Queen Geeta Madam in Gujarati Women Focused by Munavvar Ali books and stories PDF | મેડમ ગીતારાણી

Featured Books
  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

  • કુંભ મેળો

    કુંભ પર્વ હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ પર્વ છે, જેમાં કરોડો શ...

Categories
Share

મેડમ ગીતારાણી

આમાં ગીતા નું પાત્ર ભજવી રહેલી નાયકા તે ખૂબ ઊંચી પોસ્ટ પર ભરતી ઓફિસર હોય છે કે કયા પોસ્ટ પર હું તમને આગળ જણાવીસ વાત કરીએ વાર્તાની શરૂઆતમાં અન્નાલાલ ટોળા ના ડ્રાઈવર હોય છે એવું બતાવવામાં આવે છે તેઓ સરકારી શાળા માંથી ટ્રકમાં નાના ભૂલકાઓને લાદી દે છે અને ખાનગી શાળામાં લઈ આવે છે આમ આમાં ખૂબ મોટું રાજકારણ સમાયેલું હોય છે જેને પછીથી વાર્તામાં બતાવવામાં આવશે. સરકારી શાળાની ખૂબ જ ખરાબ દૂરદશા હોય છે. 
સારામાં સારું શિક્ષણ મળતું નથી તેમજ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં હોતી નથી ખાવાનું ભોજન પ્રમાણમાં મળી રહેતું નથી કિંમત ઇમારતની દીવાલો પર કાટ લાગેલો હોય છે આમ ખૂબ ખરાબ પરિસ્થિતિમાં શાળાઓ સરકારી ચાલતી હોય છે ત્યાં આવે આપણી નાયિકા એટલે કે ગીતા રાની ની એન્ટ્રી થાય છે તેઓ શાળામાં રિક્ષા દ્વારા આવે છે ત્યારે રિક્ષાવાળો તેમને રિક્ષામાં એવું કહે છે કે તાળાની ખૂબ જ ખરાબ હાલત છે અને તેની પાછળ જવાબદાર કારણ તેના વાઈટ પ્રિન્સિપલ અન્ના રાહુલ છે.
ત્યાં તેમને એટલે ગીતા રાની ને એક મજૂર શ્રમિક ની છોકરી મળે છે તેને તેની મમ્મી સાથે સ્કૂલમાં દાખલો કરાવવા આવી હોય છે પરંતુ રાહુલ અન્ન તેનું એડમિશન થવા દેતા નથી અને લાંચ પેટે ડોનેશન માંગે છે આવે ગીતા રાની કહે છે કે  ગરીબમાં ગરીબ  શ્રમિક 6000 રૂપિયા ક્યાંથી લાવશે?
તેથી તેમને રાહુલ અન્ના સાથે વાતચીતમાં દલીલો થવા લાગે છે અને તેઓ કહેવા લાગે છે કે આ નું એડમિશન તમારે કરવું જ પડશે રાહુલ અન્ના માનતા નથી તેથી મેડમ ગીતા રાની ને ગુસ્સો આવે છે અને તે  ડોરબેલ લઈને વગાડવા લાગે છે.
રાહુલ અનના ડોરબેલ પાસે જાય છે અને ગીતા રાની ને બેથી ત્રણવાર સમજાવે છે કે આમ ઘંટડીના વગાડો.  રાહુલ અન્ના રોષે ભરાયા અને કહેવા લાગ્યા કે તમે અહીંયા કોણ છો કે અમારી પરવાનગી વગર ઘંટડી વગાડો છો ત્યારે ગીતા રાની પાછા ક્લાર્ક સ્ટાફરૂમમાં જાય છે અને કહે છે કે હું અહીંયા ની મુખ્ય પ્રીન્ચીપાલ છું.  અને તેઓ શ્રમિકની છોકરીને લઇ આવે છે અને કહે છે તમારી દીકરી નું એડમિશન થઈ ગયું છે. 
પછી મેડમ ગીતારાની  શાળાની ખરાબ પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કરે છે તેમને બધી ઘટના વિગત ઘટનાક્રમ રીતે જાણવા જેવું મળ્યું કે  એક પ્રૌઢ શિક્ષિકા પણ છે તેઓ ખૂબ સારી રીતે બનાવે છે બાકી રહેલા શાળાના શિક્ષકો સ્ટાફ રૂમમાં બેસીને ગપસપ કર્યા કરે છે તે time to time period ભરવા જતા નથી તેથી મેડમ સિતારાની એક નિર્ણય લે છે તે કહે છે કે જે શિક્ષક આવી રીતે સ્ટાફ રૂમમાં બેસી રહેશે તેને ત્રણ વાર નોટિસ મુકવામાં આવશે તો ત્રીજી વાર માં તે આવું કરશે તો તેને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

હવે ગીતા રાની એવું મને તે કે એક પ્રિન્સિપાલ કડક ન હોવી જોઈએ અને તે છોકરીઓ સાથે સારી રીતે પરિચિત અને ફ્રેન્ડલી હોવી જોઈએ તેથી તેઓ માધ્યમિક વર્ગની છોકરીઓ પાસે જાય છે અને લંચના સમયે તેમને મળે છે તેથી તેઓ સાથે પોતાનું ભોજન લઈને આવે છે અને માધ્યમિક વર્ગની છોકરીઓ સાથે બેસીને જમવા લાગે છે.
તેઓ કહે છે કોઈ મારી સાથે તેમનું ભોજન તૈયાર કરતે બધી છોકરીઓ માની જાય છે અને પોતાના ડબ્બામાંથી થોડું થોડું ખાવાનું ગીતા રાની ને આપે છે.
ગીતા રાની બધું ભોજન એક પછી એક ગ્રહણ કરે છે અને છેલ્લે કહે છે કે આ ફિસકરી કોણ લાવ્યું હતું.  તેમાંથી વૈશાલી નામની છોકરી એવું કહે છે કે આ ફરહાના લાવી હતી તે ગીતા રાની કહે છે કે ખુબ સરસ બનાવી હતી તમારી મમ્મી ને કેજો કે સ્વાદિષ્ટ છે એવું ગીતા રાની એ કહ્યું પછી બધી છોકરીઓ ગીતા રાની ને કહે છે કે મેડમ હવે તમે અમારી સાથે જ ખાશો? તો છેલ્લે ગીતા રાની કહે છે કે તમે લોકો મને મેડમ નહીં પરંતુ ફક્ત ગીતા કહો.

