Aaspaas ni Vato Khas - 3 in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | આસપાસની વાતો ખાસ - 3

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

Categories
Share

આસપાસની વાતો ખાસ - 3

2.ઓનલાઇન ઓફલાઈન

મા ને  થેલી અને પર્સ લઇ જતી  જોઈ દીકરાએ પૂછ્યું કે તે  આટલી ઉતાવળમાં ક્યાં જાય છે. મા એ કહ્યું “બસ,  આ નજીકમાં જ. અમુક ખરીદી  કરવા જલ્દી જવું પડશે. નહીં  મળે તો દૂર પણ જવું પડશે.”

દીકરાએ કહ્યું “તું ઘણું કામ કરે છે. આટલે દૂર ચાલીને જવું રહેવા દે. અમુક કામ પતે  એટલે હું પોતે જઈ આવીશ. થોડો સમય આપ.“

માએ  પોતે મંગાવતી હતી તે વસ્તુઓનું લીસ્ટ  દીકરાને પકડાવી  તેને અમુક ખરીદી કરી લાવવા કહ્યું.

દીકરો કોઈ કામમાં હતો પણ તેણે ના પાડી નહીં.

કામ લાંબુ ચાલ્યું. આખરે દીકરો કહે "અરે મા, આજકાલ તો ઓનલાઇનનો જમાનો છે. બધું ઘર આંગણે આવી જાય. મોટી કંપનીઓ આ  જ રીતે ધંધો કરે છે. શા માટે દુકાન કે મોલ સુધી લાંબા થવું પડે?  બોલ શું મગાવવું છે?" દીકરાએ કહ્યું.

"બેટા, ઓનલાઇન બધું મળે ને સસ્તું પણ મળતું હશે એ  સાચું. પણ જે ગલીને નાકે  ધંધો કરનારને  આપણી જરૂરિયાતની ખબર હોય એવી ઓનલાઇનવાળાઓને ન હોય. એ બધા આપણને અને આપણે એમને કાયમ ઓળખતાં હોઈએ એટલે ઘણો ફેર પડે. બીજું, ઘણી ખરી વસ્તુઓ રૂબરૂ જોઈએ તો જ ખબર પડે કે લેવી કે નહીં." માએ દલીલ કરી.

"તું જુના જમાનાની વિચારસરણી છોડીશ નહીં. તને શોખ છે તો ઉપાડ થેલો ને લઈ આવ. વજન  તારે ઊંચકવું પડશે. ચાલ, આજે તો હું જઈ આવીશ પણ ઓનલાઇન મગાવી આપું તો?"

 

માએ પુત્રનું મન રાખવા ઓનલાઈન લીસ્ટ મોકલ્યું. ડિલિવરી ત્રીજે દિવસે થવાની છે તેવો સંદેશ મળ્યો.

મા જોઈ રહી. “ત્રણ દિવસ! મોદી તો ઓર્ડર લખાવું કે અર્ધા કલાકમાં મૂકી જાય છે!” તેણે કહ્યું.

"ચાલશે. શું ખાટું મોળું થઈ જશે? માલ  ત્રીજે દિવસે તો આવી જ જશે. તું આરામ કર. અત્યારે તો ઘેર બેઠે ગંગા નો જમાનો છે."

બે દિવસ અમુક વસ્તુઓ વિના ચલાવવું પડે! સદ્ભાગ્યે માએ સાવ તળિયું આવી જાય ત્યાં સુધી રાહ જોઈ ન હતી. માલ ઓનલાઇન મંગાવીને આવી જાય ત્યાં સુધી ગાડું  ગબડી જાય એમ હતું.

માએ કામમાં જીવ પરોવ્યો અને દીકરો પોતાના કામે ચાલ્યો ગયો.

રાત્રે પુત્રને પેટમાં જોરદાર ચૂંક ઉપડી. દસ વાગેલા. પુત્રએ ઓનલાઈન મેડીસીન  મોકલતી સાઈટ જોઈ પણ દુખાવો વધતો ચાલ્યો.  મેડીસીન પણ કાલે સાંજે આવે તેમ હતી. પુત્ર અમળાતો, કણસતો પડ્યો રહ્યો.

પુત્રને સુવાડી મા ડગુમગુ પગે પણ દોડતી નજીકના મોદીની દુકાને ગઈ અને હીંગ લઈ આવી. તરત ગરમ કરી પુત્રના પેટ પર ચોપડ્યું. પુત્રને તરત રાહત થઈ. તે ઘસઘસાટ સુઈ ગયો. 

સવારે ઉઠીને કહે "મા, હું  ઓનલાઇન ઓર્ડર કેન્સલ કરું છું. આપ લીસ્ટ. ઓફીસ જતા પહેલાં  બધું મુકતો જઈશ. 

ઓનલાઇન તો ત્રીજે  ચોથે દિવસે આવે જ્યારે આપણને  ક્યારેક તરત જ જરૂર પડે.  એ વખતે શું કરવું એનો કાલે  અનુભવ થઈ ગયો. બધે ઓનલાઇન થી ન ચાલે એ વાસ્તવિકતા હું સમજ્યો."

"સારું થયું. બેટા, તું  ખાલી આ લીસ્ટ  મોદીની દુકાને આપતો જા. તું જઈશ ને કલાકમાં મૂકી જશે. બીચારાને ધંધો પણ થશે. તારું ઓનલાઇન સસ્તું હશે પણ બધું ફોટા જોઇને મગાવીએ એવું જ આવે એ જરૂરી નથી. આપણી જરૂરિયાત આપણા નજીકના વેપારીઓને ખબર હોય એટલી અજાણ્યાને થોડી હોય? ઓનલાઇન નો જમાનો આવી રહ્યો છે તે સારું છે, દૂર બજારમાં  ભીડભાડમાં જવા  કરતાં. પણ રોજિંદી વસ્તુઓ માટે આપણે આ નાના વેપારીઓ પર અને તેઓ આપણા ઉપર જ નભે છે. એમને પ્રોત્સાહન આપીએ તો તેઓ બમણા ઉત્સાહથી આપણું રાખશે.

હા, દીકરા, ઓનલાઇન મારો ધક્કો બચાવશે,  સસ્તું પણ પડશે એટલે અમુક વસ્તુ જરૂર તને કહી મગાવશું પણ  કાયમ તો ઓફ લાઈન જ આપણો સહારો."

**