પસ્તાવો
નીતાબેન રોજનાં નિત્યક્રમ મુજબ પોતાના કામે લાગી ગયા છે. રસોડામાં શાકનો વઘાર કરતા કરતા તેમને એક વિચાર આવે છે.
"હું માનવીને સાચું સાચું કહી દઉં એના કરતા કેવિનને જ આ ઘરમાં આવવાની ના પાડી દઉં તો. ના કેવિન આ ઘરમાં આવશે. કે ના મને અને માનવીને તેની કોઈ યાદ આવશે, પણ સીધી રીતે કેવિનને કેવી રીતે કહું?" નીતાબેન વિચારોનાં વાયરામાં ફન્ટાવા લાગ્યા છે.
"મમ્મી... મમ્મી... શું બનાવે છે?" માનવી ખભા પર ફેલાયેલા વાળનો અંબોળો વાળતા તેની મમ્મીને પૂછે છે. શાકનો વઘાર કરવામાં વ્યસ્ત તેની મમ્મી કંઈ જવાબ આપતી નથી. માનવી કિચનમાં એક નજર ફેરવી લે છે.
"મમ્મી ખબર છે ને આજે રવિવાર છે. આજે કેવિન જમવા આવવાનો છે. તો તેની ફેવરિટ ભીંડીની સબ્જી બનવવાનું ભૂલતી નહીં તે કહેવા આવી છું."
"હા બીજું કંઈ?"
"હં...ના બીજું કંઈ નહીં. અને હા કેરીનો રસ તું કહેતી હતીને."
" હા લે આ કેરીઓ જઈને શમારી આપી જા પછી હું રસ કાઢી દઉં." નીતાબેન ફ્રિજમાંથી કેરીઓ કાઢીને માનવીને આપે છે.
***
"શું વાત છે બ્રો આજકાલ કંઈક અલગ જ મસ્તીમાં રહો છો. શું વાત છે?" હં.. હં.. " અરીસામાં જોઈને માથામાં જેલ લગાડી રહેલા કેવિનને કૌશલ પેટમાં ગલિપચી કરતા મસ્તી કરે છે.
"અરે કંઈ નથી. બસ એમ જ." કેવીન અરીસામાં વારેઘડીયે પોતાની જાતને જોઈ રહ્યો છે.
"લાગે છે માનવી સાથે ભાઈનું ગોઠવાઈ ગયું લાગે છે." પ્રદીપ નિશાંતને આંખ મિચકારીને મજાક કરે છે.
"હા... હા.. જો તો ખરા ભાઈ કેવો મલકાઈ રહ્યો છે." નિશાંત પ્રદીપને તાળી આપી સૌ કેવિનની મશ્કરી કરી રહ્યાં છે.
" એ તો કહે કે આજે તો રવિવાર છે. તો પછી આજે ક્યાં જવા તૈયાર થઈ રહ્યો છે?" નિશાંત પૂછે છે.
"કંઈ નહીં બસ એમ જ." કેવિન અરીસા સામે ઉભો રહી હજુએ એ જ જવાબ આપે છે.
"એ નિશાંત...એ ભાઈ સાચું નહીં બોલે. મને ખબર છે એ માનવી પાસે જાય છે. ઓ કેવિનભાઈ અમારે માનવી નથી જોઈતી. મને એની મા નીતા આ... હા... શું ફિગર છે... એના હોઠ... આ... હા... બસ એની મા મળી જાય ને..." પ્રદીપનાં મોઢામાંથી નીતાબેન વિશે અભદ્ર શબ્દ સાંભળતા જ કેવિનને ગુસ્સો આવી જાય છે. તે સીધો જઈને પ્રદીપનો કોલર પકડે છે.
"એ &-#%%* તેમના વિશે એકપણ શબ્દ જો બોલ્યોને તો અહીંયા જ તને પૂરો કરી દઈશ. સમજ્યો -%**." નિશાંત અને કૌશલ પ્રદીપને કેવિનથી છોડાવે છે.
"કેવિન પ્રદીપ ખાલી મજાક કરતો હતો. તું આટલો સિરિયસલી કેમ થઈ ગયો?" નિશાંત કેવિનને ઠંડો પાડતા પૂછે છે.
કેવિન કોઈને કંઈ પણ જવાબ આપ્યા વગર ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે.
નિશાંત, પ્રદીપ અને કૌશલ તેનું આવું વર્તન જોઈને વિચારમાં પડી જાય છે.
***
માનવી ઘડિયાળનાં કાંટામાં નજર રાખીને કેવિનનાં આવવાની રાહ જોઈ રહી છે. નીતાબેન રસોઈ પુરી કરીને ડાઇનિંગ ટેબલ પર થાળી વાટકો ગોઠવી રહ્યા છે. ત્યાં તેઓ સોફા પર બેસીને કેવિનની રાહ જોઈ રહેલી માનવીનાં ચહેરા પરની ખુશી જોઈને તેમને મનોમન ઘણું દુઃખ થાય છે.
ત્યાં જ ઘરનો ડોરબેલ વાગે છે. ડોરવેલ વાગતા જ માનવી દોડીને દરવાજો ખોલે છે.
"વાહ... શું સ્મેલ આવી રહી છે. ભીંડીની સબ્જીની વાહ..." કેવિન ઘરમાં પ્રવેશ કરે છે.
કેવિન સીધો જઈને ડાઇનિંગ ટેબલ પર બેસે છે. નીતાબેન તેનાથી નજર મિલાવવાનું ટાળી રહ્યા છે. તે પોતાની જાત પર કાબુ મેળવી રહ્યા છે.
"યલ્લો શર્ટ અને બ્લેક પેન્ટમાં એકદમ હીરો જેવો લાગે છે."માનવી કેવિનનાં કાનમાં હળવેકથી વખાણ કરે છે.
"Thank you. તું અને તારી મમ્મી પણ કંઈ કમ નથી લાગી રહ્યા?" કેવિન માનવી સામે જોઈને કટાક્ષ કરે છે.
માનવી કેવિનની કમર પર ચૂંટની ખણે છે. નીતાબેન રસોડામાંથી ભીંડીની સબ્જી, દાળ- ભાત, રોટલી, કેરીનો રસ, અથાણું અને કચુંબર ડાઇનિંગ ટેબલ લાવીને મૂકે છે.
કેવિન અને માનવી પાસપાસે બેસે છે. જયારે નીતાબેન તેમની સામે બેસે છે.
"તારા મમ્મીની હાથની ભીંડીની સબ્જી જયારે જયારે હું ખાવું છું ને ત્યારે મને મારી મમ્મીની યાદ આવી જાય છે. કાશ તે પણ અહીંયા હોત! આ સબ્જીનો ટેસ્ટ ચાખવા. તો તેને પણ ખબર પડત કે તેને પણ ટક્કર આપવાવાળું કોઈ છે.છેલ્લા પાંચેક મહિનાથી તેનાં હાથનું જમવાનું બહુ મિસ કરતો હોઈશ. તેવું મારી મમ્મી વિચારતી હશે, પણ અહીંયા તેનાં કરતા પણ સારુ મારું મનગમતું ભોજન બની રહ્યું છે. તેને જયારે આ વાતની ખબર પડશે ત્યારે તે બહુ ખુશ થઈ જશે." કેવિન નજર માનવી તરફ અને ટેબલ નીચેથી પોતાના પગ નીતાબેનનાં પગને સ્પર્શ કરતા બોલે છે.
કેવિનનાં પગનો સ્પર્શ થતાં જ નીતાબેન મન પર કાબુ મેળવી પોતાનો પગ પાછો ખેંચી લે છે.
ક્રમશ :