આમ તેઓ શાળાની પરિસ્થિતિઓ સુધારવા લાગે છે તેઓ  દીવાલને નવા રંગકામ કરાવે છે જાજરૂ-બાથરુમમાં નવા નળ લગાવ્યા. પ્લાસ્ટર કરાવ્યું. તેથી ખાનગી સ્કૂલ એમએસસીના પ્રિન્સિપાલ ને આ બધું જોતાં સારું લાગતું નથી અને તેઓ કાવતરા ઘડવા લાગે છે
પછી ગીતા રાની રૂમમાં વધારે બાળકોને ભેગા કરે છે તેમાં બધા વર્ગના વિદ્યાર્થીઓ હોય છે ગીતા રાની કહે છે કે હવે શાળામાં રોજ પ્રાર્થના નો સમય સવારે રહેશે નવ વાગ્યે શાળા નો ગેટ ખોલવામાં આવશે નવ-પાંચ પછી કોઇપણ વિદ્યાર્થી કે શિક્ષકની શાળામાં ઘુસવા દેવામાં આવશે નહીં દરરોજ પ્રાર્થના શાળા મારફતે  થશે. 

બીજે દિવસે પ્રાર્થનામાં ગીતા રાની જણાવે છે તેઓ હાથમાં સૂચના પેટી લઈને આવે છે.  કહે છે કે પોતાનું હુન્નર બતાવવાની તક દરેકની મળશે તેથી દરેક રવિવારે આ  પેટીમાં જે રજુ કરી શકતા હોય તેની વિશે માહિતી જણાવીને એક પત્ર મુકવાનું રહેશે જે સારું પ્રદર્શન કરશે તેને ઇનામ પણ આપવામાં આવશે.

બીજે દિવસથી કલેકટર ગીતા રાની ને મલવા શાળામાં આવે છે. કલેકટર જી પ્રિન્સિપાલની ઓફિસ માં ગીતા પાસે જાય છે. ગીતા રાની તેમનું સ્વાગત કરતી નથી.  ગીતા રાની કહે છે કે તમારી આવાગમનની જાણ કરી દીધી હોત એ તો હું તમારું સ્વાગત સારી રીતના કરતી અમે હવે તમે અચાનક આમ આવ્યા છો તે  આ બધા વિદ્યાર્થીઓનું ભણતર બગાડી શકતી નથી એટલે હું તમને વર્ગખંડમાં બોલાવી બધાને મોકલી શકતી નથી હવે આજની પ્રિન્સિપાલ માયાવતી છે તેથી તમે માયાવતીને જઈને મળો  ક્યાં કલેકટરનું ચમચો કહે છે કે તમે બેસેલા છો તે નરમ કુર્તી કલેકટરશ્રીને આપો ગીતા રાની કે જે આ મારી પ્રિન્સિપલ કુર્તી છે આ હું નહીં આપી શકું તમારે તમારા કલેકટરને બેસાડવું હોય તો સામે લાકડાની પાટ પર બેસાડો.  કલેકટર તેની વાત માની જાય છે અને સામે પાર્ટી પર બેસી જાય છે ગીતા રાની અને કલેકટર વિશે વાત-ચીત થોડી થાય છે કલેકટર કહે છે કે હું તમારા સમયમાં ખૂબ સંઘર્ષ કર્યા છે તેથી હું આ જિલ્લાનું કલેક્ટર બની શક્યો છું.  તેઓ ત્યાંથી વિદાય લે છે અને મનમાં નક્કી કરે છે કે એવું તો કેવું સારું ધારાધોરણ છે કે gitaરાણીને તેના ઉપર આટલું અભિમાન છે અને તેઓ  ચોરી ચુપકે બધા વર્ગખંડમાં  નિરીક્ષણ કરવા જાય છે તેઓ જુએ છે કે ભૂગોળના શિક્ષિકા રમત રમતા-રમતા બાળકોને રાજ્યો ની રાજધાની વિશે જણાવે છે અને તેઓ જુએ છે કે એક છોકરી રીક્ષા બની છે અને તે પોતાની rajdhani જઈ રહી છે અને બીજો છોકરો વિમાન બનીને બીજા રાજ્યની રાજધાની શોધવા નીકળ્યો છે આ રમત જોઈને આ કલેકટરશ્રી ને ખુબ આનંદ થાય છે  તેથી તેઓ શિક્ષિકાને મળવા જાય છે કે તેની ખુરશી પર ઊભી થઈ જાય છે તેથી આને હાથમાં ડંડો પકડીને ઊભી થાય છે કારણ કે તે અપંગ હોય છે કલેકટરશ્રી કહે છે કે બેસો બેસો તમે સારી રીતે  ભણાવો અને તે નક્કી કરે છે કે આ શાળા ખૂબ સારી પ્રગતિ કરશે.

