Scientific benefits of Visiting a temple regularly.. in Gujarati Human Science by I AM ER U.D.SUTHAR books and stories PDF | નિયમિત મંદિર જવાના વૈજ્ઞાનિક ફાયદા

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

નિયમિત મંદિર જવાના વૈજ્ઞાનિક ફાયદા

નિયમિત મંદિર જવાના વૈજ્ઞાનિક ફાયદા

કહેવાય છે કે ભગવાનની પૂજા દરરોજ કરવી જોઈએ. દરરોજ મંદિરમાં જવું પણ જોઈએ અને તેમની (ભગવાનની) હૃદયપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ. ભગવાનની નિયમિત પણે ભકિત કરવાથી તેમની કૃપા આપણા પર સદાય બની રહે છે. જીવનમાં આવતાં તમામ વિઘ્નો દૂર થાય છે. જીવનમાં આવતી તમામ મુસીબતો દૂર થઈ આપણી સારી પ્રગતિ થાય છે અને શરીરની સારી તંદુરસ્તી જળવાઈ રહે છે અને આથી જ નાના બાળકોને નાનપણથી ભગવાનની પ્રાર્થના કરવાનું શીખવવામાં આવે છે અને વડીલો દ્વારા બાળકને નિયમિત મંદિર જવાની સારી ટેવ કેળવવામાં આવે છે પણ આ તો થઈ ધાર્મિક વાત અને મંદિરમાં જવાના ધાર્મિક ફાયદા તો આપણે સૌ જાણીએ છીએ પણ શું તમને ખબર છે ? મંદિરમાં નિયમિત જવાથી કેટલાક વૈજ્ઞાનિક ફાયદા પણ થાય છે. તો જાણો મંદિરમાં નિયમિત જવાના વૈજ્ઞાનિક ફાયદા..

સામાન્ય રીતે મોટાભાગના મંદિરો દરિયા કાંઠે અથવા પર્વતો પર સ્થિત હોય છે અથવા તો એવી જગ્યાએ સ્થિત હોય છે. જ્યાંથી પૃથ્વીના ચુંબકીય તરંગો પસાર થતા હોય. આમ, સરળ શબ્દોમાં કહું તો મંદિર એવી જગ્યાઓ પર બાંધવામાં આવેલા હોય છે જયાં પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફથી આવતા ચુંબકીય તરંગો દ્વારા હકારાત્મક ઊર્જા સંપૂર્ણપણે વિસ્તરણ પામેલી હોય છે અને વધારે પ્રમાણમાં હકારાત્મક ઊર્જા હોવાને કારણે ત્યાં કેન્દ્રમાં મુખ્ય આઈડોલ (મૂળસ્થાન) સ્થાપિત કરવામાં આવે છે. મૂળસ્થાનની નીચે વૈદિક માન્યતા અનુસાર કેટલીક તાંબાની, ધાતુની પ્લેટો અથવા સોના-ચાંદીના ઘરેણાં મૂકવામાં (દાટવામાં) આવે છે જેને 'મૂળસ્થાન' (મુખ્ય આઈડોલ) અથવા 'ગર્ભગૃહ' તરીકે ઓળખવામાં આવે છે. મૂળસ્થાનની નીચે રાખવામાં આવેલ ઘાતુ સોના-ચાંદીના ઘરેણાં પૃથ્વીના તરંગોને શોષે છે અને તેને આજુબાજુના વાતાવરણમાં ફેલાવે છે. તેથી જે વ્યકિત મંદિરમાં નિયમિત જાય છે અને મૂળસ્થાનની આસપાસ ઘડિયાળના કાંટાની જેમ (Clock wise) પ્રદક્ષિણા કરે છે આપોઆપ આ ચુંબકીય તરંગો તેના શરીરમાં ગ્રહણ થાય છે. આ પ્રક્રિયા ખૂબ જ ધીમી હોય છે. પરંતુ નિયમિતપણે મુલાકાત દ્વારા વધુ હકારાત્મક ઊર્જાનું આપણા શરીરમાં શોષણ થાય છે.

