Bhitarman - 51 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 51

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભીતરમન - 51

હું સમયની સાથે ધીરે ધીરે મા વિનાનું જીવન જીવતો થઈ ગયો હતો! બાળકોની જવાબદારી મારા ઉપર પણ ઘણી ખરી આવી ગઈ હતી. તુલસીને ત્રણ મહિના સુધી ઘરનુ બધું જ કામ બંધાવી દીધું હતું. રસોઈ મોટા ફઈ રોકાયા હતા તો એ કરી આપતા હતા. ત્રણ મહિના બાદ અંદાજે એક વર્ષ સુધી તુલસીની માએ ખૂબ સાથ આપીને અમારો આ સમય સાચવી આપ્યો હતો.

બાપુનાં મૃત્યુ થયા બાદ અમે ગામડાનું ઘર છોડ્યું હતું અને માના મૃત્યુ થયા બાદ જામનગર છોડી દીધું હતું. કારણ કે, માના દેહાંત બાદ જામનગર ગામથી જ મારું મન ઉઠી ગયું હતું! જામનગર છોડ્યા બાદ અમદાવાદના એક ખુબ સરસ એરિયામાં એક લક્ઝુરીયસ ફ્લેટ લઈ લીધો હતો. બંને બાળકોનું સ્કૂલમાં એડમિશન લઈ લીધું હતું. રવિ હજી નાનો હતો આથી,  બંને બાળકો ગયા બાદ તુલસીનો સમય એની દેખરેખ માં જતો રહેતો હતો. હું મારા ધંધાના હિસાબે પહેલાની જેમ જ ખૂબ બહાર રહેતો હતો. તુલસી ખૂબ થાકી જતી હતી એકલા હાથે બાળકોની દેખરેખ એને ખૂબ અઘરી પડતી હતી! એ ઘણીવાર ગુસ્સામાં બોલતી પણ હતી કે, "હું કાયમ તમને કહું છું જેટલું છે એટલું પર્યાપ્ત છે તમે હવે ધંધામાં ઊંડા ઉતરો નહીં. મને ફક્ત તમારો સાથ જ જોઈએ છીએ!"

હું તુલસીની વાત સમજી શકતો હતો પણ આ ધંધામાં એકવાર પગ મૂકી દીધા બાદ ફરી એમાંથી છટકી શકાતું નથી. સમયની સાથે ઉલટાનો ધંધો વધુ વિસ્તૃત થવા લાગ્યો હતો. મારી અહીં અમદાવાદ શહેરમાં પણ ખૂબ નામના થઈ ગઈ હતી. અજાણી જગ્યાએ ઓછા સમયમાં હું ખૂબ આગળ વધી શક્યો હતો!

મારા જીવનમાં સમય સાથે ધીરે ધીરે એટલું બધું પરિવર્તન આવવા લાગ્યું કે, સાવ સામાન્ય જીવનશૈલી વાળા જીવનમાંથી ક્યારે આધુનિકતાનો રંગ અમને લાગી ગયો એની અમને ખુદને ખબર ન હતી. રવિ અને દીપ્તિ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા આથી એમની ચિંતા નહોતી! આદિત્ય ભણવામાં જરાય રુચી ધરાવતો ન હતો આથી એની મને સૌથી વધુ ચિંતા રહેતી હતી. હું એને ભણવાની બાબતે ખૂબ જ ટોકતો હતો એટલે એને મારી સાથે બિલકુલ મજા આવતી નહતી. એ તુલસીનો જ લાડલો બનીને કાયમ મારા ગુસ્સાથી છટકવાનો રસ્તો શોધી લેતો હતો. ભગવાનની દયાથી ઘરમાં લક્ષ્મીજી ખૂબ જ મહેરબાન હતા. આથી ક્યારેય કોઈ પણ કામ રૂપિયા બાબતે અટક્યું ન હતું.

તુલસી હંમેશા મને ટોકતી રહેતી હતી કે, તમે બાળકોને જરૂરિયાત કરતા વધારે મોઢે ચડાવો છો. આટલી નાની ઉંમરમાં એમને આટલા બધા રૂપિયાની શું જરૂર પડે? હું એમને મો માંગ્યા રૂપિયા આપી એમ સમજતો હતો કે, હું મારી એમના પ્રત્યેની પિતા તરીકેની ફરજ બધા જ પિતા કરતા સારી રીતે નિભાવુ છુ. હું હંમેશા મારી લાગણી રૂપિયા આપીને જતાવ્યા કરતો હતો. મને આટલી ઉંમરે પણ એ સમજાતું ન હતું કે, મારે મારો સમય પણ મારા સંતાનોને આપવો જરૂરી છે. તુલસી બધું સાચવી લેતી હતી, આથી મેં ક્યારેય પરિવારની કોઈ જવાબદારી મારે માથે લીધી ન હતી. હું એમ સમજતો કે પરિવારની લાગણી પણ રૂપિયાથી સંતોષી શકાય છે. એ મારી માન્યતા તદ્દન ખોટી હતી એ આજે મને સમજાય રહ્યું છે. મારા આ સ્વભાવના લીધે જ આદિત્યએ ક્યારે ખોટો રસ્તો અપનાવી લીધો એની મને ગંધ પણ આવી નહીં! તુલસી સતત ઘરમાં હોય તુલસીને બહારની દુનિયાની કંઈ જ ખબર રહેતી નહોતી. મારી વ્યસ્તતા અને તુલસીનું ઘરેલુ જીવન આદિત્યની પરવરીશમાં થોડી ઉણપ લાવ્યું હતું. મેં જવાન થતા બાળકની જરા પણ પરવા કે દરકાર રાખી નહોતી. એનું પરિણામ એ આવ્યું કે, આદિત્ય કેમ રૂપિયા ઝડપથી કમાવવા એ શીખી લીધું, પછી એ રસ્તો સાચો હોય કે ખોટો એની એને કોઈ જ ચિંતા ન હતી!


*********************************


"બાવલી એ વખતે જ તુલસીની એટલી નજીક આવી ગઈ હતી. " તેજાના શબ્દ મને ફરી વાસ્તવિકતામાં ખેંચી લાગ્યા હતા.

"હા સાચી વાત છે, એ સમયે બાવલીએ જેટલી દરકાર તુલસીની રાખી એટલી દરકાર ભાગ્યે જ કોઈ બહેન પણ રાખતું હશે! તુલસી ઘણીવાર બાવલીને ખૂબ જ યાદ કરતી હતી પણ અંતર એટલું બધું થઈ ગયું કે, મળવાનો પછી ક્યારેય સંજોગ થયો જ નહીં."

"હા મળવાનું ખૂબ જ મન થતું હતું પણ સંસારની માયાજાળમાં એક પછી એક જવાબદારી નિભાવવા માટે ક્યારેય પોતાના માટે જીવવાનો સમય જ ન મળ્યો! તું સાચું માનીશ... તુલસીના દેહાંત વખતે પણ મારું મન ખૂબ જ ખેંચાતું હતું કે, હું તને મળું, પણ એ સમયે વાતાવરણ એટલું બધું ખરાબ હતું કે, એક સ્થળેથી બીજા સ્થળે જવું શક્ય જ ન હતું! લોકબંદી બધી જગ્યાએ સરકારે લાગુ પાડી હતી. અને એ સમય પણ થોડો એવો ડરામણો હતો તેથી બાળકો માટેની ખૂબ ચિંતા થતી હતી, આથી પહેલી ફરજ પરિવાર માટે નિભાવવી એ યોગ્ય લાગ્યું, અને તને મળવા આવવાની ઈચ્છા મનની મનમાં જ રહી ગઈ હતી."આંખમાં સહેજ ભીનાશ સાથે અને સહેજ દુઃખી સ્વરે તેજાએ પોતાની લાચારી રજૂ કરી હતી.

"હા! એ દિવસો ખરેખર ખૂબ જ દુઃખદ દિવસો હતા. આજે પણ એ સમય યાદ આવે છે તો મનમાં કંપારી જાગી જાય છે. લોકો એકબીજાના સંપર્કમાં આવતા ખૂબ ડરતા હતા. એ કોરોનાકારના શરૂઆતના સમયમાં જ મારી તુલસી કુદરતે મારાથી છીનવી લીધી હતી."

મારી આંખ સામે એ વખતનો સમય ઉપસ્થિત થઈ ગયો હતો. મેં તેજાને હકીકત જણાવતા કહ્યું, "તુલસીને કોઈ જ બીમારી ન હતી, અડસઠ વર્ષની એની આવરદા એણે ખૂબ જ તંદુરસ્તીમાં વિતાવી હતી. હંમેશા ખુશ મિજાજ અને હકારાત્મક વિચાર ધરાવતી તુલસી ફક્ત બે જ દિવસની બીમારીમાં મૃત્યુ પામી હતી. કલ્પના બહારની ઘટના મારી સાથે ઘટી ગઈ હતી. થોડા દિવસથી એને શરદી રહેતી હતી, એ શરદી અચાનક છેલ્લા બે દિવસો દરમિયાન એના પર ખૂબ જ હાવી થઈ ગઈ હતી. અમે જેવા ઘરે ડોક્ટરને બોલાવ્યા કે, ડોક્ટરે તુલસીનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, જે ડોક્ટરના અનુમાન મુજબ પોઝિટિવ આવ્યો હતો. ઘરના પરિવારના લોકોને તુલસીથી દૂર રહેવાનું કહ્યું હતું મારા સિવાય કોઈ જ તુલસી પાસે આવતું ન હતું. અપૂર્વ હજી બે જ વર્ષનો થયો હતો, આથી પૂજાને તો ડોક્ટરે સખ્ત મનાઈ કરી હતી કે તમારે પેશન્ટના રૂમમાં પણ પ્રવેશ કરવો નહીં. અમારી હવેલી સીલ કરવામાં આવી હતી. મારું કામ એ કોરોનાકાળ દરમિયાન જ કરવાનું મેં બંધ કરી દીધું હતું! હું અને તુલસી હવે કાયમ સાથે જ હશું એ વિચારે તુલસી ખૂબ ખુશ થઈ રહી હતી! એ હરખમાં બોલતી પણ હતી કે સારું થયું ચાલો તમે તમારું આ બહાને કામ તો છોડ્યું! પણ એનો હરખ ખૂબ લાંબો સમય ચાલ્યો નહીં, થોડા જ દિવસોમાં એ આ સંસાર છોડીને જતી રહી હતી!" આટલું બોલતા મારાથી એક દર્દનું ડુસકુ છૂટી ગયું હતું!

"મારો તને એ કપરો સમય યાદ કરાવવાનો બિલકુલ આશ્રય ન હતો! આજે તારા જન્મદિવસે મેં તને ખૂબ દુઃખી કર્યો છે. એ બદલ હુ દિલગીર છુ!"

"ના ના બિલકુલ નહીં! તું તારા મન ઉપર જરાય ભાર રાખીશ નહીં. ઘણીવાર મનની વાત કહેવા માટે કોઈ પરિવારનો સદસ્ય મારી પાસે હાજર હોતો નથી, આજે તારી હાજરીથી હું ઘણી પેટ છૂટી વાત તારી સામે કરી રહ્યો છું. મને તુલસીની અને તુલસીની વાતો કરવાની ઘણી ઈચ્છા થાય, પણ એ વાતો કરવા માટે મારી સાથે મારી અને તુલસીની યાદ સિવાય કોઈ હોતું નથી! આજ તારી સાથે વાતો કરતા જ મારી તુલસી મારી સામે જીવંત થઈ ગઈ છે."લાગણીવશ થઈને બોલ્યો હતો.

કેવી હશે વિવેકના જન્મદિવસની સંધ્યા?બંને મિત્રો આ સમયને કેવી રીતે યાદગાર બનાવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