થોડા દિવસો પછી ગીતા મેડમ ને એવું લાગે છે કે પરિસ્થિતિ હજુ પણ સુધરતી નથી તેથી તેમને બધા શિક્ષકો ની ખાતરી કરવી પડશે તેથી તેઓ એક એક કરીને બધા શિક્ષકોને ક્લાસરૂમમાં ઇન્સ્પેક્શન કરવા નીકળે છે પ્રથમ તેઓ અંગ્રેજી વિષયના શિક્ષક ને મળે છે અને કહે છે કે "શું તમને સારી રીતે અંગ્રેજી આવડે છે"
શિક્ષક કહે છે કે 'હું સારી રીતે અંગ્રેજી બોલી શકું છું મેડમ'
ગીતા રાની કહેવા લાગ્યા, 'તો પછી બાળકોને કેમ આવું એકદમ નઠારું શીખવો છો.'
તે કહે છે કે 'ભાષાને શીખવા માટે તેનું ગ્રામર આવડવું ખૂબ આવશ્યક છે તેથી હું પુસ્તકની રીતે ગ્રામર શીખવું છું'
ગીતા રાની કહે છે "આ બધું તો ઠીક છે ચાલો હું તમને ત્રણ પ્રશ્ન પૂછું છું અંગ્રેજી ભાષામાં વ્યંજન અને સ્વર કયા કયા છે બીજો પ્રશ્ન ભાષા ને લયબદ્ધ બોલવા માટેની આવશ્યક શરતો કઈ છે?" 
ત્યાં વચ્ચે અંગ્રેજીના શિક્ષક અન્નારાવજી કહેવા લાગે છે કે હું અંગ્રેજી મને લખતા અને વાંચતા આવડે છે પરંતુ બોલવામાં ખચકાટ અનુભવું છું" તેથી, ગીતા રાની કહે છે "તમારી પાસે એક મહિનાનો સમય છે તેમાં તમે તૈયારી કરી દો જોઈએ તો મારી પાસેથી સાહિત્ય લઈ જાઓ તે પ્રમાણે ની તૈયારી કરીને પછી બાળકોને ભણાવજો."
આમ અંગ્રેજીના શિક્ષક ઇન્સપેક્શનમાં ફેઈલ જાહેર થાય છે. રાતે અન્ના રાવજી ઘરે અભ્યાસ કરવા લાગ્યા. તેમની પત્ની સાસુને કહે કે, 'આ પ્રિન્સિપાલે તો વર્ષોનું કાર્ય પૂર્ણ કર્યું છે. જો જો હવે તેમનું પ્રમોશન થશે.'

બીજે દિવસે તેઓ ગણિતના શિક્ષક પાસે આવે છે.  તેઓ તેમનું પણ નિરીક્ષણ કરે છે અને તેમને લાગે છે કે બરાબર રીતે ભણાવવામાં આવતું નથી તેથી તેમને ત્રણ પ્રશ્નો પૂછે છે તેઓ કહે છે કે ગણિતમાં શું જરૂરી છે ગણિતના શિક્ષક કહે છે કે સરવાળા બાદબાકી ભાગાકાર અને ગુણાકાર તેઓ કહે છે આના સિવાય શું જરૂરી છે તેઓ કહે છે કે મેડમ હું સમજ્યો નહીં તો તેઓ કહે છે કે જો વ્યક્તિને આના સિવાય જ આગળ શીખવું હોય તો વૈદિક ગણિત છે અને પદાવલી બહુમતી વગેરે છે એ તમને કેમ ખબર નથી તે ગણિતના શિક્ષક કહેજે કે મેડમ હું આ બધું જાણતો નથી તેથી તેઓ કહે છે કે તમારે તમારી કરવાની જરૂર છે અને તેઓ કહે છે કે તમે નિરીક્ષણમાં નાપાસ જાહેર થયા છો તેથી તમને એક મહિનાનો સમયગાળો આપું છું તેમાં તમારે સારી રીતે અભ્યાસ કરીને પછી બાળકને ભણાવવાનો રહેશે.

ગીતા રિક્ષામાં શાળામાં આવતી હોય છે ત્યાં રિક્ષાવાળો તેને કહે છે કે 'હમણાં નવી પ્રિન્સિપલ આવેલી છે તે શાળામાં ઘણા ફેરફાર કર્યા છે અને સરકારી શાળાનો ધારાધોરણ ખૂબ ઊંચું લાવી દીધું છે આ બધું નવી પ્રિન્સિપાલે પહેર્યું છે હું તેનાથી ખૂબ ખુશ થયો છું'
પછી રિક્ષાવાળો તેની શાળાની બહાર  પાન પાર્લરપાર્લર પાસે ઉતારી દે છે ત્યાંથી ગીતા રાની શાળામાં જતી રહી જતી હોય છે ત્યાં તેને રસ્તામાં પાનના ગલ્લા પર વિદ્યાર્થીઓ માટે છોકરાઓ સિગરેટ પીતા જોવા મળે છે
ગીતા રાની ગલ્લાવાળાને સમજાવે છે કે 'આમ શાળાની બહાર તમે સિગરેટ વેચતો તો શાળાનું ઈજ્જત અને આબરૂ ખરાબ તો થશે પરંતુ છોકરાઓને ગંદા વ્યસનની લત લાગી જશે' પનવાળો કહે,"તો કઈ જગ્યાએ ગલ્લો લગાવું, મારો તો આ રોજનો ધંધો છે" એટલે ગીતા રાની ને ગુસ્સો આવે છે અને તેની લારી લઈને આવી અને હાથમાં લઈને તોડી નાખે છે અને પાનના ગલ્લાવાળાને કહેવા લાગે છે "હવે કાલથી તું આ સામાન વ્યસન વેચવાનું બંધ કરી દે" તે ગભરાઈ જાય છે અને કહે છે કે 'હા હું બંધ કરી દઈશ.'

