Supercomputer Param Rudra in Gujarati Science by Siddharth Maniyar books and stories PDF | સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર

Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર

એક કોમ્યુટરનું ૫૦૦ વર્ષનું કામ પરમ રુદ્ર મિનિટોમાં કરશે

સુપર કોમ્પ્યુટિંગમાં ભારત દેશ આર્ત્મનિભર બન્યો : વડાપ્રધાન દ્વારા ત્રણ સુપર કોમ્પયુટર દેશને અપર્ણ

રૂપિયા  ૧૩૦ કરોડના ખર્ચે સુપર કોમ્પ્યુટર તૈયાર કરાયા : આઇટી, મેન્યુફેક્ચરિંગ, એમએસએમઇ અને સ્ટાર્ટઅપને વેગ મળશે

વિશ્વભરમાં કોમ્પ્યુટિંગ ક્ષેત્રે ભારતનો વિકાસ ખુબ જ નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યો છે. ત્યારે હવે, ભારત પણ સુપર કોમ્પ્યુટર ધરાવતા દેશોની ક્ષેણીમાં આગળ વધી રહ્યું છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જ દેશને ત્રણ સુપર કોમ્પ્યુટર ભેટ આપવામાં આવ્યા છે. જે ભારત માટે એક મોટી સીદ્ધી માનવામાં આવી રહી છે. ત્રણ નવા સુપર કોમ્પ્યુટરને પરમ રુદ્ર નામ આપવામાં આવયું છે.
ભારતના આ ત્રણ સુપર કોમ્પ્યુટર પરમ રુદ્ર પર્યાવરણ, આબોહવા અને અન્ય અનેક ક્ષેત્રોમાં સંશોધન અને માહિતી એકઠી કરવા તેમજ તેના કેલક્યુલેશન માટે ખુબ જ મહત્વના પુરવાર થશે. વાત સુપર કોમ્પ્યુટરની કરીએ તો તે સામાન્ય કોમ્પ્યુટર કરતા ખુબ જ જુદા હોય છે. તેની સપીડ સામાન્ય કોમ્પ્યુટર કરતા હજારો ગણી હોય છે. સામાન્ય કોમ્પ્યુટરને જે કામ કરતાં ૫૦૦ વર્ષ જેટલો સમય લાગે છે તે પરમ રુદ્ર માત્ર મિનિટોમાં જ કરે છે. તેના પરથી આપણે તેની ઝડપનો અંદાજ લગાવી શકયી છીએ.
૨૦૧૫માં નેશનલ સુપરકોમ્પ્યુટિંગ મિશનની શરૂઆત થઇ હતી. હવે, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ટેક્નોલોજી ક્ષેત્રમાં આગેવાની કરી છે. જે આઇટી, મેન્યુફેક્ચરિંગ, એમએસએમઇ અને સ્ટાર્ટઅપને વેગ આપે છે. રૂા. ૮૫૦ કરોડની ઉચ્ચ-પ્રદર્શન કમ્પ્યુટિંગ સિસ્ટમનું પણ ઉદ્‌ઘાટન કર્યું, જે હવામાન અને આબોહવા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવી છે. આજનો દિવસ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં મોટી ઉપલબ્ધિનો દિવસ છે.

પરમ રુદ્ર ખગોળીય અને કુદરતી ઘટનાની માહિતી મેળવશે
સુપર કોમ્પ્યુટરનું કામ એક સાથે મોટી માત્રામાં ડેટાને પ્રોસેસ કરવાનું છે. પરમ રુદ્ર પણ કંઇક આવું જ કામ કરશે. સામાન્ય કોમ્પ્યુટર માટે જે ડેટા પ્રોસેસ કરવા લગભગ અશક્ય હોય છે તેને પણ પરમ રુદ્ર ખુબ જ સહેલાઇથી અને ગણતરીના સમયમાં કરી આપે છે. પરમ રુદ્ર મુખ્યત્વે વૈજ્ઞાનિક અને સંશોધન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે. એટલું જ નહીં પરમ રુદ્ર ખગોળીય ઘટનાઓ તેમજ કુદરતી ઘટનાઓ વિશેની માહિતી મેળવવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવશે. સામાન્ય રીતે કહીએ તો એક પરમ રુદ્ર હજારો કોમ્પ્યુટરનું કામ કરશે.

