A true relative of mine! in Gujarati Motivational Stories by GIRISH PARMAR books and stories PDF | સાચો સગો મારો શામળિયો!

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સાચો સગો મારો શામળિયો!

' સ્વામીજી, કોઈ ભાઈ આપને મળવા આવ્યા છે.' 
પ્રૃફ-વાચનના કાર્ય માં રત બનેલા સ્વામીજી બોલ્યા : 'તમે તો જાણો છો કે લેખન-કાર્ય અને પ્રૃફ-વાચન વખતે હું કોઈ ને પણ મળતો નથી.' 
જવાબ આપીને સ્વામીજી પાછા પોતાના કામમાં પરોવાઈ ગયા. 
                   થોડીવાર પછી સંસ્થા નો માણસ ફરી થી ઉપર આવીને ઊભો રહ્યો. કાર્યરત સ્વામીજીને બોલાવવા ની એની હિમ્મત ન ચાલી. ' કામ વખતે કામ અને ઓછા માં ઓછો આરામ ' સૂત્ર સ્વામીજી ના જીવન-પટમા તાણાવાણા માફક વણાઈ ગયેલું. પણ કાર્યકર ભાઈ ની દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ હતી. એટલે સ્વામીજી પ્રૃફ-વાચન માંથી દ્રષ્ટિ ખસેડી, પોતાની સામું જૂવે એની પ્રતિક્ષા માં એક ખૂણે ઊભા રહ્યા.
                      આમને આમ દસેક મિનિટ વીતી ગઈ એટલે સ્વામીજી નું ધ્યાન એના તરફ ગયું. પ્રશ્નસૂચક દ્રષ્ટિ એ ભાઈ સામે બરાબર ની નોંધાઈ ગઈ.
કાર્યકરભાઈ વિનયપૂર્વક બોલ્યા : ' સ્વામીજી, આપને મળવા આવનાર ભાઈ આપના જ પુત્ર છે. '
' મારા પૂર્વાશ્રમના પુત્ર ને મળવાનું કંઈ જ પ્રયોજન નથી. એમને કહો કે સ્વામીજી તમને મળી શકશે નહીં. '
આટલું  બોલીને સ્વામીજી તો ફરીથી કાર્ય માં રત થઈ ગયા.
પેલા કાર્યકર ભાઈ સ્વામીજી નો સંદેશો લઈને ફરી પાછા નીચે ગયા અને થોડી વારમાં પાછા ફર્યા.
સ્વામીજી ની નજર એમના પર પડતાં જરા ચિડાઈ ને બોલ્યા, ' મને હવે નિરાંતે કામ કરવા દો ! તમારી આવી નકામી અવરજવરથી પ્રૃફ-વાચનમા વિક્ષેપ પડે છે. '
કાર્યકર ભાઈ સ્વામીજી ને વિનંતી કરતાં બોલ્યા : ' હવે આપને વિક્ષેપ નહિ પડે. માત્ર આ એક જ વાર મારા સંદેશા પર આપ ધ્યાન આપશો તો આપની ખુબ જ ક્રૃપા થશે. આપે મુલાકાત આપવાની ના પાડી એટલે આપના પુત્ર નું મુખ સફેદ પૂણી જેવું થઈ ગયું. એમને ખૂબ જ આઘાત લાગ્યો છે. કરૂણ સ્વરે એમણે કહ્યું : ' એમાં મારો શો દોષ છે ! જન્મદાતા જનકના દર્શન કરવાની ભાવના ક્યાં સંતાન ને ન થાય. માત્ર પાંચ જ મિનિટ દર્શન કરવાની મને તક આપો. મારે એમની પાસે થી કંઈ જ જોઈતું નથી. એમનાં પુનિત દર્શન કરી, તરત જ પાછો ફરી જીઈશ. '
                પૂર્વાશ્રમના પુત્ર ની આ કરૂણાભરી લાગણી સાંભળી સ્વામીજી નું અંતર દ્રવી ગયું. ઘડીક તો થયું કે શું અત્યાર સુધી કરેલી કઠોર સાધના એળે જશે  !
                  પણ સ્વામીજી એ તરત જ પોતાની જાત ને સંભાળી લીધી. મક્કમ સ્વરે એ બોલ્યા : ' એ હું સમજું છું.પણ અમારી આંખો મળે તો મારૂં દિલ મારા વશમાં ન રહે. એ પણ બિચારો હૈયા નો સંચય ગુમાવી બેસે. એના કરતાં અમે બંને જણા એકબીજાને ન મળીએ એમાં જ અમારા બન્નેનું શુભ સમાયેલું છે. '
કાર્યકર્તા સ્વામીજી નો સંદેશો પહોંચાડવા પગથિયાં ઊતરવા માંડ્યા. જાણે કંઈ જ બન્યું ન હોય એમ, પ્રૃફ- વાંચન ના કામમાં સ્વામીજી પ્રવૃત્ત થઈ ગયા.
સ્વામીજી હતા ભિક્ષુ અખંડાનંદજી, અને પૂર્વાશ્રમના પુત્ર હતા મોતીલાલ ઠક્કર.

               ♥️🌹 રાઈ નો દાણો ♥️🌹
                  ઈતિહાસ માં એક સુંદર દ્રષ્ટાંત જોવા મળે છે : ' રાઈનો દાણો સાવ નાનો હોય છે એક ખેડૂતે આ નાનકડા રાઈના દાણા ને પોતાના ખેતરમાં વાવ્યો. ધીમે ધીમે આ રાઈનો દાણો મોટા છોડ રૂપે ખેતરમાં લહેરાવા લાગ્યો.
                 એની ઉપર ઊગેલા પીળા ધરખમ જેવાં પુષ્પો થી વગડો પ્રસન્ન બની જાય છે, વાતાવરણ મહેંકી ઊઠે છે.
એવી જ રીતે, કોઈ પણ બી ચપટીમાં પકડાય એવડું નાનકડું જ હોય છે. પરંતુ પ્રભુ ની અનન્ય કૃપા થી એ બી જમીનમાં વાવવાથી ધીમે ધીમે છોડ અને પછી ઘેઘૂર વૃક્ષ નું રૂપ ધારણ કરે છે. આવા ઘટાટોપ વૃક્ષની લીલીછમ ડાળીઓ ઉપર પંખીઓ બેસે છે ને એનાં ફળ આરોગીને ક્ષુધા તૃપ્ત કરે છે. '