આ બધું બીજા ધોરણમાં ભણતો છોકરો રાકેશ જોતો હોય છે તે મનમાં ને મનમાં મેડમથી ડર લાગે છે અને તે પાણીની પરબ પાસે પાણી પીતો હોય છે ત્યાં મેડમ ગીતાની આવીને તેને જોઈ લે છે તેમને જોઈને તે ભાગવા લાગે છે અને જમીન પર પડી ગયું. મેડમ ગીતારાની તેને જમીન પર ઉઠાવ્યો અને તેને કેમ તું મારાથી ગભરાય છે આમ ગભરાવાનું ના હોય બેટા તે છોકરો રાખે મેડમ ને મનમાં ને મનમાં લાગે છે આ મેડમ બીજા કરતાં સારા છે.

ત્યાં હવે બધા માં શિક્ષકો ભેગા થયા હોય છે તેથી તેઓ પીટી વાળો કહે છે મારે તો ઇન્સ્પેકશન ની જરૂર જ નથી કેમકે હું તો ગ્રાઉન્ડમાં બાળકોને રમત રમાડયા કરું છું કે તે મારું નિરીક્ષણ તો થવાનું જ નથી તેથી તે અંગ્રેજી વિષયના શિક્ષક તેને કહે છે,'કહેવાય છે કે બધાનો દિવસ આવે છે આજે નહિ તો કાલે તારૂ પણ નિરીક્ષણ કરવામાં આવશે'
તે દિવસે મેડમ શાળામાં સ્ટાફરૂમમા બેઠા હોય છે ત્યાં રાકેસ આવી ને મેડમને મીઠાઈ આપે છે અને કહે છે કે 'આ મીઠાઈ ખાવ.' મેડમ મીઠાઈ ખાઈને મેડમ કહેવા લાગે છે કે આ મીઠાઈ તું શું કામ લાગ્યો છે તે રાકેશ કહે છે કે 'મારી મમ્મીએ બનાવી છે ખાસ મારા કહેવા પર બનાવી છે' મેડમ ગીતારાનીએ પૂછ્યું "કેમ આ મીઠાઈ બનાવવાનું અચાનક કહ્યું?" રાકેશ કહે છે કે "મેડમ હું તને પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માગું છું તેથી મારા મિત્રે કહ્યું હતું કે જો હું તને મારું ખવડાવવું તુમ્હારે લગ્ન માટેના પ્રસ્તાવ મંજૂર કરી લે તેથી મેં તમને ખવડાવ્યું." 

બીજે દિવસે પીટીવાળો શિક્ષક ગ્રાઉન્ડમાં બાળકોને લઈ જાય છે અને પોતે શાંતિથી હિંચકા પર બેસી ને ચણા ખાય છે ત્યાં આવતા જોઈ લે છે તેથી તે અચાનક બાળકોને બૂમ પાડવા લાગે છે કે બધા અહીંયા ભેગા થાઓ અને મારી સાથે કસરત કરો ચાલો એક બે મારા ચણા ઢોડાઈ ગયા. તેથી બાળકો પણ એવી રીતે બોલવા લાગે છે અને કસરત કરવા લાગે છે બાળકો બોલે છે 'એક-બે મારા ચણા ઢોળાય ગયા.' પછી પીટીશિક્ષક કહે છે 3-4 અને મારા ફરીથી ઢોળાય ગયા અને બાળકો પણ એનું અનુકરણ કરે છે આ બધું ગીતા રાની જોઈ લે છે અને કહે છે કે શું બાળકોને સારી રીતે તમે રમતા શીખવાડો છો? 
પીટીચર,'હું બાળકોને પીટી ઉષા બનાવવાના પ્રયાસો કરું છું. તેથી તેમને વ્યાયામ કરાવું છું.' 
ગીતા રાની,'હું તમને ત્રણ પ્રશ્ન પૂછીશ.' ત્યારે પીટીના ટીચર મનમાં વિચારે છે કે પહેલાં કાડયાની નજર મને લાગી ગઈ
ગીતા કહે છે કે "કઈ રમતમાં કેટલા કેટલા ખેલાડી હોવા જોઈએ તે મને જણાવો, બીજો પ્રશ્ન એ છે કે ઓલમ્પિકમાં કેટલી રમતો હોય છે તે મને જણાવો અને ત્રીજો પ્રશ્ન એ કે ભલાફેક અને ગોળાફેંકમાં માપદંડ નક્કી કર્યા હોય તે મને જણાવો. શું તમે બાળકોને આગળ ની ભરતી માટે શીખવાડો છો તેમને નેશનલ સુધી લઈ જાઓ છો એમને ઓલમ્પિકની તૈયારી કરાવું છું કે આમ જ બાળકોને કસરતો કરાવ્યો કરો છો આમ પીટીના ટીચર પણ એમ આ નિરીક્ષણમાં જાહેર થયા

બપોરે ગીતારાની માધ્યમિક વિભાગ ની છોકરીઓ સાથે જમવા બેસે છે તેથી તેમાં ફરહાનાના અચાનક હસવા લાગે છે તેથી ગીતારાની તેને પૂછે છે કે આ મરક શું હસે છે અમને પણ જણાવ્ કે તે કયા રમુજી સંવાદ પર હસે છે શેના પર હસે છે ત્યારે ફરહાના કહે છે કે હું નહીં બતાવી શકું ત્યારે તેની સહેલી વૈશાલી કેવા લાગે છે કે બસમાં આવતો એક છોકરો આ ફરહાનાને બે ત્રણ દિવસથી જોઈને હસે છે તેથી ફરહનાના મનમાં પણ લાડવા ફૂટે છે અને અમને એવું લાગે છે કે ફરાહના છોકરા ને લાઈક કરે છે

