Sosiyal network said in Gujarati Motivational Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | સોશિયલ નેટવર્કિંગ સાઇટ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સોશિયલ નેટવર્કિંગ સાઇટ

જય માતાજી આજે વાત કરવી છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ની આજે ઈન્ટરનેટ ફાસ્ટ યુગ ટેકનોલોજી આવી ગઈ. અને કહેવત છે જેટલી સગવડતા એટલી અવગડતા પણ ખરા આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ સિક્કા ના બે પહેલું છે સારુ અને ખરાબ ઘણીવાર આનું પરિણામ ભયંકર આવતું હોય છે જ્યારે ઘણીવાર ખુબ સારુ પુરવાર થાય છે. મારા અનુભવ પ્રમાણે આ શોસિયલ નેટવર્ક દ્વારા મે ઘણા ઘણા એવા દુર ના સારા મિત્રો મેળવ્યા અને ઘણા ખરાબ પણ અનુભવ થયા છે... 2013 ની શરુઆત જ્યારે આટલા સ્માર્ટ ફોન પણ નહોતા. માત્ર ફેસબુક આઇડી બનાવી મારી શરુઆત ફેસબુક થઈ પ્રથમ રહી છે. અને હજી પણ મારા ફેસબુક માં જુના મિત્રો અત્યારે પણ મારી સાથે છે અને સારો સબંધ પણ રહ્યો છે. ઘણીવાર એ મને મળ્યા છે ઘણીવાર હું પણ જ્યારે પહેલીવાર મુલાકાત નજીક થઈ પસાર થવાનું હોય ત્યારે મળીએ એમ અજાણ્યા જેવું લાગ્યું જ નથી અને એમના સબંધી થી વિશેષ મહેમાનગતી માણી છે મે. અને ઘણા એવા સંજોગોમાં ઉભા રહ્યાં છે. અને ઘણા એવા પણ મિત્રો સ્વાર્થ ખાતર હતા એ નિકળી પણ ગયા જેમકે જરુરત પડ્યે યાદ કરવા જરુરત પડ્યે રુપિયા બેલેન્સ ની માંગણી કરવી ઈમોશનલ રિતે ફલાણી જગ્યાએ ફલાણા ગુજરી ગયા છે હું ત્યાં ગયો મારે બેલેન્સ નથી મને કરાવી આપો. અને કરાવ્યા પછી આજ સુધી દેખાણા પણ નથી એટલે જરુરત ના સ્વાર્થ સબંધ ટકે પણ ક્યાં સુધી! આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઘણી ઉપયોગી છે. સારા માટે સારું છે. અને ખરાબ પણ અને જેટલો આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ જોડાયેલો વ્યક્તિ એટલો નજીક ના સબંધ મિત્રો ને ભુલતો પણ ગયો હોય એવું નથી લાગતું આપણને! અને એવું પણ બને આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર આપણા સ્વભાવ અનુસાર આપણને એવા જ મિત્રો સાથે એડ થવાનું થયું હોય! અને સારા પુસ્તકો સારા આધ્યાત્મિક દ્રષ્ટાંગો ભજનો બાળકો માટે  વાંચન ઘણું બધું છે. પણ એક નથી શાંતિ આમા ક્યાંય નદી કિનારે લિલાછમ વૃક્ષ નીચે પક્ષીના કલરવ અને પાણી ના નિરના તરંગો  નજીક માં દેવસ્થાન ના મંદિર ના ઘંટ નથી સંભળાતા ક્યાંય ઘડીભર વિશ્રામ નો સમય ક્યાં આપણને? અને ત્યાં પણ ફોટો સારા પોઝ લેવા વિડીયો બનાવવામાં નવરાશ ક્યાં! કે ઘડીકભર આ પ્રકૃતિ ના દર્શન એના નજીક એકાકાર બની તેને માણવાની ફુરસદ ક્યાં છે આપણને? પછી કોઈ પ્રસંગ હોય સગા સબંધી સાથે હોય પણ ક્યાં કોઈ પાસે સમય છે ખરા ઘડીભર બેસીને સુખ દુઃખ નિ વાતો કરીએ વડીલો પાસેથી અનુભવો તેમના જીંદગી ના કંઈક જાણવા લાયક જાણવાની કોશિશ કરીએ ઘડીક આશ્વાસન આપીએ પણ ત્યાં પણ આપણને સોશિયલ નેટવર્કિંગ સાઇટ નો નશો ચડ્યો હોય છે. એટલે ત્યાં પણ સ્માર્ટ ફોન દ્વારા એકલા એકલા બેઠા રહીએ. એટલે ક્યાંક આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપયોગી છે. ઘણા બધા જરુરીયાતમંદ વ્યક્તિ સુધી મદદ પણ મળી જાય છે. ત્યાં ખોવાયેલી વ્યક્તિ પણ મળી જાય છે પણ  આનો ઉપયોગ કરનાર વ્યક્તિ ક્યાં ખોવાઈ જાય છે. હોવા છતા પણ નથી અને ખરેખર આ સમય નો બધો ખેલ છે. એમા પણ કોઈ શંકા ને સ્થાન નથી. આ બધાય ને અસર કરશે ખરા અને આપણા વડીલો આ સ્માર્ટ યુગ ના છેલ્લા વ્યક્તિ છે. જેને આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એકાઉન્ટ નથી. એ પણ સત્ય છે જેમની પાસે સ્માર્ટ ફોન નથી. તો પણ પોતે આપણાથી સરસ જીવન જીવી રહ્યા છે અને જીવી જવાના એટલે ટિકા નિંદા પણ નથી આમાંથી હું પણ બાકાત થોડો છું! પણ થોડા વર્ષો બાળપણ આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ થી દુર વિતાવ્યું એનો આનંદ અને અનોખો આ યુગ જણાય છે વધારે વર્ષ પણ નથી થયા માટે ખબર નય આવનાર પેઢી હજી શું સ્માર્ટ લાવશે ઘણીબધી તો આપણે પણ કલ્પના નહોતી કરી ફેસ ટું ફેસ વાત કરવાની ડિઝીટલ કરન્સી ઘણીબધી જે આજે આપણે જ માણીએ છીએ એટલે કલ્પના ની બહાર હજી આ ક્રાંતિ યુગ જવાનો છે. અને અધોગતી પણ થવાની છે. જય માતાજી

લિં પરમાર ક્રિપાલસિંહ ખોડુભા