Khara Ae Divso Hata in Gujarati Short Stories by Bharat(ભારત) Molker books and stories PDF | ખરા એ દિવસો હતા!

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

ખરા એ દિવસો હતા!

 

હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં ગુરુવાર નો દિવસ રમતગમત અને શારીરિક શિક્ષણ ને લગતી પ્રવીતીઓં માટે ફાળવવા માં આવેલો. દર ગુરુવારે બધા વિદ્યાર્થીઓ ને શ્વેત વસ્ત્ર (છોકરાઓ ને પેન્ટ શર્ટ, છોકરીઓ માટે સ્કર્ટ અને શર્ટ) ધારણ કરી નિશાળે જવાનું રેહતું. ગુરુવાર ના દિવસ નો એ ઉનીફોર્મ. સવાર ની પ્રાથના અને હાજરી પુર્વ્યા પછી બધા વિદ્યાર્થીઓ ને શાળાની પાસેના એક મૈદાન માં લઇ જવાતા. ક્યારેક અમારા પી.ટી ના સાહેબ બધા ને કસરત કરાવતા, તો કોઈ વાર અમને બધા ને છુટ્ટા છોડી મુકતા, કે જાઓ જે રમત રમવી હોત તે રમો...જલસા કરો. તે દિવસો દરમિયાન મને અને શાળા માં જે મિત્રો હતા તમને ક્રિકેટ રમવાનો ભારે ચસકો. (ક્રિકેટ રમવાનો ચસકો ત્યારે જેટલો હતો એવો આજે કેમ નથી તેની વાત આગળ કરીશ). એટલે દર ગુરુવારે હું મારા મોટા ભાઈ પાસે જે બેટ હતું તે નિશાળે લઈ જતો, ક્રિકેટ રમવા માટે. મારા ભાઈ ને આ વાત ની ખુબ ચીડ રેહતી. પણ હું ચૂપચાપ લઇ જતો, ભલે ને પછી અણે બેટ ક્યાય સંતાડી ને મુક્યો તો પણ. મારી જેમ બીજા મિત્રો બોલ, સ્ટમ્પ, લઇ આવતા ને અમે બધા ક્રિકેટ રમતા. શાળા તરફ થી જયારે વિદ્યાર્થીઓ ને રમવા માટે ખાસ સમય આપવા માં આવે, ને તે દરમિયાન તેઓ મન ગમતી રમત રમી શકે, એનો આનંદ તો એવો કે મૂડી પર વ્યાજ મળતો હોય એવો.

ઘર અને શાળા બંને બાજુ થી એક જ ટકોર કાયમ રહતી, “આ છોકરાઓને તો બસ મોકો મળે એટલે બેટ ને બોલ ટીચવા માંડી જાય છે” પણ આવી બધી ટકોર ની મારા ઉપર અને મારા બીજા સાથીયો પર કોઈ જ અસર થતી નહિ. એક ગુરુવાર ની વાત છે, ચોમાસા ના દિવસો હતા, મહિનો બરાબર યાદ નથી. તે દિવસે ઘરે થી એજ અપેક્ષા સાથે નીકળ્યો હતો કે આજે પણ ક્રિકેટ રમવાની ખુબ મજા માણીશું. તે દિવસે કારણ શું હતું એ ખબર નહિ, પણ પ્રાથના અને હાજરી પુરાવ્યા પછી બધા વિદ્યાર્થીઓને રજા આપી દેવાઈ. અચાનક રજા મળી જવા થી બધા વિદ્યાર્થીઓની ખુશી નો પર નહોતો, પણ અમારી મિત્ર મંડળી જરા નિરાશ હતી. અમે બધા વિચારતા હતા...શું કરવું? ઘરે પાછુ જતું રેહવું કે શું? તેવામાં મનીયો બોલી ઉઠ્યો “ચાલો ને આપણે મૈદનમાં રમવા જઈએ, એમ પણ ઘરે જઈને કરવાનું શું છે?” મનીયા નો ખાસ ભાગો, અને વાત ને સહમતી આપતા બોલ્યો, “મૌકો મળ્યો છે તો રમવા જઈએ, બાકી ઘરે તો એવું જ કેહવામાં આવશે કે ભણવા બેસો. એમ પણ ખુલા મૈદાન માં રમવાની મજા જ કૈક અલગ છે.” બધા રમવા જવા માટે સહમત થયા. ત્યાં તો રવલો બધા ને ટોકતા બોલ્યો, “અરે...