ગીતા રાની સમજાવે છે કે તમારી ઉંમરમાં આ બધું થવું સ્વાભાવિક છે કોઈ પણ છોકરી અને છોકરા વચ્ચે આકર્ષણ થવું તે સામાન્ય વાત છે જો તમે આવી રીતે આ કારણે વધુ સિરિયસલી લેશો તો આવા આકર્ષણમાં પોતાનું બાકીની વસ્તુઓ ગુમાવી દેશો તમે તમારું ભવિષ્ય શું છે, શું થવાનું છે તે તમે નક્કી કરી શકશો નહીં અને પોતાની કારકિર્દી પર ફોકસ કરી શકશો નહીં તેથી આ બધું ભુલાવીને અભ્યાસ કરવામાં ભલાઈ છે.
  "તો પછી મારે શું કરવું  જોઈએ ગીતા?" આમ ફરાના પૂછવા લાગી. ફરાના એ પૂછ્યું કે "તે છોકરાને મારા પ્રત્યે ગમો થઇ ગયો છે તે રોજ મને આવી રીતે જોઈને સ્માઈલ કરે છે તો મારે અણગમો કરવા માટે શું કરવું જોઇએ તેની સાથે અબોલા લેવા જોઈએ કે પછી લડાઈ કરવી જોઈએ
ગીતા તેને સમજાવે છે કે તું એની તરફ ધ્યાન નહીં આપ. અને છોકરાને ઇગ્નોર કરવાનું શરૂ કરી દે."
ફરાના કહે છે "તેથી હું હવે દરરોજ બે નંબરની બસમાં શાળામાં આવીશ.કેમકે તે એક નંબરની બસમાં શાળા માં આવે છે."
ગીતા ખુશ થાય છે અને ત્યાંથી જતી રહે છે 

ગીતા રાની કહે છે કે ગયા વર્ષે નવમા ધોરણમાં વિદ્યાર્થીઓએ ઘણા હતા  તે ક્યાં નીકળી ગયા છે તે બાકીના વિદ્યાર્થીઓ ક્યાં છે બધા શિક્ષકો જણાવે છે કે અમે તેમને  નાપાસ કરી દીધા છે અને તેમને કાઢી મૂક્યા છે ગીતા રાની તેમના ઉપર ગુસ્સે થાય છે, "શું તમે આ કદમ ખોટું નથી લીધો આવી રીતે તમે આ બધા વિદ્યાર્થીઓને ભણતર ખરાબ કરી દીધું અને તેમનું ભવિષ્ય સાથે ખિલવાડ કર્યું છે." 
  ગીતા રાની કે બાળકો વિશે ખબર કાઢતા એવું જાણવા મળે છે કે તેમાંથી અડધા બાળકો મજૂર વર્ગ હતાં તેથી તેઓ મજૂરી કરે છે તેમાં એક અભીનાક મજૂરી કરતો બતાવવામાં આવે છે અભિનતથી પાવડો ઉસકાતો નથી અને  ઢગલાની રેતીમાંથી તગારા માં રેતી ભરવાની હોય છે આ કાર્ય તેનાથી થતું નથી બીજી બાજુ વિશાખા પણ મજૂરી કરતી હોય છે ત્યાં મજૂરી ની ગણતરી કરતો મુકરદમ આવે છે અને કહે છે કે તમારામાંથી વિશાખા કોણ છે વિશાખા, 'હું છું'  મુકરદમ કહે છે કે, 'તને અગત્યના કામ માટે શાળામાં બોલાવવામાં આવી છે.'  આ તરફ અભિનદ  પણ શાળામાં આવે છે.  આમ 49 વિદ્યાર્થીઓની બતોતરી કરીને તેમની નવમા ધોરણમાં પાસ કરી દેવામાં આવે છે ."

શાળા શરૂ થાય છે. ત્યાં વિદ્યાર્થીઓ મારામારી કરતા હોય છે. ગીતારાની તેમની લડાઈ છોડાવવાનાં પ્રયાસો કરે છે. અથાગ પ્રયત્ન પછી તેમના ભીતર પહોંચે છે. અને જાણવાનો પ્રયાસ કરે છે કે કઈ બાબતે લડાઈ થઈ હતી. 
તેમને જણાવ્યું કે જાતિવાદ પર લડ્યા. અને ગણિતના શિક્ષકે ભેગા કર્યા હતા. ગીતારાની ઉંચી જાતના વિદ્યાર્થીઓના હાથમાંથી રક્ષા કવચ તરીકે બાંધેલી રાખડીઓ છોડાવી લે છે અને ચૂલામાં નાખી દે છે.
આ વિદ્યાર્થીઓને ગણિતના શિક્ષકે ભેગા કર્યા હતા તેથી તેમને પ્રતિયોગીતાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા. તેમાં વિજ્ઞાનની શીક્ષિકા વચ્ચે બોલ્યા,'મને ઇન્ચાર્જ દર વર્ષે બનાવવામાં આવે છે. મને બનાવો.' ગીતારાની કહે, 'ત્રણ વર્ષના સમયગાળામાં કોઈ વિદ્યાર્થી સ્પર્ધા જીત્યું છે? કોઈને આગેકૂચ થઈ નથી તેથી ગણિતના શિક્ષક જ ઈન્ચાર્જ રહેશે.'

