Mamata - 119-120 Last part in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 119 - 120 (છેલ્લો ભાગ)

Featured Books
  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

  • ભાગવત રહસ્ય - 177

    ભાગવત રહસ્ય-૧૭૭   તે પછી સાતમા મન્વંતરમાં શ્રાદ્ધદેવ નામે મન...

Categories
Share

મમતા - ભાગ 119 - 120 (છેલ્લો ભાગ)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ : ૧૧૯

💐💐💐💐💐💐💐💐

( પરી અને પ્રેમ લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. પોતાની લાડકી દીકરીને વિદાય આપતાં મોક્ષાને ઘણું દુઃખ થયું. હવે આગળ.....)

આખરે પ્રેમ અને પરીના હૈયાઓ મળી ગયાં. બંને લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. લગ્ન પછીની બધી જ વિધિઓ પૂરી કરી. પરી અને પ્રેમ ફાઈવ સ્ટાર હોટલમાં રૂમ બુક કરેલો હતો. ત્યાં ગયાં.

વિશાળ બેડરૂમમાં ધીમું, માદક સંગીત વાગતું હતું. બેડ પર ગુલાબનાં ફૂલો બિછાવેલા હતાં. આજે પરીનું સૌંદર્ય પૂનમનાં ચાંદને પણ શરમાવે તેવું હતું. અચાનક પાછળથી પ્રેમ આવે છે. પરીને બાહુપાશમાં જકડી લે છે. પરી તેની આંખો બંધ કરી લે છે. રૂમમાં રોમેન્ટિક સંગીત રેલાઈ રહ્યું છે. કામદેવ પણ આજે કામણ કરી ગયાં હતાં. બંને યુવાન, પ્રેમી હૈયાઓ બધું જ ભૂલીને જીવનની આ મધુર પળોને માણી રહ્યા હતા. લાઈટ બુઝાય જાય છે. બંને એકમેકમાં ખોવાઈ જાય છે. અધરોથી અધર મળે છે. બે આત્મા મનથી તો એક હતાં આજે તનથી પણ એક થઈ ગયાં.

બીજીબાજુ કામણગારો, મસ્તીખોર મંત્ર પણ તેની ફટાકડી મિષ્ટી સાથે પ્રણયફાગ ખેલતો હતો. મંથન મંત્રને શોધતો હોય છે. અને મંત્ર અને મિષ્ટી બંનેને સાથે જોતાં બંનેનાં કાન ખેંચીને લાવે છે. ત્યાં જ બધાં તાળીઓ પાડે છે. મંત્ર અને મિષ્ટી બંને શરમાઈ જાય છે. મંથન કહે.

મંથન :" આજે બંને પકડાઈ ગયાં. તમને એમ કે અમને કશું ખબર નથી ! એમ ! પણ અમે બધું જાણીએ છીએ. "

મૌલિક :" હા, હો હવે સારો સમય જોઈને તમને બંનેને પણ પરણાવી દઈયે. "

મેઘા :" હા, " ચટ મંગની, પટ બ્યાહ.."
અને બધાં હસવા લાગે છે.
મંત્ર શરમાઈને મોક્ષાને ભેટી પડે છે.

મોક્ષા :" હા, પરી ગઈ તો મિષ્ટી આવી જશે ! તો મને પરીની કમી નહી લાગે."

સાધનાબા, શારદાબા પણ ખુશ થઈ કહે.

સાધનાબા :" આખરે બધું બરાબર થઈ ગયું. પ્રેમ અને પરીની જોડી ખૂબ સરસ લાગે છે. પરી પણ સમજુ છે. બંને સાથે રહીને સરસ જીવન જીવશે. "

શારદાબા :" હા, આખરે સંસ્કાર તો મારી મોક્ષાના જ છે ને !"

બધાં થાકી ગયાં હતાં તો સૌ પોત પોતાના રૂમમાં આરામ કરવા ગયાં.

સૂરજની નવી કિરણો જીવનની નવી રાહ દેખાડી રહ્યા હતા. " કૃષ્ણ વિલા " માં મોક્ષા, મેઘા, સાધનાબા, શારદાબા, મંથન, મૌલિક બધાં જ કાનાની આરતી કરી રહ્યા હતા.

હોટલનાં રૂમમાં પોતાનાં બે હાથ ઊંચા કરી આળસ મરડતી પરી ઉઠી. તેનાં ચહેરા પર એક અલગ જ આભા ઉભરતી હતી. ત્યાં જ પ્રેમ પરીનો હાથ ખેંચીને પોતાની પાસે લાવે છે. બંને માંથી કોઈ કશું બોલતું નથી. આંખોથી વાતો થતી હતી. બંને એકબીજામાં ખોવાઈ ગયા. ત્યાં જ પરી હાથ છોડાવી ઉભી થઈ.

પરી :" અરે ! કેટલાં વાગ્યા ખબર છે ! ચાલ, જલ્દી તૈયાર થઈ ઘરે પહોંચીએ."