ત્રણ સુપર કોમ્પ્યુટર પાછળ રૂપિયા ૧૩૦ કરોડો ખર્ચ થયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને સમર્પિત ૩ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર પાછળ રૂા. ૧૩૦ કરોડનમો ખર્ચ થયો છે. જેને પુણે, દિલ્હી અને કોલકાતામાં લગાવાશે. પરમ રુદ્ર કોમ્પ્યુટરનો ઉપયોગ પુણેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ આ સુપર કોમ્પ્યુટરની સેવાઓનો ઉપયોગ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્‌સ અને અન્ય ખગોળશાસ્ત્રીય ઘટનાઓનો અભ્યાસ કરવા માટે કરશે. દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર સામગ્રી વિજ્ઞાન અને અણુ ભૌતિકશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપશે. જ્યારે કોલકાતામાં એસએન બોસ સેન્ટર આ સુપરકોમ્પ્યુટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ અદ્યતન સંશોધન માટે કરશે, જેમાં ભૌતિકશાસ્ત્ર, બ્રહ્માંડ વિજ્ઞાન અને પૃથ્વી વિજ્ઞાન જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

૨૦૩૫ સુધીમાં દેશનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે
તાજેતરમાં પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટરના લોન્ચીંગ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિજ્ઞાન, ટેકનોલોજી અને સંશોધનને પ્રાથમિકતા આપી રહી છે. દેશ હવે, કોમ્પ્યુટિંગ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. મિશન ગગનયાનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ૨૦૩૫ સુધીમાં આપણા દેશનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે.

પરમ રુદ્રની વિશેષતાઓ
- પ્રોસેસિંગ પાવર : પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર ખૂબ જ ઊંચી ઝડપે સઘન સંખ્યાત્મક ગણતરીઓ અને સિમ્યુલેશન કરવા માટે રચાયું છે. તે ૧ પેટાફ્લોપ પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. જેનો અર્થ છે કે ઘણા બધા ડેટાને કાર્યક્ષમ રીતે પ્રોસેસ કરી શકાય છે.
- ખગોળશાસ્ત્ર : જીએમઆરટીને સમર્પિત સુધારેલ ગણતરી વૈજ્ઞાનિકોની કોસ્મિક ઘટનાઓ પર વધુ વિગતવાર ધ્યાન આપવાની ક્ષમતામાં વધારો કરશે, ઉદાહરણ તરીકે, બ્રહ્માંડ વિશેની આપણી સમજમાં સુધારો.
- ભૌતિક વિજ્ઞાન : આ સુપર કોમ્પ્યુટર દ્વારા બે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સાચા અર્થમાં અગ્રણી કાર્ય થશે. જેનાથી દેશની વૈજ્ઞાનિક સફળતાઓમાં વધારો થશે.
- હવામાન અને આબોહવા સંશોધન ઃ પરમ રુદ્રની સાથે વધુ બે એચપીસી સિસ્ટમ અર્કા અને અરુણિકાનો પણ સમાવેશ કરાયો છે. જે ખાસ કરીને હવામાનની આગાહી માટે તૈયાર કરાઇ છે. અર્કા અને અરુણિકાનો ઉદ્દેશ આત્યંતિક હવામાન ઘટનાઓની આગાહીને વધારે સચોટ બનાવવાનો છે. જેનાથી કૃષિ અને આપત્તિ વ્યવસ્થાપનને નોંધપાત્ર રીતે ફાયદો થાય.
- આર્કિટેક્ચર અને ડિઝાઇન : પરમ રુદ્ર ઇન્ટેલ સીપીયુ અને નવીદીયા જીપીયુના સંયોજનથી બનાવાયુ છે. જેથી તેની પાસે વધુ સ્થાનિક રીતે વિકસીત ટેકનોલોજી છે.
- કિંમત અસરકારકતા : પરમ રુદ્ર આંતરરાષ્ટ્રીય સંસ્કરણો કરતાં પ્રમાણમાં સસ્તુ છે. આ ખર્ચ અસરકારકતા સાથે ભારત સુપરકોમ્પ્યુટિંગ ટેક્નોલોજીમાં આર્ત્મનિભરતાના તેના ધ્યેય તરફ બહુવિધ સિસ્ટમ્સ બનાવી શકે છે.
- રિસર્ચ ફોકસ : પરમ રુદ્ર ભારતમાં કરવામાં આવતા ચોક્કસ પ્રકારના સંશોધનો માટે અનુકુળ છે, જેમાં જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ અને ઇન્ટર-યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટરનો સમાવેશ થાય છે.