Mamata - 93-94 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 93 - 94

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

મમતા - ભાગ 93 - 94

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ : ૯૩

💐💐💐💐💐💐💐💐

(મોક્ષાને પ્રેમ પસંદ ન હોવાથી પરી પ્રેમ સાથે વાત કરતી નથી. તો શું થશે હવે આગળ વાંચો ભાગ :૯૩ )

પાંદડા પર બાઝેલા ઝાકળ બિંદુઓ, પંખીઓનો કલરવ અને "કૃષ્ણ વિલા" ની કાનાની આરતી. આ રોજનો ક્રમ હતો. મોક્ષાની તબિયત સારી ન હોવાથી શારદાબા જ હમણાં આરતી કરતાં હતાં. પરી પણ વહેલી ઉઠી તેને મદદ કરતી હતી. એ જોઈને મોક્ષાને ગર્વ થતો હતો કે પોતાની લાડલી કેટલી સમજદાર છે. પરી બહારથી ખુશ દેખાવાનાં પ્રયત્ન કરતી પણ અંદરથી તે કેટલી દુઃખી હતી તે મોક્ષા જાણતી હતી. મોક્ષા મનમાં જ વિચારે છે.( બસ મારી તબિયત સારી થાય એટલે હું વિનીત સાથે વાત કરું. એ રાજી છે કે નહી ! એ પણ જાણવું પડશે.)

મોક્ષા વિચારોમાં ખોવાયેલી હતી ને પરી પ્રસાદ લઈને આવે છે.

પરી :" જય શ્રી કૃષ્ણ મોમ, હવે તમારી તબિયત કેમ છે ?"

મોક્ષા ;" સારી છે. બેટા હવે ઘણાં દિવસો થયા તું જા. કોલેજનો અભ્યાસ ના બગાડ."

પરી :"ના, મોમ મારા માટે સ્ટડી કરતાં તમે મહત્વનાં છો. "

પરીની વાત સાંભળી મોક્ષાની આંખોમાં આંસું ધસી આવ્યાં.બંને મા, દીકરી એકબીજાને ગળે મળ્યા. આ જોઈ મંત્ર બોલ્યો,

મંત્ર :" જયારે હોય ત્યારે તમારી ટીમથી મને બાકાત જ રાખો છો."

અને મંત્ર શારદાબા પાસે જાય છે અને ફરિયાદ કરે છે.

મોક્ષા તેનાં બેડરૂમમાં આરામ કરવા ગઈ. મંથન ઓફિસ ગયો.શારદાબા રૂમમાં ભાગવત વાંચતા હતા. આજ સમય છે એમ વિચારી પરી મંત્ર પાસે જાય છે. અને કહે,

પરી :" ઓ, હીરો એક વાત પુછવી છે."

મંત્ર :" બોલ, ચિબાવલી "

પરી :" આજકાલ આપ કોના ખ્યાલોમાં ખોવાયેલાં રહો છો? કોણ છે એ છોકરી ?"

ઓચિંતા આવો સવાલ સાંભળીને મંત્ર ચોકી ગયો.

મંત્ર :"કોઈ નહી !"

પરી :" હું બધું જ જાણું છું. મંત્ર મેં તને એ છોકરી સાથે હોટલમાં જોયો હતો.હવે મારાથી છુપાવ નહી. કોણ છે ? બોલ ? હું કંઈ તારી મદદ કરી શકું."

મંત્ર માથું ખંજવાળતો બોલ્યો,

" દી, ડેડનાં ફ્રેન્ડ મૌલીક અંકલની ડૉટર છે. જો કે અમે આબુમાં મળ્યાં હતાં. પણ ત્યારે તેને હું જાણતો ન હતો કે તે મૌલીક અંકલની ડૉટર છે. પણ આપણાં ઘરે તે લોકો ડિનર પર આવ્યાં ત્યારે મને ખબર પડી. "

પરી :" એમ, એટલે ભાઈ વાસ્તુ પૂજનમાં વડોદરા ગયા હતાં એમ ને ! હું વિચારૂ કે ભાઈ મોમ, ડેડ સાથે કેમ ગયો.!"

( પરી મંત્રનો કાન ખેંચે છે.)

મંત્ર :" ઓહ! દી દુઃખે છે.

પરી :" એમ તે તારૂ સેટીંગ પણ કરી લીધું અને મને કહ્યું પણ નહી.!"

મંત્ર :" દી, તમે પણ મને ક્યાં પ્રેમ વિષે વાત કરી."

પ્રેમનું નામ આવતાં જ પરી વળી ઉદાસ થઈ ગઈ.(ક્રમશ:)
❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૯૪

💐💐💐💐💐💐💐💐

( મોક્ષા પરી અને પ્રેમની વાત ઘરે કરે છે. હવે આગળ....)

