College campus - 113 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 113

Featured Books
  • द्वारावती - 73

    73नदी के प्रवाह में बहता हुआ उत्सव किसी अज्ञात स्थल पर पहुँच...

  • जंगल - भाग 10

    बात खत्म नहीं हुई थी। कौन कहता है, ज़िन्दगी कितने नुकिले सिरे...

  • My Devil Hubby Rebirth Love - 53

    अब आगे रूही ने रूद्र को शर्ट उतारते हुए देखा उसने अपनी नजर र...

  • बैरी पिया.... - 56

    अब तक : सीमा " पता नही मैम... । कई बार बेचारे को मारा पीटा भ...

  • साथिया - 127

    नेहा और आनंद के जाने  के बादसांझ तुरंत अपने कमरे में चली गई...

Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 113

પરીએ તરતજ ડૉ. નિકેત ત્રિવેદીને ફોન કરીને જણાવી દીધું કે, પોતે તેમની હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરવા માટે તૈયાર છે.
ડૉ. નિકેત ત્રિવેદી પણ ખૂબ ખુશ થઈ ગયા...
થોડા દિવસના વિરામ બાદ પરીએ પોતાની ઈન્ટર્નશીપ ચાલુ કરી દીધી.
ભાવતું હતું અને વૈદે કીધું તેમ પરીને પોતાની માધુરી મોમ સાથે રહેવા મળ્યું એટલે તે ખૂબજ ખુશ હતી અને ડૉ. નિકેત ત્રિવેદીને પરીની કંપની અને પરી બંને ખૂબ પસંદ હતા એટલે તે પણ ખૂબ ખુશ હતાં.

