Nitu - 33 in Gujarati Women Focused by Rupesh Sutariya books and stories PDF | નિતુ - પ્રકરણ 33

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

નિતુ - પ્રકરણ 33

નિતુ : ૩૩ (લગ્ન) 

નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય કોઈ દેખાતું નહોતું. હિંચકે જઈને ખભામાંથી પર્સ ઉતારી બાજુમાં રાખ્યું અને એક ઊંડો શ્વાસ લેતા બેસી ગઈ.

શારદાએ તેની હાલત જોતા કહ્યું, "કેટલી વાર તને કીધું છે કે કામ થોડું ઓછું કરવાનું રાખ, પણ હામ્ભળે તો છેને!"

આશ્વર્ય સાથે તેણે પૂછ્યું, "મમ્મી! તું એકલી છે? બાકી બધા ક્યાં ગયા છે?"

"કાકા હરેશ હારે ગયા છે અને નાનકી સાગર જોડે ગઈ છે."

"સાગર સાથે?"

"હા, કાંક હશે! આપડે હુ જાણીયે? હમણાં આવું કે'તીકને હાલી ગઈ."

તે આરામથી માથું ટેકવી બેસી ગઈ અને શારદા એકબાજુ બેઠી બેઠી તેને નિહાળી રહી હતી. બહાર ગાડીનો આવાજ આવ્યો તો તે ઊંચું માથું કરી કોણ આવ્યું છે? એ જોવા માટે તત્પર થઈ. ધીરુકાકા અને હરેશ બંને ઘરમાં આવ્યા.

"ક્યાં ગયા હતા તમે બંને?"

ધીરુભાઈ કશું બોલે તે પહેલા હરેશ પોતાના બંને હાથમાં લગ્નની સામગ્રી લઈને અંદર આવ્યો અને બોલ્યો, "અરે ભૂલી ગઈ તું? તે જ તો કાલે મને કહેલું કે તે આ બધી લગ્નની સામગ્રી લખાવી છે, હું જઈને આ બધું લઈ આવું."

"હા હા... સારું કર્યું."

"હું જવા માટે બહાર નીકળ્યો કે કાકા બહાર ઉભેલા. તેણે કહ્યું કે તે પણ મારી સાથે આવે છે તો મેં કહ્યું, ચાલો કાકા, બંને જઈને લઈ આવીયે. તું ચેક કરી લેજે, તે જેટલું કહેલું એ બધું આવી ગયું છે કે નહિ."

"હમ... હું કરી લઈશ. આ બાજુ મૂકી દે." તેણે હરેશને હોલની એકબાજુ રાખવા આંગળી ચીંધતા કહ્યું. તે મુકવા જઈ રહ્યો હતો કે તેના ફોનમાં રિંગ વાગી.

ધીરુભાઈ થોડા રોષે ભરાતા બોલ્યા, "અલ્યા હરિયા..., આ કોણ છે? વારે વારે ફોન કરે છે."

"શું થયું કાકા?"

"નિતુ, આખા રસ્તે એના ફોનમાં રિંગ વાગી ને પાછી રિંગેય એવી. ટીનટીન ટીનીન્ડ... ટીનટીન ટીનીન્ડ... કરી કરી ને તો માથું પકવી દીધું." હરેશને સામે જોતા જોઈને તેણે ફરી કહ્યું, "એલા ભાઈ ફોન ઉંચકને!"

રિંગ બંધ થઈ ગઈ તો તે બોલ્યો, "બંધ થઈ ગઈ કાકા, ફરી આવશે તો ઊંચકી લઈશ. હું જાઉં?"

એ જાય એ પહેલા ફરી રિંગ વાગી અને ધીરુભાઈ બોલ્યા, "જો પાછો ફોન આવ્યો. હવે ઊંચકાવ."

તે કહે, "મારામાં ફોન નથી આવ્યો કાકા."

"મારામાં આવ્યો છે." નિતુએ તેને કહ્યું.

"કોણ છે?"

શારદાને જવાબ આપતા તે બોલી, "ઋષભનો ફોન છે."

"ઋષભનો!"

"હેલ્લો..."

"દીદી હું આજે આવું છું."

"અત્યારે? તે પહેલા જણાવ્યું નહિ."

"યાદ ના રહ્યું, હું અહીંથી નીકળું છું. વહેલી સવારે ત્યાં પહોંચી જઈશ."

"હા ઠીક છે. હું સવારે તને લેવા માટે સ્ટેશન આવી જઈશ."