પેહલા એ નક્કી કરો કે રમવા માટે જઈશું ક્યાં?” બધા નો એક સરખો જવાબ હતો કે, “ત્યાં જ જ્યાં દર ગુરુવારે આપણને શાળા તરફ થી લઇ જવાય છે”. રવલો બોલ્યો, “ગાંડા થયા છો કે શું? ત્યાં પેલો ગુરખો જમાદાર આપણને અંદર નહિ જવા દે, ને પાછો શાળા માં જઈ ને ફરિયાદ કરી આવશે એટલે વાર્તા પૂરી...” બધા ના માં વિચાર થયો કે હા યાર વાત તો સાચી! હવે કરવું શું, કારણ બધા ને એ વાત ની જાણ હતી કે અમારી શાળા ના મુખ્ય અધ્યાપક નો ફરમાન, કે શાળા છુટ્યા પછી સીધું ઘરે જવાનું. જો કોઈ વિદ્યાર્થી આમ તેમ ભટકતો દેખાય તો તેના વાલી ને બોલવા માં આવશે અને અમુક દિવસ માટે તે વિદ્યાર્થી ને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. બધા ગંભીરતાપૂર્વક વિચારોમાં પડી ગયા, કારણ થોડાક દિવસો પેહલા જ એક વિદ્યાર્થી ને આ ફરમાન ના વિરુદ્ધ જવાનો પરિણામ ભોગવવો પડ્યો હતો. અમુક ક્ષણ પછી બધા નો વિચાર બદલાઈ ગયો... “જવા દો....આજે નથી જવું ક્રિકેટ રમવા, ચાલો પાછા ઘરે” બધા આ વાત સાથે સહમત થવાની અણી પર જ હતા ત્યારે ભુપો ઝટ બોલી ઉઠ્યો, “મારા ઘર ની પાસે જે મૈદાન છે ત્યાં જઈએ, હાં થોડું દુર છે પણ ત્યાં જઈ શકાય”. ભુપો જે વિસ્તાર મેં રેહતો તે તરફ રવલો પણ રહેતો હતો, તે બોલ્યો, “હાં ત્યાં કોઈ વાંધો નહિ આવે, અમે તો રોજ સાંજે ત્યાં જ રમવા જઈએ છીએ.” થોડી વાર ની મથામણ પછી નક્કી થયું કે કઈ દિશા માં આગળ વધવાનું છે. અમે બધા છોકરાઓ પોતપોતાની સાયકલ પર નીકળી પડ્યા, જેમની પાસે સાયકલ નહોતી તે કોઈ બીજા મિત્ર ની સાથે ડબલ સીટ બસી ગયા. અને અમારી મંડળી ને દોરતો હતો ભુપો, કારણ કયા રસ્તો જવાનું તેને જ ખબર હતો. જોકે રસ્તો તો રવલા ને પણ ખબર હોતો પણ તેને ભુપા ની જેમ આગેવાન બનવા માં ક્યારેય રસ નહતો. તે કોઈ મિત્ર ની પાછળ બેસી ને ઉંઘ નું એક ઝોકું ખાઈ લે એટલે બસ. સાયકલ ની સવારી ને મોજ મસ્તી કરતા કરતા મૈદાન સુધી આવી પહોચ્યા. મૈદાનની ફરતે કોટ બનાવેલો હતો ને અંદર પ્રવેશ કરવા મોટો ઝાંપો હતો. મૈદાન માં પ્રવેશી સાયકલો એક તરફ ઉભી કરી, ત્યાં એક ઝાડ ની પાસે ઓટલો બનાવેલો હતો, તેની ઉપર દફતર, બેટ સ્ટમ્પ બધું મૂકી દીધું. કોઈ મિત્ર બીજા મિત્ર ને ખીજવે, કોઈ બીજા ની વાત કાપી નાખે..હા-હા..