NAVIN NU NAVIN - 6 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | નવીનનું નવીન - 6

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

નવીનનું નવીન - 6

નવીનનું નવીન (6)

  લીંબા કાબાના મકાનથી થોડે દુર રમણે એનું ઠોઠીયું સાઈકલ ઊભી રાખી એટલે નવીન ઠેકડો મારીને નીચે ઊતર્યો. સુરત આવવાના ઉત્સાહમાં નવીનનું ધ્યાન રસ્તા પર તાજા જ પડેલા પોદળા પર પડે એ પહેલાં એનો પગ પડી ચુક્યો હતો.શહેરની ગાયો કંઈ ઘાસચારો તો ચરતી નથી હોતી. ઘરઘરનો એંઠવાડ અને પ્લાસ્ટીકના કાગળો ખાઈને ઢીલા, ચીકણા અને દુર્ગંધયુક્ત પોદસનું સરળ અને હરજગહ ઉપલબ્ધ ઉત્પાદન કરતી હોય છે.

   ડગમગ ડગમગ થતા સાઈકલના કેરિયર પર ઝગમગ ઝગમગ થવાના સપના લઈને સુરત આવેલા નવીને એનું પ્રથમ પગલું પોદસકેક કાપીને નહિ પણ ચેપીને ભર્યું. નવીને ઠેકડો માર્યો હોવાથી એનો પગ લપસ્યો અને નવીન એ પોદળા પર બેસી પડ્યો. પોદળો નવીનની પૂંઠે અને પગે લીપાઈ ગયો. સવારમાં જ માખીઓને એ પોદસકેક પર પૂરતા પ્રમાણમાં પુરવઠો પ્રાપ્ત થયો હતો. નવીનના એકાએક થયેલા ઉતરાણને કારણે એ માખીઓ બણબણીને નવીનના મોં અને શરીર પર નવા ખોરાક માટે ફરી વળી.

  "મમ્મી…ઈ…ઈ.. ઓલો કોક..પોદલામાં પયડો.. ઓ…"

લીંબા કાબાની વચલી છોકરી ઓટલે બેસીને દંતમંજન કરી રહી હતી. એણે એની સગી આંખે નવીનનું 'ડાઉન ઓન પોદસ' ડાઉનલોડ કરીને મમ્મીને ફોરવર્ડ કર્યું.

   લીંબા કાબાની અતિવ્યસ્ત રહેતી વિમળાની ઊંચાઈ આકાશ તરફ વધવાને બદલે શરીરની ડાબી જમણી બાજુએ વધી હતી. નાનપણથી નીચી રહી જવા પામેલી વીમુને એના પપ્પાએ એ જમાનામાં ઊંચાઈ વધે એવી દવા કરાવેલી. એ ડોકટરે ગેરેન્ટી આપી હોવા છતાં વીમુ ઊંચી થવાને બદલે જાડી થઈ એટલે એના પિતાએ ડોકટરને મારવા લીધેલો. ત્યારે એ ડોકટર એમ કહીને છૂટી પડેલો કે મેં જે ગોળીઓ આપી હતી એ ઊભી ગળવી જોઈએ. એને બદલે તમારી દીકરીએ ગોળી આડી ગળી ગઈ હશે એટલે એની ઊંચાઈ આડી વધી છે. આમાં મારો કોઈ વાંક નથી. વગરવાંકે લડવા આવનારા તમારા જેવા લોકોને હવે હું દવા જ નથી અપવાનો!

  

  ત્યારપછી વીમુ ઊંચી થઈ શકી નહોતી. આખરે જુવાન થઈ ત્યારે કાબાપુત્ર લીંબાની નજરમાં વસેલી.

