Mamata - 79-80 in Gujarati Short Stories by Varsha Bhatt books and stories PDF | મમતા - ભાગ 79 - 80

Featured Books
  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

  • તલાશ 3 - ભાગ 21

     ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તે...

Categories
Share

મમતા - ભાગ 79 - 80

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૭૯

💐💐💐💐💐💐💐💐

( પ્રેમ પોતાનાં દિલની લાગણી પરી સાથે શૅર કરે છે. પરી પણ પ્રેમ વિષેની પોતાની લાગણીની વાત મોક્ષાને કરે છે. અને મોક્ષા પ્રેમને મળવાં મુંબઈ આવે છે. હવે આગળ......)

મુંબઈ એરપોર્ટ પરથી અમદાવાદ આવવાં નીકળેલી મોક્ષાનાં મનમાં ઉથલ પાથલ મચેલી હતી. તે પ્રેમ અને પરીને હોટલમાં મળી. પ્રેમ વિનીતનો જ દીકરો છે.તો શું તે પણ વિનીતની જેમ દગાખોર હશે ? પોતે તો મંથનનો સાથ મળતાં દુઃખને જીરવી ગઈ. પણ પરીનું શું થશે ? આવાં ઘણાં સવાલોથી મોક્ષાનું મન અશાંત બની ગયું.

મુંબઈથી આવી ગ
ઘરે પહોંચતાં રાત થઈ ગઈ. મંથન, બા મોક્ષાની રાહ જોતાં હતાં. મોક્ષા આવી તો તેનો ઉદાસ ચહેરો જોઈ મંથન બોલ્યો,

" મેડમ, લાડલીને મળીને આવ્યા તો પણ કેમ ઉદાસ છો ?"

શારદાબા : "મોક્ષા તું પેલા જમી લે. પછી આરામ કર."

મોક્ષા : "બા, હું બહુ થાકી ગઈ છું. મને ભૂખ નથી તો સુવા જાઉં છું. કાલે વાત કરું." જય શ્રી કૃષ્ણ "


મોક્ષાનું આવું વર્તન મંથન સમજી શકયો નહીં. પણ કાલે નિરાંતે વાત કરીશ એમ વિચારી તે કંઈ બોલ્યો નહિ.


સવાર થતાં જ કાનાની આરતી કરી મોક્ષા બધાને પ્રસાદ આપે છે. તો મંથન કહે,

" પરી તો બહું ખુશ લાગતી હતી. સવારે જ વાત કરી તેની સાથે.તો આપ કેમ ઉદાસ છો મેડમ.."

મોક્ષા : "મારે આપની સાથે એક મહત્વની વાત કરવી છે."

મંથન : "બધું બરાબર તો છે ને ?"

શારદાબા પણ મોક્ષાની વાત સાંભળી ચિંતા કરવા લાગ્યા.

મોક્ષા : આપણી પરી એક પ્રેમ નામનાં છોકરાને દિલ દઈ બેઠી છે.

મંથન : એમ ! મને તો પરીએ કશી વાત પણ ન કરી ?
મોક્ષા પરી હવે મોટી થઈ ગઈ છે . જે છોકરો પસંદ કર્યો હશે તે સારો જ હશે. તું મળી પ્રેમને ?

મોક્ષા : હા, કાલે હું પરી અને પ્રેમ બંનેને સાથે મળી.

મંથન : કેવો છે છોકરો ?

મોક્ષા : પરીની સાથે જ એમ.બી.એ. કરે છે. અને તેનાં દાદી સાથે મુંબઈમાં રહે છે. મંથન આપ જાણો છો. એ કોણ છે ?

મંથન : કોણ છે ?

મોક્ષા : વિનીતનો દીકરો ?

આ સાંભળી શારદાબા, મંથન શોક થઈ ગયાં. તેઓને મોક્ષાની ઉદાસીનું કારણ હવે સમજાયું.

શારદાબા : તો શું થયું મોક્ષા ?

મોક્ષા : ના, બા પ્રેમ પણ તેનાં પિતા જેવો દગાખોર નીકળ્યો તો ! હું જાણી જોઈને મારી દીકરીની જીંદગી બરબાદ કરું?

મંથન : મોક્ષા, તું ખોટી ચિંતા કરે છે. જરૂરી નથી કે બધા સરખા હોય. પ્રેમ વિનીત જેવો ન પણ હોય ! આપણે પ્રેમને મળીએ , સમજીએ પછી નક્કી કરશુ.

મોક્ષા : ના, મારૂ મન આ સંબંધ માટે જરાપણ માનતું નથી.(ક્રમશ:)

( તો શું પરી અને પ્રેમની કહાની આગળ વધશે ? શું મોક્ષા પ્રેમને પરી માટે સ્વિકાર કરશે ? તે જાણવાં વાંચો ભાગ :૮૦ )

❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મમતા :૨ ભાગ :૮૦

💐💐💐💐💐💐💐💐

(મોક્ષા પરી અને પ્રેમનો સંબંધ સ્વીકાર કરશે ? મંથન અને શારદાબા શું વિચારે છે પ્રેમ માટે. તે જાણવા વાંચો મમતા ભાગ :૮૦ )

પરી અને પ્રેમ સાથે ભણતા અને ફકત મિત્રો જ હતાં.પણ એકબીજાથી દૂર થતાં બંનેને એકબીજા પ્રત્યેની લાગણી સમજાણી અને પ્રેમે પરી સામે પોતાનાં પ્રેમનો એકરાર કર્યો.

