New AI Features in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | એઆઈનું નવું ફીચર

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એઆઈનું નવું ફીચર

હવે, એઆઇના લીધે ડોક્ટરની નોકરી પર આવ્યો ખતરો
જીભનો કલર જાેઇ ગણતરીની સેકન્ડમાં એઆઇ આપશે ૯૮ ટકા એક્યુરેટ નિદાન
જીભની તસવીર પરથી જ જાણી શકાશે તમને કયો રોગ થયો છે

હાલના અદ્યતન યુગમાં હવે, આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો જમાનો આવી ગયો છે. ત્યારે દરેક ક્ષેત્રમાં એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો હવે, એઆઇ ટેકનોલોજી તબીબી ક્ષેત્રે પણ આગળ આવી રહી છે. એઆઇ ટેકનોલોજીના વધારે પડતા ઉપયોગથી હવે, ડોક્ટરોની નોકરી પણ ખતરામાં આવી ગઇ છે. એઆઇ ટેકનોલોજીમાં થઇ રહેલા નવા સંશોધનના પગલે હવે, તબીબી જરૂરીયાત પણ એઆઇ થકી જ પુરી થઇ જશે. એઆઇ ટેકનોલોજીમાં થયેલા નવા સંશોધનથી હવે, વ્યક્તિ માત્ર પોતાની જીભના ફોટો પરથી જ જાણી શકશે કે તેને કયો રોગ થયો છે. એટલું જ નહીં એઆઇ ટેકનોલોજી તેના ડેટાબેઝના આધારે જ રોગનું નિદાન પણ આપશે. જે નિદાન ૯૮ ટકા એક્યુટરેટ હોવાનું સંશોધનમાં પુરવાર થયું છે.
હાલના અદ્યતન યુગમાં એઆઇ ટેકનોલોજી આઇટી, માર્કેટિંગ અને એજ્યુકેશન સહિતના સેક્ટરમાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યુ છે. ત્યારે હવે, તેનો તબીબી એટલે કે મેડિકલ ક્ષેત્રમાં પણ ઉપયોગ દૂર નથી. મેડિકલ ક્ષેત્રમાં પણ એઆઇ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થઇ ગયો છે. એક તરફ સંશોધન થઇ રહ્યા છે અને બીજી તરફ તેના ડેટાબેઝને પણ સતત અપડેટ કરાઇ રહ્યો છે.
એઆઇનો ઉપયોગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શરૂ થઇ ગયો છે. જેમાં ઇન્સ્ટાગ્રામ, વોટ્‌સએપ, ફેસબુક દ્વારા એઆઇ ફિચર લોન્ચ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સાથે મોબાઇલ મેન્યુફેક્ચરિંગ કંપની દ્વારા પણ નવા ફોનમાં એઆઇનું ફિચર આપવામાં આવી રહ્યું છે. ત્યારે એઆઇ ટેકનોલોજી હવે, વધુ એક પગલું આગળ વધી છે. હવે, વ્યક્તિની જીભના ફોટો માત્રથી જ એઆઇ વ્યક્તિને કયો રોગ થયો છે તેની માહિતી આપશે.
ઇરાક અને ઓસ્ટ્રેલિયાના સંશોધકો દ્વારા આ સિદ્ધી મેળવવામાં આવી છે. સંશોધકો દ્વારા એક એવી આટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીમાં એક એવું ફિચર ડેવલોપ કરવામાં આવ્યું છે. જે વ્યક્તિની જીભના ફોટો પરથી જ તેને કયો રોગ થયો છે તેની માહિતી આપવાની સાથે તે રોગના નિદાન પણ જણાવશે. સંશોધકોના મતે આ ટેકનોલોજી દ્વારા આપવામાં આવતા નિદાન ૯૮ ટકા એક્યુરેટ છે.

સંશોધકોને વિચાર ક્યાંથી આવ્યો?
મૂળ ભારત અને ચીનમાં પૌરાણીક સમયમાં આરોગ્ય પ્રણાલીમાં રૂષીઓ દ્વારા વ્યક્તિની જીભ અથવા તો નાળીને તપાસીને જ રોગ પારખી તેનું નિદાન કરાવમાં આવતું હતું. તે જ પ્રણાલીની આજે ઇરાક અને ઓસ્ટ્રેલિયાના સંશોધકો દ્વારા અપનાવવામાં આવી છે. જે પ્રણાલીના આધારે જ આ નવી એઆઇ ટેકનોલોજીની શોધ કરવામાં આવી છે.

એઆઇનું નવું ફિચર કઇ રીતે કામ કરશે?
એઆઇ ટેકનોલોજીના નવા ફિચરમાં વ્યક્તિ પોતાની જીભનો ફોટો અપલોડ કરતાની સાથે જ તેના રંગના આધારે એઆઇ તેનો ડેટાબેઝ ચેક કરે છે. જેના આધારે વ્યક્તિને કયો રોગ થયો છે તેની માહિતી પુરી પાડવામાં આવે છે. જેના આધારે જ એઆઇ તેના નિદાનની પણ માહિતી આપે છે. એક ઉદાહરણ પરથી સમજવાનો પ્રયાસ કરીએ. ડાયાબિટીસના દર્દીની જીભનો રંગ પીળો હોય છે, જ્યારે કેન્સરના રોગમાં જીભનો રંગ જાંબલી અને સ્ટ્રોકમાં લાલ થઇ જાય છે. એઆઇ મોડલ જીભના રંગ અને તેના ટેક્સચરમાં થયેલા તફાવતને ઓળખે છે. જીભના જુદા જુદા રંગનો અભ્યાસ કરી એઆઇ વ્યક્તિને કયો રોગ થયો છે. તેની માહિતી આપશે. તેની સાથે સાથે ટેકનોલોજી પોતાના ડેટાબેઝના આધારે નિદાનની પરંપરાગત પદ્ધતિઓની ચકાસણી કરી રોગનું નિદાન પણ આપશે. આ પદ્ધતિ અન્ય કરતાં ઘણી જ સસ્તી છે. જેના કારણે હવે, મોંઘી દાટ ફી ઉઘરાવતા ડોક્ટરોની નોકરી અને હોસ્પિટલ પર ખતરો આવી રહ્યો છે. સંશોધકોનું માનવું છે કે, ભવિષ્યમાં આ ટેકનોલોજી એક મોબાઇલ એપ્લીકેશન તરીકે પણ કામ કરશે. જેથી દરેક વ્યક્તિ પોતાના ઘરે કે ઓફિસમાં બેઠા બેઠા જ રોગ અને તેના નિદાનની જાણકારી મેળવી શકશે. જેની સીધી અસર ડોક્ટરો પર જ થશે.

નવા ફિચરમાં શું ખામીઓ છે?
ઇરાક અને ઓસ્ટ્રેલિયાના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવેલા એઆઇના નવા ફિચરમાં સુવિધાની સાથે સાથે કેટલીક ખામીઓ પણ છે. એક તરફ સંશોધકો દાવો કરી રહ્યા છે કે, જીભના રંગ પરથી રોગને પારખવો અને તેનું નિદાન આપવાની એક્યુરસી ૯૮ ટકા છે. પરંતુ તેની સામે કેટલીક ખામીઓ પણ છે. જેમાં સૌથી મોટી ખામી તબીબી ગોપનીયતાની છે. તે ઉપરાંત એઆઇ જીભના ફોટો પરથી નિદાન કરે છે. ત્યારે જે ફોન કે અન્ય કેમેરા માધ્યમથી ફોટો ખેંચવામાં આવે છે તેની ગુણવત્તા પણ એક મોટો પડકાર છે.