Re-Release in Gujarati Short Stories by Story cafe books and stories PDF | Re-Release

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

Re-Release

Story :01
Re-release 

સપ્ટેમ્બર, 2024 નાં, રાતના 12.30 વાગ્યા હતા અને હું car ચલાવતો હતો.

આજે હું જે કરવાનો છું એની માટે હું ઘણો ઉત્સાહી છું. એ સાથે મને ખબર છે કે, મારે મારી આ ભાવનાઓ ઉપર કન્ટ્રોલ રાખવાની જરૂરત છે. કારણ કે, મારી એક ભૂલ બધું બગાડી શકે છે. હું ઉત્સાહી એટલે છું કારણ કે, આજે જે હું કરવાનો છું એની રાહ હું ઘણા વર્ષોથી જોતો હતો. ચોક્ક્સ કહું તો, છેલ્લા 6 વર્ષથી. હું છેલ્લા 6 વર્ષથી આજની આ રાત માટેની તૈયારી કરતો હતો. મારા હૃદયના ધબકારા સતત વધતા હતા. મારા હાથ મારા નિયંત્રણમાં રહેતા નહોતા. અને મારું મન આ બધું કન્ટ્રોલ કરવામાં લાગ્યું હતું. Car માં Ac ચાલુ હોવા છતાં હું પરસેવેથી રેબઝેબ હતો. એટલામાં હું મારી નિર્ધારિત જગ્યાએ પહોંચી ગયો, એલેક્સા એપાર્ટમેન્ટ. આ બિલ્ડિંગ મેં શા માટે પસંદ કરી એનું એક કારણ છે. આ બિલ્ડિંગ ઘણી જૂની છે. ગમે ત્યાં પ્લાસ્ટર નીકળેલા છે, દીવાલો ઉપર ક્રેક પડેલા છે અને ઘણી દીવાલો તો તૂટેલી પણ ગઈ છે. એટલે એ ગમે ત્યારે ભૂમિગ્રસ્ત થઈ શકે છે. એટલા માટે, છેલ્લા 2 વર્ષથી અહીંયા કોઈ રહેતું નથી. આથી જ મારા કામ માટે આ બેસ્ટ જગ્યા છે. 

મેં car ની ડિકીમાંથી એક સૂટકેસ નીકાળ્યું અને એલેક્સા એપાર્ટમેન્ટની અંદર ગયો. જેવો હું અંદર ગયો કે, મને ત્યાં બે જ વસ્તુઓનો અનુભવ થયો; અંધકાર અને અત્યંત અસરકારક દુર્ગંધ. હું એ બેયનો સાહસ સહન કરીને ટેરેસ ઉપર ગયો. ટેરેસ ઉપર જતા જ મને પૂનમનો ચંદ્ર દેખાણો. શ્વેત ચાદર ઓઢીને પોતાનો પ્રકાશ ચારે તરફ ફેલાવતા એ ચંદ્રમાને જોઇને મને મારી મમ્મીની યાદ આવી ગઈ. આંખના ખૂણેથી વહી જતી આંસુની એક ધારને અટકાવતા મેં મારું ધ્યાન મારા કામ તરફ લગાવ્યું. 

હું ટેરેસનાં એ ખૂણે ગયો જ્યાંથી મને શહેરની જગમગતી છાયા જોવા મળતી હતી. મોટા મોટા એપાર્ટમેન્ટ, મોલ્સ, ગાર્ડન, સિનેમા થિયેટર, શણગારેલા મંદિરો અને રસ્તા પર ચાલતા વાહનો. પણ અહીંયાથી મને એક જગ્યા સાફ સાફ દેખાતી હતી, જે મારું લક્ષ્ય પણ છે; માઈકલ સિનેમા થિયેટર.

મેં મારું સૂટકેસ ખોલ્યું. ચાંદના શ્વેત પ્રકાશમાં મને લાંબી અને કાળા રંગમાં રંગાયેલી રાયફલ દેખાણી. તેની સાથે tripod પણ હતું. 

મેં tripod સેટ કર્યું અને તેની ઉપર રાયફલ ગોઠવી. મારી આંગળી ટ્રિગર ઉપર સ્થિર હતી. મેં ફોન કાઢીને ટાઇમ જોયો. 12.55 થઈ હતી. બસ! હવે ખાલી 5 મિનિટની જ વાર હતી. આખરે એ શ્રણ આવી જ ગઈ, જે આજ સુધી મારા જીવનની લક્ષ્ય હતી. 