દર વર્ષની જેમ આ વર્ષે શાળામાં ખેલ મહોત્સવ યોજવામાં આવે છે તેથી ગીતારાની પોતાના દરેકે વિદ્યાર્થીઓને ખેલ મહોત્સવ વિશે જણાવે છે તેઓ કહે છે કે આમ બધા ખેલદિલીથી રમવું જોઈએ અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવો જોઈએ

ત્યાં વિદ્યાર્થીઓએ સો મીટર દોડ અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હોય છે સો મીટર દોડમાં તેમની શાળાનો વિદ્યાર્થી પાસ થયો નહિ તેથી તેના વાલીઓ ગીતા પાસે આવ્યા,"મેડમ તે લોકો સ્પર્ધામાં ખાનગી શાળાને જીતાવવા અમારા રાઉન્ડ વખતે પટ્ટી પાછળ ખેંચી લીધી હતી. આ ઘટનાનું ફૂટેજ ગીતા સમાચારવાળા પાસે માંગી લે છે અને કલેકટરને મોકલી દે છે. કલેક્ટર કમિટી દ્વારા ખેલમહોત્સવના જજને બરખાસ્ત કરી દે છે. નિખિલને આગળ બઢોતરી કરવામાં આવે છે તેથી નિખિલ 300 મીટરની દોડમાં ભાગ લે છે પરંતુ તેનો પગ જખમીરૂપે ઘાયલ હોય છે અને તેના પગમાં પથ્થર પેસી ગયો હોય છે તો પણ તે ભાગવાનો પ્રયત્ન કરે છે અને પ્રથમ સ્થાને જીતી જાય છે.
  
આ તરફ નિબંધ લખવાની સ્પર્ધામાં અશ્વિનકુમારે નિબંધ લખી દીધો હોય છે પરંતુ તે સ્ટેજ પર બોલવા થી ગભરાતો હોય છે અને તે ભાષાના શિક્ષક પાસે તેમની રાય લેવા જાય છે ભાષાના શિક્ષકે તેમને ખૂબ સારી રીતે સમજાવે છે અને કહે છે કે તું એવું વિચાર કે તારા ભાઈબંધ સામે પાંચ વ્યક્તિ સામે બોલે છે એથી નિબંધ લખવાની સ્પર્ધામાં તે એમ બોલી છે અને તે જીતી જાય છે

આ બધું એમએસસી (ખાનગી)શાળાના પ્રિન્સિપાલ સાંભળે છે અને કહે છે કે "મારી શાળાના વિદ્યાર્થીઓ કેમ સફળ થયા નહીં અને આવી રીતે વક્તૃત્વ સ્પર્ધામાં કેમ પોતાનું સ્થાન મેળવી શક્યા નહીં અને મારી શાળા ને એવોર્ડ કેમ મળી શક્યા નહીં?"
વાઈટ પ્રિન્સિપાલ રાહુલ આવે છે અને બધી વિગતો વાર જણાવે છે કે આમ ગીતા રાની કે પોતાના વિદ્યાર્થીઓ નું કાર્ય વધાર્યું છે અને તેમની આગળ પ્રગતિ કરવા માટેની પ્રોત્સાહન આપ્યું છે તે શાળાના સરકારી શાળાના બધા વિદ્યાર્થીઓ તેમાં સફળ થયા અને ખૂબ આગળ વધી રહ્યા છે આ વાતની જાણ થતાં જ  આ ખાનગી શાળાના પ્રિન્સીપાલ ને ખૂબ ગુસ્સો આવે છે અને તે નક્કી કરે છે કે આ સફળ થયેલા વિદ્યાર્થીઓ જે સ્પર્ધામાં જીતી ગયા છે તેમનું એડમિશન મારે લેવું પડશે તેને યુક્તિ તુજે છે જે કાવતરું બને છે તે નથી સરકારી શાળાના આંગણામાં મોટુ હેડિંગ લગાવે છે અને કહે કે જે સ્પર્ધા જીતી ગયા છે તેમનું એડમિશન મારી શાળામાં મફત કરવામાં આવશે. 
ગીતા રાની ને આ વાતની જાણ થઈ કે તેની શાળાની બહાર તેની પરવાનગી વિના આવી રીતે મોટું હેડિંગ લગાડ્યું છે અને તે પાઠ ભણાવવા માટે તેની શાળાના બે શિક્ષકોને ત્યાં મોકલે છે તેથી બે શિક્ષકો મજૂર લઇને ત્યાં જાય છે તને તેનું હોર્ડિંગ ફાડી નાખે છે.'

ખાનગી શાળાના આચાર્ય ગીતાનું ઇતિહાસ વથી જાણવા કચેરી આવે છે. ત્યાં સરદારજી સ્કાઉટના વિદ્યાર્થીઓ સાથે પરેડ કરતો હોય છે. ત્યાં ગીતા આવતા જ સરદારજી તેમને સેલૂંટ કરે છે. આચાર્ય પૂછે છે' એ જવાનજી તુમ વો મેડમકો સ્લામ ક્યુ કર રેલા થા?' જવાન,'મેનુ હિન્દી ની આનદી?' ત્યાં અન્ના રાહુલ નાના છોકરાને લય આવે છે અને આચાર્યને કહે છે કે આ ટાબરીયો ગેરેજમાં કામ કરે છે રોજ પંજાબી ફિલ્મો જોયા કરે છે. તેને પંજાબી આવડે છે

ટાબરીયો જવાનની ભાષાનું ટ્રાન્સલેટ કરવા લાગ્યો,
"ગીતા નેવીમાં લેફ્ટનન્ટ ઓફિસર હતા. અમને તાલીમ તેમના દ્વારા મળી છે. તેઓ એક સાથે ૬ દુશ્મનોને લાઠી દ્વારા ધૂળ ચટાવી દેતા હતા. નેવીમાં તેમના સાહસથી તેમનું પ્રોમોશન કરવામાં આવ્યું હતું અને તેઓએ ટ્રાન્સફર લઈને આચાર્ય બનવાનું નક્કી કર્યું." 
રાહુલ અન્ના આચાર્યને કેહવા લાગ્યો કે, "આપણે તો એવું વિચારતા હતા કે રાજ્ય સરકારે ડાયરેકટ પોસ્ટથી તેમની ભરતી કરી છે. અને તેઓ કેન્દ્ર સરકાર દ્વારા નિમેલા છે."

જીતેલા વિદ્યાર્થીઓને એવોર્ડ એનાયત કરવા માટે ખાસ પ્રોગ્રામ યોજવામાં આવે છે આ પ્રોગ્રામમાં ખાનગી શાળાના પ્રિન્સિપાલ મોટો  ગુલદસ્તો મુકલાવે છે અને  ગીતા રાની ને મળવા બોલાવે છે.
ગીતા તમને મળવા જતી નથી.  તેથી ખાનગી શાળાના પ્રિન્સિપાલ તેમના ખાસ પ્રધાનને ગીતાની પાસે મોકલે છે
પ્રધાન કહે છે કે 'તમે અમારા રાજકારણમાં વચ્ચે શું કામ આવ છો અમારા શાળાના પ્રિન્સિપાલ આ ખાસ તમારા માટે મોકલાવ્યું છે આ ભેટ તમે સ્વીકારો આ ભેટમાં છે પાંચ લાખ રૂપિયા અને તમે અમારી શાળાના પ્રિન્સિપાલ બની જાઓ.  આ બે શાળાને તમે સંલગ્ન કરી દો.' 
ગીતા રાની  કહે કે 'મને આ પ્રસ્તાવ મંજૂર નથી. હાલતા બનો.'  આ ખાનગી શાળાના પ્રિન્સિપાલ બાતે પ્રધાન આવે છે અને પોતાની વ્યથા સંભળાવે છે તે કહે કે 'આમ આ રીતે મારું અપમાન થયું છે' ત્યાં તો અન્ના રાહુલ આવે છે અને કહે છે કે 'તમે ગુલદસ્તા માં બોમ્બ મોકલાવ્યો હતો?' ખાનગી શાળાના પ્રિન્સિપાલ તેના પર ગુસ્સે થાય છે અને કહે છે કે 'હું બધા છોકરીઓ છોકરાઓ ને પણ નથી તમે આ કેવી રીતે વિચારી લીધું કે હું એ ગુલદસતામાં બોમ્બ મૂકી દેવા? આવા શિક્ષક ને તો હું મારી શાળામાં પણ નહી રાખી શકું.'
રાહુલઅન્ના પ્રિન્સિપાલને કહે છે કે 'હું જતો રહું છું પરંતુ મારી એક યુક્તિ છે તે તમે સાંભળી લો. તમે કાવતરું ઘડો. જે નવમા ધોરણમાં પાસ થયા હતા તે અચાનક આમ કઈ રીતે પાસ થયા હતા તેની ખબર કાઢો અને તે દસમાની પરીક્ષા માં નહીં આવી શકે તે રીતના કોઈ પ્લાન બનાવો.
રાહુલ અન્નાની આ વાતથી દેવ પ્રભાવિત થઈ જાય છે અને તે નિયુક્તિ તમને પસંદ આવે છે અને તે અપનાવે છે.

ગીતા રાની સ્ટાફરૂમમાં બેઠી હોય છે કે રાકેશ પાછો આવે છે અને આ વખતે રાકેશ ગીતારાનીને કહેવા લાગે છે કે "છોકરીનો હાથ માનવો તે છોકરા માટે જરૂરી હોય છે તેથી હાથ મા કે પછી છોકરી લગ્ન કરવાની હા પાડે છે તે હું તમારો હાથ માંગવા આવ્યો છું" ગીતા રાની ને મનમાં થોડો ગુસ્સો આવે છે પરંતુ તે પ્રેમથી કહે છે કે હવે તારા વાલીઓને મારે ફરિયાદ કરવી પડશે માટે રાકેશ કેhવા લાગે છે કે અને એવું કહેવાનું નથી. અને ગીતા રાની મનમાં કહે છે 'બદમાશ કહી કા.'
ઘરે આવીને ગીતા રાની તેના પિતાને આ બધી વાત જણાવે છે કે કહે છે કે રાકેશ આમ એની પાસે આવી ગયું હતું તેના પિતા તેને કહેવા લાગે છે કે "મેં તો તને ક્યારેયનું કહી દીધું હતું કે તારે લગ્ન કરી લેવા જોઈએ તે છોકરાએ આજે આવીને તને જાણ કરી દીધું કે છોકરાએ સારો સંકેત આપ્યો છે હવે તારે લગ્ન કરી લેવા જોઈએ."
ગીતા રાની તેના પિતાને કહે છે "તમે સુઈ જાઓ ગુડ નાઈટ" તેના પિતા કહે છે કે "આમ તું મને દર વખતે ચૂપ જ કરાવી દે છે."

