Humsafar - 12 in Gujarati Love Stories by Jadeja Hinaba books and stories PDF | હમસફર - 12

Featured Books
  • लाल बैग - 5

    समय: करीब 11:30 बजे रातरॉमी थकी हुई थी, शरीर से खून बह रहा थ...

  • बारिश एक कहानी

    "कुछ लोग ज़िंदगी में बहुत कम बोलते हैं, लेकिन उनकी चुप्पी भी...

  • Super Villain Series - Part 16

    Part 16: ज्ञान का द्वार — सत्य की खोजअर्णव अब मायावी नगरी छो...

  • उस शाम की ख़ुशबू...

    शाम की धीमी रौशनी, खिड़की से आती ठंडी हवा ️, और एक मुलाक़ात...

  • इंतजार

    इतंजार**********वो एक भीड़-भाड़ वाला इलाका था । चारों तरफ लो...

Categories
Share

હમસફર - 12

સમ્રાટ : એક મિનિટ શું તમે બંને એકબીજાને પહેલા થી જાણો છો  ? ( રુચી અને આશી હા માં જવાબ આપે )

આશી : સમ્રાટ વાત એમ છે કે આ મારી નાનપણ ની ફ્રેન્ડ છે ... અને અમે હાઈ સ્કુલ સુધી સાથે હતા પછી ડેડ અંહીયા સેટલ થઈ ગયા અને અમારું સ્કૂલ અને કન્ટ્રી બધું જ બદલાઈ ગયું અને હવે જો ભગવાને મને મારી બેસ્ટ ફ્રેન્ડ ની સાથે મળવા નો ફરી મોકો આપ્યો 

અમન : અરે વાહ આ તો સાચે જ ખુશખબર છે અને ભગવાન નું તમારા બંને માટે આ જ ગિફ્ટ છે કે તમે બંને એકબીજાને મળ્યા 

રુચી : હા 

       પછી બધા બંને કપલ ને કોન્ગ્રેસ કરે છે પીયુ પણ આશી ને જાણતી હતી એટલે એ એને અહિ જોઇને ખુશ હતી બધા કોન્ગ્રેસ કરે ત્યારે અમન રાહુલ ની રાહ જોતો હતો

અમન : શું રાહુલ હજુ નથી આવ્યો ( વીર ને પુછ્યુ ) ( આ સાંભળીને ને રુચી અમન તરફ જોવે )

રાહુલ : હું અંહીયા છું બડી ( અમન ના પાછળ થી જવાબ આપે ) ( એ અમન ની સામે આવતા રુચી ની તરફ જોવે છે એનો ચેહરો ધણુ બધુ કહી રહ્યો હતો રુચી ના મમ્મી પપ્પા પણ શોક્ટ થઈ ગયા )

અમન : મેં તને ખૂબ જ યાદ કર્યો ( રાહુલ ને ગલે લગાવી ને કહ્યુ )

રાહુલ : મેં પણ 

અમન : જો આજે તું ના આવ્યો હોત તો  , હું તને મારી નાખેત ( રુચી ના પરીવાર ને આનો અંદાજો પણ ન હતો ) રુચી જેમ તું અને આશી નાનપણથી ફ્રેન્ડ્સ છો એમ જ રાહુલ અને હું નાનપણથી ફ્રેન્ડ્સ છીએ  ( રુચી હજુ પણ આશ્ચર્યચકિત હતી )

રાહુલ : હાય.... રુચી ( અજીબ સ્માઈલ સાથે કહે , રુચી એને કંઇ જવાબ નથી આપતી એ બસ એની સામે જોવે છે ) અભિનંદન બાય ધ વે મને આજે ખબર પડી દુનિયા કેટલી નાની અને ગોળ છે 

પીયુ : શું મતલબ છે તમારો ?

રાહુલ : મારો મતલબ છે રુચી ને આજે કેવું સરપ્રાઇઝ મળ્યું શું નથી મળ્યું ?

અમન : હા .... ઘણા વર્ષો પછી એ પોતાની ફ્રેન્ડ ને મળી 

રાહુલ : હા.... તું ઠીક કહે છે 

રુચી ના મમ્મી : હા કેટલાક લોકોને સરપ્રાઈઝ આપવાનું ગમે છે અને કેટલાકને આંચકો આપવો ગમે છે 

એ વધુ કાઇ બોલે રાહુલ ને એ પેહલા પીયુ એ એમનો હાથ પકડી ને એને રોકી લીધા , રુચી ત્યા થી ચાલી જાય છે કારણ કે એ રાહુલ ને બરદાસ્ત નહોતી કરી શકતી , બધા આ જોઈ ને શોક્ટ થઈ જાય રુચી ના ગ્યા પછી પીયુ અને એના મમ્મી પણ એની પાછળ જાય 