ત્યારે અચાનક મારી સામે એ બધા દૃશ્યો આવવા લાગ્યા જે આજથી 6 વર્ષ પહેલાં બન્યા હતા. એ સુંદર ચિત્ર જેને અચાનક લોહીના રંગથી રંગી દેવામાં આવ્યું હતું. એ મધુર સંગીત જેના વાદ્યને તોડી દેવામાં આવ્યું હતું. આંખો બંધ કરતા મને એ બધું દેખાવા લાગ્યું જેને હું યાદ કરવા નહોતો માંગતો. 

વાત છે ઓક્ટોમ્બર, 2018 ની, જ્યારે હું 17 વર્ષનો હતો. ત્યારે મારા હાથમાં કોઈ રાયફલ કે ગન નહોતી. ત્યારે હું કોઈ ભૂતિયા જગ્યા, જ્યાં કોઈ આવતું-જાતું નથી, ત્યાં નહોતો. અરે, હું તો શહેરના સૌથી પૈસાદાર કુટુંબ ‘સારાભાઈ’નો એકનો એક છોકરો હતો. મારા એક હાથમાં મર્સિડિઝની ચાવી હતી અને બીજા હાથમાં કરોડો રૂપિયા. મને મારા લાઈફને દારૂ, પાર્ટી અને છોકરીઓની સાથે બેડમાં નાખવા કોઈ રોકી શકતું ન હતું. સિવાય કે, મારા પપ્પાના. 

મારા પપ્પાની મૂછો હતી. એ મૂછો સાથે તેઓ મને જેલર જેવા લાગતા. જેમની જેલમાં હું ક્યાંથી આવ્યો છું એ મને પણ ખબર નહોતી. આ વાતનો ટુંકો અર્થ એ કે, મારી મારા પપ્પા સાથે બનતી નહોતી. એનું એકનું એક કારણ મારા પપ્પા પોતે જ હતા. એમનો સ્વભાવ અને એમની કરેલી વાતો મારા મગજમાં કેદી બેઠતી જ નહોતી. એટલે એ વધારે સંભળાવતા અને હું એ બધી વાતોને એક કાનમાં નાખીને બીજા કાનથી કાઢી નાખતો. અને આના કારણે, નાની નાની વાતોમાં મારો અને મારા પપ્પાનો જગડો સ્વાભાવિક રીતે થઈ જતો. અને અમારા બંન્નેની વચ્ચે આવતી મારી મમ્મી. ચંદ્ર જેવો વર્ણ અને રાત્રી આકાશ જેવા વાળ મારી મમ્મીના શણગાર ને શણગારી દેતા. એમને મેં કેદી પણ ગુસ્સામાં નથી જોયા. એનું એક માત્ર કારણ હું સમજુ છું એ એમની ભક્તિ હતી. મારી મમ્મી ઘણી શ્રદ્ધાળુ હતી. એક બાજુ જ્યાં હાયર ક્લાસની લેડીસ કીટી પાર્ટીમાં ટાઇમ વેડફતી, મારી મમ્મી ત્યારે મંદિર જઈને ભજનો ગાતી. બસ! મારા અને મારા પપ્પા વચ્ચે આવવાની હિંમત મમ્મીમાં જ હતી, બીજા કોઈમાં નહોતું. 

એ રાત્રે પણ મારો અને પપ્પાનો જગાડો ચાલતો હતો. વિષય હતો, તુમ્બ્બાડ (Tumbbad) મૂવી જોવાનો. હવે વાત એવી હતી કે, મારા પપ્પાને પિકચર જોવાનો ઘણો શોખ. બીજી બાજુ હું, જેને પિકચર બિકચર ટાઇમ પાસ સિવાય બીજું કંઈ જ ન લાગે. પણ એ દિવસ હતો મમ્મી પપ્પાના લગ્નની એનેવરસરીનો. એટલે પપ્પાએ મૂવી જોવાનો પ્લાન બનાવ્યો હતો. અને તે આખો થિયેટર હોલ બુક કરાવતા આવ્યા હતાં. મારા પપ્પાએ મને ભાર દઈને કીધું કે, મારે પિકચર જોવા આવવું જ પડશે. પણ મેં નાં પાડી કે, મારે નથી જોવું પિકચર, હું નહિ આવું. અને ત્યાંથી જગાડો શરૂ થયો. મમ્મી, જે અંદર બેસીને તૈયાર થતી હતી, એને બહાર આવીને જગાડો શાંત કર્યો. પરિણામ, હરહંમેશની જેમ, મારા પક્ષમાં જ આવ્યો. નક્કી થયું કે, મમ્મી પપ્પા પિકચર જોવા જશે અને હું ઘરે બેસીને વિડિયો ગેમ રમીશ. 

