Diwali Dhamal in Gujarati Comedy stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | દિવાળી ધમાલ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

દિવાળી ધમાલ

નોંધ: આ સ્ટોરી માત્ર કોમેડી પર્પસ માટે લખી છે વાસ્તવિકતા સાથે આને એટલા જ લેવા -દેવા જેટલાં કોરોનમાં તમારા પોલીસથી હતા 🙏🏻




કોલેજ ખુલવામાં હજી મહિનો છે 18 નવેમ્બરે ખુલશે એટલું વિચારી મેં બપોરની ઊંઘ લીધી,


લઘભગ 15 મિનિટ થઇ હું અલગ જ દુનિયામા હતો, જ્યાં બધા જ કેરેક્ટરના હાથમા એસએમ્બલ કરેલા અલગ -અલગ  ફ્યુચેરેસ્ટિક હથિયાર હતા, એક  મોટી  જગ્યા જ્યાં  ચારે બાજુ દીવાલો હતી મોટી મોટી.....



જગ્યાનો એક રુલ દીવાલો ઉપર લખેલો  No weapon can cut the soul into pieces, nor can it be burned by fire, nor moistened by water, nor withered by the wind.  સેમ ગીતાના શ્લોકને પરિરૂપ, અને ત્યાંજ વિચિત્ર લાગતા માણસોએ  મારાં મિત્ર ગોસ્વામીને    હવામાં ફેંક્યો અને તે મારી પાસે પડ્યો એને પોતાના તૂટેલા હાડકાને મરોડી  મને ભાગવા કહ્યું.....



નમૂના તું અહીં ક્યાંથી, મારાં શબ્દો સાંભળી એને એની ડોક અને દાંત હલાવ્યા, પછી બોલ્યો આ લોકોને ત્યાં બેંકમાં ખાતું ખોલવા આવેલો, મેં કહ્યું પણ આતો સપનું છે મારું તું ક્યાંથી અહીં..... એ ફરીથી હસ્યો અને કહે હમણાં સુતા પહેલા તે મજાક કરીને મારી કે તું બેન્કમાં જોબ લઇલે તેથી હું સબકોન્સિયસ માઈન્ડમાંથી આવ્યો તારા,



આ પછી અમે બંનેએ ઘણી પંચાત કરી પછી ટામેટા કેચપ જેવા બનેલા એક માણસે  બંદૂકથી અમારી તરફ ફાયર કર્યું, અને સીધી ગોળી ટોમેટો સોસ બનીને અમને રંગી દીધા, 


હવે મેને કંઈક નવું સુજયું ત્યાં એક બાઈક હતું, કારણકે આખી જગ્યા જ ગેમ જોન જેવી હતી, બાઈક લઈને અમે ભાગ્યા અને એક દુકાનમાં સંતાયા ત્યાં ફટાકડા જ ફટાકડા મને આઉડિયા સુજયો, મેં કૈલાશને કહ્યું તું બસ તારું મોઢું બંધ રાખજે બાકી હું સંભાળી લઈશ,



અમે ત્યાંથી ત્યાં રહેલી એક બેગમાં ભર્યા અને ફટાકડા સાથે એક લાઈટર સાથે લઈને ભાગવા લાગ્યા, આખુ સેવ ટામેટાની ચટણી થયેલો કૈલાશ એના શર્ટ ઉપર રહેલો સોસ ચાટી રહ્યો હતો, અને સામે ઓલો કેચઅપ વાળો એલિયન ફરીથી ફાયરિંગ કરવા લાગ્યો, ગોસ્વામીએ એક શકાઈશોર્ટ કાડયો અને મેં સળગાવ્યો મેં બંદૂકની જેમ હાથમા પકડી કેચઅપ ઉપર ફાયર કર્યોં અને એની સાથે જ એ આખો ફૂટી અમને રંગી ગયો, અને અહીં ગોસ્વામી ફરીથી ટેસ્ટ કરવા લાગ્યો કેચપનો 




ગોસ્વામી બડબડતો હતો મેં એને ચૂપ કરાવ્યો અને ફરીથી એક આખી મિસાઈલ ગન નીકાળી જેમાંથી રોકેટ ફાયર થાય, અને પછી ચારેબાજુ, મંચુરિયનની જે દાવત થઇ છે બધી જ બાજુએ અલગ - અલગ પ્રકારની વાનગીઓ દીવાલો ઉપર વિસ્તરેલી જોવા મળતી હતી....



ગોસ્વામી બોલ્યો આવા સપનામાં તારે મને વહેલા લવાયને, એ..... તું ચૂપ બેસ હું બોલ્યો રાધેશ્યામ જોવા ગયા એ સમયે તે ગંગુના પોસ્ટર સાથે જે ફોટો પડાવ્યા એ પછી તને ક્યાય સાથે લઇ જવો એટલે મોઢા ઉપર કેચઅપ લગાવવો સમજ્યો, એ ફરીથી હસવા લાગ્યો અને કહે એતો મારું ટેલેન્ટ છે.....


થોડીવારમાં આખી જગ્યામાં ધીરુ- ધીરુ સોન્ગ વાગવા લાગ્યું.... Baby want you tell me.... ગોસ્વામી બોલ્યો આતો તારા ફોનની રિંગ છે ને saaho ફિલ્મ વાળી? મેં ફોન શોધ્યો પણ ન મળ્યો અને હાથમાંથી અચાનક બંદૂક મારો ફોન બની ગઈ... ગોસ્વામી કેચઅપ લઉં સમોસામાં ખાવા એમ કહી હસી રહ્યો હતો, અને આખરે આંખ ખુલી બપોરના 2:30 થયેલી મેં ઘડિયાળ જોઈ , ઊંડો શ્વાસ લીધો પાણી પીધા પછી બાલ્કનીમાં જઈ હસવા લાગ્યો....



મારી કોલેજના દિવસો, અમે કરેલી નિખાલસ મસ્તી, બધું આખો આગળ ફરતું હતું, તમને ઈમોશનલ નહિ કરું પણ પછી મેં ગોસ્વામીને કોલ કર્યોં અને પરમિશન લીધી આ લખવાની,


તો લાઈફ આવી જ હોય થોડી કેચઅપ જેવી, ખાટી -મીઠી 😇


✍🏻 vansh prajapati AKA vishesh 🎀