Love you yaar - 62 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 62

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

લવ યુ યાર - ભાગ 62

જ્યારથી સાંવરી ખોળો ભરીને પોતાના પિયર ગઈ હતી ત્યારનો મિતાંશ જાણે એકલો પડી ગયો હતો એટલે તે તો પોતાની મોમની આ વાત સાંભળીને જ ખુશ થઈ ગયો અને જાણે ઉછળી પડ્યો અને તરતજ બોલી પડ્યો કે, "હા હા એ જ બરોબર છે" અને પછી તેણે સાંવરીની સામે જોયું બંનેની નજર એક થઇ એટલે તે ઈશારાથી સાંવરીને કહેવા લાગ્યો કે, "ચાલ આપણાં ઘરે"અને સાંવરી તેને ઈશારાથી શાંતિ રાખવા સમજાવી રહી હતી અને આ બંનેની ઈશારા ઈશારામાં વાત થતાં અલ્પાબેન પણ જોઈ ગયા અને સોનલબેન પણ જોઈ ગયા એટલે બંને હસી પડ્યા અને મિતાંશ શરમાઈને રૂમની બહાર નીકળી ગયો.મિતાંશના પ્રેમભર્યા ઈશારાથી પોતાના ઘરે લઈ જવાની જીદને કારણે સાંવરીનું મન પલળી ગયું હતું પરંતુ સોનલબેન તરતજ બોલ્યા કે, "ના ના અત્યારે ડીલીવરી સમયે તો દીકરીનો તેના પિતાના ઘરે રહેવાનો હક હોય અને સાંવરી અને આ મારા લાડલાની બંનેની તબિયત પણ બરાબર સચવાઈ જાય ને એટલે સાંવરીને અમારા ઘરે જેટલું રહેવું હોય તેટલું રહેવા જ દેજો.સોનલબેનની વાત એકદમ સાચી હતી એક સ્ત્રીની વાત સ્ત્રી જ સમજી શકે એટલે સોનલબેનની વાત અલ્પાબેન તરતજ સમજી ગયા અને બોલ્યા કે, "હા સોનલબેન સાચી વાત છે તમારી સાંવરી તેની ઈચ્છા હોય ત્યાં સુધી ભલે રહેતી તમારે ત્યાં અમને કંઈજ વાંધો નથી અને કંઈ કામકાજ હોય તો અડધી રાત્રે ફોન કરજો અમે હાજર થઈ જઈશું અને એ તો એમ તો આ અમારા લાડકવાયા વારસદારને જોવા અને મળવા માટે અને સાંવરીની ખબર પૂછવા માટે અવારનવાર આવતા રહીશું અને મિતાંશ તેમજ અલ્પાબેન હોસ્પિટલમાંથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા.સાંવરી ધંધામાં પાવરધી હતી અને તેનીજ અથાગ મહેનતને કારણે જ મિતાંશ વર્લ્ડનો ફર્સ્ટ નંબરનો બિઝનેસમેન બની શક્યો હતો તે ઓફિસમાં અને ઘરમાં સતત મિતાંશની સાથે રહેતી એક મિનિટ માટે પણ ક્યારેય બંને છૂટાં પડતા નહીં એટલે સાંવરીનો આ લાંબો પિયર પ્રવાસ મિતાંશ માટે તો ચૌદ વર્ષના વનવાસ જેવો બની ગયો હતો...એટલે પોતાના ઘરે જતાં જતાં રસ્તામાં તે સોનલબેનની વાતની ખાત્રી કરતાં પોતાની મોમને પૂછવા લાગ્યો કે, "હેં મોમ આ વાત સાચી છે અત્યારે આપણે સાંવરીને એના પપ્પાના ઘરે રહેવા જ દેવી પડે?"અલ્પાબેન: હા બેટા, સોનલબેનની વાત બિલકુલ સાચી છે આ સમય સ્ત્રી માટે ખૂબજ નાજુક અને મહત્વનો સમય છે. અત્યાર સુધી તે એકલી હતી હવે તેણે પોતાનો પણ ખ્યાલ રાખવાનો છે સાથે સાથે તેના આવનાર બાળકની પણ પ્રેમપૂર્વક કાળજી કરવાની છે તો તે પોતાના મમ્મી પપ્પાને ઘરે જેટલો વધારે સમય રહે તેટલી વધારે કાળજી પોતાના નાના બાળકની રાખી શકે પછી તો આપણાં ઘરે આવીને તેણે પોતાના બાળકની સાથે સાથે આપણાં દરેકની કાળજી રાખવાની જ છે અને ઘરની તેમજ ઓફિસની બધીજ જવાબદારી નિભાવવાની જ છે અને મેં તને કહ્યું તેમ ડીલીવરી એટલે સ્ત્રીનો બીજો અવતાર કહેવાય માણસમાંથી આખા માણસને જન્મ આપવો તે કંઈ સહેલી વાત નથી તો તે વખતે તે તેના મમ્મીના ઘરે રહે તો તેની પોતાની તબિયત પણ સચવાઈ જાય ને.મિતાંશ: અચ્છા ઓકે. પણ મારું તો તેના વગર ઓફિસનું બધું જ કામ અટવાઈ ગયું છે.અલ્પાબેન: ઓફિસનું કામ અટવાયું હોય કે ઘરનું કામ અટવાયું હોય હવે તું પણ એક બાપ બન્યો છે એટલે તારી જવાબદારી પણ થોડી વધી જાય છે હવે દરેક બાબતમાં તારે સાંવરીની ઉપર ડીપેન્ડ નહીં રહેવાનું હવે થોડું તારું કામ તારે તારી જાતે કરી લેવાનું અને સાંવરી જેમ અત્યાર સુધી તને તારા કામમાં મદદ કરતી હતી તેમ તારે હવે તેને તેના કામમાં પણ મદદ કરવાની..બાળક મોટું કરવું તે પણ કંઈ સહેલી વાત નથી એક માં અને બાપ બનવું શું છે તે તને હવે સમજાશે અને મોમ અને ડેડની લાગણી પણ શું છે તે તને હવે સમજાશે...મિતાંશ: હા મોમ તારી વાત બિલકુલ સાચી છે. મોમ અને ડેડ બન્યા વગર મોમ ડેડની પોતાના બાળકો માટેની ફીલીન્ગ્સ શું છે તે ન જ ખબર પડે...અને માં દીકરાની સુંદર વાતો ચાલી રહી હતી અને એટલામાં શ્રી કમલેશભાઈ નાણાવટીનો આલિશાન બંગલો આવી ગયો એટલે મિતાંશે બંગલાની બહાર જ પોતાની કાર ઉભી રાખી અને તે બોલ્યો કે, "મોમ તમે અહીં ઉતરી જાવ મારે થોડું કામ છે તો હું ઓફિસે જઈને આવું છું અને મારું ટિફિન પણ ઓફિસે જ મોકલાવી દેજો હું અને ડેડ બંને સાથે બેસીને જ જમી લઈશું" અને મિતાંશ પોતાની ઓફિસે જવા માટે નીકળી ગયો. રસ્તામાં કાર ચલાવતાં ચલાવતાં તેને પોતાના વ્હાલસોયા દિકરાનું નામ શું રાખવું તેમ તે વિચારવા લાગ્યો....તો આપણી સાંવરી અને મિતાંશના પ્રેમના પ્રતિકનું આપણે શું નામ રાખીશું..??કોમેન્ટમાં લખીને જણાવવા વિનંતી 🙏આપની લેખિકા..~ જસ્મીના શાહ 'સુમન'    દહેગામ   2/9/24