Conscientious founder in Gujarati Motivational Stories by GIRISH PARMAR books and stories PDF | સંનિષ્ઠ સંસ્થાપક

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંનિષ્ઠ સંસ્થાપક

' સ્વામીજી કામ લેવામાં ખુબ જ કડક છે, હો! '
સંસ્થા માં કામ કરતો એક કર્મચારી હૈયાવરાળ કાઢતાં બોલ્યો.
બીજો કર્મચારી બોલ્યો : ' પણ પોતેય કેટલું બધું કામ ખેંચે છે ! કામ કરતી વખતે પોતાની તબિયત નોય ખ્યાલ રાખતા નથી. અને સખત કામ આપણી પાસે લ્યે છે એમાં એમની તો ભાવના આપણું ઘડતર કરવાની છે. હું તો જ્યારે કામથી કંટાળી ને એમની પાસે જતો ત્યારે મને એમના તરફ થી એક જ જવાબ મળતો :
' સતત પરિશ્રમ કરતા રહો, પુરુષાર્થ પરિશ્રમ જીવન સિધ્ધિ નાં સોપાન છે. '
' પણ આપણે કોઈ કામ ખૂબ જ સરસ કર્યું હોય તો એ કામનાં વખાણ પણ કરતા નથી. સૌને બે બોલ જશના સાંભળવાની પણ ઈચ્છા થાય ને! '
' ભાઈ, આપણે છીએ  અધકચરા. અધકચરા માણસો થોડાંક વખાણ થી ફૂલાઈ ને ફાળકો થઈ જાય. પછી તો સૂંઠને ગાંગડે ગાંધી થઈ જઈને આપણે અભિમાન ના નશામાં  ચકચૂર બની જઈએ. આપણી આ નબળાઈ સ્વામીજી સારી રીતે જાણે છે અને એટલે જ આપણા વખાણ આપણે મોંઢે કદિયે કરતા નથી. વખાણી ખિચડી દાતે વળગવાની એમને મોટી દહેશત રહે છે. '
આ બંન્ને કર્મચારીઓ મૂક્ત મને ચર્ચા કરી રહ્યા હતા ત્યાં જ ત્રીજા કર્મચારી ભાઈ ત્યાં આવી, એમની સાથે ચર્ચા માં ભળ્યા. હૈયા બળાપો કાઢતા બોલ્યા :
' સ્વામીજી પગાર બહુ જ ઓછો આપે છે. આટલા ટૂંકા પગારમાં પોતાનો તેમજ પરિવારનો પેટગુજારો કઈ રીતે થાય ? '
                 બીજો કર્મચારી બોલ્યો : 'ભાઈ, સ્વામીજી ને સમજવા માં તમે મોટી ભૂલ કરી રહ્યા છો. સંસ્થાની સ્થાપના વખતે જ સ્વામીજી એ નિર્ણય કર્યો હતો કે આ સંસ્થાને ઓછા માં ઓછા ખર્ચે ચલાવવી. કાગળ, કંપોઝ, છપાઈ, ટાઈટલ ને બાઈન્ડીગ ખર્ચ કર્યા પછી એની વ્યવસ્થા પાછળ ઓછા માં ઓછો ખર્ચ કરવો. લગભગ પડતર કિંમતે ગ્રાહક પાસે પૂસ્તક પહોંચાડવું હોય તો કર્મચારી પણ સેવાભાવી જ રાખવા. અમે સૌ તો સ્વામીજીની આ સદ્ભાવનાથી આકર્ષાઈને આ સંસ્થા માં જોડાયા છીએ. ઊંચો દરમાયો મેળવવો હોય તો બીજી વેપારી પેઢીમાં કે મબલખ નફો રળતા પૂસ્તક વિક્રેતા ને ત્યાં નોકરીએ લાગી જાવ. '
              પહેલો કર્મચારી બોલ્યો : ' ભાઈ, તમે તો હમણાં નોકરીમાં નવા નવા દાખલ થયા છો, એટલે સ્વામીજી વિશે તમે ખૂબ જ ઓછું જાણતા હો. તમને કદાચ એ વાતની ખબર નહીં હોય, કે સ્વામીજી માસિક પંદર રૂપિયામાં જ પોતાના જીવનનો ગુજારો કરે છે. પંદર રૂપિયામાં કરકસર કરીને ચલાવે છે. સંસ્થાના કોઈ સભ્યને ત્યાં જમવા જાય તો પણ પૈસા પહેલા આપ્યા વિના જમતા નથી. સંસ્થાના સભ્યો ને એમના આ વર્તન થી ખૂબ જ દુ:એ થાય છે; પણ સ્વામીજીના આગ્રહ પાસે એમને ય નમતું મુકવું પડે છે , પૈસા ન લ્યે તો સ્વામીજી એમને ત્યાં જમવા જવાનું જ બંધ કરી દે છે. '
' અત્યારે મને એક વાત યાદ આવી ગઈ. ' બીજો કર્મચારી બોલ્યો : ' હું તમને નામ નથી આપતો, પણ આપણે ત્યાં સંસ્થાના પ્રારંભથી જ કામ કરતા એક કર્મચારીને અપાતો પગાર સ્વામીજીને મન ઓછો પડ્યો. સ્વામીજી ને લાગ્યું કે એ ભાઈને જીવનનિર્વાહ ચલાવવા માં તૂટ પડતી લાગે છે. એટલે એમને માસિક પાંચ રૂપિયા વધારે આપવા માંડ્યા. સંસ્થા પર આ બોજો ન પડે એ શુભ હેતુથી સ્વામીજી આ રકમ એક સજ્જન પાસે થી પરબારી જ મેળવી લેતા. ' 
           ' પેલા કર્મચારી ભાઈ ને આ વાતની ખબર પડી. એ ભાઈ ખુબ જ સ્વમાની હતા. સંસ્થા ને ચરણે પોતાની જાત સોંપી દીધી હતી. પણ આ વાતની એમને જાણ થઈ ત્યારે બે વર્ષ વિતી ગયા હતાં. એ મહીના થી વધારાના પાંચ રૂપિયા સ્વિકારવાની એમણે સવિનય ના પાડી. અને એમની પાસે એ રૂપિયા બચતના ખાતામાં જમા છે, એની સ્વામીજીને પ્રતીતિ કરાવી , રૂ. - ૧૨૦/- સ્વામીજીને ચરણે સાદર ધરી દીધા.
                      સ્વામીજી વિચાર માં પડી ગયા. : આ રકમ નો હવે શો ઉપયોગ કરવો? સંસ્થા ને સમૃદ્ધ સાહિત્ય ની દેણ કરનારા સ્વર્ગસ્થ સાહિત્યકાર ની વિધવા પત્ની નો ચહેરો એમની નજર સામે તરવરી રહ્યો .
એ ને એ જ વખતે, એ રકમ એ વિધવા બહેન ને ત્યાં પહોંચતી કરી દીધી.
આવડી મોટી અણધારી રકમ હાથમાં આવતાં જ એ વિધવા બહેનની આંખમાં હર્ષના અશ્રુ આવી ગયા. 
એ સ્વામીજી હતા સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય ના સંનિષ્ઠ સંસ્થાપક ભિક્ષુ અખંડાનંદજી.