વધુમાં બીજું એ કે મંદીરમાં બધા જ પ્રકારના બળ ની અસર ખૂબ જ ઊંચી હોય છે. મંદીરમાં પ્રગટાવવામાં આવતો  દીવો ગરમી અને પ્રકાશ ઊર્જા છોડે છે મંદિરમાં વાગતો ઘંટ અને થતી પ્રાર્થના ધ્વનિ ઊર્જા આપે છે. ફૂલોની સુગંધ અને કપૂર વગેરે રાસાયણિક ઊર્જા આપે છે. આ બધા બળની ઊર્જા હકારાત્મક ઊર્જા દ્વારા સક્રિય થયેલ છે. આ સાથે જ મૂળ સ્થાનની નજીક જે કોપર પ્લેટ અને ધાતુના વાસણો રાખવામાં આવે છે તેના દ્વારા ઉત્તર- દક્ષિણ ધ્રુવની ચુંબકીય ઊર્જાનું શોષણ થાય છે.

પૂજા માટે વપરાતા પાણીમાં પણ ઈલાયચી, બેન્ઝોઈન, પવિત્ર તુલસી, લવિંગ વગેરે ભેળવવામાં આવે છે અને આ બધી સંયુકત શકિત દ્વારા પાણી વધુ હકારાત્મક બને છે. જયારે કોઈ વ્યકિત પ્રાર્થના કરવા મંદિરમાં જાય છે ત્યારે મંદિરમાં રહેલી હકારાત્મક ઊર્જા મંદિરનો દરવાજો ખોલતાં જ તે વ્યકિત પર પડે છે મંદિરમાં લોકો પર પાણી છાંટવામાં આવે છે તેના દ્વારા પણ હકારાત્મક ઊર્જા માનવી પર પસાર થાય છે. હકારાત્મક ઊર્જા મહિલાઓ દ્વારા પહેરેલાં ઘરેણાંઓ દ્વારા પણ વધુ પ્રમાણમાં શોષાય છે અને એટલા માટે જ મહિલાઓને વધુ ઘરેણા પહેરી મંદિરમાં જવાની સલાહ આપવામાં આવે છે અને આજ કારણ છે કે પુરુષોને શર્ટ પહેર્યા વગર મંદિર જવાનું કહેવામાં આવે છે અને તેથી જ એવું કહેવામાં આવે છે કે "Theertham (તીર્થધામ) is a very good blood purifier" એટલે કે તીર્થસ્થાનએ રકત શુદ્ધિકરણ માટેનું એક ઉત્તમ સ્થળ છે. અને આ ઉત્તમ રીતે સાબિત થયેલું છે.

આ ઉપરાંત, મંદિરો પવિત્ર જળ આપે છે અને ગર્ભગૃહ ખાતે રાખેલા તાંબાના પાત્રમાં રહેલા પાણીનો 'મેગ્નેટો ઉપચાર' માટે ઉપયોગ થાય છે એટલે કે તે પાણી ‘મેગ્નેટો ઉપચાર' માટેનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં રાખવામાં આવતાં એલચી, લવિંગ, કેસર, તુલસીના પાંદડા વગેરે તેની ઔષધિય કિંમત વધારવા માટે પાણીમાં મૂકવામાં આવે છે. લવિંગ ઉધરસ અને ઠંડી સામે રક્ષણ આપે છે,આમ તે એક મુખ્ય પ્રેરણાદાયક એજન્ટો તરીકે કામ કરે છે અને આ રીતે મંદિરમાં નિયમિત મુલાકાત લેવાથી સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે. તેથી જ નિયમિત પણે મંદિરમાં જાઓ અને ધાર્મિક ફાયદાઓ સાથે સાથે વૈજ્ઞાનિક ફાયદાઓનો પણ લાભ ઉઠાઓ.

 

 

 ઉમાકાન્ત સુથાર