Me and my A in Gujarati Moral Stories by Kaushik Dave books and stories PDF | હું અને મારા એ

Featured Books
  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

  • ફરે તે ફરફરે - 66

    ફરે તે ફરફરે - ૬૬   માનિટ્યુ સ્પ્રીગ આમતો અલમોસામાં જ ગ...

Categories
Share

હું અને મારા એ

'હું અને મારા એ'

( વાર્તા છે એક પતિ અને પત્નીની..કપરા સંજોગોમાં પણ ખુશ રહેવાની કોશિશ કરે છે. પતિ કમાવવા માટે શહેરમાં જવાની તૈયારી કરવાનો હોય છે પણ પત્નીને જણાવતો નથી. પતિ અને પત્નીની ખાટી મીઠી વાતો)

એ શું કહું છું?

તમે કશું નથી કહ્યું. કહેવું હોય તો કહી દો.મારે રોટલા બનાવવાના બાકી છે.

તો તું તારે બનાવ ને.. મેં તને રોકી છે?

ના..રે..ના.. તમે શાણા છો. હું જ ડોઢડાહી છું. તે તમારા માટે રોટલા ટીપું સુ.


તે ઉપકાર નથી કરતી. એ તારી ફરજમાં આવે છે.

એ.. હું શું કહેતી હતી?

મારે તારી વાત સાંભળવી નથી. રોટલા ટીપી કાઢે એટલે તને એક વાત કરવી છે.

લો..આ રોટલા ટીપવાનું બંધ કર્યું. તમારા જેટલા થઈ ગયા. મારા માટે પછી બનાવીશ.

તો ઠીક છે પણ હું બે રોટલા જ ખાવાનો છું સાથે છાસ છે ને! મારે બહાર જવાનું છે.

તે જાવ ને. મેં ક્યાં ના પાડી. હવે તમે તમારે હાંકે રાખો.

એટલે હું હાંકુ છું. તું પણ ખરી છે. ચાલ તને કહી દઉં. મારા માટે બે રોટલા ટિફિનમાં બાંધી દેજે.

એટલે તમે જમીને નથી જવાના!

મેં ક્યાં એવું કહ્યું હતું. હું જમીને જવાનો છું.

તો પછી બે રોટલા કોના માટે! શું તમે બીજું સરનામું શોધી કાઢ્યું છે?

અરે ગાંડી.. તને છોડીને જવાય. તું બુધ્ધુ છો પણ સારી છે.મને પણ થાય છે કે શહેરમાં એકલો રહેવાનું ફાવશે? તારા જેવી એક શોધવી પડશે. હા.. તને દર મહિને રૂપિયા મળી જશે. તને વાંધો નથી ને!

લો મને ક્યાંથી વાંધો હોય.તમે કમાવાના છે મને રૂપિયા મોકલવાના છો. મારે તો મમ થી મતલબ છે.પણ જોજો ફસાઈ ના જાવ. સાંભળ્યું છે કે શહેરની છોકરીઓ ગામડાના છોકરાઓને ખંખેરી નાંખે છે.
તું પણ ખરી છે. હું મજાક કરતો હતો ને તું આમ ગંભીર બની છું. આમ તો મારું દિલ ભરાઈ આવશે.

તો પછી...

એ વાત કરવા જ આવ્યો હતો ને તેં વાતો લંબાવી દીધી.

હારું હારું..જે કહેવું હોય એ ક્યો. હું નવરી બેઠી છું. હું એકલી ને મારા તમે.મને હંધુ તમારા પર ભરોસો છે.તમારા વગર મારે છે પણ કોણ? છૈયા છોકરા છે નથી. તમને કહ્યું હતું કે પેલી રમલી બિચારી વિધવા છે એની સાથે પરણી જાવ.મને છુટું કરો એટલે હું પુષ્કર જતી રહું. હું ને મારા ભગવાન.. રાધે શ્યામ રાધે શ્યામ.

બસ..બસ.. હવે રહેવા દે. છોકરાની હરખ હોત તો પેલી ચિબાવલી ચમેલી સાથે લગ્ન ના કર્યા હોત! છોડ એ પુરાની વાતો.સાંજની બસમાં શહેરમાં જાઉં છું.

પણ કેમ ? આમ અચાનક.

હું શહેરમાં કમાવા માટે જાઉં છું. પછી તને બોલાવીશ.

પણ સાંભળ્યું છે કે શહેરમાં જાય એ પાછો આવતો નથી. આપણા ગામનો છોકરો સૂરત ગયો હતો પણ પાછો આવ્યો નહીં ને ત્યાં જ વસી ગયો. એની ઘરવાળીને બોલાવી નથી. કંઈક ડખા થયા હોય એવું લાગે છે.

બસ હવે.. તને આવું બધું કોણ કહે છે? શહેરમાં સેટ થતાં વાર લાગે. તો પછી એમ કર. હું હમણાં જ નીકળું છું. તું ટિફિન ભરી દે. રસ્તામાં જમી લઈશ. બસનો સમય થયો છે.પછી છેક સાંજની બસ છે.

હું સાથે આવું? પછી પાછી આવતી રહીશ.

ના.. હમણાં નહીં. રૂપિયાની ખેંચ છે એટલે શહેરમાં કમાવવું છે.

સારું સારું..( મનમાં.. હું અને મારા એ.. કાયમ આવી વાતો કરીએ પણ મારો વ્હાલો શહેરમાં મને લઈ જવાની વાત કરતો નથી. આજે જશે કે નહીં એ ખબર નથી. એ સાંજે ટિફિન પાછું લઈ ને આવે તો સારું.ને રોજની જેમ શહેરમાં જવાનું માંડી વાળે તો સારું.)
- કૌશિક દવે