હી-હી ચાલી રહી હતી તો કોઈ બોલ્યું, “ચાલો ફટાફટ ટીમ પડી ને રમવાનું ચાલુ કરો” પણ આ દરમિયાન અમારા બધા ની મસ્તી ને ટીખળ ટિપ્પણીઓ નો દોર હજી સુધી શમ્યો નહતો. ને એટલા માં તો કોઈ જોર જોર થી મોટે થી બોલી રહ્યું હોય એવું લાગ્યું. બધા એ અવાજ આવતો હતો તે દિશા તરફ જોયું તો એક સરદાર બરડા પડતો અમારી તરફ ધસી આવતો હતો. મોટે મોટે થી ગંદીગાળો બોલી રહ્યો હતો, “ભાગો સાળો યહાં સે ભાગો...તુમ્હારી----કી” બધા ને કઈ જ સમજાયું નહિ. ને જે આક્રમકતા થી તે અમારી તરફ આવી રહ્યો હતો, તે નજીક આવતા જ અમે બધા આમ તેમ વિખરાઈ ગયા. સરદાર પેલા ઓટલા પાસે ઉભો રહી બબડવા લાગ્યો, “ભાગો યહાં સે વારના માર પડેગી!” અમારા માં થી કોઈ બોલ્યું, “પર અંકલ હમને કિયા ક્યાં હૈ?”, “હુમ તો યહાં ક્રિકેટ ખેલના આયે હૈ” પેલો હજી રોષે ભરતા બોલ્યો, “બોલા ના ભાગો યહાં સે વારના મારુંગા...” બધા ડરી ગયા. ત્યારે ભુપો ને રવિ બોલ્યા, “હુમ તો રોઝ યહાં ખેલને આતે હૈ, હુમકો કભી કિસી ને નહિ રોકા...” “સાલે જબાન લડાતે હૈ...” સરદાર ગુસ્સા માં બંને ની તરફ આગળ વધ્યો, તો તેઓ થોડી દુર ભાગી છુટ્યા. સરદાર અમને બધા ને સતત જે પ્રકાર ની ગાળો બોલી રહ્યો હતો તેમાં નો એક શબ્દ પણ અહી લખવો અશક્ય છે. અમે બધા એક બીજા સામે જોઈ રહ્યા હતા કે આ બધું શું થઇ રહ્યું છે? એટલા માં તો સરદાર એ અમારા સ્ટમ્પ બેટ ઉપાડી લીધા ને બોલ્યો, “અબ દેખતા હું તુમ લોગ કૈસે ખેલતો હો” ને બધું તેના હાથ માં સમેટી ચાલવા લાગ્યો. “અરે અંકલ હમારે બેટ ઔર સ્ટમ્પ ક્યોં લે જા રહે હો.... હુમકો વાપસ દો.... હમ જા રહે હૈ...નહિ ખેલલેંગે યહાં પર... જેમની તે બધી વસ્તુઓ હતી તેઓ આ બધું બોલતા તેની પાછળ પાછળ ગયા, તો પેલા અમારા જ સ્ટમ્પ માં થી એક સ્ટમ્પ ઉગારી અમને મારવા વળ્યો, પાછા અમે બધા આમ તેમ ભાગવા લાગ્યા. પેલો અમારી વસ્તુઓ લઇ ને મૈદાન ની પાસે એક દુકાન હતી તેમાં ગયો અને બધું ત્યાં મૂકી દીધું. હું, મુકો, રવલો, દુલો, અને બીજા એક બે જણા પેલા સરદાર ની દુકાન સામે ઉભા હતા કારણ અમારી વસ્તુઓ તેણે બળજબરીપૂર્વક પોતની પાસે રાખી લીધી હતી. અમારા બીજા મિત્રો બધા તો પોતપોતના સાયકલ લઇ ને તરત રફુચક્કર થઇ ગયા. અમે ૫-૬ જણા સતત પેલા સરદાર ને અમારી વસ્તુ પાછી આપી દેવા આજીજી કરી રહ્યા હતા પણ પેલો ટસ નો મસ થતો જ નહતો. થોડી વાર રહી બોલ્યો, “જાઓ તુમ્હારે પી.ટી. કે સર કો લેકર આઓ..