Humsafar - 23 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 23

Featured Books
  • तुझी माझी रेशीमगाठ..... भाग 2

    रुद्र अणि श्रेयाचच लग्न झालं होत.... लग्नाला आलेल्या सर्व पा...

  • नियती - भाग 34

    भाग 34बाबाराव....."हे आईचं मंगळसूत्र आहे... तिची फार पूर्वीप...

  • एक अनोखी भेट

     नात्यात भेट होण गरजेच आहे हे मला त्या वेळी समजल.भेटुन बोलता...

  • बांडगूळ

    बांडगूळ                गडमठ पंचक्रोशी शिक्षण प्रसारण मंडळाची...

  • जर ती असती - 2

    स्वरा समारला खूप संजवण्याचं प्रयत्न करत होती, पण समर ला काही...

Categories
Share

હમસફર - 23

વીર : ભાભી.... શું વિચારી રહ્યા છો ?

રુચી : કંઈ નહીં 

        લગભગ એક અઠવાડિયા જેવુ થઇ ગયુ અમન ગાયબ જ થઈ ગયો હતો એને ફ્ક્ત એકવાર જ રુચી નો ફોન ઉપાડ્યો હતો એમાં પણ એ એટલું જ બોલ્યો કે એ વ્યસ્ત છે અને પછી વાત કરશે રુચી ઉદાસ રહેવા લાગી હતી એ ફ્ક્ત અમન ના બદલાય ગયેલા અંદાજ ના વિષય માં વિચારતી હતી જે એને દુઃખ પહોંચાડે છે 

બીજી તરફ પીયુ પણ લગાતાર વીર ને ઇગનોર કરે છે 

અડધી રાત્રે પીયુ લીવિંગ રૂમ માં ટીવી જોઈ રહી હતી પછી વીર પણ ત્યાં આવે કારણ કે એને નીંદર નથી આવતી પીયુ વીર ને જોઈ ને મોઢું બગાડે છે વીર પીયુ ની પાસે બેસી જાય સોફા ઉપર પીયુ ત્યા થી ઉભી થઇ ને બીજા સોફા ઉપર બેસે વીર પણ એની પાછળ બીજા સોફા ઉપર બેસે પીયુ પાછી ઉભી થઇ ને બીજા સોફા ઉપર બેસે વીર પણ એજ કરે પીયુ વીર તરફ એરીટેટ થઈ ને જોવે છે 

પીયુ : તારે શું જોઈએ છે ?

વીર : તું 

પીયુ : સટ અપ 

વીર પીયુ નો હાથ પકડી ને ખુદ ની પાસે લાવે છે એ બંને એકબીજાની આંખોમાં જોવે છે

વીર : પીયુ...... તને થયું શું છે ? તું મને હંમેશા ઇગ્નોર કેમ કરી રહી છે 

પીયુ : ખુદ ને પૂછ

વીર : પીયુ મારે જવાબ જોઇએ છે 

પીયુ : છોડ

વીર : ના.... પહેલાં મારે કારણ જાણવું છે કે તું આવું વર્તન કેમ કરી રહી છે 

પીયુ : મને છોડી દે પાગલ ( ગુસ્સા માં કહે )

~ વીર એને વધુ ટાઈટ પકડે છે

પીયુ : હું ચિલલાઈશ જો તે મને ના છોડી 

વીર : ઠીક છે..... કરી લે મને ફર્ક નથી પડતો 

પીયુ : શું ચીપકુ માણસ છે છોડી દે મને 

વીર : શું ?( એને કંઇ સમજાણું નહિ )

પીયુ : સીટ...દી 

( પીયુ જોરથી બોલી વીર ને લાગ્યું કે રુચી આવે છે એટલે એને એની પકડ ઢીલી કરી લીધી જેમજ પીયુ ને મોકો મળ્યો એ ત્યાં થી ભાગી જાય પીયુ એ નાટક કર્યું હતું વીર થી છુટકારો મેળવવા )

વીર : પીયુ આ ચિટિંગ છે 

બીજા દિવસે વીર અને રુચી નાસ્તો કરતા હતા પીયુ પણ ત્યાં આવે છે 

રુચી : પીયુ ચાલ નાસ્તો કરવા 

પીયુ : દીદી મારે તમારી સાથે વાત કરવી છે

રુચી : હા , બોલ

પીયુ : ( ત્યાં બેસે છે ) મારે અમદાવાદ પાછુ જવુ છે

રુચી : પણ કેમ ?

પીયુ : બસ એમજ મમ્મી પપ્પા ની યાદ આવે છે 

રુચી : યાદ તો મને પણ આવે છે એમની પણ આમ અચાનક તારે કેમ જવું છે ?

પીયુ : દીદી મારે બસ જવુ છે 

વીર : શું હું જાણી શકું છું અંહીયા શું ચાલી રહ્યું છે ?

