Travel to Mumbai Delhi Expressway in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | મુંબઈ દિલ્હી એકસપ્રેસ વે ની મુસાફરી

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

મુંબઈ દિલ્હી એકસપ્રેસ વે ની મુસાફરી

આજે પહેલાં તો વાત શેર કરું જયપુર ગુડગાંવ એકસપ્રેસ હાઇવે ની. મુંબઈ દિલ્હી હાઇવે. એકસપ્રેસ વે, ઘણી ખરી જગ્યાએ 8 લેન છે.જયપુરમાં ઘર છોડી શહેરની બાઉન્ડ્રી 11 કિમી આશરે 20 મિનિટમાં આવી ગઈ. બપોરે 2.35 ના નિકળેલ.વચ્ચે અરાવલી પર્વતમાળામાંથી એક ટનલમાંથી પસાર થયાં.પછી શરૂ થયો નાનાં ગામડાંઓનો ટ્રાફિક. અહીં બધે સરકારી તેમ જ પ્રાઇવેટ બસો એસ ટી ચલાવે છે તેની ખખડધજ બસો, અમુક પર છાપરે બેસેલા લોકો, ગમે ત્યાં રસ્તાની ધારે છત્રી નાખી ઉભેલા ફ્રૂટવાળા ને ટુ વ્હીલર, બાઈક, બધું  ન્યુસંસ હોઈ 20 કિમી જવામાં 45 થી 50 મિનિટ ગઈ. હવે બેંગલોર જ નહીં , આવાં થોડાં નાનાં શહેરોમાં પણ સરખો એવો ટ્રાફિક નડે છે. જાણ્યું કે એ ઘણાંખરાં ગામો જયપુર નો આઉટ સ્કર્ટ હતાં. પછી  8 લેન એકસપ્રેસ હાઇવે આવી પહોંચ્યો. અહીંથી દિલ્હી ટોલ ફી 425 રૂ. હતી પણ વસૂલ.

વચ્ચે 1033 નંબર હેલ્પ લાઈન માટે નાં બોર્ડ આવતાં હતાં.

હાઇવે સાચે જ લાલુએ કહેલ એમ 'હેમામાલિની ના ગાલ જેવો ' એકદમ સ્મૂધ હતો.

સાંજે 4.15 જેવા થયેલા.તરત જ સ્પીડ લિમિટ 120 નાં બોર્ડ આવ્યાં. સાચે જ વાહનો 120 કે વધુ સ્પીડ પર જતાં હતાં. પુત્રની ગ્રાન્ડ વિતારા કાર કૃઝ પર મૂકી દેવાઈ. 115 પર સ્પીડ સેટ કરીને.આગળ જતી મોટી ટ્રક કે ઓચિંતું કોઈ વાહન સહેજ ધીમું પડે તો બહુ ઝડપથી, સાચવીને, ક્યારેક બે વાહનો વચ્ચેથી જવું પડતું  120ની ઝડપે ભૂલેચૂકે ટચ થઈ જાય તો પણ તણખા નીકળી વાહન ટોપલ થઈ જાય.વડોદરા એકસપ્રેસ વે ની જેમ કોઈ ડાબેથી ઓવરટેક કરતું ન હતું પણ દરેકની સ્પીડ અલગ. ક્યારેક બે મોટી ટ્રક વચ્ચેથી જવું પડે ત્યારે  માઇક્રો ટનલ જેવું લાગે.બે બાજુ એકદમ લીલાં, પાણી ભરેલાં ખેતરો, તેમાં ઢળતા સૂર્યનું પ્રતિબિંબ, વચ્ચે પહાડો, કોઈ ઉપરથી ટકલા નીચેથી ગાઢ વનરાજી વાળા તો કોઈ ઝૂલ્ફાં વાળાં માથાં જેવા ઉપરથી ઘટાટોપ નીચે સીધા પીળા ખડકો.વચ્ચે એક જબરદસ્ત rain curtain વચ્ચેથી પસાર થવું પડ્યું. કાઈં જ દેખાય નહીં એવું વરસાદનું ઝાપટું. એમાં પણ સ્પીડ 100 તો રાખવી પડેલી. આશ્ચર્ય સાથે મઝા એ આવી કે પવનની સ્પીડ અમારી 120 થી સહેજ જ ઓછી હશે તેથી પાછળ જુઓ તો એકદમ કાળું વાદળ ને ભયંકર વરસાદ, આગળ પ્રમાણમાં ઓછો.વરસાદ પાછળ રહી જતાં જ આગળ ખૂબ મોટી કમાન વાળું મેઘધનુષ્ય દેખાયું. 8 લેન રસ્તો તો એની એક સાઈડ કહેવાય. બેય બાજુ બીજાં પાંચ સાત ખેતરો લઈ લો એટલું પહોળું ને ઊંચાઈ જમીન થી આકાશ આંબતી.વિરલ અનુભવ. વાસાવડ હતો ત્યારે અજમેરા હોસ્પિટલ પાસે હાઇવે પર આવું જોયેલું પણ આ એનાથી ઘણું મોટું.રસ્તાની સામે સતત અરાવલીની પર્વતમાળા પસાર થયે રાખતી હતી.ક્યાંય થોભ્યા વગર 6.20 પર તો હાઇવે એન્ડ થયો, 180 કિમી બે કલાકમાં કાપી નાખ્યા.તરત સોહના તરફનો ફાંટો નીચે અને ગોળ વળાંક લઈ નેશનલ હાઇવે ઓથોરિટી ની આપણા અમદાવાદના હેલ્મેટ સર્કલની enlarged પ્રતિકૃતિ જેવી ઓફિસની પ્રદક્ષિણા કરી ત્યાં તો બેય બાજુ 16 માળ ના ટાવરો આવું ગયા. ગુડગાંવની બાઉન્ડ્રી.પુત્રના ઘરના રસ્તે આવી નજીકમાં જ ચા પીવા ઊભા ત્યારે હજી 6.30 થતા હતા. અમદાવાદ ગોંડલ જેટલું અંતર, 280 કિમી નજીક , પોણા ચાર કલાકમાં કાપ્યું અને એ જયપુર નજીકનો ટ્રાફિક ન ગણીએ તો સાવ બે કલાકમાં 210 કિમી  જેવું!ઘેર આવી હજી ઈવનીંગ વોક લેવી હોય તો સમય હતો પણ મેં બાલ્કનીમાં ચેર નાખી સંધ્યા નિહાળી.અહીં 15 ઓગસ્ટ તથા બળેવની સાંજે પતંગ ચગાવવાનો રિવાજ છે એ પતંગો આકાશમાં જોઈ.ગડકરીએ હાઇવે માટે સારું કર્યું છે. સુખદ અનુભવ.