Ek Punjabi Chhokri - 50 in Gujarati Science-Fiction by Dave Rup books and stories PDF | એક પંજાબી છોકરી - 50

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક પંજાબી છોકરી - 50

સોહમ ને મયંક સોનાલીને એના ઘરે લઈને આવે છે સોનાલીના ઘરે આવવાની ખુશીમાં વીરને જગરાતા એટલે કે આખી રાત જાગીને માતાજીના ભજનો ગાવાનો પ્રોગ્રામ રાખ્યો હતો. પંજાબમાં ઘરે ઘરે જગરાતા નો પ્રોગ્રામ રખાય છે.સોનાલીની ફેમીલી એ પણ સગા વહાલા આડોશી પાડોશીને જમાડવાનું પણ રાખ્યું હતું.સોનાલી બહુ ભક્તિ ભાવ વાળી હતી તેથી તે ટ્રેડિશનલ પોશાક પહેરીને તૈયાર થઈ જાય છે.


સોહમ ને મયંક તો સોનાલીનો આ લુક જોઈને ખોવાઈ જાય છે. વીર તે બંને ને ચીડવતા કહે છે બસ કરો મારા દી ને તમારા બંનેની નજર લાગી જશે.તેના દાદી કહે છે,"હાયની મેરા પૂતર કિતના સોણા લગદા હૈ,તેનું મેરી હી નજર ના લગ જાયે."

પહેલા બધા સાથે મળીને પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરે છે.પ્રસાદ હોવાથી આમાં લસણ,ડુંગળી ઉમેરવામાં આવ્યા નહોતા. જમવામાં સરસવનું શાક,મકાઈની રોટલી,રાજમાં અને ભાત સાથે મોટા મોટા રસગુલ્લા રાખવામાં આવ્યા હતા.બહુ સ્વાદિષ્ટ એવું ભોજન ખાઈને બધા ખુશ થઈ જાય છે.



બધા ખૂબ સુંદર સુંદર કપડાં પહેરીને અને તૈયાર થઈને આવ્યા હતા.હવે બધા માતા રાનીના ભજન ગાવા બેસી જાય છે.એક ગાયકને બોલાવવામાં આવે છે.જે પોતાની પૂરી ટીમને લઈને આવે છે અને તેઓ આખી રાત સુંદર સુંદર માતાજીના ભજનો ગાય છે.બધા લોકો ભેગા મળી માતા રાનીને યાદ કરીને જુમે છે. સોનાલીની કૉલેજના ઘણા લોકો આવ્યા હતા.સગા સંબંધી આડોશી પાડોશી અને મિત્રો પણ હતા.બધા ભેગા મળી ભાંગડા કરે છે.

સૌ ભેગા મળીને ભજન ગાય છે અને નાચે છે....

સૌ પ્રથમ બધા મતરાનીની જય બોલાવે છે...

જયકારા શેરા વાલી દા,
બોલ્યે સાચે દરબાર કી જય...

(1) कितना प्यारा है सिंगार,
की तेरी लेउ नज़र उतार,
कितना प्यारा है,
ओ हो, कितना प्यारा है सिंगार,
की तेरी लेउ नजर उतार,
कितना प्यारा है ॥

(2) मैं बालक तू माता शेरां वालिए,
है अटूट यह नाता शेरां वालिए ।
शेरां वालिए माँ, पहाड़ा वालिए माँ,
मेहरा वालिये माँ, ज्योतां वालिये माँ ॥
॥ मैं बालक तू माता शेरां वालिए...॥

આવા ઘણા બધા સુંદર સુંદર ભજનો ગાતા ગાતા નાચવાની મજા હર કોઈ માણે છે. માતા રાનીના પ્રેમમાં નાચવાની ખૂબ જ મજા આવે છે.સોનાલી પણ બધાની સાથે નાચે છે.વચ્ચે વચ્ચે લિચીનું જ્યૂસ અને ચા પાણી આવતા રહે છે.


બધા માતાજીની યાદમાં મસ્ત બનીને જુમતા ગાતા હતા ત્યાં સવાર પડી જાય છે. બધા થોડો આરામ કરીને ફ્રેશ થાય છે ત્યાં મસ્ત ગરમ ગરમ નાસ્તો તૈયાર હોય છે.નાસ્તામાં અનેક જાતના પરોઠા, બ્રોકોલીનું શાક, ચા,કૉફી,દહીં, અચાર વગેરે રાખવામાં આવ્યું હતું.



પંજાબી લોકો પરાઠાના ખૂબ જ શોખીન હોય છે તેથી અલગ અલગ ટાઈપના પરોઠા જોઈને બધા ખુશ થઈને નાસ્તો કરે છે. નાસ્તો કરીને બધા પોતાના ઘરે જાય છે.મયંક તો સોનાલી હોસ્પિટલમાં હતી ત્યારથી ઘરે બહુ સમય રહ્યો ન હોવાથી તે ઘરે જાય છે. વીર પણ ઘરે બધું કામ પતાવીને સાંજે બહાર જાય છે અને પેલી અજાણી વ્યક્તિને જઈને મળે છે.વીર તેને મળીને હગ કરે છે.આજે બંને ડિનર માટે મળ્યાં છે તેથી ડિનર સાથે કરે છે. સોહમને વીર સાથે કંઇક વાત કરવી હતી તેથી તે વીરની પાછળ પાછળ હોટેલમાં પહોંચી જાય છે ત્યાં તે જુએ છે કે વીર કોઈ ગર્લ્સ સાથે ડિનર કરવા આવ્યો હતો.સોહમ એ આ ગર્લ્સને પહેલીવાર જોઈ હતી તેથી તે સમજી નથી શકતો કે આ ગર્લ્સ કોણ હતી? તે બહાર બેસીને વીરના આવવાની રાહ જુએ છે.વીર પેલી છોકરીને બધી વાત કરે છે.જે નવું નવું બન્યું તે બધું અને પેલા ગુંડાઓ વિશે પણ જણાવે છે.

સોહમ ઘણી વાર સુધી વીરની રાહ જુએ છે પણ વીર આવતો નથી અને સોહમ ને અચાનક કોઈનો કૉલ આવે છે ને તે ત્યાંથી જતો રહે છે.વીર ને પેલી ગર્લ જમીને બહાર આવે છે વીર તેને પોતાના બાઇક ઉપર ઘરે છોડવા જાય છે અને રસ્તામાં એક જગ્યાએ આઇસક્રીમ ખાય છે.વીર જગરાતા વાળી વાતો પણ હસતા હસતા અને આઇસક્રીમ ખાતા ખાતા પેલીને કહે છે.વીર પેલીને એના ઘરે છોડીને પોતે ઘરે આવે છે.બધા વીરના આવવાની જ રાહ જોતા હતા.વીર આવતા બધા વાત કરતા કરતા ચૂપ થઈ જાય છે.

સોહમ ને અચાનક કોનો કૉલ આવ્યો હશે?
બધા વીરની રાહ શા માટે જોતા હતા અને પેલી ગર્લ્સ કોણ હતી?

આ બધું જ જાણવા માટે જોડાયેલા રહો મારી સ્ટોરીમાં...

તમારી કૉમેન્ટ્સ મને લખવાની પ્રેરણા આપે છે તો સારી કે ખરાબ કોઈ પણ પ્રકારની કૉમેન્ટ્સ કરવા વિનંતી.