છે. અને ઘણાં શિક્ષિત યુવાનો બેરોજગાર બનીને ફર્યા કરે છે. આવા જ સમયે કામ લાગે છે આ “થિંન્ક ડિફરન્ટ” ની થીયરી......

આજે જયારે એજયુકેશન સીસ્ટમમાં કોમ્પ્યુટર ક્રાંતિ આવી ગઈ છે. લોકો શિક્ષિત થવા લાગ્યા છે અને જયારે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની સવલતને લીધે એક માઉસની કિલકે આખી દુનિયાને ઘેર બેઠા જોઈ શકે છે ત્યારે આ બધા વિચારો જ બહુ જુનવાણી જેવા લાગે છે અને કરિયર આ બધા વિચારોના દાયરામાંથી મુક્ત થઈ ગયું છે. આજે દુનિયા એક સાચા અર્થમાં એક “ગ્લોબલ વિલેજ” બની ગઈ છે. ને તેના કારણે આપણને કરિયરના પુષ્કળ વિકલ્પો ઉપલબ્ધ થયા છે. જેની કદાચ દશ વર્ષ પહેલા કોઈએ કલ્પના પણ નહી કરી હોય આજે એવા અનેક ક્ષેત્રો છે. જેને એક સમયે કદાચ લોકો કરિયર માટેનો વિકલ્પ તરીકે જોતાં પણ ન હતાં અને હવે તેમાં પણ આજે કરિયર બનાવી શકાય છે અને ફક્ત કરિયર જ નહી પણ કરિયર બનાવવાની ની સાથે તેમાં સફળ થઈ શ્રેષ્ઠ કારર્કિદીનું નિર્માણ પણ કરી શકાય છે અને જે લોકો ફકત કોઈ એક કારર્કિદી પાછળ જ આસપાસનાં લોકોનું આંધળુંકરણ કરીને દોડયા કરે છે. એવા લોકો માટે એક સારૂ એવું સફળતાનું ઉદાહરણ પણ પુરું પાડી શકાય છે.

આજે કરિયરના વિકલ્પો વધ્યાં તો તેની સાથે સાથે કરિયરના કેન્દ્ર બિંદુ પણ બદલાયાં છે. પહેલાં શિક્ષણએ છે. કરિયર માટેની પહેલી જરૂરીયાત હતી. અને એ ખૂબ જ અનિવાર્ય મનાતું હતું અને સારી ડિગ્રી સારી કરિયર માટે જરૂરી મનાતી. એક સમય એવો હતો કે જેમાં તમને કોઈ એક સારી ઈન્સ્ટિયુશનમાં એડમિશન મળ્યું કે તમારા માથે કોઈ  સારા ઈન્સ્ટિટયુશનનો સિક્કો વાગે એટલે તમને સારી નોકરી મળે જ,બાકી સારી નોકરી ના જ મળે એવું મનાતું. પણ હવે સ્થિતિ થોડી બદલાઈ છે. કરિયરમાં શિક્ષણ તથા ડિગ્રીના બદલે આઈડિયાએ સ્થાન લીધું છે. જો તમારી પાસે સારી ડિગ્રી અને સારૂ શિક્ષણ હશે. પણ રોજિંદા જીવનમાં આવેલી કોઈ મુશ્કેલી કે કામમાં આવતી પ્રોબ્લમને દૂર કરવા માટે જો તમારી પાસે કોઈ સારો આઈડિયા કે પછી કંપનીની ઉન્નતિમાં તમારી પાસે કોઈ આઈડિયા નહી હોય તો તમારી ડિગ્રી કે ઉચ્ચ શિક્ષણનું કોઈ જ મૂલ્ય નથી અને આજ બેઝિક થિંકીંગ પર આજની કંપનીઓ પોતાની કંપની માટેના કર્મચારીઓની પસંદગીના ઈન્ટરવ્યુંમાં તમારી બેસિક કૌશલ્યતાનો ટેસ્ટ લે છે. અને એટલે જ આજે દેશ-દુનિયાની તમામ કંપનીઓ એક સારા આઈડિયાને મહત્ત્વ આપી રહી છે. એક આઈડિયાના જોર પર કરિયર બને છે અને આઈડિયાની જોર પર જ મોટા મોટા  સામ્રાજયો બને છે એક સારો આઈડિયા એટલે કે બીજા લોકો કરતાં કંઈક અલગ રીતે વિચારવાની ક્ષમતા અને જે લોકો બીજા કરતા અલગ રીતે વિચારી શકે છે તે જ સફળ થાય છે. એટલે જ આજનો મારો વિષય છે. “થિંક ડિફરન્ટ”