ફિર દુંગા” અમે બધા એ માથું પકડી લીધું કે આ કેવી શરત મૂકી આ સાલા એ. કારણ બધા ને ખબર હતી કે શાળાએ જઈને આ ઘટના ની જાણ કરીશું તો શાળાના અધ્યાપકો ઉલટાનું અમને ઠપકો આપશે. “શાળા છૂટ્યા પછી તમે લોકો ઘરે જવાને બદલે રમવા કેમ ગયા? તમારા વાલીયો ને બોલવા પડશે!” ને પછી વાલીયોની સામે અમારી બીજી દસ ખરાબીઓ ની ફરિયાદ કરવામાં જે અમે ક્યારેય આચરી પણ નહિ હોય. ને પી.ટી. સર ના લાફા ની ગુંજ અમારા કાનો માં ગરજી ઉઠી. (અમારો પી. ટી. નો સર રાઠોડ, કયા પ્રકાર નો હતો ખબર નહિ, છોકરાઓ ને માર મારવા હમેશા તત્પર! હવે કદાચ એવું લાગે છે કે એ કોઈ પ્રકાર ની વિકૃતિ થી પીડાતો હશે) આ બધા દ્રશ્યો પળ વાર માં તો અમારી નજરો સમક્ષ ઘટિત થતા અમે જોઈ લીધા. અમે પેલા ને વિનવણી કરી કે શાળા માં હમણાં કોઈ નહિ હોય, તમે મેહરબાની કરીને અમારી વસ્તુઓ આપી દો પાછી. ફરી પેલા એ અમને ગાળો ભાંડવાની શરુ કરી. આપસ માં અમારી વાતો ચાલી, “યાર, ઘરે ખબર પડશે તો બહુ માર પડશે” “ને આપણી વસ્તુઓ લીધા વગર ઘરે પાછા જઈએ કેવી રીતે?” અમે હજી એક વાર પેલા ખડૂસ સરદાર ને વિનવણી કરી, “અંકલ, હમારે બેટ ઔર સ્ટમ્પ દેદો ના પ્લીઝ, વારના ઘર પર માર પડેગી”. પેલો વટથી બોલ્યો, “કુછ નહિ મિલેગા, અબ એ સારી ચીઝે મેરી હૈ...ભાગો યહાં સે નહિ તો મારુંગા પકડકે...” પેલો દુકાન માં થી બહાર તરફ આવા લાગ્યા ને અમે થોડી દુર જઈ ઉભા રહ્યા, પણ તેના દુકાન ની બરાબર સામે. જોત-જોતા માં અમારી આંખો માં થી અશ્રુ ધાર વેહવા લાગી. થોડી દુર ઉભા રડતા રડતા પણ અમે પેલા સરદાર ને આજીજી કરતા હતા, એટલા માં તો ઉપર થી વાદળો પણ વરસવા લાગ્યા, કદાચ નિર્દોષ છોકરાઓની વ્યથા જોઈ તેઓ પણ પિઘળી ગયા હોય. પેલો સરદાર જાણે પથ્થર નો બન્યો હતો, જેમાં પિઘળવાનું કોઈ લક્ષણ જ નહિ ને. વરસતા વરસાદ માં ભીંજાતા, રડતા અમે ઉભા હતા. બુમો પાડી પાડી ને વિનતી કરતા હતા. રસ્તા પર આવતા જતા લોકો અમને જોઈ રહ્યા, પણ કોઈએ આવી ને કારણ પૂછ્યું નહિ કે છોકરાઓ કેમ રડો છો? થોડી વાર પછી રવલો બોલ્યો, “ચાલો મારા ઘરે. મારા પપ્પા ને વાત કરું”. રવલા નું ઘર ત્યાં થી નજીક જ હતું. તેના ઘરે ગયા, મારું રડવાનું હજી થમ્યું નહોતું. એક જ ચિંતા મન માં આવી આવી ને ધડાકા કરતી હતી, “બેટ લીધા વિના ઘરે ગયો તો મારી ગયો! મારો ભાઈ જીવ લઇલેશે મારો..”. રવલા ના ઘરવાળાઓ એ તેને પૂછ્યું કે કેમ આ છોકરો રડે છે? તણે બધી વાત તમને જણાવી. તેના પરિવારજન માં થી કોઈ પાણી લઇ આવ્યું, ને મને કહ્યું કે “પાણી પી લે...