અમન : આને શું થયું ? તમે બધા ઇન્જોય કરો હું હમણા આવું છું 

( એ પણ ત્યા થી નીકળી જાય એને રુચી ની ચિંતા હતી )

રુચી એક ખુણા માં ઉભી હતી પીયુ પણ ત્યાં આવી અને પુછ્યુ દીદી તમે ઠીક તો છો ને ? રુચી રડતાં રડતાં બોલે મેં શું બગાડ્યું છે કોઈ નું મારી સાથે આવું કેમ થાય છે રુચી ના મમ્મી કહે હું અમન સાથે વાત કરુ

પીયુ : મમ્મી ઉભા રહો તમે શું કહેશો જીજાજી ને કે તમારા બેસ્ટ ફ્રેન્ડ જ એ વ્યક્તિ છે જે મારી દીકરી ને લગ્ન મંડપમાં છોડીને ભાગી ગયો હતો મમ્મી તમને શું લાગે છે એમને વિશ્વાસ થાશે એ એમનો નાનપણ નો દોસ્ત છે 
અને આ ટાઇમ પણ ઠીક નથી અત્યારે આપણે ચૂપ રહેવું જોઈએ , રુચી ના પપ્પા પણ ત્યાં આવે છે

શર્મા જી : પીયુ ઠીક કહે છે આપણે અત્યારે કઇ ન કહેવું જોઈએ અને હવે આપણ ને કાઇ ફર્ક નો પડવો જોઇએ કે એ અમન નો શું લાગે છે ખોટું એને કર્યું છે આપણે નહીં તો હવે આ વાત છોડી દઈએ કોઈ કોઈને કંઈ નહીં કહે 

અમન : શું થયું ડેડ ? તમે બધા અંહીયા શું બધુ ઠીક છે ? ( રુચી ના મમ્મી પપ્પા અને પીયુ શોક્ટ થઈ ગયા )

પીયુ : કંઈ નહીં જીજુ.... બધું જ ઠીક છે 

અમન : તું પાકું કહે છે ?( અમન રુચી ને રડતી જોવે છે ) રુચી ની આંખો માં આંસુ કેમ છે ( ચિંતા કરતા કહે )

પીયુ : જીજુ કંઈ જ નથી થયું બધુ જ ઠીક છે દીદી બસ થોડાક ઈમોશનલ થઈ ગયા 

અમન : પણ શું કામ ? શું કોઇએ કંઈ કહ્યું ?

પીયુ : ના ..... એમાં એવું છે કે અમે બધા કાલે પાછા જઈ રહ્યા છીએ એટલે દીદી ઈમોશનલ થઈ ગયા 

અમન : પણ આ ઠીક નથી.... તમે આટલા જલ્દી કેમ પાછાં જઈ રહ્યા છો ? ... થોડાક દિવસો અંહીયા જ રોકાઇ જાઓ 

શર્માજી : ના....સર વાત એમ છે કે 

અમન : સર ?

શર્મા જી : મારો મતલબ છે કે અમન આપણો નવો પ્રોજેક્ટ જલ્દી જ શરૂ થઈ રહ્યો છે એટલે અમારે જવું પડશે 

અમન : ઠીક છે.... તમે જઈ રહ્યા છો એ તો ઠીક છે પણ પીયુ ને થોડાક દિવસો અંહીયા રોકાવા દો જેથી કે રુચી ને અંહીયા એકલું ન લાગે પ્લીઝ મોમ પ્લીઝ ડેડ ( પ્યાર થી કહે )

શર્મા જી : જેવું તમે કહો ( સ્માઈલ સાથે કહે )

અમન : પીયુ તારી દીદી ને બોલ હવે દુઃખી થવા ની કોઈ વાત નથી ( રુચી અમન તરફ જોવે છે પછી વીર ત્યા આવે છે )

વીર : અંહીયા શું કોઈ સ્પેશિયલ પાર્ટી ચાલી રહી છે ? તો તમે બધા અંહીયા છો 

અમન : ના.... વીર.... એવું કંઇ જ નથી 

વીર : તો પછી જલ્દી જ પાછા આવો કારણ કે બધા તમારા બંને માટે પૂછે છે ( રુચી અને અમન ને કહે ) 

અમન : ઓહ....હા....ચાલ  ( પછી બધા મેરેજ હોલ માં જાય )

      રુચી નોટિસ કરે કે રાહુલ હજુ એને જ જોવે છે રુચી અનકન્ફીટેબલ ફિલ કરે છે પણ એ કાંઈ નથી કરી શકતી રાહુલ રુચી તરફ આવે છે રુચી અમન સાથે હતી

રાહુલ : ( અમન ને કહે )બાય ધ વે તમે બંને એકબીજાની સાથે પ્યારા લાગો છો....અમન તે ક્યારેય રુચી વિશે વાત ન કરી ? તમે એકબીજાને ક્યારથી જાણો છો ?