મોક્ષાને જ્યારથી આ વાતની જાણ થઈ છે ત્યારથી મોક્ષા ખુશ ન હતી કારણ કે પ્રેમ વિનીતનો દીકરો હતો.પોતે જીવનમાં જે મુશ્કેલીઓ સહન કરી છે તે પરીનાં જીવનમાં ન આવે માટે મોક્ષાનું મન જરાપણ માનતું નથી કે પ્રેમ અને પરીનો સંબંધ આગળ વધે.જોકે આ બધી વાતોથી પરી અજાણ હતી.

આજે મોક્ષાને તેની તબિયત બરાબર ન લાગતાં મંથન એકલો જ ઓફિસ ગયો છે. મોક્ષા અને શારદાબા હોલમાં બેઠા છે. શારદાબા મોક્ષાને સમજાવે છે કે,

"તું ખોટી ચિંતા કરે છે. પરી સાથે વાત કરી લે. અને એવું જરૂરી નથી કે વિનીત જેવો જ પ્રેમ હોય ? "

મોક્ષા પરીને કોલ કરે છે.

પરી : " ગુડ મોર્નિંગ મોમ,
પહોંચી ગયા તમે.

મોક્ષા : "હા, બેટા ગુડ મોર્નિંગ."

પરી : "કેમ મોમ? તમારી તબિયત બરાબર નથી ? આજે ઓફિસ કેમ નથી ગયાં."

મોક્ષા : "ના, બેટા બરાબર છું. જો પરી મારી વાત સાંભળ, મને આ પ્રેમ બરાબર લાગતો નથી.તો. બોલતાં મોક્ષા થોડું અટકી.ત્યાંજ પરી બોલી,

"મોમ, આપ હજુ પ્રેમને જાણતાં નથી. પણ પ્રેમ બહુ સારો છોકરો છે."

મોક્ષા : "પરી, તું તેનાં વિશે શું જાણે છે. તેના મોમ,ડેડ ક્યાં છે ?"

પરી :"તેનાં મોમનુ ડેથ થયું છે અને તેના ડેડ સાથે તેને ફાવતું નથી તો તેના દાદી સાથે અહી રહી સ્ટડી કરે છે."

મોક્ષા :"ઠીક છે, પણ પરી હમણાં તું આ બધાથી દૂર રહે તો સારૂં.તારૂ ધ્યાન અભ્યાસ પર જ આપ. ચાલ બાય..કહી મોક્ષાએ ફોન કટ કરી નાંખ્યો."

મોક્ષાની વાત સાંભળી પરી ચિંતામાં પડી ગઈ. શું પ્રોબ્લેમ હશે?
મોમ કેમ આવું કહેતા હશે ?અને વિચારોમાં અટવાયેલી પરી કોલેજ જવા નીકળે છે.

કોલેજ પહોંચતા જ પ્રેમ તેની રાહ જોતો હતો.

પ્રેમ :"ગુડ મોર્નિંગ ડિયર.
ચહેરાનું નૂર કેમ ઉડેલું છે આપનું ?"

પરી : " કંઈ નહીં. બસ એમ જ. અને બધા ક્લાસમાં લેકચર ભરવાં જાય છે.

કલાસ પુરા થતાં બધા બહાર આવે છે. તો પ્રેમ પરીને કહે,

"પરી ઘરે ચાલ, બા તને મળવા માંગે છે."

પરી : " પ્રેમ તે બા ને આપણાં સંબંધોની વાત કરી."

પ્રેમ :"હા"

પરી : "તે બહુ ઉતાવળ કરી પ્રેમ."

પ્રેમ :"પરીની વાત સાંભળી પ્રેમ કંઈ સમજી શકયો નહી "

પ્રેમ પરીને લઈને તેનાં ઘરે જવા નીકળે છે.


સાંજ થતાં જ આંગણામાં પંખીઓ કલરવ કરતાં હતાં. બા આંગણામાં હિંચકા પર બેસી માળા કરતાં હતાં. સામેથી પ્રેમ અને પરીને આવતાં જોઈને તેનાં ચહેરા પર હાસ્ય આવ્યું. અને બોલ્યાં,

"રામસીતાની જોડી લાગે છે. નજર ન લાગે કોઈની "

પરી : "જય શ્રી કૃષ્ણ બા"
પ્રેમ પરી માટે આંગણામાં જ ખુરશી લાવે છે.બધા અહીં જ બેસે છે. બા પરીને તેના પિતાનું નામ પુછે છે. તો પરી કહે મંથન નાણાવટી . મંથન નામ સાંભળતા જ બા ચમક્યાં.! પછી પરીને તેનાં મમ્મીનું નામ પુછ્યું. તો પરી કહે મોક્ષા નાણાવટી. અને એ સાંભળી બા તો આશ્વર્ય ચકિત થઈ ગયાં.!

શું ? તું મંથન અને મોક્ષાની દીકરી છે ?
આ સાંભળી પ્રેમ અને પરી એકબીજાની સામે જોવાં લાગ્યાં.
( ક્રમશ)

( મંથન અને મોક્ષાનુ નામ સાંભળીને બા વિચારે છે કે જો આ સાચું છે તો મોક્ષા કયારેય આ સંબંધ માટે રાજી નહીં થાય. બીજી બાજુ મોક્ષા પણ આ સંબંધથી ખુશ નથી. તો શું થશે? પરી અને પ્રેમની કહાની આગળ વધશે કે પછી....?)

વર્ષા ભટ્ટ ( વૃંદા)
અંજાર

વાંચક મિત્રો તમે જો પરી અને પ્રેમને સાથે જોવા માંગતા હો તો જરૂરથી મને કમેન્ટ કરો.🙏