Who fulfill lost of life ? in Gujarati Motivational Stories by Dr Hiral Brahmkshatriya books and stories PDF | જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં, બંને ક્લિનિકમાં આવતાની સાથે ખૂબ રડ્યા બંનેનું મન થોડું હળવું થયું પછી વાતની શરૂઆત કરી. વાત એમ હતી તાજેતરમાં આધ્યાએ એના પિતા ગુમાવ્યા હતા, આધ્યાની ઉંમર 9 વર્ષ. આ આખી ઘટનાને ઝીરવવી અને જીવનની ગાડી આગળ ધપાવવી આઘ્યા અને એના મમ્મી બંને માટે મુશ્કેલ હતી. સામાન્ય સંજોગોમાં સ્વજનના ગુમાવ્યા પછીના આ પાંચ તબ્બકાઓમાંથી આપણે પસાર થતાં હોઈએ છીએ.
1. અસ્વીકાર (Denial) : પ્રિયજન કે સ્વજનને ગુમાવ્યાના સમાચાર સાંભળીને આઘાત ઝીરવાતો નથી, આખી વાત અને ઘટના પર અવિશ્વાસ થાય છે, ખાસ કરીને જ્યારે મૃત્યુના સમાચાર અણધાર્યા અને અચાનક આવ્યા હોય.
2. ગુસ્સો/ક્રોધ (Anger) : સ્વજનનું આમ અચાનક આપણા જીવનમાંથી ચાલ્યાં જવું, એ ક્રોધ અને ગુસ્સો ઉત્પન્ન કરે છે ખાસ કરીને કુદરત/ઇશ્વર પર. 
3. ભાવતાલ (Bargaining) : બીજા તબ્બકાને પાર કર્યા પછી આપણે ઈશ્વર સાથે થોડી લેવડદેવડ કરવાની કોશિશ કરીએ છીએ અને મનોમન ઈચ્છીએ છીએ કે આ ભૂતકાળની ક્ષણ ભૂંસીને નવી ક્ષણ રચવાની આપણે આપણને એક તક મળે.
4. હતાશા ( Depression) : પછી અતિશય પીડા અને તીવ્ર નિરાશાનો તબક્કો આવે છે, જેમાં આપણે ગુમાવેલી વ્યકિત આપણી સાથે નથી અને હવે ફરી ક્યારેય એ વ્યક્તિને જોઈ નથી શકવાના એ વસવસો ડૂમો બનીને અંતરમન કોરી ખાઈ છે.
5. સ્વીકાર (Acceptance) : છેલ્લા તબક્કામાં હકીકત સ્વીકારીને એ વ્યકિત વિના જીવન જીવવાનું ધીરે ધીરે શીખી જઈએ છીએ.
પણ ઘણી વાર અચાનક આવેલ આઘાતને સહન કરવા માટે આપણું મન અને મગજ તૈયાર હોતું નથી. અને ત્યારે જે માનસિક સ્થિતિ સર્જાય છે, તેને PTSD ( Post Traumatic Stress Disorder) અને જટિલ શોક (Complicated Grief) તરીકે ઓળખવામાં આવે છે. આ કેસમાં આધ્યાની સ્થિતિ કંઇક આવી જ હતી. એક કાર અકસ્માતમાં 38 વર્ષની વ્યક્તિનું મૃત્યુ એ ઘટના અતિશય પીડા આપનારી છે જ. અને એ જ્યારે તમારા પિતા હોય ત્યારે એ આખી ઘટના કીડી માથે આભ જેવી લાગે.
આધ્યા અને તેના મમ્મી મધુબેનનું લગભગ 18 મહિનાઓ સુધી ટ્રીટમેન્ટ ચાલી, થેરાપી સેશન્સ થયા, CBT ( Cognitive Behavioral Therapy) અને નરેટિવ થેરાપીનો ઉપયોગ કરવામાં આવ્યો અને ગ્રુપ સપોર્ટ પણ પૂરો પાડવામાં આવ્યો, એના પછી હવે ધીરે ધીરે બંનેનું નોર્મલ જીવનમાં ગોઠવાયા છે.નાની ઉંમરે સ્વજન/પ્રિયજનને ગુમાવી દેવાની ઘટના જીવનભરનો આઘાત આપીને જાય એ વાતને ઝૂંટવી ન શકીએ, આધ્યા અને મધુબેન જેવા અસંખ્ય લોકો હશે જે જીવનની આ ઘટનાને સ્વીકારીને નવેસરથી જીવન જીવતા શીખતા હશે, અને સમય સાથે સ્વસ્થ પણ થઈ જતાં હશે. એ દરેક વ્યક્તિને ઇશ્વર હિંમત આપે! પણ મારે વાત કંઇક અલગ કરવી છે એક સૂચન છે એ દરેક વ્યક્તિને જે જીવનને અને ખાસ કરીને પોતાની ' શારીરિક અને માનસિક હેલ્થ ' ને ટેકન ફોર ગ્રાન્ટેડ લે છે. કેટલાંક આંકડાઓ જુઓ તો અઘ્ધધ, તમારી આંખો પહોળી થઈ જશે. Ministry of road transport and highway ના national crime records bureau (NCRB) ના 2021ના રિપોર્ટ અનુસાર 1,50,000 લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે હર્દય રોગના કારણે દર વર્ષે 3 મિલિયન (30 લાખ) લોકો, COPD ( Chronic Obstructive Pulmonary Disease ના કારણે અંદાજિત 10 લાખ લોકો જીવ ગુમાવે છે, કેન્સર અને બીજા અન્ય રોગોથી મૃત્યુ પામનારા લોકોનો આંકડો લાખોની સંખ્યામાં જ છે. શાસ્ત્રો અને પુરાણોની વાતો મુજબ હશે કદાચ આપણા શ્વાસો પહેલેથી જ નક્કી થયેલા પરંતુ એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ તરીકે હંમેશા મને પ્રશ્ન થાય, કે આપણા સમાજમાં કેટલીક વસ્તુઓ/સિસ્ટમની તાતી જરૂર છે, જેના કારણે જીવન લાંબુ થશે કે નહીં પણ જીવનની ગુણવતા તો ચોક્કસ સુધરશે. અને આ કેટલાંક આયામો જો આપણે વહેલી તકે લાગુ પાડી શકીએ તો કદાચ આપણા સમાજની છબી વધુ ઉજળી બનાવી શકીએ. આ સાથે તમે શું વિચારો છો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો.

1. સ્વાર્થીપણું: દરેકેદરેક વ્યક્તિએ પોતાની સેહત માટે સ્વાર્થી બનતા શીખી જાય તો કેટલું સરસ! કોઈ પણ જાતના બહાના, કારણો કે સામાજિક જવબદારીઓમાં અટવાયા વગર દિવસની એક કલાક શરીર માટે. ચાલવાનું, દોડવાનું, કસરત કરવાની, કોઈ પણ જાતની શારિરિક કસરત અને દસ મિનિટનું ધ્યાન. કેટલાક હજાર રૂપિયાના ફોનને સાચવવા કવર અને ટફન ગ્લાસ નખાવીએ છીએ, તો આપણું શરીર અને મન મામૂલી છે ? જેને ગમે તે રીતે ટ્રિટ કરીએ ? કોઈપણ ભોગે તાત્કાલિક ધોરણે જીવનમાં નિયમિત રીતે હળવી કસરત ઉમેરીને આપણી જાત માટે આટલું સ્વાર્થી બનવું તો આપણેને પરવડે, ખરું કે નહિ ?
2. જંક ફૂડ એ જંક જ છે: કમાવાની લાયમાં, સમય બચાવાની દોડમાં કે જીભના ચટકારા માટે જે રીતે અને જેટલી માત્રામાં આપણે ફાસ્ટફૂડ ખાઈ રહ્યા છીએ, ત્યારે એ સમજવું અતિ આવશ્યક છે કે આ કેટલી અને કેવી રીતે આપણા શરીરને પોષણ આપશે ? ચીઝના ઢગલા અને બટરથી લદાયેલા ખોરાકની આપણે ખરેખર જરૂર છે ? આજના સ્વીચ અને ટેકનોલોજીની સગવડ સજ્જ એવી સોસાયટીમાં જ્યારે આપણે ગોઠવાયેલા છીએ ત્યારે આ નીતરતી કેલેરી ભરેલો ખોરાક આપણે પચાવી શકીશું ?
3. ટેકનોલોજી અને સ્ક્રીન ટાઈમ : કામને લઈને કે પછી શોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાના ચક્કરમાં દિવસની લગભગ ૧/૩ કલાકો સ્ક્રીન ઉપર ખર્ચતી વખતે આપણે આપણા મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખીએ છીએ ? 'બ્લુ લાઈટ એકસ્પોઝર' કેટલું ખતરનાક છે એની જાણ આપણને છે ? રાત્રે સૂતા પહેલા અને સવારે જાગીને પહેલો સંપર્ક સ્ક્રીનનો કરીએ છીએ ત્યારે આપણા ઊંઘની નિયમિતતા અને શરીરના આવગોમાં તણાવ ઊભો થાય છે, અને જે ઘણા બધા રોગોને નોતરે છે. તો શું આપણે એટલી કાળજી ન રાખી શકીએ કે, આપણે ટેકનોલોજી વાપરીએ, નહિ કે ટેકનોલોજી દ્વારા આપડે વપરાતા જઈએ અને ખર્ચાતા જઈએ!
4. વાહન ચલાવો એ પહેલા ચલાવતા શીખો : નાની ઉંમરે કે 18 વર્ષ પછી કોઈ પણ વાહન ચલાવો તો એને શાંતિથી શીખો, ટ્રાફિકના નિયમો અનુસરો, હેલ્મેટ અને સીટ બેલ્ટની અવગણના ન કરો અને સમયસર પહોંચવા ઘરેથી સમય પર નીકળતા શીખો નહિતર ઓવર સ્પીડીના ચક્કરમાં તમારે અથવા તો બીજા કોઈને કાયમ માટે જીવનની એકસિટ (exit) લેવી પડશે.
આ ત્રણ- ચાર પાસાંઓ જ મૃત્યુઆંક વધારે છે એવું નથી, બીજા ઘણા બધા પાસાંઓની ચોક્કસ ભૂમિકા છે જ, જેમકે, વારસાગત કારણો, પર્યાવરણલક્ષી કારણો, તમાકુ - દારૂનું સેવન, જીવન કે રોગને લઈને અસમજ અથવા તો ગરીબી. પરંતુ દરેક વ્યક્તિના હાથમાં એટલી તો શક્તિ છે જ કે આ ચાર પાસાંઓ પર તાત્કાલિક ધોરણે કામ કરી શકે. આ આર્ટિકલ ક્યાં સુધી અને કેટલા લોકો સુધી પહોંચશે એ મને ખબર નથી પણ જેટલા સુધી પહોંચે એટલા લોકોને વિનંતી છે કે, પ્લીઝ પ્લીઝ પ્લીઝ, તમારી શારીરિક - માનસિક સ્વસ્થતાનું ધ્યાન રાખો. કેમકે તમારી અચાનક લીધેલ વિદાય, તમારા પરિવારને આજીવન કોરી ખાશે.

છેલ્લો કોળિયો: એક બાળક શાળાની સ્વાધ્યાયપોથીની ખાલી જગ્યા પૂરવા માટેનો ઉકેલ શોધી લેશે, પણ પરિવારમાંથી ગુમાવેલ વ્યક્તિની ખાલી જગ્યા કોઈ ક્યારેય પૂરી નહિ શકે, તો તમે તમને જરૂર સાચવજો. 
- હિરલ