Anurag Kashyap in Gujarati Biography by Khyati Maniyar books and stories PDF | અનુરાગ કશ્યપ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

અનુરાગ કશ્યપ

22 વર્ષના વ્યક્તિ દ્વારા 11 વર્ષ સુધી અનુરાગનું યૌન શોષણ કરાયું હતું 

ઇટાલિયન ફિલ્મ સાયકલ થીવ્સથી પ્રભાવિત થઇ અનુરાગ કશ્યપ ફિલ્મમેકર બન્યા 

બે લગ્ન જીવનમાં નિષ્ફ્ળ 48 વર્ષિય અનુરાગનું 20 વર્ષ નાની શુભ્રા શેટ્ટી સાથે ડેટિંગ


સિનેમા જ એકમાત્ર ધર્મ છે, તેવું માનનાર બોલીવુડના એકમાત્ર પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને અભિનેતા એટલે અનુરાગ કશ્યપ. અનુરાગની ક્રાઈમ થ્રિલર સિરીઝ બેડ કોપ હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. અનુરાગની મોટાભાગની ફિલ્મો ડ્રગ્સ, બાળશોષણ, ડિપ્રેશન જેવા સામાજિક મુદ્દાઓ પર જ આધારિત હોય છે. કહેવાય છે કે, અનુરાગ પોતે પણ સામાજિક સમસ્યાઓમાંથી પસાર થઈ ચૂક્યા છે. જેથી સમાજને જાગૃત કરવાના હેતુથી તેઓ પોતાની ફિલ્મોને પણ તે જ મુદ્દો પર આધારિત બનાવી રહ્યા છે. 

અનુરાગ કશ્યપનો જન્મ 10 સપ્ટેમ્બર 1972માં ઉત્તર પ્રદેશના ગોરખપુરના એક રાજપુત પરિવારમાં થયો હતો. તેમનો શાળાકીય અભ્યાસ દહેરાદુન અને ગ્વાલિયરમાં પૂર્ણ કર્યો હતો. વૈજ્ઞાનિક બનવાની તેમની ઈચ્છાથી કશ્યપે દિલ્હી યુનિવર્સિટી ખાતે ઝૂઓલોજીમાં અભ્યાસ કર્યો. 1993માં સ્નાતક થયા પછી તેઓ શેરી નાટકો કરતા જનનાટ્ય મંચમાં જોડાયા અને ઘણા શેરી નાટકોમાં અભિનય કર્યો. 19 વર્ષના ઝૂઓલોજીના વિદ્યાર્થી તરીકે ફિલ્મ નિર્માતા બનવાની કોઈ જ ઈચ્છા હતી નહીં. નહોતી. પરંતુ 1993માં જ દિલ્હીના એક ફિલ્મ ફેસ્ટિવલમાં 1948ની સાયકલ થીવ્સ નામની ફિલ્મે અનુરાગના જીવનમાં નવો વળાંક આપ્યો હતો. 
બધું જ છોડી અનુરાગ ફિલ્મ મેકર બનવા માટે મુંબઈ આવ્યા. ખિસ્સામાં માત્ર રૂ. 5000 લઇ 1983માં અનુરાગ મુંબઈ આવ્યા હતા. કામ તો મળ્યું જ નહીં અને ખિસ્સું પણ ખાલી થઈ ગયું. કેટલાય મહિનાઓ તેમણે શેરીઓમાં, બીચ પર, પાણી ટાંકી નીચે રહીને જીવન ગાળ્યું. જે બાદ ઘણી મહેનતે અનુરાગને પૃથ્વી થિયેટરમાં કામ મળ્યું. પરંતુ નસીબ બે ડગલા પાછળ હોય તેમ અનુરાગનું પ્રથમ નાટક અધૂરું રહ્યું. જેની પાછળનું કારણ હતું નાટકના ડાયરેક્ટરનું અચાનક અવસાન થવું. 1995થી રાઇટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. તે દરમિયાન રામ ગોપાલ વર્મા સાથે મુલાકાત થઇ. જે મુલાકાતનો શ્રેય મનોજ બાજપાઈને જાય છે. જે બાદ અનુરાગને 1998માં સત્યાની સ્ક્રીપ્ટ લખવાની તક મળી. 

