Mamata - 105-106 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 105 - 106

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

મમતા - ભાગ 105 - 106

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૦૫

💐💐💐💐💐💐💐💐

(મોક્ષા મુંબઈ જાય છે.અને મંત્ર તેની મીઠડીને મળવાં. તો હવે શું થશે આગળ......)

સવાર સવારમાં સાધનાબા બેઠા હતાં. મોક્ષા ગીતાનો અધ્યાય વાંચતી હતી. પ્રેમ અને પરી કોલેજ જવા નીકળ્યાં. મોક્ષા આ વખતે નિરાંતે સાધનાબા સાથે રોકાવવાની હતી. સાધનાબા હવે સમય જતાં થોડાં સ્વસ્થ થયાં હતાં. તેમાં વળી મોક્ષા આવતાં તેને જાણે આધાર મળી ગયો.

સાધનાબા :" કોણે કહ્યું કે લોહીનાં સંબંધો જ સાચાં હોય ! તારે અને મારે કોઈ એવાં સંબંધો નથી છતાં પણ હંમેશા તું દુઃખમાં મારી પડખે આવીને ઉભી છે. "

મોક્ષા :" કેમ ? તમે મારા મા નથી ? હું તમને મા માનું છું અને તમે આમ કહો !"
મોક્ષા એમ બોલી રિસાઈ જાય છે.

સાધનાબા :" અરે ! રિસાઈ ગઈ!
મોક્ષા આપણે હવે પરી અને પ્રેમનાં લગ્ન નક્કી કરી દેવા જોઈએ.તમે કોઈ સારી તારીખ નક્કી કરી લો. એ બંને સાથે પણ વાત કરી લો. "

મોક્ષા :" હા, ચોક્કસ ઘરે જઈને હું મંથન અને બા સાથે વાત કરીશ."

બીજી બાજુ મંત્ર પાવાગઢમાં મહાકાળી મા નાં દર્શન કરવાં પહોંચી જાય છે. તે કયારનો મિષ્ટિની રાહ જુએ છે. ત્યાં જ તે સામેથી આવતી દેખાય છે. ઉતાવળો, અધીરો મંત્ર જલ્દીથી મિષ્ટિને બાહોમાં ભરી લે છે.

મંત્ર :" અરે ! હવે આપણને પણ પરી દીની જેમ લાયસન્સ મળી જવું જોઈએ. મિષ્ટિ તારી મોમને કંઈ વાત કરી કે નહી ?"

મિષ્ટિ :" ના, યાર જ્યાં સુધી સ્ટડી પુરૂ ન થાય ત્યાં સુધી આમ છુપાઈને મળવાનો આનંદ લો. જલસા કરો. આ મજા કંઈક અલગ જ છે."

મંત્ર :" હા, ડિયર તું છે તો જલસા જ છે હો...."

બંને ખૂબ ફર્યા અને મહાકાળી મા નાં દર્શન કરી એકબીજાનો સાથ માણી બંને પ્રેમી પંખીડા ખુશ હતાં. બંને પોતાના ઘરે મિત્રો સાથે જાય છે એમ ખોટું બોલી આવ્યાં હતાં. સાંજ થતાં બંને છુટાં પડ્યાં. મંત્ર મિષ્ટિને મુકી સ્ટેશન જવાં નીકળ્યો.

પ્રેમ, પરી, એશા અને બીજા મિત્રો કોલેજથી નાસ્તો કરવા ગયાં.

પરી : એશા, તું કયારે લગ્ન કરે છે ? આરવ શું કરે ? કોઈ તારીખ નક્કી થઈ ?"

એશા :" ના, વાત ચાલે છે.મારી તો હમણાં ઈચ્છા જ નથી. આ ઈન્ટરશીપ પુરી થાય પછી જ લગ્ન કરવાં છે. બટ આરવનાં પિતાની તબિયત ખરાબ છે. હમણાં તેને એટેક આવ્યો હતો. તો એ લોકો લગ્ન માટે ઉતાવળ કરે છે. "

પ્રેમ :" એમ, તો કરી લો લગ્ન ! "

પરી :" હા, આપણે બધાં ખૂબ મજા કરીશું લગ્નમાં."

એશા :" પ્રેમ, પરી તમારો શું પ્લાન છે લગ્ન માટે ?"

પરી :" જોઈએ, પ્રેમ હજુ થોડો સ્વસ્થ થાય પછી.... જોઈએ."

પ્રેમ :" હા, હમણાં નહી. થોડાં સમય પછી."