ડૉ. નિકેત ત્રિવેદી હોસ્પિટલમાં પહોંચે તે પહેલા પરી હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી.
આજે તે ડૉક્ટર તરીકેની ડ્યુટી બજાવવા માટે જઈ રહી હતી આજે ડૉક્ટર તરીકેનો તેનો પહેલો દિવસ હતો હવે તેની ડૉક્ટર તરીકેની જર્ની થઈ રહી હતી.
આજે તેણે ડાર્ક નેવી બ્લ્યુ કલરની ટી શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેર્યા હતા જેમાં તે આકર્ષક લાગી રહી હતી.
ઉંચી વાળેલી તેની પોની અને તેનાથી આકર્ષક લાગતો તેનો ચહેરો કોઈનું પણ ધ્યાન ખેંચી લે તેવા હતા.
તે રિસેપ્શન ઉપર બેઠેલી મિસ રીચાને ડૉ. નિકેત કેટલા વાગ્યે આવશે તેમ પૂછી રહી હતી અને એટલામાં જ ડૉ. નિકેત ત્રિવેદી હોસ્પિટલમાં દાખલ થયા.
મિસ રીચાએ તેમની સામે જોઈને હસીને કહ્યું કે, "મિસ પરી, લો આવી ગયા નિકેતસર.."
પરીએ પાછળ ફરીને જોયું તો તેની સામે ડૉ. નિકેત ઉભા હતા. તેણે તેમને સ્માઈલ આપ્યું અને તે બોલી કે, "સો વર્ષ જીવવાના છો તમે, હું તમારા વિશે જ પૂછી રહી હતી."
ડૉ. નિકેતે પણ હસીને જવાબ આપ્યો કે, "તારા જેવી કંપની મળે તો સો નહીં પણ એકસોને પચાસ વર્ષ પણ જીવવા હું તૈયાર છું."
ડૉ. નિકેતના શબ્દોમાં વજન હતું તેમણે પરીના આગમન સાથે જ સીક્સ લગાવી હતી પરંતુ તેમનો સ્વર થોડો ધીમો હતો તેથી તેમના શબ્દો પરીના કાનને અથડાઈને જ પાછા ફર્યા હતા..કારણ કે પરીને તે ખૂબ પસંદ કરે છે તે વાત તે ઉતાવળ કરીને પરીને જણાવવા નહોતા માંગતા.
પરીએ સ્વાભાવિકપણે જ પૂછી લીધું કે, "શું કહ્યું તમે ડૉ. નિકેત?"
"કંઈ નહીં એ તો બસ એમ જ.. આવ હું તને તારું કામ સમજાવી દઉં.."
અને ડૉ. નિકેત પોતાની કેબિનમાં પ્રવેશ્યા અને તેની પાછળ પાછળ મિસ પરી પણ ડૉ. નિકેતની કેબિનમાં દાખલ થઈ.
ડૉ. નિકેત પોતાની રિવોલ્વીંગ ચેરમાં બેઠા પરંતુ પરી હજી તેમની સામે ઉભી જ રહી હતી.
તેને ઉભેલી જોઈને ડૉ. નિકેતે પોતાની સામે રાખેલી ચેરની સામે ઈશારો કરીને પરીને કહ્યું કે, "બેસો ને મિસ પરી તમે હજી સુધી ઉભા જ કેમ છો?"
"નો સર થેન્ક્સ બટ અમને અમારા સરે ટ્રેઈનીંગમાં એવું શીખવ્યું છે કે અમારે અમારા સીનીયરની આમન્યા રાખવી."
"ઑહ આઈ સી, પણ આપણે તો ફ્રેન્ડ છીએ અને ફ્રેન્ડ બનીને સાથે રહીને કામ કરીશું તો કામ કરવાની કંઈક મજા જ અલગ આવશે અને હું તને હકથી કામ ચીંધી શકીશ અને તું પણ મને હકથી કંઈપણ કહેવું હશે તો વિના સંકોચે કહી શકીશ."
"જી, એ વાત તો આપની સાચી છે પણ હજી તમને મારા ફ્રેન્ડ તરીકે એક્સેપ્ટ કરતાં મને થોડો સમય લાગશે સર.. અને વળી હું તમારા હાથ નીચે ટ્રેઈનીંગ લઈ રહી છું એટલે તમને સર કહેવું મને વધારે યોગ્ય લાગશે..."
" એ વાત તો તમારી સાચી છે અચ્છા આપણે એક કામ કરીએ હું તમને મિસ પરી કહીશ તમારે પણ મને ડૉ. નિકેત જ કહેવાનું, સર નહીં કહેવાનું , ઓકે?"
"ઓકે ડૉ. નિકેત."
પરીના મુખેથી બોલાયેલા આ શબ્દો સાંભળીને હવે ડૉક્ટર નિકેતને થોડી હાંશ થઈ.
તે પહેલા પરીના બેસ્ટ ફ્રેન્ડ બનવા માંગતા હતા અને પછીથી તેની નજીક જવા માંગતા હતા પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પરીના બીજા પણ કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે જે પરીની ખૂબ નજીક છે અને તેના દિલમાં એક મહત્વનું સ્થાન જમાવીને બેઠા છે અને જે પરીને દિલોજાનથી મુહોબ્બત પણ કરે છે.
"મિસ પરી એક તો તમારે તમારી મોમનો કેસ હેન્ડલ કરવાનો છે અને બીજા બે કેસ હેન્ડલ કરવાના છે જે પણ આવા અટપટા જ છે અને આ કેસ હેન્ડલ કરતાં કરતાં તમારે મારી જ્યારે પણ હેલ્પની જરૂર પડે ત્યારે હું તમારી સાથે જ ઉભો હોઈશ."
"ડૉ. નિકેત તમે મને તું કહેશો તો પણ ચાલશે.."
"હા એ વાત તમારી સાચી પણ હું લેડીઝને ખૂબ જ માન આપું છું અને માટે તું તો હું નહીં જ બોલી શકું.. કદાચ આપણે થોડા વધારે નજીક આવી જઈએ તો તે પછીની વાત અલગ છે કદાચ તે પછીથી બોલી શકીશ.."
પરી ડૉ. નિકેતના સ્વભાવથી ઈમ્પ્રેસ્ડ થઈ ગઈ હતી અને તેને પણ ડૉ. નિકેત માટે માન થતું હતું.
બાય ધ વે ડૉ. નિકેત તેને પસંદ કરે છે તેટલું તો તેને સમજાઈ જ ચૂક્યું હતું પરંતુ એ પસંદગી કયા પ્રકારની હશે તેનું જજમેન્ટ તે લગાવી ચૂકી નહોતી અને કદાચ તે લગાવવા માંગતી પણ નહોતી.
અત્યારે પોતાની માધુરી મોમ સાથે રહેવા મળ્યું છે તેનાથી વધારે તેને માટે બીજું કંઈ જ મહત્વનું નહોતું અને માટે તેણે આ વાતને નજરઅંદાજ કરી હતી.
ડૉ. નિકેત પરીને લઈને એક પછી એક પેશન્ટના રૂમમાં ગયા અને તેમની ક્રીટીકલ ઈલનેસ વિશે તેને સમજાવવા લાગ્યા.
ડૉ. નિકેતના એક એક શબ્દ પરી ધ્યાનથી સાંભળી રહી હતી અને પોતાને કઈરીતે કયો કેસ હેન્ડલ કરવો તે મનમાં વિચારી રહી હતી.
તેને આમ મૂંઝવણમાં જોઈને ફરીથી ડૉ. નિકેતે તેને કહ્યું કે, "મિસ પરી તમે મૂંઝવણમાં ન મૂકાઈ જશો. હર પળ હું તમારી સાથે જ છું."
"જી આઈ ક્નોવ સર.."
પરીએ ટૂંકમાં જ જવાબ આપ્યો.
એક પછી એક પેશન્ટનો કેસ સમજાવતાં સમજાવતાં પરીની માધુરી મોમનો રૂમ આવ્યો.
ડૉ. નિકેતે પરીને આગળ થવા કહ્યું.. પરીએ પોતાની માધુરી મોમના રૂમનો દરવાજો ખોલ્યો...
વધુ આગળના ભાગમાં...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
6/8/24