Bhitarman - 41 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ભીતરમન - 41

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ભીતરમન - 41

મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી હતી. હું મારી ઉતાવળમાં ચશ્મા પહેરવાનું પણ ભૂલી ગયો હતો. મારી હવેલીનું ચોગાન મોટું હતું, હું ઉઘાડા પગે જ ગેટ સુધી ધસી આવ્યો હતો. વોચમેન મને આવી રીતે આવતા જોઈને ક્ષણિક ડરી ગયો કે, અવશ્ય માલિક હમણાં ખીજાશે કે અતિથિને કેમ રોક્યા? પણ હું તો તેજાને મળવાની ખેવનામાં ફક્ત તેજાને જ જોઈ રહ્યો હતો. ગેટની આ તરફ હું હતો અને ગેટની પેલી તરફ તેજો! હું જેવો આવ્યો કે, વોચમેને તરત જ ગેટ ખોલ્યો હતો. હું ઉતાવળે ચાલતો સીધો તેજાને ગળે વળગી પડ્યો હતો. વોચમેન અમને બંનેને ભેટતા જોઈને વિચારી રહ્યો હતો કે, કોણ વ્યક્તિ છે કે જેના માટે માલિક ખુદ બહાર આવ્યા! બંને લંગોટિયા મિત્રનું મિલન અદભુત દ્રશ્ય સર્જી રહ્યું હતું.

લાંબા સમયબાદ મળેલ અમે બંને મિત્રો એકબીજાને જોઈને ભાવુક થઈ ગયા હતા. બંનેની આંખમાં હરખના આંસુ છવાઈ ગયા હતા. થોડી ક્ષણ તો અમે બંને ત્યાં જ ઊભા રહ્યા, એકબીજાને ભેટીને લાગણીની ઉર્જા મેળવી રહ્યા હતા. વોચમેનની વાતથી અમે બંને છુટા થયા, "માલિક મને માફ કરશો! મેં એમને અંદર પ્રવેશતા રોક્યા હતા."

"તું ચિંતા ન કર, આ મારો બાળપણનો મિત્ર તેજો છે. એ પહેલીવાર જ અહીં આવ્યો છે. આથી તને આનો પરિચય ન હોય એ સ્વાભાવિક છે." મેં વોચમેનને જવાબ આપ્યો અને અમે બંને હવેલી તરફ વળ્યા હતા.

સુદામા ચરિત્રમાં બે મિત્રોનુ મિલન અદભુત રીતે વર્ણવ્યું હતું એમ જ મારા અને તેજાનું મિલન થયું હતું.

તેજાએ મારી હવેલી તરફ નજર કરી આસપાસ બધું નિરીક્ષણ કરી રહ્યો હતો. હવેલીની અંદર પ્રવેશી એ આખાં ઘરને અને સજાવટને જોઈ રહ્યો હતો. હું તેજા ને જોઈ રહ્યો હતો. જેવું તેજાનુ ધ્યાન ગયું કે મારું ધ્યાન ફક્ત અને ફક્ત એના પર જ છે એ તરત બોલ્યો, "તે ખૂબ તરક્કી કરી લીધી છે. તારી આ સુંદર અને આલીશાન હવેલી એ વાતની સાબિતી છે. પણ હજુ તારી અંદર મારા માટેનો જે ભાવ છે એ પહેલા જેવો જ છે. તારો આ મિત્રભાવ જોઈ હું ખરેખર ખૂબ જ પ્રભાવિત થઈ ગયો છું. આપણી જ્યારે મિત્રતા થઈ ત્યારે આપણી તરક્કીમાં એટલો ફેર ન હતો જેટલો અત્યારે છે, તું આટલો આગળ નીકળી ગયો છતાં પણ તારી લાગણી મારા માટે હજુ પહેલા જેવી જ છે."

"શું તું કેવી વાત કરે છે? તું મારા જીવનમાં હતો એટલે જ હું હજી છું નહીં તો હું ક્યારનો... ચાલ છોડ આ બધી જૂની વાત એમ કે, શું ચાલે છે તારા જીવનમાં? અને આજે અચાનક અહીં તું? બધું ઠીક તો છે ને? બાવલી કેમ છે?"

"અરે હા! બધું જ ઠીક છે. તારો આજે જન્મદિવસ છે એટલા માટે જ હું અહીં આવ્યો છું. તને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા. બાવલીએ તારા માટે મગજ લાડું બનાવી મોકલ્યા છે." મારા હાથમાં ડબ્બો આપતા એ બોલ્યો હતો.

"એ કેમ છે એ ન આવી?"

"બાવલી પણ ખૂબ જ મજામાં છે. મારે બે દીકરાઓ છે અને એમને ત્યાં એક દીકરો અને એક દીકરી છે. બસ, બાવલી એ બાળકો વચ્ચે ગૂંચવાયેલી રહે છે. આથી બહાર નીકળવાનું ટાળતી રહે છે. નાનો પરિવાર છે ખુશી પરિવાર છે. પરિસ્થિતિ પહેલા કરતાં ઘણી સારી છે પણ પરિવારમાં ખૂબ પ્રેમ છે. હજુ બંને દીકરાઓ અમારી સાથે જ રહે છે. હવે ગામડું પણ ખૂબ વીકસી ગયું છે. બંને દીકરાઓ મોટી કંપનીઓમાં નોકરી કરે છે. ભણવામાં ખૂબ હોશિયાર હતા આથી એમણે પણ ઘણી તરક્કી કરી છે. બસ મારું તો જીવન જેમ પહેલા સરળ હતું એમ હજુ પણ સરળ જ છે. તું જણાવ તારા જીવનમાં શું ચાલી રહ્યું છે?"