ગોળ ટીપડું ફરતું ફરતું બહાર નીકળે એમ એ ઓટલે ધસી આવી ત્યારે રમણે સાયકલ એક તરફ મૂકીને નવીનને ઊભો કરી દીધો હતો. વચલીએ ચાડી ફૂંકી દીધી હોવાથી કદાચ લીંબો પણ બહાર આવે તો ઉપાધિ થયા વગર ન રહે એ જાણતા રમણે નવીનનો થેલો એક ખભે નાંખી, બીજા હાથે નવીનનું બાવડું પકડીને ઉપર જવા માટેની લોબીમાં પહોંચાડી દીધો હતો.

   નવીનના બુટ અને પાછળના ભાગે ચોંટેલો પોદ, કોઈ પ્રેમિકા પલભરના મિલન પછી એકાએક ભાગી છૂટતા પ્રેમીની પાછળ પડતી અખડતી પીછો કરે એમ વેરણછેરણ થઈ લીંબાના ઓટલાથી શરુ થઈ લોબીમાં છવાયો. રમણે નવીનને જલ્દી દાદર ચડવા કહ્યું એટલે પોદસને લીંબાના એ મકાનમાં ઉપર જવાના દરેક પગથિયે પોતાના વાસકેન્દ્રો સ્થાપવાની તક મળી. રમણે પોતાની પાછળ છવાતા 'પોદસ તો લીલાછમ' જોઈને આવનારી ઉપાધિ પારખી હતી. ત્રીજા માળના પ્રથમ પગથિયે જ નવીનના બુટ કઢાવીને એણે હાથમાં લેવડાવ્યા. પૂંઠે ચોંટેલો જથ્થો ખરી ગયો હોવા છતાં હથેળી બગડવાની બીક રાખ્યા વગર રમણે ખરે એવો માલ ખેરવી નાંખ્યો. છેક ધાબે છેલ્લી રૂમમાં રમણનું નિવાસ સ્થાન હોવાથી છેલ્લા શ્વાસ સુધી ઝઝૂમીને સાથ આપવા માંગતા પોદસને 'કોણ લઈ આવ્યું' એ સવાલનો જવાબ નવીનને આપવો ન પડે એની કાળજી રમણે લઈ લીધી.

  "ભૂંડા ધ્યાન રાખવું જોવે. આવતાવેંત તેં તો પોદળો ચેપી નાખ્યો. મકાનમાલિક માથાભારે છે. મકાન સાફ કરાવશે. તું ઝટ લૂગડાં બદલી નાંખ.." રમણે આવનાર ઉપાધિનું અગમ ભાખતા કહ્યું.

"પણ મારે નહાવું જોશે. મારા કપડાં બગડી ગયા છે.."  નવીને દયામણું મોં કરીને કહ્યું.

  "ઠેલાંમાંથી ઝટ રૂમાલ કાઢીને ઊપડ્ય બાથરૂમમાં..આપડે દાદર ચડ્યા ત્યારે સામા બે બારણાં હતા ને ઈમાં જમણીબાજુનું બારણું બાથરૂમનું છે. ડાબીબાજુનું છે ઈ સંડાસનું છે."

"આંય રૂમમાં સંડાસ બાથરૂમ નથી?" નવીને રૂમના ચારેય ખૂણામાં નજર નાંખતા કહ્યું.

  "આંયા બધી રૂમો વચ્ચે કોમન હોય. તું જા જલ્દી નહિતર પછી કોક ગરી જાશે.." રમણે કહ્યું.

"પણ મારે પેલા બે નંબર જાવું પડશે. પછી હું બ્રશ કરું ને પછી નાવા જાઉં. ઈમ પાધરું મને નાવું નો ગમે." નવીને કહ્યું.

"પણ તારા લૂગડાં બગડેલા છે એટલે કહું છું. તું જલ્દી નાઈ લે." 

"એક કામ કરો હું પેલા બે નંબર જીયાવું.." કહી નવીન બગડેલા પેન્ટને લઈને 'જવા' ઉપડ્યો. પણ રમણ નવીનનું પોદસ ચેપીકરણ કોઈપણ હિસાબે જાહેર થવા દેવા માંગતો નહોતો.