સવાર પડતાં જ ગીતા રાની જુએ છે કે તેના પિતાજી દસ વાગ્યે પણ પથારી થી ઉઠ્યા નથી તે તેના પિતાજી નો હાથ પકડી ને જુએ છે તો તેને લાગે છે કે હાથ ખૂબ ઠંડો થઈ ગયો છે તેમને તેની આ વાતની કઈ અસમંજસ લાગતા તે ડોક્ટર ને ફોન કરી ને બોલાવે છે ડોક્ટર ક્યાં આવીને કહે છે કે આ તેમની મોત તો બે કલાક પહેલાં થઈ ગઈ હતી.
ગીતા રાની બધું ભૂતકાળનું યાદ કરે છે કેવી રીતે તે નાની હતી ત્યારે તેના પિતાજી તેને ખવાડવા લઈ જતા હતા.

ગીતા રાની તેના પિતાજી ની વિધિ પૂર્ણ કરીને તરત શાળામાં આવે છે કેમકે તેને તેના પછીના દિવસે બોર્ડ એક્ઝામ ની તૈયારી કરવાની હોય છે.  તેની શાળાના બીજા શિક્ષકો મનમાં ને મનમાં એવું બગડે છે કે કેવી શિક્ષિકા છે પોતાના પિતાજીને મળ્યા અને 12 કલાક પણ થયા નથી અને શાળામાં દોડી આવી ત્યાં જ વૃદ્ધ શિક્ષકા, ગીતારાની તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હોય છે.
ગીતા રાની કે બુદ્ધ શિક્ષિકા પાસે આવે છે અને રડમસ થઇ જાય છે વૃદ્ધ શિક્ષિકા કહે છે કે પોતાના સંબંધીઓને ખોવા ખૂબ ખૂબ અણધાર્યું સમાન છે મારે એક દુર્ઘટનામાં મારો દીકરો પણ મૃત્યુ પામ્યો હતો તેની મૃત્યુ કાર એક્સિડન્ટમાં થઈ હતી તે પણ તમારી જેમ એમએસસી, મેએડ થઈને એક સારો શિક્ષક બન્યું હતું ગીતા રાની  કહે કે તેનું નામ સુરેશ હતું? તેને હું ઓળખું છું અને સારી રીતે એકબીજાને ઓળખતા હતા સાથે જ કોલેજ કરી હતી અમે એકબીજાને પ્રેમ કરતા હતા અને લગ્ન કરવાના હતા. 

બીજે દિવસે સવારે ગીતા રાની આવે છે અને વેકેશન ચાલતા હોય છે ત્યાં તેને વૃદ્ધ શિક્ષિકા મળે છે અને વૃદ્દ કહે છે કે આજે મારે નિવૃત્તિનો દિવસ છે પરંતુ આ શાળાનું વેકેશન હોવાથી મારો નિવૃત્તિનો ફંકશન થવો શક્ય નથી.

પછીના દિવસે બોર્ડ એક્ઝામ શરૂ થાય છે ત્યાં ગીતા રાની  બેઠા હોય છે. શાળામાં પેપર આવવામા ખૂબ મોડું થઈ જાય છે અડધો કલાક મોડો આવે છે. પેપર મોડા આવ્યા હોવાથી તે  બહારથી આવેલા સુપરવાઇઝર વિદ્યાર્થીઓને એવું જણાવે છે કે તમને પેપર પત્યા પછી વધારાની દસ મીનીટ આપવામાં આવશે.

ત્યાં એટલામાં જ પોલીસ અધિકારીઓ  ગીતાને ધરપકડ કરવા આવે છે પોલીસ અધિકારી જણાવે છે કે તમારી ઉપર મુકદમો ચલાવવામાં આવ્યો છે તેથી તમારે બે દિવસ અમારે તાબા હેઠળ રહેવું પડશે જે કે જ્યાં સુધી બોર્ડ પરીક્ષા પૂરી ન થઇ જાય પરિણામના દિવસે વહેલી સવારે 9:30 વાગ્યે પરિણામ આવવાનું હોય છે તેના આગલા દિવસે વિદ્યાર્થીઓ અનશન પર પોલીસ ચોકીની સામે બેસી જાય છે તેઓ કહે છે કે ગીતા રાની અમારા પ્રિન્સિપાલ છે. તે નિર્દોષ છે તેમની ઉપર સજા ન કરો. ગીતા રાની તેમની પુરવામાં આવેલી હવાલદાર મહિલાનો ફોન લે છે અને કહે છે કે તમે કાલે સવારે મને 9:30 તમારો ફોન આપજો, ના આપી શકતા હોય તો તમારા કોમ્પ્યુટરમાં અમારા છોકરાઓ નું પરિણામ જરૂરથી જોજો. 

police પણ એવું વિચારે છે કે તેમની કલેકટરની મંજૂરી મળી જાય તો આવી અનશન પર બેઠેલા ઓ ની સામે લાઠીચાર્જ ચલાવે પરંતુ કાલે ત્યાં ખાનગી શાળાના પ્રિન્સિપાલ આવે છે અને કેવા લાગે છે કે એવું કંઈ થવાનું નથી કેમ કે કલેકટરથી ગીતા રાની સાથે મળેલા છે.

10:00 વાગ્યા હોય છે ત્યાં  બેઠેલા માંથી એક વિદ્યાર્થી પોતાનું પિતાજીનો ફોન લઈને પરિણામ છેક કરવા લાગે છે અને તે કહેવા લાગે છે કે હું પાસ થઈ ગયો છું અને વિશાખા અને અભિનદ પણ પોતાનું પરિણામ જાહેર કરી દે છે તેઓ પાસ થયા. આમ, 49 માંથી 47 વિદ્યાર્થીઓ પાસ થઈ જાય છે. 

આવું સારું પરિણામ આવતાં જ કલેકટરશ્રી મિટિંગ બોલાવીને થયેલો મુકદમો ફેલ જાહેર કરે છે અને ગીતા રાની ને છોડી મૂકે છે