રાતના 2 વાગ્યા હતા. હું ગેમ રમતા રમતા સોફા ઉપર જ સુઈ ગયો હતો. સામે tv ચાલુ હતું અને સ્પિકરમાં કઈક વાગતું હતું. એક બાજુ પિત્ઝાનાં બોક્સ ઉડતા હતા અને બીજી બાજુ કોલ્ડ્રિંકની બોટલો પડી હતી. રૂમની બધી લાઈટો બંધ હતી અને હું સ્વપ્નમાં ખોવાયેલો હતો. ત્યારે મારા ફોનની રીંગ વાગી. એ ફોનની રીંગ દ્વારા હું સ્વપ્ન માંથી વાસ્તવિકતામાં આવ્યો. હું ઊભો થયો. મેં ફોન ઉપાડ્યો. ફોનની બીજી બાજુ મારા પપ્પાના ખાસ દોસ્ત અને ‘સારાભાઈ પ્રાઇવેટ લિમટેડ‘ ના ચેરમેન પ્રકાશ અંકલ હતા. તેમને મને કહ્યું કે, હું અત્યારે જ્યાં પણ હોવ ત્યાંથી, કોઈને પણ ખબર ન પડે એ રીતે એમના ઘરે પહોંચું. જ્યારે મેં કારણ પૂછ્યું ત્યારે “જરૂરી કામ છે” એવું કહીને ફોન કાપી દીધો. 

પ્રકાશ અંકલનાં કીધા પ્રમાણે હું તરત જ કોઈને પણ ખબર ન પડે એ રીતે, છુપાઈને, એમના ઘરે પહોચ્યો. એમના ઘરે પહોંચતા મને પ્રકાશ અંકલ કઈક જુદા જ લાગ્યા. તેમને મને સોફા ઉપર બેસાડીને કીધું, 

“તારા પપ્પા મમ્મીનું મર્ડર થયું છે.”

આ સાંભળતા હું ત્યાં જ પત્થર બની ગયો. મારા બધા વિચારો અદ્રશ્ય થઈ ગયા. મારા શરીરમાંથી લોહી વહેતું બંધ થઈ ગયું. હું નિર્જીવ બની ગયો! જ્યારે પ્રકાશ અંકલે મને સજીવ કર્યો ત્યારે મારી આંખોમાંથી આંસુઓની ધાર નીકળવા લાગી. મારી આંખો રોતી હતી, મારું મન રોતું હતું અને હું...હું હજુ એ યાદોમાં ખોવાયેલો હતો જ્યાં હું અને પપ્પા જગડતા હતા અને મમ્મી અમને બન્નેને સમજાવતી હતી. 

પપ્પા મમ્મી રાતના ડિનર બાદ માઈકલ સિનેમા થિયેટરમાં તુમ્બ્બાડ પિકચર જોવા ગયા હતા. રાતનો શો હતો, જે 1 વાગ્યે પતવાનો હતો. રાતના 1 વાગ્યે, જ્યારે પિકચર પૂરું થયું ત્યારે મમ્મી પપ્પા થિયેટરની બહાર નીકળ્યા. એટલામાં જ એક વ્યક્તિ આવ્યો અને છરીથી મારા મમ્મી પપ્પાનું ગળું કાપી નાખ્યું અને ભાગી ગયો. 

જ્યારે પ્રકાશ અંકલે આ વાત મને કહી ત્યારે હું એમના શબ્દો ઉપર વિશ્વાસ નહોતો કરી શકતો. ‘મમ્મી અને પપ્પા તો પિકચર જોવા ગયા છે, એ હમણાં જ આવતા હશે.’ મારું મન મને સતત આ જ કહ્યા કરતું હતું. પણ જ્યારે મેં cctv ફૂટેજ જોઈ, જેમાં એક વ્યક્તિ મોઢા ઉપર માસ્ક પહેરીને મારા મમ્મી અને પપ્પાનું ગળું કાપે છે ત્યારે એ મનની અવાજ પણ બંધ થઈ ગઈ. એ રાત હું સુઈ જ ન શક્યો. સૂવાની તો વાત ક્યાં, મેં મારી આંખો જ બંધ નહોતી કરી. 

બીજા દિવસે સવારે પ્રકાશ અંકલનો દરવાજો ખખડ્યો. એ અવાજ સાંભળતા ડરેલા પ્રકાશ અંકલે મને બીજા રૂમમાં જવાનું કહ્યું. હું કઈ પણ બોલ્યા વગર બીજા રૂમમાં જતો રહ્યો. પણ પ્રકાશ અંકલના મોઢા ઉપરના ડરને હું જોઈ ગયો હતો. 