"તું કપડાં કાઢીને હું આપું ઈ લૂંગી પહેરી લે ભાઈ.. આ પોદળો આપડી પત્તર ફાડી નાંખશે.'' 

  નવીને જલ્દી જલ્દી રમણની લૂંગી ધારણ કરી લીધી. દાદરના રમણામાં ધાબાની રૂમોના ટોયલેટ બાથરૂમ હતા. નવીન દોડાદોડ ટોયલેટ તરફ ભાગ્યો એ જ વખતે બાજુની રૂમમાંથી તાજો જ જાગેલો મનસુખ બારણું ખોંલીને લૂંગી કમરે વીંટાળતો બહાર નીકળ્યો. નવીન ટોઇલેટમાં ઘૂસે એ પહેલાં ઉતાવળ રાખીને હસું હળવો થવા બેસી પણ ગયો.

"અલ્યાભાઈ મારે જલ્દી જવું પડે એમ છે, તમે જલ્દી પતાવજો યાર.." કહી નવીન પેટ પર હાથ દબાવીને ઊભો રહ્યો. 

"મારે વાર લાગશે..બવ ઉતાવળ હોય તો નીચે ખાલી હશે.." મનસુખે અંદરથી વિકલ્પ આપ્યો એટલે નવીન એક દાદર ઉતરીને ત્રીજા માળના ટોયલેટમાં ઘૂસ્યો.

  રમણે નવીનનું બગડેલું પેન્ટ અને બુશર્ટ એક ડોલમાં મૂકીને ચોકડીના ખૂણામાં ઊંધી વાળી. પછી તરત બહાર નીકળીને દાદરમાં ડોકાયો. નીચે જે ચિતરામણ નવીને કર્યું હતું એનો પડઘો પડ્યા વગર રહેવાનો નહોતો. 

  લીંબાર્ધાંગિની વિમુએ વચલીએ આપેલા નિર્દેશાનુસાર ઓટલા આગળ થયેલું પોદલીંપણ જોઈને જાણે સોનાનો દાગીનો ખોવાઈ ગયો હોય એમ હાયકારો કર્યો.

"હાય હાય…કોણ મુવો આંય મરી જ્યો.. આંધળીનો હતો?"  

  પછી દંતમંજન કરતી ત્રીજી દીકરી ટીના તરફ ડોળા કાઢયા. એ દીકરી દસમુ ધોરણ ભણતી હતી. લીંબાના કડક નિયંત્રણ અને નિયમોનને કારણે મકાનમાં કોણ કોણ રહે છે એની ખબર એને નહોતી. નવીન તો આજે જ આવ્યો હતો, પણ રમણને કે બીજાં જે કોઈ ભાડૂત હતા એ કોઈને લીંબાની છોકરીઓ ઓળખતી નહોતી. જેમ ભાડૂત માટે નજર નીચી રાખવનો કાયદો હતો એમ છોકરીઓને પણ આડું અવળું જોવાની સખત મનાઈ હતી.

"મમ્મી એક પાતલો હતો ઈ પોદલા પલ પડ્યો એની સાથે મોટા બોથાલાવાલો હતો ઈ ઓલ્યાને લઈને ઉપલ ગયો." ટીનાએ 'ળ' અને 'ર' બંને અક્ષરનો કૉન્ટ્રાક્ટ 'લ' ને આપ્યો હતો.

   "હેં..? હાય હાય…તો તો આખું મકાન ભરી મેલ્યું હશે.." જાણે ઊભા મોલમાં ઢોર ઘુસી ગયું હોય એમ એ ગોળ ફરીને ઉપડતા પગે અંદર ગઈ.

"હે..તમે જાગો કવસુ..તમારો ડોહો કોક પોદળો ચેપીને મકાનમાં ગર્યો છે. ઝટ જઈને પકડો ઈને..હાય હાય આખું મકાન ગંધવી માર્યું છે..હે કવસુ ઊઠો તમે.." 

