Ek Punjabi Chhokri - 52 in Gujarati Short Stories by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 52

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક પંજાબી છોકરી - 52

વીર અને વાણી થોડી વાર બીચ ઉપર ફર્યા અને એક નાળિયેર લઈને બંને એ સાથે પીધું.એકમેકની આંખમાં આંખ પરોવીને થોડીવાર માટે ખોવાય ગયા બધું જ ભૂલી ગયા અને માત્ર એકબીજાના પ્રેમને જ મહેસૂસ કરવા લાગ્યા.

થોડીવાર પછી બીચ ઉપરથી ઘરે જવા માટે નીકળે છે વીર વાણીને એના ઘરે ડ્રોપ કરીને પોતે પોતાના ઘરે જાય છે.વીર ઘરે આવે છે સોહમ છૂપાઈને વીરના ઘરે આવવાની જ રાહ જોતો હતો.વીર આજે ગુસ્સામાં હતો એટલે વાણી તેની સાથે સરખી વાત ન કરી શકી પણ વાણી ત્યાં આવી નહોંતી સોહમે તેને ત્યાં મોકલી હતી વીર જ્યારે પોતાનો ફોન છોડીને બહાર ગયો ત્યારે સોહમ એ વાણીને મેસેજ કરીને કૉફી શોપમાં બોલાવી હતી અને પછી વીરના ફોનમાંથી તે મેસેજને ડિલીટ કરી દિધો હતો. વાણીને પણ ખૂબ અજીબ લાગ્યું હતું જ્યારે વીર તેને કૉફી શોપમાં જોઈને ગુસ્સે થઈ ગયો પણ ત્યારે તે કંઈ જ બોલી નહીં.ઘરે આવીને વાણી પણ આ વિશે જ વિચારતી હતી અને વીર પણ વિચારતો હતો કે વાણી કેમ કૉફી શોપમાં આવી અને સોહમ ભાઈ કેમ ન આવ્યા? તે વિચારમાં ખોવાઈ ગયો હતો. સોહમ વિચારે છે કે સોનાલીને વીર અને વાણી વિશે બધું જ સાચું કહેવાનો સમય આવી ગયો છે પણ રાત થઈ ગઈ હોવાથી તે સોનાલી પાસે બીજે દિવસે જવાનો વિચાર કરે છે.

સોનાલી વીરને સમજાવવા તેના રૂમમાં જાય છે. વીર ફોન લઈને બેઠો હતો સોનાલી કહે છે,"થોડી પેન દે નાલ ભી ગલ કર લે." વીર કહે છે અરે દી બોલો ને.ચાલો મારી પાસે બેસો આપણે બંને ભાઈ બહેન ખૂબ બધી વાતો કરી.સોનાલી વીર પાસે બેડ પર બેસે છે.સોનાલી પહેલાં કૉલેજની ને એવી બધી આડી અવળી વાતો કરે છે અને પછી કહે છે વીર તારે દાદા દાદી, મમ્મી અને પપ્પા તે બધા સાથે આ રીતે ગુસ્સેથી વાત ન કરવી જોઈ તું જાણે છે ને આપણી ફેમિલી આપણને કેટલો લવ અને સપોર્ટ કરે છે.તારે કાલના વર્તન બદલ માફી માંગવી જોઈએ. વીર કહે છે હા દીદી તમારી વાત એકદમ સાચી છે, હું જરૂરથી બધા પાસે માફી માગીશ.તમે ઉદાસ ન થાઉં.વીર સોનાલીની બધી વાત માનતો હતો અને સોનાલીને ખૂબ પ્રેમ પણ કરતો હતો જો કે બંને ભાઈ બહેનની લડાઈ પણ ખૂબ થતી હતી તેમ છતાં પ્રેમમાં કોઈ જ કમી નહોંતી.વીર તે જ સમયે સોનાલી સાથે બહાર ગયો.તેના દાદા દાદી અને મમ્મી પપ્પા બેઠા હતા ત્યાં જઈને બધાની વચ્ચે કાન પકડી માફી માગી.તેના દાદુ કહે છે કંઈ વાંધો નહીં બેટા તું બહારથી આવ્યો હતો અને અમને લોકોને તારી ચિંતા થતી હતી એટલે અમે તારા પર ગુસ્સો કર્યો અમારે એવું નહોતું કરવાની જરૂર ભૂલ તારાથી વધુ અમારી છે. વીર કહે છે ના દાદુ તમે બધા મને અને દી ને ક્યારેય કોઈ વાત માટે રોકતા કે ટોકતા નથી,તો અમારે પણ તમારી બધી વાતો માનવી જોઈએ.

આ બધી વાતો પૂરી કરી બધા પોતપોતાના રૂમમાં જઈને સુઈ જાય છે.સવારમાં સોહમ સોનાલીને મળવા આવે છે.સોનાલી નાસ્તો બનાવતી હતી સોહમ કહે છે.શું નાસ્તો બનાવે છે ?તો સોનાલી કહે છે પાલકના પકોડા અને ફૂલેવરના પકોડા બનાવું છું.સોનાલીના હાથની રસોઈ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સોહમ ઘણીવાર સોનાલી રસોઈ બનાવતી હોય એટલે સોનાલીના ઘરે જ જમી લેતો હતો પણ આજે તો સોહમ સોનાલીને વીરની વાત કરવા આવ્યો હતો પણ સોનાલી બિઝી હતી.તેથી સોહમ કંઈ કહેતો નથી અને થોડો નાસ્તો કરીને ચાલ્યો જાય છે.સોહમ ઘરે જઈને મનોમન વિચારે છે કે પહેલા વીર સાથે વાત કરીને જાણી લઉં કે તેના અને વાણી વચ્ચે શું છે? તે બંને એકબીજાને સાચે જ પસંદ કરે છે કે માત્ર એક આકર્ષણ જ છે.આમ વિચારતો હતો ત્યાં તેના મમ્મી આવીને તેની પાસે બેસે છે અને કહે છે,"પૂતર અબ ગલ કરું મેં સોનાલી દી ફેમીલી નાલ તેરી ઓર સોનાલી કી સાદી કે બારે મે." સોહમ કહે છે મમ્મી હું તમને કાલે જવાબ આપું હું સોનાલીને પૂછી પછી તમને જાણ કરીશ.સોહમના મમ્મી કહે છે સારું બેટા જેવી તારી મરજી પણ તું જલ્દી મને જવાબ આપજે.સોહમ કહે છે સારું મમ્મી.

સોહમ પહેલા સોનાલી સાથે કઈ વાત કરશે?શું વીર ને વાણીનો પ્રેમ સાચો છે?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં.

તમારી કૉમેન્ટસ્ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.