Jill Zara - 9 in Gujarati Magazine by Komal Mehta books and stories PDF | જીલે ઝરા - ૯

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

જીલે ઝરા - ૯

સવાર...

ઊગતા સૂર્યદેવ ની સાથે આપણી સવાર થાય છે અને આથમતા સૂર્યદેવ નિસાથે આપણી સાંજ પડી જાય છે. 

આ સવાર થી સાંજ ના સમયગાળા દરમિયાન આપણા જીવનમાં કેટલી ઉથલ પુથલ આવી જતી હોય છે. ક્યારે કોઈ દિવસ અઢળક ખુશી તો ક્યારે થોડું માઠું લાગી જવું.

સવારે ઊઠતાં ની સાથે કેટલી બધી જવાબદારી યાદ આવે છે, પૂરો દિવસ જવાબદારી નિભાવતા નિભાવતા સાંજ પડી જતી હોય છે, અને સાંજે ઘરે આવતા ઘરની જવાબદારી આવી જતી હોય છે, જીવન છે જવાબદારી પણ રહેવાની છે, તો આપણે એવામાં પોતાના માનસિક સ્વાસ્થ માટે શું કરીએ છે, તમે વિચાર્યું છે તમે શું કરો છો, આપણા જીવનમાં આપણે તણાવ મુક્ત રહેવું જોઈએ તો તણાવ મુક્ત રહેવા માટે કોઈ પ્રયત્ન કર્યા છે ખરા તમે! જો નથી કર્યા તો કરવા જોઈએ.


તણાવ મુક્ત જીવન ને જીવવા માટે આપણે આપણા માનસિક સ્વાસ્થ ને સ્વસ્થ રાખવું અનિવાર્ય છે અને માનસિક સ્વાસ્થ સ્વસ્થ જળવાઈ રહે તેની માટે આપણે દરરોજ, થોડું ચાલવું જોઈએ, થોડી કસરત કરવી જોઈએ અને ત્રીજું કે પોતાને ગમતી પ્રવૃતિ માં મન ને પરોવાયેલું રાખવું જોઈએ. મન જ્યારે ગમતી પ્રવૃતિ કરે છે ત્યારે આનંદ અનુભવે છે, જો મનગમતી પ્રવૃતિ માટે આપણી દિનચર્યા માં થોડો સમય આપણે નીકળવો જોઈએ.


⏳સૌથી પહેલા આપણે આપણું સમયપત્રક બનાવવું જોઈએ, જેમાં કયા સમયે તમે કયું કામ નક્કી કરો છો એ હિસાબ પ્રમાણે આપણે ચાલવું જોઈએ.

⏳સમય ક્યાં કોઈના માટે રોકાયો છે તો રોકાશે માટે આપણે દરેક પ્રવૃત્તિ ને માટે સમય ને ફાળવવાનો રહ્યો સાહેબ. જ્યારે સમય સાથે આપણે આપણું કામ કરીએ છે તો આપણને પણ એક સંતોષ નો અનુભવ થાય છે.

⏳24 કલાલ માંથી પોતાના માટે માત્ર 1 કલાક નીકળો, આ સમય દરમિયાન તમે થોડી કસરત કરો, 40 મિનિટ બચેલી 20 મિનિટ ધ્યાન ધરો એટલે કે (Meditation) કરો. 

⏳ આપણે સૌ જાણીએ છે કે આપણે જીવનમાં કયા કામ આપણી દિનચર્યા માં કરવા અનિવાર્ય છે માટે પોતાના રોજિંદા જીવન માં ધ્યાન ધરવાનો મહત્વ આપો.

⏳ખુશ રહેવા માટે પણે બધા જાણીએ છે કે શું કરવું જોઈએ...

❌જતું કરવું પડશે...

❌માફ કરવું પડશે.....

❌ નકારાત્મક વિચારો ને રોકવું પડશે

❌જીવન માં જે આપણા હાથ માં નથી વસ્તું એનો સ્વીકાર કરવોજ પડશે.

❌જીવન આપણા હિસાબે નહીં ચાલે માટે આપણે માત્ર આપણું કર્મ કરતા રહેવું પડશે.

💛 આત્માં ને હંમેશા પ્રફુલિત રાખવું પડશે અને ખરેખર આત્માં ને સૌથી વધારે સંતોષ ક્યારે મળે છે જ્યારે તમે કોઈને થોડી મદદ કરી દેતા હો છો.

❤️ મદદ માત્ર પૈસા થી થતી નથી , દરેક મનુષ્ય એકબીજાને મદદ કરતો જ હોય છે પણ એ જાણતો નથી કે એ કઈ રીતે કરે છે.

🤍 સાવભાંગી પડેલા મનુષ્ય માં સાહસ આપવાનું કામ સૌથી મોટું છે કેમ કે આજે દુનિયા મનુષ્ય ને તોડવા માટે સૌથી પહેલાં એના સાહસ પર એના કડવા શબ્દો થી આક્રમણ કરે છે અને ખરેખર કૌ છું કે શબ્દો જો માણસ ના સાહસ ને 
ચખનાચૂર કરી શકે છે તો આ શબ્દો જ માણસ ને સાહસ પાછું આપી શકે છે માટે શબ્દો નો ઉપયોગ સમજી વિચારી ને કરવો જોઈએ.

🤍મદદ નું એક સ્વરૂપ એ પણ છે કે તમે શાંતિથી બસ સામેવાળા ની વ્યથા અને એની કથા ને સાંભળો છો. 

🤍મદદ નું સ્વરૂપ એ પણ એક છે કે આંગળી ચીંધ્યા નું પણ પૂણ્ય તમે કમાઈ શકો છો.

🤍 તમારી વાણી માત્ર થી પણ લોકો ને એક શાંતિ નો અનુભવ કરી શકે છે, વાણી ને બહુ સાફ રાખો, અંતર આત્મા માં કોઈ મેલ ન રાખ્યા વગર આપણા પાસે જે સારું છે એ આપણે વહેંચીએ છે બીજાને એ પણ મદદ નો એક પ્રકાર છે.

આપણે જીવન માં કંઈક આપવા આવ્યા છે, આપણા કર્મો થી આપણે સમગ્ર સૃષ્ટિ ને કઈ ને કઈ અપાઈએ છે અને લઈએ પણ છે.


માટે જીવન માં ખુશ રહેવાના કારણો શોધવા જોઈએ અને હંમેશા હકારાત્મક વલણ થી જીવન ને વ્યતિત કરવું જોઈએ.