ને રો નહિ, રોવે છે શું કામ?” પણ મારો જીવ બેટ માં અટક્યો હતો. મુકો અને બીજા પણ ગુમસુમ હતા. કારણ પોતાની વસ્તુ લીધા વગર ઘરે જઈએ તો વારો નીકળે. રવલાએ તેના પપ્પા ને કહ્યું, “પપ્પા તમે પેલા સરદાર ને સમજાવશો?” તના પપ્પા એ જવાબ આપ્યો કે, “હું પેલા ને ઓળખતો નથી, જો કઈ આડું અવળું બોલવાનું થયું તો માથાકૂટ થઇ જશે” અને એમણે હાથ ઊંચા કરી દીધા.  હતાશ મને અમે રવલા ના ઘરે થી નીકળી પડ્યા. નિરાશ, ભુક્યા તરસ્યા, એ પણ સુજતુ નહોતું કે જવું ક્યાં? દુલો બોલ્યો, “ચાલો મારા ઘરે, માર મમ્મી પપ્પા ને કહીશ તો તેઓ જરૂર આપણી મદદ કરશે”. દુલા ના ઘરે પહોચ્યા. બધા ને બહાર ઉભા રહેવાનું કહી દુલો ઘર માં ગયો. બહાર ઉભા અમે જોઈ શકતા હતા કે દુલો તેની મમ્મી ને આખી ઘટના વર્ણવી રહ્યો છે. તેની મમ્મી એક નજર બહાર તરફ અમને જોતી અને દુલા સામે જોઈ તેની વાત સાંભળતી. તેની મમ્મી ના હાવ ભાવ પર થી એ સ્પસ્ટ થઇ રહ્યું હતું કે તેમને અમારી મદદ કરવા માં કોઈ જ રસ નથી. દુલો તેની મમ્મી પાસે થી ઉભો થયો ને અમને કઈ કેહવાનું હોય એવા હાવ ભાવ સાથે બહાર તરફ આવી રહ્યો હતો, એ બહાર અમારા સુધી આવે તે પેહલા તો તેની મમ્મી મોટે થી બુમ પડી ને બોલી, “એમાં તારું બેટ કે બોલ નથી ને! તો છાનો માનો ઘર માં બેસ!” દુલો અટક્યો ને ઘરમાં જ ભરાય રહ્યો. હવે? શું કરવું? મન માં એવી ખીજ ઉઠવા લાગી કે એ કઈ વિચિત્ર ઘડી હતી જયારે આજે પેલા મૈદાન માં જવાનું નક્કી કર્યું. મેં કહ્યું, “હવે તો આપણા બેટ સ્ટમ્પ ગયા...હવે તો નહિ મળે...ગયા..” મુકો બોલ્યો, “પેલા સરદાર નો બાપ પણ આપણા બેટ ને સ્ટમ્પ પાછા આપશે. હું મારા પપ્પા ને જઈ ને કહું છું” મુકો નીકળી પડ્યો તેના ઘર તરફ. તેની વાત સાંભળી મને થયું, “હવે આ શું તોડી લેવાનો?” ઘરે શું બહાનું બનાવું? એ વિચારતા વિચારતા હું ઘરે આયો. જેવો અંદર પ્રવેશ્યો તરત મારી મમ્મી બોલી ઉઠી, “બેટ ક્યાં મૂકી આવ્યો?” મારી મમ્મીને ઘરની દરેક વસ્તુ સાથે ખુબ આત્મીયતા. કોઈ વસ્તુ કદાચ આડીઅવળી મુકાય ગઈ હોય ને જો તે ના મળે તો મારી મમ્મી ચિંતા માં આખું ઘર માથે લઇ લે. એમાય બેટ નો ખરો માલિક તો મારો મોટો ભાઈ. હું ખાલી હાથે પાછો આવ્યો એટલે તેન શંકા થઇ. અચાનક વધી ગયેલા ધબકાર સાથે મેં મમ્મી ને કહ્યું “બેટ છે ને હું કાલે લાવીશ, એક મિત્ર ના ઘરે ભૂલી આવ્યો છું”. વાત મમ્મી ના ગળે ઉતરી ગયી. તણે વધારે પૂછ પરછ કરી નહિ. તે ક્ષણે તો મનમાં હાશકારો થયો કે બચી ગયો,પણ ચિંતા હજી ટળી નહોતી. કાલે કરવું શું? ને મોટો ભાઈ તો બીજા ૨૫ સવાલો પૂછશે તેના શું જવાબ આપીશ? મમ્મી બોલી, “કપડા બદલીને