"હુ થયું બેટા?" તેના ફોન રાખતા જ શારદાએ આતુરતા પૂર્વક પૂછ્યું.

"ઋષભે કહ્યું કે તે કાલે અહીં આવે છે."

શારદા બોલી, "બઉ હારું, લગનને જાજી વાર નથી. અટાણે આવી જાય ઈ હારું કર્યું."

નિતુ કશું બોલ્યા વિના પોતાના રૂમમાં ચાલી ગઈ. તેણે વિદ્યાને મેસેજ કર્યો:

'મેડમ કાલે લેટ થશે'

'કેમ?'

'ભાઈને લેવા સ્ટેશન જવાનું છે.'

'ઓકે.'

રોજની માફક આજે પણ કૃતિ પોતાનું કામ પતાવી અગાસીમાં આવી તો તેણે જોયું કે હરેશ ધીમા અવાજમાં કોઈ સાથે વાત કરી રહ્યો છે. તે ચુપચાપ તેની બાજુમાં ગઈ અને એના ખભા પર ટાપલી મારી તો જસકિ જઈને તેણે ફોન બંધ કરી દીધો.

"શું થયું મિસ્ટર?"

"ક... કંઈ નહિ." ડરેલા અવાજમાં તે બોલ્યો.

"તો પછી એટલી શાંતિથી અને ચોરી ચુપીથી કોની સાથે વાતો ચાલી રહી હતી?"

"ચોરી ચુપીથી? નાના એ તો મારા કામનો ફોન હતો એટલે."

"નાના છોકરાંની જેમ ટ્રીટ ના કર મને. બધી ખબર પડે છે."

"શું બોલે છે તું?"

તેણે કડક અવાજમાં બંને હાથની અદપ લગાવી કહ્યું, "હરેશ! સાચે સાચું બોલ. કાકા પણ હમણાં નીચે વાત કરતા હતા કે તને વારંવાર ફોન આવી રહ્યા હતા. શું ચાલી રહ્યું છે આ બધું?"

"એ... અં..." તે વિચાર કરી રહ્યો હતો કે કઈ રીતે કહેવું?

"અરે બોલ, કેટલી વાર હોય? કે પછી તને દીદી પર જેટલો ટ્રસ્ટ છે એટલો મારા પર નથી?"

"એવું નથી પણ..."

"પણ શું?"

તેણે આજુબાજુ નજર કરતા તેને નજીક આવવા કહ્યું. કૃતિ તેની નજીક કાન લઈ ગઈ તો તે બોલ્યો, "મારે એક...એક..."

તેણે નેણ ઊંચા કરતા પૂછ્યું, "હાં... એક શું? આગળ તો બોલ."

"જો તું કોઈને કહેતી નહિ હા."

ટચકારો કરતા તે બોલી, "ચ્ચ્ચે... બોલ... કોઈને નહિ કહું, એક શું?"

તેણે ધીમા અવાજમાં કહ્યું, "મારી એક ફ્રેન્ડ છે."

"યુ મીન... ગર્લ ફ્રેન્ડ, રાઈટ?"

"હા એ જ સમજી લે."

"એમાં સમજી શું લે! કાં તો છે કાં નથી."

"એટલે છે... એમ."

"અચ્છા..." હસતા હસતા તે બોલી, "તો રોજે રાત્રે આ પુસ્તકો લઈને અગાસીમાં આવવાનું આ બહાનું છે. હવે મને સમજાય છે કે આ જેમ્સવાળા માણસને પુસ્તકોમાં એટલો રસ કેમ લાગ્યો?"

"હા એ જરા... ક્યારેક ક્યારેક."

"જેમ્સવાળાની પણ ગર્લફ્રેન છે? ગજબ કે'વાય નહિ!"

"એમાં શું ગજબ?"

"અચ્છા તમે હવે મને એમ કહો, કે દીદી સાથે મળીને તમે બંને શું પ્લાનિંગ કરી રહ્યા છો?"

"પ્લાનિંગ? કેવું પ્લાનિંગ? કંઈ તો નથી."

"બોલે છે કે આંટીને કહું."

"અરે તું સમજે છે એવું કંઈ નથી."

"હમ્મ... ગીતા આંટી..." તેણે જોરથી બૂમ પાડી. તો તેના મોઢા પર હાથ રાખતા તેનો અવાજ દબાવી તે બોલ્યો, "એય... શું કરે છે તું? ચૂપ થઈ જા મારી મા."

