Prem Samadhi - 107 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ-107

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ-107

પ્રેમસમાધિ 
પ્રકરણ-107

 સતિષ નારણથી સવાયો થઇને નારણને આગળ શું અને કેવી રીતે કરવુ એ સલાહ આપી રહેલો એણે કહ્યું "પાપા તમે વિજયને ફોન કરી વિશ્વાસમાં લઇ દમણ પહોંચો અને પેલાં બંન્ને જણાંને કાવ્યા કલરવને અહીં લઇ આવો ત્યાં સુધીમાં હું અહીં બધો બંદોબસ્ત કરી દઊં.... દોલત અને મધુઅંકલની ટોળકી આવી જાય એટલે પેલાં વિજય એનાં બામણ મિત્ર બંન્નેને પતાવી દઇશું.... સમજ્યા ? તમે હું કહું છું એમજ કરો..” સતિષ કોઇનાં ભણાવેલાં શબ્દો પોપટની જેમ બોલી રહેલો અને વિજયનું નામ પણ અપમાનજનક રીતે બોલી રહેલો.. એ કોઇ મોટો ડોન બની ગયો હોય એવાં રૂવાબમાં એનાં બાપને પણ જાણે હુકમ કરી રહેલો... 
 નારણનાં અનુભવી મગજે સમજી લીધું કે એનો દીકરો હાથમાંથી જઇ રહ્યો છે નારણે કહ્યું “સતિષ નાના મોઢે બહુ મોટી વાતો ના કરીશ મને સમજણ પડે છે આ બધુ તું બોલી રહ્યો છે એટલુ સરળ નથી વિજય કોઇ ગમે તેવો ખારવો નથી એ ટંડેલોનો રાજા છે મેં એની સાથે...”. ત્યાં સતિષ વચ્ચે બોલતાં બોલી ગયો.. "પાપા જમાના બદલાઇ ગયાં એ ગમે તેવા મોટાં હોય પણ હવે એમનામાં એ બળ નથી રહ્યું હવે અમારાં જેવાં જુવાનીયાઓનો સમય છે આમ જતાં જતાં નબળાઇની વાતો ના કરો.....” 
 “પાપા મધુઅંકલ પાસેથી શીખો... સરકારી નોકરમાંથી શીપ ઓનર બની ગયાં કરોડોમાં આળોટે છે કેટલો વટ છે બિન્દાસ પોતે ઇચ્છે એમ કરે છે કોઇ વચ્ચે આવે તો કાપી નાંખે છે આવું ઝનૂન હોવું જોઇએ તોજ જીત મળે સમજ્યાં ?” નારણ સમજી ગયો કે સતિષ પર મધુ હાવી થઇ ગયો છે અને પેલો દોલત સતિષની આટલી મદદ કેમ કરી રહ્યો છે ? મારી પાસે તો વિજય જેટલો પૈસો, બહાદુરી કે હિંમત નથી શું ગરબડ છે ? બધાં મારાં પક્ષે અચાનક કેમ આવી ગયા ? હું કોઇનો હાથો તો નથી બની રહ્યો ને ?
 મધુને વિજય સાથે તકલીફ છે પેલાં બામણ સાથે છે બામણનાં ફેમીલીને મરાવી નાંખ્યુ હવે બામણ અને એનાં છોકરાં પાછળ છે એ ધારે તો મારી મદદ વિના પણ એ હુમલો કરી શકે એની પાસે તો ગુંડાઓની આખી ટોળકી છે પાછો પોતે નરપિશાચ છે તો એ સતિષને કેમ આટલો સાચવે છે ?
 નારણ વિચારમાં પડી ગયો કે હું કોઇ ચક્રવ્યૂહમાં તો નથીને ? પછી પાછું વિચાર્યુ કે ના ના મારી પાસે એવું શું છે ? પણ વિજય અંગેની રજે રજ માહિતી મારી પાસેથી મળે એટલેજ મને.... 
 સતિષની ટકોર પછી નારણે મંજુને કહ્યુ "મંજુ તૈયાર થઇ જા આપણે દમણ જવા નીકળવાનું છે હું વિજય સાથે વાત કરી લઊં.... મંજુબહેને કહ્યું "વિજયભાઇને એવી રીતે વાત કરજો કે એજ કાવ્યા- કલરવને દબાણ કરે કે એલોકો આપણી સાથે આવી જાય પછી તો હું બધુ સંભાળી લઇશ.”. એમ કહી નારણની સામે ભયાનક વિચિત્ર હાવભાવ વાળુ મોઢું કહ્યું... નારણે જોઇને કહ્યું "આવું મોઢું ના રાખીશ નહીંતર કાવ્યા શું કલરવ પણ સાથે નહીં આવે..”. પછી મોબાઇલથી વિજયને ફોન લગાવ્યો... 