થોડી વાર પછી પ્રકાશ અંકલ મારી પાસે આવ્યા અને બાજુમાં બેઠા. તેમને મને કહ્યું કે, મારે હવેથી અંડરગ્રાઉન્ડ રહેવું પડશે. કારણ કે, જે વ્યક્તિએ મારા મમ્મી પપ્પાનું ખૂન કર્યું છે એ મારી પાછળ પણ પડી શકે છે. એટલે મારી સુરક્ષા માટે મારે દેશની બહાર અનનોન જગ્યાએ રહેવું પડશે. એકવાર મામલો શાંત પડી જાય પછી હું બહાર આવી શકું છું.

2018ની એ રાતથી મારી આખી લાઈફ ચેન્જ થઈ ગઈ. પ્રકાશ અંકલની વાત માનીને હું બે વર્ષ નાઇજીરીયાના કોઈ નાના ગામડામાં રહ્યો. ત્યાં હું મારા મમ્મી પપ્પાના મર્ડરની cctv ફૂટેજ વારંવાર જોતો. એનાથી મારી અંદર એક ચિનગારી જન્મી; ‘મારે બદલો લેવો છે!’ એ cctv ફૂટેજને વારંવાર જોતા મને બે વાત નોસિસ થઈ. પેલી, જે વ્યક્તિ ખૂન કરવા આવે છે એ ડાબોળી છે. અને બીજુ કે, એ વ્યક્તિએ ગળામાં એક લોકેટ પહેર્યું હોય છે. એ લોકેટ મેં ક્યાંક જોયું હતું. પણ ક્યાં? એ યાદ આવતું નહોતું. ઘણા દિવસના પ્રયત્ન બાદ મને આખરે એ યાદ આવ્યું કે, એ લોકેટ મેં મારી પેલી ગ્લફ્રેન્ડ કિયરાને ગિફ્ટમાં આપ્યું હતું. નહિ! મારવા વાળો male છે. મેં બીજે પણ એવું જ લોકેટ જોયું છે. પણ ક્યાં? હા! ચતુર્વેદી અંકલ પાસે સેમ-ટુ-સેમ લોકેટ હતું. ચતુર્વેદી અંકલ અમારા ઘરના ex કુક હતા. જ્યારે મેં કિયારા માટે લોકેટ લીધું હતું ત્યારે મેં નોટીશ કર્યું હતું કે, ચતુર્વેદી અંકલ પાસે એવું જ લોકેટ છે. એ મારી સાથે બહુ હમ્બ્લ રહેતા હતા. મમ્મી પપ્પાના મર્ડરનાં એક અઠવાડિયા પહેલા, ચતુર્વેદી અંકલે ડિનર માટે જે ડિસ બનાવી હતી એ બહુ તીખી બની ગઈ હતી. અને તીખું મારા પપ્પાને ગમતું નથી. એટલે બીજા દિવસે પપ્પાએ ચતુર્વેદી અંકલને કાઢી મૂક્યા. જોકે આ વાત ઉપર પણ મારો અને પપ્પાનો જગડો થયો હતો. પણ મેઇન વાત એ છે કે, ચતુર્વેદી અંકલ ડાબોળી હતા. 

બે વર્ષના અજ્ઞાતવાસ પછી મેં પ્રકાશ અંકલની મદદથી ચતુર્વેદી અંકલને શોધવાનું શરૂ કર્યું. નાઇજીરીયામાં મારા ઘણા એવા દોસ્ત બન્યા હતા જે મારા આ મિશનમાં મારો સાથ આપવા માંગતા હતા. એટલે એ પણ ચતુર્વેદી અંકલને શોધતા હતા. ઘણી મહેનત બાદ અમને ખબર પડી કે, ચતુર્વેદી અંકલ Newyork માં છે. ત્યાં જ એમનું ઘર અને કુટુંબ છે. હું અને મારા સાથીદારો બીજા દિવસે Newyork પહોચ્યા. ત્યાંથી ચતુર્વેદી અંકલનું કિડનેપ કર્યું. 

જ્યારે ચતુર્વેદી અંકલને એ વાત ખબર પડી કે, હું હજુ સુધી જીવતો છું તો તેમને આઘાત લાગ્યો. મેં એમને પૂછ્યું કે, કોના કહેવાથી તેમને મારા મમ્મી પપ્પાનું મર્ડર કર્યું? તો પહેલી વારમાં એમણે જવાબ ન આપ્યો. બીજી વારમાં પણ જવાબ ન આપ્યો. એટલે અમે ટોચર શરૂ કર્યું, શારીરિક અને માનસિક, બન્ને પ્રકારનું. એક અઠવાડિયું આમ જ ગયું અને ચતુર્વેદી અંકલ કંઈ જ ન બોલ્યા. આખરે અમારા ટોચર્સથી થાકીને અને હારીને, તેમણે આખી વાત કહી. 