હવે એ પ્રશ્ન એ છે કે શું ઈમ્પોર્ટન્ટ છે ?  નાની કંપનીમાં કે ડિપાર્ટમેન્ટમાં ડિરેકટલી ઉચ્ચ હોદ્દા પર બેસવું કે પછી મોટી કંપની કે ડિપાર્ટમેન્ટમાં નીચલા હોદ્દા પરથી પ્રમોશન લેતા લેતા ઉચ્ચ હોદ્દા પર પહોંચવું. વિસ્તૃત શોધ  કર્યા પછી અંતે એ તારણ મળ્યું કે જયારે કોઈ મોટી કંપની કે ડિપાર્ટમેન્ટમાં નીચેના હોદ્દા પરથી શરૂ થઈ તે કામ કરતાં કરતાં સમયની સાથે સાથે પ્રમોશન લઈને જયારે ઉચ્ચ હોદ્દા પર પહોંચીએ છીએ ત્યારે જે અનુભવ લઈને સફળતા મેળવીએ છીએ તેનો આનંદ જ કંઈક અલગ હોય છે  જે સીધા જ કોઈ નાની કંપનીમાં ઉંચા હોદ્દા મેળવેલ આનંદ કરતાં પણ વધારે છે જેમાં તમારી પાસે અનુભવની ખોટ વર્તાય છે અને હવે તો એવું પણ રહ્યું નથી કે તમે નીચેના હોદ્દા પરથી ઉપર સુધી ના પહોંચી શકો. જો નીચેના હોદ્દા પર કામ કરતાં કરતાં તમારી પાસે જો સારો એવો આઈડિયા હોય જે તમારી કંપની કે ડિપાર્ટમેન્ટની પ્રગતિમાં અમૂલ્ય ભાગ ભજવી શકે તો તેમાં પણ તમને સારો એવો હોદ્દો પ્રાપ્ત થઈ શકે છે. મતલબ એમાં પણ તમારો આઈડીયા જ કામ કરી જાય છે.

આમ અલગ રીતે વિચારવાની ક્ષમતા કેવો ચમત્કાર કરી શકે છે અને કેવું કરિયર બનાવી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ વિશ્વમાં ઘણી કંપનીઓએ બતાવ્યું છે. જેમાનું એક ઉદાહરણ આપું તો તે વિશ્વમાં સૌથી મોટી ઓનલાઈન માર્કેટીંગ કંપની એમેઝોનનું છે. એમેઝોનની સ્થાપના જેફ બેઝોસે કરી હતી. બેઝોસ પ્રિન્સટાઉન યુનિવર્સિટીમાંથી ગ્રેજયુએટ થયાં અને વોલસ્ટ્રીટમાં કોમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રમાં કામ કરતાં હતાં. બેઝોસે ઘણી મોટી મોટી કંપનીઓમાં કામ કર્યું. તે પછી ડીઈ. શો એન્ડ કંપનીમાં વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતાં હતાં. બેઝોસની નોકરી ખુબ સરસ હતી સાથે સારો એવો પગાર મળતો અને જિંદગી એકદમ સુખમય રીતે પસાર થતી હતી કોઈ જ તકલીફ ન હતી તેને બીજી કરિયર વિશે તો વિચારવાની જરૂર શુધ્ધા પણ લાગતી ન હતી. પણ એક દિવસ બેઝોસને કોમ્પ્યુટર સાયન્સને લગતી એક બુકની જરૂર પડી તે ન્યુયોર્કમાં રહેતા, ને ત્યાં તપાસ કરી તો ક્યાંય બુક મળી નહી. તે ન્યુયોર્કના તમામ બુક સ્ટોરમાં ફરી વળ્યાં પણ એ બુક ના જ મળી અને ના મળવાને લીધે તેઓ હતાશ થઈ ગયા કારણ કે એ બુક વિના એમનું કામ અટકી ગયું હતું અને એ જ હતાશામાંથી એમને એક આઈડીયા આવ્યો કે જે રીતે પોતાને એક ચોક્કસ બુકની જરૂર હતી તે રીતે આ વિશ્વમાં ઘણા એવા લોકો છે જેઓનું કામ કોઈના કોઈ વસ્તુના લીધે અટકી પડતું હશે અને એ લોકો પણ આમ મારી જેમ જ નિરાશ થઈ જતાં હશે અને એ લોકોના કામ પણ અટકી જ જતાં હશે ને ? તેણે આ વિશે વિચારવા માંડયું ને તેમાંથી તેને એક વિચાર આવ્યો કે આંગળીના એક ટેરવે કોઈ પણ બુકની માહિતી મળી રહે અને તે ખરીદી શકાય એવો બિઝનેશ કર્યો હોય તો ચોક્કસ સફળ થાય અને તેણે તરત જ એ વિચાર અમલમાં મૂક્યો ને નોકરી છોડી દીધી. ૧૯૯૪માં તેણે કેડેબ્રા નામે એક કંપની શરૂ કરીને ઓનલાઈન બુક સ્ટોર શરૂ કર્યો એ વખતે અમેરિકાની સુપ્રિમ કોર્ટનો એક ચુકાદો આવ્યો હતો કે જે ઓનલાઈન રીટેઈલર કંપની ફિઝિકલ પેઝન્સ ના ધરાવતી હોય એ કંપની સેલ્સ ટેક્સ ના લઈ શકે અને બેઝોસે પણ તેનો ફાયદો લીધો અને પોતાનો ઓનલાઈન સ્ટોર શરૂ કરી દીધો. બેઝોસનો આ આઈડીયા કામ કરી ગયો તેઓનો ઓનલાઈન બુક સ્ટોરને જંગી સફળતા મળી અને સમય જતા ધીરે ધીરે બેઝોસે બીજી બધી ચીજો પણ ઓનલાઈન વેચવા માંડી ને તેને પણ એટલી જ સફળતા મળી. આજે આ કંપની વિશ્વમાં એમેઝોન નામથી પ્રખ્યાત છે. જેને આપ સૌ જાણતાં જ હશો. એક પુસ્તક ના શું મળ્યું કે તેમાંથી સર્જેલા એક વિચારે એમેઝોન જેવું મહાન સામ્રાજય રચી દીધું. આ હતી એક આઈડીયાની તાકાત એમેઝોન જેવી જ બીજી અનેક કંપનીઓ છે. જેમ કે ચીનની અલીબાબા, એમેઝોનની ભારતીય આવૃત્તિ જેવી ફિલપકાર્ટ વગેરે....