******************
 વિજયે નારણ સાથે વાત કરી.... નારણ ને સમજાવી રહેલો કે એની ગેરહાજરીમાં કાવ્યા-કલરવ બંન્ને દમણમાં એકલાં છે સલામત નથી ભલે ગમે તેટલી સીક્યુરીટી હોય કારણ કે પેલો મધુ કલરવ માટે ગમે તેમ કરીને આવશે એને શંકરનાથની આખી નસ્લ નાબૂદ કરવી છે એટલી દુશ્મની છે એને પોતાને કોઇ સંતાન નથી એટલે નાગો થઇને ફરે છે વર્તે છે. આમેય નાગાની પાશેરી ભારેજ હોય અને એનામાં પૈસા-પાવરની એટલી ભૂખ ઊઘડી છે કે કોણ મિત્ર અને કોણ દુશ્મન કશું જોતો નથી નીચ જાતનો થઇ ગયો છે. 
 વિજયે શાંતિથી સાંભળ્યાં પછી વિચારીને કહ્યું "નારણ હું અહીંથી બને એટલો જલ્દી દમણ પહોંચવાની તૈયારી કરું છું તું કાવ્યા તથા કલરવને દમણથી લઇ જવાની વાત ન કર માંડ ભૂદેવ મળ્યાં છે એમને એમનાં દીકરાને જોવો છે મળવું છે તું દમણ આવી જા ભાભી સાથે ત્યાંજ રહે છોકરાઓ સાથે પણ.... સુરત સતિષને માયા એકલા... એનાં કરતાં તું એકલો દમણ આવ... ભૂદેવને મળાશે તારે માયા સાથેનું સગપણ કરવું છે એની પણ વાત થશે...” વિજયે વિચારીને પાસો ફેંક્યો પોતાની ઇચ્છા જાહેર ના કરી.... 
 નારણે કહ્યું "વિજય.... તું કહે છે એ પણ બરાબર છે પણ.... કાવ્યાની મને વધુ ચિંતા છે કલરવતો છોકરો જાત છે વળી સીક્યુરીટી પણ તેં પુરતી રાખી હશે.. તું કહે એમ કરીશ એકવાર હું દમણ પહોંચી તો જઊં મને ચિંતા થાય છે અહીં સુરતમાં સતિષ છે એની સાથે એનાં બધાં ભાઇબંધો છે મેં એને રીવોલ્વર પણ આપી છે વળી મધુ સીધો હુમલો નહીં કરે આ ધમધમતું શહેર છે...” વિજયે કહ્યું “સાચીવાત તારાં ઉપર શા માટે હુમલો કરે ? ઠીક છે તું દમણ જવા નીકળ આપણે ફોનથી સંપર્કમાં રહીશું....”
 નારણે ભલે કહીને ફોન મૂક્યો.. એણે મંજુને કહ્યું "મંજુ આપણે નીકળીએ... વિજય મધુથી એટલો નિશ્ચિંન્ત નથી લાગતો એણે મને એવું કહ્યું કે દમણ બંગલે એ આવે ત્યાં સુધી આપણે ત્યાં રહીએ... હવે શું કરું ?” ત્યાં સતિષ પૂછ્યું "પાપા શું થયું ? વિજય સાથે શું વાત થઇ ? નારણે બધી વાત કરી તો સતિષે કહ્યું “પાપા વિજયની કોઇ ચાલ તો નથી ને ? આટલો ભય બતાવ્યો તો પણ તમને ના પાડે અને ત્યાં રોકવા કહે......” 
 થોડીવાર વિચાર કરીને સતિષ કહ્યું “એક કામ કરો હું તમારાં બેઉ સાથે ત્યાં આવું અથવા માં અહીં માયા સાથે રહે આપણે બે જણાં જઇએ જુઓ હું કેવો લઇ આવું છું માં તું દમણ ના આવીશ હું અને પાપા જઇએ છીએ.” ત્યાં માયાએ કહ્યું “ચાલોને આપણે ચારે ત્યાં જતા રહીએ જે થવાનું હશે બધુ ત્યાં થશે. “
 અહીં આવી વાતો ચાલે છે અને સતિષ પર ફોન આવ્યો.... સતિષે તરતજ ફોન લીધો દોલતનો ફોન હતો એણે ફોનમાં એવું શું કીધું કે સતિષ શાંત થઇ ગયો કોઇ હાવભાવ નહોતો આપતો એણે દોલતને કહ્યું “હું અને પાપા દમણ.... ઓકે... ઓકે... “ કહી એણે ફોન મૂક્યો.... 
 નારણે પૂછ્યું “શું કહે છે દોલત ? “ સતિષે કહ્યું "એમણે કહ્યું હું સુરત આવવા નીકળી ગયો છું અહીં ઘરનું ને બધુ ધ્યાન રાખશે એની ટોળકી માણસો પણ સુરત બોલાવી લે છે પછી સ્થિતિ સંજોગ પ્રમાણે આગળ કામ કરશે આપણે દમણ જવા નીકળી જવા કહ્યું છે ચાલો પાપા આપણે નીકળીએ દોલત આવી જશે પછી ચિંતા નથી.” 
 નારણે મંજુબેન સામે જોયું અને બોલ્યો “અમે જઇએ છીએ તુમારુ ધ્યાન રાખજો કામવગર ક્યાંય નીકળતાં નહીં ધ્યાન રાખજો ફોનથી સંપર્કમાં રહીશું અને ત્યાં દમણમાં.”.. 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-108