રુચી : પીયુ અમદાવાદ પાછી જવા માંગે છે 

વીર નાસ્તો કરતા કરતા અટકાઈ જાય છે એ પાણી પીતા પીતા બોલે

વીર : તું ના જઈ શકે ( પીયુ ને કહે )

પીયુ : સટ અપ !....... હું તને નથી પૂછી રહી 

વીર : પણ ભાભી ભાઈ પણ અંહીયા નથી આ આવી રીતે અચાનક કેમ જઈ શકે છે ભાઈ શું વિચારશે જો આ આમ અચાનક ચાલી જશે તોહ 

પીયુ : તારું મોઢું બંધ કર ( વીર ને ઘુરતા કહે )

રુચી : વીર ઠીક કહે છે અમન પણ અહીંયા નથી અને તું પણ મને એકલી છોડીને જવા માંગે છે 

પીયુ : તમે એકલા ક્યાં છો આ છે તો ખરા તમારો લાડકો દેવર ...... દીદી તમે સમજતા કેમ નથી 

રુચી : તો સમજાવ મને કે એવી શું વાત છે કે અચાનક આવી વાત કરે છે

પીયુ : કંઈ વાત નથી ( વીર તરફ જોવે છે )

રુચી : તો આ નક્કી રહ્યુ કે તુ જ્યાં સુધી અમન નો આવે ત્યાં સુધી ક્યાંય નથી જવાની અને હવે તુ મારી સાથે આ વાત ને લઈ ને માથાકૂટ નહીં કરે

પીયુ : દીદી.....( હાર માનતા કહ્યું )

રુચી : મને ખબર છે હું ગ્રેટ છું હવે બ્રેકફાસ્ટ કરી લે

~ વીર નો ચેહરો કહી રહ્યો હતો કે હું તને આટલી આસાની થી નહિ જવા દઉં 

પીયુ ગુસ્સે થી વીર ને ઘુરે છે વીર પીયુ ની તરફ જોઈ ને સ્માઈલ કરે છે

બીજી તરફ અમન બસ કામ જ કરી રહ્યો છે એને ખુદનો પણ ખ્યાલ નથી રહેતો એ જ્યારે પણ ફ્રી થાય ત્યારે બસ એની આંખો ની સામે રુચી અને રાહુલ જ નજર આવે એ રુચી ને મળવા માંગતો હતો પણ જ્યારે એને રુચી અને રાહુલ નો કિસ વાળો કિસ્સો યાદ આવે એ રુચી ને નફરત કરવા લાગે એને ખબર હતી કે જો એ રુચી ની સામે આવશે તો ખુદ નો ગુસ્સો કન્ટ્રોલ નહિ કરી શકે 

                 થોડાક ટાઇમ પછી 

   અમન ગ્યો એને એક મહિના થી વધુ થઈ ગયુ હતુ આજે રુચી ને ખબર મળી કે અમન કાલે પાછો આવી રહ્યો છે રુચી ખુશ હતી કારણ કે ઘણા ટાઇમ પછી એ અમન ને મળશે અમન ને આવવા માં હજુ વાર હતી પણ રુચી બીજે દિવસે સવારે વહેલા ઊઠીને અમન નુ ફેવરિટ જમવાનું બનાવવા માટે તૈયારી કરવા મંડી કારણ કે એ ઉત્સાહિત હતી 

પીયુ પણ રુચી ની મદદ કરી રહી હતી વીર પણ ત્યાં આવે છે કારણ કે એ પીયુ સાથે વક્ત વીતાવવા માંગતો હતો પણ પીયુ હજુ પણ વીર સાથે ઠીક થી વાત નથી કરતી 

પીયુ ને એક અઠવાડિયા ( થકાન લાગે ) થી ઠીક નથી લાગતું પણ એને એનુ કારણ નથી ખબર હોતુ

રુચી : પીયુ તુ એક કામ કર મસાલો બનાવી દે 

પીયુ : હમમ ( હા માં મોઢું હલાવી ને કહે )

વીર : હું મદદ કરું ? ( પીયુ ને કહે )

પીયુ : ના

રુચી : વીર મને બાઉલ દે 

વીર : હા ( એ રુચી ને આપતા કહે )

અચાનક જ પીયુ પડી જાય છે વીર અને રુચી ચિંતા થી પીયુ ને જોવે 

રુચી : પીયુ 

વીર : હેય.... પીયુ ( વીર પીયુ ના ગાલ થપથપાવીને કહે )

રુચી : આને શું થયું ? ( રડતા કહ્યું )

વીર : ડોન્ટ વરી ભાભી......એ ઠીક હશે ચાલો હોસ્પિટલ એ જઈએ 

વીર પીયુ ને ઉપાડી ને ઘર ની બહાર નીકળે છે હોસ્પિટલે લઈ જવા માટે