જીવનમાં કયારે શું થાય છે તે કોઈ જાણી શકતું નથી. વિનીતને ભૂલી અને પોતાનું નવું જીવન મંથન સાથે સુખથી વિતાવતી હતી. પણ મોક્ષાને ક્યાં ખબર હતી કે વિનીતનો સામનો ફરી પાછો કરવો પડશે. છતાં પણ દીકરી પરી ખાતાર મોક્ષા વિનીતને ફોન કરે છે.

મોક્ષા :" હેલ્લો, જય શ્રી કૃષ્ણ "

વિનીત :" જય શ્રી કૃષ્ણ "

મોક્ષા :" સાધનાબા પાસેથી જાણવાં મળ્યું કે પ્રેમ તારો દીકરો છે ! "

વિનીત :" હા, તે બા સાથે મુંબઈમાં જ રહે છે."

મોક્ષા :" જો વિનીત, પ્રેમ અને મારી દીકરી પરી એકબીજાને પસંદ કરે છે. તો મારે એ બાબતમાં તારી સાથે વાત કરવી છે. "

વિનીત :" હા, એ હું જાણું છું. કાલે જ મેં બા સાથે વાત કરી. જો એ બંને એકબીજાને પસંદ કરતા હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી. ( વાત કરતાં કરતાં વિનીતને શ્વાસ ચડવા લાગે છે.)

મોક્ષા :" તારી તબિયત તો સારી છે ને ?"

વિનીત :" મારા કરેલાં કર્મોની સજા ભોગવી રહ્યો છું."

મોક્ષા :" કેમ ? શું થયું તને ? "

વિનીત :" મને છેલ્લા સ્ટેજનું કેન્સર છે. મેં તને બહુ દુઃખી કરી. ડેઈઝી પણ મને છોડી જતી રહી. પ્રેમ પણ જતો રહ્યો." વિનીત રડવા લાગ્યો.

મોક્ષા :" વિનીત, રડ નહીં. ત્યાં તો બધી ફેસીલીટી છે.તું તારો ઈલાજ કર. સારું થઈ જશે ."

વિનીત :" ના, હવે ઘણું મોડું થઈ ગયું છે. મને ફેફસાનું કેન્સર છે. મારી પાસે થોડાં જ દિવસો છે. મને માફ કરી દે.... પ્રેમ સારો છોકરો છે. મારી ભૂલની સજા તું પ્રેમને નહિ આપ."

મોક્ષા વિનિતને એની કાળજી રાખવાનું કહી ફોન મૂકી દે છે. ઓન મન વિનીતનાં વિચારોમાં ખોવાય જાય છે. ત્યાં જ મંથન આવે છે.

મંથન :" કેમ છે હવે તને ? "

મોક્ષા કંઈ જવાબ આપતી નથી. અચાનક તે બોલે છે.

મોક્ષા :" શું.. શું કહ્યું તે? "

મંથન :" કેમ શું વિચારે છે ? "

મોક્ષા વિનીતની તેની સાથે થયેલી વાત મંથનને કરે છે. મંથન પણ મોક્ષાને સમજાવે છે કે પ્રેમ સારો છોકરો છે. પરી તો આપણાં માટે પ્રેમને ભૂલવા તૈયાર છે. પણ આપણે બંનેને એક કરવાનાં છે. અને મોક્ષાને તેની ભૂલ સમજાઈ છે.

રાતનાં બધાં ડિનર પતાવીને હોલમાં બેઠા હતા. મોક્ષા પરીની નજીક આવે છે અને તેનો હાથ પોતાના હાથમાં લઈને કહે,

મોક્ષા :" મારી લાડલી, પ્રેમ મને પસંદ છે. " આ સાંભળી પરી પણ આંખોમાં આંસું સાથે મોક્ષાને ગળે મળે છે.
" ઓહ! ડિયર મોમ, I Love You "

મોક્ષાની વાત સાંભળી શારદાબા, મંથન પણ ખુશ થયાં.

મોક્ષા :" પરી જા, પ્રેમ સાથે વાત કર.. તેને પણ ખુશ ખબર આપ. "

અને પરી શરમાતી પોતાનાં રૂમમાં જાય છે.(ક્રમશ:)

( અત્યાર સુધી મોક્ષા પરી અને પ્રેમનાં સંબંધને સ્વીકારતી નહતી. પણ વિનીત સાથે વાત કરતાં મોક્ષાને તેની ભૂલ સમજાઈ. )

વર્ષા ભટ્ટ (વૃંદા)
અંજાર