Jivan ae Koi Parikatha nathi - 3 in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | જીવન એ કોઈ પરીકથા નથી - 3

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

જીવન એ કોઈ પરીકથા નથી - 3

"જીવન એ કોઈ પરીકથા નથી"

( ભાગ -૩)


સમીરને એની મમ્મી યાદ આવે છે..
મમ્મી એટલે મમ્મી..
મમ્મી પાસેથી બહુ શીખવા મળે.

મમ્મીએ પહેલી નજરમાં જ નમિતાને પારખી લીધી હતી પણ મને કહ્યું નહોતું.
કેવી રીતે કહે.. મહેમાનો ઘરમાં આવી ગયા હતા.
જાય એટલે મમ્મી મનનો ઉભરો ઠાલવશે.

મમ્મી ના કહ્યા મુજબ ડાહ્યો ડમરો બનીને હું નમિતાને બીજી રૂમમાં લઈ ગયો.

વાતચીતનો આરંભ થયો..
પણ મારે તો જે વાતચીત થઈ હતી એ મમ્મીને જ કહેવી હતી.
એટલે શું વાત કરી એ પછી કહીશ..

અમે બંને વાતચીત કરીને બહાર આવતા હતા ત્યારે પરેશભાઈ ખુશ ખુશ દેખાતા હતા.ને નાસ્તો ઝાપટતા હતા.
પરેશભાઈ બોલ્યા... રમાબહેન આ નાસ્તો ઘરે બનાવ્યો છે કે બજારમાંથી.. બહુ સરસ છે એમ થાય છે કે હું જ પતાવું.

મારા મનમાં થયું કે તમે મારો કેસ પતાવવા જ આવ્યા છો પણ એમ કંઈ તમે સક્સેસ થવાના નથી.
આવતીકાલે જે જવાબ મમ્મી કહેશે એ પછી નિરાશ થઈ જવાના.

મમ્મીએ કહ્યું કે નાસ્તો ઘરનો જ છે. 

નરેશભાઈ બોલ્યા..તો મારી નમિતાને શીખવાડજો. એને હજુ ગેસ ચાલુ કરતાં પણ બીક લાગે છે.

પતી ગયું...જે હું મમ્મીને કહેવાનો હતો એ નમિતાના પપ્પા બોલી ગયા.

હાશ.. મને શાંતિ મળી.
મને ખાવાનો શોખ..ને આ છોકરીને રાંધતા પણ નહોતું આવડતું. એ બોલતી જ નહોતી પણ મેં પૂછ્યું કે મમરા વઘારતા આવડે છે? સેવ મમરા મારો ફેવરીટ નાસ્તો.
ને નમિતા બોલી..સેવ મમરા ખવાતા હોય? ને એ માથાકુટ કોણ કરે. આપણે તો મોર્નિંગ નાસ્તો તૈયાર મંગાવી લેવાનો.

મને થયું કે રોજ રોજ બહારનું ખાવા વાળી લાગે છે.
પણ તને દાળ ભાત આવડે છે?

તો કહે મમ્મી છે જ. ને મમ્મીની ઉંમર પ્રમાણે આરામ કરવો હોય તો મહારાજ બે ટાઈમ જમવાનું બનાવશે.
બસ એને માપી લીધી હતી.


ભૂલમાં ને ભૂલમાં પરેશભાઈ બોલી ગયા.
બહુ બોલકા.. બીજાને બોલવા જ ના દે.

આ નમિતા માટે હું ત્રીજો મૂરતિયો જોવા લાવ્યો છું. નરેશભાઈને મારા વગર ચાલે જ નહીં.
પહેલા બે જણાને અમે જ રિજેક્ટ કર્યા હતા.
અમારી નમિતાને ગમ્યાં જ નહીં.

મારી નજર નમિતા તરફ પડી.
ને એની આંખો ફરકી.
ઓહ..આ શું? એણે મારી સામે જોઈને આંખ મારી?
ના..ના.. કોઈ છોકરી આવું ના કર. મારે જોવામાં ભૂલ થઈ હશે કે પછી નમિતાની આંખોમાં દોષ હશે.

મારું ધ્યાન નમિતાની આંખો સામે ગયું જ નહોતું.

નમિતા એ એના કાકાના કાનમાં કંઈક કહ્યું.
પરેશભાઈ હસી પડ્યા.

છોકરો ડાહ્યો છે. બહુ ઓછું બોલે છે ને આજ્ઞાંકિત છે. મને ઓછું બોલતી વ્યક્તિ જ ગમે.

પતી ગયું...

નમિતા સાથેની વાતચીતમાં નમિતાએ કહ્યું હતું કે બહુ છોકરાઓના બાયોડેટા જોયા હતા. ને અગાઉ બે સાથે મુલાકાત ગોઠવી હતી. પણ આપણને ફાવવુ જોઈએ ને! તમે ત્રીજા છો.. જો જો ના ન પાડતા.. હું ૨૮ ની થઈ છું. તમે ના પાડશો તો હું કુંવારી રહી જવાની.
એની આંખોમાં જાણે દયાના ભાવ હોય એમ દેખાતું હતું.
એણે તરત જ મારો હાથ પકડી લીધો..
તો હું પસંદ છું ને!

પહેલી વખત કોઈ છોકરીનો હાથ મારા હાથમાં હતો.
સોરી. કોઈ છોકરીએ મારો હાથ એના હાથમાં લીધો હતો.

જ્યાં મન માનતું ના હોય પછી શું..
એ વખતે કહેવાય એવું નહોતું.

જીવનમાં કેવા કેવા અનુભવો થવાના છે એ ખબર નથી.
પહેલાનો જમાનો સારો હતો.
વડિલો ૧૮ વર્ષ પછી છોકરી કે છોકરો જોવાનું શરૂ કરે.
૨૧ વર્ષે તો લગ્ન..એ પણ વડિલો બતાવે એની સાથે.
છતાં પણ ક્યાં છુટાછેડાના કેસ થતાં હતાં.
ને અત્યારે પોતાની પસંદગી ને પોતે જ ચાર પાંચ વર્ષમાં છુટાછેડા આપે.
સહનશીલતા ગુમાવી દીધી છે?

તો આખરે મહેમાનો વિદાય થયા.
મમ્મીએ કહ્યું કે સમીરને પૂછીને પછી જણાવીશ.

બીજા દિવસે સવારે મમ્મીએ નરેશભાઈને ફોન કરીને ના પાડી દીધી.
સામેથી નરેશભાઈ પણ બોલ્યા કે અમને પણ તમારો છોકરો ના ગમ્યો. અમારા તરફથી ના છે.
હાશ..
પહેલો અનુભવ..જીવનની શરૂઆત.. અનુભવના જીવનની.
હજુ જીવનમાં ઘણું જોવાનું બાકી છે.

બીજા દિવસે મમ્મીએ કહ્યું કે તું પરીકથા ક્યારે લખવાનો છે?

મેં સ્પષ્ટ ના પાડી દીધી.
મમ્મીએ કહ્યું કે પરીકથા લખાય. લખવામાં વાંધો નથી.પણ ખોટા સ્વપ્નમાં વિહાર કરાય નહીં.
હશે..આવતી કાલથી બીજો પ્રયાસ છોકરી જોવાનો.
તારા મામા બાયોડેટા મોકલવાના છે.
( સમીરના જીવનમાં કોણ પ્રવેશ કરશે? પરીકથામાં રહેતો સમીર જીવનમાં શું શીખશે?)
- કૌશિક દવે