Truth...?? in Gujarati Motivational Stories by Hetal Mansawala books and stories PDF | સત્ય...??

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સત્ય...??

👉🕉️ નમો ભગવતે વાસુદેવાય નમઃ 🙏🕉️

આજ બપોરથી શરૂ થઈને કાલ બપોર સુધી એકાદશી છે..
એટલે બે એકાદશી ગણે જેમાં પ્રથમ શિવ ધર્મી અને બીજું વૈષ્ણવ સંપ્રદાયનાં લોકો.. હું મહાદેવને ભજું છું એટલે હમેંશા અમે લોકો બે એકાદશીમાથી પ્રથમ એકાદશી જ કરીયે છીએ. ભેદભાવ સાથે કે કોઈ સંપ્રદાય સાથે કટ્ટર બની જોડાયેલ નથી અમુક ઘડેલી માનસિકતામાં માનતા નથી.. સનાતની હિન્દુ છીએ અને રહીશું તેનુ ગર્વ જરૂર છે.. પણ કટ્ટરવાદમાં ભેદભાવ કે ખોટા સંપ્રદાયમાં હું અંગત રીતે માનતી જ નથી.. 

મારો સહુથી પહેલો ધર્મ જ માનવ ધર્મ છે.. હું માનવતાવાદમાં માનું છું... બાકી હું કોઈ જાતના બીજા પંથ જાતિવાદ કે ભેદભાવમાં માનતી જ નથી પહેલાથી ... નાં અમને પરિવારમાં ઉંચ નીચ કે કોઈપણ જાતના ભેદભાવ કરવાના સંસ્કાર મળ્યા છે.. નાં શીખવ્યું છે... જે લોકો માથે મોટા ગોળ ટિલા ટપકા કરીને ફરતા હોય છે અને અંદરથી હેવાન ને શરમાવે તેવા તેમના કામ કરતા હોય છે.. 

હું કોઈ ધર્મ કે જાતિની અવહેલના નથી કરતી પણ સત્ય હમેંશા નગ્ન અને કડવું હોય છે.. ઘણા વૈષ્ણવ લોકો શિવ નામ લેવામા પણ ધ્રુણા અને ભેદભાવની ભાવના રાખે છે.. સન્યાસી કે સંપ્રદાયમાં જોડાઈને જાણે પોતે ટીલા ટપકા કરીને સંત બની ગયા હોય તેવા ખોટા ડોળ કરતા હોય છે.. અંદરખાને એવા જ એટલા ગંદા કાંડ કરતાં હોય છે કે કોઈપણ જાતિની સ્ત્રી તો દૂર નાના બાળકો કે શિષ્યો સાથે પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતાં ખચકાતા કે શરમાતા નથી.. શેતાનને સારો કહેવડાવે એવા સંતના વેશમાં સેક્સ મેનિયાક હેવાનો..🔥 કમી નથી આવા હલકટ લોકોની દુનિયામાં અવારનવાર ન્યૂઝ પેપર થી લઇને તેમની સેક્સ લીલાઓ ની સીડીઓ વિડિયો ક્લિપ જગ જાહેર આવે છતાં એવા અમુક અંધ ભક્ત અંધશ્રધ્ધાળુ વહેમી લોકો આવા લોકો સાથે જોડાઈને તેમના ઘરે પધરામણી કરી ધન્ય અનુભવતા હોય છે.. ભણેલા ગણેલા અભણો.. અંધ ભક્ત એટલી હદે વહેમીલા અને અંધ વિશ્વાસ અને અંધશ્રધ્ધા સાથે માને કે તેમના કહેલા શબ્દો ભલે ખોટા હોય તેમના ગોરખ ધંધા ચાલતા હોય તો પણ સાચું માની તેમના તળીયા ચાટતા હોય છે.. ખુદના ધંધા પણ એનાંથી કમ નથી હોતા.. એટલે સાચા સંતો નો સંગ ન મળે...

ફક્ત ગાડરિયા પ્રવાહમાં દોરાયને દુનિયા દેખાવે અને જસ્ટ શો ઑફ બાજી મારી દુનિયાનાં સમાજમાં સો કોલ્ડ સ્ટેટસ જાળવવા જે એમનું હોય પણ નહિ.. ગાડરિયા પ્રવાહમાં તણાઈ જાય છે.. સાચું સ્વીકારવું કે જોવું સાંભળવું સમજવું બોલવું તેમની સમજથી પરે હોય છે.. ફક્ત ફેંક 🆔 ઓથી મનફાવે એમ કોઇનાં વિષે એલફેલ બોલી બદનામ કરી નીચા પાડવામાં નંબર વન હોય છે.. તેવા લોકો ખુદ જ્યાં જે મળે ત્યાં ચરી ખાવામાં રસ ધરાવતા હોય.. ફક્ત વાસના સંતોષવા મળે એટલે પછી જીવનસાથી તરીકે કે કોઈપણ હોય તેમને પોતાનો સ્વાર્થ મતલબ સાધવામાં ચરી ખાવામાં જ રસ હોય તેવો લોકો નગ્ન સત્ય સહન કરી સ્વીકારી નથી શકતો કારણકે પોતે તેવા સંપ્રદાયનો જ હિસ્સો હોય છે.. માટે.. 