અનુરાગના ડાયરેકટર તરીકેના કરિયરની શરૂઆત ફિલ્મ પાંચથી થઇ હતી. જોકે, તે ફિલ્મ રિલીઝ થઇ શકી ન હતી. ત્યારબાદ એક પછી એક ફિલ્મો બનાવતા ગયા. જેમાં 2012માં રિલીઝ થયેલ અનુરાગની ફિલ્મ ગેંગ ઓફ વાસેપુર આજે પણ એટલી જ ચર્ચામાં છે.
અનુરાગનું બાળપણ પણ ઘણી મુશ્કેલીઓ વચ્ચે પસાર થયું હતું. 22 વર્ષના વ્યક્તિ દ્વારા સતત 11 વર્ષ સુધી અનુરાગનું યૌન શોષણ કરવામાં આવ્યું હતું. જોકે, પોતાનું યૌન શોષણ કરનાર વ્યક્તિને પણ માફ કરવાની ખુમારી અનુરાગે બતાવી હતી. પરંતુ તે વાત અનુરાગ ક્યારેય ભૂલી શક્ય નથી. જેનો ગુસ્સો અને ડિપ્રેશન લઈને જ અનુરાગ મુંબઈ આવ્યા અને ત્યાં પણ તેમને સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો. બે લગ્ન જીવનમાં અસફળ 48 વર્ષિય અનુરાગ છેલ્લા બે વર્ષથી પોતાનાથી 20 વર્ષ નાની શુભ્રા શેટ્ટીને ડેટ કરી રહ્યા છે. જે અનુરાગની ફેન્ટમ ફિલ્મ પ્રોડક્શન કંપનીમાં જ કામ કરે છે. 
અનુરાગના સંઘર્ષો પછી ભારતીય સિનેમામાં તેમનું યોગદાન ઘણું બહોળું છે. અનુરાગ પાસે વાર્તા કહેવાની ખૂબ જ સુંદર કાળા છે. એટલું જ નહી અનુરાગે સાબિત પણ કર્યું છે કે, બહુ વધારે રૂપિયા વિના પણ એક શ્રેષ્ઠ વાર્તા કહી શકો છો. કેનેડિયન ફિલ્મ ક્રિટીક અને ફેસ્ટિવલ પ્રોગ્રામર કેમેરોન બેઇલીએ તો અનુરાગ કશ્યપને સૌથી વધુ જાણકાર ફિલ્મ નિર્માતા તરીકે ઓળખાવ્યા છે. 
પ્રખ્યાત અને સફળ વ્યક્તિ બોલીવુડમાં વાદવિવાદથી ઘેરાયેલો ન હોય એવું ભાગ્યે જ બને. અનુરાગ કશ્યપનું પણ કંઈક એવું જ હતું. 2021માં ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનુરાગની ફેન્ટમ ફિલ્મ કંપનીમાં કરચોરીના સંદર્ભમાં મુંબઈ, પુણે સહિત 28 સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં રૂ. 300 કરોડની કરચોરી ઝડપાઇ હતી. 
આટલું જ નહીં પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત. ભારતમાં #MeToo મુવમેન્ટ દરમિયાન અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. અનુરાગના કિસ્સાઓનું લિસ્ટ ઓછું નથી. એક ખોટી વ્યક્તિને થપ્પડ મારવાના કેસમાં જેલમાં એક રાત પણ વિતાવવી પડી હતી. જોકે, અનુરાગને જેલ બહાર કઢાવનાર વ્યક્તિ પણ તે જ હતી. જેની પાછળનું કારણ હતું કે, કેસ કરનાર વ્યક્તિ અનુરાગના સત્ય બોલવાની વાતથી પ્રભાવિત થયો હતો. અનુરાગનું કહેવું છે કે, એ વ્યક્તિ સાથે બનેલી ઘટના અને વ્યક્તિ બન્નેના કારણે મારા જીવનમાં અનેક બદલાવ આવ્યા છે.