જમવા બેસી જા”. ગજબ ની ભૂખ લાગી હતી. જાણે પેટમાં ઊંડો ખાડો પડ્યો હોય ને હવે તો અન્ન થી તેનું પુરણ થઇ શકે અથવા ભૂખ ની પ્રચંડ અગ્નિ જે અન્નની આહુતિ થી શમી શકે. ને જયારે માણસ ને બરાબર ની ભૂખ લાગી હોય ને ત્યારે બધી ચિંતા ખાડા માં જાય, ભલે ને પળ બે પલ માટે. જમ્યા પછી, સ્વાભાવિકપણે ઉંઘ ચઢી... તે ઉમર માં ચપટી વગાડતા ઉંઘ ચઢતી. ભણવા બેસીએ ત્યારે તો શું કેહવું! ભર બપોરે ઘસઘસાટ ઊંઘી ગયો. જે પળ બે પળ પેલી ચિંતા માં થી છુટકારો મળે, પછી તો એ મંડરાયા જ કરશે છે જ્યાં સુધી કોઈ ઉકેલ ના આવે. લગભગ બે અઢી કલાક પછી કાને અવાજો સંભળાયા ને આંખ ખુલી. મારી મમ્મી કોઈ ને સાથે બોલી રહી હતી જરા ઊંચા અવાજે. બીજા જે મારી મમ્મી સાથે બોલી રહ્યા હતા તમનો અવાજ પણ ઓળખીતો લાગ્યો. જરા ધ્યાન થી સાંભળ્યા પછી થયું કે આ તો ભગો અને મનીયો! હું તરત ઉભો થયો ને દરવાજો ખોલી જોયું તો મારા ઘર ની ઓસરી પર ભગો ને મનીયો ઉભા છે ને તેમના હાથ માં મારું બેટ છે. હું તરત બોલી ઉઠ્યો, “બેટ મળી ગયું!” મારી ખુશી ની કોઈ સીમા નહોતી. પછી નજર મારી મમમી તરફ ફરી તો તે જે રીતે મને જોઈ રહી હતી, મારું મન ફફડી રહ્યું હતું. હું જાગું, ત્યાં સુધી તો ભગા અને મનીયાએ મારી મમ્મી ને સવારે બનેલી ઘટના ની રજે રજ કહી દીધી હતી. મમ્મી મારી સામે જોઈ બોલી, “કેટલું ખોટું બોલે છે... કે બેટ મિત્ર ના ઘરે ભૂલી આવ્યો. ખબરદાર જો હવે નિશાળે બેટ લઇ ને ગયો છે તો. તારું ક્રિકેટ નું ભૂત ઉતારી દઈશ...” ભગો અને મનીયો મારી ઝાટકણી થઇ રહી છે તેની મજા માણી રહ્યા. મમ્મી એ ભગા-મનીયા ને કહ્યું કે “હવે નાસ્તો કરી ને જ જજો”. ઘરે કોઈ મિત્ર આવે, મારી મમ્મી નાસ્તો કરાવ્યા વગર તેને પાછો ના મીકલે. બડાઈ નથી હાંકતો, હકીકત કહું છું. મમ્મી રસોડા તરફ ગયી, હું બેટ હાથ માં પકડી ને બે ઘડી તેને તાંકી રહ્યો. ભગો-મનીયા બોલી ઉઠ્યા, “સવારે તો કેવો રડતો’તો નહિ” ને એક બીજા સામે જોઈ હસી પડ્યા. મેં પૂછ્યું કે બેટ પાછુ મળ્યું કેવી રીતે? તેમણે જણાવ્યું કે મુકો તેના પપ્પા ને કાકા ને લઈને પહોચી ગયો પેલા સરદાર ની દુકાને. મૂકા ના પપ્પા ને કાકા એ સરદાર ને બરાબર નો ધમકાયો, “બચ્ચો કે સામને દાદાગીરી કરતા હૈ? ચલ ઉનકી ચીઝે વાપસ કર...” સરદાર અમારી સામે સિંહ બની રહ્યો હતો, પણ મૂકા ના પપ્પા ને કાકા સામે બિલાડી બની ગયો ને ચૂપચાપ બધી વસ્તુઓ પછી આપી દીધી. મેં ભગો-મનીયા ને કહ્યું, “યાર મૂકા નું કેહવું પડે, જે બોલ્યો એ કરી બતાવ્યું!”

