Mamata - 89-90 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 89 - 90

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

મમતા - ભાગ 89 - 90

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૮૯

💐💐💐💐💐💐💐💐

( આખરે આરવનાં ડેડ માની જતાં આરવ અને એશા બંને ખુશ હતાં. તો શું મોક્ષા પણ પરી અને પ્રેમનાં સંબંધને સ્વીકારશે ? વાંચો ભાગ :૮૯ )

આરવની તબિયત સારી થતાં તેને હોસ્પિટલમાંથી રજા આપી. એશા અને પરી ઘરે આવ્યાં. મંત્ર આરવની સાથે તેનાં ઘરે ગયો.

પ્રેમ પણ પરીની વાત સાંભળી ઉદાસ થઈ ગયો કે હવે મારે અમારા સંબંધ વિશે બા સાથે વાત કરવી પડશે. પ્રેમ મોક્ષાને મળ્યો પણ આ કોઈ વાત તેણે બાને કહી ન હતી. પ્રેમ ઘરે જાય છે. સાધનાબા માળા કરતાં હતાં. તો પ્રેમ તેની પાસે બેસી જાય છે તો બા કહે,

" કેમ આજે વહેલો કોલેજથી આવી ગયો ? રોજ તો સાંજ સુધી દેખાતો નથી. તારી મિત્ર પરી નથી કે શું ?"

પ્રેમ :" હા, બા પરી અમદાવાદ ગઈ છે. બા આજે મારે તમને પરી વિષે વાત કરવી છે. પરી અને હું એકબીજાને પસંદ કરીએ છે. પરીની મોમને પણ હું મળ્યો હતો."

સાધનાબા :" હસતાં હસતાં હું બધું જાણું છું."

પ્રેમ :" એમ ! તમને કેમ ખબર ?"

સાધનાબા :" મારા પ્રેમને જો કોઈ છોકરી ગમી જાય તો જ તે એને ઘરે લઈને આવે એ હું જાણું છું. અને તું જે અમદાવાદવાળા આન્ટીને જાણે છે એ બીજા કોઈ નહી પણ પરીની મોમ મોક્ષા જ છે !"

પ્રેમ :" પ્રેમ તો આ સાંભળી અવાચક થઈ ગયો ! પરીની મોમ ? એ શા માટે ઘરે આવે ? એ શું બાને ઓળખે છે ? એવા કેટલાય વિચારોથી પ્રેમનું મન ઘેરાઈ ગયું."

સાધનાબા : " પ્રેમ આજે તને હું બધી સાચી વાત જણાવીશ. તારા પિતા વિનીતનાં લગ્ન મોક્ષા સાથે થયાં હતાં. પણ વિનીતને તારી મોમ સાથે પહેલેથી જ અમેરીકામાં સંબંધો હતાં. અને તેની સાથે જ રહેતો હતો. "

પ્રેમ તો આ સાંભળી ચોંકી ગયો.!

શ્વાસ લેતાં ફરી સાધનાબા બોલ્યાં...

" પછી મેં અને તારા દાદાએ બંનેનાં ડિવોર્સ કરાવ્યાં. પછી મોક્ષા ત્યાં જ અમેરીકામાં રહી આગળ અભ્યાસ કર્યો. પછી ભારત આવી. અહીં તે મંથનને મળી અને બંનેએ લગ્ન કર્યા. "

આ સાંભળી પ્રેમ બોલ્યો...
" તો પરી..!"

સાધનાબા :" પરી, મંથન અને તેની પહેલી પત્ની મૈત્રીની દીકરી છે. અને મંત્ર , મંથન અને મોક્ષાનો દીકરો છે. "

પ્રેમ : અચકાતા બોલ્યો,
"પણ કયારેય લાગ્યું જ નહીં કે મોક્ષા મેમ પરીનાં મોમ નથી !"

સાધનાબા :" હા, મોક્ષા છે જ એવી તેણે પરીને મા બનીને ઉછેરી છે."

પ્રેમ :" તો શું પરી આ બધું જાણે છે ? "

સાધનાબા : " હા, પણ પરી ત્યારે ખૂબ નાની હતી. મોક્ષાને તે મા જ માને છે. "

પ્રેમ :" એટલે જ મોક્ષા મેમ મારી સાથે આવું રૂક્ષ વર્તન કરે છે. "

દાદી દીકરો સુખ દુઃખની વાતો કરવા લાગ્યાં. ( ક્રમશ)

( પોતાનાં પિતા અને મોક્ષાનાં સંબંધ વિશે જાણી પ્રેમ શું કરશે ? તે મંથન પાસે પરીનો હાથ માંગવા જશે ? વાંચો ભાગ :૯૦ )

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૯૦

💐💐💐💐💐💐💐💐

( સાધનાબા પાસેથી પ્રેમ મોક્ષા વિશે જાણે છે. હવે તેને વધારે ચિંતા થાય છે કે મોક્ષા મેમ અમારા સંબંધો સ્વીકારશે ? )

અચાનક થોડા જ સમયમાં ઘણું બની ગયું. પરીનાં જીવનમાં પ્રેમનું આવવું અને મોક્ષાનું મન આ સંબંધને સ્વીકારી શકતું નથી. વળી આરવે સ્યુસાઈડ કર્યું તો મોક્ષાને ડર લાગે છે કે ક્યાંક પરી પણ આવું પગલું તો નહીં ભરે ને ? વિચારોમાં હતી ને અચાનક મોક્ષાની કારનું એકસીડન્ટ થયું. લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલમાં લઈ ગયાં.