બધાં મિત્રો વાતો કરી છૂટાં પડ્યાં. પરી અને પ્રેમ પણ ઘરે ગયાં. હમણાં મોક્ષા અહીં હોવાથી પરી પ્રેમનાં ઘરે જ રહેતી હતી. તેથી એકબીજા સાથે સારો સમય વિતાવી શકતાં હતાં.( ક્રમશ:)

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૧૦૬

💐💐💐💐💐💐💐💐

( મોક્ષા સાધનાબાને મળવાં મુંબઈ આવી છે. મંત્ર પણ તેની ફટાકડીને મળવાં જાય છે.હવે આગળ.....)

સંબંધોનાં તાણાવાણામાં ક્યાં સંબંધો સાચાં એ કહેવું મુશ્કેલ છે. જીવનમાં ફક્ત લોહીનાં સંબંધો જ નથી હોતાં કયારેક ઋણાનુબંધનાં સંબંધો પણ હોય છે. મોક્ષા અને સાધનાબાનાં સંબંધો પણ આવા જ હતાં. વિનીત સાથે સંબંધ તૂટી ગયો હોવા છતાં પણ મોક્ષાએ સાધનાબા સાથે મા તરીકેનો સંબંધ જાળવી રાખ્યો હતો. તો એ જ મમતા મોક્ષા પરીને પણ આપી રહી હતી. પોતે જન્મ ન આપ્યો હોવા છતાં પણ પરીને કયારેય મોક્ષાનું વહાલ ઓછું પડ્યું ન હતું.

મોક્ષા થોડા દિવસો સાધનાબા સાથે રહી તો તેને માનસિક સધિયારો મળી ગયો. હવે મોક્ષા અમદાવાદ જવાં નીકળે છે. મોક્ષા હતી એટલાં દિવસ પરી પણ અહીં જ રહેતી હતી. મોક્ષા સાધનાબાને પગે લાગી "જય શ્રી કૃષ્ણ" કહે છે અને જવાં માટે રજા માંગે છે. પ્રેમ અને પરી મોક્ષાને એરપોર્ટ છોડવાં જાય છે.

મોક્ષા "કૃષ્ણ વિલા" માં આવે છે. શારદાબાને પગે લાગી "જય શ્રી કૃષ્ણ " કહે છે. મોક્ષા મંત્ર વિષે પુછે છે. તો શારદાબા કહે,

શારદાબા : " આરવનાં પિતાને હાર્ટએટેક આવ્યો છે. તો મંત્ર આરવ સાથે હોસ્પિટલમાં છે."
આ સાંભળી મોક્ષા બોલી.

મોક્ષા :" ઓહ! ઈશ્વર તેને જલ્દી સાજા કરી દો ."

મોક્ષા તેની અને બાની ગરમા ગરમ આદુ વાળી ચા બનાવી લાવે છે. ઘણાં દિવસો પછી બંને સાથે ચા પીતાં હતાં.

શારદાબા :" કેમ છે ? સાધનાબેન ? "

મોક્ષા :" સારા છે. હવે થોડાં સ્વસ્થ થયાં છે. એ કહેતાં હતાં કે પરી અને પ્રેમનાં લગ્નની તારીખ નક્કી કરો."

શારદાબા :" હા, હું પણ એ જ કહું છું. આમ પણ હવે પરીનું ભણવાનું પુરૂ થયું છે. "

મોક્ષા :" હા, મંથન સાથે વાત કરી કંઈક નક્કી કરીએ."

બંને વાતો કરતાં હોય છે ત્યાં જ મંત્ર આવે છે.

મંત્ર :" જય શ્રી કૃષ્ણ " મોમ આવી ગયા તમે. કેમ છે બધાં ?"

મોક્ષા :" હા, બસ હાલ જ આવી. બધાં બરાબર છે. પરીને હવે ઈન્ટરસીપ ચાલું છે. તો રજા મળશે નહીં. કેમ છે હવે આરવનાં ડેડને ? "

મંત્ર :" સારૂ છે ? હવે પણ એટેક ઘણો મોટો હતો. હવે લગભગ તેઓ આરવ અને એશાનાં લગ્ન કરવાં કહેશે."

મોક્ષા :" ઓહ ! ભગવાન તેને સારૂ કરી દે."

ત્યાં જ મંથન પણ ઓફિસથી આવે છે.

મંથન :" આવી ગયા મોક્ષા તમે કેમ છે બધાં ? મજામા ને ?"

મોક્ષા :" હા, બસ થોડીવાર પહેલાં જ આવી. ( ક્રમશ:)

શું પરી અને પ્રેમનાં લગ્ન નક્કી થશે ? મંત્ર અને મિષ્ટિની પ્રેમ કહાનીને નામ મળશે ? વાંચો ભાગ ૧૦૭)

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર