Nitu - 40 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 40

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નિતુ - પ્રકરણ 40


નિતુ : ૪૦ (ભાવ) 


નિતુએ ફરી ડાયરી ઉપાડી કે ઋષભ જાગીને બહાર આવ્યો અને તેને કહેવા લાગ્યો, "દીદી, થોડી ચા બનાવી આપને."

તે પોતાની ડાયરી બાજુ પર મૂકી ઉભી થઈ, "તું બેસ હું બનાવીને લાવું છું." કહેતી તે રસોઈ ઘર તરફ ચાલી ગઈ.

શારદા તેઓ માટે નાસ્તો તૈય્યાર કરી રહી હતી. તે કશું બોલ્યા વિના ચુપચાપ આવી અને ગેસ સ્ટવ ચાલુ કરી ચા બનાવવા લાગી. જો કે તેનું સંપૂર્ણ ધ્યાન તો અનંતની વાતોથી ભરમાય ગયેલું હતું. તે સતત એ વિચારમાં રમતી હતી કે તેનાથી કોઈ ભૂલ તો નથી થઈને? તેનો હાથ ગરણી લઈને ચાના પાત્રમાં ફરતો હતો, પરંતુ ચા પોતાના પાત્રને ત્યજીને ક્યારનીય આજુ- બાજુ વિખરાય રહી હતી. શારદાએ તેનું ધ્યાનભંગ કરતા તેને ઠોંસો માર્યો અને તેના નામની છાયા કરી ત્યારે તેને ખબર પડી કે ચા ઉકળીને બહાર ચાલી ગઈ છે.

કૃતિની ગેરહાજરીમાં સૌથી વધારે ઓછું આવ્યું હોય તો તે શારદાને. મા માટે સંતાન તો દરેક સરખાં જ હોય છે. છતાં દેખતી રીતે ક્યારેક કોઈના પર સ્નેહની વધારે વર્ષા તો થઈ જવાની. મા- બાપના સ્નેહનું કોઈ માપ થોડું હોવાનું? એ તો વગર માપે જ જોખાતું હોય. પોતાના બે સંતાન તો આંખ સામે હતા પણ કૃતિ શું કરતી હશે? તેને ત્યાં ફાવતું હશે કે નહિ? એમ વિચારીને તેનું મન ઉદાસ થઈ ગયેલું. એ કરતાથી વિશેષ એને મન એ વાતનું ભારણ વધારે હતું કે તેના સંતાન બાપ વગરના છે જેની દોરી એક અભણ માના શિરે છે. નિતુ ફરી ડાયરી હાથમાં લઈને બેઠેલી, પણ ત્રાંસી આંખે તેની નજર શારદા પર ફરતી હતી.

"શું થયું મમ્મી?" ડાયરીના પાના બંધ કરતા તે બોલી.

"નિતુ! કૃતિ હુ કરતી હશે?"

નિસાસો નાંખતા તે બોલી, "શું મમ્મી તું પણ! આવા નક્કામા વિચારે ચડી છે."

"મારો વિચાર નકામો નથી. મને ચિન્તયા થાય છે મારી છોડીની." એકસાથે મોટા અવાજે તે બોલી પડી.

તેની સામે જોતા નિતુ બોલી, "મારું કહેવાનું એમ હતું કે તે એકદમ મજામાં છે અને ક્યાં દૂર છે. કાલે ઋષભ જઈને તેને લઈ આવશે. એટલું બધું ઓછું આવતું હોય તો એને ફોન કરી લે."

"લે...! તે તને કાંય અસર નથી થઈ?" શારદાએ પૂછ્યું.

"ઓફફો મમ્મી, તું પણ છેને સાવ દુઃખી આત્મા થઈ ગઈ છે."

"તે દુઃખ તો લાગે જ ને."

નિતુ તેની વાતોથી ત્રાસી ગઈ હોય એમ વ્યંગ કરતાં એક ઊંડો શ્વાસ લઈને ઉભી થઈ અને પોતાની રૂમમાં જતી રહી. ઋષભ અને શારદા આશ્વર્યચકિત થઈને એકાબીજી સામે જોઈ રહ્યા. ઋષભને મનમાં પ્રશ્ન જાગ્યો, "આને શું થયું વળી?"

તેનો આખો દિવસ અત્યાર સુધી વિતાવેલી તમામ પળોને યાદ કરતા વિત્યો. સાંજ થઈ કે ધીરૂકાકાનો પરિવાર ત્યાં આવી પહોંચ્યો. સાથે ભોજનની મજા માણી બધા બેઠા હતા. હરેશે તો પોતાનો સ્વભાવ યથાવત રાખ્યો હોય એમ આવતાની સાથે ઋષભ પણ એનો સારો એવો મિત્ર બની ગયેલો. ધીરુકાકા સાથે વાતોની મજા માણવા એ પણ આવી ચડ્યો. એવામાં શારદાએ કહ્યું, "મને કૃતિ બૌ હામ્ભરે સે."

ધીરુકાકા કહેવા લાગ્યા, "અરે ભાભી, ઈ વળી ક્યાં આઘી છે? એક દિ' માં એટલી હામ્ભરશે તો એને એના હાહરિયામાં કેમ મેલશો?"

"વાત હાચી ધીરુભાઈ, પણ એને કોઈ દિ' અળધી નથી કરી, તે હામ્ભરે તો ખરી ને!"

ઋષભ પોતાની મમ્મીની દશા સમજી ગયો. તેને કૃતિની યાદ ઓછી કરાવવા તેણે કૃતિના કિસ્સા જ સંભળાવવાના શરુ કર્યા. નાનપણની યાદોને તાજી કરતા તે કહેવા લાગ્યો, "મમ્મી, તને યાદ છે, કૃતિ જ્યારે નાની હતી ત્યારે સૌથી તોફાની એ જ હતી. હવે જો, તારી કૃતિ કેટલી બદલાઈ ગઈ."

ધીરુકાકા તેની વાતમાં સહમત થતાં બોલ્યા, "હા બેટા. એના જેટલા તોફાન તો કોઈએ નથી કર્યા. કાલે જઈ ઈ હાહરે જાતી 'તી તઈ કેટલી શાંત લાગતી હતી."

તેઓની ચાલી રહેલી વાતોમાંથી નિતુના મનમાં જાણે અચાનક કંઈક સ્ફૂર્યું, તે સફાળી ઉભી થઈ અને અગાસી તરફ ચાલવા લાગી.

"તું ક્યાં જાય છે?" અનંતે નિતુને પૂછ્યું. પરંતુ તે એટલી ઝડપે દાદર ચડી કે અનંતના શબ્દો કાને અથડાયા કે ના અથડાયા, તેનો સવાલ પૂરો થાય ત્યાં સુધીમાં તે અદ્રશ્ય થઈ ગઈ.

હરેશે આશ્વર્ય થતા અનંતને પૂછ્યું, "એક સવાલ મારા મનમાં ક્યારનો આવે છે."

"હા તો પૂછો." અનંતે તેને કહ્યું.

"મને એક વાત ના સમજાય, ક્યારેક તમે તેને નિતુ કહીને બોલાવો છો તો ક્યારેક દીદી કહીને માન આપો છો . એ પણ ક્યારેક તમને અનંત કહે છે તો ક્યારેક માન આપીને વાત કરે છે. તમારા બંનેમાંથી મોટું કોણ?"

ઋષભ હસીને બોલ્યો, "હરેશભાઈ, એ બંને એક સરખા જ છે."

"એટલે?"

"એટલે એમ કે બંનેનો એક જ દિવસે જન્મ થયેલો. બેમાંથી કોઈ નાનું મોટું નથી."

હરેશ કહેવા લાગ્યો, "ઓહ... અચ્છા...! ગજબ કહેવાય, નહિ? મારી જેવો કોઈ અજાણ્યો તો ગુંચવાઈ જાય."

ધીરુભાઈ તેને કહેવા લાગ્યા, "તને ખબર છે હરિયા, આ મારો અનંત અને નિતુ બેય ભાઈ બહેન નાનેથી હારે રયેલા. એટલે એને જેટલો મેળ પડે એટલો બીજા કોઈને નો પડે. એકબીજાની વાતને આમ ચપટી વગાડતા પકડી પાડે."

ધીરુભાઈ તેઓની નાનપણની વાતો કહેવાનું શરુ કર્યું, "તને ખબર છે? નાના હતા તઈ તો એવા રમતાં..." અનંતનું ધ્યાન નિતુની સામે જ હતું. બધાને વાતોમાં મશગૂલ જોઈને તે પણ કોઈને ખબર ના પડે એ રીતે ધીમેથી સરકી ગયો અને તેની પાછળ ગયો.

આગાસીમાં આવી હિંચકા પર બેઠક જમાવીને તે એકાંતમાં વિચાર મગ્ન બની બેઠેલી. અનંત ત્યાં આવ્યો અને હિંચકાના પાતળા સ્તંભે પોતાનો ખભો ટેકવી તેની સામે જોવા લાગ્યો. તેના તરફ તેનું ધ્યાન જ નહોતું.

અનંતે એક હાથની મુઠ્ઠી વાળી અને મોં પાસે રાખતા ખોંખારો ખાધો. તે સભાન થઈ અને જોયું તો અનંત ઉભેલો.

"અનંત? તું ક્યારે આવ્યો?"

"મારું છોડ નિતુ... હું તો આવતો જતો રહીશ. પણ સવા

રથી હું જે જોઈ રહ્યો છું, એ પહેલીવાર છે."

"શેની વાત કરે છે અનંત?"