સવિતાબેન તરત જ તેજા માટે પાણી લાવ્યા હતા. તેજાની ઈચ્છા અનુસાર ફ્રુટનો જ્યુસ બનાવવા મેં કહ્યું હતું. સવિતાબેન ફ્રુટનો જ્યુસ બનાવવા ગયા અને હું તેજાએ પૂછેલ પ્રશ્નનો ઉત્તર આપતા બોલ્યો, "મારા જીવનમાં ખૂબ ઉતાર ચડાવ આવ્યા છે. પણ માના આશીર્વાદ અને માતાજીની મહેરબાની છે આથી જીવન હજુ યથાવત છે. બે દીકરા અને એક દીકરી છે. એમના લગ્ન જીવનમાં તેઓ ખૂબ ખુશ છે. અને હું તુલસી વિના આજીવનને ફક્ત જીવવા ખાતર જીવી રહ્યો છું. જે કર્મ કર્યા હતા એ કર્મ ભોગવી રહ્યો છું એમ કહો તો પણ ખોટું નથી."

"શું યાર આટલા ટાઇમે મળ્યા અને આવી ઉદાસી વાળી વાત કરે છે? તારા જેવું જીવન મેળવવું એ તો આપણા ગામના ઘણા લોકોનું સપનું, સપનું જ રહી ગયું. હા તારી પસંદ કરેલી ધંધાની લાઈન ખોટી હતી, પણ તું માણસ તરીકે એકદમ સાચો છે. તે ક્યારેય કોઈ સાથે દગો કર્યો નથી. જે પણ કર્મ કર્યું એ કબૂલ કર્યું છે અને એ કર્મ કરતા પહેલા એ કર્મની જાણ પણ તે સામેવાળી વ્યક્તિને કરેલી જ છે, આથી તું તારા મન પર કોઈ જ જાતનું ભાર રાખીશ નહીં." તેજાએ પહેલાની જેમ જ આજે પણ મને સાથ આપતા અને હિંમત વધારતા શબ્દો મારી તરફેણમાં કહ્યા હતા.

હું મનમાં જ વિચારી રહ્યો, જે તમને પસંદ કરે છે અને જેને તમારી કિંમત છે એ લોકો ક્યારેય તમારી વિરુદ્ધ જઈ શકતા જ નથી. હા રોકશે અને ટોકશે ખરા, પરંતુ વિરુદ્ધ તો નહીં જ હોય! તેજો પણ હંમેશા મારી સાથે આ જ રીતે રહ્યો છે. કાયમ કોઈ પણ પરિસ્થિતિમાં મારી સાથે જ હોય! હું આજે ખૂબ દુઃખી હતો અને એનું અચાનક આગમન મારા મનમાં આનંદ લાવી ગયું હતું.

સવિતાબેન અમારા માટે જ્યુસ લઈ આવ્યા હતા. અમે બંને જયુસ પી ને મારા રૂમમાં ગયા હતા. રૂમમાં જતી વખતે મે માસીને કહ્યું, "અપૂર્વ આવે એટલે એને તરત જ મારા રૂમમાં મોકલજો."

હું અને તેજો હવે મારા રૂમમાં પહોંચ્યા હતા. મારો અને તુલસીનો ફોટો જોઈને તેજો તરત જ બોલ્યો, "ખુબ સરસ ફોટો છે એમ લાગે છે કે, તુલસી હમણાં કંઈક બોલશે!"

"બસ હવે તો તુલસીની યાદો જ તો છે, જે જીવન જીવવા સાથીદાર બની રહે છે. બાકી હવે આ જિંદગીના અંતિમ પડાવમાં સાથીદાર વગર જીવન જીવવું ખૂબ આકરું લાગે છે. મારા સાથને મેળવવા તુલસીએ ખુબ રાહ જોઈ હતી. ઘણી વખત મહિનો પૂરો થાય છતાં હું ઘરે પરત ફર્યો ન હોઉ એવો પણ ખૂબ સમય વીત્યો હતો! બસ એ જ બધી ભરપાઈ અત્યારે અંતિમ દિવસોમાં હું ચૂકવી રહ્યો છું. હું તો આવી જતો હતો પણ તુલસી હવે ફરી ક્યારેય અમારા જીવનમાં આવવાની નથી! હું હંમેશા કહેતો કે, જીવનમાં હું ક્યારેય કોઈ સામે ઝુક્યો નથી પણ હવે કહી રહ્યો છું કે, તુલસીના નિસ્વાર્થ પ્રેમ પાસે હું ઝૂકી ગયો હતો. અને તેજા તું તો જાણે જ છે ને.. કેમ હું તુલસી સાથે જોડાયો હતો? જેમ એની સાથે મને જોડાતા સમય લાગ્યો હતો એમ એનાથી વિખુટુ પણ પડાતું નથી! જ્યારે એ મારી સાથે હતી ત્યારે દરેક ક્ષણ અમે સાથે જ હોઈએ એવું જરૂરી નહોતું પણ જ્યારથી એ મારા જીવનમાંથી જતી રહી છે ત્યારથી એક ક્ષણ માટે પણ એ મારાથી વિખુટી પડી નથી. યાદ સ્વરૂપે મારા ધબકારમાં શ્વસી રહી છે. આનાથી વિશેષ બીજી પ્રેમની સાબિતી શું હોય?" મારા અવાજમાં તુલસીના પ્રેમનો ભાર વરતાઈ રહ્યો હતો.

તેજાને વિવેકના બાળકોને મળીને કેવો અનુભવ થશે?વિવેકના જીવનમાં શું નવો વળાંક આવશે?

વિવેકના જીવનમાં આવનાર ઉતારચઢાવને જાણવા જોડાયેલ રહો ભીતરમન સાથે... મિત્રો ફરી મળશું નવા પ્રકરણ સાથે તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ.🙏