હું દરેક વ્યકિત કે સંપ્રદાય વિશે નથી કહેતી પણ જેમાં જે થાય છે જાણ હોવા છતાં લોકો આંખ આડા કાન કરી પોતાની સો કોલ્ડ ઈમેજ સ્ટેટસ જાળવી રાખવા જે શો ઑફ બાજી કરતા હોય તેનાથી મને સખત એલર્જી નફરત છે...
ટીલા ટપકા કરીને કામ તો શેતાનના જ કરો છો ને.. ? અમુક સંતો ઘણા સંપ્રદાયમાં થઈ ગયા તે અલગ હતાં પણ હવે બસ લીલાઓ જ ચાલે છે.. એના પર હમણાં જ Netflix પર ખૂબ જ સરસ મૂવી બનાવી છે.. maharaja.. નવોદિત અભિનેતાનો અભિનય છે ખૂબ સરસ રીતે રજૂ કર્યું છે અને તેમાં આજ હવેલી સંપ્રદાય વિશે જ આખી મૂવી બનાવી છે જેમા સચ્ચાઇ પ્રગટ કરી છે.. હજી પણ લોકો સમજે તો ઘણું સારું છે ..
ગીરનારમાં હજી હમણાં થોડા સમય પહેલા જ દત્તાત્રેય ભગવાનનાં પગલાં મૂર્તિ ખંડિત કરી દેવામાં આવી હતી.. ત્યારબાદ ઘણા ફેમસ આશ્રમોમાં ત્યાં સેવા આપનાર દીક્ષા લેનાર જ આત્મહત્યા કરી લે અથવા ત્યાંનું સત્ય જાણી જાય એટલે તેમની હત્યા કરી દેવામાં આવે.. ઘણા આશ્રમો કામલીલાનો અડ્ડો બની ગયાં છે જ્યાં ભકિત અને પંથના નામે દરેક પ્રકારના વ્યસનો ધમધમી રહ્યા છે.. નજરે જોયું છે ઘણું અને tv ન્યૂઝ બધામાં આવે છે.. તેમના પર ફિલ્મો નાટકો વેબ સિરીજી બને છે.. છતાં લોકો અંધ ભક્ત બની હજી અંધ વિશ્વાસ સાથે અંધ શ્રધ્ધામાં જ પડ્યા છે.. ભકિત દેખાવનો વિષય જ નથી તે કયારે સમજશે લોકો...??

હું કોઈ પણ સંપ્રદાયની દુશ્મન નથી મે કહ્યુ તેમ ઘણા પેહલા સારા સંતો હતાં.. પણ અત્યારે ફક્ત લૂંટવાના અને પોતાના સંપ્રદાયને કોઈપણ રીતે આગળ વધારવા ધંધા છે બસ.. ટીલા ટપકા કરીને ભગવાનને ઉલ્લુ નાં બનાવી શકો તમે... ભક્તિ શ્રધ્ધાનો વિષય છે.. તર્ક કે દેખાવ કરવાનો નહિ.. શ્રધ્ધા થી આપણે ઘરે બેઠા પણ ઈશ્વરને ભજી જ શકીએ છીએ.. જરૂર નથી કે ગાડરિયા પ્રવાહમાં તણાઈ જવું ફક્ત સો કોલ્ડ સ્ટેટસ દેખાવ માટે.. અને આવા સંપ્રદાય અને સમૂહનો હિસ્સો બનવું... શરમજનક વાત છે.. 

હું કોઈપણ વ્યક્તિ પૂજામાં માનતી જ નથી.. ચરણ સ્પર્શ કરવાં લાયક લાગે તેનાં જ હું ચરણ સ્પર્શ કરું છું જેના આચરણ શુદ્ધ હોય.. બાકી ગમે તે હોય I don't lyk that type fake formality 🔥 હું ફક્ત મહાદેવને જ માનું છું.. તે જ મારા ગુરુ અને શિવ જ મારો જીવ આધાર આસ્થા સહારો everything 🙏 એકાદશી છે એટલે ઘણાને એમ લાગશે કે ઉપવાસમાં પણ કોઈની નિંદા ઈર્ષા ધ્રુણા કરે છે.. પણ એવુ નથી નાં હું કોઈને સફાઈ આપીશ મને સત્ય લખવું કેહવુ ગમે છે.. કોઈને ગમે કે ના ગમે લાયક કૉમેન્ટ ફોલો અનફોલો કરે તો પણ મને કોઈ ફર્ક નથી પડતો કેમકે હું તે બધાં માટે આજસુધી ક્યારેય અહીંયાં
 લખતી જ નથી.. જો તે બધાં માટે લખતી હોત તો આજે ડબલ ફોલોવર હોત... અને જેને સચ્ચાઇ પસંદ છે જે સમજે છે માને છે અને વાંચીને જીવનમાં ઉતારે છે તે લોકો તો મારા વગર કહે લાઈક શેર ફોલો કરે જ છે મારા પોસ્ટ પેજને..સત્ય કડવું જ હોય છે હમેંશાથી એટલે જ સત્ય લખનાર કે બોલનારા મારી જેમ ક્યારેય કોઇનાં ખાસ પ્રિય નથી હોતા...bt I don't care..
આપણે તો આપણી મસ્તીમાં જીવનાર અલગારી જીવ છીએ..
પસંદ કરો કે નાં પસંદ કરો તો પણ શું.... કંઈ જ નહિ...
🕉️ૐ વૈષ્ણવેય નમઃ.. 🙏👸 હેત્તલ 🔥👍શિવાંશી...🕉️🙏
#હેતલમાનસાવાલા #hetal_shivanshi #hetalmansawala #everyonehighlights #followersreels #reelschallenge #કર્મ #thinking #post #everyone #ભક્તિ #ekadasi