મંથન પર કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો અને મોક્ષાનાં એક્સિડન્ટની જાણ કરી. મંથન તરત જ સી. ટી હોસ્પિટલ પહોંચે છે. અને મંત્રને પણ જાણ કરે છે.

પરી એશાને મુકવા એરપોર્ટ ગઈ હતી. ઘરે પાછી ફરતી હતીને મંથનનો કોલ આવ્યો,

મંથન :" પરી, તું ક્યાં છે.?
જલ્દીથી સી. ટી હોસ્પિટલ પહોંચી જા અને ફોન કટ થયો. "

પરી હોસ્પિટલનું નામ સાંભળીને ડરી ગઈ. શું થયું હશે ? એવા વિચારો કરતી હોસ્પિટલ રવાના થઈ.

મંત્ર પણ શારદાબાને લઈ હોસ્પિટલ આવ્યો. મોક્ષાને માથા પર સખત ઈજા થઈ હતી. લોહી ઘણું વહી ગયું હતું. મંથન ચિંતાતુર થઈને આમતેમ આંટા મારતો હતો. પરી પણ આવી પહોંચી. અત્યાર સુધી પોતાને સંભાળતી પરી મંથનને જોઈ તેને ભેટી રડવા લાગી. મંથન તેને આશ્વાસન આપતો હતો.

મંથન :" બસ, રડ નહી. મોક્ષા હવે બરાબર છે. થોડું માથામાં વાગ્યું છે."

મંત્ર પણ પરીને છાની રાખે છે. ડોકટર મોક્ષાને ચેક કરી ગયાં પછી બધાં મોક્ષા પાસે ગયાં. મોક્ષાને જોઈ પરી ફરી રડવા લાગી.

પરી :" મોમ, આ બધું કેવી રીતે થયું ? "

મોક્ષા :" બસ, બેટા રડ નહીં. હું વિચારોમાં હતી ને સામેથી આવતી કાર સાથે ટકરાણી."

પરી :" મોમ, મને ખબર છે આપ પ્રેમ અને મારા વિશે વિચારતા હશો. આપને પસંદ ન હોય તો હું કયારેય પ્રેમ સાથે વાત પણ કરીશ નહી."

મંથન પરીને છાની રાખી સમજાવે છે કે આ ટોપિક પર આપણે પછી વાત કરીશું.

મોક્ષાને હજુ બે દિવસ હોસ્પિટલમાં રાખવાનાં હતાં. પરી, મંત્ર અને શારદાબા ઘરે જવા નીકળે છે. મંથન મોક્ષા પાસે રહે છે.

બંને એકલાં પડતાં મંથન મોક્ષા સાથે વાત કરે છે.

" ડિયર, તું ખોટી ચિંતા કરે છે. જરૂરી નથી કે પ્રેમ પણ વિનીત જેવો જ હોય ! અને છતાં પણ તું આ સંબંધ નથી સ્વીકારતી તો હું પરી સાથે વાત કરીશ. ઓકે. હવે ચિંતા છોડ આરામ કર."

પરી ઘરે પહોંચે છે. તેનાં ફોનમાં કોલ આવે છે. સ્ક્રિન પર પ્રેમ નામ હોય છે. પણ પરી ફોન રિસિવ કરતી નથી. બસ તેનાં કારણે જ મોમની આવી હાલત છે એ વિચારીને જ દુઃખી થાય છે.આ બાજુ પ્રેમનાં કોલ ચાલુ જ હતાં. અને પરી વાત કરે છે.

પ્રેમ :" શું થયું ? તારો અવાજ કેમ આવો આવે છે. તું રડે છે ?"

પરી :" પ્રેમ, મોમનો એક્સિડન્ટ થયું.અને રડતાં રડતાં પરી ફોન કટ કરે છે."

પ્રેમ પરીની વાત સાંભળી દુઃખી થાય છે. તે સમજી જાય છે કે આવું શા માટે થયું! તે પરીનાં જીવનમાંથી દૂર થવાનું વિચારે છે.
તો હવે શું થશે ?(ક્રમશ:)

( તો શું પરી પ્રેમને ભૂલી જશે ?
કે મોક્ષા માની જશે. આ બધા સવાલોનાં જવાબ માત્ર ને માત્ર મળશે ભાગ :૯૧ તો વાંચવાનું ભૂલતા નહી હો!!!)

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર