Vikhuti vijogan in Gujarati Love Stories by રાયચંદ ગલચર _રાજવીર books and stories PDF | વિખુટી વિજોગણ

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

વિખુટી વિજોગણ

કુદરતના ખોળે આવેલું કુંજર નામે અત્યંત નિર્મલ અને શાંત ગામ આવેલું હતું.બધીયે જાતના લોકો હળી મળીને રહે, જુના રિવાજો રીતોને સાચવીને અડીખમ ઉભા માનવતન પોતાની સઁસ્કૃતિના વિચારો મુજબ જીવન યાપન કરે છે. ગામના બાજુમાં જ નદી આવેલી છે, ખાલી ચોમાસામાં જ પાણી જોવા મળે બાકીના દિવસોમાં એ સૂકી જ નજરે ચડે. આજુબાજુ કાંટાળા વૃક્ષોનો જમાવડો, જ્યાં જંગલસમી ઝાડીઓ છે. આસપાસમાં ગામનાં ખેતરો આવેલા છે. ત્યાંથી ખેતરે જવા-આવવા વાળા લોકોની અવર-જવર ચાલુ જ હોય છે. સવારના સમયે જ લોકો આ રસ્તામાં જોવા મળે બાકી ભૂંડ અને જંગલી કુતરાઓના ત્રાસે ત્યાં જવાનું સૌ કોઈ ટાળે. નદીની ભેખડોમાં ચારણ-ગોવાળિયાઓ પોતાનું માલ-ઢોર ચારાવતા અને બીકના લીધે કોઈ જંગલી જાનવરના આવી ચડે એ માટે મીઠાં દુહાઓ લલકારતા જોવા મળે.
     કુંજર ગામના ખેડૂતોનો મુખ્ય વ્યવસાય ખેતી જ છે. બધાને પોતાની જમીન છે. બળદો પણ રાખે છે.અને તેઓ સારી એવી કમાણી ખેતરો માંથી કરતાં હોય છે.ખેડૂતો પોતાના બળદોને પોતાના જીવની જેમ સાચવે છે. પોતાના પરિવારના સભ્યો જેવું જ રાખે છે. ખેતરના ખેડાણથી લઈને માલ સમાન લઈને જવામાં કે લાવવામાં એ બળદો જ બધુ કામ પુરુ પાડે છે. ખેડૂના સાચા સગા ધોરીડાં જ છે એ રીતે એમને રાખવામાં આવે છે.
    ખેડૂતો સવારે વહેલા ઉઠીને ખેતરમાં ના જાય ત્યાં સુધી એમને ચેન ના પડે. લાંબા ખેતરોમાં લહેરતો પાક, ચારેયકોર લીલોતરી જ જોવા મળે. પશુઓ છુટા ચરતા હોય અને ગોવાળો પણ પોતાના માલ ઢોર લઈને ખેડૂતના ખેતરમાં ચરાવવા આવતા. ગયોનું આખું ટોળું પ્રકૃતિના ખોળામાં નાચતું જોવા મળતું. એમાંય વળી અલગ અલગ એમના શિંગડા અને અલગ અલગ પ્રકારના માથે કુદરતી નિશાન બાળકોને એ જોવાની બહુ જ મજા પડતી.
  ચોમાસાના દિવસો હોય છે અને ખેડૂત વાવણી કરવા માટે ધરતીના ધણી મેહુલીયાનું આગમન થાય એની વાત આકાશમાં મિટ માંડીને જોયા કરતાં હોય છે. ક્યાંક વાદળ બંધાય અને મનમાં વરસાદ પડસે એવી આશા ઉત્પન્ન થાય. વળી ખેડૂતો રાજી થઇ જતાં. પણ એ ધરતીનો ધણી મેહુલિયો જલ્દી આવતો નથી ખુબ જ વાટ જોવડાવીને પછી જ આવે છે.
ચોમાસામાં ચારેયકોર વરસાદના લીધે પાણી ભરેલા હોય છે. ખાડા ખાબોચિયા ભરેલા જ જોવા મળતા. ખેડૂતવર્ગ ચોમાસા દરમિયાન સિંચાઈ કરતો નથી અને વરસાદના પાણીમાં જ ખેતી કરતાં હોય છે. અલગ અલગ પેદાશો વાવી હોય છે. ચારેયકોર ભીની માટીની સુગંધ પ્રસરેલી હોય છે. દેડકાનો અવાજ કાનમાં અવિરત આવ્યા કરે છે. અને એ દરમિયાન જ બધા તહેવારો પણ આવતા હોય છે.
   ચોમાસાના દિવસોમાં કુંજર ગામમાં બધા ખેડૂતો ખેતરમાં વાવણી કરીને એકદમ નવરાં બેસી રહ્યા હોય છે. અને તેઓ પશુપાલન તરફ વધારે આકર્ષણ કરે છે. કારણકે ચોમાસામાં લીલો ચારો બધી જગ્યાએ મળી રહે છે એટલે ઘરે રાખેલા ઢોર પણ ચારા વગર ભૂખે મરતા નથી. 
  બરાબરના ચોમાસામાં ક્યારેક ગામમાં પૂર જેવી પરિસ્થિતિ પેદા થાય છે અને ખેતરમાં વાવેલા પાકો પણ ધોવાઈ જાય છે. છતાંય ખેડૂત મેહુલીયાને ધરતી આવકારે છે અને એનો આદર પણ કરે છે. અસંખ્ય જીવોની જીવાદોરી સમાન મેહુલિયો આવતો હોય ત્યારે પોતાના સ્વાર્થ ખાતર ખેડૂત એના માટે નારાજ નથી થતો પરંતું તે વરસાદના આવવાથી વધારે રાજી થાય છે.
    ગામનાં ચોમાસા દરમિયાન ધાર્મિક કાર્યો પણ વધારે કરવામાં આવે છે. એક તો શ્રવણ મહિનો આખો તેઓ મંદિરમાં જઈને પૂજા આરાધના કરતાં હોય છે. સોમવારનાં દિવસે ગામનાં મંદિરે શિવજીનું વ્રત કરનાર સ્ત્રીઓ હાથમાં પૂજાનો થાળ અને બાજરી લઈને અચૂક મંદિરે વાર્તા સાંભળવા જતી હોય છે. અને વધેલી બાજરી ચબુતરા પર નાખવામાં આવે છે. જેથી વરસાદના લીધે પંખીઓને ચણ મળતું નથી અને તેઓને ક્યાંય પણ દાણો મળતો નથી એટલે એમને દાણા નાખવાથી ખુબ જ મોટુ પુણ્ય મળે છે. એટલે દર સોમવારે મંદિરમાં બાજરી એકઠી કરવામાં આવે છે.
આ ઉપરાંત ખેતરમાં ચોમાસામાં આવતા સરવાડીયાં માં પલળવાની મજા જ કંઈક જુદી છે. જુવાનિયાઓ ઘરે કહીને નીકળે કે અમે ખેતરે જઈને આવીએ અને દિવસે વરસતા વરસાદમાં ભીંજાવા માટે તેઓ બહાર આવેલા હોય છે. પરંતુ ઘરના લોકોને ખબર પડે તો નકામા વઢે એના કરતાં ખેતરમા કામ કરતાં કરતાં વરસાદ આવવાના લીધે ભીંજાઈ ગયાં એવા બાના બનાવીને બાળપણનો અમૂલ્ય લ્હાવો લૂંટે છે.

       કુંજર ગામમાં ઘણી બધી કોમના લોકો નિવાસ કરે છે. એમાં બધા જ પરિવારની જેમ હળી મળીને રહે, ગામનાં સુખ દુઃખના પ્રસંગે એકજુટ થઈને બધા કામો પુરા પાડીને ભાઈચારાની ભાવના જગાવે. કોઈને કંઈ જરૂર પડે ત્યારે તરત એકબીજાનું કામ સંભાળી લેવું એ એમની ગળથૂંથીમાં જ ભળેલું. એમની એકતા અને ભાઈચારાની વાતો બાજુના ગામોમાં થતી. 
     ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુ પાલન. માલ ઢોર રાખે બધા, અને ખેતરમાં મોટાભાગે કામ કરતાં જ જોવા મળે. સવારમાં વહેલા ઉઠીને બધા પોત પોતાના ખેતરમાં કામો કરવા નીકળી જાય છે. બળદગાડાંમાં માલ સમાન ખરીદવા કે વેચવા જતાં. પ્રકૃતિના ખોળે વસતા માનવ હૃદય પોતાની સઁસ્કૃતિ અને સઁસ્કારને સાચવતા પોતાનું જીવન  જીવે છે.
        ખેતરોના લીલાછમ મોલ અને વટેમાર્ગુઓથી ખેતરના શેરિયાઓ ધમધમતા, કોઈ પોતાનું કામ જલ્દી પતાવવા ઉતાવળા પગે ચાલતું જોવા મળતું, કોઈ ડોકું કરીને કાંટાળી વાડ માંથી જોતા કે, કોણ કામ પતાવવા આવ્યું છે. કોઈ વચ્ચે જ બેસીને ભાઈબંધો હારે મહેફિલ જમાવી હોય, "બેસ ને તું તારે કામ તો હવે થયાં કરે "એવું વાક્ય બોલતા અને બેસવા માટેનો આગ્રહ કરતાં જોવા મળતા. રેતીયા ગામનાં રસ્તાઓ,જુના ઇતિહાસ ને ઉજાગર કરતી કોઈ રાજાએ બઁધવેલી પરબ, બાજુમાં આખાય ગામને બાથમાં ભરીને બેઠેલો વડલો. વડવાઈ થકી  આગળ ડગલાં ભરતો ભરાવદાર વડલો, એની નીચે આશરો લેતા ઢોર, માલધારીઓ અને પશુ પંખીઓ. ઘટાદાર છાંયડો જોઈને પશુ પંખી તણાઈને ત્યાં આવે, મીઠી નીંદર લેવા માટે   વડવાઈનો ઓથો બનાવીને બપોરનો થાક ઉતારે.  
   'બેટા હું બહાર ગામ જાઉ છું'એવુ બોલતા ડાહ્યા ભગત ખડિયો પોથી ભેગી કરવા માંડે છે. ભગત એમના નામ પ્રમાણે ગુણો ધરાવતા સાદી રહેણી કહેણી અને સાદું જીવન, પાછા બ્રાહ્મણ હોવાના લીધે સરસ્વતી ની અસીમ કૃપા વરસેલી. ભગત પોતાને કામ માટે બહાર ગામ જાય એ માટે દીકરીને ભલામણ કરે છે.
       ભગતનું નામ ડાહ્યાભગત છે.પોતે પ્રકાંડ પંડિત, આખાય ગામમાં એમની નામના વધારે. બધા માનથી બોલાવે. ગામમાં સારો નરસો પ્રસંગ હોય ત્યારે ડાહ્યાભગત અચૂક જાય. અને યજમાનો એમને ઘરે લેવા માટે પણ આવે. પ્રભુ ભક્તિ અને લોક સેવામા પોતે પરોવાયેલા રહે. પણ ભગતને એક વાતનું દુઃખ હતુ. દીકરી વૃંદા નાની હતી અને એમના પત્નીનો સ્વર્ગવાસ થઈ ગયો હતો. પોતે એકલા પડ્યાં. દીકરીનો ઉછેર કરવામાં અને લાડ લડાવવામા માઁ અને બાપુજી બન્નેની ભૂમિકામાં રહેતા. દીકરીને માઁની ખોટ ના વર્તાય એ માટે પોતે દુઃખ સહન કરીને પણ તેઓ વૃંદાને સાચવતા અને લાડ કોડ કરતાં.એમની એકની એક દીકરી વૃંદા છે. નાનપણમાં માતૃત્વ ગુમાવનાર એ દીકરી બાપનો છાંયડો બનીને ઘરે સાર-સંભાળ રાખે છે.
       વૃંદા :હા, બાપુજી તમે શાંતિથી જાઓ અને ઘરની ચિંતા ના કરતાં.
ભગત : જોજો દીકરાં હું બહાર જાઉછું તો રોકવાની જરૂર પડે એટલે તું વહેલા બધું કામ પતાવીને બાજુના કાકાને ત્યાંથી તારી બહેનપણી સાથે સુઈ જજે. હું બને તેમ જલ્દી ઘરે આવીશ 
  આ બધી ભલામણ વૃંદા શાંત મને સાંભળી રહે છે. પિતાજી કંઈ ભૂલી ના જાય એ માટે તે બધું યાદ કરાવે છે. પૈસા, પોથી, ખડિયો.
વૃંદા : ભલે બાપુજી હવે તમે જાવ, હું હધુંય ધ્યાન રાખી.
   આટલું સાંભળતા બાપુજી જવા માટે રવાના થયાં છે, વૃંદા ટગર-ટગર જોયાં કરે છે. કામધેનુ પણ ભાંભરે છે.
  વૃંદા પછી ઓરડાબાજુ આવે છે, પીતળના લોટામાં પાણી ભરીને આંગણામાં આવીને પાણી પીએ છે.
   વૃંદા સ્વભાવમાં સાવ ભોળીને રૂપમાં કામણગારી લાગતી મનમોહક છબીની છાપ છોડી જાય એવી, બધા ગામલોકો કહેતા વૃંદા એની માં પર ગઈ છે. એવુ કહેતા.બોલ ચાલ અને ચહેરાથી એની માઁ  જેવી લાગતી વૃંદા પોતાના બધા કામો ચોકસાઈથી કરતી, એમાં બાપુજી માટે જમવાનું, ઓરડાની નિયમિત સફાઈ, બહારની બાજુ તથા કામધેનુનું નીરણથી લઈને બધું કામ ઝપાટમા પતાવી દે છે. બાપુજીને આવવામાં મોડા વહેલું થાય તો જમવાનું ઢાંકીને મૂકી દે છે, બાપુજી આવે એટલે એમને જમાડીને વાસણ ધોઈ ઘસીને પછી સૂએ.
       સાવરે વહેલા ઉઠીને કામધેનુને દોહવાનું, એમને નવડાવવાનું, નીરણ નાખવાનું, ઘરના આંગણમાં મેદાન જેવી જગ્યા છે, જેમાં તુલસી, અરડૂસી, મોગરો, ચંપો, ગુલાબ, જેવા જાત જાતના છોડ વાવેલા હતાં એમને પાણી આપવાનું, બધી સફાઈ એકલે હાથે વૃંદા કરતી. અને સખીઓ સાથે બળતણ માટે લાકડાં વીણવા પણ જવાનુ.
બાપુજી ઘરમાં ક્યારેક જ હોય છે એટલે પોતાનું એકલાનું જ જમવાનું બનાવવનું થાય. આખોદિવસ પોતે કામકાજ માં દિવસો પ્રસાર કરતી.
   વૃંદા પણ જન્મથી જ હોશિયાર હતી. પિતાજી પ્રકાંડ પંડિત હતાં એટલે ભગવાન પ્રત્યે અસીમ લાગણીઓ અને ભાવ પણ બહુ. રામાયણ મહાભારત, આખ્યાનો, પુરાણો, વેદો જેવા એમના ઘરે હોય અને ભગત પોતે પણ એનુ વાંચન કરતાં એટલે સ્વભાવિક છે કે વૃંદમાં સારા સંસ્કારોનુ સિંચન જન્મથી જ એમના જીવનમાં છે. જન્મથી જ માતાની છત્રછાંયા ગુમાવનાર માતા વિહોણી પુત્રીની પરવરીશ પિતાએ માતા અને પિતાનો પ્રેમ આપીને કરી છે. નાનામાં નાની વસ્તુઓ હોય કે રોજિંદા જીવનમાં થતા કામો હોય એમાંથી શીખવા મળતું બધુંય જ્ઞાન પિતાજી વૃંદને શાંતિથી સમજાવતા. વૃંદા પણ પિતાજી પાસે શાંતિથી બેસીને એમની જોડે વાતો સાંભળતી અને વચ્ચે વચ્ચે પ્રશ્નો પણ કરતી હતી.
   બાપુજી બહાર ગયેલા હોય એટલે વૃંદાને કોઈકના ગામનાં ઘરે જ્યાં વૃંદાની બહેનપણીઓ હોય ત્યાં રમવા માટે મૂકીને જાય. ગામવાળા પણ ભગતનો આદર બહુજ કરતાં અને વૃંદાની સાર સાંભળ પણ બહુ રાખતા. આવવામાં મોડું થઇ જાય અથવા ના અવાય તો વૃંદાને સહેલીના ઘરે જ રોંકી રાખતા. અને કહેતા કે ભગત અહીંયા આવીને જ લઈને જશે. તેઓ ઘરે આવે એટલે પહેલાં વૃંદાને લેવા આવશે. નહીતો બીજા કામે પણ જતાં રહે એટલે વૃંદાને ઘરે એકલી કોઈ મુકે નહી.
     વૃંદા એની સહેલીઓ જોડે ખુબ જ ખુશછે. તેઓ ખેતરમાં અને વાડીએ રમવા માટે જતાં હોય છે. ત્યાં ખેતરના માલિક પણ એમને સારી રીતે રાખે છે. ખાવા- પીવાથી લઈને સાર સાંભળમાં એ પુરી કાળજી લે છે અને ક્યાંય એમને રમતા રમતા વાગે નહી એનુ પણ ધ્યાન રાખે છે. ભગતની એકની એક માં વિહોની લાડકી દીકરીને ગામ આખું પોતાની દીકરી સમજીને એને સાચવે છે.
      પિતાજીએ ઘણા જ સંસ્કારોનું  સિંચન આ વૃંદામા કર્યું છે. ભગતના ઘરે અવાર નવાર લોકોની અવર જવર રહેતી હોય છે. ઘરે આવેલા મહેમાન એ ભાગવાનું રૂપ કહેવાય અને એમની સેવા કરવી એ ભગવાનની સેવા બરોબર કહેવા એવી વાતો ભગત વૃંદાને શીખવતા અને વૃંદા પણ બાળબુદ્ધિમાં તે બધું ગ્રહણ કરતી હતી. પિતાજીની એક એક વાત વૃંદા ભૂલ્યા વગર પોતાના અંતર્મનમાં ઉતારીને એને પોતાના જીવનમાં પણ લાવતી હતી.
  ઘરે કોઈ મહેમાન આવે એટલે વૃંદા એમના ચરણો સ્પર્શ કરે અને વડીલ માનીને એમનો આદર પણ કરે, દોડતી જઈને પાણીનો લોટો પણ લાવીને પાણી આપે. પિતાજી કહેતા બેટા, વૃંદા એમના માટે ચાબનાવજો એ સંભાળતાં જ વૃંદા રસોડામાં જઈને ચા બનાવીને હાજર કરી દેતી. આ બધું તે બાળપણમાં જ શીખેલી. ઘરમાં માઁ ના હોવના લીધે ઘરનું સાફ સફાઈથી લઈને જમવાનું બધું વૃંદા જ કરતી એટલે નાની ઉંમરમાં તે ઘરના બધા કામો ચોકસાઈ પૂર્વક શીખી ગઈ હતી.
બાપુજી તો યજમાંનોના ઘરે જ હોય એટલે તેઓને જમવાનું હંમેશા બહાર જ હોય છે એટલે તે ભૂખી રહેતી નથી અને પોતાનું અલગ જમવાનું જાતે જ બનાવીને જમતી હોય છે. આ ઉપરાંત કોઈ મહેમાન ઘરે આવે અને ભગત ઘરે ના હોય ત્યારે એમની આગતા સ્વાગતાં કરવામાં તે કોઈ કસર છોડતી નથી. તે મહેમાનોને ચા પીધા વગરતો જવા જ ના દે.લોકો પણ આ વૃંદાની વાતો કરતાં થાકે નહીં. આટલી નાની ઉંમરમાં પણ ભગતની દીકરી બધુંય કામ કરે છે. અને કોઈ ગામમાં તો સ્ત્રીઓ પણ આવુ કામ સારી રીતે કરી શક્તિ નહોતી.
  સવારમાં વૃંદા વહેલી ઉઠે અને ઘરની આગળ વાસિંદુ કાઢે, મેદાન આખુંય સાફ ના થાય ત્યાં સુધી તે પોતાની કેડો ઊંચી કરતી નથી. એના પછી બાપુજી જાગે, તેઓ ધાર્મિક કર્યોમાં બહાર ગયેલાં હોય અને વહેલા મોડા આવે એટલે એમને મોડા ઉઠવાનું થતું. વૃંદા એમને પણ પાણીનો લોટો આપવા દોડીને જાય. બાપુજી મોઢું ધોએ એટલી વારમાં ચા બનીને તૈયાર કરી રાખે છે. બાપુજીને નાહવા માટે પાણી પણ ગરમ કરીને આપતી વૃંદા ઘરના કામોમાં ક્યારેય થાકતી નથી કે પાછી પાની કરતી નહોતી.
        દીકરી વૃંદા બાળપણમાં પણ નીડર અને સાહસિક હતી. જલ્દી ડરી જાય એમાંની એ નહી, એમના બાપજી વાતો કરતાં હતાં કે, જયારે એ બાર વર્ષની હતી એવામાં બાજુનાં ઘરમાં સાપ આવી ગયો હતો. સ્વભાવિકછે કે સાપને જોઈને બધા ડરીને ભાગી જાય એમ સાપ સીધો ઘરમાં જ આવતા ઘરનાં બધા લોકો ડરીને બૂમો પાડીને બહાર આવી ગયાં હતાં. ઘરમાં પડેલી ઘરવખરીમાં સંતાઈને નાગરાજ આરામથી બેઠા હતાં. અને બહાર નીકળવાનું નામ નહોતા લેતા. બાજુમાં  ભગતને પણ ખબર પડતાં 
તેઓ વૃંદા સાથે બાજુના ઘરમાં જાય છે અને સાપ હજી કેમ નથી નીકળ્યો એ જોવા  માટે જતાં હોય છે.
    પાડોશીના ઘરે કેટલાય માણસો ભેગાં થઇ ગયાં, સાપને મારવામાટેની વાતો થાય છે. કેટલાંક માણસો મારવાની ના પાડે છે એટલે વળી પાછો જીવતો કંઈ રીતે કાઢવો એની વિચારણા ચાલી રહી છે. આ બાજુ ભગત અને ગામનાં લોકો સાપની વાતોમાં મશગુલ છે અને બીજી બાજુ વૃંદા એકલી ઘરમાં જતી રહે છે. અને સાપને ગોતવાનું ચાલુ કરી દે છે. કોઈને ખબર નહોતી કે વૃંદા ઘરમાં ગઈ છે. નહીંતર એને કોઈ આજુબાજુ પણ ફરવા ના દે. વૃંદા ઘરમાં જઈને સાપની પૂછડી ઉપર એની નજર પડે છે અને એને ઝડપથી અને ધીરે રહીને પકડી લે છે.
    આ બાજુ ગામનાં બધા મોટી મોટી ડાંગ લઈને બહાર ટોળે વળીને ઉભા છેઅને બીજી બાજુ કોઈ પણ લાકડી કે ડંડા વગર વૃંદા ખાલી હાથે ઝેરીલા સાપને પૂછડાથી પકડીને જમીન ઉપર ઢસડતી થકી લઈને ઘરની બહાર આંગણે આવે છે. લોકો તરત ઘભરાઈને ચીસો પાડી ઉઠે છે. આવી નાની છોકરી એટલા મોટા સાપને પકડીને બહાર કાઢી રહી છે. સાપ પણ શાંત હતો ફૂંફાડા નહોતો મારતો. એને પણ જાણે વૃંદા જોડે રમવાનું હોય એવુ લાગતું હતું.
ભગતની નજર પણ ભોરંગ લઈને બહાર આવનાર વૃંદા ઉપર પડે છે. તેઓ એક જ પળમાં અવાચક બની જાય છે. એટલો મોટો અને લાંબો સાપ વૃંદાના હાથમાં છે. પણ વૃંદાને જરાય બીક નથી. ઉપરથી હસતી થકી લોકોને બોલે છે. સાપે આપણું કંઈ નઈ બગાડયું એટલે સાપ કંઈ નઈ કરે.
આવી કાલી ઘેલી ભાષામાં એ લોકેને સાપ કશુંય નહી કરે એવો દિલાસો આપે છે. 
  નાની ઉંમરે બહાદુરી ના પાઠો શીખવતી વૃંદા જીવનની માયાજાળ થી અંજાન છે. ભવિષ્ય કોઈએ જોયું નથી. અને વર્તમાન પર વિશ્વાસ રાખીને ચાલવામાં જ જીવનની સાચી વાતો સમજાય છે. એ રીતે વૃંદા પણ ખેલ ખેલમાં સાપને દોરડાની માફક ઝાલીને પાડોશીના ઘરમાંથી દૂર લઈ જઈને એને માર્યા વગર જીવતો જ બહાર મુકી આવે છે.
   વૃંદાના આ પરાક્રમની વાત આખાય ગામમાં થઇ ગઈ છે. આ બાહોશ અને પરાક્રમી બીજું કોઈ નહી પણ એ આપણા ભગતની દીકરી વૃંદા છે.અને ભગતે જીવનમાં ક્યારેય કોઈનું પણ ખોટુ નથી કર્યું કે કોઈનુંય ખોટું ક્યારેય વિચાર્યું નથી. એટલે જ કદાચ ભગવાનની કૃપા અને પ્રસાદ રૂપી આ દીકરી વૃંદાનો એમના ઘરે જન્મ થયો છે. એવુ લોકો વૃંદા વિશે કહેતા હતાં.
ધીરે ધીરે સમય પોતાની પાંખો ફેલાવે છે. વીતતા સમય સાથે વૃંદા પણ મોટી થાય છે. હવે તે પોતાના ઘરના કામો પણ જાતે જ કરી લેવાનું શીખી ગઈ છે. તે રસોઈ પણ જાતે બનાવી લે છે. એની માતાની જેમ આ પણ જંપીને બેસતી નથી કોઈ ને કોઈ કામો કર્યે જ રાખે છે. ઘરની આગળ ખાલી પડેલી જમીનમાં વિવિધ જાતના ફૂંલ છોડ ઉગાડ્યાં છે. એમને પાણી આપવાથી માંડીને એમની જાળવણી જાતે કરે છે. 
     ભગત મોટા ભાગે બહાર જ રહેતા હોય છે એમને યજમાનો ઘણા એટલે વિવિધ કામોમાં તેઓ પરોવાયેલા જ હોય છે. એવામાં કોઈ ભલા યજમાને એમને એક ગાય અને વાછરડું દૂધ પીવા માટે આપેલું. એટલે યજમાન અને ભગત ગાયને લઈને ચાલતાં કુંજર ગામમાં  આવવા નીકળ્યા છે.
ગામનાં લોકોની નજર ગાય અને ભગત તથા યજમાન ઉપર પડે છે. એટલે તેઓ પૂછે છે અને રાજી પણ થાય છે. ભગતના ઘરે વૃંદા આમેય એકલી રહે છે એટલે ગાયની સેવામા સમય પસાર કરશે. તેઓ ભગતને કહે છે કે સારું કર્યુ ભગત આ ગાય અને વાછરડું લાવીને હવે તમારે દૂધ લાવવાની તકલીફ નહી થાય અને રહી વાત નીરણની તો એતો આપણા ગામનાં ખેડૂતો ની જવાબદારી. તમારે ત્યાં બધા ગાડાં ભરીને નીરણ માટે મોકલાવી આપશે.
    ભગત પણ ગામલોકોના આ પ્રતિભાવથી રાજી થાય છે.અને ગાયને લઈને પોતાના ઘર બાજુ લઈને આવે છે.વૃંદા દૂરથી જોઈ રહે છે કે બાપુજી અને જોડે એક માણસ છે. બાપુજીના હાથમાં વાછરડું છે અને ગાયને એ ભાઈ લઈને અહીંયા જ આવતા લાગે છે પણ એને મનાતું નહીં કે આપણા માટે જ બાપુજી ગાય લઈને આવી રહ્યા છે. એને એમ કે કોઈ વટેમાર્ગુ રસ્તામાં જતાં મળ્યાં હશે એટલે થાક ખાવા માટે બાપુજી અહીંયા લઈને આવી રહ્યા છે. અને એમની જોડે ગાય અને વાછરડી પણ છે.
    બાપુજી નજીક આવી ગયાં છે. વૃંદા દોડીને બાજુમાં આવીને ઉભી રહી જાય છે. બાપુજી કંઈ બોલ્યા વગર ગાયની દોરી વૃંદાના હાથમાં આપીને કહે છે. બેટા, આ તારી સખીને સંભાળ. આટલું કહેતા વૃંદા સમજી જાય છે અને બાપુજીને ભેટી પડે છે. ખુશીના લીધે તેની આંખોમાં આંસુ આવી જાય છે. બાપુજી મારાં માટે ગાય લઈને આવ્યા છે. હવે અમારે ઘરે પણ પશુના બંધવાના લીધે હર્યું ભર્યું લાગશે એવુ કહીને તે ગાયને બાજુના ખુંટે બાંધે છે. અચાનક ગાયને લાવી હતી એટલે એના માટે એને બાંધવા માટે કોઈ વ્યવસ્થા નહોતી. 
  વૃંદા ગાય પાસે આવીને પ્રેમથી એના કપાળમાં હાથ ફેરવે છે. ગાય પણ વૃંદાનો હાથ ચાટવા લાગે છે.અને બન્ને એક બીજાની લાગણીઓ સમજી લે છે.વૃંદા ગાયનું નામ "કામધેનુ" રાખે છે. હવે એને કામધેનુ કહીને બોલાવવી એવુ હસીને બાપુજીને કહે છે.બાપુજી પણ જોડે આવેલા યજમાનનો આભાર માને છે અનેઆ સાથે જ યજમાન ગાય અને વાછરડું ભગતને ભેટ કરીને તેઓ ભગતને નમસ્કાર કરીને પોતાના ગામ જવા માટે રવાના થાય છે.
   કુંજર ગામમાં ખબર પડી કે ભગતે ગાય લાવી છે એટલે તેઓ બધા ખુશ થઇ ગયાં છે. અને સ્વૈચ્છાએ ભગતના ઘરે ગાયને રાખવા માટે કોઈ વ્યવસ્થા નહોતી એટલે. ગાય માટે ચારો અને બાંધવા માટે ઓથો બનાવવા માટે લાકડાં અને લીમડો કાપીને ગાડું ભરીને ભગતના ઘરે લઈ જવાનું રાખ્યું.
ભગત અને વૃંદા ગાયને જોઈને ખુશ થાય છે. વૃંદા વાછરડાને તેડીને રમાડવા લાગે છે. વાછરડું ઉભી પૂંછડી કરીને તોફાન કરતુ કૂદાકૂદ કરી મુકે છે,વળી પાછી વૃંદા વાછરડાને પકડીને બાંધે છે.
   થોડીક વારમાં ગામમાંથી ત્રણ ગાડાં ભગતના ઘર બાજુ આવતા જણાય છે. ભગત અને વૃંદા સમજી જાય છે કે ગામલોકો આપણી ગાયને અગવડ ના પડે અને અમને મદદ કરવા માટે આ બધું લઈને આવી ગયાં છે. ગાડાઓ નજીક આવે છે. ગામમાંથી આવેલા ચાર પાંચ જણ ભગતની જોડે આવીને રામ રામ ભગત કહીને ઉભા રહી જાય છે.ભગત ઘણું બધું બોલવા જાય છે પરંતુ પોતાની આ સેવાને એક ભેટ સમજીને સ્વીકારવા માટે તેઓ વિનંતી કરે છે.ભગત પણ બહુ ખુશ થઇને કહે છે કે ભગવાન મને આ ગામમાં જન્મ આપ્યો, હું ભાગ્યશાળી છું. 
  ભગત ચાર પાંચ જણ માટે વૃંદાને રસોઈ બનાવવાનું કહે છે. એ લોકો પોતાના કામમાં લાગી જાય છે. નિયત જગ્યાએ ઘરની બાજુમાં જ ગાયને રાખવા માટે શેડ જેવું લાકડાનો ઓથો બનાવવા માટે પૂરપાટ કામ થઇ રહ્યું છે. મોટા ચાર મજબૂત લાકડાં જમીનમા ખાડા ખોદીને અંદર મુકવામાં આવે છે. એની ઉપર ચાર લાકડાઓ કિનારી જેવા રાખવા માટે ઉપર મુકે છે. એની છત માટે પાતળા અને મજબૂત લાકડાં ગોઠવી દીધા છે. એ લાકડાં ઉપર હમણાં જ કાપીને લાવેલાં લીમડાંના પાંદડા વાળા ડાળખીઓ મુકવામાં આવે છે જેના લીધે અંદર ગાઢ છાંયડો અને ઠંડક બન્ને મળે. આજુબાજુ પણ ઘાસ-પુસ ને ભેગાં કરીને બાંધીને આડી દીવાલ જેવી પાતળી દીવાલ બનાવવામાં આવે છે. અંદર એક મજબૂત ખૂંટ અને ગમાંણ માટે મજબૂત લાકડું મૂકી દેવાય છે. ઝડપથી કામ પતિ જવા આવ્યું છે. ચાલુ કામમાં ભગત પણ મદદ કરાવવામાં લાગી જતાં અને વાતોની મોજ ઉડાડતા ઉડાડતા કામો પતવા આવ્યા છે.નીરણ માટે થોડેક દૂર ચારો ભેરેલું ગાડું ઉતારવામાં આવે છે. 
     બધા કામો પતાવીને બેઠા હોય છે એવામાં વૃંદા ઘરમાથી બહાર આવીને બધા લોકેને સાદ પાડીને બોલાવે છે. હાલો જમવાનું તૈયાર સ. ભગત ગામલોકોને કહે છે કે મેં તમારી બધીયે વાત માની હવે તમે પણ મારી આટલી વાત માનો. મારે ત્યાં જે ભાવે એ પ્રસાદરૂપી જમીને જ જાઓ. ભગત આટલા ભાવથી આમંત્રણ આપે છે હવે એમના બોલથી આગળ જઈએ એવુ એ લોકો વિચારતા નથી. એમની ગરિમા અને એમના ભાવને ઠેસ ના પહોંચે એટલે તેઓએ ભગતના ઘરે ભોજન લેવાનું નક્કી કર્યું.
  ઘરની બાજુમા મહેમાનોને બેસાડવા માટે લાકડાઓ નું બનાવેલું મોટુ શેડ છે. ત્યાં જમવા માટે પાથરણા પથરાઈ ગયાં છે. વૃંદાએ સરસ અને સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે એવુ રસોડામાંથી આવતી સુગંધ કહી દે છે. ભગત બધાને જમવા માટે હાથ ધોવડાવે છે. બાજુના પાથરણા ઉપર બેસવા ઈશારો કરે છે. બધા લાઈનમાં જમવા માટે બેઠા છે.
ભગત જોરથી વૃંદાને સાદ પાડીને બોલાવે છે., બેટા, જમવાનું પીરસવા માટે આવી જાઓ અને રોટલીઓ લઈને આવજો.
રસોડા માંથી વૃંદા : હા, બાપુજી આવી.
કહીને રોટલીઓ લઈને ઉતાવળા પગે બહાર આવે છે. બધા બેઠા છે ત્યાં લીલા શાકભાજીનું શાક બનાવેલું હતું, શિરો પણ બનાવ્યો હતો, દાળ -ભાત પણ હતાં. વૃંદા બધાને આપવા માટે આગળ આવીને બેસી જાય છે. ત્યારે એક જણ બોલી ઉઠે છે. બહેન, અમે મહેમાન નથી ઘરના જ છીએ. તમે પણ અમારા ભેગાં જમવા બેસો,સમય ઘણો વીતી ગયો હશે અને ભૂખ પણ બધાને લાગી છે. અમે જાતે લઈ લઈશું જમવાનું ભગત તમે અને વૃંદા બન્ને બાપ -દીકરી બેસો જમવા.
    બધા શાંતિથી જમી રહ્યા છે. આકાશમાં વાદળાં ઉમટ્યા છે. ઊંડાણમાં  મોર ગહેંકી રહ્યા હોય એવુ સંભળાય છે. શરીર ઉપર થઈને સરકતાં વાયરમાં પણ થોડીક શીતળતા હોય એવું લાગી રહ્યું છે. વરસાદના એંધાણ આકાશમાં કાળા વાદળાઓ ક્યાંક દેખાઈ રહ્યા છે. ભગત અને માણસો જે જમવા બેઠા છે તેઓ વાતો કરવા લાગે છે.
અને ભગતને જણાવે છે ભગત શું કહો છો તમારી પોથીમાં જોજો વરસાદ ક્યારે આવશે એ જણાવજો, આવશે ભાઈ જરૂર આવશે. આવુ કહીને એ ટીખળ કરતાં જમવાની મોજ માણે છે.
    ભગત પણ પોતાની પોથીમાં જોઈને રાખતા કે વરસાદ ક્યારે આવવાનો છે. કેમ કે કોઈ જગ્યાએ તેઓ બેઠા હોય અને અનાયાસે કોઈ પુછી લે તો તરત કહેવા થાય. એટલે ભગત બોલી ઉઠતાં, આ વરસે વરસાદ માપનો થવાનો છે. આકાશમાં વાદળાઓ તો બનશે પણ વધારે પ્રમાણમાં નહી વરસે. જેમકે કુંજર ગામની નદીમાં પૂર નહી આવે. આ વર્ષે વરસાદના યોગ જ નથી. પરંતુ જ્યાં પડશે ત્યાં અનરાધાર વૃષ્ટિ છે. નહીતો આમ ખેતરમાં પૂરતું જ પાણી મળી રહેશે એટલે ચોમાસુ પાક નિષ્ફળ જવાની શક્યતાઓ ઘણી જ ઓછી છે.
  આમ ગમવાળાઓ જોડે બેસીને ભગત આગળના ચોમાસાની વરસાદના યોગનું વર્ણન કરતાં. અને ખેડૂતોને પણ ભગત ઉપર ખૂબ જ વિશ્વાસ હતો. ગામમાં એક જ બ્રાહ્મણ હતાં અને એક જ ઘર એટલે આખાય ગામને થોડા થોડાક હાથ આવતા. બધાંના ઘરે ભગત અચૂક જવાનું ભૂલતા નહીં. ગામમાં બધાને ત્યાં તેમના હાલ ચાલ પૂછવા માટે ભગત ઘરેથી કાયમ જતાં હોતા એટલે નાનું છોકરુંય ભગતને સારી રીતે ઓળખે.

       આ ઉપરાંત ગામમાં કોઈ પ્રસંગ હોય, તહેવાર હોય ત્યારે તે તૈયાર થઈને સખીઓ સાથે પિતાનું તમામ કામો ઝટપટ નિપટાવીને જતી. ગામમાં ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે બધા ગામનાં પાદરે ભેગાં થાય. ઢોલી ઢોલ વગાડતો હોય છે. જેના દૂંદભી જેવા નાદના વાતાવરણમાં આખાય ગામમાં રંગ જામ્યો હોય છે. એવામાં જન્માષ્ટમીનો  તહેવાર હોય ત્યારે તો વાત જ મત પૂછો.
     ઘરના નાના -મોટા બધા માણસો નાહી -ધોઈને નવા 
વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈને ગામની ભાગોળે જવા માટે નીકળી પડે છે. યુવાનો તથા વડીલો પોતાના નવા કપડામાં જાજરમાન શોભી ઉઠે છે. બહેન -દીકરીઓ નવા શણગાર સજીને કાનુડાના દર્શન કરવા જેમ ગોપીઓ થનગની ઉઠે તેમ એક એક પળને જીવી લેવાની અને ભગવાન પ્રત્યેનો પ્રેમ દર્શાવતી નજરે પડે છે. ભગવાન કૃષ્ણ સાથે ફરીથી 
"મહારાસ " ની રમઝટ ધરતી પર ગુંજતી કરવા માટે માનવમન ના હૈયાઓ તડપી રહ્યા છે. 
        વૃંદા અને એની સખીઓ પણ ભગવાનના મહારાસમાં સંમિલિત થઈને રાસની રમઝટ બોલાવે છે. કૃષ્ણના ગીતો લકરતા ગોળ ફરતા નાચતા નર-નારી અને સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના આહલાદક દ્રશ્ય જોતાં આંખો થાકતી નથી.
    દ્વાપરયુગ માં જન્મેલા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ એવું જીવન જીવી ગયા છે કે જેમને યાદ કરીને આજે પણ લોકો પોતાના જીવનમાં તારણહાર કૃષ્ણ નો જન્મદિવસ "ગોકુળ આઠમ " તરીકે ઉત્તરગુજરાત ના ગામડાઓ માં 
માટીનો કાનુડો બનાવી ને ધામ -ધૂમ થી ઉજવે છે , જે હર્ષોલ્લાસીત વાતાવરણ માં માનવ -મહેરામણ ના મનમાં હિલ્લોળા લેતો પ્રભુપ્રેમથી આપણે પરિચિત થઈએ. 
       ઉનાળામાં ધોમ ધખતા, અંગારસમા તડકામાં રવિ નો તાપ સહન કરતા ધરતીપુત્રો પોતાના પાકોની લણણી કરી હોય, બાજરી નો પાક લીધા પછી ખેડૂતો થાકીને લોથ-પોથ થઇ ગયા હોય છે એટલે આવું કઠિન કામ પતાવીને બીજા પાક ના વાવેતર માટે તેઓ તૈયારી માં લાગી ગયા હોય છે, એવા માં દિવસો જતા રાજરાણી વર્ષાઋતુ નું આગમન થાય છે. વર્ષાઋતુ નું આગમન થાતાં જ અસહ્ય ગરમી વેઠતા જીવોમાં શીતળતાની મીઠી લહેર દોડી જાય છે. 
    ખેડૂતો ને સારો વરસાદ થવાથી બીજા પાકો ની વાવણી પણ કરીને શાંતિ નો અનુભવ કરતા હોય છે.  આ ઉપરાંત વરસાદ ના લીધે આસપાસ નું પર્યાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું હોય છે, ધરતી ના કણ કણ માંથી નવજીવન પ્રાપ્ત કરતા છોડવાઓ પણ વરસાદ ના વધામણાં માં નાચી ઉઠતા હોય છે. 
ચારેયકોર હરિયાળી જ હરિયાળી જોવા મળે છે. માં પ્રકૃતિ ના ખોળામાં કિલ્લોલ કરતા પશુ -પંખીઓ પણ પોતાના મધુર અવાજો થી વાતાવરણ ને સંગીતમય બનાવી દે છે. મેહુલિયા ના વધામણાં માં મોર પણ પોતાની ઢેલ ચડાવી નૃત્ય કરતો નજરે પડે છે. ભીની માટી ની સુગંધ ચારેયકોર પ્રસરી ગઈ હોય. સૃષ્ટિ જાણે " નંદનવન " સમી ભાસે છે. 
          શ્રાવણ મહિના માં વરસાદ સતત સરવડીયા રૂપી ચાલુ જ હોય છે. જન -જીવન પ્રકૃતિમય બની ગયું હોય એવામા ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મદિવસ આવતો હોય છે. જેને  "ગોકુળઆઠમ" ના નામે ઓળખવામાં આવે છે.અને ગોકુળઆઠમની તૈયારીઓમાં આખુંય ગામ લાગી ગયું હોય છે. જન્માષ્ટમી ના આગળના દિવસો માં રાંધણ -છઠ્ઠ અને શીતળા સાતમ આવે છે. રાંધણ છઠ્ઠના દિવસે અમારે ત્યાં ઘેંસ (બાજરી ને ખાંડણિયા માં ખાંડીને, વલોણાંની છાશ માં રાંધવામાં આવતી વાનગી )બનાવવામાં આવે છે. સાતમ ના દિવસે ગરમ ભોજ ના લેવામાં આવતા રાંધણ છઠ્ઠ ના દિવસે બધું બનાવવામાં આવે છે.
     શીતળા સાતમ ના દિવસે ગામમાં મંદિરે મેળો ભરાય છે, સવારના પહોરમાં જ ગામના દરેક ઘર માંથી એક જણ માતાના મંદિરે અચૂક ધૂપ આપવા માટે આવે છે. શેરી માંથી નીકળીએ તો દરેક ઘર માંથી  કોઇ હાથમા સુખડી સાથે ઘરેથી મંદિરે જવા માટે નીકળી ગયો હોય છે. બધાના  મુખારવિંદ ઉપર આંનદ ની લહેર દોડતી જોવા મળે છે. 
          આ દિવસે આખુંયે ગામ શીતળા માતા ના દર્શન કરવા અને મેળા ની મોજ માણવા આવ્યું હોય છે, યુવતીઓ નવા વસ્ત્રાભૂષણ થી સજ્જ થઈને મેળામાં આવી ગઈ હોય, યુવાનો અને વડીલો પણ મેળામાં આવી જતા હોય છે. 
બીજીબાજુ દેશી સંસ્કૃતિ ના પડઘા પાડતું વાજિંત્ર એવો ઢોલ ના ધ્રીબાંગ સાંસ્કૃતિક વારસા ના સરોવર માં ડૂબકી લગાવવા આહવાન કરે છે. બહેનો પોતાના પોશાક માં સજી ધજી ને  ઢોલવાળા ની ફરતે ગોળ ફરી ને દેશી ઢાળ માં ગીતો ઉપાડે (ગાવે ) છે. ઠંડા વાતાવરણ માં બહેનો ઢોલ ના તાલે રમવામાં બધાને આનન્દિત કરી દે એવું આહલાદ્ક દ્રશ્ય પોતાની સંસ્કૃતિ નું એક અમીટ ઉદાહરણ પૂરું પાડે છે. 
જન્મ્યોકા’નો 
ઝીણી ઝીણી આભ ઝબુકેવીજ રે, 
ઝરમર ઝરમર મેઘા આવીયા રે લોલ. 
વાગે રૂડા ઢોલોના ધ્રીબાંગ રે (2) 
સૈયરો ગાવે રે મીઠાં ગીતડા રે લોલ. 
જન્મ્યા કો'નો આઠમની અધ રાત રે (2) 
મોરલા ટહુંક્યાં ગામોની સીમમાં રે લોલ. 
હરે સુતા સખી વાદળીયેરે મહેલે (2) 
સપનામાં આવેરે હરિ શામળો રે લોલ. 
અરે હેંડોસખી કોનુંડો મઁડાય રે (2) 
દર્શન કાનુડા વાળા દોહયલા રેલોલ. 
લાવો સખી, હારને કંદોરો રે (2) 
લાવજો કોનૂડા વાળી ગોપીયું રે લોલ. 
ફૂટરો ઘણો કોનૂડારો રૂપ રે (2) 
ચંદરવો બેઠોરે મારે ગોંદરે રે લોલ. 
રમીયા અમે બાપાના ઓગણીયે રે (2) 
રમીયા કાનુડા વાળા રાસમાં રેલોલ.
    મધુર રમઝટ જામી છે. બધા લોકો આજુબાજુ ટોળે વળીને નિહાળી રહ્યા છે. ગામનાં પુરુષવર્ગ બધી વ્યવસ્થાઓ સંભાળી રહ્યા છે. અને દીકરીઓ બધી તહેવારોમાં પ્રકૃતિના ગુણગાન કરતાં થાકતા નથી. 
         કાનુડા ના દર્શન કરવા લોકોની ભીડ ઉમટી પડે છે. કાનુડાના દર્શન કરી પોતાના જીવનને ધન્ય ગણતા નર - નારીઓ ખુશીથી ઝૂમી ઉઠે છે. બહાર કાનુડાને ઉતારી ઢોલ ના તાલે બહેનો ગીત ઉપાડે છે. 
     અમર ભમર રો સાહિબો કોનુંડો...... 
                   એમના દેશી ગીતો ના લય, રાગ  ને તાલ માં મંત્રમુગ્ધ બનીને એક એક શબ્દ ને પોતાના કાનો થી સાંભળવા માટે માનવ મહેરામણ ત્યાંજ થંભી જાય છે. અને ગીતોના તાલે ડોલતા પ્રતીત થાય છે. 
        બપોર સુધી ઢોલ પર રમતી બહેનો જે થાક ખાઈ ને ફરીથી રમવા તૈયાર થઇ જાય છે, પોતાના સાસરિયા માંથી પિયરે કાનુડો રમવા આવતી બહેનો, એકબીજા ને ઘણા સમયે મળતા એમના હર્ષ નો પાર નથી હોતો. મળવા માટે કાનુડામાં બધા ભેગા થતા હોય છે. એકબીજાની સુખ  દુઃખ ની વાતો કરતી બહેનો, ઢોલી ને પણ થાકી જાવું પડે તેવા ગીતો ગાનાર બહેનો, મિંટ માંડીને સાંભળતા  દાદા -દાદીઓ પણ પોતાના  ભ્રમરો ઉંચા કરીને જોતા દ્રશ્યમાન થાય છે. 
        બપોર પછી કાનુડાને પધરાવવા માટે બહેનો માથા પર 
કાનુડાને લઈને તળાવે જવા નીકળી પડે છે. ત્યારે ગામના કોઇ વડીલ સામે આવી હાથ જોડીને ભગવાન ને પાછા વળવા વિનવે છે, પોતાના ઘરે આવવાનું આમન્ત્રણ આપે છે, અને અબીલ ગુલાલ ની છોળો વડે, આમન્ત્રણ આપનાર વડીલ કાનુડાને પોતાના ઘર તરફ પાછા  વાળે છે. 
      બહેનો એ વડીલ ના ઘરે કાનુડો રાખીને ત્યાં ગીતો ગાવે છે. 
વડીલ બધાને શીરા ના પ્રસાદ થી એના ઘરે જમાડે છે. અને ભગવાનને પોતાના ઘરે મહેમાન રાખવાનો જે આંનદ છે તેને  પોતાના જીવનનો એક અમૂલ્ય ભાગ માને છે. 
     ધીમે ધીમે આઠમની સાંજ ઢળવાની તૈયારી થઇ છે. સંધ્યા ટાણું થઇ જાય છે, બહેનો પોતપોતાના ઘરે જઈ ને રોજિંદા કામો પુરા કરી મોડી રાત સુધી એ વડીલના ઘરે ઢોલ પર ગીતો ગાય છે. 
        બીજા દિવસે બધાને ફરીથી વડીલ ના ઘરે ભેગા થાય છે. કાનુડાને વિદાય આપવાની તૈયારીઓ થઇ રહી છે. લોકોના મુખારવિંદ ઉપર એક ઉદાસી ની છાપ હોય તેવું જણાય છે. 
પોતાના આત્મજ એવા કાનુડાને વિદાય આપવાની  મનમાં કોઇ
ને ઈચ્છા નથી. બહેનો ગીતો ચાલુ  જ રાખે છે. 
      ગામના આગેવાનો દ્વારા બહેનોને કાનુડાને વિદાય આપવાનું જણાવવામાં આવે છે. બહેનો કાનુડાને પોતાના માથા પર મૂકીને ગીતો ગાતા તળાવ જવા માટે રવાના થતી હોય ત્યારે ગામના બધા લોકો ભગવાન ના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આગળનું વર્ષ કેવું આવશે એ કોઈને ખબર નથી, પણ આવતા વર્ષે વહેલા પધારવા ની આજીજી સાથે  એમને વિદાય અપાય છે. 
      કાનુડાને માથે મૂકીને બહેનો અને  આગળ ઢોલ વાળો ચાલે છે. ગામના પાદરે થી તળાવે જવા માટે લાંબી લાઈનો નજરે પડે છે, ચારેય કોર હરિયાળી  જ છે.
           તળાવની આજુબાજુ લીલોતરી  જે બાજુમાં રેતિયા ધોરા -ડુંગરો થી શોભતું તળાવ એક કુદરતી કળાનો ખજાનો જણાય છે . ડુંગરઉપર ચરતા ઘેટાં -બકરા જાણે ધરતીમાતા ની લીલી સાડીમાં રંગબેરંગી આભલા ટાંક્યા હોય એવું લાગે છે. 
     તળાવની પાળે કાનુડાને મૂકીને બહેનો ફરીથી રાસ ની રમઝટ બોલાવે છે.એના પછી કાનુડાના વસ્ત્રાભૂષણો બહેનો પોતપોતાના આપવામાં આવે છે, ગામના યુવાનો કાનુડાને લઈને  
તળાવમાં જળમગ્ન કરવામાં આવે છે. આ સાથે જ જન્માષ્ટમી ના તહેવાર ની પુર્ણાહુતી થાય છે. બહેનો એકબીજાના રોજિંદા કાર્યોમાં વળવા માટે ત્યાંથી ફરી જન્માષ્ટમી માં મળવાના કોલ સાથે છૂટી પડે છે . 
     આજના સમયમાં જોવા જઈએ તો આજની પેઢી પોતાની સંસ્કૃતિ ને ભૂલતો જ ગયો છે. જે જીવિકાલક્ષી જ્ઞાન પાછળ ગાંડો થઇ જીવનલક્ષી તરેહો ને ભૂલી જ ગયો છે. આવા સમયે  હજી પણ આવા ગામડાઓ છે જે નિઃસ્વાર્થ પ્રેમ થી પ્રભુ ભક્તિ માં લિંન થઇ ને સંસ્કૃતિ ને ઉજાગર કરતા રહે છે. જેના કારણે માનવ હ્રદય માં નવો તેજપુંજ દેદીપ્યમાન થાય છે.
         બધા લોકો સાંજે થાકીને સુઈ જાય છે. આખોદિવસ ઉજાણીમાં કાઢતા, સ્વપ્નમાંય લોકોને  ગાવાની ભીતિ થાય છે અને ઊંઘમાં પણ ગાવતા લોકો જોવા મળે છે.  આ ઉપરથી કહી શકાય કે,સંપૂર્ણ પ્રભુ ભક્તિમાં લિન આખું ગામ આ દિવસે જોવા મળે છે.
સવારે કામ કરવા બધા ખેતરોમાં જાય છે. ત્યાં પણ 
બધા લણવાનું કામ પુર જોશમાં કરે છે. ધણે બાંધેલા ધોરીડા પણ વાગોળવાનું ભૂલી જઈને કૃષ્ણના રાસડામાં મઁત્ર મુગ્ધ બન્યા છે.ભગવાન સૂર્યનારાયણ પણ ઘરે જવા ઉતાવળ કરતાં હોય એમ દૂર જતાં વાદળોની વચ્ચે સન્તા કુકડી કરતાં દુર ભાસે છે. વ્યોમ ફરતે લાલાશ ઉપસી આવે છે, એટલે લોકો સમજી જાય કે હવે પશુઓને દોહવાનો અને ચારો નાખવાનો સમય થઈ ગયો છે. પાછા બધા પોત પોતાના કામો પડતા મૂકીને ઘર ભણી ડોટ મુકતા, ઉતાવળા પગે ચાલવા જતાં પાછળની ઊડતી ધૂળ આગળ આવીને પડતી હોય છે, પગના ચપ્પલના અવાજ ઉપરથી કોને કેટલી ઉતાવળ છે? એ પ્રતિત થતું.
        વૃંદા, એની સખીઓમાં, દેવયાની, માલતી, પૃથા જેવી બધી સખીઓ ખેતરમાં સહેલીનું ઘર છે ત્યાં,ટોળે વળીને બેસતી. ગમ્મતમાં વાતોની ઉજાણી કરતી સમય પસાર કરતી.
વૃંદા :  હાલ ને! આ વખતે આપણે ક્યાંક ફરવા જઈએ.
પૃથા : પણ, ખેતરે કોમ વધી જ્યુ સ . સમય નવરાશ નો નૈં.
વૃંદા : આખી જિંદગી કોમ જ હોય બળ્યું, પણ,
વૃંદા : બુન, આખી જિંદગી કોમ હોય. પણ હેંડો જવુ તો પડે. જિંદગીમાં ઈતો જોડે આવે.
દેવયાની : બળ્યું, નાના હતાં તે બધા, બધા તે'વારો કરતાં.
અને હવે ક્યાંક જવાનું હોય ને કામ વધી જાય. નાના હતાં એ જ બરોબર હતાં. 
   આવી ગોષ્ઠી કરતાં સખીઓ અને વૃંદા મોજ કરી રહ્યા છે. ખાટલા ઉપર બધા બેઠા છે. લીમડાના વૃક્ષનો ઘટાદાર છાંયડો છે. ઝાડ નીચે નાનું માટીનું માટલું પાણીનું ભરીને રાખેલું છે, છાંયડે બેસવાવાળા ત્યાંથી લઈને પાણી પીએ.
લીમડાં ની આજુબાજુ ભેંસો, ગાય અને બળદો બાંધેલાં છે. લીમડા નીચે એ પણ આરામથી વાગોળી રહ્યા છે. વૃંદા અને સખીઓના હસવાનો અવાજ અને બાજુમાં બાંધેલી વાછરડી કૂદાકૂદ કરી મુકે છે એ ગમ્મત ચાલી રહી છે.
      વૃંદા બહેનપણીઓ જોડે સૂકા લાકડા વીણવા માટે જતી હોય છે, અને સાંજના એંધાણ સમી સઁધ્યા ઢળતા ઘરે જવા ઉતાવળ કરતાં બોલી, " કેટલી વાર કરશો તમે બધાં જલ્દી ઘરે ચાલો. મારે હજી બાપુજી માટે જમવાનું બનાવવાનું છે, કામધેનુને પણ એકલી મૂકીને આવી છું. "
એમાં દેવયાની નામે વૃંદાની ખુબજ નજીકની બહેનપણી, કંઈ વાત એમની બંનેની એકબીજાથી છુપી નહોતી.
દેવયાની : હા બહેન દી' પણ નાનો થાય છે, ઉતાવળ કરતાં કરતાં આથમી  જાય.
વૃંદા :વાતોમાં ટેમ ના ખો બહેન ઝાઝું મોડું થાહે તો બાપુજી અને કામધેનુ મને ગોતવા હાલી નીકળશે.
દેવયાની :( રસ્તામાં ચાલતા ચાલતા ) વૃંદા તારા ગયા પછી તારા બાપુજીનું હું થાહે?.
વૃંદા : એ વચારીને મારું હ્રદય ભરાઈ જાએ સે, પણ વિધાતા જાણે, આપણે પારકી થાપણ કેવઈએ, દીકરીને પારકા માણહની માટે જ મોટી કરવામાં આવે છે.
દેવયાની :સાચી વાત સે પણ આપણું ધાર્યું, કશુંય નહીં થાહે.
    ઉતાવળા પગે ચાલતા ચાલતા વૃંદા વગડો વટાવીને ગામની સીમમાં બધા સાથે પ્રવેશે છે. ગામના બધા માણસોની નજર આ સઁધ્યા ટાણે પણ કામમાં વ્યસ્ત બહેનપણીઓ ઉપર પડે છે અને એ બોલી ઉઠે છે.
  "બાઈ  માણહ દી'આથમતા પેલા વેળાસર ઘરે આવી જવાનુ દીકરાં, આમ વેરાનસમા વગડામાં કોઈ ફાડી ખાહે.
વૃંદા :કાકા સાચી વાત પણ હવે ઝટ પાછા આવીશું.
આતો થોડાક આગળ નીકળી ગયા એટલે મોડું થયું.
   માથે લાકડાનો ભારો અને લાંબા ડગ ભરતી, અને ગામલોકોને વાતો કરતી વૃંદા ઘર તરફ આગળ વધે છે.
ઘરના ઝાંપામાં વૃંદા દેખાતાજ કામધેનુ જોર જોરથી ભાંભરે 
છે. કામધેનુનો અવાજ સાંભળી બાપુજી પણ પોતાનું મોઢું ઝાંપા તરફ કરીને જોઈ રહ્યા છે. વૃંદા ઝાંપો ખોલીને અંદર ભારો નાખીને તરત કામધેનુને વહાલ કરવા માટે તેની માથે હાથ મુકે છે. અને કામધેનુને ચારો નાખતી એની સાથે વાતો કરે છે.
વૃંદા : લે હું આવી ગઈ, માં હવે શાંતિથી બેસી જા, મારી વાટ જોઈને ક્યારની થાકી હશો, હવે હું ક્યાંય નહીં જાઉ.
બાપુજી આ બધું જોઈ રહ્યા છે, અને વૃંદાને બુમ પાડે છે.
બાપુજી :વૃંદા બેટા પાણી લાવજે.
વૃંદા : એ.. હા, આવી બાપુજી. 
કહીને તરત વૃંદા બાપુજીને પાણી આપે છે અને જમવાનું બનાવવા માટે ઘરમાં ચાલી જાય છે.
         બધા વાસણો સાફ કરીને ઝડપભેર લોટ બાંધે છે. ચૂલામાં અગ્નિ પ્રગટાવીને રોટલી બનાવવાનું ચાલુ કરે છે. પાંચ -સાત રોટલીઓ બનાવીને, શાક સમારવા બેસે છે. શાક ચૂલા ઉપર ચડાવવા મૂકીને વળી, ઓસરીમાં સફાઈ કરવા લાગે છે.બાપુજી આ બધું ટગર ટગર જોઈ રહ્યા છે. અને મનમાં મલકાય છે.
  વૃંદા : બાપુ, શું થયું?, કેમ મલકાયા.
  બાપુજી :દીકરા! તું નાની હતી ત્યાર હું વચારતો કે આ વૃંદા કે'દી મોટી થાહે ન કે' દી કામમાં વળગશે. પણ જોત જોતામાં દીકરાં તું હવે ઘરનું બધુંય કોમ કરતી થઈ જઈ સ.  સારો મુરતિઓ જોઈને હવે મારે તારા લગનની તૈયારી કરવી જોહે.
   આ સંભાળી વૃંદા એક પળ માટે અવાચક બની જાય છે. કામ કરતી એકદમ થંભી જાય છે, એની આંખોમાં ઝળઝળીયાં આવી ગયા છે. અને ગળે ડૂમો ભરાઈ ગયો છે. પોતાનું ઘર, બાપુજી અને કામધેનુથી અલગ થવાનું એને સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું પરંતુ બાપુજીના આવા વચનો એકદમ સાંભળતા તે સ્તબ્ધ થાય એ સ્વાભાવિક છે.
   છતાંય એ મનને કાબુમાં લાવીને, બોલી ઉઠે છે.
વૃંદા -(ગળ-ગળા  અવાજે ) બાપુજી!મેં કંઈ મોટી થઈને કંઈ ગુનો કર્યો સ.મને અલગ મુકવાની વાત કેમ કરો સો ?
બાપુજી : ના બેટા, આતો આપણા સઁસ્કાર કેવાઈ. દીકરી પારકી હોય સ. અને બીજા ઘરે લગન કરીને જાય ઈ આપણી સઁસ્કૃતિ સ. એટલે કીધું બેટા. પણ હવે નઈ કહું.
જા, દીકરાં શાક બની ગયું લાગે, વરાળ નીકળે એવું લાગી રહ્યું છે. 
વૃંદા ઝડપભેર ઉતાવળા પગે ચૂલાની બાજુમાં જઈને શાક ઉતારે છે. અને થાળીમાં પીરસી રાખે છે.  બાપુજી કામધેનુ અને વાછરડાને અંદરની કોર બાંધવા માટે જાય છે. વૃંદા બાપુજી ના દેખાતા તેમને બૂમ પાડે છે.
  વૃંદા -: બાપુ! જમવાનું બની જ્યુ સ. હાલો હાથ ધોઈને આવી જાઓ જમવા.
બાપુ : (દૂરથી)હા, દીકરાં હું આયો.
બાપુજી આવીને પથારેલા ઓસાડ ઉપર બેસે છે. વૃંદા જમવાની ભરેલી થાળી એમની આગળ મુકે છે. બાપુજીની નજર વૃંદા ઉપર પડે છે, એની ભ્રમરો સુજેલી, આંખો લાલ, ફુલેલું મોં, બાપુજીને લાગ્યું કે, નક્કી વૃંદાને મારી વાતનું ખોટું લાગ્યું છે. એટલે એ મૂડમાં નથી.
બાપુજી :વૃંદા બેટા, તું પણ જમી લે, આતો તારા જેવી બધી ગામમાં સાસરી જાયને લગન થઇ જ્યાં સે એટલે તને કીધું, હુંય બાપ સુ. જવાબદારી હોય એટલે કીધું દીકરાં.
વૃંદા :તો પણ બાપુજી તમારે મને અલગ કરવાની વાતું નઈ કરવાની.
બાપુજી : હા, હવે નહી કરુ અને તને ક્યાંય નહીં મેલું, બસ! હવે જમી લે.
  વૃંદા થોડીક માલકાઈને પોતાની થાળીમાં શાક અને રોટલો લઈને જમે છે. બન્ને બાપ -દીકરી જમતાં હોય છે અને એવામાં ઝાંપે કોંક જણ આવતું જણાય છે. અંધારામાં મોં ઉકલાતુ નથી પણ કોઈ ભાઈ માણહ આવતા લાગે છે. જોત જોતામાં એ નજીક આવી ગયા ત્યારે એમનું મોઢું વરતાણુ. 
બાપુજી : અરે! સોમાભા તમે આટલા મોડા કેમ? શું કારજ પડ્યું. બધું હેમ ખેમ તો સે ને.?
સોમાભા :(હસીને )હા, ભગત બધુંય હારું સે બાપલીયા.
મારાં ઘરે ભજન રાખેલા છે, ન્યાં ખેતરમાં જવાનું છે એટલે તમને લેવા આવ્યો.
ભગત : હાશ! થઈ હવે, એમ કહો તો ખબર પડે, પણ ખેતરે હાલવામાં મારાં પગ દુઃખશે. ને મોડું પુગાશે.
સોમાભા : ભગત હુંને શામળભાઈ આવ્યા અહીં, ગાડું લઈને. ગાડું તમારા ઘરની બાર શેરીમાં થેરાવ્યું સ. અને હું હાલીને લેવા આયો. ભગત ન્યાં જઈને વાળું કર્યું હોત તો હારું થાત.
ભગત : ના બાપલીયા, અન્નની સામે બેસીને પછી ઉઠાવું એ અન્ન્નનું અપમોન ગણાય. હવે હું વાળું અહીંયા કરી લઉં.શામળને કે ઝાપના લાકડાં ખોલીને ગાડું અંદર લઈને આવે.
સોમાભા -ના, હવે ભજન ચાલુ થઇ જાહે એટલી વારમાં તમે વાળું કરી લ્યો.
ભગત: ભલે!
કહીને ભગત જમવાનું ચાલુ કરે છે. સોમાભા બાજુમાં ઢાળેલા ખાટલામાં બેસે છે, અને વૃંદા પાણીનો લોટો લઈને એમને પાણી પાવા માટે આવે છે.
સોમાભા - અરે, બેટા તું વાળું કરીલે પછી પોણી આલ, હું બેઠો છું.
વૃંદા : ના બાપા, તમે મેમોન કેવોઈ, અને ઈ મારો ધરમ છે બાપુ.
સોમાભા : (ભગતને) ભગત ગયા ભવનું પુણ્ય હશે એટલે તમારે ઘરે સાક્ષાત લસમી પધાર્યા સ.
ભગત ખાતા ખાતા હશે છે. સોમાભા પાણી પીએ છે. વૃંદા વાળું કરવા બેસે છે. સોમાભા ભગતને વાર લાગતાં, પોટલીમાંથી હુક્કો કાઢીને બુડ બુડ અવાજ સાથે રાત્રે બોલતા તમરાનો અવાજ કાને પડે છે.
ભગત વાળું કરીને ઉભા થાય છેઅને હાથ સાફ કરતા કરતા.
વૃંદા -બેટા, મારે આવતા મોડું થાહે. તું હુઈ જાજો. બાજુમાંથી તારી કોઈ સખીને સુવા બોલાવવી હોય તો હું એમને કહેતો જાઉ.
વૃંદા : ભલે બાપુજી હું બોલાવી લઈશ તમારે મોડું ના થાય તમે હાલો.
બાપુજી ભલે કહીને સોમાભા સાથે હાલવા માંડે છે. ઝાંપો ખોલીને સરખો ફરીથી બાંધી લે છે.અને ગાડામાં બેસીને બધા નીકળી જાય છે. ગાડું ખેતર તરફ જવા રવાના થયું એ વૃંદાએ સાંભળ્યું. એ બધા વાસણો ધોવા મંડી પડે છે.
બધું સરખું કર્યા પછી એ બાજુમાં રહેતી દેવયાનીને બોલાવવા જાય છે. દેવયાની પણ વૃંદા એકલી હોય એટલે ત્યાં સુવા માટે આવી જાય છે. રાતે વીતતી જાય છે અને વૃંદા અને દેવયાની પણ નીંદરમાં સુઈ જાય છે.
       કુંજર ગામની દશેક કિલોમીટર દૂર કાગધી નામે નગર છે. એ નગરનાં રાજાનું નામ ચંદ્રસિંહ. પ્રજા વત્સલ અને ભક્તિમય જીવન, પોતાની પ્રજાને પરિવારની જેમ સાચવે જેમના લીધે તેમની કીર્તિ અને યશ દૂર દૂર સુધી ગવાતો હતો. 
રાજા ચંદ્રસિંહને એકનો એક પુત્ર હતો. જેનું નામ હતુ વનરાજસિંહ. યુવાન વય, કદાવર શરીર, માથામાં મોટા વાળ, યુદ્વ અભ્યાસ કરીને મજબૂત બનાવેલા એમના બાજુ, અણિયાળી આંખો, માથે કાળા કેશ, મૂછનો દોરો હજી ફુટું ફુટું થાય છે. કેડમાં કટારી, એક હાથમાં તલવાર અને બીજા હાથમાં ઢાલ ધારણ કરીને નીકળે ત્યારે દુશ્મનોના હાજા ગગડી જાય.
        આ નગરમાં મહાકાળી માતાનું ભવ્ય અને જૂનું મંદિર આવેલું છે. રાજા મહારાજાઓની કીર્તિ નું ઉજાગર કરનાર એકમાત્ર સ્થળ એ મહાકાળી માતાનું મંદિર છે. રાજાના વંશજો મહાકાળી માતાના ઉપાસક રહ્યા છે. જેના ઉજળા ઇતિહાસની આ મંદિર સાક્ષી પુરે છે. 
  પ્રાચીન કાળમાં યુદ્ધના જયારે નગારા વાગતા, ત્યારે શૂરવીરો હથિયાર ધારણ કરીને નીકળી જતાં.જય કાલિકાના નાદ સાથે જે બાજુ લશ્કર કુચ કરે ત્યાં સામેવાળાનો પરાજય અને એમનો વિજય નિશ્ચિત હતો. પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે, અને પ્રજાને બીજા રાજાની ગુલામીમાંથી મુક્ત કરાવવા ધીંગાણા જામતા. અને રાજા સેન્યબળ સાથે મહાકાળી માતાના આશીર્વાદ લેવાનું અચૂક ભૂલતા નહી. મહાકાળી માતાના આશીર્વાદ વગર ધીંગાણે જતાં જ નહીં. મહાકાળી પણ હાજરા હજુર દેવી પરચા પુરે છે.ધાર્યા કામો પાર ઉતારે છે, રાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના ભંડાર ભરી દે છે. દુશમન સામે લડવા જતાં રાજાઓમાં શક્તિ સ્વરૂપા દેવી યુદ્વમાં પણ સાથે હોય એવો આભાસ કરાવે છે.
          હાલના કાગધી નગરની આજુબાજુના રાજ -રજવાડાઓ અને ખેડૂતો મહાકાળીના મંદિરે દર્શન માટે આવે છે. અને પૂર્ણ ભક્તિ ભાવથી માતાની પૂજા અર્ચના અને આરતી કરે છે. લોકો માતાજીની બધા રાખે છે અને બાધા પુરી કરવા માટે કોઈ ચાલતાં, કોઈ નીચે આળોટતા માતાજીના દ્વારે આવે છે. અને પૂજા કરે છે. આ ઉપરાંત,
અને મેળાનું આયોજન પણ કરે છે. ભક્તો પોતાના સહ પરિવાર આવીને માતાની ઉપાસના કરે છે. નાના તહેવાર જેવું વાતાવરણ અને લોક હૈયું હિલ્લોળે ચડે તેવા સંસ્કૃતિક વાતાવરણ અને ગ્રામ્ય સંસ્કૃતિ લહેરતી જોવા મળે છે.
      કાગધી નગરના નાના નાના રજવાડાઓ મળીને માતાની ઉપાસના કરવા માટે મેળાનું આયોજન કરે છે. બધા પોતાના કામો છોડીને આ દિવસોને યાદગાર બનાવવાનો વિચાર કરે છે. મેળાના મહિના પહેલાં જ મેળાની તૈયારીઓ જોર શોર થી શરુ કરી દેવાય છે. ક્યાં કયાં શું રાખવું જોઈએ જેમ કે મેળાના મેદાનમાં ચગડોલ, રમતો, હાટડીઓ, ફેરિયા વાળા, શેરડીવાળા, મીઠાઈની દુકાનો, પ્રસાદ સામગ્રી, પશુઓનું લે -વેચ નું આયોજન વગેરે યુવરાજ વનરાજસિંહ પોતે જ આ બધી વ્યવસ્થાઓ કરતાં હોય છે.
રાજદરબારમાં બધા મંત્રીગણો સાથે રાજા ચંદ્રસિંહ અને યુવરાજ વનરાજસિંહ પણ બેઠા છે. સેવકો આજુબાજુ સેવા ચાકરીઓ કરી રહ્યા છે. ગામલોકો પણ બાજુમાં ઉભેલાં છે. રાજા હવે નગરજનોના હિતમાં કયો નિર્ણય લેશે એની ચર્ચાઓ તેઓ અંદરો અંદર કરી રહ્યા છે.અને મંત્રીઓ મેળાને લઈને પોતાનું મંતવ્ય જણાવે છે.
મંત્રી : મહારાજ નો જય થાઓ! મહારાજ આ વર્ષે મેળનું આયોજન કુમાર વનરાજ ખુદ કરી રહ્યા છે. અમને એમના આયોજન પર વિશ્વાસ છે, પરંતુ...
રાજા -(વચ્ચે બોલ્યા) એમાં પરંતુનો પ્રશ્નના હોય મંત્રીજી. તમે તમારો મત આપવામાં સ્વતંત્ર છો. તો તમારા પરંતુ પાછળનું કારણ જણાવો.
મંત્રી : અન્નદાતા કાળ ઝાળ ગરમીના દિવસો નજીક આવવાના છે. તો રાજ્યના કોષો ભર્યાં રહે એ માટે ખોટા વધારે પ્રમાણમાં મેળામાં ખર્ચા કરવાની કોઈ જરૂર નહીં
જણાતી.
રાજા : મંત્રીવર મહાકાળી માતાનાઉપાસક રહી ચૂકેલા મારાં પૂર્વજો જે રીતે વર્ષો વર્ષ મેળાનું આયોજન કરે છે એમ આપણે પણ મેળાનું આયોજન કરવાનું છે. અને યુવરાજને આ માટે રાજના તમામ ભંડારો માંથી છુટા હાથે વાપરવાનો આદેશ છે.
મંત્રી : વાત સાચી અન્ન દાતા. પણ પાછળથી કંઈ મુશ્કેલી ના સર્જાય એની મને બીક હતી એટલે વાત કરી.
યુવરાજ: મંત્રીવર આપણી જોડે મહાકાળી માતાનો સાથ છે. અમારા પૂર્વજોને પરચા પૂરતી માતા આજે પણ સાક્ષાત કાગધી નગરની રક્ષા કરે છે. ભંડાર ભરવાવાળી પણ એ છે અને ભંડાર ખાલી કરવાવાળી પણ એજ છે. તો બીક શાની? એટલે બધું માતા ઉપર છોડી દો અને બીજી વ્યવસ્થાની વાત કરો.
મંત્રી : જી હુકુમ.
રાજા :નગરની તમામ શેરીઓ શણગારી દો અને રસ્તાઓ સારા બનાવી દો યુવરાજ માતાની ઉપાસના કરવા માટે ભક્તો, અને ઉપાસકો આવે એમને જરાય તકલીફના વેઠવી પડે.
યુવરાજ : જી, મહારાજ. એવુ જ થશે.
કાલિકા માતનો જયકાર બોલાવીને રાજા સભાનો અંત લાવે છે અને બધા તૈયારીઓમાં લાગી જાય છે.
  ગામમાં મેળે જવાનો આનંદ અનેરો જોવા મળે છે. નવા દિવસોની ઉજાણી કરવા માટે માનવ હૈયું થનગનાટ કરી રહ્યું છે. મેળામાં ગામ લોકોની એકતાના દર્શન થાય છે. આમ તો રોજ બધાને મળવાનું થતું ના હોય અને વારે તહેવારે મળવાનું થાય ત્યારે લોકોને મનમાં ખૂબ જ આનંદ ભરેલો હોય છે. પોતાના સગા વ્હાલાઓ મેળામાં આવતા હોય છે. અને ઘણા દિવસો પશ્ચાત એમને મળવાનું, એમના મોઢા જોવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. એટલે એમને ખુબ જ હર્ષ અને લાગણી ભેર મેળાના દિવસોની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 
   આ ઉપરાંત કંઈક લોકોને મેળામાં ખરીદી કરવી, પશુઓ ના ભાવ તાલ સંભાળવા, એમાં વધારે રસ ધરાવતા જોવા મળતા. અને જેમને સૌથી પ્રિય મેળો લાગતો હોય તો એ છે,પ્રેમી પંખીડાં. પોતાના પ્રિયજન ને મળવાનું ટાણું હોય, જીવનસાથીને પ્રથમવાર જોવાના હોય છે ત્યારે એમનું મન મેળાના દિવસો જોવા માટે આકુળ વ્યાકુળ થઈ ગયું હોય છે. એ જમાનામાં માં -બાપુ સગાઈ કરી દેતા હોય છે. મુરતિયાને ખબર પણ નહી હોતી. અને જોવા પણ જવાય નહીં એટલે મેળામાં બધા અચૂક આવતા હોય ત્યારે તેમના જીવનસાથીની એક ઝલક મેળવવા, પોતાની આંખે નિરખવા મેળામાં જતાં હોય છે.
    વૃંદા પણ મેળો જોવા અધીરી બની જાય છે. તે આખાય વર્ષમાં પોતાને જોઈતી બધી વસ્તુઓ એકઠી કરવાંમાં લાગી જાય છે. નવાં કપડાં, કંદોરો, બંગડીઓ, ઝુંમખાઓ જેવા વસ્ત્રાભૂષણો પોતે જાતે જ લાવેલા. મેળે જવાના તેના મનના ખ્યાલોમાં પોતાના મનને ગૂંથતી ફરતી હોય છે. પહેરવા ઓઢવા માટે લાવવાની કોઈ વસ્તુ બાકી ના રહી જાય એના વિચારે ચડેલી જોવા મળે છે.
     ગામમાં આવેલી વાવમાં તે પાણી ભરવા માટે જાય કે સહેલીઓ સાથે બળતણનાં લાકડાં વીણવા જાય ત્યારે પણ સહેલીઓ સાથે મેળામાં જવાથી લઈને, શું પહેરવું, ઓઢવું જેવી વાતો કરતાં. એક અનોખી દુનિયામાં મનની આટી વાળીને ફરતી સુંદરીના હૈયામાં મેળાના આગોતરા ખ્યાલો વ્યાપ્ત જોવા મળે છે. આ વખતે મેળામાં કંઈક હાથમાં નામ કોતરાવીશ. મેળામાં જવા આટલી અધીરી બનેલી વૃંદાને સહેલીઓ ટીખળમાં પૂછતાં, મેળામાં કોઈ રાજકુમાર મળવા આવે છે કે? કેમ?
   આમ તો વાતેય સાચી હતી, કાગધી નગરના રાજકુમાર, રાજા ચન્દ્રસિંહના એકના એક પુત્ર વનરાજસિંહ આ મૃગનેણી વૃંદાને મનોમન વરી ચુક્યા હતાં.
     એકવાર દરરોજની જેમ વૃંદા બળતણના લાકડાં વીણવા માટે વનમાં ગયેલી અને એજ ટાણે આખેટ માં નીકળેલા વનરાજસિંહ પણ જંગલમાં જ હતાં. શિકારની પાછળ આવતા આવતા તેઓ જે જગ્યાએ વૃંદા અને તેની સખીઓ લાકડાં વીણતી હતી ત્યાં આવી પહોંચ્યા. અચાનક આવેલા અજાણ્યા ઘોડેસવાર ને જોઈને બધા સ્તબ્ધ થઈ જાય છે.
        ઘોડેસવાર ની કપાળમાં સૂર્યનારાયણ ના તેજ સમુ તેજ, યુદ્ધમાં લડાઈ કરીને કદાવર બનેલા એમના બાહુ, ખભા સુધી આવતા એમના કેશ, રાજસી વસ્ત્રોમાં જાજવલ્યમાન એમની પાઘડી. હાથમાં અશ્વની લગામ, થાકેલો અશ્વ એક જગ્યાએ ઉભો રહેતો નથી. અને માથું ઊંચું કરીને હણહણાતી બોલાવે છે. આ બધું જોઈ રહેલી સખીઓ વધારે ડરવા લાગે છે. રાજકુમાર હળવેથી નીચો ઉતરીને ઘોડાને વ્હાલ કરતો હાથ ફેરવે છે. વૃંદા રાજકુમારને જોઈ રહે છે. રાજકુમારની નજર પણ વૃંદા પર પડે છે. વૃંદાનું રૂપ જોઈને રાજકુમાર અવાચક બની જાય છે. એ એકીટસે વૃંદાને જોયા કરે છે.
      વૃંદા નામ સારીખા ગુણો, લીલા વનમાં નાગરવેલ ના છોડ સમી એની પાતળી કેડ, મૃગના નયનો જેવા એના નેણ,મેશ આંજીને શણગારેલા નયનો પલકારા મારવાનું ભૂલી ગયા છે.દીવા ની જ્યોતિ સમુ એનુ નાક, નથણી માં અલગ તરી આવે છે. કાળો ભમ્મર વાળનો ચોટલો ગુંથેલો,
આભામાં તારલા ટમટમે તેમ તેની સાડીમાં દાળિયા ટમટમી રહ્યા છે. એક સૂર્ય નભમાં છે, અને બીજો ધરા પર ઉતર્યો.
કામણગારું રૂપ જોતા જ છબી રાજકુમારના હૈયામાં વસી ગઈ.
   બન્ને જણ એકબીજાને નિહાળી રહ્યા છે, હૃદય થી હૃદયનો સઁબઁધ બંધાઈ ગયો છે. સમય પણ થંભી ગયો છે.
રાજકુમાર અને વૃંદાને આમ જોઈને સખીઓ પણ વિચારમાં પડી ગઈ છે, કોઈ કશુંય બોલતું નથી. બન્ને જણ એક બીજાને ઓળખતા નથી.
   એવામાં પાછળથી ઘોડાઓ આવવાના ડાબલાનો અવાજ આવે છે, રાજકુમારની સાથે આવેલા સૈનિકો આ બાજુ આવતા લાગે છે. રાજકુમારને ભીતિ થાય છે, તે સ્વસ્થ થઈને ઘોડાની લગામ ખેંચે છે. અને કૂદકો મારીને ઘોડા ઉપર સવાર થઈ જાય છે. રાજકુમારને એમ કે સૈનિકો અહીંયા આવી ચડ્યા તો એકલી સ્ત્રીઓ ડરી જશે. એટલે ત્યાંથી જવા માટે નું વિચારે છે. પણ આજે તેઓ હૈયું અહીંયા મૂકીને જ જાય છે. વૃંદા અને રાજકુમાર ની આંખોમાં ઝલઝળીયા આવી ગયા છે. વૃંદા પણ પોતાના બન્ને હાથોની આંગળીઓ દબાવતી ઉભી છે.અંતરમન છુટાં થવાનું નામ નથી લેતા છતાંય રાજકુમાર સૈનિકો તરફ ઘોડો મારી મુકે છે. 
      અચાનક આમ ઘોડેસવાર આવી જતાં સ્તબ્ધ બનેલી સખીઓ હોશમાં આવે છે.અને વૃંદાને પણ સંભાળે છે. પ્રીતઘેલી બનેલી વૃંદાની આંખોમાં નીર ના અભરખા દેખાય છે. સખીઓને ખબર પડી કે વૃંદા નક્કી પોતાનું હૈયું આ ઘોડેસવાર ને દઈ બેઠી છે. વૃંદા સભાન થઈને હસી જાય છે. સખીઓ પુછે છે.
સખી : (વૃંદના ખભા પર હાથ મૂકીને) વૃંદા કંઈ દુનિયામાં સો,ઘરે જવાનુ મોડું થાય સ. હવે કોઈ ઘોડેસવાર નથી અહીંયા.
વૃંદા : હા, સખી એ ઘોડેસવાર ઈની જગાએ (હૈયામાં) જતો રયો સ.
સખી : સાવ બાવરી થઈ ગઈ સો !
વૃંદા : હાલો હવે લાકડાં ભેગા કરીને ઘરે જઈ નહીંતર કામધેનુ અને બાપુજી આજ નક્કી વઢવાના.
  આમ કહીને બધી સખીઓ એકબીજાની મદદ કરીને બળતણના લાકડાનો ભારો બાંધીને ઉપડાવે છે. અને મનમાં  હજી બધાને ફફડાટ નહીં જતો. ગામ તરફ જવાનાં માર્ગે ચાલતા તેમના પગની દ્રુજારી અને બોલવામાં પણ હજી ભય વર્તાય છે. ધીમેથી વૃંદા ઘરે જાય છે. બળતણ નો ભારો ઉતારે છે. ઓસરીમાં જઈને માટલામાંથી પાણીનો લોટો ભરીને મોઢું ધોએ છે. કામધેનુ ને ચારો ઉલેછે છે. ફરીથી ફળિયામાં આંટા મારે છે. અચાનક યાદ આવતા રસોઈ કરવા માટે પાછી દોડીને ઘરમાં આવે છે. અંતર્મનના ઊંડાણમાં હજી પણ ઘોડેસવાર જ દેખાય છે. એ એકીટશે જોઈ રહી હોય એમ કામ કરતી કરતી અચાનક થંભી જાય છે. ફરી કામે લાગી જાય છે.
   મનથી વરી ચૂકેલી વૃંદા રાજકુમારને જાણતી નથી કે ઓળખાણ પણ નથી. છબી જોઈ ને જ મોહિતથયેલી વૃંદા એના ખ્યાલોમાં જ રાચે છે. આ બાજુ રાજકુમાર પણ વૃંદા ના ખ્યાલોમાં રહે છે. રાજ કાજ માં ધ્યાન પણ ઓછું કરી દીધું છે. એના હૈયામાં વસેલી વૃંદાને તે ઝંખે છે. એના આંખના પલકારામાં એ મોહિની સ્વરૂપા વૃંદાની છબી દેખાય છે. આંખોમાં મિલનના આંસુડા સારતા બન્ને પ્રેમી પંખીડાઓ પહેલી નજરમાં એકબીજાને હૈયું દઈ બેઠા છે.
      કુંજર ગામમાં ખેતપેદાશો લેવાની કામગીરી જોર શોરથી ચાલુ થઈ ગઈ છે.બધા પોત પોતાના ખેતરમાં પાકો લણવાનું કામ ચાલુ કરી દે છે. મેળાના દિવસોમાં નવરાશ જોઈએ છે એટલે હમણાં વિસામો ના લેતા કામ ચાલુ રાખવાની તજવીજમાં ખેડૂતો ખેતરમાં કામ કરી રહ્યા છે.
કોઈ ખેતરમાં કામ પાછળ ના રહી જાય એ માટે બધા મળીને ખુબજ આનંદ પૂર્વક એકબીજાના કામો કરતાં હોય છે. પ્રકૃતિક સૌંદર્યના અંદ્ભૂત નજારામાં શોભતા ખેતરમાં ઉભેલા મોલ ધરતીના પુત્રોનું સ્વાગત કરવા થનગને એમ લહેરતા જોવા મળે. માટીના નાતામાં અને ધરાના ખેડાણ માટે ખેડૂતોના ભાઈબંધ સમા ધોરીડાં પણ પોતાની તમામ તાકાત વાપરીને પોતાના માલિકને ખેતરમાંથી ધાન લઇ જવામાં પાછા પડતાં નથી.
  કાગધી નગરમાં તો જ્યાં મેદાનમાં મેળો જામવાનો છે ત્યાં તો માતાની નગરી હોય એમ શણગારવામાં આવી હતી. શેરીઓમાં ફૂલોની હાર માળાઓ લગાવવામાં આવી છે. મંત્રીવરો સાથે કુમાર વનરાજસિંહ જયારે મેળાના આયોજન ને નિહાળવા માટે લટાર મારવા નીકળે છે ત્યારે પોતાની નગરી શુશોભીત જોઈને તેમના હરખનો પાર રહેતો નથી. બધાય નગરવાસીઓ પોતાની કર્મભક્તિ માતાને અર્પણ કરવા માટે યથા યોગ્ય કામો સ્વયં ઉપાડી લે છે અને મેળાનું ભવ્યાતિભવ્ય આયોજન થાય કોઈ કમી ના વર્તાય અને શ્રદ્ધાંળુંઓને કોઈ અગવડ ના પડે એનુ ખાસ ધ્યાન રાખવામાં આવતું. કોઈ કસરત રહી જાય તો માતાજીના મંદિરની પ્રાચીન કીર્તિ ભૂંસાઈના જાય એનુ પણ ધ્યાન રાખવામાં આવે છે. વનરાજસિંહ સ્વયંભુ પોતે આ વ્યવસ્થા કરાવી રહ્યા છે. તેઓ ઘોડા પર સવાર થઈને નગરચર્યા કરવા નીકળે છે.
વનરાજસિંહ : મંત્રી  આ બાજુ મુખ્ય દરવાજો છે જેની પહેરેદારી વધારે ગોઠવવામાં આવે, અહીંયા શ્રદ્ધાળુંઓ માટે મુખ્ય પ્રવેશદ્વાર નું ભવ્ય નિર્માણ કરવો.
મંત્રી : જો હુકુમ કુમાર.
વનરાજસિંહ : અને મેદાન મોટુ છે તો ખાવા પીવા સિવાયની હાટડીઓને કિનારે રખવામાં આવે જેથી કોઈને મેળામાં ફરવામાં મુશ્કેલી ના પડે.
મંત્રી : હા, કુમાર એમજ થશે.
વનરાજસિંહ : માતાજીની બાવન ગજની ધજા બનાવવા આપ્યો હોય તો જલ્દી  લેવડાવજો. સવારના શુભ મુહર્તમાં મહારાજ માતાજીની આરતી કરવાનાં છે.
મંત્રી : હા, કુમાર, ધજા બનીને તૈયાર થઈ ગઈ છે.
વનરાજસિંહ : સાધુ મહાત્મઓ પણ આવશે. દેવી દેવતાઓ પણ ભક્તોના રૂપમાં આપણા નગરમાં આવશે.તો એમને નગરનું વાતાવરણ ભવ્ય લાગવું જોઈએ.
મંત્રી : જો હુકુમ કુમાર, બધી જ વ્યવસ્થાઓ પૂર જોશમાં ચાલુ છે.
            કુમાર વનરાજસિંહ પોતાના કર્યો સાથે દરેક પળે અચાનક મળેલી યુવતી વૃંદાને અચૂક યાદ કરે છે. રાજ્યના કામોમાં મન તો નથી લાગતું પણ પિતાજીની આજ્ઞા અને જવાબદારી પોતાને બળ આપે છે. નહી તો યુવરાજના અંતર્મનમાં વસી ગયેલી વૃંદાની છબી અમિટ છાપ છોડી ગઈ છે. કામો કરતાં કરતાં વળી એકાંતમાં કંઈક વિચારો કરે છે અને ફરીથી કંઈક યાદ આવતાં મંત્રીઓ સાથે વાતો કરવા લાગી જાય છે. વૃંદાની યાદોને છુપાવવાની કોશિશ કરે છે પરંતુ છુપાવી શકાતી નથી. મંત્રીઓ પણ ક્યારેક વિચારમાં પડી જાય છે કે કુમાર કેમ આવી આડી વાતો કરે છે. છતાંય બધા એમ વિચારે છે કે કંઈક હશે? પણ શિકારે ગયા પછીનું વર્તનમાં કુમારનો ઘણો જ બદલાવ જોવા મળે છે.
          આવતી કાલે કાગધી નગરના આંગણે મહાકાળી માતાના ભવ્ય દરબારમાં મેળો છે. બધાને ઉમંગ અને આંનદ છે. સાંજ પડી, વાળું કરીને બધા નીંદર લેવા સુતા હોય છે. દિવસ દરમિયાન કરેલી મેળાની વાતો મનમાં બણબણતા સુઈ જાય છે. સ્વપ્નમાં પણ મેળાની યાદો આવે છે. કોઈ યુવાન મેળામાં બીજા માણસને જોઈ જાય અને બૂમો પાડે તેમ ઊંઘમાં પણ બૂમો પાડી છે, વળી જાગીને પાછા સુઈ જાય છે. કોઈ મૂંછો ને તાવ આપે છે એટલે મેળામાં નીચે ના પડી જાય, કોઈ સ્વપ્નમાં મેળામાં ચગડોળ માં બેસવાથી ચક્કર ચડી જાય છે અને ચક્કર ખાતા ખાતા ખાટલા ઉપરથી ગબડી જાય છે અને નીંદર ઉડી જાય છે. પાછા પોતાના માથામાં ટપલી મારીને સ્મિત કરતાં સુઈ જાય છે. ધીરે ધીરે રાતરાણી તેની કાળી ચાદરથી પૃથ્વીને ઢાંકી દે છે. અને બધા આરામથી સુતા હોય છે.
      પરોઢિયું થવાનો સમય છે, ઝીણા અજવાળા સાથે આકાશમાં લાલાશ પથરાઈ ગઈ છે. વહેલા બધા જાગી જાય છે. ફટાફટ માલ-ઢોરને નીરણ નાખવા લાગે છે. સ્ત્રીઓ દૂધ કાઢવા માટે ડોલો ખખડાવતી બાફણું તૈયાર કરે છે. પુરુષો પોતાનું ગાડું બાજુમાં લઈને ધોવા માંડે છે. પશુઓ પણ વિચારમાં પડી ગયા આ દિવસ ઉગ્યે ઉઠતાં માણસો આજે વહેલા શા માટે ઊઠી ગયા છે? પોતાના રોજિંદા કામો કરવા લાગેલા છે. કોઈ ઢોર માટે દિવસમાં ખાવા માટે ચારો કાપવા લાગે છે અને કોઈ એક ખૂંટા થી બીજા સ્થાને લઇ જાય છે. કોઈ પાણી પાવા માટે ટાંકે લઈને જાય છે. આજે ઢોરના મગજ ખરેખર ફરી ગયા છે એ લોકોને સમજતા કે આ પરોઢીયે શું માંડ્યું છે?
     આ બાજુ ભગવાન સૂર્ય નારાયણ પોતાના તેજસ્વી કિરણોથી અજવાળા કરવા માટે દર્શન આપવાની તૈયારી કરી રહ્યા છે. કામ મોટા ભાગના પતી ગયા છે. ગાડાંને ધોઈને વાસના લાકડાના ચિરા કરીને બનાવેલી પટ્ટીઓ ચારેય બાજુ ગોળાકાર લગાવે છે.રંગબેરંગી ભાત ભરેલી ઝૂલો,આભલાં ટાંકેલા પડદાઓ, ભરત ગુંથણનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જાતે તૈયાર કરેલાં તોરણો લાગી ગયા છે.
     ધોરીડાંઓને નવડાવીને શીંગડા સાફ થઈ રહ્યા છે. જરી વાળા ચમકદાર સોનેરી વસ્ત્રથી શીંગડાઓ શણગારાઈ રહ્યા છે. ઘૂંઘરુંની આઠ જોડ બન્ને બળદોની પગમાં પહેરવાઈ. નીચે ગાદલા જેવા ગોદડાં પાથર્યા છે.ગામમાં ઢોલી ઢોલ વગાડી રહ્યો છે. બધા ગાડાંઓ ને ગામનાં ગોંદરે ભેગા કરીને મેળે જવા માટે આખુંય ગામ સજ્જ થાય છે.
    આ બાજુ કાગધી નગરમાં પણ ખુશનુમા સવાર થઈ છે. મહારાજા ચંદ્રસિંહ અને યુવરાજ વનરાજસિંહ પોતાના સહ પરિવાર અને મંત્રીઓનો કાફલો મંદિરમાં આવી પહોંચે છે. સવારની શીતળ વાદળછાયા વાતાવરણમાં માતાના મંદિરની શોભા વધી જાય છે. મંદિર ઊંચાઈ ઉપર બનાવેલું છે. આજુબાજુ ઘાઢ જંગલ અને પર્વતાળ ક્ષેત્રો છે. જંગલમાં જંગલી પશુઓનો આ બાજુ ઘસારો ના થાય એટલા માટે સૈનિકો ગોઠવી દેવાયાં છે.
      મહારાજ પોતાના રથમાંથી ઉતરીને પગપાળા મંદિર તરફ જવા લાગે છે. ઢોલ, શરણાઈ અને ભજનો કર્ણ પ્રિય અવાજ ચારેય દિશામાં ગુંજી રહ્યો છે. પર્વતાળ વિસ્તારની ગિરીમાળાઓમાં પડઘા પડી રહ્યા છે. વાતાવરણમાં પ્રકૃતિના રંગો છવાયેલા છે. મહારાજ મંગળા આરતી કરવા માટે મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરે છે. મંદિરમાં ઘન્ટ ના નાદ સાથે શંખનો જોરદાર ધ્વનિ, ઝાલર અને નગારા પણ વાગે છે. પંડિતજી શ્લોકોના ઉચ્ચારણ કરતાં હોય એવુ બોલી રહ્યા છે જે સ્પષ્ટ સંભળાતું નથી. મહારાજા ચંદ્રસિંહના વંશજો દર વર્ષે મહાકાલીની આરતી અને પૂજા પાઠ કરાવીને મેળાનું આયોજન કરે છે.
          મહારાજા આરતી હાથમાં પકડીને માતાને માથું નમાવીને પ્રણામ કરે છે. અને આરતી ઉતારવાનું શરુ કરે છે. પાછળ યુવરાજ અને મંત્રઓ બધા બે હાથ જોડીને મહાકાળીના દરબારમા માતાની ભક્તિભાવથી આરતીનો લ્હાવો લે છે. થોડાક નીચેના ભાગમાં બધા ગ્રામવાસીઓ અને સેવકો પણ આરતીના સમયે ઉભા રહીને હાથે તાળીઓના તાલ થી આરતીનો લાભ લઇ રહ્યા છે. મંદિરમાં આરતી ચાલુ છે. કોઈ નવયુવાનને નવી ધજા અને ધ્વજદંડ આપીને મંદિરના મુખ્ય શિખર ઉપર ધજા ચડાવવાનું કહેવામાં આવે છે. આ નવયુવાનમાતાને નમસ્કાર કરીને પોતાના હાથમાં ધજા અને ધ્વજદંડ લે છે અને મંદિરના પાછળના ભાગથી ઉપર ચડવા માટે જાય છે.
એ યુવાન તેની શૂઝ બુજ અને શક્તિનો પ્રયોગ કરીને મઁદિરના શિખર સુધી પહોંચી જાય છે.
        નીચે ઉભેલા કોઈકની નજર આ શિખર ઉપરના યુવાન પર પડે છે અને જોઈને બજા લોકોને ત્યાં જોવાનું સૂચન કરે છે માતાજીની ધજાના પ્રથમ દર્શન કરવા માટે બધા લોકો શિખર તરફ મોઢું ઊંચું કરીને જોઈ રહ્યા છે. જોત જોતામાં યુવાન જૂની ધજા અને ધ્વજદંડ કાઢી નાંખે છે અને નવા ધ્વજદંડમાં ધજા ભરાવીને શિખરની ટોચ ઉપર ચડાવે છે. ઉપરના તેજ પવનના લીધે મંદિરની ધજા ફરકે છે. લોકો પણ ભક્તિભાવથી ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
મહારાજ આરતી પૂર્ણ કરે છે. અને પોતે લાવેલા ભોગનો માતાને પ્રસાદ ધરાવે છે. યુવરાજ પણ માતાને ભોગ ધરવે છે અને મેળામાંનું આયોજન અને કોઈ અણબનાવ ના થાય તેનું ખાત્રી પૂર્વક અવલોકન કરવાનું કુમાર વનરાજસિંહને મહારાજ સૂચન કરે છે. કુમાર પણ ઘોડા મંગાવે છે અને બે-ચાર બીજા ઘોડેસવારસૈનિકોને લઈને મેળાનું અવલોકન પોતે સ્વયં નીકળી પડે છે.અને મેળામાં વ્યવસ્થાના ભાગ રૂપે તમામ સુવિધાઓથી કોઈ વંચિતના રહી જાય એની કાળજી લેવડાવે છે.
           આ બાજુ કુંજર ગામનાં પાદરે બધાય પોત પોતાના ગાડાં લઈને ભેગાં થવા માંડ્યા છે. યુવાનોના મુખ મંડળ પર આનંદની રેખા આકાર લઇ રહી છે. તાપમાં તપેલી ધરતીમાં વરસાદના છાંટા આવતા જેમ ફરીથી જીવંત થઈ ઉઠે છે, એમ મેળે જવાનાં આંનદમાં નર-નારીઓ ઝૂમી ઉઠયા છે. સખીઓ બધી આવી ગઈ છે. બધી બહેનપણીઓ પાદરે ભેગી થવા લાગે છે પણ હજુ વૃંદા આવી નથી.એટલે વૃંદના ઘરે એને જલ્દી બોલાવવા માટે બે-ત્રણ સખીઓ ઝડપભેર વૃંદાના ઘર તરફ દોટ મુકે છે.
        વૃંદા મેળે જવા માટે તૈયારી કરી રહી છે. બન્ને હાથમાં હીરલાંથી ભરેલી બંગડીઓ, માથા પર ટીકો,આંખોમાં આંજેલ મેશ,નાકમાં નથ, કેડમાં કંદોરો, બોયુંમાં કડુ, આંગળીઓમાં વેઢ,પગમાં ઝાંઝર.એવુ તો વૃંદાનું રૂપ અને એમાંય શણગાર સજેલો એ રૂપ રૂપના અંબારસમી લાગે છે.સ્વર્ગ માંથી કોઈ અપ્સરા ધરતી ઉપર ઉતરી હોય એવુ લાગી રહ્યું છે. ત્રિલોક સુંદરી દીસતી વૃંદા પોતાના ફળિયામાંથી બહાર આવે છે. સહેલીઓ અને ગામલોકો એના રૂપને નિહાળતા થાકતાં નથી . જેમ કોઈ અંધારી રાતમાં નાનો એવો આગિયો પોતાના પ્રકાશથી બધાનું ધ્યાન ખેંચે છે એમ વૃંદા ઉપરથી નજર હટતી નથી.
         વૃંદા તૈયાર થઈ જાય છે. અને સખીઓ પણ આવતી દેખાય છે. વૃંદા ઝડપથી બધું એનો સમાન સંકેલવા લાગે છે. અને જવા માટે ઉતાવળ કરી રહી હોય એમ કામો પતાવવા લાગે છે. સખીઓ વૃંદા પાસે આવીને.
સખી : વૃંદા હજી કેટલી વાર સ? કે' દી'ની તૈયારીઓ કરે સ. હાલ હવે ક્યારે મેળે પુગાહે, બધા તારી વાત જુએ સે.
વૃંદા : હા, સખી, મારે કામધેનુને નીરણ નાખીને હવે આવતીતી એમાં વળી તમે આવી જ્યાં.
સખી : બુન દાડો બેપાર સડ્યો સ.
વૃંદા : બાપુજી ઘરે નથી, ને ઘરને હાવ ઉઘાડું ના મુકાય, હું આવુ સુ. તું આ વાસરડા ને ન્યાં લઈને બાંધ.
વૃંદા અને સખીઓ ઘરના મોટા મોટા કામો પતાવે છે. કામધેનુને નીરણ નાંખે છે. ઘરનો દરવાજો વાખે છે. કંઈક વસ્તુઓ સારી જગ્યાએ રાખે છે.  ઝાંપો બરાબર બાંધી દે છે અને બધા ગામનાં પાદરે આવવા માટે બધા નીકળે છે.
       રમઝમ અપ્સરાની જેમ ચાલતી વૃંદા નવા વસ્ત્રાભૂષણોમાં સજ્જ સુંદર કન્યા લાગે છે. સખીઓ બધી ગાડાંઓમાં જગ્યાઓ જોઈને ગોઠવાઈ જાય છે, અને વૃંદાને કહે છે
સખી : વૃંદા જલ્દી આવો આ ગાડામાં, સખીએ ઈશારો કરતાં કહ્યું.,
વૃંદા :આપણી કોઈ સખી બાકી તો નહીં રહી ને?
સખી :ના બધા આવી ગયાં છે. ગામનાં બધાં ગાડાઓમાં જગ્યાઓ જોઈને બધા આરામથી બેસી ગયાં છે.
વૃંદા :   ગાડાંવાળા ભાઈને,તો હાલો ભાઈ હવે ગાડું હંકારવાનો સાદ પાડો.
ગાડાવાળા : હા બહેન બધા તૈયાર છે હવે આપણે જઈએ.
કહીને કહીને ધોરીડાની લગામ ખેંચતા બધા ગાડાં લાઈનમાં, આગળ પાછળ ગોઠવાઇને કાગધી નગર ભણી ચાલી રહ્યા છે.
   રેતીયા રસ્તાઓ પર ગાડાંઓ જઈ રહ્યા છે. રંગબેરંગી દેખાતા ગાડાઓ સૂર્યપ્રકાશમાં ચમકી રહ્યા છે. એમાંય બળદો ની ડોક અને પગમાં બાંધેલી ઘુંઘરમાળ નો રણકાર મેળાના આંનદ માં રંગ ભરી દે છે. ગાડાઓમાં બહેનો પણ મેળે જવાના અને એમની ભાતીગળ સઁસ્કૃતિ ની વિરાસત સમા લોક ગીતો ગાય છે. કોઈ ભાઈ મીઠાં દુહાઓ ની વણઝાર લગાવે છે.
   "કાગધી રૂડા નગરે સોહાવે, મહાકાળી ઘણા રૂપ ;
    દર્શન માઁ તારા દોહયલા, તને નમે મોટા ભુપ."

ધીરાં હાંકોને વિરા વેલડાં હો જીરે..
ધોરીડાંને ડોકે ઘુંઘરમાળ રે..
મેળો જામ્યો છે આજ રંગનો રે જીરે.
     ધરતી સોહાવે લીલા મોલથી હો જીરે..
      મેળે માનવ મહેરામણ આજ રે..
      ધીરાં હાંકોને વિરા વેલડાં હો જીરે..
પડઘા વાગે ડુંગરાંની ખીણમાં હો જીરે...
ભણકારા સંભળાય ચારે કોર રે...
ધીમા હાંકોને વિરા વેલડાં હો જી રે..
વાયક મેલો કાલિકા માતને હો જીરે..
વહેલા આવો કાગધીમાંય રે...
ધીરાં હાંકોને વિરા વેલડાં હો જીરે..
    ગીતોની મીઠી રમઝટ જામી છે. અને ગાડાઓ કાગધી ભણીને જવા લાગ્યાં છે.ધીરે -ધીરે મારગ ટૂંકો થતો જાય છે. કાગધી નગરની સીમા નજીક આવતી જણાય છે. માણસોની ભીડમાં ધીરે ધીરે વધારો થતો જણાય છે. બધા આજુબાજુના ગામડાઓમાંથી પોતપોતાના ગાડાંઓમાં બેસીને મેળે જવા માટે આવતા હોય છે. કોઈ માતાજીની માનતા હોય એ પગપાળા ચાલીને કાગધી ભણી ચારેય કોર થી આવતા જણાય છે. વૃંદા અને સખીઓ રસ્તામાં આ બધું નિહાળતા થાકતા નથી.
         રસ્તામાં લોકોની અવર જવર વધારે પ્રમાણમાં જોવા મળે છે. વટમાર્ગુઓનો મેળાવડો જામતો જાય છે વૃંદા અને એની સખીઓ આ બધું ગાડાં માંથી જોયા કરે છે.
વૃંદા : દેવયાની જો માતાજીના મંદિરે લોકો કેટલા બધા હેંડતા જાય સ. હજી કાગધી નગર તો દૂર સ. અને માણહ બહુ આવે સે નહીં.
દેવયાની : હા, વૃંદા માતાનો બધો પરતાપ સ. ભગત લોકો આજના દાડે માતાજીના દર્શન કરવાનો લ્હાવો ભૂલતા નથી. એવુ સાંભળ્યું સ.
વૃંદા : હા સખી આપણું આખુંય ગોમ આજે ગાડાં લઈને મંદિરે આવે છે એમ રાજ રજવાડાના લોકો પણ ઘણા અહીંયા આવે સ.
સખી : ત્યાં મેળામાં ફરવાનો મારગ નહીં મળે એવુ હશે.
તો તો જામે આજ. એટલું માણહ એકસાથે જોવાય ક્યાં મળે સ? કહીને સખીને કોણી મારતી વૃંદા મલકાય છે.
          રસ્તામાં ખાવા પીવા માટે બધા ગાડાઓમાં સામગ્રી લાવેલા છે. કેમકે આટલી પબ્લિક અને માનવ મહેરમણમાં ગાડાંમાંથી નીચે ઉતારતાં જ ખોવાઈ જવાય. કંઈ જ ના મળે. પોતાના લોકો પાસે ઉભા હોય તો પણ ના દેખાય. ભીડ જ ત્યાં એટલી હોય છે કેપગ મુકવાનો માર્ગ સુધ્ધા ગોતવો પડે.
સખી : વૃંદા પોણી પી ને હેઠા ઉતરજો, પછી પીવાનું ઠેકોણુંય નહીં હોય.
વૃંદા : હા, આપણા બીજા ગાડાંઓમ કહેવાનુંય કાકાએ લાવેલું છે અને નાસ્તો -પોણી કરીને પછી ઉતરીએ.
      આમ, ગાડાઓમાં વાતો થાય છે, વૃંદા અને તેની સખીઓ લોકોના ઉમટેલા ટોળાઓ જોતા ગાડું આગળ ચાલ્યે જાય છે. જેમ જેમ મંદિર નજીક આવે તેમ તેમ ભીડ ઘણી જ વધારે જોવા મળે છે.ફેરિયાઓ, મીઠાઈની દુકાનો, રમકડાં, વાંસળીઓ ના સુર,જેવા લોકોની બૂમોના અવાજો તેજ થતા જાય છે. મેળાથી થોડેક દૂર ગાડાઓ થંભાવવાનું
નક્કી થયું. આગળ ભીડ હોવાના લીધે ગાડાંઓ અંદર જઈ શકે તેમ નથી અને જઈએ તો હેરાન થવાનું થાય અને ભીડ વધારે હોવાના લીધે જગ્યા પણ વધારે નથી. પુરુષ વર્ગે બધાએ મળીને ગાડાઓ ને રસ્તાની બાજુમાં લઈને બાજુના મેદાનમાં લાઈને ગયા.
  બધા ગાડાં માંથી ઉતરીને એક જગ્યાએ એકઠા થયાં. પાણી વગેરે ની સુવિધા હતી, જે ઘરેથી લઈને આવ્યા હતાં એ બધા મળીને ખાઈને મેળામાં જવાનુ એલાન કરતાં એક પ્રમુખ વ્યક્તિ એ બધાને કહ્યું, મેળામાં એકલાં જઈને ફરવું નહી, બધાયને સંગાથે રાખીને જવુ, ટાબરિયાંને સાચવવા મેળામાં ખોવોણા તો ગોતવા કાઠા પડશે. હાલો હવે મેળામાં જવા બધાં હાલવા મંડો.
    વૃંદા ઝડપભેર આદેશ મળતા સખીઓના હાથમાં હાથ નાખીને મેળામાં જવા માટે પગલાંઓ ભરે છે. આજુબાજુ નજર ફેરવતી, મોઢા ઉપર હાસ્ય ફૂલોનો વરસાદ વરસાવતી, આગળ ચાલી રહી છે. તેઓને પહેલાં મંદિરે જઈને મહાકાળી ના દર્શન કરવાના છે.પછી મેળામાં જવાનું છે. એટલે તેઓ ઝડપભેર મેળામાંની ભીડ ને ચીરતા મંદિર તરફ ઘસારો કરે છે.સાવચેતી રાખીને ચાલવું પડે તેમ હતુ નહીતો માણસોની ભીડ રગદોળી નાંખે એમ હતુ, છતાંય વૃંદા સખીના હાથ છોડતી નથી અને આગળ વધે છે. ધીરે ધીરે મંદિરના મુખ્ય દરવાજા તરફ આવીને ઉભી રહી જાય છે.
     મંદિરના ગર્ભગૃહ સુધી જવાનાં રસ્તામાં લોકોની બહુજ મોટી ભીડ હતી. પ્રસાદ જે હવનમાં ચડાવે એના ધુમાડાં ના ગોટાઓ થી જ ખ્યાલ આવતો કે મહાકાળી માતાનું મંદિર આ જગ્યાએ જ છે.આમ તો વિશાળ મેદાનમાં અને જમીન થી પણ ખાસું ઉપર માતાજીનું મંદિર છે. વર્ષો જૂનું રાજવીઓ દ્વારા નિર્માણ કરેલ અને એટલાવર્ષોમાં ટાઢ તાપ અને વરસાદ ના લીધે તેનું સ્વરૂપ માં ફેર ફાર જોવા મળે છે. પ્રાચીન સંસ્કૃતિના દર્શન તેની કારીગરી અને કોટરણીઓ માંથી સ્પષ્ટ ઉપસી આવે છે.
    વૃંદા મંદિરને નિહાળતી મહાકાળીની પ્રાચીન મૂર્તિ જોડે પહોંચે છે. હાથમાં ખડગ, ચાર ભુજા શસ્ત્ર સજ્જ, રક્ત રંજીત મુખ , છુટા કેશ.ભયંકર સ્વરૂપ ધારણ કરીને દુશમનોના સઁહાર કરવા નીકળેલી મહાકાળી, વિકરાલ લાગે છે. હાથમા ખપ્પર, એક હાથમાં રાક્ષસનું લોહી નિતરતું મુખ. એવી મૂર્તિ જોઈને સાક્ષાત મહાકાળી માતાના દર્શન થાય છે. વૃંદા અને તેની સખીઓ માતાજીને બે હાથ જોડીને પ્રાથના કરે છે અને પાછળના દરવાજે થી બહાર નીકળવા માટે આગળ વધે છે. 
        માતાજીના ભવ્ય સ્વરૂપના દર્શનમાં ખુબ જ ભીડ જામેલી છે. લોક હૃદય આજે માતાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે.વૃંદા આજે કંઈક અલગ લાગી રહી છે. એના મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું છે. મેળામાં એની આંખો એક જગ્યાએ ટકતી નથી. બધી જગ્યાએ એ કંઈક શોધતી હોય એમ એવુ પ્રતીત થાય છે. એ બન્ને હાથ ભેગાં કરીને આંગળીઓ મસળતી જોવા મળે છે. એ ઊંડા વિચારોમાં મંત્ર મુગ્ધ બનીને ફરે છે. સખીઓની સાથે ફરતી વૃંદાનું શરીર જ એની સાથે છે બાકી એનુ હૃદય કંઈક બીજું ઝંખતું હોય એમ લાગી રહ્યું છે.
        મેળામાં આજે જાણે ભગવાન સૂર્યનારાયણ નીચે ઉતરીને બધાને શીતળતાના આશીર્વાદ આપતા હોય એમ, વાતવરણમાં થોડીક ઠંડક છે. આકાશમાં વાદળાઓ છવાયેલા છે. ધોમ ધખતા ઉનાળાના તડકામાં એકાએક આટલી જન મેદની હોવા છતાંય બિલકુલ ગરમીનો અહેસાસ થતો નથી એ મહાકાળી માતાના અસીમ કૃપાના ફળ સ્વરૂપ આશીર્વાદ છે. નહીતો ખેડૂત વર્ગ આખોદિવસ ખેતરમાં જ મજૂરી કરતાં હોય છે, એટલે તડકાંનો અનુભવ પોતાના શરીર ઉપર વેઠતા હોય એટલે વાતાવરણનો પોતાનો જ અનુભવ હોય છે. આજનો શીતળ દિવસ એ ઘણા સમય પછી જોવા મળ્યો છે.
          મેળામાં અંદર જવા માટે અધીરી બનેલી વૃંદા હવે અંદર લટાર મારવા માટે જવા બધી સખીઓને સમજાવે છે.
વૃંદા : હાલો બેનડિયું મેળામાં ફરવા, ઉતાવળ કરો.
સખી  : વૃંદા એક ટોળું હજીય પાછળ સ , આપણે એમને લઈને હાલવું જોઈએ,
વૃંદા : ખાલી એક - બે હાટડીઓ જોઈએ, પછી મેળાની વચ્ચે જઈએ.
આમ કહીને વૃંદા તેની ચાર પાંચ બહેનપણીઓને લઈને આગળ નીકળી જાય છે. વાંસળીઓના સૂરો, શરણાઈ અને ઢોલ ના જામેલા રાસડા જોવા ઘડીકવાર થંભી જવાનુ મન થાય. રંગબેરંગી પોશાકો પહેરીને આવેલા માણસો એકબીજાને ભેટી પડે છે. એમાંય ચગડોલ ઉપર લોકો બેસી તો જાય છે પણ પછી બીકના માર્યા બૂમો પાડી ઉઠે છે.
વૃંદા દોરા અને માદળીયા વાળી હાટડી માં પૂછી લે છે.
વૃંદા : શું ભાવ છે આ દોરાનો?
દુકાનદાર : બે આના. અંદર થી અવાજ આવ્યો.
વૃંદા :ભૈ મોલ તો માપે રાખો તો કોંક લે.
સખી : હાલ ને વૃંદા હજી આગળ હાટડીઓ વધારે છે.
અવાજ સાંભળીને વૃંદા આગળ ચાલે છે.
    મેળામાં એક મદારી વાંદરાઓનો ખેલ કરે છે એ જોવા માટે વૃંદા અને એની સખીઓ ઉભી રહી જાય છે. એક વાંદરું સ્ત્રીની વેશભુષામાં છે.અને નર વાંદરો પુરુષની વેશભૂષામાં છે. બન્ને પતિ પત્ની હોય એમ બન્ને મીઠો ઝગડો કરીને માણસોને હસાવે છે. દાંમ્પત્ય જીવનના મીઠા કલેશોને મૂંગા પશુઓ હસી મજાકમાં લોકો આગળ નાટકરૂપી દર્શાવે છે. એ જોવા લોકોના ટોળાં અને માણસોનો ઘસારો આ તરફ વધારે જોવા મળે છે.
મદારી : બેટા, સાસરીમાં જઈએ ત્યારે કેમ ઘૂંઘટ રખાય?
વાંદરી બાજુમાં પડેલી સાડી માથા ઉપર ઓઢીને કાલી ઘેલી બનીને ચાલવા લાગે છે. લોકો તાળીઓના ગડગડાંટથી સંપૂર્ણ વાતાવરણને ઉમંગથી ભરી દે છે.
નર વાંદરો પુરુષના પાત્રમાં પત્નીને ઠપકો આપતો હોય એમ  ઝગડો કરવા માટે લાકડી લઈને મારવા દોડતો હોય છે. અને લોકો એકબીજાને તાળીઓ આપતા જોવા મળે છે.
   વૃંદા અને તેની સખીઓ આ બધું નાટક જોઈ રહ્યા છે. સખીઓના મુખ ઉપર હાસ્યની ઝલક દેખાય છે જયારે વૃંદા હશે છે ત્યારે તરત તેની મુખારવિંદની રેખાઓ થોડીક વારમાં બદલાઈ જાય છે. આ બધું નિહાળીને વૃંદા અને સખીઓ આગળ મેળામાં બધું જોતી જતી હોય છે. એક વાંસળીવાળો ભાઈ મધુર ધૂન પોતાની વાંસળીમાં વગાડી રહ્યો છે, જેના સંગીતના સુમધુર સુર આ જન મેદનીના અવાજથી સોસરવા નીકળીને કાનમાં આવે છે.  વૃંદા સખીઓને લઈને ત્યાં પણ થંભી જાય છે.
વૃંદા : સખી, આ મોરલીવાળો ઇના સુર હૈયાની આરપાર ઉતારે સે.
સખી : હા, વૃંદા ઓપણે કોઈ અલગ મલકમાં હોય એમ લાગી રહ્યું સ.
વૃંદા : ઈના સુર જાણે રાધા કરશનની યાદ અપાવે સ.
દેવયાની : હા વૃંદા, રાધા કરશન જેમ જંગલમાં ગાયો સરાવે અને ભગવન મોરલી વગાડે એવી જ આ ભાઈ વગાડે છે એમાં કોઈ ફેર નહીં.
   અને હતુ પણ એવુ જ એ નવયુવાન હાથમાં વાંસળી, બાજુમાં પણ વેચવા માટે રાખેલી વાંસળીઓ, પોતાના અધર ઉપર મૂકીને આંખો બંધ કરીને વગાડી રહ્યો છે એ એની જ મસ્તીમાં રાચી રહ્યો છે. એ એવા સુર રેલાવે છે કે સંગીત પ્રેમી માણસો અચૂક એની જોડે ખેંચાઈને આવે છે.
પ્રકૃતિના ખોળામાં ઉછરેલો અને પ્રાકૃતિક રંગે રંગાયેલો હોય એમ પોતાની વાંસળીના સુમધુર સુર મેળામાં રેલાવી રહ્યો છે.ભગવાન કૃષ્ણ અને રાધાના મહારાસની યાદ અપાવતી ધૂન એ પોતાની વાંસળીમાં વગાડી રહ્યો છે. હૈયામાં પ્રાણ પુરે એમ થાકેલા માનવ હૃદયોમાં નવી ચેતના અને ઊર્મિ જગાવે છે.  વૃંદા અને સખીઓ પણ ઘડી ભર અહીંયા ઉભી રહી જાય છે અને સંગીતના સૂરોનો આનંદ લે છે.
   વૃંદા એક જ ધ્યાનથી મગ્ન બનીને ધૂન સંભાળી રહી છે. એ ધુન એના હૈયામાં હલચલ મચાવી મુકે એમ એનુ શરીર અહીંયા છે અને વાંસળીના સૂરોમાં મન પ્રીતમ સાથે પહોંચી જાય છે. એ પોતાના પ્રિયવર ઘોડેસવારને ઝંખતી, એની યાદમાં સખીનો ટેકો લઈને એકધારી ઉભી રહી જાય છે.
કોઈક વાંસળી ખરીદવા આવી જાય છે એટલે વાંસળીવાળા ભાઈ વાસળી બંધ કરી દે છે. છતાંય વૃંદા હજી ત્યાંજ એજ સ્થિતિમાં ઉભી છે. સખીઓ વૃંદાને પકડીને હલાવે છે.
સખી : વૃંદા, જાગો હવે ક્યાં ખોવાણાં સો.
વૃંદાને કોઈ ઊંઘ માંથી અચાનક જગાડે એમ એ ઝબકીને જાગી ગઈ છે. આમતેમ જુએ છે. સખીઓ બધી તેને જોઈ રહી છે.
સખી: સરખી કાલે રાતે ઊંઘ કરી હોત તો આજે મેળામાં ફરાઓત. 
વૃંદા : (જાગીને) આવુ નથી. પણ આ વેરણ વાંસળીના સુરમાં મને ખ્યાલ ન આવ્યો કે હું ક્યાં સુ.
સખી : (હસીને) બુન તમે ચ્યાં ખોવાણાં સો, ઈ બધી અમને ખબર સ. પણ ઈ ક્યાંય મળે તો નજર ફેરવી જોજો, આમ ઉંઘ્યાં તો નહીં હાલે અને દી' ઓમને ઓમ પતિ જશે.
વૃંદા : હા, પણ એમને ગોતવા કેમ કરીને, ઈ કોણ હતાં? ક્યાંના હતાં? ઈ તો ભગવાન જાણે, ખાલી મોઢું જોઈએ તો સાચી ઓળખાણ પડે.
સખી : મહાકાળી માં કરે ને ઈ આજ આ મેળામાં મળી જાય એનાથી રૂડું શું બને?
વૃંદા : ભલે બેનડી તારા શબ્દોની કાલિકા માતાજી સાક્ષી પુરે અને એમજ બને. તો ઈ ઘોડેસવાર કોણ સ. ઈ ખબર પડે.
    વૃંદા અને એની સખીઓ, એમને અચાનક મળેલા ઘોડેસવારની શોધખોળ કરવા માટે બધે નજર ફેરવી રહ્યા છે. એમને ખબર હતી કે મેળામાં બધા રાજ -રજવાડાં બધાય ગામોના માણસો આવતા હોય છે, એમ આ ઘોડેસવાર પણ આવ્યો જ હશે. પણ હજારોની સંખ્યામાં એને શોધવો કંઈ રીતે. નજરમાં પડે ત્યારે જ ખબર પડે. આવા વિચારો કરતાં બધા મેળામાં આગળ પગલાં ભરતા ધીરે ધીરે મેળાની વચ્ચે આવી રહ્યા છે.
          મેળામાં પશુઓના લે -વેચ પણ વેપારીઓ અને ખેડૂતો કરતાં હોય છે. મોટા ભાગના પુરુષોની વધારે ભીડ એ પશુઓ વેંચતા હોય ત્યાંજ જોવા મળે, આ ઉપરાંત મદારી વાંદરાં ને નચાવે, ત્યાં પણ બહુ ભીડ. કઠપૂતળીઓના નૃત્યો પણ જોવાલાયક હતાં. આમ વૃંદા મેળાની મોજ માણતા માણતા બરોબર વચ્ચે આવીને ફરતા હોય છે. ભીડ પણ વધારે જામી છે. વધારે માણસોના લીધે હવા પણ સારી આવતી નથી.પણ મેળાની ઉત્સુકતામાં આ બધું કંઈ નડતું નથી.
          વનરાજસિંહ પણ પોતાનો ઘોડો લઈને મેળામાં આવેલા. બે સૈનિકો સાથે તેઓ મેળાને માણી રહ્યા છે. વાંકડી મૂંછો ધરાવતો, શૂરવીરની નિશાની સમી છાતી, ખભા સુધી આવતા વાંકડિયા તેના કેશ, હૃષ્ટ પૃષ્ટ ખમીરવંતો જુવાન ઘોડા પર શોભી ઉઠે છે. મેળામાં ચાલતી ઘણી સ્પર્ધાત્મક કસોટીઓ, ફેરિયાઓ તથા મીઠાઈ તથા રમકડાંની દુકાનો મેળામાં અદ્ભૂત રંગો છાંટી મેળામાં ચાર ચાંદ લગાવી દે છે.
     સંજોગોવસાત મેળામાં આવેલો એક ઉદ્દન્ડ બળદ વધારે માણસો જોઈને, ઘભરાઈને તેની આંખો ફાટેલી જ હતી અને ધમાલ મચાવી મેળામાં ઘુસી ગયો છે. માણસોને ઉલાળતો થકો મેળામાં અંદર જઈ રહ્યો હતો. અચાનક આવેલા બળદથી લોકો બીકના માર્યા ઘભરાઈને આમ-તેમ દોડતા, પોતાનો જીવ બચાવવા બધા બૂમો અને ચીસો પાડી ઉઠે છે. બળદ પણ પૂંછડી ઊંચી કરીને ચારેય પગે ઊંચા કુદકા મારતો, આગળ ને આગળ ધપી રહ્યો છે. માણસોમાં હાહાકાર વ્યાપ્ત થયો છે. ધોડજો... ધોડજો... ની બૂમો સંભળાય છે. વૃંદા અને સખીઓ પણ અચાનક આવેલા બળદ ની બીકે એકબીજીને વળગીને ઉભી રહી ગઈ છે.
બળદને  પાછો હંકરવા લોકો જોશથી બૂમો પાડે છે પણ બેબાકળો બનેલો બળદ કૂદાકૂદ કરી મુકે છે.બળદ મેળામાં આમતેમ દોડી રહ્યો છે. લોકો બીકના માર્યા ઘભરાઈને બોમો પડતાં દોડવા લાગે છે. કોઈની દુકાનમાં ઘુસી જાય એટલે આરપાર નીકળી જાય છે કેમકે, દુકાન લાકડાઓના ટેકે ઉભી કરેલી હોય છે. એટલે પળવારમાં ધારાશયી થઈ જાય છે. કોઈની હાટડીઓ શીંગાડાંમાં ભરાવીને ઉલાળવા માંડે છે. આગળના પગ થી જમીન પરની ધૂળ ઉડાડતો એ અક્રમક બની જાય છે અને માણસોને નજરે જોતાં મારવા જ દોડે છે. પોતાના સ્વાજનોને બચાવવાં યુવાનો આગળ આવે છે અને ડાંગ વડે બળદને ફાટકા મારે છે. માર મારવાથી ઉશકેરાયેલો બળદ વધારે ખીજાય છે અને દોડવા લાગે છે. રસ્તામાં આવતા લોકોને હવામાં ફંગોળતો આગળ વધી રહ્યો છે.
    મેળામાં રમખાણ મચાવતો બળદ બધી જગ્યાએ ફરી વળે છે. માણસો કંઈક ઓળો લઈને સંતવા સિવાય કોઈ રસ્તો નહોતો. વૃંદા અને સખીઓ પણ ભાગમ ભાગમાં એક ઝાડના ઓથે ભરાઈને ઉભી રહી જાય છે. બન્ને મુઠ્ઠી વાળેલી, મોઢા ઉપર પરસેવે રેબઝેબ, આખાય શરીરમાં કંપારી, અને બીકના માર્યા બધી સખીઓ એક બીજીને બાથમાં ભરીને એક જગ્યાએ બધા  ટોળાં સાથે ભરાઈને ઉભી રહી જાય છે. બહાર નીકળવાનો મારગ રહેતો નથી. અને નીકળવા જાય તો બળદ ક્યાં સમયે શિંગડે ચડાવે એનુ કોઈ નક્કી નહી. ગામનાં લોકો પણ મેળામાં વૃંદા અને સખીઓને શોધી રહ્યા છે. એમના મનમાં એમ કે નક્કી  એ લોકો બળદની અડફેટે ચડ્યા લાગે છે એટલે દેખાતાં નથી.
બળદ પણ આખો મેળો રમણ ભમણ કરી નાખ્યો છે અને કોઈની કાબુમાં આવતો નથી. લોકોની દોડધામ વધી ગઈ છે.
  મહાભારતમાં જેમ અભિમન્યુ કૌરવોના ચક્ર વ્હયું ને ખેદાન મેદાન કરી મુકે છે એમ માનવ મહેરામણમાં વચ્ચે ઘૂસેલો આ બળદ બધુંય વેર વિખેર કરી મુકે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ આ મેળામાં સર્જાણી છે. ભયાનક સ્વરૂપમાં તબાહી મચવતા આ બળદને જો સમયસર કાબુમાં ના લાવ્યો તો મેળાનો દિવસ કોઈના મોતનો દિવસ બને એમાં કોઈ બે રાય નથી રહેતી. બધા ભગવાનને મહાકાળીને પ્રાથના કરી રહ્યા છે. કગરી રહ્યા છે. ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. કોઈ દૈવી શક્તિ જ માણસોને બચાવવાં આગળ આવે ત્યારે જ આ શક્ય બને એમ છે બાકી અશક્ય છે આ બળદને કાબુમાં લાવવાનો.
   બધાની પ્રાર્થના ભગવાને સંભાળી અને કોઈ સૈનિક જેમ તેમ કરીને ઘોડો લઈને વનરાજસિંહ બાજુ સમાચાર આપવા માટે માણસોની વચ્ચે ઘોડો કાઢીને જાય છે. એ વખતે રાજકુમાર વનરાજસિંહ મેળાના છેવાડે આંટો મારતા હોય છે અને બળદ મેળાની વચ્ચે રમખાણ મચાવે છે એની જરાક પણ ભાળ એમને નહોતી. સૈનિક હાંફતો થકો કુમાર જોડે આવીને ઘોડો રોકે છે.સૈનિક : ખમ્મા ઘણી ! અન્નદાતા હુકુમ.
કુંવર : હા બોલો સૈનિક શું થયું? આમ ઉતાવળે કેમ આવ્યા?
સૈનિક : ગજબ થયું બાપુ, મેળામાં બળદે તાંડવ મચાવ્યો છે.
કુંવર : અહો, ભારે કરી. ચાલો મારી સાથે હું આવુ છું. કહેતા કુંવરે ઘોડાની લગામ ખેંચીને મેળા તરફ ચાલવા માંડ્યું.
મેળામાં ભીડ વધારે હોવાના લીધે આગળ સૈનિકો મારગ કરે  છે, પાછળ કુંવર વનરાજસિંહ મારતે ઘોડે આગળ ધપી રહ્યા છે.
  આ બાજુ ઉશકેરાયેલો બળદ વૃંદા અને સહેલીઓના ટોળાં બાજુ દોટ મુકે છે. ઘભરાઈને બધા ચીસો પાડી ઉઠે છે. જેના લીધે ભાગમ ભાગ થઈ ગઈ છે.હાટડીઓ વાળા પોતાની હાટડીઓ ખુલ્લી મૂકીને નાસી જાય છે. યુવાનો પોતાના પ્રિયજનો અને બાળકોને બચાવવા દોડા-દોડી કરે છે.સંપૂર્ણ મેળો અસ્ત વ્યસ્ત થઈ ગયો છે.બળદ વૃંદાનો પીછો કરીને તેને મારવા માટે ધસી આવે છે. એવામાં અચાનક દેવદૂત બનીને આવેલો કુંવર બળદના બન્ને શીંગડાં ઝાલીને વચ્ચે આવીને ઉભો રહી જાય છે. ખમીરવંતો યુવાન પોતાના બળથી બળદને પાછો હડસેલે છે. 
            બળદ અને યુવરાજ વનરાજસિંહ બન્ને એક બીજાને પટકવા લાગે છે. આ તમાશો મેળાના લોકો પોતાની નરી આંખે જોઈ રહ્યા છે. પોતાના ભાવિ રાજા પ્રજાને બચાવવાં માટે આમ, બેબાકળા બની ચૂકેલા બળદને નાથવા માટે અચાનક દેવદૂત બનીની બળદ ઉપર તૂટી પડે છે. અને બન્ને શીંગડાં ઝાલીને પળવારમાં જમીન ઉપર પછાડે છે. બળદ પણ કુમારને ફંગોળીને નીચે ફેંકે છે. ઘણી ગડ મથલ અને જહેમત બાદ બળદને લાદવા માટે કુમાર વનરાજસિંહ એના ઘોડા ઉપર ચડી જાય છે. અને હાથમાં દોરડું લઈને છેડો પોતાની ઉપર ગોળ ગોળ ફેરવતો બળદની આજુબાજુ આંટાઓ મારે છે. આમ કરતાં કરતાં બળદની નજીક જઈને સમય સૂચકતા વાપરીને બળદના ગળામાં દોરડું નાખી દે છે. બાજુમાં ઉભેલા સૈનિકો પણ દોરડાઓ બળદના ગળામાં નાંખે છે મને આ બળદને કાબુમાં લાવવામાં કામયાબ થવાય છે.
       સૌનું રક્ષણ કરવા વ્હારે આવનાર આ ક્ષત્રિય યુવાનને જોતા જ વૃંદા તેને ઓળખી જાય છે. વૃંદા હજી પણ ઘભરાઈ ગયેલી સખીઓને વળગીને ગુમસુમ ઉભી છે. બળદ કુમારને પટકે છે અને કુમાર બળદને સમય જાણે આ બન્ને શક્તિમાનનું યુદ્ધ જોવા મેળામાં જ થંભી ગયો હોય એમ બધા કાગડોળે આ યુદ્ધ જોઈ રહ્યા હતાં.પણ ઉકળતા લોહી સમા યુવાનીના બળ આગળ બળદને હાર માનવી પડી અને છેવટે તે શાંત થઈને કાબુમાં આવ્યો. કુંવરનો ઈરાદો બળદને મારવાનો નહોતો પણ પાઠ ભણાવવાનો હતો.પરિણામે કુંવર વનરાજસિંહ બળદને પોતાના વશમાં કરીને મેળાની બહાર લઈને જાય છે. વૃંદા આ બધો નજારો જોઈને બાઘી બની ગયેલી થોડીક વારમાં તે પાણી પી ને સ્વસ્થ થાય છે.
      રાજકુમાર વનરાજસિંહ પોતાના રાજ્યમાં જ રાજભવનથી દૂર પોતાના યુદ્વ અભ્યાસ અને રાજ કાજના કામો માટે પોતે અલગ મહેલમાં નિવાસ કરતાં હતાં. મેળામાં બળદ જોડે બાઝવાથી પોતે થાકી ગયા હતાં અને એની આગળ પણ મેળાની તૈયારીઓ માટે મથીને રાત-દિવસ કરેલા ઉજાગરામાં તેઓ થાકીને લોથ પોથ થઈ ગયા એટલે મેળામાંથી બળદને પાઠ ભણાવીને સીધા પોતાના મહેલ તરફ પ્રયાણ કરે છે. અને ત્યાંજ થાકીને સુઈ જાય છે.
     રાજા પોતાના પુત્રના પરાક્રમની વાતો આખાય નગરમાં 
સાંભળે છે, એક પિતા માટે આ ગર્વની વાત છે. રાજા મનમાં મલકતા થકા વનરાજસિંહને મળવા માટે જતાં હોય છે એટલે રસ્તામાં ગામલોકો મહારાજને આવી વાતો, મેળામાં રાજકુમારના સાહસની વાતો થાય છે. નગરનો ભાવિ રાજા નગરજનોના હૈયામાં પણ રાજ કરે છે. એ જાણીને તેમને ખુબ જ આંનદ મળે છે. નગરજનોની વાત સાંભળી રાજા વનરાજસિંહને મળવા માટે એમના નિવાસસ્થાન પર પહોંચી જાય છે.
            રથને બાજુમાં ઉભા રાખીને મહારાજ અને મંત્રીઓ સાથે સૈનિકો બધા કુમારને મળવા જાય છે. કુમાર નિરાંતે સુતેલા છે. અને મહારાજ ત્યાં આવી પહોંચે છે.
  મહારાજ : બેટા, વનરાજ! ઉઠ બેટા.
રાજકુમાર પિતાશ્રીનો અચાનક અવાજ સાંભળી સફાળો જાગી જાય છે અને પોતાના પલંગ પર પિતાજીને જુએ છે. અચાનક ઉપસ્થિત થવાનું કારણ પૂછ્યા વગર તે મહારાજને ભેટી પડે છે. મહારાજ પણ પોતાના વ્હાલસોયા દીકરાને પોતાની બાહોમાં લઈને ઝકડી રાખે છે. પિતા -પુત્રનો આવો પ્રેમ ખરેખર ભાગ્યે જ જોવા મળે છે. થોડીક વારમાં વનરાજસિંહ અને મહારાજને અચાનક આવવાનું કારણ પૂછે છે.
  વનરાજ : પિતાજી, આમ અચાનક કેમ આવવાનું થયું?
રાજ્યમાં બધું કુશળ મંગળ તો છે ને? કોઈ શત્રુ રાજાએ આક્ર્મણ તો નથી કર્યું ને? 
એટલા બધા એક સામટા પ્રશ્નો ના જવાબમાં મહારાજ માત્ર મોઢું મલકાવીને જ જવાબ આપે છે.
વનરાજ : પિતાજી, મારા જવાબમાં તમે હશો છો કેમ. હું જવાબ જાણવા માટે વ્યાકુળ થઈ ગયો છું. અને તમે વિલંબ કરીને મારી ઉત્સુકતા વધી ગઈ છે.
મહારાજ : ( વનરાજના માથે હાથ ફેરવીને) બેટા, તારા જેવો પરાક્રમી પુત્ર હોય એ પિતા કે એ રાજ્ય માથે સંકટના વાદળો ક્યારેય ના આવે. તારા પરાક્રમ અને શોર્યની ગાથા આજે કાગધી અને અન્ય રાજ્યના લોકો પોતાના મુખે ગાવે છે.દુશ્મન રાજાઓમાં તારો ખોફ છે. હે, મહાકાળીના પરમ ઉપાસક તમને યુવરાજ બનાવીને ખરેખર મારાં પૂર્વજોનું સાચું ઋણ મેં અદા કર્યું છે. તે મેળામાં ઘૂસેલા ઉદ્દન્ડ બળદને કાબુમાં કરીને આપણા પૂર્વજોની કીર્તિ કલંકિત થતી બચાવી છે. મેળામાં જાનહાની ટાળી અને પાપના ભાગીદાર થતા બચાવ્યા છે. આજે કાગધી નગર અને એક પિતા તરીકે મને તારા ઉપર ગર્વ છે બેટા.
  એટલું કહીને મહારાજ ફરીથી યુવરાજ વનરાજસિંહ ને ગળે લગાવે છે.
વનરાજસિંહ : મહારાજ એ મારું કર્તવ્ય છે. અને હું એ નિભાવીશ.
મહારાજ : હું રાજ્યમાં બીજા કામો માટે બહાર જાઉ છું. તમે આરામ કરો.
કુમાર : ભલે! પિતાજી.
આટલું કહીને મહારાજ ચંદ્રસિંહ ત્યાંથી ચાલવા માંડે છે અને રથ ઉપર સવાર થઈને રાજમહેલ તરફ જવા રવાના થાય છે.અને યુવરાજ પાછા પોતાના મહેલમાં આરામ કરે છે.
         ગામવાળાઓ પણ સખીઓ અને વૃંદાને ના જોતાં ચિંતા કરી રહ્યા છે. ગામનાં યુવાનો મેળામાં વૃંદા અને સખીઓને ગોતી રહ્યા છે. બળદની અડફેટે આવવાથી કંઈ અણબનાવ ના બન્યો હોય, એમને કંઈ તકલીફ ના પડી હોય, અને બધા દેખાતા નથી એટલે નક્કી કંઈક ઘટના ઘટી છે. આવા વિચારો કરતાં ગામવાળાઓ મેળામાં ગોતવા લાગ્યાં છે.
            વૃંદા અને એમની સખીઓ અવાચક બની ગયેલી છે. ઘભરાયેલી છે. કંઈ સૂઝતું નથી. ક્યાં જાવું? શું કરવું કંઈ જ મગજમાં આવતું નથી. બળદના આમ અચાનક જોડે આવવાથી પોતાનો જીવ અધ્ધર થઈ ગયેલો હતો.સખીઓ પણ ડરેલી હાલતમાં લોથ પોથ થઈ ગયેલા છે. ગામવાળાઓ પણ કોઈ મળતાં નથી. સખીઓ પણ કંઈ બોલવાની હાલતમાં નથી. મુખ મંડલ પર ચિંતાની રેખા ફરી વળી છે. બધા એક જગ્યાએ ભેગાં થઈને બેસે છે. પાણી પીએ છે અને થોડાક સ્વસ્થ થાય છે. ધીરે ધીરે શરીરની કંપારી દૂર થાય છે. શરીરમાં નવી શક્તિ આવે છે અને બધા  શાંત થાય છે.
     વૃંદાને રાજકુમારની યાદ આવે છે. અને સખીઓને એ વાત કરે છે.
વૃંદા : સખી, એ યુવાન એ જ હતો જે આપણને જંગલમાં લાકડાં લેવા જ્યાં તાં અને મળ્યો તો.
સખી -હા, વૃંદા એ ઘોડેસવાર ઈ જ છે.
વૃંદા : બળદ મારી સામું મને મારવા દોડ્યો, એમાં ઈ દેવદૂત બનીને મારો જીવ બચાવ્યો.
સખી : હા વૃંદા પણ આપણે ઈ યુવાન જોડે જઈને ધન્યવાદ આપવા જોહે.
બીજી સખી : હા, જાવું જોહે, આપણી વૃંદના હૈયાના હાર સે એટલે. કહી સખીએ વૃંદાને કોણી મારી. આખુંય ટોળું ખડખડાટ હસવા લાગ્યું.
વૃંદા : (ગળગળા અવાજે) હા, પણ એ યુવાનને આપણે ઓળખતા નથી. તો કેમ કરી જવાય. ઈ ક્યાં સ? કૂન ખબર. ઈ યુવાનની કોઈ ભાળ નથી.
સખી : વૃંદા આપણે જ નહીં ઓળખતાં ઈ ને 
ઈ યુવાન બીજો કોઈ નહી પણ આ નગરના એકના એક રાજકુમાર વનરાજસિંહ પોતે સ.
   વનરાજસિંહ નામ સાંભળતા વૃંદાના રોમે રોમ પ્રજવલિત થઈ ઉઠ્યા, એમાંય પાછા આ નાગરીના રાજકુમાર છે. એની ખુશીનો કોઈ પાર નથી. એનું મન આનંદથી ઝૂમી ઉઠ્યું છે. આંખોમાં ગંગા જમના ચાલુ થઈ ગઈ છે. હરખના આંસુઓ નો દરિયો છલકાઈ ઉઠ્યો છે. પોતાનો પ્રિયતમ અને ગમતો યુવાન બીજો કોઈ નહી રાજકુમાર વનરાજસિંહ છે. એ સાહસિ, દેખાવડો, રૂપાળો, શોર્ય, કીર્તિ, યશ, તેજસ્વીતા, ઉચ્ચપદ, શાંતિ પ્રિય, કામણગારો, રાજકુમાર, ભાવિ રાજા, પ્રીતમ, પ્રિય કંઈ પણ નામની ઉપમા આપો એ એમાં બંધ બેસતો આવે એવુ વ્યક્તિત્વ ધરાવનાર યુવાનને તે પ્રેમ કરે છે. વૃંદા આજે ખુબ જ ખુશ દેખાઈ રહી છે. એ પાગલ જેવી થઈ ગઈ છે. 
મનના માળવીએ ટહુકતા મોરલાની ઢેલ બનીને, વર્ષાઋતુના પહેલાં વરસાદમાં જેમ મોરલો નાચી ઉઠે છે એમ વૃંદા નું તન મન અને હૃદય નાચી રહ્યું છે.હવે એ પોતાના પ્રીતમને મળવા ઝંખે છે. એને બીજું કશુંય યાદ નથી આવતુ. એ વનરાજ જોડે જવા માટે સખીઓ જોડે બાના બનાવે છે.
    વૃંદા :સખી આપણો જીવ બચવનાર એ યુવાનને મળીને આપણે ધન્યવાદ આપવા જોઈએ.
સખી :હા, વૃંદા પણ એ યુવાન કંઈ બાજુ છે એ ગોતવું પડશે.
વૃંદા : આપણે એ બાજુ જઈએ, ત્યાં બળદને લઈ જવાયો છે.
વૃંદા અને સખીઓ બધી બળદને લઈને ગયાં એ દિશામાં જાય છે. ત્યાંથી થોડેક દૂર ટેકરી જેવું હતુ અને ત્યાં સૈનિકો પણ હતાં. વૃંદાને એમ કે કોઈ યુવાન જે અમને બચાવી તે રાજા ના મંત્રી જેવા કંઈક હશે. એટલે અંદર જવાનું નક્કી કર્યું. પણ પહેરેદાર તેમને અંદર જવાની મંજુરી નથી આપતો. સખીઓ બધી અને વૃંદા અંદર સંદેશ મોકલવાનું કહે છે. અંદર ની પરવાનગી લઈને જવા માટેનું સૂચન કરે છે. પહેરદાર એમજ કરે છે.
પહેરેદાર :  (અંદર જઈને ) ખમ્મા ઘણી હુકુમ ! કોઈ બાઈ માણસ અંદર આવવાની મંજૂરી માંગે છે.
કુંવર : ક્યાં ઈરાદાથી આવ્યા છે? એવુ કંઈ જણાવ્યું એમને.
પહેરેદાર : હા, એમને મેળામાં બચાવનાર યુવાનને ધન્યવાદ આપવા માટે અંદર આવવાની આજ્ઞા માંગે છે.
કુંવર : એમને આદર સાથે અંદર આવવાની અનુમતી છે.
અંદર લઈને આવો.
પહેરેદાર : (વૃંદા પાસે આવીને ) તમને અંદર આવવા માટેની મંજૂરી છે. મારી સાથે ચાલો.
  આવુ સાંભળી વૃંદા અને એની સખીઓ અંદર જવા માટે આગળ વધે છે. પરંતુ તેમના પગની ધ્રુજારી સ્પષ્ટ જણાવે છે કે તેઓ આવા અજાણ્યા ક્ષેત્રમાં જતાં ઘભરાઈ રહી છે.
બધા આગળ વધી રહ્યા છે. રાજાશાહી ઠાઠ માઠ અને આગળ જતાં રાજાઓને શોભે એવા આભૂષણો,તલવાર, ભાલાઓ બધું અસ્ત્ર શાસ્ત્ર જોવા મળે છે. સૈનિક બધાને થંભી જવાનું ફરમાન કરે છે.
સૈનિક : અહીંયા ઉભા રહો. હું અંદર પૂછને મોકલું છું.
અંદર જઈને સૈનિક : ખમ્મા ઘણી અન્નદાતા.
બાઈ માણસ તમારા દર્શનની આજ્ઞા માંગે છે.
કુંવર : આજ્ઞા છે. અંદર આવો.
   સૈનિક બહાર આવીને વૃંદા અને તેની સખીઓને અંદર જવાનું કહે છે. પણ સખીઓ બધી ડરી ગઈ છે. તેઓ અંદર જવાની સ્પષ્ટ ના પાડે છે. વૃંદા એકલી અંદર જઈને ઉભી રહી. અંદર ની જ્હોજલાલી, કુટિર નિર્માણની રચના આ બધું એને પહેલીવાર જોયું. નજર ગોળ ફેરવતા તેની નજર કુંવર ના મુખ પર પડી. કુંવરની નજર પણ વૃંદાની ઉપર પડી અને બન્ને અચાનક અવાચક બની ગયા. બન્ને એકબીજાને જોયા જ કરે. આંખો પલકારા મારવાનું ભૂલી ગઈ છે. ત્યાં જઈને વૃંદાને ખબર પડી કે એને બચાવનાર અને તેના મનમાં વસી ગયેલ છબી એ આ નગરીનો રાજકુમાર વનરાજસિંહ પોતે હતો. તે મનમાં રાજી હતી પણ એટલા નજીકથી કુમારને જોતા સ્તબ્ધ બનીને ઉભી છે.
કુમાર ને આમ સામે જોતા તે સ્તબ્ધ પણ હતી.
પોતાના હાથના અંગુઠા અને આંગળીઓ મસળતી તથા નીચેનો હોઠ ચાવતી એટલે તે ગંભીર છે એવું પ્રતીત થાય છે. રાજકુમાર પણ વૃંદાને આમ સામે જોઈને આભો બની ગયો હતો. પોતાની સ્વપ્નસુંદરી ને સામે જોઈ રાજકુમાર સ્થિર થઇ જોઈ જ રહ્યો. યુવરાજ મનમાં વિચારે છે કે જે સ્ત્રી માટે તે મેળામાં ગયો હતો એ આમ સામેથી મળશે એ પોતાને અણસાર પણ નહોતો. બન્ને આમ ઉભા રહી ગયા,.કુંવર ની આંખોમાં પ્રેમના ઉભરતા આસુંડા જોઈને વૃંદા હિમ્મત કરી આગળ વધી. ગળામાં ડૂમો ભરાઈ જવાથી કઈ બોલાતું પણ નહોતું.
     બંને પ્રેમી પંખીડાઓ આમ મળતાં બન્નેના હૃદયના ધબકારા તેજ બની ગયા છે. મૃગણેની વૃંદાની આંખોમાં ડૂબેલો વનરાજ પણ પોતાની આંખોના પલકારા મારવાનું ભૂલી ગયો છે. ભવોભવના પ્રેમી કેટલાય વર્ષો પશ્ચ્યાત મળ્યા હોય એમ એમના હૃદયની ઊર્મિથી પ્રેમ જ્યોતિ પ્રગટ થઈ છે. તેઓ બધુજ ભૂલી જાય છે. પોતાનું પ્રિય વ્યક્તિની પ્રથમ ભેટમા હ્રદયના તાર મધુર પ્રીતના સુર રેલાવે છે. એ યાદો જે હૃદયમાં સગ્રહીને બેઠેલા છે એ યાદ કરીને આંખો છલકાય છે. ગળામા ડૂમો બાઝી ગયો છે. પ્રત્યક્ષ આટલા નજીક હોવાના લીધે વૃંદા પ્રીતમ સાથે બોલવામાં પણ કઈ બોલી શક્તિ નથી.  સમય થંભી ગયો છે. વૃંદાને ઘરે જવાનું ભાન જ નથી. એ પોતાના પ્રીતની દુનિયામાં આંટા મારે છે. જ્યાં પ્રેમ સિવાય બિજુ કશુંય નથી. 
વૃંદા એકાએક આગળ પહોંચી કુંવર ને બાથ ભરી લીધી. આમ અચાનક વૃંદા ને જોઈ કુંવર પણ ભાવુક બની ગયો. બન્ને પ્રેમી પંખીડા પોતાના પ્રિય ની બાથમાં ભરાઈ ને એકબીજાની વેદના ઓછી કરી રહ્યા છે. પોતાના કુંજર ગામ ની વાતો તથા મેળામાં આવવા માટેની તૈયારીઓ વગેરે વાતો વૃંદા કુંવર ને કરે છે. કુંવર પણ પોતાના ગામની તથા મહાકાળી માતાની સ્થાપના, જુના રાજવીઓ ની વાતો તથા પહેલીવખત વૃંદાને જોઈને બધી વાતો કરે છે.
   સખીઓને પણ વૃંદાએ બહાર આવીને જંગલમાં મળેલ યુવાન એ રાજકુમાર પોતે છે. પછી બધી વાતો સમજાવી.
સખીઓ પણ રાજી થઈ ગઈ. વૃંદાને પ્રિયતમ મળી ગયા.
અને તેઓ ટીખળ કરી ને વૃંદાને ચિડાવતી હતી એ હવે સત્ય થઈ ગયું છે. વૃંદા અને વનરાજસિંહ બન્ને પ્રેમી પંખીડા  
મળી ગયાનો આનંદ એમના મોઢા ઉપર અવર્નનીય છે.
   વૃંદા અને વનરાજ પોત પોતાની વાતો કરે છે. બન્ને એકબીજાથી હજીયે નજર હટાવતા નથી. અને ગામની, અને સહેલીઓની વાતો ચાલુ છે. વનરાજસિંહ પણ પોતાના નગરની બધી વાતોની વૃંદાને પ્રતીતી કરાવે છે.
બન્ને પ્રેમીઓ પોતાનામાં ગળાબુડ પ્રેમની વાતોથી તરબોળ થઈને વાતો કર્યેજ રાખે છે. એમને સમય કે કોઈ વ્યક્તિ કે કોઈ બીજું દેખાતું જ નથી. અદ્ભૂત પ્રેમીઓની અતૂટ બંધન કમણગારાં નેણને જોતો ન થાકતો વનરાજસિંહ વૃંદાના હાથમાં હાથ મૂકીને એમની વાતો વાગોળ્યા કરે છે.
        એમની વાતોમાં તેઓ એટલા મુગ્ધ બની ગયા કે શુ સમય થયો એ પણ ભાન નહોતું. બન્ને પોતાનાથી એકબીજાથી અલગ થવાનું કરતા જ નથી.
         સાંજ ઢળવાની તૈયારી છે બધા ગાડાં ગામમાં પાછા જવા ગોઠવાઈ ગયા છે. પણ વૃંદાનો ક્યાય પત્તો નથી. સહેલીઓ ને ખબર કે તે પેલા યુવાન ને મળવા ગઈ છે, પણ ગામવાળા ને ખબર પડે તો એમની ખેર નહિ.સહેલીઓ વૃંદાને હવે ગાડાં તરફ જવા માટે બોલાવે છે અને વૃંદા ને ભાન આવે છે. હવે જવાનો સમય થયો. મોડું થયું તો ગામવાળાઓ ગોતવા અહીંયા લગી આવી પહોંચશે તો ભારે થશે. એટલે જલ્દી હવે ગાડાઓ તરફ જવા માટે સહેલીઓ ઉતાવળ કરી રહી છે. પાછા મેળાથી દુર ગાડાઓ મુકેલા છે.
વૃંદા : (વનરાજનો હાથ પકડીને ) પ્રિયવર હવે મારે જાવું પડશે.
વનરાજ : (આંખોમાં ઝળઝળયા છે )હા, પ્રિયે સીધાવો. પણ હજી થોડીક વાર રહ્યા હોત તો સારું.
વૃંદા : હા મને પણ જવાની ઈચ્છા જ નથી. હું પણ અહીંયા જ રહેવા માંગુ છું. તમારાથી દુર એક પળ મને વહમી લાગે.
કહીને બન્ને એકબીજાને ભેટી પડે છે. બન્ને ના મુખારવિંદ પર આસુંઓ છે. આંખોમાં પ્રેમ અને હૃદયમાં છુટા પડવાની વેદના. છતાંય તેઓ એકબીજાને સંભાળે છે. અને સ્વસ્થ થાય છે.
વનરાજ- (વૃંદા નો હાથ પોતાના હાથમાં લઈને.) હા પ્રિયતમ હું તને મળવા માટે આવીશ.
વૃંદા : મને વચન આપો તો માનું.
વનરાજ : હું વચન આપુ છું પ્રિયે હું તને મળવા આવીશ અને ત્યારે લઈને પણ જઈશ.
આવુ સાંભળતા વૃંદા એકદમ વનરાજને ભેટી પડે છે. અને સખીઓ આવીને વૃંદાને પકડીને લઈને આગળ વધે છે. વૃંદા ની આંખમાં આસું છે. વિરહ ની વેદના બન્ને હૃદયમાં છે. પણ મળવાનો કોલ એ અતૂટ આશાનું કિરણ ફરીથી મળવાનું તેજપુંજ આશાનું જીવંત સ્વરૂપ બની ગયું છે. એમ વૃંદના પગ ગાડાઓ તરફ જાય છે. મુખ વનરાજસિંહ ને જુએ છે. અને હૃદય એમને આપીને જાય છે.
   વનરાજ પણ વૃંદાને આગળ જતી જોઈ રહે છે. કશુય બોલતો પણ નથી. એની આંખોમાં આસું છે. હૃદય માં ડૂમો ભરાઈ ગયો છે. છતાંય વૃંદાને જતી જોઈ રહે છે. વૃંદાનું ટોળું ઘણી દૂર નીકળી ગયું છે. હવે પ્રતિબિંબ પણ ઝાંખું દેખાવા લાગ્યું છે અને છેવટે બધું અદ્રશ્ય થઈ જાય છે.
એક લાંબો નિ:શ્વાસ નાખીને વનરાજ ત્યાંજ બેસી જાય છે.
વૃંદાની આ વાતની જાણ તેની સહેલીઓ સિવાય કોઈને નહોતી.કોઈને મળવા ગઈ છે, એવી ખબર ગામવાળાઓને પડતાં જ એ લોકોની ખેર નહી. સહેલીઓ વૃંદાને બીજી વાતોમાં વળગાડી ગાડાંમાં લઈ જાય છે.એની સાથે જ આકાશમાં સૂર્યનારાયણ નિસ્તેજ બનીને ધીમે ધીમે ચોતરફ
અંધારું પાથરી દે છે.
ગાડામાં નીરવ શાંતિ પથરાઈ ગઈ છે. બધા મેળે આવવાને જેટલાં ઉતાવકળા અને જોશમાં હતાં એટલા જ વળતા આવતા નિરાશ અને થાકેલાં છે. સુનમુન બધા બેઠા છે. બળદગાડાંઓ ગામ તરફ જવા ઉતાવળા ચાલી રહ્યા છે. બળદોની પગમાં વાગતી ઘૂંઘરું હાજા ગગડાવી નાંખે એવા બીકના એંધાણ સમા બની ગયાં છે. મેળામાં ઉત્પાત મચવનાર બળદ સાથે જીવન બચાવીને પાછા ફરતા લોકોમાં હજીય મનમાં ભીતિ છે. મોતની સામે જંગ જીતી હોય એમ વૃંદા મોઢું લટકાવીને બેઠેલી છે. 
   પ્રિયતમથી છુટા પડતાં કેવળ શરીર જ એની સાથે લઈને જાય છે. પ્રાણ તો રાજકુમારને સોંપીને કુંજર ગામ તરફ પ્રયાણ કરે છે. આકાશમા નિશાચર પક્ષીઓ ઉડવાની શરૂઆત થઈ ગઈ છે. એ પણ અજવાળુંના હોવાના લીધે ઝાંખા દેખાય છે. ચારેય કોર લીલા દેખાતા ખેતરોની ઉપર રાતાશ પથરયેલી જોવા મળે છે. ભગવાન ભાસ્કર પોતાના નિવાસ્થાને આરામ કરવા દુનિયામાંથી આજના દિવસને અલવિદા કહી રહ્યા છે.
    રાત પડી ગઈ છે. મેળામાં ભીડના લીધે મોડું થઈ ગયેલું હતુ. બધા થાકેલા લોથ પોથ છે. સખી વૃંદાને સમજાવે છે કે બાપુજી ઘરે નથી અને તું થકી ગઈ છો તો સવારે ઘરે જજો રાત પણ પડી ગઈ સે. અંધારામાં ક્યાં ફાંફા મારવા. હમણાં અમારા ઘરે આવતી રહે અને સુઈ જા. સવારે વહેલા તારા ઘરે મુકવા આવીશું. વૃંદા પણ સખીની વાત માનવામાં ડોકું હલાવીને અનુમતિ આપે છે અને સખીના ઘરે જતી રહે છે. ત્યાં બધાને સુવાની વ્યવસ્થા સખી કરે છે.
   આખા દિવસના રખડેલા માણસો સાંજે પગમાં પણ કળતર થાય અને થાકનો પાર નહી એટલે ખાટલામાં પડતાજ ઊંઘી જતાં હોય છે. આખુંય ગામ ગાઢ નિંદ્રામા સુતેલુ હોય છે. એક વૃંદા હજીય જાગે છે. એની આંખો ફાટેલી જ છે હજી. આંખોમાં ઊંઘના અણસાર નથી.
યુવરાજને યાદ કરે છે. આંખોમાં આસું હજીયે સુકાતા નથી.માંડ માંડ મોઢું લુછે છે અને પ્રીતમની યાદમાં આંખો બંધ કરે એવામાં જ એને અડધી રાતે ઊંઘ આવી જાય છે. એ સ્વપનમાં પણ રાજકુમાર જોડે બેઠેલી હોય છે.
   પ્રેમ સાચો હોય તો જીવનની આકરામાં આકરી પરિક્ષામાંથી પાર ઉતરે છે.પ્રેમના કોઈ નિયમો હોતા નથી એ તો આ બધાથી પર છે.વૃંદા અને વનરાજનો પ્રેમ પણ કંઈક આવો જ છે. એ એકબીજાથી દૂર હોવા છતાંય હૃદયથી જોડાયેલા છે. એક બીજાને દુઃખ કે ભાવની લાગણીઓ સમાન છે. એ પોતાની યાદોના સહારે પોતાનું જીવન જીવતાં હોય છે. અને સાચો પ્રેમ મેળવવાં માટે જગતની તમામ પીડાઓ પોતે વેઠી લેતા હોય છે.
        સવાર પડે છે, બધા ખાટલામાંથી આળસ મરડીને બેઠા થાય છે. વૃંદા પણ જાગે છે. વિખેરાયેલા વાળને બે ભાન હાલતમાં હોય એમ લાગે છે. સખીને બધીજ ખબર છે એટલે કોઈને ખબર ના પડે એમ વૃંદા પાસે આવીને કહે છે.
સખી : વૃંદા જાગો હવે ભોર ભઈ.
વૃંદા : હા, સખી પણ હું ક્યાં સુ? બાપુજી ક્યાં?
સખી : ઘેલી રાતે મોડું થવાંથી તું અહીંયા રોકાણી સો. હવે ભાનમાં આવો તારા ઘરે જવા માટે.
વૃંદા :( આંખો ચોળતી, બગાસાઓ ખાતી ) બળ્યું, હું ભૂલી  ગઈ નઈ! કહીને પોતાના માથામાં ટપલી મારે છે.
સખી : હા, ભઈ હવે વીત્યું યાદ કર્યે શું વળે. ઉભી થાઓ અને મોઢું ધુઓ. હુંય ગામમાં જવાની સુ to આપણે ભેગાં જઈએ.
વૃંદા : હા, હૂંઉ... ય આવુ સુ.
સખી : હજીય ઊંઘમાં સો ને ગામમાં હેંડવાની વાત્યું કરો સો.
આવુ કહીને એ વૃંદાને ખભો ઝાલીને ઉભી કરે છે. વૃંદા હશે છે.
વૃંદા : સાવ તે કંઈ બીમાર નથી હું.
સખી,: આ બીમારી ભૂંડી સે તારી. હવે ચા પીવા રહોડે આવ. હું ચા બનાવું સુ. 
સખી ચા બનાવવા રસોડામાં જાય છે અને વૃંદા પાણીનો લોટો ભરીને બાજુમાં જઈને મોઢું ધૂએ છે. પછી ચા પીવા માટે એ પણ રસોડામાં જાય છે. થોડીક વાર પછી વૃંદાની સખીનો ભાઈ બહારથી બૂમો પાડીને બોલાવતો હોય છે. એ ગાડું લઈને કામથી ગામમાં જવા માટે તૈયાર છે અને સખીને તથા વૃંદાને પણ જવાનું છે એટલે બંનેને ગામમાં આવવા માટે બોલાવી રહ્યો છે.
વૃંદા : સખી હાલો હવે, ભઈ ગામમાં જવા બોલાવે સ.
નહીતર હેડતું જવુ પડશે.
સખી : હાલો બાપલીયા! જલદી કરો જઈએ.
વૃંદા અને સખી ગાડામાં બેસીને ગામમાં વૃંદના ઘર જવા માટે રવાના થાય છે. ગામમાં રસ્તામાં જ વૃંદાનું ઘર આવેલું છે. એટલે ત્યાં ઉતારીને સખી આગળ કામથી જતી હોય છે.
બરોબર ઝાંપે ગાડું આવ્યું અને વૃંદા ગાડામાંથી નીચે ઉતરી.વૃંદાને જોતાં જ કામધેનુ તરત ભાંભરવા લાગે છે. વૃંદા ઝાંપો ખોલીને અંદર આવે છે. ગાય એને આવકારવા ખૂંટાની આજુબાજુ આંટા ફેરા મારે છે. વાછરડું પણ કુદકાઓ ભરે છે. આખોદિવસ વૃંદા ઘરે હતી નહોતી અને હવે પછી આવતા કામધેનુ અને વછરડું બંને ખુશ છે. વૃંદા પણ કામધેનુ અને વાછરડાને આવતાં જ ભેટી પડે છે. અને વ્હાલ કરવા લાગે છે. નિઃસ્વાર્થ પશુ પ્રેમ અને લાગણીઓ અહીંયા છલકાય છે. અને વૃંદા પછી ઘરે જઈને બધા બાકી પડેલા કામો કરવામાં લાગી જાય છે.
      કામો કરતાં કરતાં તે મેળાની બધી વાતો વાગોળે છે. બધું યાદ કરે છે. બળદથી બચાવી રાજકુમારે વૃંદાનું દિલ જીતી લીધું છે, હવે એ પ્રીતમને યાદ કરતી થાકતી નથી. પ્રથમ મુલાકાતનો યુવરાજનો ચહેરો એની આંખો સામે તરવર્યા કરે છે. હૃદયમાં મધુર મિલનની વાસળીઓ વાગે છે અને વૃંદા રાજકુમારના ખ્યાલોમાં ખોવાઈ જાય છે.
         પ્રીતમને મળવાના કોલ સાથેના ઉમંગમાં જીવતી વૃંદાને 
કામમાં હવે મન લાગતું નથી. પ્રિયવર ને પામવા તરસી આંખોના પાંપણો ખુલ્લા રાખીને આપેલા કોલે ભેટો થવાની વાત એના મનમાં ઘણીજ ઊંડી બેસી ગઈ છે. તે તેના રોજિંદા કામોમાં પણ પ્રીતમ ને યાદ કરતી થાકતી નથી.
સખીઓ સાથે પણ વાતો કરવામાં એને ભાન રહેતું નથી અને કંઈક અલગ જ વાતોમાં પરોવાઇ જાય છે. વૃંદા તેના ઘરની ભીંત જે છાણ માટીની બનેલી છે તેના ઉપર કોલસાથી લીટીઓ કંડારે છે. અને મળવાના દીવસો ટૂંકા કરે છે.
           કાગધી નગરમાં કુંવર વનરાજસિંહના પણ કંઈક આવા જ હાલ બન્યા છે. તેને વૃંદાની છબી નજર ઉપરથી હટતી નથી. રાજના કામ કાજમાં જીવ પરોવાતો નથી. એકાંતમાં કુંવર બેસી રહે છે. અને મહારાજા ચંદ્રસિંહને આ ઉંમરે સાથે રાખીને રાજ કરવાનું હોય એમાં કુંવર વનરાજ કોઈ કામમાં પોતાનું મન લગાવીને કરતાં નથી. રાજ્ય ઉપર બીજા રાજાઓ હુમલો કરે તોય કુંવર વનરાજસિંહમાં કોઈ બદલાવ આવે એમ લાગતું નહી. આની ચિંતામાં રાજા ચન્દ્રસિંહ બીમાર પડે છે. રાજ્યની ચિંતા, કુમારનું રાજ્યના કામોમાં મન ના હોવું જેવાં પરિબળો થી રાજાને વધારે ચિંતા થઈ જેને લીધે તેઓ બીમાર પડ્યાં. પ્રજાનું રક્ષણ કરનાર અને એમનો ભાવિ રાજા એમના નેતૃત્વની ધજા ના લહેરવે એ ચિંતા વર્તમાન રાજમાં હોય એ અવશ્ય છે.
      પોતાનો એકનો એક શોર્યવાન પુત્ર કંઈક ઊંડી ચિંતામાં છે અને કોઈને કહેતો પણ નથી. બસ એકલા ફર્યા જ કરે છે. ખાવાનું ઠેકાણું નથી. ઊંઘ પૂરતી લેતા નથી. વૃંદાને મળવાનો કોલ યાદ કરીને કંઈક મલકાય છે.એમના પિતાજીની બીમારી અને વૃંદાનો વિયોગ એમના માથે ચડી ગયો હોય એમ તેઓ એમના વિચારોમાં જ રાચે છે. આ વખતે વૃંદાને ભગાડી કે એમના ઘરનાઓને મનાવીને સાથે લઈને આવવી છે એવા સ્વપ્નો સેવતા તેઓ રાજમહેલમાં આંટા મારતા હોય છે. સિંહ જેવો રાજકુમાર આજે સસલાના ગુણો ધરાવતો હોય એમ શાંત બની ગયો છે.
      કાગધી નગર પોતાના પૂર્વજો અને વર્તમાન રાજાઓના લીધે ઘણી ખ્યાતિ ધરાવે છે. પણ એ કપટી ગણાતા મંત્રીઓને ખટકતું હોય છે. એ મંત્રીઓ મહારાજ ચંદ્રસિંહ અને યુવરાજ વનરાજસિંહને ગમે ત્યારે વિશ્વાસઘાત કરી બેસે એનુ કંઈ ઠેકાણું નહોતું. રાજા અને કુંવરને આ વાતની જરાય પણ જાણ હોતી નથી. એ મંત્રીઓ પર ખુદથી પણ વધારે વિશ્વાસ કરતાં હોય છે. રાજ્યના કામો એમના હાથે જ બધા કરાવતા હોય છે. મંત્રીઓ પણ એવી રીતે બહારથી રહેતા કે કોઈને લેશ માત્ર પણ વિચાર ના આવે કે આ લોકોના મનમાં શું ચાલી રહ્યું છે.
    મહારાજ બીમાર છે એટલે વૈધો સેવા ચાકરી કરતાં હોય છે. મંત્રીઓ પણ મહારાજણી આગળ પાછળ મોઢું લટકાવીને ફરતાં હોય છે. મહારાજ મંત્રીઓને બહાર જઈને રાજ્ય અને કુમારને સાચાવવાનું કહે છે. છતાંય મંત્રીઓ મહારાજને જલ્દી સાજા થઈ જાય એવી ઈચ્છા વ્યક્ત કરે છે.               
"કપટી નર કદી ના સુધારે ભલે સો સાધુનો સંગ,
     મુંજ ભીગોયા ગંગ મેં તોય રહે તંગ નો તંગ."
આ પંક્તિને સાર્થક કરતી વાત અહીંયા બને છે. બહારથી સારા દેખાતા મંત્રીઓના મનમાં કપટના અગ્નિનો જ્વાળામુખી છે જે એક રાજા અને રાજકુમાર સાથે આખાય રાજ્યનો એકસાથે ખાત્મો કરી નાંખે એવા કપટ ચાલબાજ છે. 
     એમની નજર કાગધી રાજ્યની ગાદી ઉપર છે. રાજ્ય હડપવા માટે તેઓ ફૂટનીતિ અચારે છે અને કંઈક કરીને આ ગાદી મેળવી લેવાનું ષડયંત્રની રચના કરે છે. મહારાજ બીમાર છે. જે કશુંય કરવા માટે અસમર્થ છે. જયારે રાજકુમારને એનુ કંઈ ઠેકાણું નથી. એ એની દુનિયામાં જ મસ્ત બનીને રહે છે. એટલે પહેલાં રાજકુમારને પુરો કરવા માટેની યોજનાઓ બનાવે છે. રાજગાદીનો મુખ્ય કાંટો વચ્ચેથી નીકળી જાય તો એના વિરહમાં મહારાજ ચંદ્રસિંહ કંઈ કરવા લાયક રહેતા નથી અને રાજ્યનો કારભાર આપણા હાથમાં આવતા વાર નહી લાગે એવુ વિચારીને આગળની રણનીતિ ઘડે છે.
           વૃંદાને મળવા જવાતું નથી. પિતાજી બીમાર છે. રાજ્ય સાવ સૂનું વ્યાપે છે. વનરાજસિંહને કંઈ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે. મંત્રીઓને તો આ બધું જોઈતું જ હતુ. દગાખોર મંત્રીઓ ષડયંત્ર રચવામાં નિપુણ હતાં. રાજા માંદગીમાં પડ્યાં છે. અને કુંવરનું મગજ ઠેકાણે નથી. એટલે પરિસ્થિતિનો લાભ લઈને બન્ને બાપ-દીકરાને મારવા માટેની રણનીતિ તેઓ બનાવી રહ્યા છે.
એકદિવસ વહેલી સવારે મઁત્રીઓ માંદા રાજા પાસે જાય છે અને ખોટે ખોટું રડવાનું નાટક કરીને રાજાને પોતાની હમદર્દી બતાવવા આવેલા.
મંત્રી - ખમ્મા ઘણી અન્નદાતા હુકુમ!
રાજા -સુખી રહો. બોલો પ્રધાન શું સમાચાર છે?
મંત્રી - આપણા રાજ્યમાં સૌ કુશળ મંગળ છે.
તમે જલ્દી સાજા થઈ જાઓ એવી દુઆઓ આપણાં પ્રજાજન કરે છે.
રાજા : હા, એ બધું એ ભગવાનના હાથમાં છે. નિ:શ્વાસ નાખતા કહ્યું.
મંત્રી : હે, રાજન બીજી વાત કે આપણા કુંવર હમણાં હમણાં ઘણી જ ચિંતામાં વ્યાપ્ત રહે છે એનુ પણ પ્રજાને ભય છે, કે ભાવિ રાજા શું કરશે.
રાજા : હા, મને પણ એ ચિંતા ખાઈ ગઈ છે.તમારા મતે આપણે શું કરવું જોઈએ.
મંત્રી :(મોકાનો લાભ ઉઠાવતા )એમને આખેટ જવાનુ બંધ છે, અને બીજી પ્રવૃતિઓ પણ કરતાં નથી. એટલે એમના ક્યાંક બહાર મોકલાય,જેથી કરીને એમનું મન હળવું થાય.
રાજ : ભલે! એમ કરો.
     રાત્રે બધા મંત્રીઓ મળીને રણનીતિ તૈયાર કરી. અને સવારના પહોરમાં ચારેય મંત્રીઓ રાજકુમારના શયનકક્ષમાં ગયા. અચાનક આવેલા ચારેય મંત્રીઓ ને એકસાથે જોઈને રાજકુમાર કંઈ પણ બોલ્યા વગર બેઠો રહે છે.
મંત્રી : કુમાર મહારાજના આદેશથી આપણે ફરીથી શિકાર કરવા માટે જવાનું છે. એના માટે તમને લેવા આવ્યા છીએ.
કુમાર : ભલે! ભાઈ જઈએ બધા, ઘણા દિવસો થયાં આપણે ક્યાંય ગયા નથી.
         એટલું કહીને રાજકુમારે હાથમાં તલવાર, ભાલા અને પોતાના શિકાર ના આયુધો લીધા છે. સૈનિકો ને શિકાર માટે રથ તૈયાર કરવાનો હુકમ આપે છે. આદેશ અનુસાર કુમારનો રથ અને મંત્રીઓ માટે ઘોડાઓની વ્યવસ્થા થઈ ગઈ. બધા મહેલમાંથી નીચે ઉતર્યા. ચાર -પાંચ બીજા ઘોડેસવાર સૈનિકો, ચાર મંત્રઓ અને રાજકુમાર શિકાર કરવા માટે જંગલ ભણી ચાલી નીકળે છે. ઘોડાઓ લઈને બધા કાગધી નગરની સીમ વટાવીને ઘણા આગળ નીકળી જાય છે. આ વખતે કુમારને પણ ભાન નહીં કે તેઓ કેટલી દૂર ગયા છે. છતાંય થાક લાગવાથી કુમાર આરામ કરવા માટે મંત્રીઓને ઘોડાઓ અહીંયા જ રોકવાનું જણાવે છે.
મંત્રીઓ ઘોડાઓને ઉભા રખાવીને છાંયડે રથ લઈને જાય છે. અને ઘોડાઓ ને નીર નાખવા માટે બીજી જગ્યાએ બાંધે છે.
       રાજકુમાર અને મંત્રીઓ મારતે ઘોડે જંગલમાં આવી પહોંચ્યા છે. આજે રાજકુમાર ખુશ છે.
મંત્રી : રાજકુમાર ઘણા દિવસ થયાં, શિકારે આવ્યાને.
રાજકુમાર : હા, જોત જોતામાં ખાસો સમય વીતી ગયો છે.
મંત્રી : હા, કુમાર તમે એકલા એકલા ફરતા હતાં એટલે અમે પણ તમારી સાથે બહારના વાતાવરમાં જવાનું વિચાર્યું.
રાજકુમાર : હા, સાચી વાત. તમે બરાબર કર્યું છે. મને પણ બહાર નીકળવાની ઈચ્છા હતી, પરંતુ કંઈ સૂઝતું નહોતું.
નવી દુનિયામાં આવ્યા હોય એમ જંગલના વાતાવરણમાં આવવાથી ખુબ જ સારું લાગી રહ્યું છે. પ્રકૃતિના ખોળામાં શાંતિ મળી રહી છે.
મંત્રી : હવે ઉતાવળ કરો અને શિકાર કરવા માટે આજ્ઞા આપો.
રાજકુમાર : હા કેમ નહી, બધા જુદા જુદા રહીને અલગ અલગ દિશામાં જઈશું. અને શિકાર પહેલો કોણ કરે એ જોઈએ. શિકાર કરીને આ જગ્યાએ તરત પાછા આવવાનું છે.
મંત્રી : હા, અમે બધા તૈયાર છીએ. કહીને મંત્રીઓ એકબીજાની સામે જુએ છે. અને આંખોના પલકરામાં કંઈક અંદરો અંદર ઈશારો કરે છે.પણ રાજકુમારને ભણક પણ લાગતી નથી.
રાજકુમાર અને મંત્રીઓ એ થોડાક સૈનિકોને સાથે લીધા છે અને થોડાક ત્યાં ઉભા રાખીને આરામ માટે અને ખાવા માટેની વ્યવસ્થા કરાવવાનું કહીને ત્યાં રોંકી રાખે છે.
રાજકુમાર પોતાનો ઘોડો લઈને બીજી દિશામાં જવા લાગે છે. અને મંત્રીઓ બધાને પણ બીજી બીજી દિશામાં ગયા હોય છે.
રાજકુમાર આજે ઘણા દિવસો પછી મહેલની ચાર દીવારી માંથી બહાર આવેલો છે. એ પ્રકૃતિના રૂપને માણતો ચાલીને જંગલમાં આગળ વધી રહ્યો છે. હાથમાં ધનુષ બાણ છે. કેડમાં તલવાર લટકાવેલી છે. પાછળ ઢાલ અને ભાલો પણ છે. સરવરાટ ના થાય તેમ તે જંગલમાં આગળ વધી રહ્યો છે. જંગલમાં બિહમણાં અને ખૂંખાર પશુઓ રહેતા હોય છે એટલે તે ચારેયકોર સાચવીને આગળ જતો હોય છે.
   જંગલમાં ઉપરની પહાડીઓ માંથી આવતા ઝરણાઓનો ખળ ખળ અવાજ, ખીણ અને કોતરોમાં રહીને અવાજ કરતાં પશુ -પંખીઓના અવાજોનું ગુંજન ડરાવણુ વાતાવરણ ઉભું કરે છે. એમાંય પાછા એકલા હોય ત્યારેતો ગયા. ક્યારેય ના જોયા હોય તેવા ફળ, ફૂલ તથા ઝાડવાઓ છે. લીલોતરી ચારેય કોર ઘાઢ જામી છે. વર્ષાવન હોય એમ ગાઢ જંગલ લીલોતરીમાં ભરપૂર જામેલું નજરે પડે છે. યુવરાજ વનરાજસિંહ ઘોડો લઈને આગળ વધી રહ્યા છે.
પરંતુ આગળ મારગ સાંકડો હોવાથી ઘોડા સાથે અંદર તરફ જવામાં ઘણી જ મુશ્કેલી પડે એમ હતુ. એટલે તેઓ પોતાની તલવાર વડે વેલાઓ અને ડાળખીઓ કાપતા કાપતા અંદર જંગલમા જવા લાગે છે.
   અંદર જતાં યુવરાજ થાકી જાય છે એટલે થોડીક જગ્યા જોઈને બાજુના ઝરણાં પાસે જઈને ઘોડો ઉભો રાખે છે. આજુબાજુ નજર ફેરવે છે. કેમ કે પાણીના ઝરણાંની પાસે કોઈ જંગલી જાનવર ના હોય. પરિસ્થિતિ સારી લગતાં તેઓ નીચે ઉતરીને ઝરણાં પાસે આવે છે. પોતાની મોજડીઓ બહાર ઉતારીને ઉઘાડા પગે ઝરણામાં પગ મુકે છે. શીતળ જળ ઉપરથી આવતા ઝરણાંઓ નિર્મળ અને સ્વચ્છ હોય છે. ઠંડા પાણીમાં પગ મુકતા રાજકુમારનો બધો થાક ઉતરી ગયો હોય એમ મનમાં ખુબજ શાંતિ અને હાશકારાનો અનુભવ થાય છે. તે ત્યાં પથ્થર ઉપર બેસી જાય છે. ખોબામાં પાણી ભરીને તે પીવા લાગે છે. ભૂખના લીધે બળતો પેટનો જઠરાગ્નિ શાંત થાય છે. ત્યાં થોડીકવાર બેસી જાય છે. અને ઘોડાને પણ પાણી પીવા માટે છોડી દે છે. વનરાજસિંહ વૃંદાને યાદ કરતાં કરતાં એક હાથે પાણી ઉલેચી રહ્યા છે. અને વૃંદાનું સ્મરણ કરતાં એમની ધૂનમાં અને પ્રકૃતિના ખોળામાં બેઠા છે. જેમ આપણે કોઈ સારી અને ગમતી જગ્યાએ જઈએ એટલે આપણા નજીકના અતિ પ્રિય માણસને જરૂર યાદ કરીએ છીએ એમ જંગલની નીરવ શાંતિમાં એકલા રાજકુમાર વૃંદાને યાદ કરી રહ્યા છે. ધીમો વાયરો સુસવાટા કરતો કાનની બાજુમાં થઈને નીકળી રહ્યો છે. અને શાંત જંગલમાં યુવરાજ બેઠા છે. ઉપરથીની ભેખડોથી પૂરપાટ આવતું ઝરણું ઠંડા ફુવારા છોડી રહ્યું છે.
    અચાનક વાતાવરણ બદલાય છે. શાંતિથી આવતો પવન માં વેગ સાથે ગર્જનની ધ્વનિ સંભળાય છે. પાસે ઉભેલો ઘોડો કીકીયારી પાડી ઉઠે છે. તે કૂદાકૂદ કરી મુકે છે. વનરાજને બહાર બોલાવવા માટે આગળના પગ પછાડતો હંણહણાતી કરતો હોય છે. વનરાજ અચાનક આવા અવાજો સાંભળતા તરત ત્યાં ઝરણાંમાં જ ઉભો થઈ જાય છે. એનો હથ એની તલવાર પર પડે છે અને એક જ ઝાટકે તલવાર મ્યાનમાંથી બહાર કાઢીને તે દોડીને ઘોડાની લગામ પકડે છે. અને સબદો થઈ જાય છે.
   આજુબાજુ નજર ફેરવીને જુએ છે એને કંઈ જ દેખાતું નથી. પણ આ ગર્જનાનો અવાજ આવ્યો ક્યાંથી. આકાશ તરફ નજર માંડીને જુએ છે તો તે એકદમ સ્તબ્ધ બની જાય છે. ઉપરની ભેખડો માંથી એક વિશાળ પથ્થર એની તરફ આવતો હોય છે. ઉપરથી ચૂકેલો વિશાળ પથ્થર નીચેની તરફ ફંગોળાતો આવે છે અને જે જગ્યાએ એ અથાડતો આવે છે, ત્યાં ધ્વનિ ઉત્પન્ન થાય છે જે ખીણો અને કોતરોના લીધે એમાં પડઘો પડે છે. અને ભયકંર ગર્જના થાય છે. જંગલમાં પશુઓ અને પંખીઓ પણ આ બિહમણાં અવાજથી ચીસો પડતાં આમતેમ દોડવા લાગે છે. રાજકુમાર ઝરણાંથી દૂર ઘોડો ઝાલીને ઉભેલો હોય છે.
પથ્થર બિલકુલ જ્યાં વનરાજ બેઠેલા હતાં ત્યાંજ આવીને જોરથી પટકાય છે. આ સાથે એના ચાર પાંચ કટકા થઈ જાય છે અને જોરદાર પટકવાનો અવાજ આવે છે.
   પળવારમાં બનેલી આ ઘટનાથી અવાચક બનેલો વનરાજ ત્યાંજ થંભી જાય છે અને એકી ટસે આ બધું જોવા લાગે છે. નક્કી મને કોઈ અલૌકિક શક્તિએ બચાવ્યો લાગે છે. નહીતો એક જ ક્ષણમાં મારું નીકંદન નીકળી જાત. પ્રભુનો આભાર માનતો તે બાજુમાં પડેલી પોતાની મોજડીઓ પહેરે છે અને ઘોડા ઉપર બેસી જાય છે. વીર પુત્ર અને વીર યોદ્ધા છે એટલે એ ડરતો નથી પણ અચાનક બનેલી ઘટનાથી અવાચક જરૂર બની ગયો છે. તે ઘોડેસવાર થઈને શિકારની શોધમાં આગળ જતો રહે છે.
      ઝરણાંના ઉપરથી પથ્થર કુદરતી રીતે નહોતો પડ્યો. એને પાડવામાં આવ્યો હતો. જયારે રાજકુમાર અને મંત્રીઓ શિકારમાટે છુટા પડે છે ત્યારે મંત્રીઓ અલગ અલગ દિશામાં જવાનાં લીધે એક સાથે ભેગાં થઈને વનરાજનો પીછો કરતાં હોય છે. એને મારી નાખવાની યોજનાઓ જ એમના મનમાં ચાલતી હતી. એ દરમિયાન વનરાજસિંહ પણ ઝરણાંની નીચે પાણી પી ને બેસી રહ્યો હતો એવામાં બધા મંત્રીઓ ઝરણાંના ઉપરના ભાગમાં જઈને એને મારવા માટે વિશાળ પથ્થરને ચાર જણ મળીને હડસેલીને ઉપરથી નીચે વનરાજ તરફ ઝરણાંમાં ફંગોળીને પડતો મુક્યો હતો જેથી વનરાજના શરીર ઉપર આ પથ્થર પડતાં જ ત્યાં તેના રામ રમી જવાની યોજના હતી.પણ સદ્દનસીબે તેને સમય સૂચકતા વાપરી અને ઉભો થઈને વનરાજ બાજુમાં આવી ગયો અને બચી ગયો. સામી છાતીએ આવા સિંહને મારવા માટેની આ કાયર મંત્રીઓની તાકાત નથી હોતી. કારણકે યુવરાજ આખા સૈન્ય માટે એકલો કાફી થઈ જાય છે ત્યાં એવા મગતરા જેવા ચાર મંત્રીઓની શી વિશાત. પણ યુવરાજનું નસીબ સારું હતુ એટલે બચી ગયો.
   મંત્રીઓને જોયું  કે યુવરાજ બચી ગયો છે એટલે મારતે ઘોડે એ જગ્યાં ઉપરથી ક્યાંક દૂર નીકળી જાય છે. નહીતો કુંવર વનરાજ ખબર પડતાં એમની આવી બનવાની હતી.
અને મંત્રીઓ બીજી યોજનાઓ ઘડવા માટે વિચારો કરી રહ્યા છે. રાજકુમારને આજે મારવો એ તો એમને નક્કી જ કરી દીધેલું હતુ. એટલે એમની રણનીતિ હવે કંઈક અલગ પ્રકારની બનાવવાનું નક્કી કરે છે.
         ઝરણાંમાંથી આવેલા પથ્થરથી તો રાજકુમાર બચી ગયો છે એ મંત્રીઓને કદાપિ સારું લાગતું નથી અને તેઓ રાજકુમાર ને મારવા માટે બીજું ષડયંત્ર રચે છે.એમને રાજકુમારને મારવા માટે આજે નક્કી જ કરી લીધું છે એટલે તેઓ ભેખડો પાછળ સંતાઈને રાજકુમારનો પીછો કરે છે. અને કંઈ પણ રીતે પુરો કરવાની તેઓ વાતો કરતાં કરતાં જઈ રહ્યા છે. યુવરાજને એવું મનમાં પણ નથી કે પોતાના મંત્રીઓ જ તેનો ખાત્મો બોલાવવાની ફિરાકમાં છે તે પોતાની ધૂનમાં જ મસ્ત બનીને શિકારની શોધમા આગળ નીકળી જાય છે.
   વનરાજસિંહ શિકારની શોધમાં ઘણા જ આગળ નીકળી ગયાં છે. ગાઢ જંગલ પ્રદેશ છે. વૃક્ષ અને વેલાઓથી ઢંકાયેલા જંગલમાં એકલા જવુ એ પણ એક સાહસ વાળું જ કામ હાતું જે આ નીડર કુંવર જ પાર ઉતારે છે અને તે આગળ વધ્યે જ જાય છે. મનમાં તે વિચારે છે કે મંત્રીઓની પહેલાં હું શિકાર કરીને પોતાની કુટિયામાં જલ્દી પાછો જઇ શકું અને શરત જીતી શકું.
આમ વિચારતા વિચારતા વનરાજસિંહને થોડાક આગળ જતાં એક ગુફા દેખાય છે. અવાવરું અને ઘણી જ પ્રાચીન લાગતી ગુફા વેરાન જેવી છે. એ ગુફામાં વર્ષોથી કોઈ ગયેલું નથી એવુ તેને જોતાં લાગે છે. પરંતુ વનરાજસિંહ શિકાર ના મળવાના લીધે થાકી પણ ગયાં છે. એટલે તેઓ વિચારે છે કે આવા જંગમાં હમણાં સુધી ક્યાંય કોઈ પશુ એવુ મળ્યું નહીં જેનો શિકાર કરું. પરંતુ આ ગુફા એ આવાવરું છે એટલે આવા જાનવરો ગુફામાં જ રહેવાનું વધારે પસંદ કરતાં હોય છે. એટલે ગુફામાં એ જંગલી જાનવરનો વધ કરીને પછી તરત પાછો આવી જાઉ.
   એવુ વિચારીને વનરાજસિંહ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે અને શબદો થઈને ગુફા બાજુ ડગલા ભરવા લાગે છે. આજુબાજુ નજર ફેરવતો હતો કેમ કે આવી ગુફાની બાજુમાં પણ કોઈ જંગલી જાનવર છુપાઈને બેઠુ હોય અને મારા જવાથી એ અચાનક હુમલો કરે તો તરત વળતો જવાબ પણ આપી શકુ તેવું મનમાં ધારણા કરતો વનરાજસિંહ આગળ વધે છે, આમ વિચારતો વિચારતો વનરાજસિંહ ગુફામાં પ્રવેશ કરે છે. ગુફામાં ઘોર અંધારુ છે. કશુંય દેખાતું પણ નથી અને એવી જગ્યાએ વનરાજસિંહ એકલા હાથમાં તલવાર લઈને આગળ વધે છે . પથ્થરોની તિરાડ માંથી આવતું અજવાળું કયાંક થોડુંક દેખાઈ આવે એવું વિચારીને તે આગળ વધતા વધતા ગુફામાં અંદર સુધી પહોંચી જાય છે 
આ બાજુ વનરાજસિંહનો પીછો કરતાં કરતાં કપટી મંત્રીઓ ત્યાં આવી ચડે છે. દૂરથી રાજકુમારને જોતાં જોતાં તેઓ આવી રહ્યા છે અને અચાનક કુવર દેખાતા નથી. તેઓ શોધખોળ કરવા લાગ્યા છે. આજુબાજુ નજર ફેરવતા કશુય નજરે આવતું નથી આ બાજુ વનરાજસિંહ ગુફામાં શિકાર શોધવામાં એટલા આગળ નીકળી ગયાં છે કે તેઓને કોઈ બૂમો પાડીને બોલાવે તો પણ એ કોઈનો અવાજ સાંભળાય જ નહી. મંત્રીઓ આમ તેમ રાજકુમારને ગોતતા હોય છે,પરંતુ એ નજરે ચડતો નથી અને અચાનક રાજકુમારનો ધવલ અશ્વ ઉપરથી જોતાં નજરે પડે છે. ગાઢ જંગલ છે લીલોતરી જ બધે દેખાય છે અને અશ્વનો રંગ સફેદ એટલે તે થોડોક નજરે ચડ્યો નહીતો એ કોઈને પણ દેખાય એમ હતું નહી.
   બધા મંત્રો અંદરો અંદર વાતો કરે છે. કે ઘોડો અહીંયા છે એટલે રાજકુમાર નજીકમાં જ હોવો જોઈએ. પણ દેખાતો નથી એનો મતલબ તે આજુબાજુમાં જ સંતાઈને બેઠો હશે. અને આપણને જોશે તો એના મનમાંથી આપણે કાયમ માટે નીકળી જઈશું.અને કાગધી રાજ્યમાં રહેવું મુશ્કેલ બની જશે. આવું વિચારતા તેઓ ત્યાં જવુ કે નહી તેના વિચારો કરે છે. એક મંત્રીના કહેવા મુજબ અહીંયા એક પ્રાચીન ગુફા આવેલી છે. અને રાજકુમાર જો અંદર ગુફામાં ગયો હશે એટલે તેનો અશ્વ બહાર મુક્યો છે. નહીતો વેરાન જંગલમાં કે ગમે તેવા સંકટમાં તે પોતાના અશ્વને ક્યારેય એકલો આમ મુકતો નથી.નક્કી કંઈક ઘટના લાગે છે જેની ચકાસણી આપણે ત્યાં જઈને કરવી જરૂરી છે.
આમ વિચારીને બધા મંત્રીઓ ઊંચાણ વાળી જગ્યાએથી નીચા આવવા માટે ઘોડાની લગામ ખીચીને નીચે તરફ આવવા લાગ્યા છે. જે પણ થાય એ જોયું જાય એમ વિચારીને તેઓ નીચે આવી ગયાં છે. ત્યાં આવીને જુએ તો વનરાજસિંહ ત્યાં હતાં નહીં એટલે હવે એમને નક્કી કરી નાખ્યું કે યુવરાજ નક્કી આ ગુફામાં જ ગયો લાગે છે. હવે એને ગુફાના અંધારામાં જ મારી નાખવાની વાતો કરે છે.
પરંતુ એના શોર્ય અને પરાક્રમથી પરિચિત મંત્રીઓ હજીયે  ડરતા હોય છે. વનરાજસિંહ અંધારામા પણ એમને પહોંચી વળે એવો યુવાન છે, એટલે તેઓ યુવરાજના ડરથી કશુંય કરતાં નથી અને સામી છાતીએ એમના જોડે યુદ્ધ કરવાની પણ ના પાડે છે. નહીતો વનરાજ એકલા જ ચાર મંત્રીઓ માટે કાફી થઇ જાય. એમની તાકાત અને વીરતામાં આવા મગતરા જેવા મંત્રીઓની કોઈ વિસાત નથી.
   રાજકુમાર શિકાર શોધતા શોધતા અંદર જ ઘણા આગળ નીકળી ગયાં છે. એમને અંધારામાં કંઈ સળવળાટ થાય અને એમની તલવાર ત્યાં વિંઝવા લાગે છે. એમને એમ કે ગુફાના બીજા છેડે આપણે નીકળી જઈશું પણ આ ગુફા તો ઘણી જ લાંબી હતી એનો જરાય રાજકુમાર ને ખ્યાલ નહોતો. અને તેઓ અંદર જ ભૂલ ભૂલ ભુલઈયા જેવી પરિસ્થિતિ ત્યાં ઉભી થઇ છે. રાજકુમાર ગુંફાના છેડાની શોધ માં ત્યાં અંધારામા આમ તેમ ફાંફા મારે છે અને આગળ વધતા હોય છે.
મંત્રીઓ આ ગુફાને જ બંધ કરવા માટેનું સૂચન ક કરે  છે. આવી યુક્તિ સારી લગતા મંત્રીઓ ત્યાં બાજુમાં પડેલા પથ્થરને ગુફાના મુખ્ય દ્વારે દઈને કાયમ માટે ગુફા બઁધ  કરવામાં પ્રયોગો કરે છે. અને રાજકુમારની ત્યાં જ સમાધિ થઇ જાય એ રીતે તેઓ જ્યાંથી યુવરાજે આવી ગુફામાં પ્રવેશ કર્યો એ દ્વાર બંધ કરવા એટલે ઝડપથી એ પથ્થર ત્યાંથી હટાવીને ગુફાના મુખ્ય દ્વારે લગાવીને કાયમ માટે ગુફા    કરી નાખવા માટે બધા મંત્રીઓ પોતાનું બધુંય જોર લગાવીને ત્યાંથી તેઓ વિશાળ પથ્થર ધીરે બધાની મહેનત થી તેઓ ધીરે ધીરે પથ્થરને ફેવરીને ઘસીને ગુફાનો આગનો ગુફાનો દરવાજો બંધ કરી દે છે
  આ બાજુ વનરાજસિંહને પણ ભાન આવે છે કે હવે પાછા વળવામાં ફાયદો છે નહીતો ખબર નહી આ ગુફા ક્યાં પુરી થશે. આવુ વિચારીને રાજકુમાર આ જ રસ્તે પાછા આવતા હોય છે.આ બાજુ મંત્રીઓ ઊંચાણ વાળા ક્ષેત્રોમાં જઈને આગળ શું થાય છે તે જોવા માટે પોતાના ઘોડા ઉપરથી ઉતરીને પછી ઉપર જઈને જે કંઈ થાય એ જુએ છે. તેઓ જ્યાં સુધી રાજકુમારને મરેલો ના જુએ ત્યાં સુધી એમને ચેન પણ પડતી નથી. અને ત્યાં ઉભા ઉભા બધું નિહાળી રહ્યા છે.
યુવરાજ વનરાજસિંહ અંધારામાં ગોથા ખાતા ખાતા આવ્યા હતાં એ રસ્તામાં પાછા આવી રહ્યા છે. અને દરવાજે આવતા જ કંઈ સૂઝતું જ નથી ઘોર અંધારામાં તે તલવાર પથ્થર ઉપર na ઘા વાગે એ ઉપર મંત્રીઓના કાને અવાજ પહોંચતો હતો તેઓને હવે જ જણાયું હાતું કે રાજકુમાર ગુફામાં હવે પુરાઈ ગયોછે અને હમણાં એના રામ અંદર જ રમી જશે. અને આપણને શાંતિ મળશે. કાગધી નગરનો એક મુખ્ય કાંટો નીકળી જવાની ત્યાં તાળીઓ લેવાય છે.
  પરંતુ વિધાતાથી મોટા કોઈ નથી અને રાજકુમાર ગુફામાં અંધા ધુંધી તલવાર ફેરવતો  હતો. એવામાં તલવારનો જ્યાં પોલાણ હાતું એ જગ્યાએ ઘા મારે છે. અવાજ ત્યાંથી આવતો નથી એટલે રાજકુમાર ધીરજથી કામ લેતાં હતાં એમને પણ લાગ્યું છે કે અહીંયા ઘા વાગવાનો અવાજ આવતો નથી એટલે જરૂર આ ગુફા હાલ એટલી પ્રાચીન છે એટલે 
રાજકુમારને પણ એવુ લાગ્યું કે નક્કી કોઈકે આ ગુફાના દરવાજા આગળ જાણી જોઈને પથ્થર મુક્યો છે.અને મને અંદર પુરવાના ઈરાદાથી આ બધું થઇ રહ્યા હોય એમ લાગે છે. જંગલી અને આદિવાસીલોકો પણ એવું કરી શકે છે. તે હવે પોલાણવાળી જગ્યાએ તલવારના ઘા મારે છે. રેતીના લીધે જામી ગયેલ રેત ને ઉખાડવા માટે તેઓ તલવારથી પ્રયત્ન કરતાં રહે છે. એવામાં તલવારથી ઘા મારવા જતાં અચાનક ધૂળ ગુફામાં પડવા લાગે છે અને જોત જોતામાં મોટુ બાકોરું  પડી જાય છે. અને સૂર્યનારાયણ ના કિરણ અંદર પડતાં ત્યાં રાજકુમાર હોશમાં આવે એમ અંદરથી બહાર નીકળવા માટે  પડેલા બાકોરામાં  વનરાજ જુએ છે અને જગ્યા મળતા તરત બહાર નીકળવા માટે દિવલ ઉપર પગ મૂકીને બહાર આવતા ત્યાં મંત્રીઓ જોઈએ રહ્યા છે 
    મંત્રીઓને આવુ દ્રશ્ય જોઈને વધારે ચિંતિત થાય છે.જેમને મારવા માટે કરેલું ષડયંત્ર નિષ્ફ્ળ જતું લાગી રહ્યું છે. રાજકુમારને ગુફામાંથી હેમખેમ બહાર આવતા વનરાજને જોઈને મંત્રીઓ ખબ જ વ્યાકુળ થઇ ઉઠ્યા છે 
તેઓ વનરાજને મારવા માટે ના તમામ પ્રયાસોમાં કંઈ બાકી રહેતું નથી.
   આ બાજુ શિકારની શોધમાં ફરતા યુવરાજ વનરાજ ઘોડા ઉપર જઈ રહ્યા હતાં. એવામાં દૂર ઝાડીઓમાં કંઈક સરવળાટ થઈ રહ્યો છે. રાજકુમાર સમજી જાય છે કે નક્કી કોઈ જંગલી જાનવર જેવું પ્રતિત થાય છે. એટલે રાજકુમાર પોતાનો ઘોડો થોભાવીને પોતાના આયુધો સંભાળે છે. એક હાથમાં ખડગ અને એક હાથમાં ભાલો લઈને એ ઘોડા ઉપરથી નીચે ઉતરે છે. પગરવ નો અવાજ ના થાય એમ હળવેથી ઝાડી તરફ જવા લાગે છે. થોડીક નજીક જતાં કુમારને જંગલી સુવર હોવાનો અણસાર થાય છે. સુવર પણ ડરેલો છે. એ મોઢું નીચું રાખીને છુપાવાની કોશિશમાં શાંત બેઠેલો છે. પરંતુ કુંવર નજીક પહોંચતા તે અચાનક હુમલો કરવા માટે કુંવર તરફ તરાપ મારવા એમની તરફ કૂદકો ભરે છે. કુંવર પણ સામે ભાલાનો ઘા કરે છે. તીક્ષ્ણ અણીદાર ભાલો સુવરના શરીરની આરપાર જતો રહે છે. થોડીકવારમાં તરફડિયા મારતો સુવર ત્યાં તેના પ્રાણ છોડી દે છે. કુંવર સુવરના શરીરમાંથી લોહીયાળ ભાલો બહાર કાઢે છે અને પોતે પ્રાર્થમ શિકાર કર્યો છે એવુ મંત્રીઓને જણાવવા માટે ઝડપથી સુવરના મૃત શરીરને ઘોડા ઉપર નાખીને પોતે પણ સવાર થઈને પોતાના જ્યાં આવાસ નાખેલા છે ત્યાં જંગલમાં જવા માટે પાછા ફરે છે.
પોતાના જ્યાં ધામા નાખ્યા હતાં ત્યાં એક પણ મંત્રી હતાં નહી. રાજકુમાર મનોમન ખુશ થયા એમને લાગ્યું કે તેમને પ્રથમ શિકાર કર્યો છે એટલે તેઓ સૌથી પહેલાં અહીંયા આવી ગયા છે. ઘોડા ઉપરથી સુવરને સૈનિકો નીચે ઉતારે છે અને ઘોડાને દુર લઈને જતાં રહે છે. રાજકુમાર થાક ખાવા ત્યાં ઝાડની નીચે જ બેસી જાય છે.
    આ બાજુ મંત્રીઓ શિકાર કરવાના ખાલી બાના હતાં. બાકી કુંવરને પુરો કરવા માટે પાછળ આવેલા હતાં એટલે શિકાર કર્યો નહી અને નિવાસસ્થાને ખાલી હાથે પાછા ફરવા કરતાં કુંવર આવી જાય પછી જઈએ એવુ વિચારતાં જાણી જોઈને મોડું કરતાં સમય પસાર કરતાં હતાં.એમને ખબર હતી કે સુવરને મારીને કુમાર ત્યાં પહોંચી ગયા છે ત્યારે તેઓ પાછા આવવા માટે નીકળ્યા છે. ત્યાં આવીને જુએ તો વનરાજ ત્યાં શાંતિથી બેઠા બેઠા મંત્રીઓના ખાલી શિકાર લાવ્યા વગરના નવરાં ઘોડાઓ  જોઈને હસ્યાં વગર રહેવાયું નહીં.
રાજકુમાર : કેમ? શું થયું? પહેલાં શિકાર કરવાની હોડમાં હારી ગયાં ને?
મંત્રી : હા કુમાર અમને શિકાર મળ્યો જ નહી.
રાજકુમાર : એના માટે તાકાત જોઈએ મંત્રીવર એવુ કહીને રાજકુમાર ફરીથી ટીખળ વૃત્તિમાં હસવા લાગે છે.
મંત્રી : હા, કુમાર આજે તમે જીતી ગયાં, અને અમે હારી ગયાં. અમે ઘણા પ્રયત્નો કર્યા છતાંય સફળતાના મળી.
રાજકુમાર : મહેનત કર્યા વગર કશુય મળતું નથી, મંત્રીવર.
મંત્રી :  (બીજા મંત્રીઓ સામું જોઈને)હા, એ તમારી સાચી વાત છે કુમાર.
રાજકુમાર : હું માંડ બચ્યો આજે.
મંત્રી : શું થયું કુમાર?
રાજકુમાર : હું અહીંયા થી દુર ઝરણાંનીચે બેઠો હતો એવામાં ત્યાંથી અચાનક મોટો પથ્થર મારી બાજુ આવતો હતો હું ત્યાંથી જલ્દી ખસી ગયો નહિતર ત્યાં મારાં શરીર પર પથ્થર પડતાં મારી પથ્થર નીચે સમાધિ થઈ જાત.
આ બધું સાંભળતા મંત્રીઓ મોઢામાં આંગળા નાખી દીધાં. અને એમને વધારે આઘાત લાગ્યો હોય એમ નાટક કરવા લાગ્યા.
મંત્રી : તમને કંઈ થઈ ગયું હોત તો અમે, મહારાજને શું મોઢું  દેખાડતા. ભગવાનનો આભાર તમે બચી ગયાં.
રાજકુમાર : હા ભાઈ, એ ઉપરવાળાની મરજી વગર કશુંય શક્ય નથી.
મંત્રી : હવે તમે અહીંયા આરામ કરો અમે તમારા ભોજનનો પ્રબંધ કરીએ છીએ.
મંત્રીઓ રાજકુમારને જમાડવા માટેનું કહીને થોડેક દૂર મંત્રીઓ ભેગાં થાય છે. અને એમની કુટ નીતિ બનાવવા લાગે છે. રાજકુમાર આઘેટમાં જઈને થાકી ગયો છે. અને ઝાડ નીચે આરામ કરવા માટે પગ લંબાવીને આડો પડે છે. અને વિચારો કરતાં કરતાં એ જંગલના શીતળ પવનમાં ઊંઘી જાય છે.
     કપટી મનુષ્ય ક્યારેય સુધારતો નથી. ભલે એ ગમે તેટલા જતન કેમ નથી કરતો. પોતાના મનમાં દુષણોને તે ક્યારેય નથી મિટાવી શકતો. રાજકુમાર ખુબ જ થાકેલો છે. તેને ઊંઘ પણ બહુ આવે છે એટલે એ ઝાડ નીચે ટેકો લઈને સુઈ જાય છે. પોતાના મંત્રીઓ સાથે હોય પછી ડર શેનો એમ ગણીને એ શાંતિપૂર્વક નિંદર લેવા લાગે છે.બીજા બધા સૈનિકોને પાણીની વ્યવસ્થા કરવા દુર મૂકી દીધેલા હોય છે. પરિસ્થિતિનો તાગ મેળવીને મંત્રીઓ શાંત થઈને ગપસપ કરવા લાગે છે અને રાજકુમારને મારી નાખવાનું ષડયંત્ર બનાવે છે.
        રાજકુમાર ઘસઘસાટ ઊંઘેલા છે.મંત્રીઓ કપટનીતિનો ઉપયોગ કરવાની વાતો કરે છે.સૈનિકો પહેરેદારી કરી રહ્યા છે એટલે એમને મારવામાં એ લોકોને ખબર પડે એમ છે. એટલે કંઈક યુક્તિ કરીનેએ લોકોને અહિયાંથી દૂર કરવાના છે.એક મંત્રી સૈનિકોને આદેશ કરે છે કે અમારા માટે અને કુમાર માટે તમે રાજ્યમાં જાઓ અને જમવાનું કંઈક લઈને આવો. અમે ત્યાં સુધી અહીંયા આરામ કરીશું. પછી  સાંજ ઢળતા રાજમહેલ પાછા ફરવાનું છે. મંત્રીઓના આદેશથી મોટા ભાગના સૈનિકો રાજમહેલમાં જમવાનું લેવા જાય છે.
થોડાક સૈનિકો ત્યાં રાખેલા છે જે મંત્રીઓના માણસો છે.
       રાજકુમાર નિરાંતે ઊંઘેલો સૂતો છે. એને બિલકુલ પણ ખ્યાલ નથી કે એમના વિશ્વાસપાત્ર મંત્રીઓ એની પીઠ પાછળ એમને મારવાનો ઈરાદો કરે છે. કારણકે વર્ષોથી કાગધી રાજ્યની સેવામા સુપ્રત એવા વિશ્વાસપાત્ર મંત્રીઓ રાજા ચંદ્રસિંહના દરબારમા છે અને મહારાજ પોતે એમની બહાદુરી અને વફાદારી પર ક્યારેય શક પણ નથી કરતાં. એવા મંત્રીઓ ઉપર રાજકુમાર આંખો બંધ કરીને વિશ્વાસ કરતો હોય છે. અને વૃંદાની યાદમાં એ પૂરતી ઊંઘ પણ લેતો નથી. ઉજાગરા એમના વધી ગયેલા છે. એટલે ઝાડની નીચે પ્રકૃતિના ખોળામાં નિરાંતે સૂવાથી એને તરત નીંદર આવી ગઈ છે.
   હવે મોકો એકદમ સારો મળ્યો છે. રાજકુમાર ઊંઘેલો છે. જાગતા રાજકુમારને યુદ્ધમાં મારવો એ અસંભવ છે પરંતુ ઊંઘમાં એને હણવામાં સરળતા રહેશે. આવી ગોષ્ઠી તેઓ કરી રહ્યા હતાં. એવામાં એક મંત્રી રાજકુમારના અશ્વને દૂર લઈને બાંધવાની વાત કરે છે કારણકે એ મૂંગા પશુને સૌથી પહેલાં અણબનાવનો અણસાર થાય છે. ઝરણાં પરથી ફેંકવામાં આવેલા પથ્થરથી પણ તેનું મૃત્યુ નિશ્ચિત હતુ. ઘોડો કુદકા મારીને એને ચેતન કરી દીધો હતો. મંત્રીની વાત પણ સાચી હતી. રાજકુમારનો અશ્વ સમજદાર અને વફાદાર હતો. માલિકને થોડાક પણ મુશ્કેલીમાં જણાય કે તરત તે સાબદો થઈને રાજકુમારનું રક્ષણ કરે છે. અશ્વને રાજકુમારથી દુર લઈને બંધવામાં આવ્યો છે.
   હવે રસ્તો એકદમ સાફ જણાતા એક મંત્રી ઊંઘેલા રાજકુમાર ઉપર ઘાત કરવા માટે પોતાનું ખંજર બહાર કાઢે છે. તે આજુબાજુ જોઈને સાવ ધીમે બિલ્લીપગે રાજકુમાર જ્યાં સૂતો છે એ તરફ જવા માટે આગળ ધપે છે. બરાબર રાજકુમારની ઉપર પહોંચી જાય છે. હાથમાં ખંજર નીચે રાજકુમાર ઘોર નિંદ્રામાં પોઢેલા છે. દૂર ઉભેલા રાજકુમારના અશ્વને એમની કપટનીતિની ગંધ આવે છે. એ પૂછડું ઊંચું કરીને ત્યાં ગોળ ગોળ આંટા મારે છે. વારે ઘડીએ રાજકુમાર અને કાલમુખા મંત્રી બાજુ જુએ છે. એને અંદેશો આવી ગયો કે કંઈક અહિત આચારાઈ રહ્યું છે. પણ એ કશુંય કરી શકતો નથી. આગળના પગ જમીનપર પટકતા એ
હણહણાટી કરીને યુવરાજને જગાડવાના પ્રયાસો કરે છે. કુમાર પણ થોડાક હલે છે એવામાં ઉપર ઉભેલો મંત્રી ખંજર સીધું રાજકુમારની છાતીમાં ભોંકી દે છે. 
       રાજકુમાર અચાનક બનેલી ઘટનાથી કંઈ કરવાની સ્થિતિમાં રહેતો નથી. છતાંય એ તરફડિયા મારતો મંત્રીને ધક્કો મારીને જમીનપર પછાડે છે. અને ઉભા થવાનો મરણીયા પ્રયાસ કરે છે. રાજકુમારને તરફડિયા મારતો જોઈ બીજા મંત્રીઓ પણ ત્યાં આવી પહોંચે છે. તેઓ તલવારોના ઘા ઝીંકીને યુવરાજને ત્યાં જમીન ઉપર ઢાળી દે છે. પળવારમાં રાજકુમારનું પ્રાણ પખેરુ ઉડી જાય છે. એ મૃત્યુ પામે છે. આ સાથે જ તેનો અશ્વ એનુ દોરડું તોડીને ત્યાંથી રાજકુમાર મરાયો એ બાજુ જાય છે. એની આંખોમાં આંસુ હતાં. એ સમજી ગયો હતો કે આ લોકો રાજકુમારના હિતેચ્છું નહોતા. રાજકુમારના મરેલા, વિખરેલા શરીરને મોઢું લગાવીને એ સૂંઘી રહ્યો છે. એની આંખો માંથી ટપ ટપ આસું સરે છે. એ ઊંચું મોં આકાશ તરફ કરીને ભૂમિ ઉપર જોરથી પગ પછાડે છે અને ખંજરવાળા મંત્રીને મારવા દોડે છે. એક બચકું ખભા ઉપર ભરે છે. અશ્વને આમ બચકા ભરતો જોઈને બીજા મંત્રીઓ અને સૈનિકો ભાલા અને તલવાર વડે અશ્વને પાછો કાઢે છે. અશ્વ ત્યાંથી છેલ્લી વાર રાજકુમારના મૃતદેહ બાજુ નજર કરીને જંગલના માર્ગે દોટ મૂકીને ચાલ્યો જાય છે.
   મંત્રીઓ પણ વિચારમાં પડી ગયાં આ અબોલ પશુ માલિક પ્રત્યે કેટલી વફાદારી ધરાવે છે. મંત્રીઓ સૈનિકોને ઘોડો પાછો લાવવા આદેશ આપે છે. પણ ઉશ્કેરાયેલા ઘોડાને પાછો લાવવા  બધા ના પાડે છે. વળી આવીને કંઈક રમખાણ કરે એના કરતાં રાજકુમાર ભેગો અશ્વને પણ જતો કરે છે અને મોટી જંગ જીતી હોય એમ રાજકુમારને કપટથી મારીને જંગલમાં મંત્રીઓ અટ્ટહાસ્ય કરે છે.
      વૃંદાની યાદો અને મંત્રીઓનો વિશ્વાસઘાત સાથે લઈને જાય છે.જીવતે જીવ સભાન અવસ્થામાં મારવાની હિંમત ના ચાલી એટલે ઊંઘેલા કુમાર ઉપર ઘા કર્યો અને એનુ મારણ કર્યું.  માંસના લોચાઓ ઉલળી રહ્યા છે. ત્યાંની જમીનમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયાં છે. લોહીથી તરબોળ મંત્રીઓના હાથ અને કપડાં પણ લથપથ છે.
હવે કાગધી નગરનો કાંટો રાજગાદીના રસ્તામાંથી દૂર કર્યો છે. અને હવે નગરનું રાજ્ય મંત્રીઓ ચલાવશે એવા કેફમાં એમના મોઢા ઉપર લેશમાત્ર રાજકુમાર પ્રત્યેની લાગણીઓ નહોતી દેખાતી. એ ચાર રાક્ષસો રાજકુમારનો કાળ બનીને ભર યુવાનીમાં મોતનો રસ્તો બતાવનાર કાળમુખા ખુબ જ ખુશ છે.
         સુતેલા સિંહને કપટનીતિથી હણ્યો. નહી તો જીવતે જીવ રાજકુમારને મારવાવાળો હજી હવે જનમ  લેશે. જંગલમાં સાવ સુનકાર વ્યાપ્ત છે. સિંહ જેમ બકરાનું મારણ કરીને મૂકી દે તેમ માથું ધડથી અલગ થતા રાજકુમારનું શરીર તરફડિયા મારતું, થોડીક વારમાં તેનું પ્રાણ પખેરુ ઉડી ગયું હતુ. જાણે યુવરાજ આ દુનિયામાં હતો જ નહી.
  મંત્રીઓ પોતાના શરીર ઉપર પણ લોહીથી ખરડાયેલા હોય એમ લોહી લગાવ્યું. તલવારના બીજા ઘા ઓ રાજકુમારની લાશ ઉપર મારીને છુંદો બનાવી દીધું. અને ત્યાં જૂઠું રુદન કરતાં પોક મૂકીને રડે છે. એવામાં ભોજન લેવા ગયેલા સૈનિકો પાછા ફરે છે. અને રડવાનો અવાજ સાંભળીને શું થયું? શું થયું? ની બૂમો પાડે છે. આગળ આવીને જુએ તો રાજકુમારની લાશ અસ્તવ્યસ્ત પડી છે.
તેઓ પણ રડવા લાગ્યા.
     મંત્રીઓ બધાને ચૂપ કરાવે છે, અને જૂઠી કહાની બનાવીને જણાવે છે કે અમે ભોજન માટેની શોધખોળમાં આગળ નીકળી ગયા અને સિંહ આવીને સુતેલા રાજકુમાર પર હુમલો કરીને મારણ કરીને સિંહ જતો રહ્યો છે. સૈનિકોને કહાની સાચી લાગી. હવે રાજકુમારના પાર્થિવ દેહને એક પોટલામાં ભરીને રથમાં મુકાયો અને મંત્રીઓ પોતાની પાઘડીઓ હાથમાં પકડીને જૂઠી રોકકળ કરતાં કાગધી તરફ આવવા લાગે છે.
  પ્રજા પણ રડતા મંત્રીઓ અને રાજકુમારનો ખાલી રથ જોઈને બધા પુછાતા કે શું થયું? ત્યારે જૂઠી કહાની બતાવીને લોકોને પણ પોતાની વાત મનાવવામાં અગ્રેસર રહેતા. આવો જુવાન જોધ રાજકુમારના મૃત્યુના સમાચાર આખાય નગરમાં વાયરની જેમ ફરી વળ્યાં. બધા ભગવાને કોસે છે. નાની ઉંમરે મૃત્યુ થયું એનુ દુ:ખ પ્રજા પોતાના હૈયામાં સમાવી શકતું નથી.
   બધા રાજમહેલ ભણીને આગળ વધે છે અને પોક મૂકીને રડે છે.કરુણ દ્રશ્યો સર્જાયાં છે. રાજા પોતે હજી માંદગીમાંથી ઉભા નહી થયાં અને રાજકુમારનું મૃત્યું. પિતા માટે પોતાના જુવાન દીકરાનું મૃત્યું એ અસહ્ય પીડાદાયક હોય છે. અને મંત્રીઓને પુછતા એમને જંગલમાં સિંહે ઊંઘેલા રાજકુમારનું મારણ કર્યું છે, એવુ કહેવામાં આવ્યું.
રાજા હજીયે માનવા તૈયાર નથી કે ક્ષત્રિય, તાકાતવાન રાજકુમારનુ આ રીતે મૃત્યું અશક્ય છે. રાજા આઘાતમાં જમીનપર ઢળી પડે છે. લોકો તરત એમને સંભાળીને પાણી મોઢાપર છાંટીને ભાનમાં લાવે છે.
        આખા કાગધી નગરના માણસોની આંખોમાં આસું છે.લોક હૈયે વસનારો, લોકોના હૃદયપર રાજ કરનારો એકનો એક શોર્યવાન વીર ખમીરવંતી યુવાનને આમ સિંહ મારીને જાય એ અસંભવ હતું. પણ રાજના જુના મંત્રીઓ આ વાતની સાક્ષી પુરે છે એટલે આ ઘટના સત્ય જ છે એવુ માનીને બધા શોક ગ્રસ્ત છે. આખુંય નગર ધ્રુસકે ધ્રુસકે રડે છે. કાગધી નગરનો આજે સુરજ અસ્ત થઈ ગયો છે. મેળામાંથી બળદને બાઝીને લોકોની રક્ષા કરનાર વીર પુરુષને લોકો આજે યાદ કરતાં થાકતા નથી. એક પળ પણ આ વાત એમને વિસરાતી નથી કે હવે આવો યુવાન કાગધી નગરની ધરા ઉપર ક્યારેય પેદા નહીં થાય. 
        જેમ તેમ કરીને રાજકુમાર ના પાર્થિવ દેહ ને અગ્નિદાહ આપ્યો. આખુંય કાગધી નગર શોકાતુર છે. હૃદયમાં રાજકુમાર પ્રત્યેની શોકની લાગણીઓ છે. નિરાશાના વાદળોનો ઘેરાવો આખાય નગરમાં ફરી વળે છે અને બિહામણો કાળ નગર માથે તાંડવ કરી રહ્યો હોય તેમ મંત્રીઓ ખુશ હતાં. એમનો રસ્તો હવે સાફ જ છે. મહારાજા માંદગીમાં હતાં અને પાછો આ રાજકુમારનાં મૃત્યુનો હ્રદયાઘાત સહન કરી શકે તેવું હતુ જ નહી.  કાગધી નગરનો રાજ-કાજ અને રાજા તેઓએ જ બનવાનું નક્કી જ હતુ.
          વાયુવેગે સમાચાર ફેલાવામાં શરુ થયાં છે. કુંજર ગામમાં સમાચાર પહોંચ્યાં છે. વડીલો વાતો કરે છે. મુખ પર ઉદાસી ધ્રુજતા અવાજે લોકો એક બીજાને જણાવે છે.
"કાગધી નગરના રાજકુમારને જંગલમાં સિંહે ફાડી ખાધો છે." કુમાર વનરાજસિંહનું યુવાનવયે મૃત્યું થયું છે. આ વાત લોક હૈયામાં બેસતી નહી, માનવા સૌ કોઈ તૈયાર નથી.એમનું મન હજીય માનતું નથી. એટલે તેઓ વારે ઘડીએ આ વાત બોલ્યે જ રાખે છે. વૃંદાની સખીઓ પણ આ વાતને સંભાળે છે. અને તરત સફાળી બહાર દોડીને જાય છે. વૃંદને કહેવા માટે બધી સખીઓ સાથે મળીને એના ઘરે જવાનું વિચારે છે.
        કુંજર ગામમાં બધા લોકોને કુંવર વનરાજસિંહ એ સૌ કોઈ રાજકુમારને ખુબ આદર કરતાં. અને એમના મૃત્યુંના સમાચાર એમને મનાય એમ નહોતું. ગામનાં બધા યુવાન અને વૃદ્વ પાદરે ભેગાં થવા લાગે છે. કાગધી નગરથી આવેલા સમાચાર સાચા છે કે નહી? એ નક્કી કરવા માટે એ લોકો એકબીજાને પૂછપરછ કરવા માટે મળેલા છે. કારણકે આ વાત માં સાચી હકીકત શું છે. એ જાણવા માટે ઉત્સુકતા ધરાવતા ગામનાં લોકોને જાણવાની જિજ્ઞાસા હવે વધી ગઈ છે. કાગધી નગર કે રાજ્યમાં કુંજર ગામનાં કોઈ સામંત હોય એમને તેઓ વધારે માહિતી માટે પૂછવા લાગ્યા. 
          વાત ધીરે ધીરે વૃંદાની સખીઓ સુધી પહોંચી ગઈ છે. સખીઓ બધી અવાચક બની ગયેલી છે. એમને કંઈ સૂઝે જ નહી વૃંદાને કંઈ રીતે આપણે સમજાવશું કે હવે તેનો પ્રીતમ નથી રહ્યો. જેને એ પળે પળ યાદ કરે છે. જેને એ પોતાનું હૃદય આપી બેઠી છે. એ પ્રિયતમની યાદો અને એને મળવાના કોલના આશરે જીવતી વૃંદાને આ અસહ્ય દુઃખ કેમ કરી સહવાશે. એ આ દુઃખને ઝીલી નહી શકે. અને એની વેદના સખીઓથી જોઈ નહી શકાય. જે પ્રિયતમની વાટ જુએ છે. મળવાના દાડાઓ ગણવા માટે એની ભીંત ઉપર કોલસાથી લીટાઓ કરતી વૃંદા ખરેખર નાજુક હાલતમાં સખીઓ જોવા નથી માંગતી એટલે એને કંઈ રીતે કહેવું કે વનરાજસિંહ હવે નથી રહ્યા. એ આ દુનિયામાં નથી. કોઈને વૃંદાને કહેવાની હિંમત નથી ચાલતી. કેમ કરીને કહેવું એની વિચારણા ચાલી રહી છે.
      સખીઓ વૃંદાને કહેતાં એમના મનમાં બીક હતી કે આ હૈયાને ધ્રુજાવનારી ઘટના વિશે વૃંદાને અચાનક કહેતા એના મગજ ઉપર કંઈક બીજી અસર ના વર્તાય એ પોતાના શરીર ઉપર કંઈ તકલીફ ના કરી બેસે એટલે તેઓ વૃંદાને વનરાજસિંહના મૃત્યુંના સમાચાર આપતી નથી. કોઈ પણ વ્યક્તિને એમના પ્રિય વ્યક્તિ વિશે આવી વાત કરવામાં આવે તો તેનો આઘાત કદાચ કોઈ લોકો સહન પણ ના કરી શકે અને એમના વજ્રઘાત માં ક્યારેય પોચા લોકો પોતાનું શરીર પણ ત્યજી દેતા હોય છે. આવા મનમાં વિચારો કરતાં  સખીઓ વૃંદાને કંઈ કહેવા માટે તૈયાર નથી હોતી.
    ગામમાં બધા લોકોને જાણ થઇ ગઈ છે. બધા લોકો આવા જુવાન યુવરાજના મૃત્યુના શોકમાં ગરકાવ થઇ ગયા છે.બધા ગમગીન થઈને ફરે છે. લોકોના મનમાં ઉત્સાહ એકદમ મરી ગયો છે. દિવસ પણ આજે ગોઝારો લાગી રહ્યો છે. કંઈ સૂઝતું પણ નથી. લોકોના મનમાં જાને એમની ઉપર આભ તૂટી પડ્યું હોય એવી અનુભૂતિ થઇ રહી છે. કુંજર ગામનાં લોકો કાગધી રાજ્યમાં જવા માટે તૈયાર થાય છે. વડીલો અને કેટલાંક જુવાનિયાઓ ગાડાઓ જોડીને ગામનાં પાદરે એકઠા થયાં છે. લોકો પણ બધા ઘરમાંથી બહાર નીકળીને રાજ્યમાં ચાલતાં સમાચાર ની અંદરો અંદર વાતો કરી રહ્યા છે. લોક મુખની અલગ અલગ વાતોમાં સાચી હકીકત શું હતી એ કંઈ સમજાતું નથી અને લોકોને કંઈક અલગ વાતો જાણવા મળે છે.
   દરેક માણસના મોઢે અલગ અલગ વાતો હોય છે. કોઈ કહે કે યુવરાજ ખીણમાં પડી જવાથી તેનું મૃત્યું થયું છે. કોઈ કહે કોઈ જંગલી પશુએ ફાડી ખાધા છે. કોઈ કહે યુવરાજ મેળામાં બળદ જોડે જયારે બાઝયો હતો એ અમે નજરો નજર જોયું હાતું એ યુવરાજની તાકાત આગળ સિંહની શું વિસાત એ તો સિંહને પણ પુરો કરવાની તાકાત ધરાવતા હતાં. અને એમને સિંહ ફાડી ખાય એ વાત અમારા ગળે ઉતારતી નથી એમ કહીને હકીકત વાત શું બની છે એની ચર્ચાઓ કરતાં તેઓ બીજા લોકોને મળીને પોતાના પ્રશ્નો ઉકેલે છે.
  ગામે ગામ યુવરાજના મૃત્યુના સમાચાર પહોંચી ગયાં છે. લોકોમાં દુઃખની સાથે સાથે ભય પણ વ્યાપ્ત થયો છે. આવા રાજકુમારનું મૃત્યું અસંભવ ગણતા હતાં. બધા લોકો કાગધી નગરમાં જવા માટે પોત પોતાના ગામો માંથી ગાડાઓ લઈને રવાના થઇ ગયાં છે. વચ્ચે બીજા ગામનાં ગાડાઓ પણ ળ મળે છે. એ પણ કાગધી ભણી જતાં હતાં. નગરમા ધીરે ધીરે માણસોનો જમાવડો લાગવાનો ચાલુ થયો છે. કાગધી નગરનો સૂર્ય અજવાળું હોવા છતાંય આજે આથમી ગયો છે. રાજા ચન્દ્રસિંહના એકના એક પુત્ર, ભાવિ રાજા અને કુળનું ગૌરવ આજે રેતીમાં રગડદોળાઈ ગયું છે. લોકોના હૈયામાં નિઃશ્વાસો નખાય છે. બધાંના મનમાં ખૂબ જ દુઃખ છે. અને એ રાજને શાંત્વના પાઠવવા માટે કાગધી નગરમાં આવેલા હોય છે.
  મહારાજ પોતાની પ્રજાને પોતાના પરિવારની જેમ જ સાચવતા હતાં એટલે પ્રજા રાજાના દુઃખમાં સહભાગી થવા માટે પોતાના ઘરેથી કાગધી ભણીને આવતી જોવા મળે છે. રાજાને અને પ્રજાને આજે દુઃખનો પાર રહ્યો નથી અને તેઓ શોકમગ્ન ચેહરાઓ લઈને નગરમાં આજે ફરતા જોવા મળ્યા છે.
            બધી સખીઓ ગામની ભાગોળે ભેગી થાય છે. વૃંદના પિતાજી ધાર્મિક કામોમાં બહારગામ ગયેલા હતાં. વૃંદા ઘરમાં એકલી છે.વૃંદાને કહેવાની કોઈની હિંમત નથી ચાલતી. છતાંય મક્કમ મન રાખીને ત્યાં જવાનું નક્કી કરે છે.વૃંદા પ્રિયવર ને પામવાના એંધાણ લઈને બેઠી છે. ભીંત પર દિવસોનાં લીટાં કંડરતી પિયુની વાટ જોતી બેઠી છે. એવામાં સખીઓનું ટોળું ફળિયામાં થઈને વૃંદાનાં ઘર બાજુ આવતું જોવા મળ્યું.
   વૃંદા બધા કામો પતાવીને બેઠેલી છે. બધી સખીઓને આવતી જોઈને વિચારમાં પડી ગઈ. શું થયું હશે? અચાનક બધી સખીઓ અહીંયા કેમ આવી રહી છે. સખીઓના ચહેરાઓનાં ભાવ કંઈક ઠીક નહોતાં. શરીરમાં કંપારી હતી. મનમાં ફફડાટ. ઊંડા કોઈ અહિતનાં અણસાર કરાવતો એમનો ભાવ કંઈક કહેવા માટે ઉતાવળો છે, પણ મોઢામાંથી શબ્દો નીકળતા નથી. બધી સખીઓ સુનમૂન વૃંદાને જોઈને ઉભી છે.
    વૃંદા : શું થયું? કેમ બધા અચાનક દોડતાં અહીંયા આવી ગયા છો?
સખીઓ કશુંય બોલતી નથી, ચુપચાપ છે. એમની આંખોમાં ઝળઝળીયા છે. હોઠ ઝીણા ઝીણા પપરે છે, પણ મોઢામાંથી અવાજ નથી આવતો. ટોળામાં વૃંદાની ખાસ બહેનપણી દેવયાની પણ હતી. તે દેવયાનીને ખભાથી ઝાલીને હલાવીને પૂછે છે પણ તે કંઈ જવાબ આપતી નથી. વૃંદા હવે જાણવા માટે વધારે આતુર બની છે. એ પણ આમ ચૂપ થયેલી સખીઓને જોઈને ડઘાઈ ગઈ છે. એની આતુરતાનો અંત આવે એ પહેલાં એક સખી બોલી.
સખી : વૃંદા સાંભળવાની હૈયે હિંમત રાખજે. કાળજુ કઠણ કરી લે.
વૃંદા : (રડવા જેવી થઈને ) થયું છે શું? મને સાચી વાત કહો.
સખી : સમાચાર એવા આવ્યા છે, કે કાગધી નગરનો સૂર્ય કાયમ માટે આથમી ગયો છે. યુવરાજ વનરાજસિંહ હવે આ દુનિયામાં નથી રહ્યા.
આવા વાક્યો સખીના મોઢેથી સાંભળીને વૃંદા એક પળ માટે પગ પાછા ખેંચી લે છે. 
વૃંદા : નાં હોય,, તમે લોકો ખોટું બોલો છો. કુંવરને કશુંય નહી થયું. સમાચાર જુઠા હશે.
સખી : (રડતાં રડતાં) વૃંદા વાત માની લે આખાય ગામમાં સમાચાર ફરી વળ્યાં છે.જંગલમાં શિકાર કરવા ગયેલાં વનરાજ પર સિંહે હુમલો કર્યો અને રાજકુમારનું ત્યાં મૃત્યુ થયું છે.
આવુ સાંભળતાં જ વૃંદા બે ભાન થઈને ત્યાં જમીન પર ઢળી પડે છે. સખીઓ બધી સાંભળી લે છે. વૃંદાની આંખોમાં આસુંની ધારાઓ વહે છે. જલ્દી પાણી લાવીને વૃંદાના મોઢા ઉપર છાંટે છે. વૃંદા મોઢા ઉપર પાણી પડતા ઉશકેરાઈ ને જાગે છે. અને ફરીથી રડવા લાગે છે. વારે ઘડીએ સખીઓને પૂછે છે. આ વાત ખોટી છે. વનરાજે મને મળવાનો કોલ આપ્યો છે. એ જીવિત જ છે. તમે બધા જાઓ અહિયાંથી
વૃંદા : હું હજી જીવતી છું, એટલે વનરાજસિંહ પણ જીવતા છે. એમને કશુંય નથી થયું.
સખી : વૃંદા તું વાત માન!
વૃંદા : ના તમે બધાય ખોટું બોલો છો, મને મળવાનો કોલ હવે પુરો થવામા થોડાક દિવસ બાકી છે. એ મળવા આવે એટલે હું તમને બતાવીશ.
સખીઓ ઘણું સમજાવે છે પણ વૃંદા એકની બે થતી નથી.
મારો પ્રીતમ મને મળવા આવશે. એ મને કોલ આપ્યો છે એ નહીં ભૂલે, આમ ઝૂરતી એ વિલાપ કરે છે. ખરડાયેલા મોઢા પર પરસેવો અને આસું એક બની ગયાં છે. થોડીકવાર ચૂપ બેસે છે વળી યાદ આવતા રડી જાય છે. વૃંદાને આ દશામાં વધારે બોલાવવા કરતાં એકલી મુકવાનું વિચારી બધા ત્યાંથી ચાલ્યા જાય છે.
       પણ વૃંદા માનવા તૈયાર નથી. એ બધાય ખોટું બોલી રહ્યા છે. મારો વનરાજ મને મળવા અવવવાનો છે. મને એમણે કોલ આપેલા છે. એ ક્ષત્રિય છે અને ક્ષત્રિય વચનના પાક્કા હોય છે. એ પોતાના પ્રાણના ભોગે પણ પોતાનું વચન નિભાવશે. અને એ જરૂર મળવા આવશે. જયારે એ મને મળવા આવશે ત્યારે હું સખીઓને બતાવીશ કે જોઈ લ્યો મારાં વનરાજને ત્યારે એ લોકોને ખબર પડશે. કે તેને કશુંય નથી થયું. આ સખીઓ મારાં ઉપર દાઝે બળતી લાગે છે. મારાં પ્રીતમ જેવો એની જોડ ક્યાંય જડે નહીં એટલે મારી સખીઓને કદાચ સારુ નહીં લાગ્યું હોય એટલે મને આવા વચનો કહેવા માટે આવેલી હશે.
    પોતાના પ્રેમ પર અતૂટ વિશ્વાસ ધરાવતી વૃંદા વનરાજની યાદોમાં  પોતાનું જીવન ગાળી રહી છે. એ દિવસે પણ વનરાજની યાદીમાં બેઠી હોય ત્યારે એમની થયેલી વાતો યાદ કરે છે. વનરાજને પરણવાના કોડ છે એના મનમાં યુવરાજસિંહની અર્ધાંગિની બનીને આખુંય આયખું ભેળા રહેવાનું સ્વપ્ન એ સેવે છે. આ વખતે યુવરાજસિંહ વૃંદાને મળવા આવે ત્યારે એને બાપુજી પાસે મારાં હાથની માંગણી કરાવવી છે. ત્યારે હું પણ બાપુજીને વિનંતિ કરીશ કે હું યુવરાજસિંહને મનોમન વરી ચુકી છું. અને મને એમના સાથે વિવાહ કરવાની મંજુરી આપો. જોકે બાપુજી સામે આવી વાતો કરવાની મારી હિંમત નહીં ચાલે તો ગામમાં કોઈક જોડે કહેવડાવીશ પરંતુ વનરાજ જોડે આ ભવમાં એની જ સાથે જીવન જીવીશ. આવા વિચારો કરતી વૃંદા પોતાના સ્વપ્નમાં ખોવાઈ જાય છે.
        પોતાના સ્વપ્નમાં યુવરાજ વૃંદાઅને રાજકુમાર જંગલમાં મળીને એકબીજાની પ્રેમની વાતોમાં મશગુલ છે. ચારેયકોર લીલોતરી જામેલી છે. આજુબાજુ ભેખડો છે. વચ્ચે નદી ચાલી રહી છે. નિર્મળ જળ અને શીતળ હવા રાજકુમારી જેવી લાગતી વૃંદાના વાળની લટો ને ફરફરાવી રહી છે. ભેખડો ઉપરથી પડતાં ઝરણાંની શ્વેત ધારા દેખાઈ રહી છે. વસ્ત્રાભૂષણોથી સુસજજીત રાજકુમાર અને વૃંદા એ નદીના કિનારે હાથમા હાથ નાખીને બેઠા છે. પ્રેમની વાતો ચાલી રહી છે. એ બન્ને પ્રેમીઓ પ્રકૃતિની ગોદમાં પોતાના પ્રેમની પાંખો  લગાવીને બેઠા છે.

     મીઠાં ગીતો ગવાઈ રહ્યા છે. રાજકુમાર અને વૃંદા બન્ને પ્રીતના ગીતોની ધૂનમાં નાચી રહ્યા છે. બન્ને એકદમ ખુશ છે.  મોઢા ઉપર મીઠો મલકાટ છે. અને તેઓ નદી તટે હાથમાં હાથ લઈને ચાલી રહ્યા છે. એવામાં ખાડાવાળી જગ્યામાં વૃંદાનો પગ આવી જાય છે અને એ ભોંય પર પડી જાય છે.
      નીચે પડતાની સાથે જ તેનું સ્વપ્ન તૂટી જાય છે અને નીચે પડી જાય છે.અને વૃંદા પોતાના ઘરે જમીન ઉપર પડી જાય છે. અને તરત ઉભી થઈને હસવા લાગે છે. પોતાનું સ્વપ્ન યાદ કરીને ખુબ જ ખુશ થાય છે. વનરાજની જોડે સ્વપ્નમાં પળો વિતાવીને એ ખુબ જ શાંત થઈ ગઈ છે. થોડીકવાર તે ત્યાંજ ઉભી રહી જાય છે. અને વળી પાછી રોજિંદા કર્યોમાં પરોવાઇ જાય છે.
      પોતાના પ્રીતમને મળવના દિવસો હવે નજીક આવી ગયાં છે. એટલે એની જિજ્ઞાસા પણ બહુ વધી ગઈ છે. એ રાત અને દિવસ કાઢી રહી છે. કેમ કરીને સમય પસાર કરવો એ આખોદિવસ વિચારોમાં જ રહે છે.આમ ઝૂરતી અને વિરહની વેદનાંમાં પિયુ મિલનનાં સ્વપ્નો સંજોડતી ભીંત પરના કોરેલાં લીટાંમાં દિવસો કાઢે છે. ખાવા પીવાનુંય ઠેકાણું રહેતું નથી હવે. કામમાં મન લાગતું નથી. પણ રાજકુમારને મળવાનું છે એ ખુશીમાં એ વળી પાછી સ્વસ્થ થઈને ફરે છે.એ મળવા માટે વ્યાકુળ બની ગઈ છે.
      કુંજર ગામનું પાદર વટાવીને થોડીક દૂર નદીનો વિસ્તાર આવેલો છે. સૂકી નદીમાં પાણી ચોમાસા દરમિયાન જ આવે છે બાકીના દીવસોમાં ત્યાં નકરી વેળું અને કાંટાળા ઝાડનો જમાવડો જોવા મળે છે. વૃંદા સખીઓ સાથે ફરીથી ત્યાં જંગલમાં લાકડાં વીણવા માટે જતી હોય છે. બધી બહેનપણીઓને ખબર હોય જ છે કે વનરાજસિંહનું મૃત્યું થયું છે પરંતુ વૃંદા એ માનવા માટે તૈયાર નથી. અને પિયુને યાદ કર્યા કરે છે. લાકડાં વીણતા વીણતા તેઓ આગળ નીકળી જાય છે. બરોબર એજ જગ્યાએ આવી ગયાં છે જ્યાં વૃંદા અને વનરાજસિંહ પ્રથવાર મળ્યાં હતાં.
    વૃંદા એ જગ્યાં પર આવીને એકદમ થંભી જાય છે. એને બધું યાદ આવી જાય છે. વીતેલો ભૂતકાળ એના અંતર્મનમાં એ અવિરત વાગોળ્યા કરે છે. શરીર ઝકડાઈ જાય છે. પરસેવે રેબઝેબ થઈને એ જગ્યા ઉપર જ ઢળી પડે છે. નદીના પટમાં રેત હોવાથી તેને વાગતું નથી અને બે ભાન હાલતમાં ત્યાં પડી જાય છે. વૃંદાને નીચે ઢળતી જોઈને સખીઓ ઝડપભેર દોડીને આજુબાજુ આવીને એને સંભાળે છે. એક સખી પાણી લેવા દોડે છે. એક વૃંદાનું માથું એના ખોળામાં લઈને એને જગાડવા માટે વૃંદા... વૃંદા.. ની બૂમો પાડે છે.
   ધૂળ ઉપર પડવાથી એનુ મોઢું ધૂળમાં ખરાડાયેલું છે. મોઢામાંથી ફીણ આવતા હોય એવુ લાગે છે. બધી સખીઓના જીવન તાળવે ચોંટી ગયાં છે. એમના મનમાં મુંઝવણ છે હવે શું કરવું અને શું નહી એ કંઈ સૂઝતું નથી. વૃંદાના મોઢા ઉપર પાણી છાંટે છે 
પગના તળિયા અને હથેલીઓ બીજી સખીઓ ઘસવા લાગે છે. થોડીકવારમાં વૃંદા ભાનમાં આવી જાય છે. સખીઓ પાણી વડે મોઢું ધોવડાવે છે. અને સ્વસ્થ કરીને બેઠી કરે છે.
હજી વૃંદાના શરીરમાં ધ્રુજારી છે. એ હજીયે પુરી ભાનમાં નથી. આંખો અડધી માંડ માંડ ઉઘાડીને જોવાનો પ્રયાસ કરે છે. સખી જે એને ખોળામાં લઈને બેઠી હતી એ વૃંદાના ગાલ ઉપર થોડીક જોરથી ટપલી મારે છે. વૃંદા માર વાગતા તરત સફાળી આંખો ખોલીને આમતેમ જોવા લાગે છે. અને 
સખીઓ સામું જોઈને પૂછે છે.
વૃંદા : હું ક્યાં સુ? 
દેવયાની : તું નદીમાં સો બુન અન બે ભોન થઈ જ્યાં તાં એટલે હવ હારૂ થ્યું.
વૃંદા : પણ મન કશુંય યાદ નથી.
સખી :હા, પણ તન થ્યું તું શું ઈ કો.
વૃંદા યાદ કરીને ફરી રડવા લાગી. અને રડતા રડતા બોલી,
વૃંદા : મને રાજકુમાર અહીંયા મળ્યા તાં. ઈ બધું આ જગ્યાએ આવતા યાદ આવી જયું. અન હજી મળવા નહીં આયા. એમનું વસન ખાતર મળવા આવવામાં હજી વાર છે.
આ સાંભળીને સખીઓ બધી એક સામું જોયા કરે છે. એમને ખબર છે કે વનરાજનું મૃત્યુ થયું છે અને એ વૃંદા કદાપિ માનવા તૈયાર નથી જેમને લઈને સમજાવવી એ પણ વ્યર્થ છે.કારણ એ માનવા કદાપિ રાજી નહી થાય કે રાજકુમાર હવે આ દુનિયામાં નથી. એટલે સખીઓ બધી જ ડરી જાય છે. વનરાજ અને વૃંદા જે જગ્યાએ મળ્યા હતાં એ જ જગ્યાએ વૃંદાને કંઈક થયું છે, એટલે વૃંદાની આજુબાજુ વનરાજની આત્મનો છાયો તો નહીં હોય ને? વનરાજ ભૂત સર્જાઈને આપણને તો નુકસાન નહી કરે ને? અને ગામમાં આવી આત્માઓનો છાંયડો પડ્યો કે ખબર પડી તો આ રસ્તે કોંક એકલું જવાનું ભૂલી જાહે. આવા વિચારો કરતી સખીઓ વૃંદાને આ બધું જણાવતા નથી અને એને દિલાસો આપે છે. 
સખી : હા વૃંદા તારો પ્રીતમ જરૂર આવશે.તારી પ્રીત હાચી સે.ભગવાન તને અને તારા પ્રિયતમને મળવામાં કોઈ બાધા ન નડવા દે.
વૃંદા :(માથું હલાવીને )હા, સખી એ તો નક્કી જ સ. પણ હવે ઝાઝી વાર નહીં, એમના મળવાના કોલ નાં દી ' પુરા થવામાં.
સખી: હાલો ઘરે વૃંદા, હવે ગામમાં પુંગવામાં મોડું થાહે. તો ઘરે હજી કામ સ.
વૃંદા : હા હુંય ભૂલી જઇ, મારે બાપુજી હાટુ નવા કપડાં હતાં ઈ દરજીકાકાને ન્યાં સીવવા અલવાના સ. નહિતર બાપુજી મને વઢશે. હું લાકડાં વીણવા આવી એટલે ઈ કામ ભૂલી જઈ.
સખી :(હસીને) કામ તો ઘણા બધા ભૂલી જ્યાં સો પણ યાદ આવે ઈ કરવાના.
વૃંદા : કે'વા સુ માંગે લી. ચૂંટલી ખણતા કહ્યું.
સખી : (થોડીક દૂર દોડીને દૂરથી ) કંઈ નઈ બુન હવે અહીંયા રાતનાં રોટલા ટીપવા સે કે ઘરેય હાલવું છે.
   વૃંદા અને સખીઓ પળવારમાં ટીખળ કરતાં જોવા મળે છે. બધી સખીઓનાં લાકડાંના ભારા તૈયાર થઇ ગયાં છે. અને દોરડાં વડે બાંધવામાં એકબીજીને મદદ કરે છે અને માથામાં ભાર નાં લાગે અને લાકડું ના કુંચે એટલે બાજુના લીલા ઝાડવાઓને હાથથી તોડીને ગોળ વાળીને નીચે મુકવા મોલડું બનાવે છે. જેના લીધે વજન સમાંતર રહે અને માથામાં લાકડું વાગે નહીં. બધી સખીઓ ભારા ઉપાડીને ગામ બાજુ, ઘરે જવા માટે નીકળી પડે છે. રસ્તામાંથી પોતાના ઘર બાજુ જવા માટે વૃંદા ચાલી જાય છે અને બીજી સખીઓ ધીમી ચાલીને પાછળ ભેગી થઈને ઉભી રહી જાય છે.
દેવયાની : પૃથા ગામમાં કોઈને કે'તી નઈ. નકર જંગલમાં કોઈ નઈ જાહે.
સખી : હા, પણ આપણે ફરી ઈ બાજુ ઈ જગ્યાએ વૃંદાને લઈને નઈ જવાનું.
દેવયાની : વૃંદાને બે ભાન જોઈને મારો જીવ અધ્ધર થઈ જ્યો બાપલીયા! મારી નાસ્યા. ઈન કંઈ વળગ્યું નહીં નકર આપણે બધાય ભેગાં થવાના બંધ થઈ જાત.
પૃથા : હા, સખી ગામમાં બધા અન ભગત બાપુ આપણને વઢટ. અન બોલત ઈ જુદું.
દેવાયની : આપણું બધાયનું આજે રોમે રાસ્યું. અન વૃંદા સલામત સ ઈ મોટી વાત. હવે ભાર લાગે સે કાલ મળીએ હાલો હવે ઘર ભેગાં થાઓ મોડું થ્યું સે.
   બધી સહેલીઓ ઘભરાયેલી છે અને ઘરે જઈને પણ સુનમૂન બેસી રહી છે. એમના મનમાં વનરાજ ભૂત સર્જાયો હશે અને ગામનાં  લોકોને વળગશે અને બધાય ગામમાં હેરાન થશે. આવી વાત કદાચ કોઈ મને પણ નહીં અને માનસે તો બધાય આપણને બોલશે કે બધાને ખબર હતી તો કેમ પહેલાં વાત ના કરી. એવામાં વનરાજ અને વૃંદાના પ્રેમની વાતો પણ છતી થઈ શકે છે. પછી મેળામાં ગમવાળાઓથી છુપાઈને મળવા જવાનુ પણ સામે આવે તો બધાય સખીઓને ખુબ જ બોલે એ વિચારોમા ચડેલી બધી  સખીઓ કંઈ પણ બોલ્યા વગર ચૂપ થઈને રહે છે.
      
   બધી સહેલીઓ ઘભરાયેલી છે અને ઘરે જઈને પણ સુનમૂન બેસી રહી છે. એમના મનમાં વનરાજ ભૂત સર્જાયો હશે અને ગામનાં  લોકોને વળગશે અને બધાય ગામમાં હેરાન થશે. આવી વાત કદાચ કોઈ મને પણ નહીં અને માનસે તો બધાય આપણને બોલશે કે બધાને ખબર હતી તો કેમ પહેલાં વાત ના કરી. એવામાં વનરાજ અને વૃંદાના પ્રેમની વાતો પણ છતી થઈ શકે છે. પછી મેળામાં ગમવાળાઓથી છુપાઈને મળવા જવાનુ પણ સામે આવે તો બધાય સખીઓને ખુબ જ બોલે એ વિચારોમા ચડેલી બધી  સખીઓ કંઈ પણ બોલ્યા વગર ચૂપ થઈને રહે છે.
      બીજા દિવસે પણ બધી બહેનપણીઓ પાણી ભરવા વાવમાં જતી હોય છે. કુંજર ગામમાં એક જૂની પ્રાચીન વાવ આવેલી છે. એના જુના લાલ પથ્થરો જોઈને એની ખબર પડે કે તે કેટલી જૂની છે. સખીઓ બધી ઘભરાયેલી છે પરંતુ વૃંદાને જો બધું યાદ કરાવે તો વળી એ પાછી બે ભાન થઈ જવાનાં બીકથી કોઈ એને જરા પણ નદીમાં લાકડાં વીણવા ગઈ અને જે થયું એ યાદ કરાવતું નહોતું. બધી સખીઓ વૃંદાની સાથે વાવામાં પાણી ભરવા માટે આવે છે.
  ઊંડી વાવ છે. ઊંચી દીવાલે પગથિયાં આડા બનાવેલા છે એટલે છેક નીચે ઉતરીને પાણી ભરી શકાય. પાણી પણ ઊંડું ગયેલું છે. એવામાં એમની જોડે એક ઘટના ઘટે છે. એક પક્ષી વૃંદા અને સખીઓનો પીછો કરે છે. એ પક્ષીને ક્યારેય જોયું નહોતું. અચાનક આકાશમાં આવીને વાવમાં આંટા મારે છે. એનો અવાજ પણ એટલો તીણો કે વાવામાં એ ચીચીયારી પાડે તો આખીયે વાવામાં ગર્જના જેવો પડઘો પડે અને તે વારે ઘડીએ વૃંદા સિવાય બધીયે સખીઓના માથામાં ડંખ મારે. પણ એ વૃંદાને અડે નહીં. આ બધુંય જોઈને સખીઓને શક પડે છે નક્કી યુવરાજસિંહની આત્મા વૃંદાની આજુબાજુ ફરે છે. આપણે વૃંદા જોડે છીએ એટલે આપણને દૂર કરવા માટે એ આપણા માથામાં ચોચ મારીને આપણને વૃંદાથી દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે. 
  આવા રાક્ષસી પક્ષી એનુ બિહામણું રૂપ જોઈને જ ડરી જવાય. ત્યારે એ પક્ષી ડરાવણા અવાજો કરીને સખીઓને પરેશાન કરે છે. વાવામાં બીજું કોઈ નહોતું કેવળ વૃંદા અને એની સખીઓ જ હતી એટલે સખીઓ વધારે ડરી ગઈ હતી. વૃંદાને પણ આવુ અજુગતું પક્ષી જોઈને ડર લાગતો હતો પણ સખીઓ વધારે ડરશે એટલે એ કોઈને કહેતી નથી અને પક્ષી પાસે આવતા એને મારવા માટે વૃંદા ખાલી પાણીના ઘડાનો ઘા કરે છે. જેવો ઘડો ઉડતા પક્ષીને વાગે છે એવુ જ પક્ષી ત્યાંથી પળવારમાં ગાયબ થઈ જાય છે. પક્ષીને ગાયબ થતું જોઈને બધી સખીઓ વાવમાંથી બહાર આવવા માટે દોડ લગાવે છે અને ઝડપથી બહાર આવી જાય છે.
      બહાર આવીને  બધા નિરાંતનો શ્વાસ લે છે. એમના પગ ધ્રુજી રહ્યા છે.મોઢા ઉપર પરસેવાનો પાર નથી. આજુબાજુમાં કોઈ દેખાતું નથી. મદદ પણ કોની માંગાવી?
બધી સખીઓ અને વૃંદા થાકીને રડવા જેવી થઈ ગઈ છે. ત્યાં એક ગાયો ચરાવતો ગોવાળિયો નજરે પડે છે.ગોવાળિયાની પાસે જઈને એક સખી વિનંતી કરે છે.
સખી : ભાઈ, તમે અમારી હારે આવો. અમને વાવમાં જતાં ડર લાગે સે.
ગોવાળીઓ પણ ભલો આદમી હશે એટલે એ તરત વાવમાં  જોડે આવવા માટે તૈયાર થાય છે.
ગોવાળીઓ : ભલે! બહેન આ બધી ગાયો અહીંયા થોડીક વાર ચરશે. હું તમારી હારે આવુ સુ.
પણ થ્યું સુ સ?
સખી : ભાઈ અમને ત્યાં અજીબ અજીબ અવાજો સંભળાય સ. કોઈ ન્યાં હતું નહીં છતાંય કોઈ છે એવું લાગી રહ્યું સે.
ગોવળીયો : હોય જ નહીં બુન, અમે અહીંયા એકલા ગાયો ચરાવીએ અને અમેય પાણી પીવા આવીએ. કશુંય હોતું જ નહીં આ બધો વેમ સે.
સખી : ભાઈ અમે બધા ડરી ગયાં સીએ. તમે હાલો અમારી હારે.
ગોવાળીઓ : હાલો, મારી પાસળ પાસળ વહ્યા આવો, જે હશે એને હું જોઈ લઈશ.
        સખીઓ અને વૃંદા ડરતાં ડરતાં વાવના પગથિયાં ઉતરે છે અને ગોવાળીઓ હાથમાં ડાંગ લઈને બધાની સાથે વાવમાં જતાં હોય છે. સખીઓ બધી આકાશમાં નજર કરે છે. ફરીથી કોઈ એ પક્ષી આવ્યું કે નહીં. આકાશમાં કંઈ દેખાતું નથી. હળવેથી બધા પોત પોતાના ઘડા વાવામાં બોળીને પાણી ભરવા લાગે છે. અને બહાર આવવા માટે ઉતાવળા પગે પગથિયાં ચડે છે. પાછળ ગોવાળીઓ અને આગળ સખીઓનું ટોળું છે.બધા પોતાનો જીવ બચાવીને ભાગતાં હોય એમ બહાર આવવા લાગે છે.
      બધા બહાર આવતાં જ એમના જીવમાં જીવ આવે છે. અને ગોવાળિયા સાથે બધા બહાર આવે છે.
ગોવાળિયો :બેન, મારે પાણી પીવું સ. ઉતાવળમાં હું પાણી પીવાનું ભૂલી ગયો. અને મારે પાણી પણ ભરવુ છે. કો' માં.
જે એમની જોડે પાણી ભરીને રાખવા માટે નું ચામડાનું બનાવેલું સાધન છે એને કો' કહેવાય. એ બતાવતો સખીઓના ટોળાઓને કહે છે.
સખી : ભલે, ભઈ તમે જઇ આવો, પણ અંદર બીક તો નહીં લાગે ને?
ગોવાળિયો : ના બુન, મને બીક નહીં આવે. તમે મારી ગાયોનું ધ્યાન રાખજો હું હમણાં પાછો આવુ જ સુ.
સખી : ભલે ભાઈ, જલ્દી પાછા આવજો, અમારે ઘરે જવાનું મોડું થાય સે.
   આમ, વાતો કરતાં ગોવાળીઓ વાવ બાજુ ડગ માંડે છે. હાથમાં લાકડી છે. પાંચ ફૂટ પુરો જુવાન હાથમાં કડુ, માથે માલધારી ફેંટો. શરીર ઉપર નામો કોતરાવેલાં. વવામાં એ જઇ રહ્યો છે, સખીઓના હાથમાં પાણીના ઘડા છે.અને બીકના માર્યા ગોવાળને વાવમાં જતાં જોઈ રહ્યા છે. પણ થોડીકવારમાં ગોવાળ નજરો આગળથી અદ્રશ્ય થઈ જાય છે. સખીઓ અને વૃંદા ને હૃદયમાં ધ્રાસ્કો પડ્યો. આ શુ? ગોવાળ ક્યાં ગયો? આ બધું શું થઈ રહ્યું છે. કંઈ સમજાણું નહી. તેઓ એકબીજાના મોઢા જોઈ સ્તબ્ધ બનીને ઉભી રહી ગઈ છે. બહાર નજર કરતાં એક પણ ગાય દેખાય નહીં. હવે કરવું શું? નક્કી રાજકુમાર ભૂત સર્જાણો છે અને આપણી પાછળ પડ્યો છે. ભાગો! નહીતો આપણને પણ ગોવાળની જેમ હતાં ન હતાં કરી નાખશે. વૃંદાને પણ કંઈ સમજાતું નથી.
       ઉતાવળમાં દોડવા જતાં પાણીનો ઘડો એક સખીથી નીચે પડી જાય છે અને અંદર નું પાણી ઢોળાઈ જાય છે પણ આ શું? ઘડાની જગ્યાએ જોવા જતાં બધાએ દાંતો તળે આંગળી દબાઈ દીધી. ઘડા માંથી પાણી નહી પણ લાલ લોહી હાતું જે વહીને નીચેના ખાબોચિયામાં ભરાઈ ગયું હાતું. હવે કંઈ વિચાર્યા વગર વૃંદા અને બધી સખીએ પોતાના ઘડા નીચે પટકીને મુઠ્ઠી વાળી પાદર બાજુ અને પાછળ જોયા વગર બધા પાદરે ભેગા થયાં છે. શરીરમા શ્વાસ મા તો નથી. હાંફ ચડી ગઈ છે. આખું શરીર કાંપે છે. કંઈ સુઝતુ પણ નથી. એમના મનમાં એમ કે નક્કી વનરાજનુ ભૂત આવ્યું છે અને આપણે વૃંદા જોડે રહીએ એટલે આપણને હેરાન કરે છે. પણ વૃંદાને ખબર ના પડે તેમ તેઓ વાતો કરે છે.
વૃંદા : બાપ રે! કંઈક કાળી છાંયા હોય એવુ લાગે સે નહીં.
સખીઓ : હા.
વૃંદા : પણ એ આપણને અબળાની પાસાળ કેમ પડી હશે? ઈ નહીં હમજાણું.
સખી :આપણે બધા ભેગા રહીશુ તો એમ થશે. હવે આપણે વાવમાં કે નદીમાં ભેગા જવુ નહીં.
વૃંદા: તો લાકડાં વીણવાનું શુ કરીશું?
સખી : ઈ બીજી જગ્યાએ જઈશું.આજે જોયું નહીં આપણે કેટલાં હેરાન થ્યાં. આજે આપણે બધા મરતાં મરતાં બચ્યાં. 
વૃંદા : (ઊંડો શ્વાસ લઈને)ખબર નહીં શું થવા બેઠું સે.
હાલો, હવે ઘરે બધા.
સખી: હાલો, પણ માટલાં નહી જોડે એટલે પૂછસે તો શુ જવાબ આપીએ?
બીજી સખી : કંઈ નહીં ગાય પાછળ પડતાં, અમે દોડ્યાં અને માટલાં નીચે પડવાથી ફૂટી ગયાં.
વૃંદા : હવે બધા ઉતાવળ કરો. અને ઘબરાતાં નહીં. નહીતો કંઈક થઇ જશે. માંદા થઇ જવાશે.
સખી : સાચી વાત સે, આજે જે કંઈ જોયું એ મનમાં રાખજો અને હવે બહાર જવુ નહીં ઘરે મળવા આવજો.
વૃંદા : ભલે, સાચવજો.
    આટલું કહીને વૃંદા અને એની સખીઓ ઘર તરફ લાંબા ડગ ભરતી જતી હોય છે. એ બીકના માર્યા પાછુય વળીને જોતાં નથી અને ઝડપભેર ઘરની વાટ પકડે છે. સખીઓ ઘરે પહોંચીને કોઈને બનેલી ઘટનાની વાત કરતી નથી અને જઈને સીધા સુઈ જાય છે.
   વૃંદાને પણ આ ઘટેલી ઘટનાથી કંઈ સમજાતું નથી અને રાજકુમાને યાદ કરતી એની રોજિંદી ક્રિયાઓમાં લાગી જાય છે. જમવાની તૈયારી કરતી વાસણ લઈને બહાર સાફ કરવા માંડે છે. વળી, કામધેનુ ભાંભરે છે અને એને નીરણ નાખવા હાથ ધોઈને જઇ આવે છે. વળી પાછી કામ કરવા લાગે છે.
સખીઓને વાવ અને નદીમાં બનેલી ઘટનાઓ હજીય સતાવે છે. તેઓ દિવસે પણ બહાર નીકળતા નથી અને આખોદિવસ ડરેલાં રહે છે.
     એવામાં કુંજર ગામમાં એક  કઠપૂતળીઓનો ખેલ કરવાવાળા અને નાટકો ભજવનાર આવે છે. જે પોતાની કળા બતાવીને રળી ખાતા હોય છે. કાપડમાંથી રંગબેરંગી અને માણસ જેવા પૂતળા બનાવેલા હોય છે. એમના શરીર ઉપર દેખાય નહીં એવી દોરીઓ બાંધવામાં આવે છે. અને સઁગીતનાં તાલે નચાડવામાં આવે છે. નાટકોમાં પતિ-પત્ની, સાસુ -વહુનો ઝગડો જેવા જીવનની સાચી ઘટનાઓને હાસ્યાસ્પદ રીતે રજૂ કરવામાં આવે છે. એમાં સ્ત્રોતાઓને મોજ પડી જાય છે અને બધા તાળીઓ લઈને હસવા લાગે છે.
એના પહેલાં દિવસે આ નાટકવાળાઓ ગામમાં ફરીને બધા ઘરે સાંજે કઠપૂતળીઓના ખેલ ગામમાં કરવાના છે તો જોવા આવજો એવુ કહેતાં હોય છે. ઘરે જે કોઈ હોય અથવા બધાય ખેતરમાં ગયાં હોય તો આજુબાજુ વાળાઓ પણ કહી દેતા હોયછે કે ગામમાં આજે રાત્રે કઠપૂતળીનોખેલ જોવા જવાનું છે. એટલે બધા તૈયાર થઇ જાય છે.
એમની જોડે ઢોલક હોય છે. બે જણ ગાવતા હોય છે અને ત્રણ જણ અલગ અલગ કઠપૂતળીઓ ને નચવતા હોય છે. એ ખેલ રાત્રે જ વધારે કરવામાં આવતો હોય છે. કારણકે ગામડામાં ખેડૂત વર્ગ વધારે હોય છે એટલે જોવા માટે દીવસે બધા નવરાં નથી હોતા એટલે રાત્રે ફાનસનાં અજવાળે આ પાત્રો ભજવાય  છે.અને લોક સંસ્કૃતિની વાતો ઉજાગર થાય છે.
સખીઓ અને વૃંદા બધાય ડરેલાં તો હતાં જ એવામાં રાત્રે ગામમાં પાદરે ભજવાતો કઠપૂતળીઓનો ખેલ જોવા જવાનું હોય છે. સખીઓ ઘરના લોકોને એમની વાતો કરતી નથી એટલે તેઓ બધા અજ્ઞાત છે. પરંતુ ખેલ જોવા જવાનું થાય એટલે ઘરના બધાને જોવા જવામાં મોજ પડતી એમ અને જરુર જઈશું એવી વાતો થતી, એમાં સખીઓ આવવાની નાં પાડે તોય એકલા ઘરે રહેવાનું આવે અને જોડે જાય તો રાતના શું થાય એની પણ બીક છતાંય ઘરનાઓને ખબર નાં પડે એમ એ લોકેએ રાત્રે બધા જોડે ગામમાં ખેલ જોવા જવાનું નક્કી કરે છે.
     બધા નાટક જોવા માટે ઘરેથી નીકળ્યા છે. કોઈ ચાલતાં આવે છે કોઈ પોતાના બળદગાડાંમાં આવતા હોય છે. ગામનાં પાદરે આખાય ગામથી બધા લોકો આવીને ભેગાં થાય છે અને ખેલ જોવા માટેની જિજ્ઞાસા વૃત્તિથી ગોળ કુંડાંળે ફરતા બધા બેસી જાય છે. હજી વધારે ભેગાં થાય અને કોઈને મોડું થઇ ગયું હોય એ પણ આવી જાય માટે ખેલ હજુ શરુ કર્યો નથી. વૃંદા અને સહેલીઓ પણ પાદરે ભેગી થઇ ગઈ છે.બધીયે બહેનપણીઓ પાદરે ટોળે વાળીને બેઠી છે, એમના મુખ પર ચિંતા અને ડરની રેખાઓ દેખાઈ રહી છે. કશું અનીસ્ટ નાં બને એવી પ્રાર્થના ભગવાનને કરતી ડરતી ડરતી ટોળામાં બેઠેલી છે.
   હવે ખેલ ચાલુ કરવાનો સમય થઇ ગયો છે.ઢોલક ઉપર થાપ પડી છે. એનુ ગુંજન ટોળાઓમાં જતાં વાતો કરતાં બધા ચૂપ થઇ ગયાં છે. અને ખેલૈયાઓ બાજુ ધ્યાન કેન્દ્રિત કરવા બધાને જણાવે છે. એક વ્યક્તિ ઉભો થઈને પ્રથમ એમનો બધાનો પરિચય આપે છે. કોઈ ભૂલ થાય તો ક્ષમા કરવાનું કહે છે અને પછી કઠપૂતળીઓના ખેલ ચાલુ કરવાનું કહે છે. લોકોની નજર કઠપૂતળીના પડદા ઉપર જ છે. હમણાં પડદો ઊંચો થશે અને હમણાં જ કઠપૂતળીઓ નૃત્ય બતાવશે. 
      બધાની આતુરતાનો અંત આવે છે. કઠપૂતળીઓનાં ખેલ ચાલુ થવાનું બોલવામાં આવે છે. બધાની નજર પડદા બાજુ છે, ધીરે ધીરે પડદો ઊંચો થાય છે. અંદર નજર કરતાં બે પુરુષ રૂપી, એક સ્ત્રી અને બીજી પુત્રીના રૂપમાં કઠપૂતળીઓ છે. એમને ઉપરથી એનુ વિષેશજ્ઞ વ્યક્તિ ઉપરથી એનુ મોઢું હલાવીને અવાજ કાઢે છે. અને દોરીઓ વડે એમના સંવાદોનું શરીરનાં હાવભાવ માં રૂપાંતર કરે છે જેથી જોવાવાળાઓને એમ લાગે કે પૂતળીઓ જ વાત કરી રહી છે. પાત્રો પ્રમાણે અવાજ બદલીને વાર્તાલાપ થતી હોય છે.
  કઠપૂતળીઓ સાસુ-વહુના ઝગડાનું નાટકીય સ્વરૂપ આપીને ભજવતા હોય છે. એ દરમિયાન ઘરમાં થતા કંકાસ ને હસ્યાંસ્પદ શ્રેણીમાં રજૂ કરવામાં આવે છે. બધા ગામવાળાઓ હસી હસીને ગાંડા જેવા થઇ ગયાં છે. એક બીજાને તાળીઓ આપતા થાકતા નથી અને ધ્યાનથી સંવાદો સાંભળે છે.એમને એમાં રસ પડી ગયો છે. ઘરમાં ઝગડો બરાબર જામ્યો છે. પ્રેક્ષકગણ હલવાનું નામે લેતાં નથી અને આ ઝગડાનો અંત શું આવશે એવી જિજ્ઞાસા વૃત્તિ માં એકીટશે આ ખેલ નિહાળી રહ્યા છે .
      સાસુ વહુના ઝઘડામાં વહુ પોતાના જ પતિને ષડયંત્ર કરીને મારી નાંખે છે.સાસુની સામે જ એના દીકરાની હત્યા કરી નાંખે છે. અને પુરુષ રૂપી કઠપૂતળી છરાનો ઘા વાગવાથી નીચે પડી જાય છે. આ સાથે જ સ્ત્રોતાગણ ઊંડો નિઃશ્વાસ નાંખે છે. અને વહુની ભૂલ કાઢતા હોય એવી વાતો ચાલી રહી છે. ટોળામાંથી અવાજ આવે છે. વહુની ભૂલ છે. નાના અમથા ઝગડામાં પતિની હત્યા ક્યારેય નાં હોય. આ સારું થયું નાં કહેવાય.
  અંદરથી અવાજ આવે છે. કઠપૂતળીઓ નચાવતો ભાઈ બહાર આવીને બધાને શાંત કરે છે અને આગળનું સમજાવે છે. આ ખેલ પાછળનો હેતુ આપણા રોજિંદા જીવનમા ઘટતી ઘટનાઓ પાછળની હકીકત સમજાવે છે. અને કહે છે, કે ઘરના નાના અમથા ઝગડાઓ રોજ થયાં કરે છે. એમાં કોઈ દિવસ વધારે ગુસ્સામાં પગલું નાં ભરાય. ગુસ્સામા જેમ પત્નીએ પતિ ઉપર ઘા કરીને મોતને ઘાટ ઉતાર્યો એ કદાપિ યોગ્ય નાં કહેવાય.એમાં શાંતિથી કામ લેવું જોઈએ. આ નાટક પરથી આપણને બોધ મળે છે કે, સમજણ પૂર્વક બધાએ વિચારીને જ પગલાં ભરવા જોઈએ. નહીતો પાછળથી પસ્તાવાનો વારો આવે છે.
    નાટક ભજવવા આવનાર ભાઈ એ બધું સમજાવી રહ્યો છે. એવામાં પુરુષનાં રૂપમાં જે કઠપૂતળી હતી, જેનો પત્ની દ્વારા વધ કરવામાં આવ્યો હતો એ પૂતળી કોઈના ટેકા વગર જ પડદા માંથી અચાનક ઉંચે ઉડીને સ્ત્રીઓના ટોળાઓમાં પડી જાય છે. નાટકમાં મૃત્યુપામેલ પુરુષપાત્રની કઠપૂતળી આમ હવામાં ઉડીને સ્ત્રીઓના ટોળામાં પડતી આખુંય ગામ જોઈ રહ્યું છે.બધા પોતાનું મુખ એ બાજુ કરીને અવાચક બનીને જોઈ રહ્યા છે. સ્ત્રીઓ અચાનક આવી પૂતળી ઉપર પડવાથી ચીસો પાડી ઊઠી છે. ઘભરાઈને ત્યાંથી સફાળી બેઠી થઈને. દોડવા લાગે છે. 
   નાટક કરાવતા ભાઈઓને પણ આ અજુગતું લાગે છે. શાં કારણે પૂતળી ઉડીને આમ ફેંકાઈ એ રહસ્ય કંઈ એમને સમજાતું નથી. વૃંદા અને સખીઓતો ડરેલા હતાં જ અને એમની બાજુ પૂતળી ઉડીને આવતા વધારે ઘભરાઈને એકબીજીને ચોંટી ગઈ છે. ગામલોકોને સખીઓ અને વૃંદાની એમની જોડે થયેલી ઘટનાની જરાય જાણ નથી. એટલે એમને આ પૂતળાવાળી બનેલી ઘટનામાં જ વિચારે છે. વગર આધારે નિર્જીવ પૂતળીમાં જીવ આવ્યો ક્યાંથી? કોઈ દૈવી શક્તિ હશે કે કોઈ આસુરી માયા ગામમાં આવી ગઈ છે? શું છે એનો કોઈને ખબર નથી. નાટકો ભજવનાર પોતાની કઠપૂતળીને ટોળામાંથી લઈને પાછો વચ્ચે આવે છે. એ પણ સ્તબ્ધ બની ગયો છે. આવા દ્રશ્યો જોઈને શું બોલવું એ કંઈ સૂઝતું નથી.
       બે-ત્રણ વડીલો આગળ આવીને નાટક કરવાવાળા ભાઈને પૂછ તાજ કરતાં હોય છે કે તમે આ પૂતળીને જાદુ ટોણા કરીને તો નથી ફેંકીને? ખેલૈયો ભાઈ એમના પગે પડે છે અને હાથ જોડીને કગરવા લાગે છે અને કહે છે કે અમે નાના માણસ છીએ બાપુ, આ ખેલ બતાવીને રોટલો રળીએ છીએ, બાપા અમને એવી વિદ્યા નથી આવડતી અમે ખાલી આ ખેલ કરવા સિવાય કશુંય જાણતા નથી. બન્ને હાથ જોડીને ખેલૈયાઓએ ગામલોકોને આજીજી કરી એટલે દયાળુ ગામલોકોએ એમને જવા દીધા અને  આજની ગામમાં રહેવાનું અને સવારે અહિયાંથી જવાનુ સૂચન કરાવ્યું.
  અને ગામલોકો તથા સ્ત્રીઓ જે આ ઘટનાથી ડરી ગયાં છે એમને લોકો સાંત્વના આપે છે. અને ઘભરાવાની જરૂર નથી એવુ કહીને ગામમાં પાછા જવા માટે જણાવે છે. ગામનાં યુવાનો બધાંયને રાતના સમયે કોઈને એકલાં રસ્તામાં ના જાય એ રીતે હાથમાં ડાંગ લઈને એમને ઘર સુધી હેમખેમ પહોંચાડવાનો નિર્ણય લે છે. માથે કાળી રાત છે એટલે આ ઘટનાની તપાસ કરવામાં કંઈક ઉલટું પડી જાય એમ હતું. એમાંય વળી ભૂત પ્રેત જેવા નિશાચરનો છાયો હોય તો રાત્રે એમની શક્તિ બમણી થઇ છે.એટલે સવારમાં બધુંય જોયું જશે. એમ કહીને બધા ટોળાઓ લઈને એકબીજાની ખેતરે અથવા ગામમાં જવા માટે નીકળ્યા છે.
        ગામમાં આટલા બધા લોકો વચ્ચે આ ઘટના બની હતી એટલે લોકોમાં ભયનો માહોલ જામી ગયો છે. ગામનાં વડીલો આગળ આવીને બધાને સમજાવે છે કે કંઈ થયું નહી કોઈ ઘબરાતા નહી. અમે ખેલૈયાઓને પૂછીને નક્કી કરીએ છીએ કે હકીકત વસ્તુ શું હતી. એટલામાં ખેલૈયા પણ ત્યાં બધા હાથ જોડીને ઉભા રહી જાય છે અને ગામલોકોને વિનંતી કરવા લાગે છે. તેઓ ગામલોકોને સમજાવે છે કે અમે કશુંય કર્યું નથી. અમારે તમારા અને બીજા ગામોમાં રોજ જવાનુ થાય છે. અને જો અમે આમ જ કરતાં હોઈએ તો અમારું ગુજરાન ચલાવવું અઘરું થઇ જાય.
      ગામલોકો ને હવે વધારે વહેમ પડે છે. ખેલૈયાઓ માંથી કોઈને જાદુ કે કોઈ વિદ્યા આવતી નથી અને  એમને કશુંય કર્યું નથી તો આમ કઠપૂતળી આવી રીતે ઉડી કેમ? વડીલો અને બધા ઊંડી ચિંતામાં પડી ગયાં છે. હવે કેમ કરીને આ ઘટના નો રસ્તો કાઢવો એ કંઈ સમજાતું જ નથી. ગામમાં કોઈ રાક્ષસી માયા તો નહી આવી ગઈ હોય ને? જેના  તામસી વૃત્તિના પ્રભાવથી આવુ થયું હોય અઠવાતો કોઈ કાળી છાયા હોય અને ગામમાં કોઈ વ્યક્તિનું અહિત કરવા માટે ગામમાં પ્રવેશ કર્યો હોય. ભૂત પ્રેત કે પીશાચ પણ હોઈ શકે છે.
     ગામમાં બધાને ચિંતા લાગી છે કે ગામનાં કોઈ ઘરે આ કાળી છાંયા આવીને કોઈનું અહિત અથવા કોઈ ગામનાં વ્યક્તિનો એ જીવ લેશે. પણ એ ક્યાં ઘરે અથવા ક્યાં ગામમાં થશે એ કંઈ નક્કી નહોતું. કુંજર ગામનાં લોકો હવે બહુ જ ડરી ગયાં છે. તેઓ ગામનાં પાદર તરફ દિવસે પણ જવાથી ડરે છે. જે પાદરના ચોકમાં નાટક ભજવાયું ત્યાં લોકો દ્રષ્ટિ કરતાં પણ ડરે છે એટલો ખોફ આ ગામમાં આવી ગયો છે. લોકો વિચારે છે કે હવે કોનો જીવ જશે. ગામમાં આવેલો આ કાળ એ કોઈનો ભરડો લીધા વગર નહી જંપે. આવુ વિચારતા લોકો ખુબ જ ડરી ગયાં છે.
    સ્ત્રીઓમાં તો ખૂબ જ ડર વ્યાપ્ત થયો છે એમના ટોળામાં રાતના સમયે કઠપૂતળી પડતાં જ એમનો તો જીવ અધ્ધર થઇ ગયો હતો. એ જ સમયે બધાએ દોડ ધામ મચાવી દીધી હતી. આતો ગામનાં લોકો ખુબ જ સારા હતાં એટલે બધાને શાંત પાડી દીધા અને મામલાને ત્યાંજ ઠંડો કરી દીધો એમને ખબર જ હતી કે આ વસ્તુ કંઈ નાના સુની નથી એ કોઈનો એ જ ટાઈમે જીવ લઈ લે એવી હતી. છતાંય લોકો ઘબરાય નહી અને નાસ-ભાગ ના કરે એ માટે વડીલો અને યુવાનો સ્ત્રીઓના ટોળાને સમજાવીને એમને ત્યાં જ રોંકી રાખવામાં આવે છે. નહીતો ત્યાં દોડવામાં કોઈ માણસ નીચે પડીને અથવા કોઈના પગમાં રગદોળાઈને ત્યાં જ મરી જાય.
ગામનાં લોકો આવી શક્તિથી પરિચિત નહોતા પણ ખ્યાલ એમને પણ હતો કે આવું થાય એટલે કંઈક ગામમાં અનિષ્ટ થવાની શક્યતા ખરી. જોકે ઘરડા માણસો તો વધારે ડર પેદા કરાવતા હતાં તેઓ એમના જમાનામાં બનેલી ઘટનાઓને ગામ સમક્ષ મુકતા અને બહુ બિહામણી રીતે એમને આવી બધી ભૂત અને પ્રેત આત્માઓની કહાનીઓ કહેતા હોય જે જે સાંભળીને ધોળા દિવસે પણ ડરી જવાય એવુ હોય છે.
       બધા ગામલોકો હૈયામાં બીક લઈને માંડ માંડ ઊંઘ ઓછીને ઉજાગરા વધ્યા છે. બાળકો પણ ઊંઘતા નથી એટલે રાત્રે પુરુષવર્ગ પહેરો ભરે છે ત્યારે માંડ આંખો બંધ થાય, તેવામાં કઠપૂતળી આંખો સામે આવી જાય છે. છતાંય બધા જાગે એટલે સમય પસાર થઇ રહ્યો છે. ગામમાં મોટાભાગના ઘરોમાં લોકો જાગે છે. વૃંદા પણ રાત્રે પોતાના ઘરે ના જતાં સખીના ઘરે જતી રહે છે. સખીને બધી વાતની જાણ છે અને કોઈને કહેતી નથી. પરંતુ એ જેમ બને તેમ વૃંદાને પોતાનાથી દૂર જ રાખવાના પ્રયાસો કરે  છે.
વૃંદા પણ સુતા સુતા કંઈક વિચારોમા પડી ગઈ છે. ગામમાં અચાનક આવા બિહામણાં દ્રશ્યો સર્જાય છે અને આમ વાવમાં લાકડાં વીણવા ગઈ ત્યારે અને હવે રાત્રે નાટક જોવા ગયાં ત્યાં. આ શું થઇ રહ્યું છે. કંઈ સૂઝ પડતી નથી.તે પડખા ફેરવે છે. ઘડીક બેસે છે. નીંદર આવતી નથી. વૃંદાને આમ જાગતી જોઈને સખી ચાદર સરકાવીને વૃંદાને બેઠેલી જુએ છે એટલે ફરીથી ખેંચીને ઓઢી લે છે. આમ કરતાં કરતાં પરોઢિયું થવા આવ્યું છે. પક્ષીઓના કલરવનો અવાજ આવે છે. અને આકાશમાં ઊંડે રાતાશ પથારાઈ હોય એવા એધાણ થયાં છે.
   આખી રાત જાગેલા લોકોને મન હાશકારો થયો છે. એમના જીવમાં જીવ આવ્યો. બધા સવાર પડવા આવી છે. માલ ઢોર અને પંખીઓનો અવાજ મીઠો સંભળાય છે એટલે વાતાવરણ પણ જીવંત જેવું લાગે છે.એટલે આખી રાત ઉજાગરા કરી રહેલા માનવી સવારના શીતળ પવનમાં ઊંઘી જાય છે. અને નસકોરા બોલાવે તેવી ઊંઘ લેતા હોય છે. બાળકો અને અમુક જુવાનિયાઓ રાત્રે જાગતા હતાં એટલે તેઓ સવારે ઊંઘી જાય છે. બાકીના વડીલો અને સ્ત્રીઓ સવારનું પશુપાલનનું કામ કરવા લાગી જાય છે. અને જલ્દી કામો પતાવીને પાછા ગામમાં બધા ભેગાં થવાના છે, અને રાત વાળી ઘટનાનું કંઈક વલે કરવાનું છે એ સાંભળવા માટે કામો ઝડપથી પતાવવા લાગ્યા છે.
        સવાર પડતાં જ બધા ગામલોકો ગામનાં પાદરે ભેગાં થાય છે.અને સાંજે બનેલી ઘટના વિશેવાતો કરવાનું નક્કી કરે છે. એક એક કરીને બધા ગામલોકો પાદરે ભેગાં થાય છે. અને વડીલો આગળ આવીને વાતો કરવા લાગે છે.
એક વડીલ ઉભા થઈને ગામલોકોને : ભાઈઓ સાંભળો બધા મારી વાત, કાલે સાંજે આપણા ગામમાં નાટક આવ્યું તું, એમાં કઠપૂતળી રાત્રે હવામાં ઉડી અને ટોળામાં પડી એ કંઈ સારી વાત નથી. ગામમાં ભૂત પ્રેતનો છાંયો હોય એવુ લાગે છે.
ગામનું એક જણ : એવુ પણ બની શકે કાકા કે ગામમાં કોઈ જાદુ ટોણા જાણતું હોય અને ઈ આ અખતરા કરતો હોય.
વડીલ: વાત તારી હાસી સ ભઈ.પણ ઈ જે કોઈ પણ હોય એ આવા ટોડકા ગામમાં કરવાનું બંધ કરજો નહીતો ખબર પડતાં જ એને ગામમાંથી કાઢી મુકવામાં આવશે. અને રાજ્યમાં રાજાને ખબર કરીને એને સજા અપાવવામાં આવશે. બધા શાંત બનીને ઉભા રહી જાય છે. કોઈ કશુંય બોલતું નથી.
   સખીઓ અને વૃંદા પણ ત્યાં ઉભેલા છે પરંતુ એમની સાથે બનેલી ઘટનાઓ વિશે તેઓ જરાય બોલતી નથી. અને એકબીજીને ચૂપ રહેવાની વાતો કરે છે. નહીતો આ ગામવાળા આપણને હેરાન કરી મુકશે અને કોઈ ભૂત પ્રેત વિશેની માહિતી એમના હાથે ના ચડતા તેઓ આપણને જ ગામની બહાર હાંકી કાઢશે. આવુ વિચારીને બધીય સખીઓ વડીલોની વાતો સાંભળી રહી છે. વડીલો હકીકતની વાતથી ઘણા જ અજાણ છે. એ ગામલોકોને બિલકુલ ખબર હોતી નથી. પરંતુ ગામમાં કોઈ દાનવી શક્તિ નો પ્રકોપ ગણાવીને મામલાને ત્યાં જ પતાવી દે છે અને સૌ ગામલોકોને સાવચેતી રાખવા જણાવે છે. કોઈને હવે કોઈ પણ પ્રકારની આવી મુશ્કેલી અથવા કોઈ કંઈક અજુગતું જુએ તો ગામમાં વાત કરવા માટે જણાવે છે.
   ગામલોકો પોતાના મનનાં પ્રશ્નોને મનમાં જ રાખીને ઘા તરફ આગળ જતાં હોય છે. સખીઓ અને વૃંદા પણ કંઈ બોલ્યા વગર પોત પોતાના ઘર તરફ આગળ વધે છે અને મનમાં ચાલતાં ડરામણા ખ્યાલો લઈને જતાં હોય છે. એ લોકો પણ મૂંઝવણમાં છે કે એમની જોડે બનેલી ઘટનાનું તત્પર્ય શું? કેમ આવી રીતે એમની સાથે થાય છે. પરંતુ ગામલોકોની બીકથી કશુંય બોલ્યા વગર તેઓ ઘર બાજુ પગલાં ભરતા હોય છે. 
   વૃંદા ઘરે આવીને વનરાજસિંહ જે દિવસે આવવાનો છે એ દિવસો નજીક આવી ગયાં છે એવુ વિચારીને ખુબ જ ખુશ થઇ જાય છે. હવે બે ચાર દિવસો કાઢવાના છે. પછી તો વનરાજસિંહ જોડે મળવાનું છે. આટલા બધા દિવસો એમને યાદ કરીને કાઢ્યા પણ આ છેલ્લા દિવસો કાઢવા વૃંદા માટે ખુબ અઘરા છે અને ઘરે એકલી જ રહે છે એટલે ટાઈમ કાઢવા માટે તે કામધેનુ અને નાના વાછરડાની જોડે જઈને વાતો કરવા લાગે છે અને કાલી ઘેલી ભાષામાં વાછરડા જોડે વાતો કરે છે. વળી પાછું ઘરનું કામ યાદ આવતા કામોમાં પરોવાઇ જાય છે.
   બાપુજી ઘરે નથી હોતા તેઓ એક મહિનાનું કહીને યજમાનો જોડે ક્યાંક મોટા કામમાં રોકાયેલા છે. એટલે વૃંદા ઘરે એકલી હોય છે. પહેલા તો સખીઓ પણ દિવસે બેસવા માટે આવતી હતી પણ હમણાંની એકેય દેખાતી નથી અને વૃંદા જોડે આવવાનું તો દૂર પણ મોઢા પણ દેખાડતી નથી. વૃંદા ને કંઈક થઇ જાય એ ડર અને વનરાજસિંહ ની આત્મા વૃંદા જોડે જ છે એવુ વિચારીને સખીઓ હવે વૃંદાથી દૂર જ રહેવામાં ભલું ગણતા હોય છે.
       કાગધી નગરમાં વનરાજસિંહનાં મૃત્યુ પછી શાશન ઘણું જ નબળું પડી ગયું છે.જુવાનજોધ પુત્રનાં ગયાં પછી મહારાજા ચંદ્રસિંહ સાવ ભાંગી પડ્યાં છે. એમને આ રાજ્ય જાણે ખાવા દોડે છે એવુ લાગે છે. રાજ્યનો એક નો એક યુવરાજ  યુવાન વયે મૃત્યું પામે છે. એ શોકમાં મહારાજ રાજ્ય ચલાવી શકતા નથી અને મંત્રીઓના ભરોસે રાજ્ય કારભાર  નાખ્યો હોય છે. પોતે હવે અશક્ત અને ઘરડા થઇ ગયાં છે. જેમ ચિંતામાં માણસની આયુ ઘટે છે એમ ઊંડા હ્રદયાંઘાત થી મહારાજ ચંદ્રસિંહ પોતાનું બળ ખોઈ બેઠા છે. હારી ગયેલી જિંદગીની બાજી એ ક્યારેય નથી જીતવાના એવા ઘોર નિઃશ્વાસથી જીવન ગુજરતા ખાલી પોતાના જીવનના દિવસો ટૂંકા કરતાં હોય એવુ લાગી રહ્યું છે.
    એક તેજસ્વી રાજા તરીકે એમને કાગધી નગરમાં રાજ 
કરેલું છે. કાગધી નગરની પ્રજાને પોતાના પરિવારના પિતા થઈને સાચવ્યું છે. અને એમના કુળના ખમીરવંતી રાજાઓએ પોતાના જીવ આપીને પણ રાજ્યને દુશમ્નોથી બચાવ્યું છે. હવે મહારાજ ચંદ્રસિંહ પોતાના પરિવાર જેવા ગણાતા કાગધી રાજ્યની ડોર એકના એક દીકરાના મૃત્યુ થવાનાં લીધે ઢીલી પડી ગઈ છે. અને પોતાના મંત્રીઓને આદેશ આપીને રાજ્યના કામો કરાવે છે. દીકરાના ગયાં પછી રાજા ક્યારેય બહાર પગ નથી મુક્યો એ રાજમહેલની ચાર દીવારીમાં જ પોતાનું જીવન વ્યતિત કરે છે. પોતાના મંત્રીઓ જોડે કંઈ કામ કરાવવાનું હોય તો એમને મોકલી દે છે ખુદ જતાં નથી.
એમને ભોજનમાં પણ હવે રુચિ રહેતી નથી માંડ માંડ બે ટુકડા ખાય છે જેના લીધે એમનું શરીર સાવ દુર્બળ પડી ગયું છે. હવે તેઓ ઝાઝું જીવે નહીં એ તો એમને જોઈને જ ખાત્રી થઇ જતી હતી. એમને હજીયે ખબર હોતો નથી કે પોતાના દીકરાને જંગલમાં સિંહે નથી માર્યો આ એમની જોડે રહેતા કપટી મંત્રીઓએ એનો વધ કર્યો છે. મંત્રીઓ પણ કુંવરને માર્યા પછી રાજાની ચાકરી કરવામાં કોઈ કસર છોડતા નથી અને રાજાને અંશિક માત્ર પણ એમના પ્રત્યે એમની વફાદારી પ્રત્યે સંદેહ નાં જાય એની પુરી ખાત્રી રાખતા હોય છે.
    એકદિવસ દરરોજની જેમ મહારાજ પોતાના પલંગ ઉપર સુતા છે. અને અને આજુબાજુ મંત્રીઓ, નોકરો, વૈધો બધાય બેઠા છે.
રાજા : મંત્રીવર મને લાગે છે કે હું હવે ઝાઝું જીવન નહી ગુજારું.
મંત્રી : અન્નદાતા આવા વેણ નાં બોલાય. ભગવાન તમારી સો વર્ષની ઉંમર કરે.
રાજા : અરર..ભાઈ, તમે આવો શ્રાંપ નાં આપો. મારે દીકરો જુવાન જોધ જતો રહ્યો હવે મારે અહીંયા શું કામ?
મંત્રી : (દિલાસો આપતા) મહારાજ તમે અમારા રાજા છો અને રહેશો. તમે અમને આદેશ આપજો કામો અમે એ પ્રમાણે કરીશું. અને અત્યાર સુધીમાં  તમારા આદેશનો અનાદર પણ કર્યો નથી તો કેમ આવી વાતો કરો છો?
રાજા : સાંભળો ભાઈઓ, તમેય કંઈ મારાં દીકરાં વનરાજસિંહથી કંઈ કમ નથી. રાજકુમારનાં ગયાં પછી એક દીકરાની જેમ તમે મારી સાર સંભાળ લ્યો છો. આવુ કહેતા રાજા ગલગળા થઇ જાય છે.
મંત્રીઓ અને વૈદ રાજાને સમજાવે છે. રાજન જે થવાનું હતું એ થઇ ગયું છે હવે તમે પણ આવુ કરશો તો કેમ ચાલશે? આવી રીતે તેઓ રાજાની જોડે જઈને સાંત્વના આપે છે.પરંતુ રાજા અંદરથી તૂટી ગયાં છે તેઓ કોઈની વાત માનવા તૈયાર નથી. અને પુત્રને યાદ કરીને રડવા લાગે છે.રાજાને આમ રડતા જોઈને મંત્રીઓ ઘણા જ ખુશ થયા છે. તેઓ અંદરો અંદર મનમાં રાજી થયા છે. હવે રાજા પણ ઝાઝું જીવવાના નહી એવી એમને ખાત્રી થઇ જાય છે.
     મંત્રી રા જાને  શાંતિ રાખવાનું સમજાવીને ત્યાંથી જતાં રહે છે, અને રાજા વિલાપ કરતાં એમનાં મહેલના ઓરડામાં પલંગ ઉપર સુતા છે.એમને કુમાર ગયાં ત્યારનું ખાવાનું અને પીવાનું પણ ઓછું કરી દીધૂ છે. એટલા માટે એમના શરીરમાં નબળાઈએ જોર જમાવ્યું છે. દીકરાને વધારે યાદ કરવાનાં લીધે તેઓ ક્યારેક ભાન પણ ભૂલી જતાં હોય છે.
     એક દિવસ કાગધી નગરમાં બહારના રાજાઓ કંઈક ચર્ચા વિચારણા કરવા માટે કાગધી આવવા માટે રાજા ચંદ્રસિંહની પરવાનગી માંગવા માટે દૂત મોકલેલા હતાં. પરંતુ મહારાજની તબિયત સારી નાં હોવાના લીધે તેઓ રાજસભામાં આવતા નહોતા એમના તરફથી મંત્રીઓ જ ત્યાં કારભાર કરતાં હતાં. મંત્રીઓ દૂતને આવકારો આપ્યો અને રાજા ચન્દ્રસિંહ ની મંજૂરી લેવાની રાખી. બહારથી કોઈ રાજા આપણે ત્યાં આવે છે એ આપણે હિતેચ્છુ છે કે દુશ્મન એ વાત એક રાજા જ સારી રીતે જાણતો હોય છે. એટલે  રાજ્યના બે ચાર લોકો અને ચાર મઁત્રીઓ મહારાજનાં મહેલ તરફ આવવા રવાના થાય છે.
    આ બાજુ મહારાજની તબિયત ઘણી જ નાજુક હતી એટલે વૈદરાજે મંત્રીઓને બોલાવવા સૈનિકો મોકલ્યા હતાં. એવમાં સૈનિકો જેવા બહાર આવે છે ત્યારે એમની સામે જ મંત્રીઓ મળે છે. સૈનિકો માથું નમાવીને મંત્રીઓને જણાવે છે કે તમને જલ્દી મહેલમાં બોલાવ્યા છે. રાજાની તબિયત ખુબ જ બગડી ગઈ છે. અને તરત વૈદરાજે તમને ત્યાં હાજર થવા બોલાવ્યા છે. આવુ સાંભળતા જ મંત્રીઓ દોડીને મહેલના પગથિયાં ચડે છે અને રાજા પાસે જઈને જુએ છે પણ આ શું? એમની આંખો પહોળી જ રહી ગઈ હતી. રાજા ચંદ્રસિંહને પકડીને બે સૈનિકો બેઠા છે. રાજાને કંઈ ભાન પણ નથી. તેઓ ઉભા થવા માટે ફાંફા મારે છે. પણ કંઈ હાથમાં આવતું નથી. આંખો અડધી બંધ અને માંડ માંડ ખોલી રહ્યા છે. પોતાના રાજાની આવી દશા જોઈને મંત્રીઓ એકદમ ત્યાંથી દોટ મૂકીને રાજા તરફ આવે છે. ગામનાં થોડાક લોકો પણ ત્યાં આવી જાય છે એટલે એમના જોતાં મંત્રીઓ રાજાની જૂઠી સેવા કરવા અને મગરમચ્છનાં  આંસુઓ સારતા નજરે પડે છે.
  રાજાને પાછળના ભાગમાં ટેકો આપીને મંત્રીઓ બેઠા છે રાજાનો હાથ પોતાના હાથમાં લઈને રાજાનો પડતો બોલ ઝીલવા માટે વ્યાકુળ હોય એમ પોતાનું માથું હલાવી રહ્યા છે. રાજા કંઈક બોલવા થાય છે પરંતુ મોઢામાંથી શબ્દો નીકળતા નથી. તેઓની ભ્રમરો નીચી થઇ ગઈ છે. હોઠ પરપરે છે પણ કંઈ અવાજ આવતો નથી. બધા એકીટસે રાજાને જોઈ રહ્યા છે. મહારાજ શું કહેવા માંગે છે એ સમજાતું નથી. વૈદરાજ પણ માથું હલાવીને રડવા જેવા થઇ ગયાં છે. વૈદરાજને રડતા જોઈને ગામનાં માણસો અને સૈનિકો પણ આસું લુછવા લાગ્યા છે. બધા ડૂસકા ભરતા રાજાને નિહાળી રહ્યા છે. રાજા પોતાનો હાથ ઊંચો કરીને બાજુમાં પડેલી યુવરાજ વનરાજસિંહની તલવાર બાજુ કંઈક ઈશારો કરે છે. અને તેમનો હાથ પલંગ ઉપર પડી જાય છે. આ સાથે રાજા ચન્દ્રસિંહ પણ પુત્રનાં વિયોગમાં પોતાનો પ્રાણ છોડે છે. ત્યાં ઉભેલા બધાને ખબર પડી ગઈ છે કે આપણા રાજા હવે નથી રહ્યા એટલે તેઓ પણ ત્યાં રડવાનું ચાલું કરી દે છે. મંત્રીઓ બધા અંદરથી ખુબ જ ખુશ છે પરંતુ બહારના લોકોને જાણ નાં થાય એ માટે ધ્રુસકે અને ધ્રુસકે રડવા લાગે છે. રાજાનો પાર્થિવ દેહ હળવેથી ઉતારીને પલંગ ઉપર મુકવામાં આવે છે. આખાય નગરમાં શોકનો દિવસ થયો છે. રાજકુમારની યાંદોમાં રાજાનો પણ
દેહાંત થયો છે. કાગધી નગરમાં જાણે આભ તૂટી પડ્યું છે.
    બધા લોકોને ખબર પડતાં પ્રજાજન ત્યાં મહેલમાં જ એકઠી થાય છે અને રાજાની અંતિમવિધિ કરવા માટે મંત્રીઓને જણાવે છે. એ કપટીઓ મગરના આંસુઓ સારતા ત્યાં ઉપસ્થિત થાય છે અને રાજાની અંતિમવિધીઓ કરાવે છે. હવે કાગધી નગર રાજા વિહોણુ બની ગયું છે. પ્રજા અને મંત્રીઓ દરબારમા બેઠક લગાવે છે. રાજા વિહોણુ રાજ્ય કદાપિ નાં રખાય એટલે કોઈ યોગ્ય વ્યક્તિને ગાદીએ બેસાડવા માટે બધા લોકોને પૂછવામાં આવે છે એ લોકોમાં એ મંત્રીઓના માણસો પણ હોય છે જે પહેલેથી જ એમના પક્ષ રાખવા માટે ત્યાં ઉભા કરી દેવાયાં છે. ભોળા નગરજનોને મન રાજા જોડે રહેવાથી અને રાજ્યમાં ઉચ્ચ હોદ્દા ઉપર મંત્રીઓ છે તો એમને જ રાજપાટ સોંપવું યોગ્ય છે. આવી વિચારણા ચાલી રહી છે.
  નગરના લોકો મંત્રીઓનો ઈરાદો જાણી લે છે.તેઓની રાક્ષસી વૃત્તિ તરત છતી થઇ જાય છે. તેઓ જાતે જ બોલી ઉઠે છે કે કાગધી નગરનું રાજ્ય અમે કરીશું. એમનાથી ડરતા કોઈ વિદ્રોહ કરતુ નથી અને કાગધી નગરની ગાદી એ ચારેય મંત્રીઓને સર્વાનુમતે સોંપવામાં આવે છે. હવે આ  ક્રૂર મંત્રીઓનો સંકલ્પ સિદ્ધ થયો હોય એવુ નાગરજનોને લાગી રહ્યું છે. રાજાની જોડે રહીને રાજાના વિશ્વાસપાત્ર બનીને રહેનાર એ સાપ પોતાનું ઝેર એકઠું કરીને દૂધ પા નારને જ ડશે છે. એમ આ મંત્રીઓ રાજાની જોડે રહીને દગાખોરી વાપરીને એમના કુટુંબનુ નિકંદન કાઢીને હવે નિરાંતે રાજ કરે છે.
      ઉનાળાનો સમય છે. ધોમ ધખતો તડકો ધરતી ઉપર અંગારા વેરતો હોય છે. આકરા તાપમાં જન જીવન પણ ખોરવાયું છે.ઉઘાડા પગે ચાલવાથી રેતીમાં દઝાઈ જવાય તેવી ગરમી. સૂર્ય કોપયમાન થયાં હોય એમ ચારેય કોર ત્રાહિમામ છે.જટાળો જોગી જેમ ગુફા માંથી જાગ્યો હોય, અટ્ટહાસ્ય કરીને સંહાર કરવા લાગ્યો હોય એમ તડકો ધરતી પરના જીવોને સળગાવે છે. આવા તડકામાં વાયરે જાણે વિસામો જ લઈ લીધો હોય એમ લાગી રહ્યું છે. 
છતાંય ખેડુ વર્ગ પોતાના રોજ બરોજનાં ખેતરના કામો કરતાં જાય છે. જગતનો તાત ગણાતા ખેડૂત આવા તડકામાં પણ પોતાનું કામ ચાલુ રાખે છે.
     બપોરના સમયે ચકલુંય ફરકે નહીં. વેરાન વન જેવું ભાસે છે. ગરમ રેતમાં તાવડો તપી જાય એટલે પાપડ શેક્યાં હોય તો શેકાય એવી કાળઝાળ ગરમી બધા ત્રાહિમામ પોંકારે છે. એટલે બપોરનો સમય એ બાજુ લોકો જવાનુ ટાળે છે.બાજુ ખેતરોમાં કામ કરવાવાળા બધા ખેડૂત વર્ગ સવારના પહોરમાં ત્યાંથી નીકળે અને આખોદિવસ ખેતરમાં કામ કરે ઘરે તેઓ સાંજના સમયે આવે.
     વૃંદા ને હવે વનરાજનાં કોલનો સમય પાકી ગયો છે. એ નવા આગલી રાતે ઊંઘતી નથી અને પ્રીતમને મળવાના આવેશમાં એના સ્વપ્નોમાં જાગી જ છે. હવે એને રાત પણ લાંબી લાગે છે. સવાર પડવવામાં હજી એક પહોર બાકી હતો અને વૃંદા ઉભી થઈ જાય છે. કામધેનુને નીરણ નાંખે છે. એવામાં સવાર પડી જાય છે.વૃંદા ઘરના બધા કામો ઝડપભેર કરવા લાગે છે. ઘરની આગળનું મેદાન આખુંય વાળે છે. તુલસી અને બીજા છોડમાં પાણી નાંખે છે. કામધેનુને પાણી આપે છે. આમ કરતાં ખાસો સમય વીતી જાય છે.
    વૃંદા નક્કી કરેલા સમયે ઘરે થી નીકળે છે. મનમાં રાજકુમારને મળવાના કોડ, મલકાતું એનુ મુખ, હૃદયનાં તેજ ધબકારા, આંખોમાંથી હરખનાં આસુંઓ પડતાં પડતાં રોકીને રાખ્યા હોય એમ કાજળને અડીને નીચા ડોકિયું કરે છે. શરીરમાં નવી ચેતનાનો સંચાર થયો હોય એમ મોટાં ડગલાં ભરતી ગામની પાદરે આવી પહોંચે છે.એના હૃદયમાં વિશ્વાસ હતો કે મારો રાજકુમાર આવશે જ. મને મળવા માટે એમણે વચન આપ્યું છે. એ વચનનો ભંગ નહીં કરે. હમણાં વિંઝતે ઘોડે આવી પહોંચશે.અને મને મળશે.
     વૃંદા ગામના પાદરે બેઠી રાજકુમાર ની વાટ જુએ છે. દૂર સુધી નજર કરતા કેવળ બાવળના ઝાડ, તથા ઢીંચણ સુધીના નાના છોડવાઓ જ પથરાયેલા જોવા મળે છે. હરણ, નીલગાય જેવા પશુઓ પણ આ જંગલમાં ફરે છે. દૂરથી કોઇ ઘોડેસવાર આવતો હોય તેવો વૃંદાને આભાસ થાય છે. પણ પછી પાછુ કઈ ના દેખાતા તે નિરાશ થઇ બેસી જાય છે. ભૂખ નું પણ ભાન નથી. તરસ પણ તનમાં નથી. ખાધા પીધા વગર તે પિયુ ને ગોતવા આગળ વધે છે. 
          વૃંદા ગામનાં પાદરે આવેલા વડ નીચે એકલી બેઠી છે. એ ક્યારેય આમ એકલી ગામની બહાર ફરવા જાય નહી અને આજે એને એકાંત સિવાય કશુંય ગમતું નથી. એને જગતની બિક હવે નીકળી ગઈ છે. લોકો શું કહેશે? એ વિચારો સુદ્ધા એના મનમાં રહ્યા નથી. અને તે વડલાની ઓથે ટેકો લગાવીને બેઠી છે. મનમાં પોતાના પ્રીતમની છબી હૃદયમાં એનુ રટણ અને તન માં એને મળવાનો જોમ અને જુસ્સો લઈને એમને મળવા માટે એમના દર્શન કરવા માટે તે આતુરતાથી વાટ જોઈ રહી છે. નજરો સામેના રસ્તામાં જ ટકાવી રાખી છે. અને મનમાં યાદોના પૂરમાં લહેરતી લયમાં બેસીને સ્વપ્નોનાં સાગરમાં હિલ્લોળા લઈ રહ્યા છે. પિયુનું મુખ જોવા તરસ્યા નેણ ભ્રમરો ઊંચી કરીને જગતમાં દિસતાં પંથમાં પોતાના કંથને ગોતવા માટે પલકારા મારવાનું ભૂલી ગયાં છે.
         બપોરનો સમય થવા આવ્યો છે. કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો બધા ઘરોમાં જ ભરાઈ રહ્યા છે. બહાર અંગારા સમા તાપમાં જવાનુ ટાળે છે એવા સમયે વૃંદા એકલી બહાર નીકળેલી છે. ગામનાં રખડતા પશુઓ પણ ક્યાંક છાંયો ગોતીને ઝાડની ઓથે સંતાવા લાગ્યા છે. ઓળામાં બેસીને તડકામાં રક્ષણ મળે એ માટે પોતાનું શરીર  દઝાડવા માટે કોઈ પશુ બહાર દેખતાં નથી. આકાશમાં પણ સાવ સુનકાર વ્યાપ્યો છે. કોઈ પંખી ઊંચે ઉડતા નથી. અને પોતાના માળામાં જ ભરાઈને બેસી રહે છે. બચ્ચાં સાથે એમની જગ્યાએ માળામાં જ ભરાયેલા નજરે પડે છે.
આવી ગરમીમાં જન જીવન ખાસું પ્રભાવિત દેખાઈ રહ્યું છે.
ખેતરે ગયેલા લોકો ખેતરમાં અને ગામમાં વસેલા લોકો ગામમાં જ પોતાનો બપોરનો સમય કાઢે છે. કામ માટે સવારમાં વહેલા ઠંડા પહોરમાં જ સઘળું કામો ઉકેલવા લાગી જતાં હોય છે, નહીતો સાંજના સમયે કામ કરે છે. બપોરે તપેલા તાવડાંમાં કોઈ જીવ ક્યાંય પણ કામ કરતુ નજરે પડતું નથી.
     પિતાજી ઘરમાં નથી. યજમાનોની સેવામા મશગુલ તેઓને બહારગામ જ રોકાયેલા છે. વૃંદા વિરહમાં ઝૂરતી વિલાપ કર છે.
" ભોમ ભારે લાગે ભેરુ, ભવ થયો રણવાટ;
       આવજે વહેલો વાલમા, હૈયું રડે પૂરપાટ."

"રાખજે લાજ પ્રીતુ તણી, તવ મુખ બતાવો આજ;
મળવા આતુર વૃંદા તારી, સોળે સજીયા સાજ."

"જગ હસાઈ ના થાય, સંભાળજો તમારા વેણ;
મોડું કર્યું એક ઘડીક   તો, વર્તાશે કાળો કેર."
        આવા વિલાપો કરતાં વૃંદા આગળ વધે છે. રસ્તામાં કોઈ વટેમાર્ગુ દેખાતું નથી અને અને વૃંદા વનરાજને ઝંખે છે. વહેલા આવજો પિયુ નહીતો ખબર નહી ક્યાંક કોઈ અજુગતી ઘટનાના બની જાય.તમારા પ્રીતની લાજ રાખવા માટે અને આપણી જગ હસાઈ ના થાય એ માટે તમે પ્રીતમ વહેલા આવો 
આવા અલાપો સાથે વૃંદા રસ્તામાં નેણ લગાવીને વનરાજસિંહને જોવા માટે બેઠી રહી છે. એને પોતાના મનમાં અતૂટ વિશ્વાસ છે કે પોતાનું વચન સાચવવા માટે યુવરાજ જરૂર આવવાના છે. અને એ આશાએ ક્યારે આવે એની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી છે. ઘણો સમય વીતી ગયો છે પરંતુ રાજકુમાર આવવાના કોઈ એધાણ લાગતા નથી.
     રાજકુમારને યાદ કરતી વૃંદા ઝૂરે છે. એના પ્રીતમને મળવા માટે વ્યાકુળ થઇ ગયેલી વૃંદા પોતાના પ્રેમની લાજ રખવા માટે વનરાજને મનોમન યાદ કરે છે અને એમને વહેલા આવવાનું કહે છે. આજુબાજુ એ જુએ છે ત્યારે કોઈ દેખાતું નથી. આકાશમાં નજર કરીને જુએ તો એક પણ વાદળ નજરે ચડતું નથી. વૃંદાને મન કે વાદળને ઉપરથી બધા દેખાય છે એટલે તે જઈને મારાં પ્રીતમને અહીંયા લઈને આવે અને વાત જણાવે કે તમારી પ્રિયંતમાં તમને મળવા માટે તમે દીધેલા સમયે આવીને ત્યાં તમારી રાહ જુએ છે. અને હવે આવવામાં મોડું ના કરતાં એવુ કહેવડાવવા માટે તે આકાશમાં વાદળો ગોતે છે પણ એ દિવસે કમનસીબે ત્યાં વાદળાઓ જોવા પણ મળ્યાં નહી, વળી પાછી વૃંદા પ્રીતમનો રસ્તો નિહારે છે અને વનરાજને જલ્દી આવવાનું કહે છે.
વૃંદ એના મનને સમજાવે છે કે રાજકુમારને રાજ્યના ઘણા કામો હોય છે અને એ પોતાના કામો મૂકીને નહીં આવ્યા હોય. રાજ્યમાં જરુરી અને મોટા કામો વનરાજસિંહ જ કરતાં હોય છે. આટલા મોટા રાજ્યનું સંચાલન એકલા હાથે કરવું એ કંઈ નાની સુની વાતો નથી હોતી. કોઈ કામમાં પરોવાયેલા હોવના લીધે અહીંયા આવવામાં મોડું કરતાં હોય એવુ લાગી રહ્યું છે નહીતો હજીયે ના આવે એવુ બને જ નહી. રાજકુમાર ક્ષત્રિય છે અને ક્ષત્રિય પોતાના વચનના પાકા હોય છે. જીવના ભોગે પણ તેઓ પોતાનું વચન પાળવામાં ક્યાંય પાછા પડતાં નથી. અને આતો પ્રિયંતમાંને આપેલું વચન છે.
   આવા વિચારો તેના હૃદયમાં કરતી વૃંદા રાજકુમારની વાટ જોતી બેઠી છે. હૃદયમાં ઊંડે એક વિશ્વાસની જ્યોતિ જળે છે. રાજકુમાર હમણાં અહીંયા આવી પહોંચશે. મને મળવા માટે તેઓ પણ આતુર હશે. રસ્તામાં કંઈક કામ હોવાના લીધે રાજકુમારને અહીંયા આવતા મોડું થયું લાગે છે. અને વેળાસર અહીંયા પહોંચી શક્યાં નહી, નહીતો કોઈ પ્રજામાં કોઈની મદદ કરવા માટે ગયેલા હોવા જોઈએ, આ સિવાય એમને ક્યાંય મોડું થાય એવુ નથી.
   પરંતુ વચન એમને પોતાના હૃદયથી આપ્યું છે એટલે તેઓ મને મળ્યા વગર નહી રહે. હમણાં જ તેઓ આવી જશે અને મને એમના દર્શન કરવાનો મોકો મળશે. તેઓ અહીંયા આવશે એટલે હું એમનાથી નારાજ થઇ જઈશ. એમને બોલાવીશ પણ નહી. મોડા આવે એ લોકો માટે એમ જ કરવું જોઈએ. પછી રાજકુમાર મને મનાવવાના પ્રયાસો કરશે પણ હું માનું જ નહીં અને એમની સાથે બોલીશ પણ નહી. મને આ રીતે વિરહમાં હેરાન કરે છે એટલે હું પણ એમને હેરાન તો કરવાની જ. આવા વિચારો કરતાં વૃંદા રાજકુમારના આગમન ની પળે પળ વાટ જોઈ રહી છે.
  રસ્તો પણ વેરાન ભાસે છે. જંગલી જાનવર પણ બહાર નીકળવા માંગતા નથી તેઓ પણ છાંયડો ગોતીને ત્યાં સમય પસાર કરે છે.ગરમ પવન ચારેય બાજુ ફૂંકાય છે.દૂરથી ઊડતી ધૂળની ડમરીઓ દેખાય છે. આકરા તાપમાં તપેલી ધરતીમાંથી વરાળ નીકળતી હોય એવું લાગી રહ્યું છે. વેરાન અને સૂકી નદીમાં નજર કરતાં ધૂળની ડમરી આકાશમાં ચડેલી દેખાય છે. અને વૃંદા સફાળી દોડવા જેવું કરે છે. યુવરાજ ઘોડા ઉપર બેસીને પૂરપાટ ઘોડાઓ દોડાવતા વૃંદા પાસે આવી રહ્યા છે એટલે ઘોડાના પગ હવામાં વિંઝાવાના લીધે આકાશમાં ધૂળ ઉડેલી લાગે છે એવું વૃંદાને લાગે છે. તે પોતાની નજર ઝીણી કરીને માથામાં હાથ રાખીને દૂરથી જાણે યુવરાજ આવી રહ્યા છે એ કંઈ બાજુ અને કેટલા સુધી આવ્યા એ જાણવા માટે તે મીટ માંડીને દ્રષ્ટિ નદીમાં કેન્દ્રિત કરે છે.
  પરંતું વેળુંમાં કંઈ નજર ના આવતા પાછી એ નિરાશ થઈને ફાંફા મારતી જોવા મળે છે. રાજકુમાર હજી કેમ નહી આવ્યા હોય. તે વડલા ઉપર બેઠેલા પક્ષીઓને વિનંતી કરે છે. કોઈ જાઓ અને મારાં વનરાજને સંદેશ આપો કે તારી પ્રિયતમાં તારી વાટ જોઈને બેઠી રહી છે. તે પક્ષીઓને સંબોધીને કહે છે., જજો વિરા ઉગમણે આભ લઈ જજો કુંવરને ગામ સંદેશો મારો. અને કહેજો વળતો ઉત્તર મને. કે યુવરાજ કેટલા સુધી પહોંચ્યા છે. કારણ હવે હૈયામાં હામ ખુંટી ના જાય. તમે આકાશમાર્ગેથી પૂછીને તરત પાછા આવો.આવુ બોલતા પણ પક્ષીઓ એમની જગ્યાએ જ બેસી રહે છે.ત્યારે વૃંદા ફરીથી એમને કહે છે.
"વિયોગ પિયુ તણો ઘણો મમ ઉરમાંય ;
તમે પણ વેરી થયાં વિરડા જગ માંય."
   આ જગતની સાથે તમે પણ મારાં વેરી થયાં લાગો છો નહીતો મને મારાં પિયુનો સંદેશ આપતા તમને શાની બીક હોય. પણ આ જગત જેમ પ્રેમીઓનું વેરી છે એમ તમે પણ જગતના રંગે રંગાઈને મને મારાં પિયુ સુધી પહોંચાડવામાં વિલંબ કરાવો છો.
   આમ તે પંખીઓને વાતો કરતી પાદરમાં બેઠેલી છે.

     
      વનરાજસિંહની વાટ જોતાં જોતાં વૃંદાને ઘણો સમય ત્યાં થઈ જાય છે. તે એકીટસે રસ્તામાં જોઈ રહી છે, હમણાં એનો રાજકુમાર આવશે. રસ્તામાં કોઈ નજરે નાં ચડતાં ફરી તે વિચારમાં પડી જાય છે. કંઈક કામથી મોડું થયું હશે. રાજ કાજમાં સમય નહીં મળ્યો હોય, ક્યાંક ધીંગાણે ગયા લાગે છે. પણ એમને યાદ આવશે મારી અને એ આવી જશે. આવા વિચારો કરતી તે પાદર વટાવીને આગળ નીકળી જાય છે.
    કુંજર ગામમાં રેતાળ અને સૂકી નદી આવેલી છે. જેમાં ચોમાસામાં જ પાણી આવે છે. બાકીમાં દિવસોમાં ત્યાં રેતી જ જોવા મળે છે. વૃંદા ચાલતાં ચાલતાં એ નદી તરફ આવી જાય છે. બરોબર બપોર જામી છે. જન જીવન ઠપ થઈ ગયું છે. અમર આશાના સપના સેવતી વૃંદા આગળ વધ્યે જાય છે.થાક લગતાં બેસી પણ જાય છે. ફરીથી યાદ આવતા એકાએક ત્યાંથી સફાળી ઉભી થઈ તે બેભાન જેવી હાલતમાં, આંખો માંથી આવેલા આંસુઓ તથા મોઢાના પરસેવામાં એનું ખરડાયેલું મોં અતિ દયનિય હતું. શરીર માં ધ્રુજારી હતી. ઝાડી-ઝાંખરામાં પગ ભરાવવાના કારણે પગ લોહીથી ખરડાઈ ગયા હતા. પિયુને મળવામાં કણસી રહેલી વૃંદા ઝડપભેર ત્યાંથી આગળ ચાલીને જંગલ વટાવી સૂકી નદી ભણી આગળ વધે છે. પ્રીતમને મળવા અધીરી બનેલી વૃંદા આવા તાપમાય તે પગ ને પાછા ના કરતી આગળ ડગલા ભરતી જ જાય છે. અને દૂરથી ઊડતી ધૂળ ની ડમરીઓ જોઈને નવી આશા ફૂટે તેમ થોડી ઉતાવળી ચાલે છે. અને પાછુ કઈ ના દેખાતા તે નિરાશ થઈ જાય છે.
   ઉનાળાના દિવસો માં, ધોમ ધખતો તાપ બપોરે અંગારા ઓકતો દાવાનળની જેમ આગળ વધી રહ્યો હતો. દૂરથી જોતા અગ્નિ ની વરાળ જેવો ભાસતો રવિ કોપાયમાન થઇ ને ધરતી ને સળગાવવાની તૈયારી કરતો હોય તેવું પ્રતીત થાય છે. નદીની રેત જાણે તપેલા અંગારા સમી બની ગઈ હતી એ રેતીનો રંગ નીચે પડેલા અંગારા જેવો ભાસતો. પ્રકૃતિ ને સળગાવવાની તૈયારીઓ કરી રહેલો સૂર્ય પોતાનો બધો જ બળ પ્રયોગ ધરતી પર કરી રહ્યો હતો.
    આવા તાપમાં પણ વૃંદા ચાલી જ જાય છે. હવે તેની હિંમત તથા શરીર પણ જવાબ આપી દે છે. કેમ કે કાંટા અને કાંકરા તથા આ તડકો વેઠવાની તાકાત હવે પુરી થઇ ગઈ છે. એના બન્ને પગો લોહીથી ખરડાયેલા છે. એ ચાલવા માટે હવે સમર્થ નથી. પણ તેની મળવાની આશા તેની વેદના ભુલાવી દે છે. એ આગળ ચાલવા મજબુર બની જાય છે.
વૃંદા એ જગ્યાએ આવી ગઈ છે જ્યાં માનવી તો શું પણ પશુ સુદ્ધાં નજરે પડતાં નથી. ખરડાયેલ મોં અને પરસેવો તથા આસુંનાં લીધે શરીરમાં પાણીની કમી વર્તાઇ રહી છે.
પણ ક્યાંય પાણી મળે એવુ રહ્યું નથી. વેરાન જગ્યાએ આવીને કપરા સમયની કઠણાઈને સહન કરતી વૃંદા એકલી જ છે.
        વૃંદા પોતાના શરીર ઉપર ખૂબ જ વેદનાઓ વેઠે છે. આવા આકરા તડકામાં કોઈ ચકલાનું જણુય બહાર નીકળતું નથી એવામાં એ પોતાના પિયુજીને મળવા માટે ઘરની બહાર નીકળી છે. તે ક્યારેય એકલી ક્યાંય પણ જતી નથી અને અત્યારે તે સાવ એકલી નિર્જન ગણાતી જગ્યાએ જઈને જીવન અને મોતની વચ્ચેના ખેલ ખેલતી જોવા મળે છે પોતાના સાચા પ્રેમને પામવા માટે માણસ કેટલી હદ સુધી જવા માટે તૈયાર હોય છે.એ વૃંદાને જોતાં જ લાગે છે. આવા અંગારા ઓકતા તડકામાં કોઈ પોતાનું શરીર દઝાડવા માટે તૈયાર નથી હોતું જ્યારે વનરાજને મળવા માટે તડપી રહેલી વૃંદા વનરાજસિંહની એક ઝલક મેળવવાં માટે કંઈ પણ વિચાર્યા વગર ઉઘાડા પગે દાવનળ જેવા લગતા તડકામાં તે અંગે દાઝતી હતી પણ મળવાનો કોલ આપીને ના આવનાર રાજકુમારને સામા જવામાં તે પોતાની જિંદગી દાવ ઉપર લગાવે છે.
    શરીરે લથપથ અને બે ભાન હાલમાં પ્રિયતમ હમણાં આવી પહોંચશે એમ ધારણા કરતી હવે તે નદીની ગરમ રેતમાં બેસી ગઈ છે, છતાંય ઉભા થવાના મરણીયા પ્રયાસો કરતી હોય છે. દૂર દૂર સુધી વેરાન ભાસતું નદીના પટ વાળું જંગલ અને વૃંદાના બાકી રહેલા જીવનની ઘડીઓ ગણી રહ્યું છે. શરીરમાં થાકનાં લીધે હવે તાકાત રહી નથી. પગ ઉપડવાનું નામ નથી લેતાં, શરીરમાં કંપન વધી ગયું છે. આંખોમાં અંધારા છવાયા છે. ધૂંધળું દેખાય છે. 
   વૃંદાની આંખો આવે ધીરે ધીરે નિસ્તેજ બનતી જાય છે.
એને દેખાવાનું ધુંધળું થઇ જાય છે. આંખો માંથી આસુની ધારા અવિરત ચાલુ હોય છે. એના પણમાં કંપારી ચાલુ થઇ છે છતાંય એ રાજકુમારને મળવા માટે એને ગોતવા માટે એ જરૂર મળશે એવી આશામાં તે આગળ વધ્યે જાય છે. એનું શરીર આખુંય ગરમીના લીધે પલળેલું છે. પરસેવો થવાના લીધે પલળેલા શરીર ઉપર નદીની ઝીણી વેળું ચોટેલી છે. ગરમ પવનની લુ ભેગી વેળું પણ એના શરીર ઉપર ચોંટીને એટલી જમા થઇ ગઈ છે કે એના પોપડા નાના નાના બાઝી ગયાં છે. વૃંદાને હજીએ એના કાનમાં ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે. અને આગળ પગ ખેંચીને મુકે છે.
    સૂર્ય પણ આકાશમાંથી અંગારા ઓંકતો હોય એમ ધરતી ઉપર સૂકા લાકડાઓમાં એની ગરમીથી જાતે આગ ઉત્પન્ન થઇ જાય એવુ વાતાવરણનું સર્જન કરે છે. પણ ભાગવાન આજે વૃંદાના પ્રીતના પારખા કરવા માટે એની અગ્નિપરીક્ષા લઈ રહ્યો હોય એમ થોડીક પણ દયા કરતો નથી. વૃંદા પણ પોતાના અડીગ મનોબળ તૂટવા દેતી નથી અને પિયુને મળ્યા વગર પાછી વળે એમ નહોતી. વૃંદાને કોઈ પણ પરીક્ષામાંથી પાર ઉતારવાનું પડે તો તે બિલકુલ તૈયાર છે, પરંતુ કોઈપણ ભોગે એને આજે રાજકુમારને મળવાનું છે એ નક્કી કરીને જ આવેલી છે. એના માટે એને પોતાના શરીર ઉપરના કષ્ટો પડે એ પણ દુઃખ ભર્યા લગતા જ નથી. એને કોઈ પીડા થતી જ નથી. એને કેવળ રાજકુમાર આ રસ્તેથી હમણાં આવી પહોંચશે અને હું એની સાથે પ્રેમ ભરી વાતો કરું એનુ મુખ પણ જોઉં તો એનુ જીવતર ધન્ય થઇ જાય એમ માનીને એ આગળ વધી રહી છે. કાંટા અને નદીના અંદર દટાયેલા જુના લાકડાંઓ ના ધારદાર ભાલા જેવા લાકડા એના પગમાં કૂચે છે છતાંય એને ભાન હોતું નથી અને એ પોતનો પગ પાછો ફેરવતી નથી.
       વૃંદા હવે હિમંત હારી ગઈ છે. એના શ્વાસો ફૂલવાનું ચાલુ થઇ ગયું છે. શરીર હવે પાણી વિહોણુ થઇ ગયું છે. છતાંય એ ચાલવા માટે પ્રયત્નો કરતાં તે જમીન ઉપર પટકાય છે. ધૂળમાં પડવાના લીધે તેને ઈજાઓ તો થતી નહી પરંતુ એ બેભાન જેવી હાલતમાં થઇ જાય છે. પોતાનું માથું પણ આમતેમ નાખતા ગરદન માંથી સાવ ઢીલું પડી ગયું હોય એમ લાગે છે. થોડીકવાર તે બેભાન હાલતમાં જ રહે છે. મોઢું સાવ જ બિડાઈ ગયું છે. મોઢામાંથી શબ્દો બિલકુલ બોલતા નથી. આંખો માંડ જ જોર કરીને ખોળલે ત્યારે જ ઝાંખું દેખાય છે વળી પાછી આંખો બંધ જ થઇ જાય છે.
નદીના વિસ્તારમાં કોઈ માણસનું જણ્યું હોતું નથી નહીતો કોઈક એને બચાવી પણ લેત, વેરાન પ્રદેશની કાળઝાળ ગરમીમાં પોતાના રુંવાટા શેકતી વૃંદા સમયની સાથે એકલી લડી રહી છે. પોતાના જીવનમાં વિધાતાએ લખેકલા લેખો સામે મેખ મારવા આજે વૃંદા પ્રેમીઓ માટે એક ઉદાહરણ પુરુ પાડે છે. પોતાના શરીર પ્રત્યે ભાન ભૂલીને પ્રિયવર ને પામવા માટે તે આકાશ તરફ મોં રાખીને રાજકુમારને યાદ કરતી.ત્યાં બેઠી છે.
    છેવટે આ બધી પરિસ્થિતિઓ સાથે લડતા લડતા વૃંદા ને કાળ ભરખી જાય છે. અચાનક તેના શ્વાસ ધીમા પડવા લાગે છે. શરીર મોટી નીંદરમાં હોય એવું લાગે છે, શરીરની હાંફ ધીમી થતી જાય છે. દૂરથી ઘોડો વીંઝતો એક અસવાર આવી રહ્યો હોય એવું તેને લાગે છે. પોતાની સાવ નજીક આવેલા અસવારના આભાસથી તેની બધી જ પીડાઓ મટી ગઈ હોય તેમ વેદનાની છેલ્લી વાણી " હે નાથ " કહીને એ કાયમ માટે શ્વાસ છોડી દે છે. આ સાથે જ વેદનાના વિરહમાં ભટકતી આ વૃંદા તેના અમર પ્રેમ ને પામવા માટે પોતે હોમાઈ જઈ પ્રીતના કોલનું મોલ અદા કરે છે.
       પોતાના પ્રેમીના વચન માટે વૃંદા એની પ્રીત નિભાવવા માટે પોતાના જીવની પણ ચિંતા કર્યા વગર એ એકલી નક્કી કરેલા સ્થાને કપરી પરિસ્થિતિમાં એ નીકળી પડે છે. અને રસ્તામાં આટલા દુઃખો પડતાં હોવા છતાંય એણે પોતાનો પગ પાછો નથી કર્યો. જગતના ચોકમાં પ્રીતની આજે વાતો થાય તો પ્રેમના પારખા કરવા નીકળેલી વૃંદાની જગ હસાઈ ના થાય અને પોતાના પ્રેમીને મળવા માટે છેલ્લા શ્વાસ સુધી લડનાર એ વૃંદાને પ્રીતના આવા મોલ ચૂકવવા માટે જગત યાદ રાખશે. એણે પોતાના પ્રાણના ભોગે પણ વનરાજના વચન માટે થઈને અતૂટ વિશ્વાસ સાથે પ્રેમની કસોટીમાં પાર ઉતરેલી આ વિજોગણ હંમેશા યાદ રહેશે.
          ઉપ સંહાર 
    પોતાના જીવનમાં એક સ્ત્રી પોતાની દરેક ભૂમિકામાં મહત્વનો રોલ અદા કરે છે પછી તે પુત્રી હોય, પત્ની હોય કે માં હોય. પોતાના સંઘર્ષમય જીવનમાં તે જીવનની તમામ કઠીણાઈ માંથી પાર ઉતરે છે.
  આ પ્રેમ કથામાં વૃંદા પોતાના જીવનમાં પુત્રી તરીકે પિતાની સેવા પણ કરે છે અને બાળપણમાં માઁ ના હોવાના લીધે તે નાનપણમાં જ ઘરની બધી જવાબદારીઓ ઉપાડી લે છે. અને પોતાના ઘરના ઉજળા સંસ્કાર બીજાઓ માટે ઉદાહરણ રૂપ બની રહે છે.
   પોતાની સહેલીઓ સાથે પણ વાવામાં પાણી ભરવાં જાય કે જંગલમાં લાકડાં વીણવા જાય તે સુખ દુઃખમાં બધા જોડે રહીને જ એમની મુશ્કેલીઓનો સામનો કરતાં હોય છે. જેમ સમાજમાં સ્ત્રીને હંમેશા દિન, બિચારી અને લાચાર ગણવામાં આવે છે પરંતુ જીવનના સાચા સુખમાં પડદાં પાછળની ભુમિકા એક સ્ત્રી જ નિભાવી શકે છે. જેમ વૃંદા અને એની સહેલીઓ સાથે જ રહેતી જોવા મળે છે.
     વૃંદા ગામડાના સઁસ્કાર અને રૂઢિમાં મોટી થઇ જાય છે. અને પોતાના રોજિંદા કામો કરતાં તેઓ સખીઓ સાથે એક દિવસ લાકડાં વીણવા માટે ગયેલી હોય છે. એ દરમિયાન કાગધી નગરના રાજકુમાર વનરાજસિંહ અનાયાસે ત્યાં આવી પહોંચે છે. વૃંદા અને વનરાજને પહેલી નજરમાં પ્રેમ થઇ જાય છે. પણ તેઓ એક બીજાને ઓળખતાં નહોતા. ખાલી નજરોમાં જ એક બીજા પ્રત્યે પ્રેમ થઇ જાય છે. ત્યાંથી રાજકુમાર તરત નીકળી જાય છે.
     કુંજર ગામમાં બધા ખેડૂત હોય છે. જેઓ કાગધી નગરમાં ભરાતા મેળામાં તેઓ આખુંય ગામ જતું હોય છે. ત્યાંના પ્રાચીન મંદિર એવા મહાકાળીના ધામમાં હજારો ભક્તો એકઠા થાય છે.  કુંજર ગામનાં બધા રહેવાસીઓ અને વૃંદા બધા મેળામાં જવા માટે પહેલેથી જ સાજ શણગારનો સમાન લઈને રાખે છે. મેળામાં બધા દર વરસે અચૂક જતાં હોય છે.
  મેળામાં સંજોગોવસાત એક ઘટના બને છે અને એમાં એક ઉદ્દન્ડ બળદ તાંડવ મચાવે છે. આખાય મેળાને વેર વિખેર કરી દે છે. એવામાં બળદ વૃંદા બાજુ ઘાત લગાવીને આવે છે અને કાગધી નગરના રાજકુમાર વનરાજસિંહ વૃંદાને બચાવે છે. અને બળદ જોડે બાથ ભીડીને તેને નાથે છે. વૃંદાને ત્યારે ખબર પડે છે કે તે જેને પ્રેમ કરે છે તે આ નગરના રાજકુમાર વનરાજસિંહ છે. હવે તે પોતાનો જીવ બચાવનાર અને પ્રેમીને મળવા માટે સખીઓ જોડે વનરાજસિંહ પાસે જાય છે. વનરાજસિંહ તેને ઓળખી લે છે અને બન્ને ત્યાં એકબીજાને ભેટી પડે છે. ત્યાંથી છુટા પડતાં વનરાજસિંહ વૃંદાને ફરી મળવાનું "વચન" આપે છે.
અને ત્યાંથી બન્ને છુટાં પડે છે.
  વૃંદા તેના ઘરે અને વનરાજસિંહ પોતાના રાજ્યમાં એકબીજાને યાદ કરતાં થાકતા નથી. એવામાં કાગધી રાજ્યના ક્રૂર મંત્રીઓ રાજકુમારને ફોસલાવીને જંગલમાં શિકાર માટે લઈને જાય છે અને ત્યાં તેમના ષડયંત્રમાં ફસાવીને તેનો વધ કરી નાંખે છે. રાજ્યમાં જૂઠી વાતો ફેલાવે  છે કે રાજકુમારને જંગલમાં એક સિંહે ફાડી ખાધો છે અને તેનું મારણ કર્યું છે.
  અહીંયાથી કથા નવો વળાંક લે છે. રાજકુમારનાં શોકમાં તેમના પિતાજીનું પણ મૃત્યુ થાય છે. અને મંત્રીઓ કાગધી નગરની ગાદીએ બેસે છે. જયારે કુંજર ગામમાં રહેતી વૃંદા હજીયે માનવા તૈયાર નથી કે વનરાજનું મૃત્યુ થયું છે.
    પોતાના પ્રેમ પરનો અતૂટ વિશ્વાસ અને વનરાજનાં વચન સાચવવા વૃંદા જીવની પણ ચિંતા કર્યા વગર પોતે કાળઝાળ ગરમીમાં વનરાજસિંહને મળવા માટે નીકળી પડે છે. અને પોતાના સાચા પ્રેમની માટે પોતાના જીવનનું સર્વસ્વ હારી જવા માટે વૃંદા તૈયાર છે.
  આકરા તાપમાં ચાલતાં ચાલતાં તે પોતાના પ્રેમી વનરાજને પામવા માટે તે પોતાનું જીવનનું બલિદાન આપીને પણ પોતાના વચનની લાજ રાખે છે.  પોતાના પ્રાણ જયારે નીકળે છે ત્યારે પણ એના મૂખ માંથી "હે નાથ" નાં શબ્દો નીકળે છે.અને જગત આગળ પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે.
   વૃંદા અને વનરાજસિંહનો અમર પ્રેમ દર્શાવતી આ નવલકથા "વિખુટી વિજોગણ" ના નામે વાંચક મિત્રો આગળ મુકું છું. મને આશા છે કે આ વૃંદા અને વનરાજ જેવા પ્રેમીઓની પ્રેમકથાને આપ વધાવી લેશો.

           લેખક -રાયચંદ ગલચર "રાજવીર"

લેખક -રાયચંદ ગલચર ~" રાજવીર "