What to consider while buying a charger in Gujarati Anything by Siddharth Maniyar books and stories PDF | ચાર્જર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

ચાર્જર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?

મોબાઈલ બ્લાસ્ટની વધતી ઘટના માટે તેની બેટરી, ચાર્જર  એડેપ્ટર જવાબદાર

મોબાઈલના ચાર્જર એડેપ્ટર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું?

આજના યુગમાં મોબાઈલનો ઉપયોગ દરેક વ્યક્તિ માટે આવશ્યક બની ગયો છે. ત્યારે તેનો ઉપયોગ હવે, ઘાતકી પણ બની રહ્યો છે. તાજેતરમાં જ દેશના અનેક શહેરોમાંથી સમાચાર વહેતા થયા હતા કે, મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે બ્લાસ્ટ થવો, મોબાઈલ ચાર્જમાં હોય ત્યારે કરંટ લાગવો વિગેરે વિગેરે. પોર્નતું`પરંતુ આવું બને છે કેમ તે સમજવું અને તેનાથી કેવી રેતે બચવું તે સમજવું પણ જરુરી છે.

મોબાઈલ ચાર્જિંગમાં હોય તે સમયે ઇલેક્ટ્રિક શોક લાગવાનું મુખ્ય કારણ તેનું એડેપ્ટર અને કેબલ ડુપ્લીકેટ હોવાનું છે. દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક અહેવાલ અનુસાર દેશમાં 1.2 અબજથી વધુ મોબાઇલ ફોન યુઝર્સ અને 60 કરોડ સ્માર્ટફોન યુઝર્સ છે. હવે, કંપની દ્વારા ચાર્જર એડેપ્ટર સાથે આપવામાં આવતું નથી. માત્ર કેબલ જ આપવામાં આવે છે. જેથી યુઝર ફોનની સાથે નવું ચાર્જર ખરીદવાનું ટાળતા હોય છે અથવા તો સસ્તું ચાર્જર એડેપ્ટર ખરીદતા હોય છે. જે સૌથી મોટું જોખમ ઉભું કરે છે. જેના કારણે જ આવી ઘટના બનતી હોય છે. જેથી આજના આર્ટિકલમાં આપણે સમજીશું કે ફોન ચાર્જમાં હોય ત્યારે તેમજ ચાર્જ માટેના કેબલ કે એડેપ્ટર ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ.

સેલફોન ચાર્જ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું

સામાન્ય રીતે, મોબાઇલ ચાર્જરની પીનને સ્પર્શ કરવા પર કોઈ કરંટ લાગતો નથી કારણ કે, ચાર્જરનો બહારનો ભાગ ઇન્સ્યુલેટર તરીકે ડિઝાઇન કરાયો હોય છે. જેના કારણે કરંટ લાગતો નથી. ચાર્જર એવી રીતે બનવા છે કે, આંતરિક સર્કિટ અને ચાર્જિંગ કેબલમાંથી વીજળીનો પ્રવાહ ચાલુ રહે. જેમાં ચાર્જર પિનના બાહ્ય આવરણમાંથી કરંટ વહેતો નથી.જોકે, કેટલીક વખત એવા સંજોગો ઉભા થાય કે મોબાઇલ ચાર્જર સંભવિત રીતે ઇલેક્ટ્રિક શોકમાં પરિણમી શકે છે.