પણ હું તમને એમ નથી કહેતો કે અલગ રીતે વિચારવાની ક્ષમતાથી તમે નવો બિઝનેશ જ કરો અને સફળ થાઓ. નવો બિઝનેશ કરવો અને તેનાં સફળ થવું એ તમારી કોઠાસૂઝને તમારી આવડત પર નિર્ભર છે. પણ તમારામાં અલગ રીતે વિચારવાની ક્ષમતા હોય તો તમે તમારા પરંપરાગત બિઝનેશમાં પણ સફળ થઈ શકો છો. અને આજે તો તમારી પાસે કમ્પ્યુટરને ઈન્ટરનેટની તાકાત તમારા હાથમાં છે. જો તમે તેનો ઉપયોગ સારી રીતે તમારા કામ માટે કરશો તો પછી સફળતાથી તમને કોઈ દુર નહી રાખી શકે. આજે વિશ્વની જેટલી પણ મોટી મોટી કંપનીઓ છે જે એક માત્રને માત્ર સારા આઈડીયાની જ દેન છે. અને તેની સ્થાપના કરવાવાળા લોકો પણ કોઈ જન્મથી જ મોટા માણસ ન હતાં. તેઓએ પણ પ્રથમ પોતાનું કરિયર એક સામાન્ય નોકરીથી જ શરૂ કર્યું હતું અને કામ કરતાં કરતાં અનુભવની સાથે કંઈક અલગ કરવાની ચાહના સાથે સફળતા પ્રાપ્ત કરીઅને પોતાની  અલગ વિચાર શક્તિથી પોતાના અલગ સામ્રાજયોની સ્થાપના કરી છે અને જીવનમાં સફળતાં પ્રાપ્ત કરવાની સાથે જ ઉચ્ચ હોદ્દા પ્રાપ્ત કર્યા છે.

જો આ લોકોએ બીજા કરતાં અલગ ના વિચાર્યું હોત તો તેઓને આજે કોઈ ઓળખતું પણ ના હોત ને તેઓ આજે આ સ્ટેજ સુધી પહોંચી જ ના શક્યા હોત. આ તો માત્ર કેટલાક ઉદાહરણ જ હતાં. પણ આ બધામાં મારો કહેવાનો મુખ્ય હેતુ તો ફકત એક જ છે કે તમે ભલે ગમે તે કામ કરો. ચાહે એ નાનું હોય કે પછી મોટું પણ જો તમે તેને ખૂબજ રસ દાખવીને અને અલગ રીતે પુરુ કરવાની ચાહથી અલગ વિચારસણીથી કરશો તો તમે પણ ચોક્કસ સફળ થશો અને તમારું પણ એક અલગ કરિયર બનાવી જ શકશો. કારણ કે તમે જ તમારી જિંદગીના એક માત્ર આર્કિટેકટ છો.......