પ્રેમ :" ના, મારે તો આજ બસ અહી તારી સાથે જ રહેવું છે. "

પરી :" ઓ ! રોમીયો સપનાં જોવાનું બંધ કર.."
અને પરી વોશરૂમમા જાય છે.

પ્રેમ પણ માથું ખંજવાળતો ઉઠે છે. અને મનમાં જ બોલે છે. ( આ સવાર પણ શું કામ પડતી હશે !)

ગોલ્ડન બોર્ડર વાળી ગુલાબી બાંધણી, ખુલ્લાં રેશ્મી વાળ, સેંથામાં સિંદૂર, હળવા મેકઅપનો ટચ આપી પરી તૈયાર થતી હતી. ત્યાં જ લાઈટ પિંક સૂટમાં સજ્જ પ્રેમ આવે છે. પરીને સાડીમાં જોઈ તેની આંખો તો પહોળી થઈ જાય છે.

પ્રેમ :" ઓહ ! મેડમ, સોરી હું કોઈ બીજાનાં રૂમમાં તો નથી આવી ગયો ને ?"

પરી :" ના, હો મિસ્ટર રોમીયો આ તારા દિલની રાણી જ છે."

( પરી હસતાં હસતાં પ્રેમનો હાથ હાથમાં લઈને " i love you prem ")

પરી :" પ્રેમ, આજે મને તારી પાસેથી એક વચન જોઈએ છે આપીશ ?"

પ્રેમ :" ઓકે, મેડમ, બોલો "

પરી:" બસ, આમ જ જીવનભર મારી સાથે રહી, આવી રીતે જ પ્રેમ કરતો રહેજે. "

પ્રેમ :" જેનું નામ જ પ્રેમ હોય તે પ્રેમ જ આપે ડિયર, પછી કોઈપણ હોય !"

પરી :" એમ, મારા સિવાય કોઈની સામે આંખ પણ ઉંચી કરી છે તો ખેર નથી તારી ! હો..."
પરી હસતાં હસતાં પ્રેમને ભેટી પડે છે. અને બંને " કૃષ્ણ વિલા " જવાં નીકળે છે. ( ક્રમશ)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૨૦

💐💐💐💐💐💐💐💐

( બે પ્રેમી પંખીડા એક થયાં. પરી અને પ્રેમ બંને " કૃષ્ણ વિલા " જવાં નીકળે છે. હવે આગળ....)

" કૃષ્ણ વિલા " માં આજે ખુશીનું વાતાવરણ હતું. બધાં જ આતુરતાપૂર્વક પરી અને પ્રેમની રાહ જોઈ રહ્યા હતા. મોક્ષા આરતીની થાળી તૈયાર કરી રહી હતી. મિષ્ટી તેને મદદ કરતી હતી. મિષ્ટીનો મળતાવળો સ્વભાવ જોઈને મોક્ષાને મંત્રની પસંદ પર નાઝ હતો.

મોક્ષા પરી અને પ્રેમની આરતી ઉતારે છે. પરી અને પ્રેમ સાધનાબા, શારદાબાને પગે પડે છે. તેઓ બંનેને આશીર્વાદ આપે છે. મૌલિક અને તેનો પરિવાર પણ હજુ અહીં જ હતાં. બધાં હસતાં હસતાં સાથે જમે છે. પરી, મંત્ર અને મિષ્ટીની રીંગ શેરમની કરવા માટે કહે છે. મંત્ર કોલેજ પૂરી કરી આગળ સ્ટડી માટે અમેરીકા જવા ઈચ્છે છે. બધાં જ એવું વિચારતાં હતાં કે રીંગ શેરમની કરી પછી મંત્ર જાય...

પરી :" હા, હો ! મંત્ર તું તો બહું છુપો રૂસ્તમ નીકળ્યો. બંનેનું પ્રેમ પ્રકરણ ચાલતું હતું પણ કોઈને કશી ખબર પણ ન પડી ! ( પરી મંત્રનો કાન ખેંચે છે.મંત્ર શરમાઈને આંખો ઢાળી દે છે. )

મોક્ષા :" સારૂં, મારે તો એક દીકરી જશે, બીજી દીકરી આવશે "
મોક્ષા મિષ્ટીનો હાથ હાથમાં લઈને કહે છે...."

મંથન :" પરી, પ્રેમ તમારો શું પ્લાન છે ? "

પરી :" હા, ડેડ હું અને પ્રેમ એ જ કહેવાના હતાં. કે અમે બંને મુંબઈની જોબ સ્વિકારવાના નથી, અમે અહીં જ રહીશું, આપની સાથે, હું અને પ્રેમ સાથે મળીને " મંત્ર એન્ટર પ્રાઈઝ " સંભાળીશુ."

પ્રેમ :" હા, મોમ, ડેડ, આપ હવે આરામ કરો. મંત્ર ન આવે ત્યાં સુધી અમે અહીં રહીશું. "

શારદાબા પરીના દુઃખણાં લઈ કહે.