- ફોનને હંમેશા ઓરીજનલ ચાર્જરથી ચાર્જ કરો

- ચાર્જર ખરીદતી વખતે પોતાની પાસે કયો ફોન છે તેને લગતું જ ચાર્જર ખરીદો

- ફોન ચાર્જમાં હોય ત્યારે તેનો ઉપયોગ ન કરવો

- ફોન ઓવર નાઈટ ચાર્જમાં રાખવો નહીં

- વારંવાર ચાર્જ કરવાની જગ્યાએ એક જ વખત ચાર્જ કરવો

- ફોન ચાર્જ થયા બાદ ચાર્જરને અનપ્લગ કરી દેવું

- ગરમ જગ્યાએ કે પછી સીધા સૂર્ય પ્રકાશમાં ચાર્જ કરવાનું નહીં

- ચાર્જિંગ સમયે ફોન ગરમ થાય તો બેક કવર કાઢી નાખવું

- ચાર્જરનો કેબલ તૂટી ગયો હોય કે બગડી ગયો હોય તો તાત્કાલિક બદલી નાખવો

- જયારે વોલ્ટેજ વધ-ઘટ થતા હોય ત્યારે ચાર્જિંગ કરવું નહીં

- ફોનની બેટરી 20 થી 80 ટકા વચ્ચે રાખવી, વધુ ચાર્જ કરવાનું ટાળો, બેટરીનું સ્વાસ્થ્ય સારું રહેશે

મોબાઇલ ચાર્જરથી ઇલેક્ટ્રિક શોકનું જોખમ ક્યારે હોય છે?

દરેક મનુષ્યના શરીરમાં શોક લાગવાના સંજોગોમાં તેની સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ હોય છે. જ્યારે મોબાઈલ ચાર્જર લગભગ 5 વોલ્ટ અને 2 એએમપીએસનું આઉટપુટ આપે છે. જેમાંથી લગતા શોકની સામે લડવા માટે શરીરમાં પૂરતી પ્રતિકાર શક્તિ હોય છે. જેથી કરંટ તેને ભેદી શરીરમાં પ્રવેશી શકતો નથી. પરંતુ જીભ કે શરીરના કોઈપણ ઈજાગ્રસ્ત ભાગ વડે ચાર્જરના આઉટપુટ ટર્મિનલનો સંપર્ક થાય તો વ્યક્તિને હળવો ઇલેક્ટ્રિક આંચકો લાગે છે. જોકે, ક્યારેક આવું કરવું જોખમી બની શકે છે. જે પણ ચાર્જરની ગુણવત્તા પર આધાર રાખે છે.

મોબાઈલ ચાર્જર ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું

હવે, મોટાભાગની મોબાઈલ કંપની સેલફોન સાથે ચાર્જિંગ કેબલ આપવામાં આવે છે પરંતુ એડેપ્ટર આપતી નથી. જેથી યુઝરે એડેપ્ટર સાથે ખરીદવું પડતું હોય છે. ત્યારે યુઝર ઓનલાઇન અથવા તો દુકાનમાંથી જે ચાર્જર એડેપ્ટર મળે તે ખરીદી લેતા હોય છે. જેના કારણે જ પાછળથી અકસ્માતનું જોખમ ઉભું થાય છે. ચાર્જર ખરીદતી વખતે અનેક બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે. જેની માટે ચાર્જરના એડેપ્ટર પાછળ કેટલાક નિશાન બનેલા હોય છે તેને સમજવા જરૂરી છે. સ્માર્ટફોન એડેપ્ટર પર બનાવેલા દરેક પ્રતીકનો અલગ અર્થ હોય છે.

- ડબલ સ્કવેર : એડેપ્ટર પર પિન તરફના ભાગે ડબલ સ્કવેરનું પ્રતીક હોય છે. જે દર્શાવે છે કે, ચાર્જર સેફ છે વીજ કરંટ નહીં લાગે.

- V સાઈન : એડેપ્ટર પર બનેલી વિ (V) સાઈન આલ્ફાબેટ નહીં પરંતુ રોમન અંકમાં પાંચ લખ્યું છે. જે ચાર્જરની પાવર લેવલ ક્ષમતા દર્શાવે છે.

- 8 જેવી સાઈન : અંગ્રેજીમાં આઠ (8) બનાવ્યો હોય તેવું એક પ્રતીક દર્શાવે છે કે, ચાર્જરની ગુણવત્તા સારી છે તેમજ તે પરફોર્મન્સ પણ સારું આપશે.

- હોમ સાઈન : એડેપ્ટર પર એક ઘર જેવી સાઈન દર્શાવે છે કે, આ ચાર્જર એડેપ્ટરનો ઉપયોગ માત્ર ઘરમાં જ કરી શકાય તેમ છે. જે હાઈવોલ્ટેજ માટે નથી તેમજ સોલર લાઇટમાં પણ તેનો ઉપયોગ કરી શકાશે નહીં.