તે સાંજે ઘર ના દરેક સભ્યો મને ઠપકો આપવા માટે પાછા ના પડ્યા. “શાળા છુટ્યા પછી સીધું ઘરે આવાનું”. “હવે જો બેટ લઇ ને ગયો છે ને તો ફટકારીશ...”  “શું ક્રિકેટ..ક્રિકેટ...ભણવા પર ધ્યાન આપ”. “ખોટું બોલતા શીખી ગયો છે બોલો!” આ બધું સાંભળી લેવા સિવાય મારી પાસે બીજો કોઈ ઉપાય હતો ખરો? અને એ તો સારું છે કે માર ના પડ્યો. પણ ચાલો બેટ પાછુ મળી ગયું ને...હાશ! હવે રાતે નિરાતે ઊંઘી શકાશે. બીજા દિવસે જયારે અમે બધા શાળા માં મળ્યા તો એક બીજા સામે જોઈ હસી પડ્યા, કે યાર કાલે કેવો દાવ થઇ ગયો હતો. અમે બધા એ ભૂપ ને આડે હાથ લીધો, કે તું તો બહુ ડંફાસો મારતો હતો, પણ કાલે કેવું ભરાઈ ગયા. “મેં ક્યારે કહ્યું’તુ કે ત્યાં રમવા ચાલો” ભુપો વાત ની પલટી મારવા માં ઉસ્તાદ. તે ઘડી એ ખરેખર એવું લાગ્યું હતું કે ભુપો મોટો થઇ ને રાજકારણી બનશે. નરિયો અમારા બધા ની વાતો સાંભળી રહ્યા હતો. નરિયા ના પપ્પા પોલીસ અધિકારી હતા. મેં નરિયા ને કહ્ય, “અમને એવો વિચાર આવેલો કે તારા પપ્પા ની મદદ માંગીએ”. નરિયો બોલ્યો, “ મને ખબર પડી કાલે તમેં શું કાંડ કર્યો તેની...પેહલી વાત તમારે ત્યાં જવાની જરૂર જ શું હતી?” બધા ને નરિયા ની વાત સાંભળી એક વિચાર જરૂર આવ્યો હતો કે, “લે આ તો દિલાસો આપવા ને બદલે ઉલટાનું અમારો જ વાંક કાઢે છે”. કોઈ કઈ જ બોલ્યું નહિ, ને વાત આગળ વધે એ પેહલા શાળા નો ઘંટ વાગ્યો ને અમે બધા વર્ગ તરફ ગયા..ને આ વાત ત્યાં જ અટકી ગયી. વખત જતા બધા આ ઘટના ને બધા ભૂલા ગયા હશે જ. હું ભૂલ્યો નથી કારણ જીવન માં એક મહત્વ નો સબક શીખવા મળ્યો હતો, ને ભૂલાય કેવી રીતે?