શારદાબા :" કોણ કહે કે દીકરી.. પારકી થાપણ કહેવાય....અમારી પરી તો દીકરો બનીને અમારી પડખે ઊભી છે. અને હા, સાધનાબેન તમારે પણ અમારી સાથે જ રહેવાનું છે. "

મેઘા :" અમે સાચે નસીબદાર છીએ કે અમને તમારાં જેવાં મિત્રો મળ્યાં, વેવાઈ પણ..."

મોક્ષા :" અરે! આપણે તો મિત્રો જ હો, વેવાઈ નહી હો! "

બધાં સાથે મળીને ખુશ થઈ વાતો કરે છે.

આજે " કૃષ્ણ વિલા " માં ખુશીનું વાતાવરણ હતું. બધાં સાથે મળીને કાનાની આરતી કરે છે. અને પછી મંત્ર અને મિષ્ટીની સગાઈની વિધિ માત્ર ઘરનાં લોકોની હાજરીમાં જ કરે છે. મંત્ર તેના ફેવરિટ રેડ કુર્તામા હેન્ડસમ લાગતો હતો. તો મિષ્ટી પણ મેચિંગ લોંગ ગાઉનમાં ખૂબ સુંદર લાગતી હતી. બંને એકબીજાનાં હાથમાં રીંગ પહેરાવે છે. બધાં તાળીઓનાં ગડગડાટથી બંનેને વધાવે છે. વડીલોનાં આશિર્વાદ લીધા પછી મંત્ર ઉપર જાય છે. મિષ્ટી પણ મોકો જોઈ તેની પાછળ જાય છે. બંને એકબીજાની આંખોમાં આંખો પરોવીને ખોવાઈ જાય છે. પણ મિષ્ટી તો મંત્રને ફરિયાદ કરે છે.

મિષ્ટી :" મંત્ર, તું મારા વગર અમેરીકામાં રહી શકીશ ? "

મંત્ર :" અરે ! દિલ તો મારું પણ તને છોડીને જવામાં માનતું નથી પણ શું કરું ?"

નીચેથી બંન્નેને જમવા માટે પરી બોલાવે છે. બધાં સાથે મળીને જમે છે.

મંથન આજે બહુ ખુશ હતો. તે મોક્ષાને અચાનક જ આલિંગન આપે છે. તો મોક્ષા કહે.

મોક્ષા :" અરે ! અરે ! "

મંથન :" મોક્ષા, i love you, સાચે જ તું સાથે છે તો આ ખુશીઓ છે. તે પરીને, બાને સંભાળી, મારું ઘર બા, બિઝનેસ બધું જ સરસ રીતે મેનેજ કર્યું."

મોક્ષા :" મારું નહીં ? મંથન, આપણું ઘર ! આ ઘર મારું પણ છે. પરી મારી પણ દીકરી છે. જન્મ દેવાથી જ મા નથી બની જવાતું, પણ મા ની " મમતા " પણ જરૂરી છે. જે દરેક સ્ત્રીમાં અવિરત પણે વહે છે."

બધાં જ તાળીઓના ગડગડાટથી મંથન અને મોક્ષાને વધાવે છે.

મૌલિક અને મેઘા વડોદરા જવાં નીકળે છે. મિષ્ટીને તો મંત્ર વગર આ બે વર્ષ કેમ કાઢવાં એ વિચાર માત્રથી જ ઉદાસ હતી. મંત્ર પણ હવે થોડાં દિવસો પછી અમેરીકા જવાનો હતો. પરી અને પ્રેમ પણ હનિમૂન માટે માથેરાન જવાની ટિકિટ બુક કરાવી હતી. જ્યાંથી પહેલાં પ્રેમની કૂણી લાગણીઓ જન્મી હતી એ જગ્યાએ પરી અને પ્રેમ પોતાનું હનિમૂન કરવાં નીકળી ગયાં. ત્યાં થી આવી બંને " મંત્ર એન્ટર પ્રાઈઝ ની બાગડોર સંભાળવાના હતાં. મંથન, મોક્ષા, શારદાબા, સાધનાબેન બાળકોની ખુશી જોઈ ખુશ હતાં.

તો મિત્રો આવી હતી મમતામય મોક્ષાની " મમતા " જે દરેક સ્ત્રીનાં હદયમાં અવિરતપણે વહેતી હોય છે. મારાં પ્રિય વાચકમિત્રો મમતા :૧ અને મમતા :૨ નાં આ ૧૨૦ ભાગ આપ મારી સાથે જોડાયેલા રહ્યા , મારી નવલકથા વાંચી આપનાં અમુલ્ય પ્રતિભાવો આપ્યાં એ બદલ આપ સૌનો હું દિલથી આભાર માનું છું. તો મળીએ નવાં વિષય સાથે....તો વાંચવા માટે તૈયાર રહેજો.. " જય શ્રી કૃષ્ણ "

આપની વૃંદા

વર્ષા ભટ્ટ વૃંદા
અંજાર
🙏🙏🙏🙏🙏🙏🙏
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

સમાપ્ત 🙏