Nitu - 46 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 46

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

નિતુ - પ્રકરણ 46

નિતુ : ૪૬ (ટાઈમ્સનું પુનરાવર્તન)



નિતુને મનાવતી વિદ્યા પોતાની સફળતા ઝંખી રહી હતી અને તેની પાસે તેનાંથી બચવાનો કોઈ રસ્તો વધ્યો નહોતો.

તેના ગાલ પર વિદ્યાનાં બંને હાથ રમી રહ્યા હતા. તે આ પરિસ્થિતિ માટે તૈય્યાર નથી એ વિદ્યા જાણી ગઈ એટલે તેને માનવવાનાં પ્રયત્નો થઈ રહ્યા. 

વિદ્યાનાં આ બદ ઈરાદાને રોકવા માટે નિતુને કશું સુજતુ નહતું. બસ માત્ર આંખો ભીંજાય ગઈ. તેના ચેહરા પર ફરતા હાથને પકડી તેણે વિદ્યાની આંખોમાં જોયું તો તેની આંખો એક પણ વખત ઝબક્યા વિના એને જ નિહાળી રહી હતી. 

વિદ્યા તેનો અણસાર પામી અને કહ્યું, "જે હોય તે મને ક્હે, હું છું ને!"

"એવું કશું નથી મેમ."

વિદ્યાએ આશાભરી નજરે અને ધીમા અવાજે કહ્યું, "એવું કશું નથી તો આજે મને ના નહિ કહેતી. બઉ રાહ જોઈ છે મેં તારી. પ્લીઝ, આજે હું તારી પાસેથી ના સાંભળવા નથી માંગતી."

"મેમ..."

તેની વાત સાંભળ્યા વિના વિદ્યા ઉભી થઈ ગઈ. એક પ્રેમી પોતાની પ્રેયસીને સાથ આપવા હાથ લંબાવે એ રીતે તેણે હાથ લંબાવ્યો. નિતુએ તેની સામે જોયું તો વિદ્યા ખીલી ઉઠી. નિતુએ નતમસ્તક થવું પડ્યું અને તેના હાથમાં પોતાનો હાથ રાખી દીધો. વિદ્યાએ એટલો કસીને પકડ્યો કે જાણે તે તેનો સાથ ગુમાવવા જ નહોતી માંગતી. તે આગળ ચાલ્યે જતી હતી અને પાછળ દિગ્મૂઢ બનીને તે તેના શબ્દો જીલી રહી હતી. વિદ્યા બોલતી હતી, "નિતુ! મેં જ્યારથી તને જોઈ છેને ત્યારથી હું સતત તારાં વિશે વિચારી રહી છું. તને ખબર છે? તારો આ સુંદર ચેહરો મારુ મન મોહી રહ્યો છે. તારા માટે મારો પ્રેમ સમયાંતરે થયેલો નથી. મને પહેલી નજરમાં જ તું પસંદ પડી ગયેલી."

તેનો હાથ પકડીને તેને ખેંચતી વિદ્યા તેને પોતાના રૂમ સુધી ઢસડી ગઈ. તમામ સુવિધાઓથી સજ્જ અને રોયલ લુક વાળો તેનો લકઝુરિયસ રૂમ હતો. અંદર પ્રવેશી તેણે દરવાજો બંધ કર્યો અને ફરી તેણે નિતુના બાવડાઓ પકડી આગળ કહ્યું, "આઈ એમ સો હેપ્પી કે આજે તું મારી સાથે છે."

નિતુ તેના એક એક શબ્દમાં તેની ખુશી જોઈ શકતી હતી. પરંતુ વિદ્યાનાં ઈરાદામાં શામિલ થવાનો તેને કોઈ રસ નહોતો. હકીકતમાં જો તેની ચાલેત તો તે તેને થપ્પડ મારીને ત્યાંથી ચાલી જવા તૈય્યાર હતી. પરંતુ હાલ તો તે તેના હાથ નીચે દબાયેલી હતી. તેનું લટકતું મુખ તેની નારાજગી વ્યક્ત કરતું હતું પણ વિદ્યા આજે તેની આ નારાજગીને બક્ષવા તૈય્યાર નહોતી. 

હથેળી વડે તેનું મુખ પોતાની તરફ કરી તે બોલી, "મને ખબર છે તું મારાંથી નારાજ હોઈશ, ને કેમ ના હોય? મેં બહુ સતાવી છેને. તું જ્યારે મને ના કહીને જતી ત્યારે મને કેટલી વેદના થતી એ તું નથી જાણતી. હું તને એક્સ્ટ્રા કામ આપતી જેથી તું વધારે સમય ઓફિસમાં રહે અને હું તને જોઈ શકું. ને એક તું ગાંડી, ઘરે જઈને કામ કરતી. સાચું કહું છું, તને હેરાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. તને તકલીફમાં જોઈને હું પણ તકલીફ અનુભવતી હતી. તું સામે હોવા છતાં મારાંથી દૂર હતી. હું તને કેમ સમજાવું કે એ ક્ષણો મેં કઈ રીતે પસાર કરી છે. હવે મને તારા અને મારા કોમળ સ્પર્શની જરૂર છે."

તે તેની વધારે ને વધારે નજીક જઈ રહી હતી. બંને હાથ સેરવી તેણે નિતુની હથેળી પોતાની હથેળીમાં સમાવી પાંચેય આંગળ ભીડી દીધાં. એટલા સમયમાં તે તેની એટલી નજીક પહોંચી ગઈ કે એકબીજાના શ્વાસો અને નીકળતી ઉષ્માઓ અનુભવવા લાગી. એક હાથ ફરી ઊંચકી નિતુના કાન નીચેથી તેની ગરદન સુધી ફેરવતાં તે તેના ગાલ પર ચુંબન કરી રહી. નિતુ એક જીવતી લાશની જેમ સ્તબ્ધ થઈ ગયેલી. એવી મીંઢ, કે કાપો તો લોહી ના નીકળે.

આ જ તો તેની ઓફર હતી, કે તે વિદ્યાનાં પ્રેમને સ્વીકારે અને બદલામાં વિદ્યા તેને જે જોઈએ તે આપે. સેલેરી ઈન્ક્રીઝ કરવાની વાત હોય, કામનો બોજો ઓછો કરવાની દલીલ કે વગર કારણે ગુસ્સો કરવો, આ તમામ પાછળ તેની મંશા હંમેશા આ એક જ રહી હતી. તેને ખબર હતી કે નિતુ તકલીફમાં છે. કૃતિના લગ્ન માટે તેણે તેની ઓફર માનવી પડશે. જો કે તેનો રસ્તો નિતુએ લોન ઉપાડીને અને દાગીના ગીરવે મૂકીને કાઢી લીધો. પણ અચાનક માને આવેલો હાર્ટ અટેક તેને આ દિશામાં દોરી લાવ્યો. અંતે નિતુએ તેની ઓફર માનવી પડી અને વખતો વખત તે તેની ઓફરમાં ફસાતી ગઈ. જેમાં આજે શર્મા દ્વારા મુકેલી ટર્મ પણ એક મહત્વનો રોલ નિભાવી ગઈ.

સાંજ સુધી બંને એ જ રૂમમાં બંધ હતી. રાત્રીના અંધારમાં ફરી તે નિતુને લઈને બહાર આવી. આજે વિદ્યા માટે ખુશીનો કહો કે જીતનો, એ દિવસ હતો. તેણે તેને નજીકનાં એક રેસ્ટોરન્ટમાં ડિનર કરીને ઘરે જવા કહ્યું. તેણે ઈન્કાર કર્યો છતાં વિદ્યાનાં ફોર્સે તેની ના વધારે સમય ના ટકી. નિતુનાં સ્વભાવમાં એક ગંભીરતા પ્રસરતી જતી હતી.

સાથે ડિનર લઈ રહેલી વિદ્યા એક પ્રેમીની જેમ વર્તી રહી હતી. આજે તેને પોતાના કરતાં નિતુનો ખ્યાલ વધારે હતો. પરંતુ નિતુની તો ભૂખ જ મરી ગયેલી. દેખાવ પુરતી બે ચમસી જમી તો ખરાં. તેને ગુમસુમ જોઈને વિદ્યા બોલી, "કેમ કશું લેતી નથી. હું કંઈ આપું?" બાઉલ લેતાં તે બોલી.

"ના. મને મમ્મીની ચિંતા થાય છે. જલ્દી ઘરે જવું છે."

"મમ્મીને તો..." નિતુએ તેની સામે જોયું કે તે પોતાનું વાક્ય સુધારતાં બોલી, "આઈ મીન, તારી મમ્મી પાસે તો કૃતિ આવેલી છે ને? એ સંભાળી લેશે."

"હા... છતાં મને લાગે છે કે મારે જલ્દી જવું જોઈએ."

"ઠીક છે." તે ટિસ્યુથી હાથ લૂછતાં બોલી.

વિદ્યાના મુખમાંથી નીકળતું વાક્ય ભલે તેણે સુધારી લીધું. નિતુ સ્પષ્ટ રીતે જાણતી હતી કે પુરુષ જેમ પોતાની પત્નીનાં પરિવારને પોતાનો સમજી લે, એમ વિદ્યાએ નિતુનાં પરિવારને પોતાની જવાબદારી સમજવાની શરૂઆત કરી દીધી હતી.

બિલનું પેમેન્ટ કરીને વિદ્યાએ ગાડી ચલાવી મુકી. તેઓ રસ્તામાં હતા કે નિતુનાં ફોનમાં રિંગ વાગી.

"કૃતિનો ફોન!" તેણે ફોન ઊંચક્યો, "હેલ્લો..."

"દીદી સોરી હું તને કહેતાં ભૂલી ગઈ. હું મારે ઘેર આવવા નીકળી તો મમ્મીને પણ સાથે લેતી આવી છું."

"તારી સાથે લેતી ગઈ?!" આશ્વર્ય સાથે નિતુએ પૂછ્યું.

"હા, તેને મારી સાથે રહેવું હતું. બે દિવસ મારી સાથે રહેશે એટલે એને સારું લાગે માટે તને પૂછ્યા વિના લાવી."

"ઓકે."

"અને સાંભળ, ઘરની ચાવી બાજુમાં હરેશને આપી છે."

"ઠીક છે."

તેણે ફોન મુક્યો કે વિદ્યા પૂછી વળી, "શું કહ્યું કૃતિએ?"

"તે મમ્મીને તેની સાથે લેતી ગઈ છે."

"જોયું, મેં કહ્યું હતુંને, તું નક્કામી ચિંતા કરે છે."

"હમ."

તેનું ઘર આવ્યું કે વિદ્યા તેને બાય કહીને જતી રહી. તેનાં ગયાના તુરંત બાદ નિતુનું મૂડ બદલાઈ ગયું. એક ઊંડો શ્વાસ લેતાં તે હરેશના ઘર તરફ ચાવી લેવા ચાલી. હરેશે ડોરબેલ સાંભળી દરવાજો ખોલ્યો. તેણે "હાય." કહ્યું પણ નિતુ પોતાના વિચારોમાં ખોવાયેલી હતી. હરેશે તેના મૂડને વાંચી લીધુ.

તે અંદરથી ચાવી લઈને આવ્યો અને તેને આપી. તે ચાવી લઈને ચાલવા લાગી. તેને જોઈને હરેશને કંઈક અજુગતું લાગ્યું અને તે ઝીણી નજરે તેને જતા જોઈ રહ્યો. જમીન તરફ માથું, નિસ્તેજ મુખ અને એક જ ઢબે તે ચાલી રહી હતી.

ઘરમાં પ્રવેશી તેણે દરવાજો અંદરથી લોક કર્યો અને પોતાનું પર્સ સોફા પર ફેંકી પોતાની રૂમમાં ગઈ. સીધું બાથરૂમમાં જઈને તેણે શાવર લીધો. ઠંડા પાણીની ધાર થતાં અચાનક તેને ખભાથી નીચેનાં ભાગ પર પીડા થઈ અને દર્દને માર્યે તે કમ્પી ઉઠી. શાવર બાદ બહાર આવી તે અરીસા સામે ઉભી રહી.

શાવર લેતાં સમયે જ્યાં પીડા થઈ હતી, ટાવલ ખોલી નીચે સરકાવી તેણે તે ભાગને ચકાસ્યો. વિદ્યાનાં આપેલા તાજા નખ નિશાન હતા. અરીસામાં નખશિર પોતાની જાતને જોઈ અને પોતાનાં ચેહરા પર બંને હાથ ફેરવ્યા. તેને તે ક્ષણ યાદ આવી જ્યારે કાનના નીચેના ભાગથી ગરદન સુધી વિદ્યાનો હાથ ફરતો હતો. હવે તેની સહનશક્તિ જવાબ દેવા લાગી હતી.

અરીસામાં જોતાં તે ગુસ્સાથી બોલી, "આજ સુધી લોકોને તમે માત્ર કઠોર દેખાઈ રહ્યા હતા. જ્યારથી તમે ઓફર આપી ત્યારથી હું જાણતી હતી કે આ કઠોર અને પથ્થર હૃદયની સાથે એક કાળો ચેહરો છુપાયેલો છે. આજે તમે એ ચેહરો મારી સામે પ્રગટ કરી જ દીધો."

તેની આંખોએ પાણી વહાવી દીધું અને એ જ ગુસ્સા સાથે તે બોલતી રહી, " તમે એક સ્ત્રી થઈને સ્ત્રીની ભાવના ના સમજી શક્યા! ધિક્કાર છે તમને, ધિક્કાર છે મેડમ. તમે કોમળ સ્પર્શની વાત કરતાં હતા? તમને ખબર છે... તમારો એ હાથ મને કાંટાની જેમ ખૂંચી રહ્યો હતો."

સરકી ગયેલો ટાવલ લઈને તે તેના ગાલના એ ભાગને સાફ કરવા લાગી જ્યાં વિદ્યાએ પહેલીવાર ચુંબન કરેલું. તે ટાવલને વધુને વધુ ભીંસ કરતી જતી હતી. તે બરાડતી રહી, "નથી જોઈતું આવું વ્હાલ... નથી જોઈતું..." તેનો ગાલ લાલચોળ બની ગયો. વિદ્યા પ્રત્યેનો ગુસ્સો, તેની ઓફર માનવાનો પસ્તાવો અને આજના કાર્યથી તેના પ્રત્યે જાગેલી ઘૃણા એક સાથે દેખાઈ રહ્યા હતા.

નિતુને  સમજ હતી વિદ્યાએ એક રમકડાંની જેમ તેનો ઉપયોગ કર્યો છે. ઘર અને વ્યવહાર ચલાવવામાં આપેલા પૈસા અઢળક સંપત્તિની માલિક એવી વિદ્યા માટે એક રાયના દાણા જેવી નાનકડી વાત હતી. પરંતુ નિતુના મનમાં ભરાતો રોષ એ ઉકળતું તેલ હતું જેમાં પડતાની સાથે આ દાણો ફાટવાની તૈય્યારીમાં હતો.

આખરે થાકી તે જમીન પર ઢળી પડી. રુદન એટલું વધ્યું કે તે હીબકા લેવા લાગી. લગભગ ત્રણ પ્રહરથી દબાયેલો મનનો સંતાપ હૈયાફાટ રૃદનનું રૂપ લઈને બહાર આવ્યો. વિલાપનો જ્વાળામુખી ફાટ્યો, તેણે પોક મૂકી અને નિર્જન ઘરમાં તે ગુંજી રહી. આંખોથી નિકળતું દર્દનું આંસુ રૂપી પાણી હોઠ સુધી ઘસી આવ્યું. મજબૂત કાળજામાં કંપારી જગાવે એવી ભયાનક ચીંસો તે કરતી રહી.

આ એક તરફી વક્રતા ક્યાં નથી જોવા મળતી? દૂનિયાદારીમાં ડૂબી ગયેલા લોકો વચ્ચે એવી કેટલીય નિતુ ભોગ બને છે એનો આપણને ખ્યાલ જ નથી. ભલમનસાઈની વિચારધારાવાળી આવી કેટલીય નિતુ હશે! કોઈ શાવર નીચે પોતાની ચીસો છુપાવી દે છે. તો કોઈ કેશ સરસી શાલ ઓઢીને ઓશીકું ભીંજવે છે. વ્યક્તિની ઈચ્છા વિરુદ્ધ સામેની વ્યક્તિ પોતાની માજા ભૂલીને આગળ નીકળી જાય અને વાણી, વર્તન કે ઈશારાથી બીભત્સ કરતૂત કરી બેસે, ત્યારે સામેની વ્યક્તિની મનોદશા માટે શબ્દ જ નથી રહેતાં. ના તો એની પાસે શબ્દો હોય છે જેનાંથી તે પોતાની વાત વર્ણવી શકે.

સમય, આ એકમાત્ર સાધન છે. કોઈ પણ દુઃખ અને દર્દ હોય, એકાએક ક્યારેય નથી મટતાં. એ ધૈર્ય રાખવાથી સમય સાથે ધીમે ધીમે જ ઓસરે છે. અશ્રુધારથી ભીંજાયેલી આંખો બંધ થઈ અને સમય સાથે તેની ભયાવર ચીસો પણ શાંત થઈ. જો કે ઊંઘ લેવાનો તેનો જરીયે ઈરાદો નહતો. છતાં આંખો ભીડાઈ ગઈ અને તે અતૃપ્ત ઊંઘમાં સરી ગઈ.

સવાર થયું અને ઓફિસની ગતિવિધિ રોજની માફક શરુ થઈ ગઈ. બધાં પોતાને કામે વળગી ગયેલા. નવીને આવતાની સાથે રેડી થઈ ગયેલું પોતાનું પ્રાઈવેટ ડેસ્ક જોયું. તે ગર્વ અનુભવવા લાગ્યો.

એટલામાં વિદ્યા આવી પહોંચી. ગઈ કાલની ઘટનાએ તેને એક તાજગી આપી હોય એમ પોતાના ઈરાદાને પ્રાપ્ત કરી સંતોષી મન સાથે તે આવી. ઓફિસમાં નજર કરતાં તે પોતાની કેબીન સુધી પહોંચી ગઈ. આજે તેના મનમાં કોઈ માટે રોષ નહોતો. પણ કેબિનમાં અંદર પ્રવેશવાની બદલે તે પરત ફરી. દરેક જણ ફરીથી તેના માનમાં ઉભા થઈ ગયા.

અનુરાધા પાસે જઈને તેણે પૂછ્યું, "નીતિકા હજુ નથી આવી?"

"ના મેમ."

"કેમ?"

બાજુમાં ઉભેલી સ્વાતિ બોલી, "ખબર નહિ, સવારથી તેને બે વાર ફોન કર્યો પણ તેણે ઊંચક્યો નહિ."

તેના મનમાં કૌતુક થયું. તેણે ફોન જોડ્યો તો માત્ર રિંગ વાગી. પણ કોઈ જવાબ ના મળ્યો. તેણે બીજીવાર ફોન કર્યો અને પોતાની કેબિનમાં જતી રહી. રિંગ પુરી થઈ, કોઈ જવાબ નહિ. ફોન ટેબલ પર મુક્યો અને ખુરશી પર બેસતા પોતાની જાતને પ્રશ્ન કર્યો, "દસ વાગવા આવ્યા છે, નિતુ હજુ સુધી આવી કેમ નથી? રાત્રે તો બરાબર જ હતી. અચાનક શું થયું હશે?"