તે વખતે ક્રિકેટ માટે જે વળગણ હતું, પછી એ ક્રિકેટ રમવા માટે હોય તે તેને લગતી વાતો ચર્ચાઓ, ક્રિકેટરો ના સ્ટીકર, કાર્ડ ભેગા કરવા....વગેરે વગેરે...આજે તે વખતના ગાંડપણ વિષે વિચાર આવી જાયે તો વિશ્વાસ નથી થતો, કે સાચે આ હદે હું અને મારા મિત્રો ક્રિકેટ માટે આ હદે ઘેલા હતા? અને તે વખતે અમારી ચર્ચાઓ માં અમે એક ભવિષ્યવાણી કરી હતી કે, વન ડે ક્રિકેટ માં જોઈ કોઈ બેટ્સમેન બેવડી સદી ફટકારશે, કે ફટકારી શકે તો એ છે એક માત્ર સચિન તેંડુલકર. ને અમારી આ ભવિષ્યવાણી સાચી પડી, પણ ૧૫ વર્ષ પછી. તે વખતે વડીલો અને શિક્ષકો દ્વારા અમને કેહવામાં આવતું કે, “દસમાં ધોરણ સુધી મન લગાવી ને ભણો ને સારા ટકા સાથે પાસ થાઓ, પછી રમ્યા કરો ક્રિકેટ!” દસમાં પછી કેહવાતું, “હવે બે વર્ષ મહેનત કરવાની ભણવા માટે, સારા ટકા લાવો પછી કોલેજ માં મન મૂકી રમજો!” કોલેજ સુધી તો ક્રિકેટ રમવાનું છૂટી રહ્યું હતું... વખત જતા જ્યાં જ્યાં રમવા લાયકા જગ્યા કે મૈદાનો હતા, તે પણ લુપ્ત થતા ગયા, વધતા શહેરીકરણ ના કારણે. ને પછી તો જીવનમાં એવા ગૂંચવાતા ગયા કે ક્રિકેટ રમવાનું મન તો ખુબ હોય પણ હવે બધા ની પ્રાથમિકતાઓ બદલાઈ ગયી હતી. અને વ્યાવસાયિક વ્યસ્તતા... બજો એક પરિબળ જે હાલ ની પરીસ્થિતિ અમને બધા ને છૂટો પડે છે એ છે અહમ. ત્યારે અમે બધા એક વર્ગ માં ભણતા મિત્રો હતા. આજે કોઈ ડોક્ટર છે, કોઈ પાયલટ, કોઈ મોટી કંપની નો સી.ઈ.ઓ...કોઈ પરદેશ માં વસે છે તો કોઈ બીજા શહેરોમાં. ત્યાર ની તુલના માં આજે આ બધા પરિમાણો અમને છુટા પડે છે. ઇટ્સ ઓલ અબાઉટ મેન્ટેનીંગ સ્ટેટસ યુ નો.....

ક્રિકેટ રમવાનું ગાંડપણ અમને કોઈ દિવસ ભારે પડી જશે, એવો તો સપને પણ વિચાર નહોતો આવ્યો....પણ આ કિસ્સો જયારે મને યાદ આવે છે ને, તો ચહેરા પર સ્મિત છલકી ઉઠે છે ને ક્યારેક તો હું ખડખડાટ હસી પડું છું. ત્યારે જો કોઈ મને જોવે તો એને એવું લાગે કે આ માણસ ગાંડો હશે, એક વાર તો મમ્મી એ મને પૂછ્યું, “કેમ આમ અચાનક હસવા લાગ્યો? એવી તે કઈ વાત યાદ આવી?” ભૂતકાળ ની આ વાત માં એમ તો કોઈ રમુજી કિસ્સો નથી, પણ એ વિતી ગયેલા દિવસો માં થએલી ભૂલો અથવા મુર્ખામીયો આજે જયારે યાદ આવે તો તમેની પર હસી કાઢવા સિવાય બીજો કોઈ ઉપાય ખરો? અને બીજો એવો પણ ખ્યાલ આવે કે યાર એ વખતે જીવન કેવું જાદુઈ હતું! એવું કેવી રીતે? જે ક્યારે વિચાર્યું ના હોય કે કલ્પ્યું પણ નાં હોય એ ઘટિત થઇ આવે ને જે વિચાર્યું હોય એ પણ! કદચ કુદરત જીવન માં આગળ આવનારા દિવસો માટે અમારું ઘડતર કરી રહી હતી. એટલે જ પેલા દિવસો યાદ કરી મન બોલી ઉઠે છે “ખરા એ દિવસો હતા......!