Ek Punjabi Chhokri - 59 in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 59

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

એક પંજાબી છોકરી - 59

વીરના પપ્પા વીરના મમ્મીને દૂર લઈ જાય છે એટલે મોકો જોઈ સોહમ ને સોનાલી વાણીને વીર પાસે લઈ જાય છે.વીર પાસે જઈને વાણીની આંખ છલકાઇ જાય છે પણ સોનાલી તેને ઇશારાથી ચૂપ રહેવા સમજાવે છે.વાણી પણ જાણતી હતી કે વીર સામે રડશે તો વીર દુઃખી થશે ભલે તે બેભાન હતો પણ બધું સમજી શકતો હતો.વાણી માંડ આંસુ ને રોકે છે અને વીર ને કહે છે વીર જો હું તારી પાસે આવી ગઈ અને હવે તારાથી ક્યારેય દૂર નહીં જાઉં.તારા મમ્મી પપ્પાએ આપણા સબંધને માની લીધો છે.વાણી આટલું માંડ બોલી શકી ત્યાં તેની આંખમાંથી આંસુઓ સરી પડ્યા પણ તેને આ વાતનો અહેસાસ વીરને ના થવા દીધો.તે વીર પાસે ગઈ અને તેનો હાથ પોતાના હાથમાં લઈને કીધું વીર હું પ્રોમિસ કરું છું કે હું તને છોડીને આજ પછી ક્યારેય ક્યાંય નહીં જાઉં, આપણે બંને બધી મુસીબતોથી એકસાથે રહીને જ લડીશું.તું એક વાર પાછો આવી જા.

વાણીના એક એક શબ્દ વીર સાંભળી શકતો હતો તેથી વાણી, સોનાલી ને સોહમ તેના એક મૂવમેન્ટની રાહ જોતા હતા પણ વીરે કંઈ જ મૂવમેન્ટ કરી નહીં એટલે ત્રણેય ખૂબ ઉદાસ થઈ ગયા ને બહાર નીકળવા સોનાલી એ દરવાજો ખોલ્યો ને વાણી વીરને છેલ્લી વાર જોવા પાછળ ફરી તો વીરે પોતાનો હાથ ડગાવ્યો અને થોડી આંખ પણ ખોલી એવું લાગ્યું એટલે વાણી બોલી પડી દી વીર...! સોનાલી પાછો દરવાજો બંધ કરી વીર પાસે ગઈ વાણી ને સોહમ પણ ગયા વીરનો હાથ ફરી ડગ્યો. સોનાલીએ ડૉકટર ડૉકટર કર્યું કારણ કે તે ભૂલી જ ગઈ કે વાણી અહીં છે તેનો અવાજ સાંભળી તેના મમ્મી પપ્પા પણ આવી જશે અને સાચે એવું જ થયું ડૉકટર આવ્યા તેની સાથે સોનાલી ને સોહમના મમ્મી પપ્પા પણ આવ્યા.વાણી સોનાલીના મમ્મીને જોઈને ડરી ગઈ અને તે સોહમ ને સોનાલીની પાછળ છૂપાઇ ગઈ પણ ક્યાં સુધી આમ છૂપાઈને રહી શકે પણ અંતે તો વીરના મમ્મીએ વાણીને જોઈ જ લીધી. વીરના પપ્પા એ ઘણી કોશિશ કરી પણ તેઓ ફેલ થઈ ગયા.વીરના મમ્મી વાણીને જોઈને એકદમ ગુસ્સામાં આવી ગયા.તે વાણીને ગુસ્સામાં કંઇક કહેવા જતા હતા, ત્યાં ડૉકટર એ તેમને ઇશારાથી ચૂપ રહેવા કહ્યું અને બધાને બહાર રાહ જોવાનું કહે છે.

વીરના મમ્મી બહુ ગુસ્સામાં હતા પણ તેમને જેમ તેમ કરી માંડ પોતાના ગુસ્સા પર કાબૂ કર્યો.વીરના પપ્પા તેના મમ્મીને કહે છે," વીર કી ઔર દેખ લો ગુસ્સે વિચ ઠંડ પાય લો." તેમની વાત માની તે માત્ર હાલ વીર માટે પ્રાર્થના કરે છે ડૉકટર વીરનું ચેક અપ કરી તેને જરૂરી સારવાર આપી બહાર આવે છે બધા ડૉકટરના આવવાની જ રાહ જોતા હતા.ડૉકટર કહે છે વીર હવે ખતરાથી બહાર છે ભગવાનનો બહુ મોટો ચમત્કાર કહેવાય કે વીર આજે ખતરાથી બહાર આવી ગયો.વીરના મમ્મીને આ વાત બહુ અજીબ લાગે છે તે કહે છે કેમ ડૉકટર વીરને તો માત્ર તાવ જ હતો તો તે ક્યાં ખતરાથી બહાર આવ્યો? ડોકટર કહે છે પેશન્ટને આખી રાત તાવ હતો જ્યારે તેમના બહેન અને તેમની સાથે આવેલા બીજા લોકો તેમને હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યારે પેશન્ટના મગજમાં તાવ ચડી ગયો હતો મેં પેલા ભાઈને કહ્યું પણ હતું કે આ પેશન્ટ બચે તેની કોઈ શક્યતા નથી કારણ કે તેમને જીવવાની ઈચ્છા જ મારી દીધી છે ડૉકટર એ સોહમના પપ્પા તરફ ઈશારો કરતા કહ્યું.સોહમના પપ્પા આગળ આવી ડૉકટરને કહે છે ડૉકટર મેં તમને કહ્યું હતું ને કે વીર જરૂર બચી જશે.ડૉકટર હા કહી તેમના સાથે હાથ મિલાવી ત્યાંથી ચાલ્યા જાય છે.વીરના મમ્મી, સોહમ,સોનાલી,વાણી અને સોહમના મમ્મીને આ વાત જાણીને ખૂબ જ દુઃખ થાય છે વીરના મમ્મી કહે છે ભાઈ તમારે અમને આ વાત કહેવી જોઈતી હતી. સોહમના પપ્પા કંઈ કહે તે પહેલા વીરના પપ્પા કહે છે મને કહ્યું હતું પણ તમે બધા તૂટી ન જાઉં એટલે અમે બંને એ તમને આ વાત કરી નહોંતી.સોનાલી કહે છે પણ અંકલ હું,સોહમ ને આંટી તો અહીં જ હતા આ વિશે તમે અમને કેમ કોઈ વાત ન કરી? સોહમના પપ્પા કહે છે બેટા,તું પહેલેથી જ દુઃખી હતી આ વાત કહી તને વધારે દુઃખી નહોંતી કરવી.

વાણી એક બાજુ ચૂપચાપ ઊભી હતી ત્યાં વીરના મમ્મીની નજર વાણી સામે પડી અને તેનો ચહેરો લાલ થઈ ગયો?


વીરના મમ્મી વાણીને ગુસ્સામાં શું કહેશે?
શું વીર ને વાણી એક થઈ જશે?


આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...


તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.