Be Ghunt Prem na - 18 in Gujarati Love Stories by Nilesh Rajput books and stories PDF | બે ઘૂંટ પ્રેમના - 18

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

Categories
Share

બે ઘૂંટ પ્રેમના - 18


" અરે હા મને યાદ છે આજ મીટીંગ છે...હા હા હું સમય પહેલા પહોંચી જઇશ ..તું ફોન મૂકીશ તો હું અહીંયાથી નીકળીશ ને " કરને ફોન કટ કર્યો અને ઝડપથી તૈયાર થઈને કારમાં બેસ્યો. " હજુ તો પંદર મિનિટ બાકી છે...આરામથી પહોંચી જઇશ..." વોચમાં નજર કરતા એણે હાશકારો અનુભવ્યો. બે કિલોમીટર રસ્તો કાપ્યા બાદ એમની નજર એક કેફે પર પડી. તેણે તુરંત કાર રોકી અને વિન્ડો બહાર નજર કરતા બોલ્યો.
" આ તો એ જ કેફે છે જેની ઓપનિંગ દસ દિવસ પહેલા થઈ હતી....સાંભળ્યું છે અહીંયાની ચાના સ્વાદનો કોઈ જવાબ નથી!..." ચા જાણે કરનને કેફેની અંદર લાવવા ખેંચી રહી હતી. હવે કરનનું મન ચા પીધા વિના ચાલે એમ ન હતું. તેણે તુરંત ગાડી પાર્કિંગમાં ઉભી કરી અને કેફેની અંદર પ્રવેશ કર્યો.

કેફેની અંદરનું ડેકોરેશન જોઈને કરન બે ઘડી સ્તબ્ધ થઈને જોવા લાગ્યો. ત્યાં એમને મીટીંગની યાદ આવતા ઝડપથી એક ચાનો ઓર્ડર કર્યો. ચા ટેબલ પર તૈયાર થઈને પહોંચે એ પહેલા ગેટ પાસેથી એક સિમ્પલ લુક, મોટી આંખો અને કમર સુધી લહેરાતા વાળ અને એના ચહેરા પરનું હળવું સ્મિત જોઈને કરનની આંખો પહોળી થઇ ગઈ. કરન બસ ભાન ભૂલીને એકીટશે બસ એમને નિહાળી રહ્યો હતો.

" સર તમારી ચા!.. .." બાજુમાં વેઇટર ચાનો કપ મૂકીને ચાલ્યો ગયો એની પણ કરનને ખબર ન રહી. એ તો બસ કુદરતે રચેલા સૌથી સુંદર જીવને જોવામાં મસ્ત હતો.

" રિયા.....!!!" કરનના મોંથી આખરે નામ પુકારાઈ ગયું.

રિયા એ તુરંત કરન પર નજર કરી અને બોલી ઉઠી. " કરન તું! અહીંયા!"

રિયા એ બે પળનો પણ વિચાર ન કર્યો અને સીધી કરનના સામેના ટેબલ પર જઈને બેસી ગઈ.

" કરન સારું થયું તું મને અહીંયા જ મળી ગયો હું તને મળવા તારી ઓફીસે જ આવતી હતી..."

કરને ચાનો કપ હાથમાં લીધો અને સાઈડમાં નજર કરતો ચાના ઘૂંટ પીવા લાગ્યો.

" તું હજી પણ મારાથી નારાજ છે....કરન આઈ એમ એક્સ્ટ્રમ્લી સોરી...યાર.."

" લીસન રીયા.... મારે તારી સાથે કોઈ વાત નથી કરવી..." કરને તુરંત ગુસ્સો દેખાડતા કહ્યું અને ત્યાંથી જવા ઊભો થયો કે રિયા એ એને હાથ પડકીને બેસાડી દીધો.

" કરન પ્લીઝ મારી વાત તો સાંભળ.....હું છેલ્લા એક મહિનાથી તને કોન્ટેક્ટ કરવાની કોશિશ કરું છું....."

" અને હું એક વર્ષથી તને ભૂલવાની કોશિશ કરું છું...આ એક વર્ષ મેં કેમ તારા વિના ગુજાર્યું છે એ તો બસ મારું મન જ જાણે છે...જો રિયા મારે તારી સાથે હવે કોઈ વાત નથી કરવી...બાય..." કરન તુરંત ઊભો થઈ ગયો અને બિલ ચૂકવીને કારમાં બેસવા જતો રહ્યો. ત્યાં એમની પીછો કરતી રિયા કરન કરન ચિલ્લાવતી કરનની બાજુની સીટ પર આવીને બેસી ગઈ.

" હું પણ તારી સાથે જ આવીશ...જ્યાં સુધી તું મારી વાત નહિ સાંભળે હું તને નહિ છોડુ બસ..." જિદ્દી રિયા મોં ફુલાવીને સીટ બેલ્ટ બાંધીને બેસી રહી. કરને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખ્યો અને કહ્યું. " ઓકે તારી પાસે પાંચ મિનિટ છે બોલ શું કહેવું છે?"

રિયા એ સીટ બેલ્ટ નીકાળ્યું અને કહ્યું. " આપણે અહીંયા નજદીક એક ગાર્ડનમાં જઈને વાત કરીએ...પ્લીઝ?"

" ઓકે...." રિયા તુરંત કરનને નજદીકના એક ગાર્ડનમાં લઈ ગઈ અને બન્ને ચાલતા ચાલતા વાતો કરવા લાગ્યા.

" કરન એક સવાલ પૂછું?"

" પૂછ..."

" તું હજુ પણ મને પ્રેમ કરે છે ને??"

કરનથી અનાયાસે પગ થંભી ગયા. તેણે રિયા સામે નજર કરી અને ત્યાં જ એની આંખો અશ્રુઓથી ભરાઈ આવી.

" આ સવાલનો હવે કોઈ મતલબ નથી બનતો રિયા..."

" મતલબ છે કરન મતલબ છે...તું ભલે કંઈ ન કહે પણ મને ખબર છે તું આજે પણ મને એટલો જ પ્રેમ કરે છે...."

" મારા પ્રેમ કરવા, ન કરવાથી શું ફેર પડે હે? તે તો મને એક વર્ષ પહેલાં જ અઘ્ધ વચ્ચે છોડી દીધો હતો ! એ સમયે તું તો ખૂબ ખુશ હતી...અને શું કહ્યું હતું તે વી આર નોટ મેડ ફોર ઇચ અધર..... આપણે એકબીજાથી સાવ અલગ છીએ... આપણું સાથે કોઈ ભવિષ્ય જ નથી!...તો આ એક વર્ષ પછી અચાનક તારી પસંદ બદલાઈ ગઇ??, રિયા હું તારા પ્રેમમાં પાગલ જરૂર હતો પણ બેવકૂફ નહિ!...."

રિયા અને કરનની આ મુલાકાત શું નવી મુશ્કેલી ઊભી કરે છે? જાણવા માટે વાંચતા રહો બે ઘૂંટ પ્રેમના

ક્રમશઃ