  ગોળ ટીપડું બેડરૂમમાં પહોંચ્યું હતું. બેડમાં ઊંધો પડીને લીંબો સવારની મીઠી નીંદરડી માણતો હતો. વિમુ રોજ કંઈકને કઈંક બરાડા પાડ્યા કરતી. એટલે લીંબો ટેવાઈ ગયેલો.

પણ આજના બરાડાની તીવ્રતા ઘણી વધારે હતી. વળી ધાબળો પણ એકદમ ખેંચાઈ ગયો હતો એટલે એ આંખો ચોળીને બેઠો થયો..

"શું સ? ભેંસ ઘોડ્યે શેની ગાંગરેશ હવારહવારમાં! સખ લેવા દેતી નથ હાળી ગધેડીની.." લીંબાએ પોતાની ઊંઘ ઉડાડી મુકવા બદલ લીલાને વડછકું કરીને પોંખી.

   વિમુને લીંબાની ગાળોની કોઈ નવાઈ નહોતી. પરણી તે દિવસથી એ લીંબાની ગાળો ખાતી હતી. અને સામી ચોપડાવતા પણ શીખી ગઈ હતી. લીંબાના ઘરમાં આઘાત અને પ્રત્યાઘાત સમાન હોવાનો ન્યુટનનો ત્રીજો નિયમ બરાબર જળવાતો હતો!

  "તમારો ડોહો કોક પોદળો પગે પીલીને મકાનમાં ગર્યો સે કવસુ હમજતા ચીમ નથી. આખું મકાન ગાંધવી માર્યું સે. આમ તાકી સુ રિયાં સો કવસુ..જાવ જયને ઈને પકડો ને કાઢો આંયથી.." વિમુએ એના ધોકણા જેવા ટૂંકા હાથ લાંબા ટૂંકા કરીને ફરી બરાડો પાડ્યો.

   'પગ અને પોદળો' આ બે શબ્દો લીંબાના કાનમાં ખજૂરો ઘૂસ્યો હોય એટલી અસર ઉપજાવી શક્યા હતા. 

"કોણ ઈની માનો સાંઢ.. મારા મકાનમાં પોદળો ચેપીને ગર્યો..હાળો મરવાનો થીયો ક હું!" લીંબા કાબા એના અસલ મિજાજમાં આવીને ઉઠ્યો. હજી સહેજ પણ દુર્ગંધ ન આવતી હોવા છતાં આખું મકાન ગંધવી મુકવાનો આરોપ લગાડીને લાલપીળી થતી વિમુને ધક્કો મારીને સાઈડમાં ખસેડીને લીંબાએ એની લૂંગી કમરે સરખી બાંધી.

  મોટી ફાંદ નીચેની ગોળાઈ પર માંડ ટકી રહીને લીંબાની કમરને ઢાંકવાની અઘરી નોકરી કરતી વાદળી ચેકસની એ લૂંગીને લીંબો ઢીંચણથી વાળીને ઉપર ખોસી દેતો. એટલે લીંબાના ગોળમટોળ અલમસ્ત પગોને ખુલ્લી હવા મળી રહેતી. ઘરમાં લીંબો કમરથી ઉપરના પ્રદેશને ખુલ્લો જ રાખતો. એની લચીલી છાતીમાં ઊંડો ખાડો હતો. લીંબાની મૂછોવાળું મોઢું ન જોયું હોય તો જોનારને લીંબો મોટી બાઈ સમજવાની ભૂલ કરી બેસે એ ચોક્કસ હતું!

  એ લીંબો અત્યંત ગુસ્સે થઈને વચ્ચેના બારણાંમાંથી લોબીમાં નીકળ્યો. લોબીમાં પોદળો છૂટથી 'મોતી વેરાયા ચોકમાં' ની જેમ વેરાયો હતો. 

(ક્રમશ:)