અમન : છેલ્લા બે વર્ષ થી ( એ પ્રાઉડ સાથે કહે છે પણ રાહુલ બધું જાણતો હતો એટલે એ રુચી સામે જોવે)

રાહુલ : ઓહ... દિલચસ્પ છે.... હમ્મ..... અને પહેલા પ્રપોઝ કોને કર્યું ?

અમન : અફ કોર્સ મેં.... ( પ્રાઉડ સાથે કહે )

    રુચી અમન ને આગળ કાંઈ પણ બોલવા થી રોકવા માંગતી હતી કારણ કે એને ખબર હતી કે રાહુલ આ બધું ક્યા ઈરાદા થી કરી રહ્યો છે અને એનું નાટક રુચી ને વધુ દુઃખી કરે છે અચાનક જ અમન ને કોઇક નો કોલ આવે છે એટલે એ બીજી તરફ ચાલ્યો જાય છે રુચી અને રાહુલ ત્યા એકલા હોય છે 

રાહુલ : દિલચસ્પ કહાની છે ( અજીબ સ્માઈલ સાથે કહે )

રુચી : ચૂપ થઈ જા ( ગુસ્સે થી કહે ) અને અંહીયા થી ચાલ્યો જા.... હું તારી સાથે વાત કરવા નથી માંગતી  

રાહુલ : શું કામ ? તું મને ભૂલી પણ ગઈ ? પણ હું નહીં મારા જીવ મેં તને ખૂબ જ યાદ કરી 

રુચી : રાહુલ અંહીયા તમાશો ન કર..... હવે આપણી વચ્ચે કંઇ જ નથી તો પ્લીઝ અંહીયા થી ચાલ્યો જા 

રાહુલ : તમાશો ? તું મારા ફ્રેન્ડ સાથે તમાશો કરી રહી છે..... મને હજુ પણ વિશ્વાસ નથી આવતો કે મારી ગર્લફ્રેન્ડ મારા ફ્રેન્ડ ની વાઇફ છે 

રુચી : જે એ દિવસે તારી વાઇફ બનવા ની હતી જો તું એ દિવસે લગ્ન છોડી ને ન ભાગ્યો હોત તો  ( ગુસ્સા કહે )

રાહુલ : રાઇટ...... પણ તું મારા ફ્રેન્ડ ની જીંદગી કેમ બરબાદ કરી રહી છે જ્યારે કે તું આજે પણ મને પ્યાર કરે છે અને તું પણ એ જાણે છે .... હું તમને બંને ને સારી રીતે જાણું એટલે મારી સામે નાટક કરવા ની જરૂરત , શું તને આપણા બંને ની પહેલી કિસ યાદ છે ? જે રીતે તે એ કિસ ને અનુભવ કરી હતી એ મારી સૌથી બેસ્ટ કિસ હતી   ( રુચી એને ગુસ્સે થી જોવે છે) મને ખબર છે તું મને ક્યારેય ન ભૂલી શકે અને હવે હું તને મને ભૂલવા દઈશ પણ નહિ , હવે આપણે રોજ મળીશું અને અમન ને કંઈ જ ખબર નહીં પડે  , એ મારો વાદો છે 

રુચી : તારી બકવાસ બંધ કર.... તારા જ ફ્રેન્ડ ની વાઇફ સાથે આ રીતે વાત કરતાં તને શરમ નથી આવતી?

રાહુલ : શું તને શરમ ન આવવી જોઈએ કે તે તારા બોયફ્રેન્ડ નાં બેસ્ટ ફ્રેન્ડ સાથે જ લગ્ન કર્યા ? જો ઠીક છે તે અમન સાથે લગ્ન કર્યા , મને લગ્ન નથી ગમતાં .... અને આ બધું પણ આપણે હજુ પણ રિલેશન શીપ માં રહી શકી છી ..... મને ખબર છે તું મને પ્યાર કરે છે.....અમન ને નહીં 

     રુચી ગુસ્સે અને નારાજગી સાથે રાહુલ ને જોવે છે અને એને પેહલી વાર સારુ લાગે છે કે એને અમન સાથે લગ્ન કર્યા કારણ કે એને વિશ્વાસ નહોતો કે રાહુલ આવી પણ વાત કરી શકે છે એ જાણવા છતાં પણ કે રુચી એના દોસ્ત ની પત્ની છે અત્યારે રુચી અમન ની તરફ જવા લાગે છે અમન રાહુલ ની સામે જોઈ ને સ્માઈલ આપે છે દૂર થી રુચી અમન ને પાછળ થી ખંભે હાથ રાખે અમન પાછળ ફરીને જોવે રુચી તરફ .....અને રુચી અચાનક જ અમન ને કિસ કરી લ્યે અમન પણ પેહલા શોક્ટ થઈ ગયો પણ પછી એ પણ સામે એને કિસ કરવા લાગ્યો રાહુલ આ બધું જોતો જ રહ્યો


વધુ આવતા અંકે.........