તેનો હાથ હટાવરાવી તે બોલી, "તો પછી બોલ. મને ખબર છે કે તારી અને દીદી વચ્ચે કોઈ પ્લાનિંગ ચાલે છે. તું મારી અને સાગરની ટીમમાંથી દીદીની ટીમમાં કેમ ખસી ગયો?"

"અરે એવું નથી. બસ તારા અને સાગરના લગ્નની તૈય્યારી ચાલી રહી છે. બાકીની વાત પછી કરીયે ઠીક છે." કહેતો તે ફટાફટ ત્યાંથી નીકળી ગયો.

"કંઈક તો છે જે દીદી કહેતી નથી. મારે જાણવું પડશે."

વહેલા ઉઠી પોતાના ભાઈને લેવા માટે નિતુ તૈય્યાર થઈ. "મમ્મી હું જાઉં છું." હોલમાં બેઠેલી શારદાને કહેતી તે બહાર નીકળી તો બહાર ગાડી લઈને એક ડ્રાયવર ઉભેલો.

"તમે અહિંયા?" તેણે આશ્વર્ય સાથે પૂછ્યું.

"મેડમે કહ્યું કે તમારી સાથે પહેલા સ્ટેશન પર આવવાનું છે અને પછી તમને લઈને ઓફિસ."

"એની કોઈ જરૂર નથી. તમે મને લઈને આવશો તો મેડમને કોણ લાવશે?"

"તેણે કહ્યું છે કે તે જાતે બીજી ગાડીથી પહોંચી જશે."

"અરે એવું શું કામ કરવું? હું મેનેજ કરી લેત."

"હું તમારી સાથે આવું એવો મેડમનો ઓર્ડર છે."

"ઠીક છે, ચાલો ત્યારે." કહી તે ગાડીમાં બેસી ગઈ. તે સ્ટેશન પર પહોંચી અને ઋષભને ત્યાંથી લઈને ઘરે મૂકી તે ઓફિસ માટે નીકળી. અશોક ગાડી પાર્ક કરી અંદર જઈ રહ્યો હતો કે તેની નજર ગાડીમાંથી ઉતરતી નિતુ પર પડી. તેણે અંદર જઈને અનુરાધાને પૂછ્યું, "મેડમ આવી ગયા?"

"હા... તે તો ક્યારના આવી ગયા છે."

"ઠીક છે હું હમણાં આવું." તે વિદ્યાની કેબિનમાં ગઈ કે અશોક અંદર પહોંચ્યો અને તેણે આવીને અનુરાધાને પૂછ્યું, "નીતિકા હમણાં અંદર આવીને, ક્યાં ગઈ?"

"એ તો મેડમની કેબિનમાં ગઈ છે. શું થયું?"

"અચંબામાં મૂકી દે એવું દ્રશ્ય હું જોઈને આવ્યો છું."

પાછળની ખુરશી પરથી ઉભા થતા ભાર્ગવ બોલ્યો, "લે એવું તો શું જોઈને આવ્યા છો અશોકભાઈ?"

"અત્યાર સુધી આખી ઓફિસ વિદ્યા અને નીતિકાના એકબીજા પ્રત્યેના ગુસ્સાને જાણતા હતા. આજે નીતિકા મેડમની ગાડીમાં ઓફિસ આવી છે."

"શું વાત કરો છો અશોકભાઈ?" ત્યાં ઉભેલા બધાંને આશ્વર્ય થયું.

સ્વાતિ બોલી, "મને તો કોઈ લોચો લાગે છે. હમણાંથી મેડમનો રંગ ફરી ગયો છે. છેલ્લા કેટલાય દિવસથી મેડમે તેના પર ગુસ્સો નથી કર્યો."

સ્વાતિનો સાથ પુરાવતા અનુરાધા બોલી, "ખરેખર, હું તારી વાતથી સો ટકા સંમત છું. કાલે મેડમે તેને આવતાની સાથે કોફીની ઓફર અપી અને આજે એને લેવા માટે ગાડી મોકલી. આ કોઈ સાધારણ વાત નથી. નીતિકા કોઈ વાત આપણા બધાથી છુપાવે છે એ તો ફાઈનલ  છે. " અનુરાધાના આ વાક્ય પર આખી ઓફિસ વિચાર કરવા લાગી અને કેમ ના કરે? નિતુ કે વિદ્યાના સ્વભાવમાં આવેલું પરિવર્તન સાધારણ ના હતું.