2017નાં ક્રાઇસિસ બાદ ‘સારાભાઈ પ્રાઇવેટ લમિટેડ’ ની હાલત ખરાબ થઇ ગઇ હતી. ત્યારે મારા પપ્પા CEO ની પોઝિશનમાં હતા. પણ ઘણા લોકોનું કહેવું હતું કે, મારા પપ્પાને હટાવીને બીજાને CEO બનાવવું જોઈએ. જ્યારે બીજી બાજુ, ઘણા એવા પણ લોકો હતા, જેમનું મનાવું હતું કે, ક્રાઇસિસમાં કંપની રન કરી શકી છે એનું મુખ્ય કારણ મારા પપ્પા જ છે. જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સામે આ વાત આવી ત્યારે બહુમતી મારા પપ્પાના જ પક્ષમાં હતી. અને ત્યારે ઓપોઝિશનનાં લીડરે નક્કી કર્યું કે, મારા પપ્પાને મારીને CEO ની સીટ ઉપર બેસવું. કારણ કે, આ દેશમાં કાં તો સ્ટ્રગલથી સીટ મળે છે, કાં તો સપોર્ટથી સીટ મળે છે અને જ્યાં આ બેય કામ ન આવે ત્યાં ચિટિંગથી સીટ મળે છે. એટલે એને મારા પપ્પા મમ્મીનું મર્ડર કરાવ્યું અને ભવિષ્યમાં હું વચ્ચે ન આવું એટલે એ મારું પણ મર્ડર કરવા માંગતો હતો. પણ thanks to પ્રકાશ અંકલ, એ વ્યક્તિ પ્લાનમાં સફળ ન થયો.

પણ મારી માટે એ મેઈન વ્યક્તિ સુધી પહોંચવું સેહેલું નહોતું. કારણ કે, મારા પપ્પાના મર્ડર બાદ એ કંપનીનો CEO બન્યો છે. ચતુર્વેદી અંકલે એ વ્યક્તિનું નામ કહ્યું...

રાતના 1 વાગી ગયા હતા અને શો પૂરો થઈ ગયો હતો. મારા મમ્મી પપ્પાનો મર્ડરર એની ફેમિલીની સાથે હમણાં જ સિનેમા થિયેટરની બહાર નીકળવાનો હતો. અને જેવો જ એ બહાર નીકળશે ત્યારે હું શૂટ કરીશ અને મારો બદલો પૂરો કરીશ. કંપનીનો CEO હોવાને કારણે એના સુધી પહોંચવામાં મને 4 વર્ષ લાગ્યા. એની છોકરીને કારણે મને એની પળ પળ ની ખબર મળતી હતી. કારણ કે, હું તેનો ફિયોન્સે છું. પણ તેને એ ખબર નથી કે, હું એને પહેલેથી જ ઓળખું છું. એનું કારણ એ કે, મેં એને મારી સાચી ઓળખ કીધી જ નથી.

મેઈન વ્યક્તિનું નામ જાણતા મેં ચતુર્વેદી અંકલને મારી નાખ્યું અને હવે વાળી મેઈન વ્યક્તિની છે. 

ત્યારે જ exit નો ગેઇટ ખુલ્યો અને એમાંથી કિયારા એના મમ્મી પપ્પાની સાથે બહાર આવી. એ જ વખતે, કોઈ પણ ટાઇમ બગડ્યા વગર મેં ટ્રિગર દબાવ્યું અને રાયફલની ગોળી રાયફલ માંથી નીકળી ને, હવાને ચીરતી કિયારાની છાતી પર લાગી. ગોળી લાગતા તે નીચે પડી ગઈ, તડપવા લાગી અને મરી ગઈ. હવે મારો દુશ્મન એ જ ફીલ કશે જે મેં મારા મમ્મી પપ્પાના ગયા બાદ ફીલ કર્યું હતું. હવે એ એવી રીતે જ રોશે જેવો હું રોયો હતો. હવે એનું દિલ એવું જ દુખશે જેવું મારું દુખ્યું હતું. 

કિયારા તેના મમ્મી પપ્પાની સાથે એ જ પિકચર જોવા ગઈ હતી, જે મારા પપ્પા મમ્મી 6 વર્ષ પેલા જોવા ગયા હતા; તુમ્બ્બાડ (Tumbbad).

---